Tag Archives: શિક્ષણ

દાસ્તાને દરવાજા


બે દિવસ પહેલા કસકને એની સ્કૂલમાંથી હિન્દી વિષયમાં ‘આંતકવાદ’ પર પેરેગ્રાફ રાઇટીંગ અને મોંઘવારી પર અખબારને પત્ર લખવાનું કહ્યું હતું, એ હજુ પુરું ન થયું ત્યાં આજે સંબંધી પાસે પેપર ચેકીંગ માટે આવેલ એક ‘માં’ વિશે નિબંધ જોવા મળ્યો, એ વાંચીને તો ‘બઠ્ઠા’ થઇ ગયા એમ કહી શકાય!

 આ બધાની મશ્કરી કરી, હવે મારી ય વાત કરી દવ તો યોગાનુયોગ ઓફિસમાં અમુક પેપર્સ શોધતા એક મારો (અડધો) લખેલ નિબંધ હાથ લાગ્યો! જે ‘દરવાજા’ની આત્મકથા જેવું છે.આ મેં ક્યારે લખ્યું, કેમ લખ્યું, એ કશું જ યાદ આવતુ નથી પણ હસ્તલિખિત છે એટલે એટલું તો પાક્કુ કે કમ સે કમ 5-7 વરસ પહેલાં લખ્યો હોવો જોઇએ. એની વે, હવે એ નિબંધ/લખાણ/પેરેગ્રાફ રાઇટીંગ જે કંઇ કહીએ તે (જેમ નો તેમ જ મૂકુ છું)

હા, હું દરવાજો છું, મારા વગર કોઇને ચાલતું નથી એટલે કદાચ જખ મરાવીને મને માનવાચક સંબોધન ‘દરવાજા’થી જ વાત કરે છે.

મારું સ્થાન દરેક જગ્યાએ હોય છે. મંદિર/મસ્જિદ/ગુરુદ્વારા વગેરે જેવા ધાર્મિક સ્થળોએ પણ હું હોવ અને દારૂ-જુગાર કે અન્ય ‘કોઇ અનૈતિક કામ’ ચાલે ત્યાં પણ હોવ. દરેક જગ્યાએ મારી જરૂર પડે જ છે. ધરતી તો ધરતી, સ્વર્ગ અને નરકમાં પણ મારી ઉપસ્થિતિ હોય એવું કથા-વાર્તાઓથી લાગે.

લોકો એવું કહે: “મારા ઘરનાં દરવાજા હંમેશા ખુલ્લા જ છે” તો અમુક લોકો એ જ વાત ઉલ્ટી કહેવી હોય તો મારો ઉલ્લેખ જ ટાળે અને કહે: “મારા ઉંબરામાં પણ પગ મૂકવો નહીં”

મંદિર, ઓફિસ, ઘર આ બધુ હોય તો એક (મકાન) પણ એ એક એક જગ્યાએ મારી સંખ્યા તો અનેક/કેટલીયે હોય.

અમુક અમુક સારા તેમજ ‘વધુ સારા કામો’ તો બંધ બારણે જ થતાં હોય છે.

હવે તો મને શણગારવામાં પણ લોકો પાછું વળીને જોતા નથી. સ્ત્રીના નાકની નથણીની જેમ મને હેન્ડલ હોય છે તે કેટ કેટલા પ્રકારનાં આવે છે! કાચ, પ્લાસ્ટીક, એલ્યુમિનિયમ, લાકડા, લોખંડ વગેરે ઉપરાંત તાંબા-ચાંદી જેવી ધાતુંથી પણ સજાવે છે

 

આવો અમારા અગ અલગ રૂપ યા ને બ્રાંચનો પરિચય કરાવું તો –

(મોટી) ઓફિસનો દરવાજો

સૌ પ્રથમ આવનાર પટાવાળો સવાર સવારમાં મારા દર્શન કરીને બબડે કે હવે અહિં આખો દિ’ કાઢવાનો છે અને સાંજે/રાત્રે જતી વખતે ખુશ થતો થતો મને લોક રૂપી ટીપ આપતો જાય. એ દરમ્યાન આખા દિવસમાં હું કેવા કેવા લોકોને જોવ છું?

