Tag Archives: સંદેશ

ગુજરાત અને ગુજરાતી “માન”_”સિક”તા


લગભગ ૩૦-૩૨  વરસ પહેલા અભિયાનમાં ચંદ્રકાંત બક્ષીની #વિકલ્પ કૉલમમાં એક લેખ વાંચ્યો હતો. કેટલીયે વાર એ લેખ યાદ આવ્યો છે પણ હજુ સુધી મળ્યો નથી એટલે વિગતમાં ભૂલ હોય શકે પણ થોડું ઘણું સ્મૃતિમાં છે એ મુજબ એમાં એવું કંઈક હતું કે કોઈ અંગ્રેજી મીડિયા પર્સને સ્પોર્ટ્સ વિશે અને (કદાચ સ્વિમિંગ બાબતે) કોઈ ગુજરાતી દીકરી એ સિદ્ધિ પ્રાપ્ત કરેલી, તો “મણીબેન” નું લેબલ ચિપકાવીને ઉપહાસ જેવું કૈક હતું. બક્ષીએ એ અનુસંધાનમાં લેખની શરૂઆત કરી  #ડોબું શબ્દ લખીને અને ત્યારબાદ ડોબુંનો અર્થ ટાંકીને કહ્યું હતું કે આવા ડોબાઓને ભાન નથી હોતી અને ગુજરાતીઓ વિશે ઘસાતું લખતા રહે છે અને કદાચ ગુજરાતી દીકરીઓએ કેવી કેવી સિદ્ધિ હાંસિલ કરેલ છે એનું એક આખું લીસ્ટ આપ્યું હતું. અત્યારે આ પોસ્ટનો વિષય બીજો છે પણ ઘણા મહિનાઓથી જેના વિશે સેપરેટ બ્લોગ પોસ્ટ લખવાનું મન છે એ ૧૫ વરસની આશાના ચેવલી પણ યાદ આવે છે કે જે ગુજરાતની એક માત્ર દીકરી છે જે ડાઈવીંગ ચેમ્પિયન છે. કેટલાય  પરંતુ ટીપીકલ સરકારી (અ)નીતિનિયમોમાં અટવાયેલા છે એ અને એની માતા સેજલ ચેવલી. એણે મેળવેલ કેટલાય મેડલ્સ/સિદ્ધિઓ વિશે ખબર નહી ક્યારે પોસ્ટ લખી શકું?!

અત્યારે મનમાં જે મુદ્દો છે એ અખિલેશ યાદવ અને આઝમ ખાન જેવાઓએ કોઈને કોઈ રીતે ગુજરાતીઓનાં બહાને મોદીને ટાર્ગેટ કરેલ છે એ છે. ( ચોખવટ -હું મોદી/ભાજપ/હિંદુ પ્રેમી હોવા છતાં પણ કહું છું કે અત્યારે  આ મુદ્દો રાજકીય રીતે નથી ઉઠાવ્યો.)

ગુજરાતીઓને અલગ અલગ રીતે ફટકારવા, ધુત્કારવા અને ઉપહાસ કરવામાં શું કામ આવે છે? અને એવું નથી કે એ માત્ર ગુજરાત બહારના કે અ_ગુજરાતીઓ જ આવું કરે છે. આવું કરવા માટે એમને સીધી કે આડકતરી રીતે મદદ કરવામાં આવે છે. એક તો એ રીતે કે આવા તત્ત્વો જયારે જ્યારે આવા કોઈ વિધાન કરે એને સીધો ટેકો આપવા વાળા (કહેવાતા) બુદ્ધિજીવી પડ્યા છે અને બીજા એવા પણ હોય કે જેઓ કહે: જવા દયોને યાર! આવી માથાકુટમાં કોણ પડે? “માથાકુટમાં કોણ પડે”  કહેવા વાળા પાછા  (ના)ગુ.સમાચારે  બનાવેલ હલકટ હેડલાઈનના વિરોધ કરવા વાળાનો વિરોધ કરવા તરત જ પોતાના (શસ્ત્રો નહી પણ) અસ્તરો સજાવીને હજામત કરવા ઉતરી જતાં હોય છે.

