Tag Archives: વાંચે ગુજરાત

ચોપડી અને ચોપડા


 • સમય ૨૦૦૮નો . શ્રી ચંદ્રકાન્ત બક્ષી સાહિત્ય મંડળ  નામક એક ગૃપ એ બક્ષી બાબુના દેહાંતને બે વરસ થયા, એ નિમિત્તે એ મંડળે એક ડીવીડી બનાવી અને એ ડીવીડી વિમોચન કાર્યક્રમની તડામાર તૈયારીના ભાગ રૂપે  પ્રતિષ્ઠીતો ને નિમંત્રી રહ્યા હતા. ભાઈ હરનેશ સોલંકીએ એક ‘પ્રતિષ્ઠિત’ ને નિમંત્રણ માટે વાત કરી તો એ ‘મહાનુભાવે’ જે કહ્યું એ સાંભળીને હરનેશભાઈને જે કળ ચડી હશે એ હજુ યે ઊતરી નહિ હોય. મહાનુભાવ ઉવાચ : “અચ્છા, બક્ષી સાહેબ પણ આવશે ને ?”
 • સમય જૂલાઈ ૨૦૧૧નો . હું ગાંધીધામથી ભુજ (ટ્રાવેલ્સમાં) જઈ  રહ્યો હતો. જય વસાવડા એ પ્રેમથી એમના બે પુસ્તક ગિફ્ટ કરેલ  ‘સાહિત્ય અને સિનેમા’  તેમજ ‘પ્રિત કિયે સુખ હોઈ માંથી   ‘સાહિત્ય અને સિનેમા’ વાંચી રહ્યો હતો. બાજુમાં બેઠેલી કન્યાનો સવાલ : “જય વસાવડા? સરસ. મારા પણ પ્રિય લેખક છે.” મારું ખુશ થવું સ્વાભાવિક છે. પણ ખુશી હંમેશા અલ્પ આયુ હોય છે. એણે ફરી ટમકું મૂક્યું : “જય વસાવડા કોઈ છાપામાં લખે છે કે નહિ?”
 • સમય ખબર  નથી પણ કદાચ નવેમ્બર જ હશે ધૈવત ત્રિવેદીને કોઈએ પૂછ્યું : “આ ર.પા. છે કોણ?”  (સવાલ બીજે પૂછાયો હતો પણ એના જવાબરૂપે DT એ FB પર દસ નોટસ સ્વરૂપે રમેશાયણ મૂકી એ દરેક ગુજરાતીએ (ચાહે પછી તે સાહિત્ય/કવિતામાં રસ ધરાવતા હોય કે નહિ ) વાંચવી એવો મારો આગ્રહ છે.
 • સમય ૦૭ ડીસેમ્બર ૨૦૧૧ નો. એક કંપનીમાં ગયો, મારા હાથમાં સફારીનો લેટેસ્ટ અંક  હતો. પછી જે થયું અને આ બ્લોગ પોસ્ટનું નિમિત્ત પ્રસંગ FB પર મૂક્યો હતો એ (કોમેન્ટ્સ સાથે)-
‎’ગુજરાતીઓને ચોપડીમાં નહીં પણ ચોપડામાં રસ (ઝરે) છે’ – એવું કહેવાય છે પણ મને તો આજે એનો (વધુ એક વખત) સાક્ષાત્કાર થયો =>

“વાહ! રજનીભાઈ તમને પણ વાંચનમાં રસ છે?, બતાવો તો કયું મેગેઝિન છે?”

હું હજુ ખુશી (વાંચો હરખ) થી મારા હાથમાંનું લેટેસ્ટ ‘સફારી’ આપવા જતો હતો ત્યાં ભાઈસાહેબ બોલ્યા “સફારી? આ પેલા RSS વાળાનું તો નથી ને? નહીતર નથી વાંચવું !”

લંબાયેલો હાથ પાછો લેતા મેં કહ્યું = “હા, RSS વાળાનું જ છે, તમે રહેવા દો” (તો કૃપા થશે)

^આ ભાઈસાહેબ ACCOUNTSના માણસ(?!?!?!?!?!?!?!) છે જે જાણ ખાતર .

  • Heena Parekh Hahaha.

