Tag Archives: વ્યંગ

(રાજ)રોગ અને નિદાન(પધ્ધતિ)


રાજકીય વિશ્લેષકો, લેખકો વગેરે જેવા બુધ્ધીશાળી લોકો પોતપોતાની સમજ પ્રમાણે (આમ તો કંઈ પરિણામ નથી આવ્યું એવા) દિલ્હી પરિણામ પર પોતપોતાની મતિ મૂજબ કહેતા/લખતાં હોય છે તો મને થયું કે હું ભલે આમ બુદ્ધિનો બળદિયો હોય અને મતિ નામે અલ્પ પણ ના હોય પરંતુ પાનના ગલ્લા પર ચાલતી હોય છે એવી ટ્રેનમાં ચડીને ખુદાબક્ષ મુસાફરી કરી તો જોઈએ .

હા,  તો,  જો રાજકીય પક્ષોની સરખામણી ચિકિત્સા પદ્ધતિ પ્રમાણે કરીયે તો મને કૈક આવું લાગે છે. ભાઈ, તને કોઈએ દોઢ ડાહ્યો થવાનું કહ્યું? – આવું મને સંભળાય છે લેકિન એક બાર હમ બ્લોગ લિખને કા ઠાન લેતે હૈ, ફિર કિસીકી અપને AAP કી ભી નહિ સૂનતે !

સૌ પ્રથમ AAP થી જ શરૂઆત કરીયે કેમ કે સારો કે ખરાબ જે પણ અલગ અલગ લોકો માને એ ડખ્ખો AAP  એ જ રચ્યો છે ને ? તો AAP ને આયુર્વેદ સાથે કદાચ સરખાવી શકાય, જેના વિશે એવું મનાય છે કે આની આડ અસર નથી હોતી ખરેખર તો આ માન્યતા (પણ) સાચી નથી અને ધરમૂળથી રોગ કાઢે છે એ એનો પ્લસ પોઈન્ટ તો માઈનસ પોઈન્ટ એ પણ છે કે આમાં સમય ઘણો લાગે.

બે નંબર(ની) Congress ની વાત કરીએ તો આને જો હું ચિકિત્સા પધ્ધતિ/ઇલાજમાં ગણતરી કરીશ તો લોકો કદાચ ગણતરીની મીનીટસમાં મારું ઢીમ ઢાળી દયે પણ આને નજર અંદાજ પણ કેમ કરી શકાય? એટલે મને લાગે છે કે Congress  એ દવા નહિ પણ દારુ છે. લોકો સમજે છે કે દારુ સ્વાસ્થ્ય માટે સારો નથી તો પણ ‘મજા’ માટે લોકો પીતાં જ હોય છે ને ? અને ચૂંટણી વખતે તો ખાસ આની ડીમાંડ ઊભી કરવામાં આવે છે તેમજ એક કારણ એ પણ કદાચ હોય શકે કે દારુ જલ્દી છૂટતો નથી ને ? ભલે દેશ રૂપી શરીરની, લિવરની પથારી ફેરવી નાંખે છે એ જાણતા હોવા છતાં અમુકને આનું બંધાણ/કુટેવ/મજબુરી છે !

ત્રીજા ક્રમે BJPને મૂકીએ જે મારું ફેવરીટ છે અને એને હું એલોપથી ટ્રીટમેન્ટ તરીકે લઉં છું. માન્યું કે આની આડઅસર ઘણી છે, પ્રમાણમાં  મોંઘી પણ છે પરંતુ આનાથી ક્વિક રીલીફ પણ તો મળે છે અને એમ પાછું સાવ કાંય નાંખી દીધા જેવું તો નથી નથી અને  નથી જ ! Congress રૂપી દારુ અગર મજબુરી છે તો એની ટ્રીટમેન્ટની અપેક્ષા આ બંને પાસે રાખી શકાય એવું અત્યારે લાગે છે આગે આગે ગોરખ જાગે !

હજી અન્ય પક્ષો રહી ગયા એવું કોઈ કહે તો મારી હવે લિમિટ આવી ગઈ, આગે ‘આપ’ ભી તો કુછ કહે સકતે હૈ !

~ અમૃતબિંદુ ~

આજ-કલ લોગ દિલ્હી વિધાનસભા કે આસપાસ જાને સે ડરતે હૈ, કહી કોઈ પકડ કર યે ના બોલે –

.

.

.

.

.

.

ચલ સરકાર બના!

^Fwd Msg^

^ એફ્બી પર આજે મૂકેલ સ્ટેટ્સ

Leave a comment

Filed under સમાજ, media, Nation, politics, social networking sites

RA.one in ALL


Narcissist કહો કે એવું માનો કે પછી વરને કોણ વખાણે? વરની માં ય હવે કેટકેટલુંક (ખોટું) વખાણે? એટલે (સુ)વર ખુદ સ્વાશ્રયી બને છે અને પોતાનાં વિશે વાત કરવાનો મોકો જ શોધતો હોય છે.

આમ ભલે હું (તન થી) અશક્ત લાગતો હોઉં પણ જરુંર પડ્યે રજનીકાન્ત કે RA1 (રાવણ) નામ ‘વાપરી’ ગુણ-દુર્ગુણ, લક્ષણ-અપલક્ષણનો (ગેર)લાભ ઊઠાવવાનું ચૂકતો નથી એ સૌને ખ્યાલ હશે જ (એવું હું માની જ લઉં છું)

આજના પર્વે મારો માંહ્યલો રામ તો ન જાગ્યો પણ રાવણ (એ કુંભકર્ણ ન હોવાથી) જરુંર જાગી ગયો ! અને આ કોલાજ બનાવી નાંખ્યો.