બધા મીડિયા આવા નથી જ હોતા એ સ્વીકાર સાથે કહેવું પડે કે પોસ્ટની શરૂઆતમાં #બક્ષી નાં જે લેખનો ઉલ્લેખ કર્યો એ પણ ( #અભિયાન )મીડિયામાં જ છપાયો હતો અને હમણાં અખિલેશ દ્વારા “ગુજરાતી શહીદ” વિશે જે વાત કરી એ મુદ્દો પણ ( #સંદેશ ) મીડીયાએ જ ઉઠાવાયો છે એ સાદર નોંધ પણ લેવી જ ઘટે.

પણ સાથોસાથ એવા ય મીડિયા(કુ)કર્મીઓને પણ ઓળખવા જ નહી યાદ રાખવા પડશે જેઓએ આવા આવા મુદ્દામાં પોતાની (કુ)વિચારધારાનાં પ્રચાર/પ્રસાર માટે લાગ જ જોતા  હોય છે. આ મુદ્દા પર કોઈએ બુદ્ધિજીવીએ લેખ લખીને ઉંધા હાથે કાન પકડીને અખિલેશની તરફેણ કરી છે કે નહિ એ અત્યાર સુધી તો ધ્યાન નથી ગયું પણ શનિવારે, રવિવારે  કે બુધવારે આ વાત ઉછાળી શકે.

ગુજરાતી કે હિંદુ કે ભારતીયની વાત કરીએ ત્યારે આવા લોકો “સંકુચિતતા” નાં લેબલ પર પોતાની બુદ્ધિનો ગુંદર લગાવીને ચીપકાવવા તૈયાર જ બેઠા હોય છે અને એવો (કુ)તર્ક આગળ ધરશે કે અખિલેશ જેવા લોકોએ અગર પ્રાંતવાદનો મુદ્દો આગળ ધર્યો તો તમે શું કરો છો? પણ ભાવિ પેઢી કે ઈતિહાસ માટે ય આવી માહિતી કે દસ્તાવેજ/સાહિત્યો સર્જવા જરૂરી જ હોય છે. (આ લખતી વખતે ઇન્દિરા ગાંધીએ લાદેલ #ઈમરજન્સી દરમ્યાન ગુજરાતે આપેલ ફાળો/ભોગ વિશે નરેન્દ્ર મોદી લિખિત “સંઘર્ષમાં ગુજરાત” યાદ આવે)

~ અમૃતબિંદુ ~

  • સાબરકાંઠાનું ૬૫૦૦ની વસ્તી ધરાવતું કોડીયાવાડા ગામનાં ૭૦૦ પરિવારોમાંથી ૧૨૦૦ જવાનો સેનામાં છે.
  • ૩૯ વીરતા પુરસ્કાર.
  • ૩૫૧૭ જેટલી શહીદોની વિધવાઓ છે.
  • કારગીલ યુદ્ધ વખતે પહેલા એટેકમાં બારે બાર શહીદો ગુજરાતમાંથી હતા.
  • આમ જોઈએ તો ફિલ્ડ માર્શલ સામ  માણેકશા પણ (પારસી) ગુજરાતી મૂળના ખરા ને ? જેઓનો જન્મ પંજાબમાં થયો હતો પણ એનું મૂળ વલસાડ છે.

 

^ સૌજન્ય – સંદેશ ન્યૂઝ ચેનલ

4 ટિપ્પણીઓ

Filed under ગુજરાત_ગુજરાતી, સમાજ, media, Nation, politics

બાન_તાલિબાન


અગાઉ મેં મોબાઇલ અંગે (વિરોધી કહી શકાય)  અમુક પોસ્ટસ લખેલી હતી (What an Idea , મોબાઈલ અને તેની માયા (ઝાળ) અને મીસ્ડ કૉલ – મજબુરી કે મગજમારી? ) ત્યારે લખ્યું હતું એ ફરી એકવાર દોહરાવું  છું કે કદાચ કોઇ મને મોબાઈલ ટેકનોલોજીનો વિરોધી ગણશે, અને તાજેતરમાં બંધ વિશેની પોસ્ટ પછી આ “પ્રતિબંધ” વિશે પોસ્ટ પરથી તો…..