લેણિયાત  આવે ત્યારે પ્રાર્થના કરે – ‘ફરીથી આ દરવાજા સામું જોવું ન પડે.’ અને જો પેમેન્ટ મળી જાય તો મારી નોંધ પણ ન લ્યે પરંતુ જો નિરાશ વદને જાય તો મને લાત મારતો જાય.

એવી જ રીતે બૉસ સાથે મગજમારી થાય તો કર્મચારી પણ મને કચકચાવીને લાત મારતો જાય અથવા તો હેન્ડલને લોકો હાથ/નાક સમજી મચકોડી નાંખે.

સૌથી વધુ કામઢો પણ હું જ ગણાઉં કેમકે જેટલી ઓફિસ મોટી એટલી માણસોની આવન-જાવન વધુ અને હું બધાની નોંધ રાખું (પણ ચાડી ન ખાઉં)

ઘરનો દરવાજો

ગમે તે વ્યક્તિ હોય પણ પોતાના ઘરનો દરવાજો જોતાં જ ઉત્સાહ અને હાશકારો અનુભવે (પરિણિત લોકોનો રિસ્પોન્સ/અનુભવ ‘અલગ’ હોય શકે!)

ધાર્મિક સ્થાનોના દરવાજા

અહિં ભકતજનો મારા ખુલવાની રાહમાં હોય છે જ્યારે પુજારી અને ભગવાન બન્ને બંધ થવાની રાહમાં હોય છે!

મારા ખ્યાલથી આ અધૂરો છોડાયેલ છે અને મને પણ ‘પૂરો’ કરવાનું સુઝતું નથી કેમ કે (મારે તો) દિમાગનાં દરવાજા ક્યાં કદી ખુલ્યા જ છે?

~ અમૃતબિંદુ ~

(શરૂઆતમાં જે વાત કરી હતી તે) પેપરચેકીંગમાં આવેલ ‘માં’ વિશે ‘મહાન નિબંધ’

નિબંધની માં-બહેન કરનાર ‘માં’ વિશે મહાનિબંધ

નિબંધની માં-બહેન કરનાર ‘માં’ વિશે મહાનિબંધ

2 ટિપ્પણીઓ

Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, સમાજ, Kasak

આસાન અંગ્રેજી


દિમાગમાં અમૂક ડેટા એવો ફીટ થઇ ગયો છે કે જે અમુક પુસ્તક વાંચ્યા બાદ એ ડેટા અનફિટ લાગે! એક જય હો અને બીજું આસાન અંગ્રેજી , આમ આ બે પુસ્તકોથી એ અહેસાસ થયો  કે અમુક ‘પ્રકાર’ ના પુસ્તકો  આપણા કામના નથી – એવું લેબલ મારી (મચોડી) બેસાડવું નહીં.

ઉપરોક્ત પુસ્તકોમાંથી અત્યારે તો માત્ર આસાન અંગ્રેજીની જ વાત કરવી છે.

આસાન અંગ્રેજી

આમેય નગેન્દ્ર વિજયની કલમ હોય, હર્ષલ પુષ્કર્ણાનું સંપાદન હોય એટલે એ યુનિક હોય એ તો સ્વાભાવિક જ છે.

કોઈ એમ સમજતું હોય કે મને તો અંગ્રેજી આવડે છે, મારે ક્યાં જરૂર છે? તેઓએ પણ વાંચવા જેવું. ભણવામાં  (!) આપણે  બોર થઇ જઈએ જ્યારે આ પુસ્તકમાં તો વચ્ચે વચ્ચે વર્ડ પ્રોસેસર, અવળચંડુ અંગ્રેજી, જેવા વિભાગો અને અમુક ગ્રાફ/ચાર્ટ થી ખરેખર જ્ઞાન એકદમ આસાન રીતે પીરસવામાં આવ્યું છે.