RA1 એક (કુ) રૂપ અનેક

આનું વિશ્લેષણ મારા કરતા તો સૌ દોસ્તો સારું (?) કરવાના છે એ ખ્યાલ છે પણ જેમ ઉપર કહ્યું કે સ્વાશ્રયી છું એ તો પૂરવાર તો કરવું પડે ને ?

 આ કોલાજમાં જે  ‘મુદ્રાઓ’ (લોલ) છે કે જો છાપાની ભાષામાં કહિયે તો લાક્ષણિક તસવીરો વિશે (લેફ્ટ ટુ રાઈટ કરતો) મારો ‘દ્રષ્ટિકોણ’ –

૧ – તુજે દેખા તો યે જાના સનમ ….. મેરી બાંહોમે મર જાઓ તુમ

૨ – ધુર ઘુર કે ક્યા દેખા રહે હો?

૩ – ‘શિવ શંકર’ બોર્ડ પહેલા આપી દીધું પણ અન્ય જગ્યાએ ‘પ્યાલા’ તેરે નામ કા ‘પ્રિયા’  પણ જોઈ શકો છો!

૪ – ‘શિવ શંકર’નાં ગલ્લાનો સીન જોઈ કોઈ ઇલ્જામ લગાવે આ ભાઈ સાહેબને દલ્લો હાથ લાગી ગયો હશે એટલે ‘અગ્નિપથ’ કે ‘હાથ કી સફાઈ’ દેખાડવામાં આવી રહી છે.

૫ – રાવણ હોય તો શું થઇ ગયું? રાવણની જેમ આપણનેય ‘પૂજા’ (& બાકી બધા નામો સૌને ખબર જ છે) વગેરેમાં ‘રસ’ ખરો.

૬ – રામસેતુ માટે ‘કપિ’નો કોન્ટેક્ટ તો રામ કરે, હમ તો અપના જહાજ લે કે કહી ભી, કભી ભી… 😉

૭ – અને એવું નથી કે માત્ર ‘દરિયાદિલી’ જ છે, રજનીકાન્ત તો ‘ફાઈટર પ્લેન’ પર પણ એક હથ્થુ શાસન કરી શકે!

૮ – અને ગમે ત્યારે સૌને ‘બાય બાય’ કરી શકે.

૯ – સમુદ્ર & હવાઈની જેમ જમીની મુસાફરી માટે આ ગધેડા પાસે ઘોડો પણ છે.

૧૦ – ઘરમાં સોફા પર બેસીને જેન્ટલમેન (!), તો માથે ફેંટો નાખીને ગામડીયો અને બાપનો બગીચો તો ઠીક પિતાજીનો પેલેસ હોય પણ બેસે પાછો ‘કઠેડા’ પર.

૧૧ – જીવનમાં કંઈક ‘સંકલ્પ’ કરતો હોય એમ દેખાય પણ જો ભૂલ ‘પકડાય’ જાય તો સમય વર્તે બે હાથ જોડીને માફી પણ માંગી લઈએ અને જેવું બધું સમુસુતરું પાર થઇ જાય એટલે રાઉડી રાઠોડની જેમ મૂછે તાવ આપતો ફોન પર બિઝનેસ મેનના ખેલ કરવા માંડે.

૧૨ – જાણે ધોનીની જેમ વિકેટકીપર હોય એવી ઈસ્ટાઈલ તો પાછો થોડીવારમાં ‘હસમુખ લાલ’ પણ બની જાય અને છેલ્લે……. રજનીકાન્ત હોય કે રાવણ પણ સમાજ સામે તો ‘ગાય’ છે !

બોલ સિયાવર રામચંદ્ર કી …..જે !

~ અમૃતબિંદુ ~

કણ કણમાં ભગવાન મળે કે ન મળે પણ એફ્બીમાં તો RA1જેવા રાવણ મળે જ !

3 ટિપ્પણીઓ

Filed under રમૂજ, વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, વૃતિ - પ્રવૃતિ

ચૂંટણીની ચટણી


હમણાં હમણાંથી મારી બ્લોગ પોસ્ટ્સ કંઈક ભારેખમ બની જતી હોય એવું લાગતું હતું, પણ આ (ઈલેકશનની) હોળી આવી એટલે હવે કંઈક ઓરીજીનલ રંગ ‘આયવો’

આમ તો કંઈ નવું નથી, કાલે એફ.બી.માં જે સ્ટેટ્સ મૂક્યા, જોયા/વાંચ્યા એ અને એના પર આવેલી અમુક કોમેન્ટ્સ અહીં શે’ર કરું છું.

-x-x-x-x-x-x-x-x-x-x-x-

મુકુલ જાનીનું સ્ટેટ્સ

…..’માયા’ ભલે ગઈ,
પણ
એની જગ્યાએ
’મુલ્લા’ ’યમ’ આવેલ છે,
એ ના ભૂલાય!

-x-x-x-x-x-x-x-x-x-x-x-

પ્રણવકુમાર અધ્યારુનું  સ્ટેટસ

अखिलेश यादव…life begins before 40

-x-x-x-x-x-x-x-x-x-x-x-

R.A. = કહેવાય છે ને કે life begins @ 40
તો
40+ બાબાને પોલિટિકલ લાઈફ શરૂ કરવા અને ભાજપનું કમળ ખીલવવા ૪૦ સીટ્સ (પણ) મળશે ?