એની વે, સીધો જ ઘોડો દબાવું કે વાત એમ છે કે આજે સંદેશમાં મિત્ર લલિત ખંભાયતાની કવર સ્ટૉરી છે શાળામાં મોબાઈલ પ્રતિબંધ : ગૂમડું થાય તો આંગળી કપાય? એમનો ઉદ્દેશ કદાચ વાણી સ્વાતંત્ર્યની જેમ વ્યક્તિ સ્વાંતંત્ર્યનો હશે અને મારો પણ અહી એવો જ ઉદ્દેશ છે અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનો, એટલે કે એ મુદ્દે મારા વિચારો (અને એ પણ કોઇ જાતના પૂર્વગ્રહ વગર) રજુ કરવાનો.

મને ખબર નથી એ મિત્રએ લેખ લખતા પહેલા પરિપત્ર કે જેને તેઓ “ફતવો” માને છે (અને એ બહાર પાડનારને ફરમાની કાઢવાની શોખીન સરકાર માને છે! ) એ ફતવો/પરિપત્ર  એમને વાંચ્યો છે કે નહી પણ મેં તો આ પોસ્ટ લખતા પહેલાં વાંચ્યો છે. ઠરાવ ક્રમાંક:પરચ.૧૨૨૦૧૦/૧૮૫૪/વ.ર… તારીખ ૨૮/૭/૨૦૧૦ મુજબ – (સારા‍શ)

ધોરણ બાર સુધી અને (ધોરણ ૧૨ પછી પણ ) તમામ શાળાઓ-કોલેજમાં વિદ્યાર્થી,શિક્ષકો સહિત તમામ કર્મચારીઓ તથા શાળાઓમાં આવતા વાલીઓ સહીતનાં મુલાકાતીઓ શૈક્ષણીક બાબત સાથે સંકળાયેલ  કોઇપણ જગ્યાએ મોબાઈલ વાપરી શકશે નહીં.

માન્યુ કે કોઇપણ જાતનો પ્રતિબંધ યોગ્ય તો  નથી જ ઉપરથી ઘણીવાર એ પ્રતિબંધની અવળી અસર પડે છે અને પ્રતિબંધ એ એક પ્રકારની બાલીશ અને આવા મિત્રોના મત મુજબ કહીયે તો તાલીબાની માનસિકતા કહેવાય પરંતુ દરેક પ્રતિબંધ કે નિયમ કે કાનૂનને આપણને ન ગમતી સરકાર હોય કે અમુક બુધ્ધિજનો આ સરકારને વાંક દ્રષ્ટિએ જૂવે એટલે એ અયોગ્ય જ હોય એમ માની લેવું એ પણ બૌધ્ધિકતાની નીશાની નથી.

* લેખમાં પણ જોઈ શકશો કે કોઇએ આ પ્રતિબંધનો વિરોધ કર્યો નથી. અને જો કદાચ વાલીઓને પૂછ્યુ હોત તો ૯૭% થી પણ વધુ વાલીઓએ આ પ્રતિબંધની તરફેણમાં મત આપ્યો હોત

* બની શકે કે કાલ સવારે આ પ્રતિબંધ પર પણ પ્રતિબંધ યાને એના અમલીકરણ પર રોક આવે પણ એનાથી કોઇ એક પક્ષ ખોટો કે સાચો નથી પડી જતો… હા, મોબાઈલ કંપનીને ફરક જરૂર પડે કેમ કે અન્ય કસ્ટમર કરતા બાપના પૈસા એશ કરતા આવા મુરઘા કોને ન ગમે?!