અંગ્રેજી મૂળાક્ષરોના અલગ અલગ ઉચ્ચાર, કઈ ભાષાનો કેટલો વપરાશ અને લૂપ્ત થઇ, અંગ્રેજીમાં કઈ ભાષામાંથી કયા કયા શબ્દો ‘બઠાવવા’માં  આવ્યા છે, કયા આલ્ફાબેટનો કેટલો વપરાશ છે, એબ્રીવીએશન્સ અને એક્રોનિમ્સ તેમજ વર્ડ પ્લેમાં પણ મજા આવી જાય છે.

હું તો ત્યાં સુધી કહીશ કે ગુજરાતી માધ્યમ વાળા અંગ્રેજી શીખવાડનારા દરેક ટીચર્સને આ પુસ્તક વાંચવું ફરજીયાત કરી દેવું જોઈએ.

~ અમૃતબિંદુ ~

કુણાલ ધામી મને ઘણીવાર કહે છે :

“……………………………….. જો ‘સફારી’ માત્ર કોરા પાનાં આપશે તો પણ હું એ ખરીદવાનું બંધ ન કરું!

8 ટિપ્પણીઓ

Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ

સ્ત્રી, પુરુષ, સમાજ અને સવાલો


ઘણા વખતથી ઘણા સવાલો મનમાં સળવળતા હોય અને અમુક વખતે ક્યાંકને કયાંક ઠાલવી પણ દીધા હોય, બધા તો નહીં પણ અત્યારના માહોલને અનુલક્ષીને અમુક સવાલોનું શક્ય એટલું સંકલન કરીને મુકવાનું મન થયું.

 1. હજુ પણ ઘણી જગ્યાએ પત્ની/પ્રેમિકાને ‘તું’ કહેવાય, અનુક્રમે પતિ/પ્રેમીને નહીં?
 2. મમ્મી ને ‘તું’ કહેવાનું, પપ્પાને કેમ નહીં?
 3. ઝાંસીની રાણીને ‘તું’ સંબોધન થાય, શિવાજી, ભગતસિંહ, વગેરે વગેરેને ‘તમે’ ?
 4. દ્રૌપદી, સીતાને ‘મદદ’ માટે પુરુષ જ આગળ આવે છે, સ્ત્રી નહીં (એને હેરાન કરનાર પણ પુરુષ જાત છે એ ખ્યાલ છે)
 5. સ્ત્રી માટે અબળા શબ્દ છે જ્યારે પુરુષ માટે મર્દ ? (અને અમુક તો સ્ત્રીને પણ ‘મર્દાના’ કહે!)
 6. ‘હેડ ઓફ ધ ફેમિલી’ પુરુષ જ કેમ હોય છે ?
 7. બધે સમકક્ષ ને સમોવડીની અપેક્ષા રાખનાર, બસ કે અન્ય જગ્યાએ ‘મદદ’ માટે  કેમ પુરુષ પર આધાર કે અપેક્ષા રખાય છે?
 8. રામાયણમાં રાવણને વિલન ચિતરતા પહેલા એ કેમ યાદ નથી આવતું કે શરૂઆત સુપર્ણખાથી અને પછી સીતાની સુવર્ણમૃગની અપેક્ષાને લીધે જ થઇ હતી?
 9. મહાભારતમાં પણ દુર્યોધન-પાંડવોને દોષ આપતા પહેલા કેમ વિચારાતું નથી કે દ્રૌપદીએ વિના વાંકે ‘અંધે કા પુત્ર’ અંધા’ કહીને વેરના બીજ વાવ્યા હતા?
 10. અત્યારના જમાનામાં પણ પ્રાયવેટમાં પુરુષ કર્મચારીને સ્ત્રી કર્મચારીના પ્રમાણમાં પગાર વધુ અને સમય ઓછો આપવામાં આવે છે અને એ હસતે મોઢાએ સ્ત્રી દ્વારા કેમ સ્વીકારવામાં આવે છે?

^ દસ પે અબ મૈ બસ કરતા હું બાકી કોમેન્ટમે યે સિલસિલા આગે બઢા સકતે હો….

7 ટિપ્પણીઓ

Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, સમાજ

ચેતન ભગત


ચેતન ભગતની નોવેલ્સમાં : વન નાઈટ @ કોલ સેન્ટર, પછી થ્રી મિસ્ટેક્સ અને હમણા રીવોલ્યુશન : ૨૦૨૦ વાંચી.

