Tag Archives: સ્ત્રી

સ્ત્રી, પુરુષ, સમાજ અને સવાલો


ઘણા વખતથી ઘણા સવાલો મનમાં સળવળતા હોય અને અમુક વખતે ક્યાંકને કયાંક ઠાલવી પણ દીધા હોય, બધા તો નહીં પણ અત્યારના માહોલને અનુલક્ષીને અમુક સવાલોનું શક્ય એટલું સંકલન કરીને મુકવાનું મન થયું.

  1. હજુ પણ ઘણી જગ્યાએ પત્ની/પ્રેમિકાને ‘તું’ કહેવાય, અનુક્રમે પતિ/પ્રેમીને નહીં?
  2. મમ્મી ને ‘તું’ કહેવાનું, પપ્પાને કેમ નહીં?
  3. ઝાંસીની રાણીને ‘તું’ સંબોધન થાય, શિવાજી, ભગતસિંહ, વગેરે વગેરેને ‘તમે’ ?
  4. દ્રૌપદી, સીતાને ‘મદદ’ માટે પુરુષ જ આગળ આવે છે, સ્ત્રી નહીં (એને હેરાન કરનાર પણ પુરુષ જાત છે એ ખ્યાલ છે)
  5. સ્ત્રી માટે અબળા શબ્દ છે જ્યારે પુરુષ માટે મર્દ ? (અને અમુક તો સ્ત્રીને પણ ‘મર્દાના’ કહે!)
  6. ‘હેડ ઓફ ધ ફેમિલી’ પુરુષ જ કેમ હોય છે ?
  7. બધે સમકક્ષ ને સમોવડીની અપેક્ષા રાખનાર, બસ કે અન્ય જગ્યાએ ‘મદદ’ માટે  કેમ પુરુષ પર આધાર કે અપેક્ષા રખાય છે?
  8. રામાયણમાં રાવણને વિલન ચિતરતા પહેલા એ કેમ યાદ નથી આવતું કે શરૂઆત સુપર્ણખાથી અને પછી સીતાની સુવર્ણમૃગની અપેક્ષાને લીધે જ થઇ હતી?
  9. મહાભારતમાં પણ દુર્યોધન-પાંડવોને દોષ આપતા પહેલા કેમ વિચારાતું નથી કે દ્રૌપદીએ વિના વાંકે ‘અંધે કા પુત્ર’ અંધા’ કહીને વેરના બીજ વાવ્યા હતા?
  10. અત્યારના જમાનામાં પણ પ્રાયવેટમાં પુરુષ કર્મચારીને સ્ત્રી કર્મચારીના પ્રમાણમાં પગાર વધુ અને સમય ઓછો આપવામાં આવે છે અને એ હસતે મોઢાએ સ્ત્રી દ્વારા કેમ સ્વીકારવામાં આવે છે?

^ દસ પે અબ મૈ બસ કરતા હું બાકી કોમેન્ટમે યે સિલસિલા આગે બઢા સકતે હો….

7 ટિપ્પણીઓ

Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, સમાજ

વેજ_નોનવેજ=ફરાળી


બક્ષી સાહેબે કંઈક આ પ્રકારનું લખ્યું છે ને કે દરેક ઉંમરની એક મજા હોય છે, ૧૬ વર્ષની ઉંમરે ઉઘાડી છોકરીયોના ફોટા (અત્યારે તો એવો સવાલ થાય કે માત્ર ફોટા જ ?!;) ) જોયા હશે તો  ૬૧ વર્ષની ઉંમરે અન્ય કશું જોવામાં બાધા નહિ રહે.

જય વસાવડાએ પણ લખ્યું છે કે તેઓ બિન્દાસ પોતાના ઘરમાં પોતાના મધરની હાજરીમાં “પ્લે બોય” નાં પન્ના ઉથલાવતા.

આવી આવી વાતો એટલે યાદ આવી રહી છે કે અમુક મિત્રો જે પહેલા નોન વેજ sms મોકલતા તેઓ હવે સુવિચારોના ઓવરડોઝ મોકલી રહ્યા છે. આ પાછળ શું કારણ હશે?

* હવે આ ઉંમરે આવું આવું મોકલીશું તો લોગ ક્યા સોચેંગે ? એવો દંભ/ડર  હશે ? !

* બાળકો મોટા થઈ ગયા હોવાથી એમના હાથમાં મોબાઈલ આવી જાય અને જુવે તો બચ્ચે લોગ ક્યા સોચેંગે ? એવો દંભ/ડર  હશે ? !