^

Rajni Agravat અત્યાર સુધીના અપડેટ હિસાબે ભાજપ તો કદાચ ૪૦ પાર કરે પણ બાબાજી કો તો મમ્મા કી ગોદમેં હી જાના પડેગા ઐસા લગ રહા હૈ !

Chetan Bhatt અને બાબલા ના એક દાઢિવાળા એક ગુજરતી કાકા કહેતાતા આજે કે બીજેપી ના તો સુપ્ડા સાફ થઈ ગ્યા……આવી તે મજાક હોય પાર્થ કાકા? કે પછી બાબલા ના ઘા પર મીઠું ??

-x-x-x-x-x-x-x-x-x-x-x-

R.A. = ચાળીશ+ વર્ષિય બાબા, મણીપુર સિવાય ક્યાંય ચાલીશ(૪૦ સીટ) નહિ ! !

^
કહેવાય છે ને કે ચાળીશ પછી ચાલીશ નહિ તો ચાલીશ નહિ

(આમ તો મણીપુર છતાંપણ સીટની ગણતરી મુજબ છતાંપણ મોટું મન રાખીને પંજાબ પણ ગણી લઈએ લ્યો ને ) =

Chetan Bhatt બાપુ આજ બહુ રંગ મા છો ને કાંઈ?

Rajni Agravat ‎Chetan Bhatt = આપણે રંગ અને મેડમને ત્યાં હોળી !

-x-x-x-x-x-x-x-x-x-x-x-

પારસ શાહનું સ્ટેટસ

We at state level are responsible for the poor showing, Rahul was only a campaigner – Rita Bahuguna Joshi #UP ……:P =

^Paras Shah Rahul Gandhi is a magician. He campaigns in Uttar Pradesh and his party wins in Manipur. WoW !! – Manik Mahajan on twitter

Paras Shah UP Voters to BABA : Bura Na Mano Kal Holi Hai 😀

-x-x-x-x-x-x-x-x-x-x-x-

R.A. =

જે કંઈ ગુણ છે એ રાહુલમાં એટલે કે બત્રીસલક્ષણા યુવરાજ છે, કાર્યકરો તો નગુણા છે.

જો કે સારા કામ માટે બત્રીસલક્ષણા નો ભોગ ચડાવવો પડે ને !

Amar Dave સુધારો …. કાર્યકરો ‘ રીઢા બહુગુણા ફોસી ‘ છે

-x-x-x-x-x-x-x-x-x-x-x-

દ્વિરેફની વાતો – U.P. Election.

“પ્રદેશ ઉત્તરમાં કોંગ્રેસની દક્ષિણે થઇ પથારી”

ગુજજુ ભાઈ બાબા ભાઈ નું બાળોતીયું બગડી ગયું..

-x-x-x-x-x-x-x-x-x-x-x-

R.A. = બાટલા વખતે (મગરનાં) આંસુ પડ્યા હોય કે નહિ પણ સ.પા. એ એવી બાટલી સુંઘાડી છે કે મેડમ -ને એનો (સ્ટાર) પરિવાર હવે પીલુડા પાડતા હશે એ નક્કી =

Praful Kamdar હજી હીબકાં લે છે……!

Chetan Bhatt બીજું તો ઠીક પણ બાબલા ને બાટલા નડી ગ્યુ ભૈ…

-x-x-x-x-x-x-x-x-x-x-x-

R.A. = ખુરશી(દ) સ્ટાઈલ = ભલે મને ઇલેકશન પંચ ફાંસીએ ચડાવી ડે પણ હું તો કહેવાનો જ કે ઉ.પ્ર., ગોવા, પંજાબના EVMમાં ચેડા કરેલ હતા !

Mukul Jani ઈલેક્શન કમીશન તો માઈ-બાપની સામે કંઇ ના કરી શકે, પણ જનતાને થોડી શેહશરમ નડે છે! ખુરશી (દ) તો ગઈ પણ ડિપોઝીટ લઈને!

-x-x-x-x-x-x-x-x-x-x-x-

મમ્મી મમ્મી,પેલા યુ.પી વાળા મુલ્લા પહેલવાને થપ્પડ મારી.
મનીયો મસ્તીખોર નું સ્ટેટસ

R.A. = બેટા, કેટલીવાર સમજાવ્યું કે “મ” હોય ત્યાં ન જવું (મુલાયમ-માયા-ઉમા) !

હવે ગુજરાત વખતે આ વાત ભૂલતો નહિ

Prasham H Trivedi આવવા દયો ને, આપણને છુટ્ટા મોઢે મનોરંજન મળી રહેશે .

Devanng Dhotijotawala એક વાર ભૂલો પડ ગુજરાત માં…રાજનીતિ હું છે એ હમજાવી દિયે..

-x-x-x-x-x-x-x-x-x-x-x-

ઉજ્જવલ અધ્યારુનું સ્ટેટસ

આજે હું ખુબજ દુ:ખી છું મારુ વાહ્લુ કોંગ્રેસ હારીગયુ ,મારો પ્રીય નેતા રાહુલ ની મહેનત માથેપડી ,અને પડી તો એવી કે સાલુ ભાજપા પેલા ઉમાબેન મ.પ્ર માંથી આવી આગળ નીકળીગયા.આજે ભલે થોડીઘણી સીટો વઘી અને ભાજપા ની ઘટી પણ સાલુ આજે મને ખાવાનુ નહી ભાવે.બીના એતો શ્રીખંડ બનાવ્યો છે પણ મને તો રાહુલ બાબા ની એ રાતો યાદ આવે છે જે એમણે ઝુપડામાં વીતાવેલ બોલો હવે મારા ગળેથી ખાવાનુ ઉતરે ?