રીવોલ્યુશન : ૨૦૨૦ નોવેલ હાથમાં લીધી હતી એ પૂર્વે અને સાથે ત્રણેક રિવ્યૂ મળી ગયા કે ખાસ દમ નથી. પૂરી થવાને આરે હતો અને એક ક્વોટ ફેસબૂક પર શેર કર્યું તો પ્રશમ ત્રિવેદી એ પ્રેમાગ્રહ કર્યો કે વાંચીને રિવ્યૂ આપજો. આમ તો આપણને ભાવતું’તું અને વૈદ્યે બતાવ્યું જેવું હતું પણ થોડો ભાવ પણ ખાધો અને એ ભાવનગર વાસીએ ખવડાવ્યો પણ ખરો!

હા, તો રીવોલ્યુશન : ૨૦૨૦ની વાત આગળ વધારૂં તો જેમ જેમ વાંચતો ગયો મને મળેલ રિવ્યૂ પર શંકા જવા લાગી કે યાર આ તો બરાબર જ છે પણ છેલ્લા પ્રકરણમાં પહોંચ્યો તો આ શું? ઓટો ગોટો પરમેશ્વર મોટો? અને એમાંય પાછો આઈડિયા તો આપણી બોલીવુડ ફિલ્મમાંથી સીધો ઊઠાવ્યો હોય એવો END ? બસ પછી મને એ રિવ્યૂ આપનાર માટે મને  હંમેશા માન છે એ બરકરાર રહ્યું.

પછી વિચારતો થયો કે આવું કરવા પાછળ કયા કારણો જવાબદાર હશે કે ભગતભાઈ એ આવી બેજવાબદારી દાખવી?

જવાબ તો ના મળ્યા પણ જે સવાલો ઊઠ્યા એમાંના બે આ રહ્યાં –

* હીરો એટલે કે મુખ્ય પાત્રને સારૂં  યાને પોઝીટીવ જ દર્શાવવું  જરૂરી લાગ્યું હશે ?

* આગળ વધવાની કે END માટે ક્રિયેટિવિટીએ સાથ આપવા ઇનકાર કર્યો હશે ?

એ સિવાય અમુક મુદ્દા કે ત્રુટીઓ પણ કહી શકાય એવું =

# સુનીલ નામનું પાત્ર માત્ર ગોપાલને શુકલા-જી સાથે ઇન્ટ્રો કરાવવા જ ગેસ્ટ એપિયરન્સની જેમ  ઘાલ્યું પછી ક્યાંય એ ભાઈ દેખાયા જ નહિ ?

# શુકલા-જી જેવા નખશિખ પોલીટીશ્યનના પૈસા થકી એમ્પાયર ખડું થાય છે પણ તેઓ એના  ‘ભાગ”  માટે ઉદાસીન હોય?

મારા જેવા માટે ચેતન ભગતનું  સૌથી જમા પાસું એ કે એમનું ઇંગ્લિશ ઘણું સરળ હોય. હવે થોડા ક્વોટ –

 • Regret – this feeling has to be one of the biggest manufacturing defect in humans. We keep regretting, even though there is no point to it.
 • Girls are the best topic switchers in the world.
 • When you fail an entrance exam, even a tobacco-chewing watchman can make you feel small.
 • Once you get low marks, you learn to lower your eyes rather quickly.
 • When girls are hiding something,they start speaking like boys and use expressions like ‘cool’.
 • “What is love?” Love is what your parents give if you clear IIT exam.
 • Girls get extremely upset if you give them evidence contrary to their belief.
 • Stupid people go to college . Smart people own them.
 • ‘Fine’ means somewhere between ‘whatever’ and ‘go to hell” in Girlese.
 • ‘Money isn’t everything’ – easy to say that when you are eating cakes in a five-star hotel.
 • Girls can some up with simplest of messages that have the most complex meanings.
 • I think at some point a switch flicks in the heads of Indian parents. From “study,study,study” they go “marry, marry, marry”.
 • Men are born on earth to listen to girls.
 • All you boys are the same. First you chase, but when you get the girl, you want to be kings.
 • Girls don’t like to discuss intimate moments, especially if you probe them. However, they also get upset if you don’t refer to the moments at all.