* દલીલ એવી થઈ છે કે બાળક શાળાએ  હેમખેમ પહોંચ્યું કે નહિ એ વિશે મોબાઈલ ન હોય તો વાલીઓ કઈ રીતે જાણી શકે? શાળાએથી છૂટેલા બાળકને સ્કૂલની વાન લેવા ન આવી શકે કે રસ્તામાં ક્યાંક પાણીમાં વાન ફસાઈ જાય તો મોબાઈલ વગર બાળક વાલીને કઈ રીતે જાણ કરી શકે? ફિલ્મી-કોર્ટઅંદાજમાં કહું  તો મારા કાબિલ દોસ્ત પરિપત્રમાં પ્રતિબંધ મોબાઈલ સંકૂલમાં છે, અને એ પણ વાપરવા પર નહી કે સંકૂલની બહાર કે  મોબાઈલ લઈ આવવા પર . એટલે સંકૂલમાં પ્રવેશતા પહેલા અને નિકળ્યા પછી મોબાઈલનો ઉપયોગ કરી જ શકે છે. તેમજ મત્ર વિદ્યાર્થી પર જ આવો “ત્રાસ” નથી ગુજારવામાં આવતો એટલે ડૉન્ટ વરી,  બધા પર આ વાત નિયમ લાગુ પડે છે , હા પછી એ નિયમને કોણ નેવે મૂકી શકવાની શક્તિ ધરાવે છે એ અલગ વાત છે.

આ તો સરકારી વત હોય એટલે બોડી-બમણીનું ખેતર જાણી હર કોઇ આંગળી કરી શકે બાકી એવા અમુક પ્રતિબંધ ગણાવું જે કોઇને ગમતા નહી હોય તો પણ પાળવા અને જખ મારીને  પાળવા પડે છે કેમકે એ પ્રાયવેટ છે!

૧ –  હવે કોઇપણ નાની કે મોટી ઑફિસમાં જાવ, એ મંદિર હોય એમ પગરખા ઊતારીને જવું પડે છે, ભલે પછી આપણા સફેદ મોજા એની મેલી ફર્શ કે કારપેટથી બગડી જતાં!

૨ – મોબાઈલ તો કામ આવવા કરતા રૂકાવટ વધુ કરે છે જ્યારે નેટતો કોઇપણ ક્ષેત્રમાં કામ આવે તો પણ મોટાભાગની કંપનીએ પોતાના કામ સિવાયની સાઇટસ ને “બાન” કરેલ હોય છે.

૩ – અમારે ગાંધીધામમાં છે એમ અમુક સિનેમા ઘરોમાં પણ હવે મોબાઈલ-જામર લગાવે છે જેથી કરીને આપણે અને અન્ય લોકો શાંતિથી ફિલ્મની મજા માણી શકે.

૪ – MNC companies, standard Corporation House અને Foreign Banks (Indiaમાં  ) તેમજ ગાંધીધામ-કંડલામાં પણ ઘણી એવી કંપનીઓ છે જેઓના સંકૂલમાં મોબાઈલ પર પ્રતિબંધ છે! વિધાનસભામાં તો લલિતભાઈ આંટો મારી આવ્યા છે એટલે ત્યાં જામર છે એ તો એમને ખ્યાલ જ હોય એવું માની લવ છું.

બાકી લેખમાં “એમ તો આ પણ નિયમો છે! ” હેઠળ વાત કરી છે એ અંગે પણ લાગતા વળગતાએ વિચારવું જોઇએ જ એમાં ના નહી.

~ અમૃત બિંદુ ~

આ વખતે અમૃત બિંદુ પર ‘બાન’ છે. 😉

12 ટિપ્પણીઓ

Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, વૃતિ - પ્રવૃતિ, સમાજ

આવું કેમ?=1


કાલે કદાચ માનવ અધિકાર દિવસ હતો. સૌ પ્રથમ તો કોઇને એમ થશે  કે આમાં કદાચ કેમ આવે? તો સંદેશની આ લિન્ક પર કલીક કરો અને જોવા મળશે કે ૨૧મી માર્ચના દિનની આખા  વિશ્વમાં હ્યુમન રાઈટ્સ ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે = એવું લખ્યુ છે !

જ્યારે

દિવ્યભાસ્કરની આ લિન્ક પર ક્લીક કરો તો જોવા મળશે કે દસમી ડિસેમ્બરને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિન તરીકે ઓળખવામાં આવે છે =એવું લખ્યું છે  !

અને

વિકિ પીડિયાની આ લિન્ક પર પણ Human Rights Day is celebrated annually across the world on 10 December જ લખેલું છે.