Envy Em તો નજીક માં કોઈ ગરીબ ની ઝુંપડી માં પહોચી જાવ અને તેના ભાગનું ખાઈ જાવ

Vinod Surve ગરીબ ના ભાગ નું નહિ બધાના ભાગનું ખાઈ જાવ… નિરાતે ઊંઘ આવી જશે…

-x-x-x-x-x-x-x-x-x-x-x-

R.A. = ઉત્તરાખંડમાં ભાજપને એક (માત્ર) “મર્દ” (N.D.TiVari)જ ભારી પડે એમ છે !

કોઈની ‘તાકાત’ છે કે એને ‘ટક્કર’ આપી શકે ?

^
યે સ્ટેટસ કે પ્રાયોજક હૈ – Kunal Dhami

-x-x-x-x-x-x-x-x-x-x-x-

હિરેન જોશીનું સ્ટેટસ = માયાવતી એ બનાવેલા પૂતળા જ અત્યારે તેની સામે હસે છે.:-)

Rajni Agravat હાસ્ય કે અટ્ટહાસ્ય ?

Itz Darshit પુતળા જોવાની આદત પાડી લો, માયાવતી હવે નજરે નહી જડે..

Rajni Agravat ‎^ જડ ગઈ ને જગા થઈ ?

R.A. =’બહેનજી’,
તે બનાવેલા તુજને ખિજાવે છે !

-x-x-x-x-x-x-x-x-x-x-x-

R.A. = કહાં કે હમ હૈ યુવરાજ ? <-રા’હુલ’

-x-x-x-x-x-x-x-x-x-x-x-

R.A. = જૂની વાત – ઘરના ભૂવાને ઘરના ડાકલા

નવી વાત – જે ચેનલના એન્કર એ જ ચેનલના એક્સપર્ટ/ગેસ્ટ/એનેલાઈઝર !

-x-x-x-x-x-x-x-x-x-x-x-

R.A. = Star News:-

पेट्रोल पांच रुपये महंगा हो सकता है

^ (ઉત્તર) પરદેશ કી જનતા જવાબદાર હૈ , રોટી (ખાઈ, ઉસકી !) કિંમત ચૂકાઈ નહિ ના !

^ Vivek Doshi પેટ્રોલ મોંઘું થવાનું છે,એટલે ઉત્તર પ્રદેશની જનતાએ “સાયકલ” ઉપર વિશ્વાસ મુક્યો..

Rajni Agravat ‎Star News = चुनाव 2012: पांच में से चार राज्यों में नकारी गई कांग्रेस के लिए बड़ा सबक

^ સબક જીસકો વફાકા યાદ હોગા, મહોબ્બતમેં વોહી બરબાદ હોગા !

અમૃત બિંદુ ~

આવા જ ગતકડાંવાળી પોસ્ટ  ૨૦૧૧ની મકરસંક્રાતિ પર પણ મૂકી હતી.

3 ટિપ્પણીઓ

Filed under રમૂજ, સમાજ, media

Blogers V/s Non Blogers


નિશાળમાં તો ભણ્યા નથી પણ હવે એમ થાય કે ચાલો નિશાળ- નિશાળ રમીયે !

કેવીરીતે ?

આવી રીતે –

બ્લોગ લખનાર = બ્લોગીંગ કરવાના કારણો/બહાના . . . બ્લોગ ન-લખનાર= બ્લોગીંગ ન કરવાના કારણો/બહાના . . .
* મને બીજે કયાંય લખવા મળતું નથી # બીજે લખવામાંથી ટાઈમ નથી મળતો
* બીજે ક્યાંય લખું તો કોઈ વાંચતું નથી. # બ્લોગ ય કોઈ ન વાંચે તો ?
* બીજો કોઈ કામ ધંધો નથી. # કામ ધંધામાંથી ફુરસદ જ નથી.
* મારે કહેવા જેવું ઘણું છે પણ કોઈ મુરઘો/મુરઘી મળે નહિ તો બ્લોગ જ લખું ને? # મારે કહેવા જેવું છે કે નહિ એ પણ મને ખબર નથી
* આટલા બધા કહે છે તો હું શું કામ પાછળ રહી જાવ ? # આટલા બધા લોકો કહે છે એ બધું કચરા જેવું છે એમાં મારે ક્યાં ઉમેરો કરવો?
* મારી કૉલમના આશિકો અને રસિકોની સાથે આ બહાને  સંવાદ રચાય. # મારી કૉલમ તો કોઈ વાંચતું નથી તો પછી અહી પડ્યું હશે તો કો’ક દી’ તો ગૂગલ સર્ચમાં દેખાશે.
* અન્ય સેલિબ્રેટીઓ પણ લખે છે એટલે આ બહાને સેલિબ્રેટી હોવાનો ભ્રમ તો જાળવી શકું. # અન્ય સેલિબ્રેટીઓ લખે છે એટલે સેલીબ્રેટી છે તો હું ન લખીને છું એવો ભ્રમ જાળવવાની કોશિશમાં છું.
* હું કેટલું વાંચું છું એ મારા સિવાય પણ કોઈને ખબર તો પડવી જોઈએ ને? # મારું કંઈ વાંચન નથી એ કોઈને ખબર પડી જાય તો?
* મને ચોરી ચપાટીમાં જે કંઈ મળે એ ક્યાંક તો ઠાલવવું ને ? # મારું લખાણ(લખ્ખણ) કોઈક ચોરી (જાણી) જાય એ પસંદ નથી.
* આ બહાને (ગીને ચુને)મિત્રોને કહેતા ફરી શકાય કે આય મ ઓલ્સો બ્લોગર. # લોકોને એવું લાગે તો કે હું સાવ નવરીબજાર છું !
* તમે વાંચશો?  તો હું લખવાનું ચાલુ રાખું # તમે ભૂલ ન કાઢવાના હો તો લખવાનું શરુ કરું.