^ ચેતન ભગતની આ બૂકમાં મજા નહિ આવે પણ એઝ યુઝવલ  વન લાઇનર્સ મળી રહેવાના એવો દિલાસો કુણાલ ધામી એ આપ્યો હતો.

~ અમૃતબિંદુ ~

‘ચિત્રલેખા’ વાર્ષિક અંક (નવેમ્બર-ડિસેમ્બર-૨૦૧૧)માં ચેતન ભગતે એક લેખ લખ્યો હતો અને એ લેખ રીડગુજરાતી પર પણ મૂકવામાં આવ્યો એની લિંક

8 ટિપ્પણીઓ

Filed under Art, એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, સમાજ, સાહિત્ય

કસક અને નોબેલ પ્રાઈઝ


કસક – મમ્મી-પપ્પા, ટુ ડે આઈ હેવ ગોટ ક્લેપ્સ ફ્રોમ માય કલાસ & સોફિયા મેમ ઓલ્સો ગેવ મી “એક્સલેન્ટ” ! 🙂

અમે – અચ્છા? વેરી ગુડ. બટ ફોર વોટ ડીયર ?

કસક કી કહાની ઉસીકી જુબાની =

આજે સોફિયા મેમ દ્વારા કહેવામાં આવ્યું કે અગર તમે સાયન્ટીસ્ટ બનો અને કોઈ ગેઝેટ બનાવો તો શું બનાવો એ વિશે લખો.

બધા એ અલગ અલગ લખ્યું – કોઈએ અલગ પ્રકારનું લેપટોપ,  તો કોઈએ વિડીયો ગેમ, તો  કોઈએ મોબાઈલ, તો કોઈએ ફેન્ટાસ્ટિક કાર બનાવશે એવું લખ્યું.

બધાનું જોઈને જોઈને વખાણ કરતા હતા. પણ મારું નામ એમાં ન હતું કેમ કે મને તો ખબર છે કે હું કંઈ એવો હોશિયાર નથી એટલે હું તો શાંતિથી બેઠો હતો પણ છેલ્લે સોફિયા મેમ કહે કે તમને ખબર છે સૌથી વધુ સારું કોણે લખ્યું છે?

કસક અગ્રાવત !

મારા સહીત બધાને તાજ્જુબ થયું, અને મમ્મી યુ નો ? બધાએ કેવો અવાજ કાઢ્યા?

ઓ !

હેં !

વોટ ?! . . . આવું બધું.

પછી મેં’મ કહે કે યુ નો? વ્હાય આઈ ફાઉન્ડ કસક ઇઝ ધી બેસ્ટ? તમે બધાએ સારું લખ્યું,  વિચાર્યું છે પણ  પોતાના પૂરતું જ વિચાર્યું જ્યારે કસકે આખી દુનિયા બલ્કે બ્રહ્માંડને વિચારમાં લીધું.  અને એ પણ એપ્રીસયેબલ છે કે એણે કોમા, ફૂલ સ્ટોપ જેવી એક-બે નાની ભૂલો બાદ કરતા કોઈપણ ગ્રામેટીકલ  મિસ્ટેક પણ નથી કરી !

આટલું સાંભળ્યા બાદ અમે તેને પૂછ્યું કે લખ્યું’તુ  શું એ તો કહે ?

એણે જે ઇંગ્લિશમાં કીધું એ શબ્દશઃ તો આવડતું ય નથી પરંતુ ચાર કલાક પહેલાની વાત છે એટલે એનો સાર/સૂર કહી શકું, જે આમ છે –

પપ્પા,તમને ખબર છે ? તે દિવસે આપણે બ્લેકહોલ્સ વિશે ડિસ્કવરી પર  પ્રોગ્રામ જોતા હતા? અને બીજે દિવસે હું ઓફીસ આવીને સ્ટીફન હોકીન્સ વિશે સર્ફિંગ કરતો હતો?