એ બધા કારણોસર કદાચ શબ્દ પ્રયોજ્યો…. હવે મૂળ વાત પર આવું તો મને એમ થાય કે આપણે હંમેશા અધિકારની જ વાત કરીયે પણ ફરજ જેવી કોઇ ચીજ હોય છે કે નહીં?  માનવ ફરજ દિન જેવું કંઇ કેમ નહી હોય? આવું કેમ?

સાથે એક વાત યાદ આવી કે થોડા મહિના પહેલા મને આ માનવ અધિકાર તરફ્થી એક ચાવી રૂપ હોદ્દાની ઑફ્રર આવી હતી પરંતુ મેં નકાર્યુ કે યાર આ એક તો અધિકાર કરતા ફરજપરસ્તીને ફોર્સ કરતું કંઇક હોય તો વિચારીયે અને બીજી વાત કે આપણે ત્યાં સામાન્યત:  એક ચોક્ક્સ કોમ તેમજ ત્રાસવાદી લોકોને ધ્યાનમાં રાખીને કામ કરે છે એવી મારા મનમાં છાપ છે એટલે આપણું આઈ મીન મારૂં કામ નહીં  કહીને એ વાતનો વિટલો  ત્યાં જ વાળી દિધો.

7 ટિપ્પણીઓ

Filed under વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, વૃતિ - પ્રવૃતિ

ઇમાનદારી


સંદેશ અને દેશ-ગુજરાત માં અનુક્રમે સમાચાર છે કે

ધનતેરસે ધનવર્ષા થઈ છતાં ઇમાનદાર ખાતેદારે બેંકને 59.30 કરોડ પાછા આપ્યા !

અને

Honest carpenter returns Rs 59.30 crore in Gujarat

આના જેવા જ એક  કિસ્સામાં  પહેલા ઓરકુટ પર 03 સપ્ટેમ્બરે એક પોસ્ટ મૂકેલી કે
છબરડો ( પણ ) છાપાનો નહીં દલા તરવાડીની વાર્તા યાદ આવે એવો એક કિસ્સો ……

એક્સીસ બેંક-રાજકોટમાં (બેંકની ભૂલથી) એક ભાઇના ખાતામાં 3.25 કરોડ ટ્રાન્સફર થયા અને એ ભલા-ભોળા ભાઈને પૈસા ઉપાડવા(!)માં બેંકે ગ્રાહક ભગવાન છે ની રૂએ મદદ પણ કરી!
આ “ગુજરાત સમાચાર” ની હાર્ડ (કે પ્રિન્ટ) કોપિમાં વાંચ્યા, મને લિન્ક ખબર નથી
(ઉપસંહાર – ખાતું ખોલાવવું હોય તો બસ એક્સીસ બેંકમાં જ. કબ ખુદા છપ્પર ફાડકે દે દે!)
હા, તો એ સમયે દલા તરવાડીની યાદ આવી હતી અને આ વખતે પણ પેલો જુનો ટૂચકો યાદ આવી ગયો જેમાં એક કાકા પાણીમાં પડેલા બાળકને બચાવે છે અને એના સમારંભમાં એ “સ્પીચ” આપે છે કે મને ધક્કો કોણે માર્યો?! આ કિસ્સામાં પણ   કંઇક એવું થયું હોય એવું ન બને ? કેમ કે જુવો સંદેશમાં  આમ લખેલ છે કે
આટલી મોટી રકમ ખાતામાં જમા થઇ હોવાનું જોઇને આંતરરાષ્ટ્રીય હવાલાના નાણાંની આશંકા થતાં જુગલકિશોરે તેમના એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મિત્રને આ વાતની જાણ કરી હતી.

4 ટિપ્પણીઓ

Filed under ગુજરાત_ગુજરાતી, રમૂજ

ગાંધીજીની દુર્લભ વસ્તુઓ


( તારીખ 10-03-2009 ના સંદેશ હેડલાઇન્સ માંથી)