(નોંધ – બ્લોગર્સમાં લેખક-વાચક જેવો ભેદ રાખ્યા વગર સૌને એક જ લાઠીએ હાંક્યા છે.  )

~ અમૃતબિંદુ ~

* આવા ફાલતું બ્લોગર્સ હોય તો આપણો ક્યા કોઈ વાળ પણ વાંકો કરી શકે?

# આવા ફાલતું બ્લોગર્સ  હોય છે એટલે જ મન નથી થતું !

9 ટિપ્પણીઓ

Filed under રમૂજ, વૃતિ - પ્રવૃતિ, સાહિત્ય, social networking sites

કૉપિ-પેસ્ટ તરફી કકળાટ


ગુજરાતી બ્લોગ જગતમાં કૉપિ-પેસ્ટ, પ્લેજરીઝમ-ઉઠાંતરી જેવા મુદ્દા ઉઠાવનાર વિનય ખત્રીનો હું જાહેરમાં વિરોધ કરૂં છું. યાર સામાન્ય રીતે કોઇ પોતાના વિરુધ્ધ કે પોતાને નુકસાન થાય એવું હોય એના માટે ઝંડો (અને ક્યારેક તો માત્ર ડંડો) લઈને ‘હમણવા’ મંડતા હો, પણ તમે તો બીજા લોકો માટે આવી સેવા/અભિયાન ચલાવો એ હરગીઝ ન ચલાવી લેવાય. પાછું એમા તમે ભેદ રાખતા હોય તો  ય દરગુજર કરત પણ તમે કોઇને પણ હડફેટ લઈ લો અને તમને એ કે તમે એને ઓળખતા ન હોય એવા લોકો માટે આવી સેવા (સર્વીસ) આપો અને એ ય વિનામૂલ્યે? ચોલબે ના  .  .  . ચોલબે ના!

આ પોસ્ટ લખવાની પ્રેરણા મારા જ એફ બી સ્ટેટસ પર થી મળી ..અરે યાર આખી  પોસ્ટ તો વાંચી લ્યો પછી એફબી પર “પ્રેરણા” ગોતવા જજો!😉  હા, તો શું કે’તોતો ? એ જ કે નેટ પર ડાફરીયા મારતો’તો અને જગજીત સિંઘની ગઝલની (પાયરેટેડ) સીડી વાગતી હતી એમાં એક શે’ર પર (ગુજરાતી ખરા ને) વધુ ધ્યાન ગયુ, મોડું થતું  હતું એટલે ફટાફટ ટાઈપ કરી, કોઇ જાતની ટીપ્પણી વગર ઠપકારીને ઘર જા કે ચૈનકી નિંદ સો ગયા! (ઘરે ચૈન/શાંતિ મળે <– આ વાંચીને કોઇ એ ઇર્ષ્યા કરવી નહી કેમ કે એનું પણ એક રાઝ છે જે હું કહી દવ પણ તમે કોઇને ન કે’તા – વેકેશન વેકેશન!)

સવારે જોયુ તો એ સ્ટેટસ પર કોમેન્ટસ વાંચી…. -ને મનમાં સંશોધન ચાલું થઈ ગયુ. “આપણું”  સંશોધન પણ પાછુ જબ્બર હોય હો!  કેવુ? શાહબુદ્દિન રાઠોડ કહે છે ને ઓઇલના સંશોધન પર નીકળેલ ટુકડીએ ડ્રીંલીગ કર્યું અને કોઇકની (ઓઇલની) પાઈપ લાઈનમાં સીધું જ કાણું!

સંશોધનાત્મક ‘ઇમ્પોર્ટેડ’ લેખ લખતા હોઇએ ત્યારે તમે યાર આમ ગાડી આડે પાટે ન ચડાવ્યા કરો.

હા, તો એ સંશોધનમાં અમુક વાતો પર પરકાશ પડયો કે અગર કોઇ કૉપિ-પેસ્ટ કરે તો એમાં એનો કોઇ વાંક જ નથી! ગંડુ રાજાના ‘ન્યાય’ પ્રમાણે તો મૂળ કૃતિ (રસપ્રદ) બનાવીને  કોઇની દાનત બગાડવાનું જધન્ય પાપ તો એણે કર્યુ કહેવાય. અને બહું એવું હોય તો પોતાનું નામ લખવું જોઇએ ને? કેમ કે આ કંઇ આજ-કાલનીવાત નથી, તમે જુવો મીરાં, નરસૈયો, ગંગાસતી, દાસી જીવણ, સુરદાસ વગેરેના જમાનાથી કૉપિ-પેસ્ટનો ‘ઇજારો’ હશે, એના ઉપાય રૂપે એ લોકોએ પોતાની દરેક કૃતિમાં પોતાના નામનો ‘સ્ટેમ્પ’ બનાવીને છાપવા લાગ્યા (સ્ટેમ્પની  શોધ માટેનું ય બહુમાન આ કૉપિ-પેસ્ટ વાળાને મળવું જોઇએ એ ઝુંબેશ હવે મારે ઉપાડવી પડશે.)