એ બધું મારા દિમાગમાં હતું, અને લખી કાઢ્યું –

હું અગર સાયન્ટીસ્ટ થાવ તો એવું ગેઝેટ બનાવું કે જેનાથી ગ્લોબલ વોર્મિંગની અસર ઓછી જ નહિ પણ સંપૂર્ણપણે નાબુદ  થાય. અને આવું ગેઝેટ બનાવી હું પહેલા તો સ્ટીફન હોકીન્સને બતાવું. અને એના સાથે મારો ફોટો પડાવી મારા મમ્મી-પપ્પાને બતાવું એટલે તેઓ ખુશ થાય અને મને એવું લાગે છે કે સ્ટીફન સાહેબને આ એટલું બધું પસંદ પડે કે તેઓ નોબેલ પ્રાઈઝ માટે મારી ભલામણ કરે. અને એ પ્રાઈઝ/ઓનરથી મારા પેરેન્ટસ, મારા બા તો ખુશ થાય જ પણ મારો દેશ પણ મારા પર પ્રાઈડ કરે.

~ અમૃતબિંદુ ~

સામાન્યત:  માં-બાપ જે સપના પૂરા ન કરી શક્યા હોય એ સંતાન પાસે જબરજસ્તીથી પૂરા કરવાની કોશિશ કરે  પણ મારા જેવો સળી બાજ બાપ દીકરાના સપના આ રીતે  (ક્રિસમસ કાર્નિવલ ઇન્વીટેશન કાર્ડને નોબેલ પ્રાઈઝ માટેનું કાર્ડ બનાવી) પૂરા કરે .

Nobel Prize to KASAK via KIDZEE

17 ટિપ્પણીઓ

Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, સંવેદના, Kasak

વેજ_નોનવેજ=ફરાળી


બક્ષી સાહેબે કંઈક આ પ્રકારનું લખ્યું છે ને કે દરેક ઉંમરની એક મજા હોય છે, ૧૬ વર્ષની ઉંમરે ઉઘાડી છોકરીયોના ફોટા (અત્યારે તો એવો સવાલ થાય કે માત્ર ફોટા જ ?!;) ) જોયા હશે તો  ૬૧ વર્ષની ઉંમરે અન્ય કશું જોવામાં બાધા નહિ રહે.

જય વસાવડાએ પણ લખ્યું છે કે તેઓ બિન્દાસ પોતાના ઘરમાં પોતાના મધરની હાજરીમાં “પ્લે બોય” નાં પન્ના ઉથલાવતા.

આવી આવી વાતો એટલે યાદ આવી રહી છે કે અમુક મિત્રો જે પહેલા નોન વેજ sms મોકલતા તેઓ હવે સુવિચારોના ઓવરડોઝ મોકલી રહ્યા છે. આ પાછળ શું કારણ હશે?

* હવે આ ઉંમરે આવું આવું મોકલીશું તો લોગ ક્યા સોચેંગે ? એવો દંભ/ડર  હશે ? !

* બાળકો મોટા થઈ ગયા હોવાથી એમના હાથમાં મોબાઈલ આવી જાય અને જુવે તો બચ્ચે લોગ ક્યા સોચેંગે ? એવો દંભ/ડર  હશે ? !

* પૂરતી મજા માણી લીધી એટલે હવે એ બધું નિરર્થક લાગતું હશે?

* દિમાગમાં (બેકગ્રાઉન્ડમાં) ‘ઉમરીયા કટતી જાયે’ સંભળાતું હશે?

બીજી એક વાત કે નોન વેજમાંથી વેજ અને ખાસ તો શુદ્ધ(!) સાત્ત્વિક/ફરાળી sms શરૂ કરનાર males જ છે જ્યારે females તરફથી એ પ્રવાહ અવિતરત ચાલુ છે એટલે મને તો લાગે છે પુરુષોમાં દંભ અને ડર નો ભાવ સ્ત્રીઓ કરતા વધુ હાવી હશે .

અમૃત બિંદુ ~

અમિતાભને કોઈએ Non veg SmS અને અભિષેક વિશે કંઈક સવાલ કર્યો ‘તો એનો જવાબ:  “કભી કભી હમ એક-દુસરે કો  ફોરવર્ડ ભી કરતે હૈ !”