જે બાલ ગાંધી દિવસે વિજય માલ્યાએ ગાંધીજીની પાંચ દુર્લભ વસ્તુઓ માટે 9 કરોડ 30 લાખ રૂપિયાની બોલી લગાવી તે જ દિવસે સાબરમતી આશ્રમને રાધેશ્યામ અજમેરી (55) એ માત્ર 500 રૂપિયામાં ગાંધીજીનો એક દુર્લભ ફોટો ભેટ સ્વરૂપે આપ્યો હતો. તેમણે ગાંધીજીના આ ફોટાને બદલે આશ્રમ પાસે કશુજ માંગ્યુ ન હતુ. આશ્રમ દ્વારા ખુબ જ આગ્રહ કરાતા રાધેશ્યામ અજમેરીએ માત્ર 500 રૂપિયાની રકમ સ્વિકારી હતી.ગાંધીસ્મારક સંગ્રહાલયના ડાયરેક્ટર અમૃત મોદી કહ્યું હતું કે “તેઓ આશ્રમ માટે ગાંધીજી સાથે જોડાયેલી ઘણી બધી વસ્તુઓ લાવતા રહ્યા છે. એવુ અનુમાન છે કે ફ્રેમમાં મઢેલો આ ફોટો કોઈ સ્ટૂડીયોમાં પાડવામાં આવ્યો હશે. આ ફોટામાં ઘણી નાની ઉંમરના ગાંધીજીએ કાશ્મીરી ટોપી પહેરી છે અને બાજુમાં તેમના બે મિત્રો છે.” અજમેરીએ આ ફોટો સાબરમતી નદીના કાંઠે અઠવાડીયામાં એકવાર ભરાતી ગુર્જરી બજારમાંથી ગત રવિવારે ખરીદ્યો હતો. તેમણે આ ફોટાને ગાંધીજીની બે અન્ય ફોટો સાથે 200 રૂપિયામાં ખરીદ્યો હતો. અજમેરીએ કહ્યું હતું કે “આ ફોટો વેચનારને એ વાતની જાણકારી ન હતી કે આ ગાંધીજીના ફોટા છે. હું નિયમિત રૂપે આશ્રમમાં આવુ છુ જ્યાં ગાંધીજીના નાનપણના ઘણા બધા ફોટા છે. તેથી મેં આ ફોટો આસાનીથી ઓળખી લીધો અને તેને ખરીદ્યો હતો.

સ્ત્રોત –http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=57244

5 ટિપ્પણીઓ

Filed under ગુજરાત_ગુજરાતી, વૃતિ - પ્રવૃતિ

ક્રોસ ચેક પ્લીઝ …


સંદેશમાં આજે એક બી.એસ.એન.એલ સર્વિસ રીલેટેડ ન્યુઝ છે કે –

·       ૯૫અંતર્ગત મળતી લોકલ સેવા રદ થઈ જશે અને તે એસટીડી સેવા બની જશે

·       ૯૫ને બદલેએટલે કે શૂન્ય નંબર ડાયલ કરવાનો રહેશે

·       પોતાના શહેર સિવાય ગમે ત્યાં ફોન કરશે તો એસટીડી કોલ લાગુ થશે

·       મોબાઈલ ફોનના નંબરમાં પ્રથમનો આંકડો હટાવીને તેના સ્થાનેકરવાની પણ ચાલી રહેલી વિચારણા

ગઈ કાલે મેં આ ન્યુઝ ઝી ન્યુઝ પર જોયા હતા અને હું સમજ્યો છું એ ન્યુઝ આ પ્રકારના હતા કે 

·       ૯૫ને બદલેએટલે કે શૂન્ય નંબર ડાયલ કરવાનો રહેશે એ વાત સાચી પણ   ૯૫અંતર્ગત મળતી લોકલ સેવા રદ થઈને તે એસટીડી સેવા નહી બને ! અને   પોતાના શહેર સિવાય ગમે ત્યાં ફોન કરશે તો એસટીડી કોલ નહી લાગુ પડે.

બીજુ કે 

મોબાઈલ ફોનના નંબરમાં પ્રથમનો આંકડો હટાવીને તેના સ્થાને નહી કરે પરંતુ અત્યારનોનો “પુરો થત, નવા નં’  થી શરૂ કરશે .

.

.

આ અંગે ક્યાંયથી સોર્સ કે વધુ માહિતી મળે તો કહેજો બાકી ગુ.સ. અને દિ.ભા.માં તો શાયદ નથી આવ્યુ યા તો મને મળ્યુ નથી. કેમ કે આવા સમાચારથી મારા જેવા કાચા-પોચાનું તો હાર્ટૅ સીટ ડાઉન થઈ (એટલે કે બેસી) જાય ! ! !