અને જો કોઇ પોતાની કૃતિને પોતાનું નામ નથી આપતા તો કેવી તકલીફ થાય એનો ધડો, “સાસુ-વહું” ના  દાખલામાંથી લેવો જોઇ! ન સમજાયુ? (‘તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા’ વાળા નટુકાકાની સ્ટાઈલમાં) લેટ મી એક્સ્પ્લેઈન – વચ્ચે પેલો એસએમએસ બહું ચગ્યો’તો ને કે લેખક/કવિ પોતાની કૃતિમાં પોતાનું નામ  ટીંગાડે છે પણ માતા પોતાના સંતાન માટે એવું કરતી નથી!

તો, આમાં વાંક તો એમનો એટલે કે સ્ત્રીઓનો  જ ને? પુરુષો કેવા ‘સ્માર્ટ’ કે પોતાનું નામ ચીપકાવી દે, અને આ બન્ને વાતના માઠા-સારા પરિણામો પણ દેખાય જ છે. ઝગડા સાસરા-વહું વચ્ચે નહીં પણ સાસુ-વહું વચ્ચે થાય છે. કેમ? સીમ્પલ, માતા એ ક્યાંય નામ રાખ્યું નહી અને વહું એ પોતાના નામ પાછળ પેલા ગોરધનને ચુપચાપ ઊભો રહેવાનું કહી દીધુ! આ ઘટના (કે દુર્ઘટના) પછી સાસુમાં સફાળા જાગ્યા….  પણ હવે શું થાય?

– કશું નહીં…….. ઝગડા!

~ અમૃતબિંદુ

લેખક વિશે ફીર કભી પણ કવિઓએ પોતાની રચનાની ઉઠાંતરીથી બચવા માત્ર છેલ્લે જ નામ લટકાવવાની બદલે દરેક પંક્તિ પર સ્ટેમ્પ મારવું !

^ આ સલાહ મારા નામ વગર કોઇપણ વાપરી શકે છે  જેની જાહેર જનતાએ નોંધ (ન લેવી હોય તો ય) લેવી.

3 ટિપ્પણીઓ

Filed under રમૂજ, વૃતિ - પ્રવૃતિ, સમાજ, Uncategorized

તારીખ=૧, વાત=૨


સૌ પરથમ તો (અંગ્રેજી) વન પ્રવેશની  સૌને શુભકામનાઓ. 😉

સાથે સાથે એ વાત પણ નોંધી લઈએ કે જેમ દરેક (હા “દરેક”) બાબતમાં મેરા ભારત મહાન છે એમાં આ પણ છે કે ભારતવર્ષમાં જેટલા વર્ષ અને વર્ષગાંઠ છે એટલી કદાચ (અરે ! કદાચ શું પાક્કુ માનો તો ય વાંધો નથી) ક્યાંય નહી હોય!

જેટલા પ્રદેશ-ભાષા-જાતિ-ધર્મ એટલા વર્ષ તો ખરા જ એ સિવાય શૈક્ષણીક -ટેક્સ/ફાયનાન્સીયલ વગેરે લટકામાં. કોઇ મહીનો ખાલી ન જવો જોઇએ. છતાંય જો કોઇ મહીનો છટકવા માંગતો હોય તો અંગત રીતે પકડી રાખીયે જેમ કે જન્મદિવસ-સગાઈ-લગ્ન વગેરેની વર્ષ ગાંઠ!

જો કે આને હું  નકારાત્મક રીતે નથી જોતો, ઉત્સવો ઉજવતા રહેવાનો-આનંદ-ખુશી (અનેક્યારેક છાકટા થવાનો) આપણો એટીટ્યુડ છે.

બાય ધ વે આ વર્ષગાંઠ શબ્દમાં ગાંઠ પણ કંઇ એમને એમ નહી હોય એના પાછળ પણ કોઇને કોઇ તર્ક, કારણ કે  આશય હોવો ખપે….

-x-x-x-x-

આપણે એવા નાગરીક છીએ કે જે ધરાર નાગરીક ધર્મ પાળવા વિશે ઉદાસીન જ નહી પરંતુ બેદરકાર રહીએ છીએ અને પાછું એમાં આપણી બહાદુરી માનીયે. હા, પણ જો સરકારની વાત આવે તો બધો દારો-મદાર એના પર રાખીયે. સામે પક્ષે સરકાર પણ એવી શાણી (?!) છે કે ચલતા હૈ ની પોલીસીમાંથી ઊંચા આવવાનું નામ લ્યે! <-આખરે એ પણ બની તો છે આપણા થકી અને આપણા માંથી જ ને? !

નશાબંધી -લાયસન્સ-હેલ્મેટ-દબાણ-ટેક્સ (ચોરી) વગેરે બાબતોના સરકારી નિયમો (કાગળ પર) છે જ પરંતુ એમને અમલ કરવાની વાત આવે ત્યારે આપણે કાયદા કરતા એની છટકબારીનો જ અભ્યાસ કરીયે છીએ, અને જો કોઇ કાયદા મુજબ વર્તવાની ગુસ્તાખી કરે તો આપણે એને વેવલો કહીને હાંસીપત્ર બનાવીએ અને સરકારીયા માણસો (?!) પણ એને કાયદાની એવી માયાઝાળ/આંટીઘુટીમાં ‘સલવાવી’ દયે કે એ વ્યક્તિ કાનૂનનું પાલન ન કરવાનું પાણી મૂકી દે.

આપણે આપણી અનુકુળતા મુજબ કાયદો બનાવીયે-તોડીયે અને મરોડીયે એમાંની એક વાત.

જે વર્ગ દારૂ , ના ના મદ્ય પાન કરે છે એ ઇચ્છે કે દારૂબંધી ન હોવી જોઇએ અને જે નથી પીતા , વેચે છે અને નશાબંધી ખાતામાં કામ (?) કરે છે તેઓ વિનમ્રતાથી માને છે કે આ કાયદો હોવો જ જોઇએ, બલ્કે હજુ વધુ કડક હોવો જોઇએ ! !