^  ક્યાંક વાંચ્યું/સાંભળ્યું  હતું, શબ્દશઃ યાદ નથી  

4 ટિપ્પણીઓ

Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, ગુજરાત_ગુજરાતી, ધર્મ, રમૂજ, વૃતિ - પ્રવૃતિ, સમાજ

અવતરણો : ‘અકૂપાર’ માંથી


ગઈકાલની પોસ્ટમાં કહ્યું હતું એ મુજબ આજે માત્ર અવતરણો …

* યાદ રાખ, તું ચીતરે છે, તું સરજે છે. અને સર્જનના મારગે તો કશું જ આખરી નથી હોતું.

* (હરણાંના ટોળાંને) ખબર છે કે સચેત રહીશું ત્યાં સુધી જ જીવન છે. પ્રકૃતિનો આ જ તો નિયમ છે. પ્રકૃતિ માટે ઊર્જાના રૂપાન્તરણથી વિશેષ તો શું છે ?

* જાનવર આપડી હાયરે રે’તા સીખી ગ્યા. આપડે ઈનીં હાયરે રે’તા નો સીખ્યા.

* હું અહીં પ્રવેશ્યો તે સમયે મને લાગતું હતું કે આ જંગલ ન કહેવાય, આજે મને ખાતરી છે કે આ જંગલ નથી. હું આને અરણ્ય પણ નથી કહી શકતો. ન તો આ અટવી છે ન તો   વન. અરે વિપિન,ગહન, ગુહિન,કાનન, ભિરુક, વિકત, પ્રાન્તર   . . . ભાષા પાસે વનના જેટલા પણ પર્યાય-વાચક હશે તેમાંનાં એક પણ શબ્દ પાસે આ પ્રદેશના પૂર્ણ સ્વરૂપને વર્ણવવાનું સામર્થ્ય નથી.      હા, આ ગીર છે. માત્ર ગીર.

* લાજો ચાંદનીના અજવાળે જરા જોઇને (લાકડી જેવું) લેવા નીચે નમી. તેના નીચે નમવામાં એવું કંઈક હતું કે મને આસપાસનો આખો વગડો ઝૂકતો લાગ્યો. ચંદ્ર જો આકાશમાંથી પૃથ્વી પર બધું જોઈ શકતો હોય તો તેને આખી ગીર ઝૂકતી દેખાઈ હશે.

* સિંહ અને મનુષ્યના જેટલા કિસ્સા-કવિત છે તેમાં માનવ નાયક કે નાયિકાની બિરદાવલી જ મુખ્ય રહી છે. આજે લાગે છે કે એ કથાનકોમાં કંઈક અધૂરું છે.

* મારા દિકરાઉં , સ્હૌં સ્હમજી લ્યો કે આયાં પાકા ઘયરમાં  રંઈ ઈ વાત્યે કોય અમર નથ્ય થેં જાવાનો. આ રોડ  માથે મોટરુ,ખટારા ‘ને ફટફટીયાં જેટલાંને મારે સે એટલાને ન્યાં સ્હાવજ-દીપડે કે નાગ- વીંસીયે માર્યા કોય દી સ્હાંભળ્યું નથ્ય .

વનરાજનો રુતબો

સૃષ્ટિ સંતુલન અને સમાજ

* ગીર કેડી વાંકી, મારે માલ જાવો હાંકી,

સિપાઈ દે છે ડારા તમે નીકળો ગીર બારા.

શિયાળાની ટાઢયું હું ખડ કેમ વાઢુ‍,

સિપાઈ દે છે ડારા તમે નીકળો ગીર બારા.

ઉનાળાના તડકા મારા પેટમાં બળે ભડકા,

સિપાઈ દે છે ડારા તમે નીકળો ગીર બારા.

સોમાસાના ગારા મારે માથે ખડના ભારા.

સિપાઈ દે છે ડારા તમે નીકળો ગીર બારા.

~ અમૃત બિંદુ ~

રહેવા દેજે, ગીર એ ગીર છે, જાગીર નથી.

–  “અકૂપાર” ના નિવેદનમાંથી

9 ટિપ્પણીઓ

Filed under Art, સંવેદના, સમાજ, સાહિત્ય