 

2 ટિપ્પણીઓ

Filed under ગુજરાત_ગુજરાતી, વૃતિ - પ્રવૃતિ

કસ્ટમર કેર-II


કોઇપણ જાતની “તારીખ” વગર ગાંધીજીને ડાયરેકટ અને ઇનડાયરેકટ યાદ કરવા છે.

1- શ્રી શાહબુદ્દિન રાઠોડના પ્રોગ્રામમાં આવતું કે ગાંધીજીએ વકિલાત કરી તો ન ચાલી પણ સત્યાગ્રહ ચાલી ગયો! એવી જ રીતે મને બ્લોગ સ્ટેટસમાં દેખાયુ કે “કસ્ટમર કેર” પોસ્ટને બીજી પોસ્ટની સરખામણીમાં વધુ વંચાઈ છે (તાજી/નવી પોસ્ટ હોય એટલે સ્વાભાવિકપણે એ જ વંચાય એ ખબર છે)

2- ગાંધીજી ગ્રાહકને ભગવાન માનવો એવું કહેતા અને સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયા બેન્ક વગરેમાં ગ્રાહક તમને કનડતો નથી…. એવા પ્રકારના ગાંધીજીના અવતરણ જોવા મળે છે. તો એ ઉપરથી જ આ પોસ્ટની પ્રેરણા મળી કે જ્યાં જુવો ત્યાં લોકો પાસે એક જ વાત કરવાની હોય છે  કે મંદીછે, યા તો પુછે કે તમારા ધંધામાં કેવીક મંદી નડે છે?

ભગવાન અને ભ્રષ્ટાચારની માફક મંદી સર્વવ્યાપી થઈ ગઈ છે તો હવે એ ને એ જ ગાણું ગાવા કરતાં ડાયાબીટીસની માફક એને સ્વીકારી લઈ એના પ્રત્યે પરેજી રાખવી એ એક રસ્તો છે. અને એના માટે મેં અમુક પોઇ ન્ટસ વિચાર્યા છે અને અમલ માં મુક્યા છે અને એના કારણે મને તો ફાયદો થયો છે યા તો એમ કહી શકો કે (નફામાં) નુકસાનની માત્રા ઘટાડવામાં મહદ અંશે સફળ રહ્યો છું , એક વાતની સ્પષ્ટતા કે તુંડે તુંડે મતિ ભિન્નની માફક દરેક વ્યક્તિને પોતાના નિયમ/પરેજી પાળવાના હોય છે.

* સર્વિસ ચાર્જ કમ કરો પણ સર્વિસ (કસ્ટમર કે’ર) વધારો – આ ખાસ કરીને જેઓ સર્વિસ ફિલ્ડમાં છે એમને સમજવા જેવું છે કે ગઈકાલે તમે (દાદાગીરી)થી જે સર્વિસનાં (દાખલા તરિકે) 500 રૂપિયા ચાર્જ કરતા હતા એમાં શક્ય એટલો ઘટાડો કરો. બને છે એવું કે મંદીના હિસાબે લોકોએમ માને છે કે મુરઘો હાથમાં આવ્યો તો મુકો જ નહી, હલાલ કરી જ નાંખો. પરંતુ અહિ આપણે મુરઘાને બદલે પેલી સોનાના ઇંડા આપતી મુરઘીને યાદ રાખવાની. જો આજે એને હલાલ કરીશુ તો કાલે કોણ ઇંડુ આપશે?! અને ભાવ ઘટાડ્યા પછી પણ અણગમો રાખ્યા વગર પ્રેમથી સર્વિસ આપો તો બસ એ કસ્ટમર તમારો જ રહેશે.