ખાસ કરીને સ્મોકીંગ બાબતે લોકો નિર્દોષતાથી માને છે કે આ કાયદો હજુ વધુ કડક બનાવવાથી એટલે કે એના પર ટેક્સ ૫૦૦ ગણો કે એનાથી યે વધુ કરવાથી  સ્મોકર્સ સુધરી જશે અને આ મહાન દેશ વધુ મહાન થઈ જશે!

આવા ભોળા બાલુડાંને એ ખબર નથી કે ધુમ્રપાન-ગુટખા અને આવા તો કેટલાયે વ્યસનો કરનારની બહુમતી પુખ્ત(!)વયનાની છે અને એમાંથી એકપણ વ્યકતિ એવી મળવી મુશ્કેલ છે જે આના ઘાતકી પરિણામોથી વાકેફ ન હોય. મતલબ કે અગર મારે કૂવામાં પડવું જ છે તો મને કોણ બચાવે?! અને ઘણાતો એમાંથી પસાર પણ થઈ રહ્યા હોય છે.

એક વાત વધુ એકવાર સ્પષ્ટ કરી દવ કે હું પોતે પણ આવા વ્યસનીઓમાંનો એક છું છતાંપણ બિલ્કુલ એની તરફેણમાં નથી.આ બધામાં ન પડીયે તો સારૂં જ છે, એ કોઇ બહાદુરીનું કામ નથી પણ સાથે સાથે એ પણ ખરૂં કે આવા ખાડામાં પડેલ ‘દુષ્ટ’ નથી. અને જેઓ નથી ખાતા-પીતાએ કંઇ દેવના દીધેલ નથી. ગુટખા નહી ખાતા હોય તો લાંચ ખાતા હશે, સીગરેટ નહી પીતા હોય તો  પોતાના પરિવાર અને સ્ટાફનું લોહી પીતા હશે. અને તેઓએ ખુદને એક સવાલ પુછવાનો કે તેઓ કેટલા કાયદા પાળે છે? આવી  બધી દુષ્પ્રવૃતિઓ કાયદાથી ડામી શકાતી નથી ખુદને સમજાય તો જ કામ સરે.

^ આ વાંચતા જો એવું લાગે કે આ મુદ્દો તો ચોરીનો છે, તો (અર્ધ) સત્ય છે. 😉 બે દિવસ પહેલા સલીલભાઈ  એ (કદાચ,  એમજ ) એમની ફેસબૂક વૉલ પર ત્યાં કેનેડાના આરોગ્ય મંત્રી  સિગરેટ પેક પર ૭૫% જગ્યામાં ધુમ્રપાનથી થતા કેન્સરના ફોટા સહિતની ચેતવણી ફરજિયાત છાપવી એવું ટીવી પર કહી રહ્યા છે એમ લખ્યું હતું .

~ અમૃત બિંદુ ~

* બાય ટેન, ગેટ ઇલેવન !

ગુજરાત સમાચારની (૩૧-૧૨-૨૦૧૦)ની હેડલાઈન

 

* આપણે એવ ઋષી-પુત્રો છીએ જેઓ રાત પડતાં શીશી-પુત્રો થઈ જઈએ છીએ !

બાબા રામદેવ

 

6 ટિપ્પણીઓ

Filed under વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, વૃતિ - પ્રવૃતિ, સમાજ

મહાનગરપાલિકા ચૂંટણીમાં (પણ) મતદારો પર મોદી મેજીક


હમણા હમણાથી આપણે ભારતીયો ઇતિહાસના શોખીન બની ગયા હોય એવું લાગે, ના ના ભણવાના નહી રચવાના.. જેમ કે કૉમનવેલ્થ ગેમ્સમાં (કલમાડીનો ચહેરો યાદ આવ્યો ને?) ગર્લ્સ પ્લેયર્સ મેડલ ઉસેટે છે એ, હોકીમાં પણ એવું જ અને ક્રિકેટ રસિયાઓ માટે પણ બેંગલુર ટેસ્ટ જીતીને ઇતિહાસના પન્ના ભર્યા, આવા તો હજુ કેટલાયે છોગાઓ ઉમેરીએ તો ખાલી એમાં જ પોસ્ટ પૂરી થઈ જાય પણ શિર્ષક પ્રમાણે ધ્યાનમાં રાખીને વાત કરીયે (આપણે કંઇ થોડા કાંતિભટ્ટ કે એવા કોઇ મહાન કૉલ્મીસ્ટ છીએ કે શિર્ષક અને લેખની મેટર અસંબધ્ધ લાગે!) તો મતદારોએ પણ કોંગ્રેસને જાકારો આપવામાં ઇતિહાસ રચી નાંખ્યો!

બુધ્ધિજીવી (ગણાતા) લોકો/લેખકો ને તો આમાં બે વસ્તુ દેખાય છે અને કહે છે કે પ્રજાએ રાષ્ટ્રદોહ/ભ્રષ્ટાચારને સ્વીકારી લીધો છે અને વૉટીંગ મશીનમાં ગરબડ છે વગેરે વગેરે … આ સંદર્ભમાં એવું કહી શકાય કે પહેલા કારણમાં તમે બહુમતિ (એટલે પ્રજાને ;)) મુર્ખ કહેવાની હજુયે ધૃષ્ટતા કરો છો? અને જો ઈવીએમમાં લોચા હોય તો એનો તમે (ગેર) ફાયદો કેમ ન ઉઠાવ્યો? હવે એમ ન કહે તો સારૂં કે એ લોકો ઇમાનદાર છે કેમ કે રમૂજ લેખેય પ્રમાણિકતા વાળી વાત મનમાં કેમેય કરી બેસતી નથી!