* પૂરતી મજા માણી લીધી એટલે હવે એ બધું નિરર્થક લાગતું હશે?

* દિમાગમાં (બેકગ્રાઉન્ડમાં) ‘ઉમરીયા કટતી જાયે’ સંભળાતું હશે?

બીજી એક વાત કે નોન વેજમાંથી વેજ અને ખાસ તો શુદ્ધ(!) સાત્ત્વિક/ફરાળી sms શરૂ કરનાર males જ છે જ્યારે females તરફથી એ પ્રવાહ અવિતરત ચાલુ છે એટલે મને તો લાગે છે પુરુષોમાં દંભ અને ડર નો ભાવ સ્ત્રીઓ કરતા વધુ હાવી હશે .

અમૃત બિંદુ ~

અમિતાભને કોઈએ Non veg SmS અને અભિષેક વિશે કંઈક સવાલ કર્યો ‘તો એનો જવાબ:  “કભી કભી હમ એક-દુસરે કો  ફોરવર્ડ ભી કરતે હૈ !”

^  ક્યાંક વાંચ્યું/સાંભળ્યું  હતું, શબ્દશઃ યાદ નથી  

4 ટિપ્પણીઓ

Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, ગુજરાત_ગુજરાતી, ધર્મ, રમૂજ, વૃતિ - પ્રવૃતિ, સમાજ

ચલતે ચલતે – II


આજ કલ એક sMs ફરે છે. sMsમાંની વિગતમાં  કેટલુ સત્ય છે એ તો ખબર નથી પણ વાતમાં દમ તો લાગે છે, sMsનો સાર  કંઇક આવો છે કે

આઝાદી વખતેની એકટીવીટીમાં સરદાર/શીખ એકટીવલી હિસ્સો લેતા અને એટલે “ગોરી મેમ” પોતના મેગેઝિન્સ માં “સરદાર જોક્સ” લખીને તેઓની ઠેકડી ઉડાડતા. પરંતુ આપણે આગૂસે ચલી આતીના એવા આદી છીએ કે એ (કુ)પ્રથાનું આંધળુ અનુકરણ કરીને હજુ પણ સરદાર પર  જોક્સ  કરીયે છીએ…. અને ગુજરાતીમાં સરદારની જગ્યાએ “બાપુ” ફિટ કરી દઈએ છીએ પણ આપણે ભૂલી જઈએ છીએ કે આપણા લશ્કરમાં સરદારનો કેટલો મોટો (લગભગ 65%) હિસ્સો છે. અને ગુજરાતમાં એ જ વાત “બાપુ” પર પણ લાગુ પડે છે કે લશ્કર અને પૉલીસમાં દરબારોનો જ મોટો ફાળો છે. તો આપણે શા માટે આ ટ્રેન્ડને ન બદલાવીયે ? એ લોકોનું નૈતિક બળ તો તુટતું નથી પણ આપણી સોચ કદાચ વામન પુરવાર થાય છે

-x-x-x-x-x-x-x-x-

આવી જ રીતે sMs-સસ્કૃતિથી  ખબર પડી કે આજે Woman’s Day છે. અપરિણીત પુરૂષોએ માતાના ચરણોમાં માથું નમાવવું અને પરિણીતોએ પોતાની માતા સાથો સાથ (પોતાના) બાબલાની બાને પણ સાંષ્ટાંગ દંડવત પ્રણામ કરવાથી (સરકાર બજેટમાં રાહત આપે કે ન આપે પણ) તેઓ કદાચ “રાહત” આપવાનું વિચારે.

કોઇ કદાચ એવો સવાલ ઊઠાવે કે કેમ ભૈ આમાં “બા” જ આવે? બાકીની મહિલાઓનું શું ? તો  ડૉન કે લીયે ભી હર સવાલકા જવાબ દેના નામુમકીન  નહી તો મુશ્કેલ તો હોતા હૈ ના? ફીર મૈ કૌન હું?!