* કર્મચારી ન ઘટાડો, કિંમત ન બઢાવો – અત્યારે જે પણ કંપનીઓ છે એ બે સુત્રી કાર્યક્રમનો જ અમલ કરી જાણે છે. કર્મચારીની છટણી કરો અને પ્રોડક્ટની કિંમત વધારો! આ બન્ને વાત મારી દ્રષ્ટિએ ગલત છે ( આમ તો બેવકૂફ કહેવાય પણ આપણી સોચ કદાચ એ લોકોથી ટૂંકી હોય શકે એટલે “ગલત”થી ચાલાવીયે) જે સ્ટાફ તમારા માટે મહેનત કરી છે એ લોકોને છુટ્ટા કરવાના બદલે એને કામ કરવાની “અલગ” ટેકનીક શીખવો. અને પછી જુવો એ લોકો તમારા માટે કેવા જી-જાનથી મહેનત કરે છે. (આમાં “સરકારી” રાહે કામ કરનારની વાત નથી.) હવે વાત કરીયે કિંમતની તો એ અંગે એક બે ઉદાહરણ….

# થોડા સમયથી વોડાફોનમાં 169નું રિચાર્જ હતું એ બંધ કર્યુ, જેમાં V to V 30 પૈસા, અન્ય મોબાઇલ 50 પૈસા ટેરીફ હતા એ લોકોએ એ રિચાર્જના 207 તો કર્યા જ સાથે સાથે અનુક્રમે 10 – 20 પૈસાનો ટેરીફ ચાર્જ પણ વધાર્યો! આના સામે મારા જેવા કસ્ટમરે ઓલ મોબાઈલ 60 પૈસા ટેરિફ વાળુ 117નું રિચાર્જ કરીને બિનજરૂરિ કોલ ન થાય એનું ધ્યાન રાખવાનું નક્કી કર્યુ. અહિં પણ એક સ્પષ્ટતા કે કંજુસાઈ નહી કરકસર અગર તો ફાલતુ ખર્ચ ન થાય એની તકેદારીની વાત છે. બની શકે કે દરેક કસ્ટમર આવું નહી કરતા હોય પરંતુ હું નથી માનતો કે કંપની આને “વાઇઝ ડિસીઝન” કહી શકે ! (આવું જ ટાટા સ્કાય અને અન્ય કંપની એ કર્યુ છે)

અન્ય એક દાખલો

# અમારા જ ફિલ્ડ નો. તો બીટેલમાં એક કોર્ડલેસ છે (CB 48000) Rs.995નો એના કર્યા Rs.1395 અને એવી જ રીતે મેટ્રીક્સ ટેલીકોમમાં એક કિ ફોન આવતો Eon 45 જે Rs.4500થી પણ ઓછા ભાવમાં અમે સેલ કરતા તો પણ સારું એવું માર્જીન રહેતું (કેટલું? એ ન કહેવાય!) હવે મેટ્રીક્સ વાળાએ એ મૉડેલ ડિસ્કન્ટીન્યુ કર્યુ જેના કારણે કસ્ટમર્સને Eon 48 ખરીદવો પડે છે અને એની કિંમત Rs.5000 પ્લસ થાય છે!

ઉપરના બન્ને ભાવ વધારાની અસર અમને એ પડી કે કસ્ટમર હવે 100 વાર વિચારે છે (અને એ વિચાર્યા બાદ પરચેઝ કરવાનું માંડી વાળે છે!) અને એના કારણે અમને તો ગધેડી તો ગઈ પણ ફાળ્યુ બી ગયુ! કંપનીમાં એટલુ સાદું લોજીક હોવું જોઇએ કે ડિલર કમાશે નહી તો તમે ક્યાંથી કમાશો? ! જો કે ડિલરમાં પણ સાદું લોજીક હોય છે એટલે એ (ઉપર કહ્યા એ મુજબનાં) અન્ય રાસ્તા અપનાવી શકે છે, કંપની ભલે ભાવ વધાર્યા કરે! આ પ્રકારાના ઘણા દાખલા હશે/છે, આ તો પાશેરામાં પૂણી છે!

 

ઉપસંહાર – જુના પુરાણા થોથામાંથી આ સુત્રો અપનાવો તો ન્યાલ નહી તો કંગાલ તો નહી જ થાઓ–

ગ્રાહક મારો ભગવાન….

ગ્રાહકનો સંતોષ એજ મારો મુદ્રા લેખ વગેરે વગેરે

1 ટીકા

Filed under ગુજરાત_ગુજરાતી, વૃતિ - પ્રવૃતિ