કોંગ્રેસ એ અન્ય બુધ્ધિજીવી (ગણાતા) લોકો/લેખકો વિશે વધુ વિચારીને નકારાત્મકતાથી દિમાગ ખરાબ કરવા નથી માંગતો પણ છતાંયે એક સવાલ તો થાય જ કે સાલ્લુ આટલા લાંબા કાળ સુધી મતદારો મોદીના મેજિકમાંથી કેમ બહાર આવતા નહી હોય ? આપણને  રાજકિય વિશ્લેષણ કરતા તો ન આવડે પણ (મનધડંત રીતે વિચારતા ય)  છુટક-પુટક વિચાર આવે  કે –

* મોદી ના મેજિકથી અંજાયજનાર આપણા જેવા સામાન્ય માણસો એ સુપેરે સમજે છે કે જે આવ્યુ છે તે જશે અને ઉગ્યુ છે તે એક દિવસ આથમશે પણ સાથોસાથ એ પણ સમજીયે છીએ કે જે ઝળહળે છે એ આંખ બંધ કરવાથી બુઝાય નહી જાય હા આપણે જરૂર એ પ્રકાશથી વંચિત રહી શકીયે.

* વધુ એક વાત કે આપણા જેવા કૉમનમેન કોઇ ન.મો. ની ભક્તિ નથી કરતા કેમકે કાઠિયવાડમા6 કહે છે એમ એ કંઇ આપણા ઘરમાં દાણા નાંખવા નથી આવતા.

* બીજુ એક અનુમાન છે કે પોતાના પક્ષન ઉમેદવારોને  માત્ર જીતાવી દેવાથી જ આ માણસ જ6પે એમ લાગતું નથી, અને ના તો ઉમેદવારોને જંપવા દેશે. આ માણસને ટેકનોલોજીનો લાભ લેતા એટલે કે એને વાપરતા સારી રીતે આવડે છે અને એનૌપયોગ કરીને નાની નગરપાલીકાન ઉમેદવારો પર પણ વૉચ રાખશે અને કદાચ એ લોકોને આડા ફાટવા નહી દે – આ બધા અનુમાન અને અપેક્ષા કેટલી હદ સુધી સાચા પડશે  એ તો  આવનાર સમય જ કહેશે.

આ સિવાય આ વિજય-પરાજયને વધુ સારી રીતે સમજાવતો “અકિલા”નો આ તંત્રી લેખ વંચાવા જેવો ખરો.. ગઈ કાલથી  સોશ્યલ સાઇટસમાં આ હિટ છે. (Link Courtesy -Alpesh Bhalala )

સાથોસાથ ગુગલ પર એક ફોટો જોયો એ અને એને ફેસબુક પર મૂક્યા બાદ ફ્રેન્ડ સર્કલ તરફ્થી  જે કોમેન્ટસ આવી એમાંથી અમુક મને ગમતી કોમેન્ટસ  પણ શે’ર કરવાની ઇચ્છા દાબી શકતો નથી.

Rajni Agravat: આમ તો “બે’ન” ચૂપ રહેવા કહેતી હોય

અથવા

“મૈ ચુપ રહુંગી” પ્રકારનો સંદેશ આપતી હોય એવું લાગે

પણ …

“હમ બોલેગા તો બોલોગે કે બોલતા હૈ!” .. તો ભી બોલેગા!

Paresh Bheda: The right message at right time Rajnibhai..
ઇલેકશનનો સમય આવ્યો છે…. બે’ન આપણને આપણા મત-અધિકારનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરે છે.

Krunal Chavda: Irony is on the results day only NaMo can speak n all Cong men r hiding their faces…. Where is nautanki Rahul baba?

Chetan Bhatt: એવુ લાગે છે કે ગુજરાતની એક બેન ઈટાલી ના બેન ને કંઇક કહેતી હોય….

Rajni Agravat: ચેતન,
આપણા ગુજરાતીબે’ન પેલા અંગરેજી મડમ ને (મૌત કા સોદાગર – સંઘ/સીમી વિશે) મુંગા મરી રયો એમ પણ સંકેત આપતા હોય ને?

Chetan Bhatt સોહરાબુદ્દિનના ભૂતે કર્યુ કોંગ્રેસનું (અસલી/નકલી) એન્કાઉન્ટર… ભૂત માણસને મારે એવું તો સાંભળ્યુ/વાંચ્યુ હતું પણ આ તો ભૂતના વળગાડે તો પાર્ટીનું મરણ શરણ અને ક્રિયા કર્મ કરી નાંખ્યા!

Rajni Agravat: મતદારો એ ઉગતા કમળને પૂજ્યુ, ડૂબતા હાથને પકડ્યો નહીં

Kunjan Vyas: બાબલાનો બફાટ સોનિયાબેન ને સન્યાસ લેવડાવશે – કુંજન વ્યાસ

Rajni Agravat * CBI = Congressને હરાવી Bjpને તરાવી, Indian citizensને બતાવી સમજદારી

Chetan Bhatt * CBI = Congressની Bagadi(બગાડી) Ichchha (ઇચ્છા)

 

~ અમૃત બિંદુ ~

The Illiterate in the 21st century will not be those who can’t read or write

but

those who cant change to situations

<sMs>

4 ટિપ્પણીઓ

Filed under ગુજરાત_ગુજરાતી, સમાજ