~ અમૃત બિંદુ ~

તમને અપરિચિત ઘરમાં પ્રવેશ કરવા દેવામાં આવે છે અને બેસાડીને જો પાણીનો ગ્લાસ આપવામાં આવે છે તો એ ઘર ગુજરાતી છે અને ગૃહિણી ગુજરાતી છે – ચંદ્રકાન્ત બક્ષી (સ્ત્રી વિષે)

2 ટિપ્પણીઓ

Filed under ગુજરાત_ગુજરાતી, વાર/તહેવાર/પ્રસંગ/પર્વ

પ્રેમ અને સ્ત્રી


આમ તો મને નવરાત્રીમાં રમવા કરતા સારૂં સારૂં જોવા અને સાંભળવામાં વધુ રસ છે. ગઈકાલે નવરાત્રીમાં આપણે લોકો સેંકડો વાર સાંભળી ચુક્યા છીએ એ (કૈલાસ ખેરનું મોસ્ટ ફેમસ) “તેરી દિવાની”  સાંભળતા બલ્કે આંખ બંધ કરીને માણતા માણતા આવેલા વિચાર….

વિચાર આવ્યો કે શા માટે આના શબ્દો આપણને આટલી બધી સંવેદના જગાવે છે?

મને લાગ્યું, એ છે => પ્રેમ, સ્ત્રી.

અને પછી એ વિશે જે વિચારો આવ્યા એ જેમના તેમ (એની સત્યાર્થતા કે યોગ્યતાની દરકાર કર્યા વગર) એમ જ પોસ્ટ લખી નાંખવાનું મન થયું….

મને એવું લાગી રહ્યું છે કે પ્રેમનો પ્રદેશ પુરૂષ માટે હંમેશા અજાણ્યો જ રહેશે, પ્રેમ માત્ર સ્ત્રી જ કરી શકે. ચાહે એ માં, બહેન, ભાભી, પત્નિ, પ્રેમિકા કે અન્ય કોઇ પાત્ર રૂપે કરે પણ પ્રેમ માત્ર સ્ત્રી જ કરી શકે.

પુરૂષનું આ કામ જ નથી. પ્રેમ તો દુર પરંતુ અરે સામે વાળુ પાત્ર આપણને (પુરૂષને) પ્રેમ કરે એનો પડઘો પણ પાડી શકવાની ક્ષમતા નથી ધરાવતા!

પ્રેમ અને સ્ત્રી એ એક જ સિક્કાના બે પડ છે એમ કહીયે કે પ્રેમ વગરની સ્ત્રી અને સ્ત્રી સિવાય નો પ્રેમ સંભવી જ ન શકે, એ બધુ “અંતે તો હેમનું હેમ” જેવું.

આવું શા માટે?

તો એમ લાગી રહ્યું છે કે પ્રેમ એ સ્વિકાર, સમર્પણ, કરૂણા અને સેવા અને સુંદરતાનું અજબ-ગજબનું મિક્ષ્ચર છે, જે પુરૂષ નામના ખરલમાં વાટી જ ન શકાય. પુરૂષ પાસે દરેક વાતનો તર્ક હોય છે. અને એના કારણે પ્રેમનું પિષ્ટમપિંજણમાંથી ઊંચા નથી આવતા જ્યારે સ્ત્રી પાસે હોય છે સ્વિકાર, એ કદાચ સ્વિકારમાં સમય માંગે પણ સ્વિકારવા માટે કોઇ પૂર્વશરત રાખતી નથી.

એટલે તો કદાચ ઇશ્વરે પણ સર્જનનું સંવેદનશીલ સાથે સાથે કઠીન કામ સ્ત્રીના ભાગે જ ફાળવીને કુદરતના સર્વશ્રેષ્ઠ મેનેજમેન્ટનો દાખલો આપ્યો છે.

6 ટિપ્પણીઓ

Filed under વૃતિ - પ્રવૃતિ, સંવેદના

Asha Bhonsle


આજે બપોરે મને મારી વાઇફે ઉપરોક્ત સવાલ કર્યો! સ્વાભાવિક છે કે મોગરદાળ અને આશા ભોંસલે બન્નેમાં આપણને (હવે ) “રસ” ન હોય એટલે ખબર ન હોય!થોડા ટાઇમની દિમાગી કસરત બાદ મેં શરણાગતિ સ્વિકારીને કહ્યુ કે તમે જ ફરમાવો  તો કહે કે આજે આશા ભોંસલેનો જેટલામો જન્મદિવસ છે એટલા રૂપિયા મોગરદાળનો ભાવ છે = 76!

.

.

.

.

(આજે રાશન ઘરે આવ્યું એનો પ્રભાવ!)

11 ટિપ્પણીઓ

Filed under ગુજરાત_ગુજરાતી, ફિલ્લમ ફિલ્લમ, રમૂજ, વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, વૃતિ - પ્રવૃતિ