   16 hours ago · Like
  • Harshad Italiya Safari last 5 yr thi bandh 6. 4 partner malta nathi lavajam bharva mate. :-/

   16 hours ago · Like ·  1
  • Kartik Mistry ‎@Harshad What’s big deal? It is investment. Go ahead.

   16 hours ago · Like ·  1
  • Envy Em Tamare yaar etlu ashwasan levu joie ke emne ‘RSS’ ni khabar che baki ava loko ghani vakhat patni ne puche ke aa chokra kona che ??? bahar kadh

   16 hours ago · Like ·  3
  • Harshad Italiya Yes kartikbhai next month thi avanu 6.

   16 hours ago · Like
  • Kartik Mistry I even don’t subscribe and directly get it from newspaper vendor. Safari’s postal department is mess and I don’t like to read it late 😀 (loyal Safari reader since issue #9).

   16 hours ago · Like ·  2
  • Rajni Agravat ‎Envy Em
   (માત્ર)મનમાં તો એવી ગાળો આપી કે કિન્નરભાઈની દેવ સા’બ આર્ટીકલ યાદ આવી જાયHarshad Italiya
   દોસ્ત Kartik Mistryની વાત (અને સલાહ) સાચી છે . હું ય સ્ટોલ પરથી જ ખરીદુ છું.

   16 hours ago · Like ·  3
  • Envy Em harshad, mari pase line lagti lavajam bharva vala ni..skim ma

   16 hours ago · Like ·  1
  • Ujval Adhvaryu HA HA HA RSS.

   16 hours ago · Like
  • Chetan Bhatt It is sign of intellect (as they believe) to criticise RSS and Hinduism. Baaki sab bakwas….

   16 hours ago · Unlike ·  2
  • Ujval Adhvaryu આજના સમયમા પણ એવા મુર્ખાઓ છે જે આરએસએસના હજીય ખાખી ચડ્ડિ અને કાળી ટોપી ધારી કુશ્તિબાજ જ સમજે છે .

   16 hours ago · Like ·  1
  • Varma Sanket હા હા હા. હું પણ બધાં મેગેઝીન સ્ટોલ ઉપરથી જ ખરીદું છું. ઘણીવાર હું મેગેઝીન લઈને બાઈક પર આવતો હોઉં ત્યારે એ બાઈકના હેન્ડલ આગળ મેં ખોસેલા હોય. પછી મારે રસ્તામાં ક્યાંક ઉભા રહેવાનું થાય-કૈક કામ હોય તો ય હું એને ત્યાં જ રહેવા દઉં છું. કારણકે મને ખબર છે કે એણે કોઈ ચોરી જવાનું નથી. હા હા હા

   16 hours ago · Unlike ·  4
  • Jayram Mehta વાંચવા માટે પૈસા ના હોય અને….વાંચનભૂખ સંતોષવા માટે મેગેઝીન્સ-બુક્સની ” ચોરીઓ ” થવા માંડે….એવો દિવસ ક્યારે આવશે ? સંકેત….તમે સાચા છો, બાઈકના હેન્ડલ પરથી મેગેઝીન્સ ‘સાથે લઈને’ જયારે તમે જવા માંડશો એ દિવસથી ” વાંચે ગુજરાત ” ખરા અર્થમાં સાર્થક થયું ગણાશે….

   15 hours ago · Unlike ·  4
  • Harshad Italiya Envybhai have lavajam bharo to jaan karjo.

   15 hours ago · Like
  • Vivek Rabara ચાલુ ટ્રેને ચડી જવાની આ બધાની હે’બિટ'(બીટ પણ બૌ વધારે) હોય છે.

   14 hours ago · Like
  • Praful Kamdar માનું છું કે એ ભાઈ ફેસબૂક પર ન હોય……ને ફેસબૂક પર જેટલાં આપણાં મિત્રો છે તેમાંના કેટલાં ‘ સફારી ‘ વાંચે છે ? ઠીક છે, આ કારણે ઘણાંને ખબર પડશે કે ‘સફારી ‘ જેવું કોઈ મેગેઝીન છે અને રજની ભાઇ પણ વાંચે છે…બે ચાર પાંચ મેગેઝીનનો ઉપાડ થઈ જાય તો કંઈ કે’વાય નહીં……આભાર.

   13 hours ago · Like ·  1
  • Raj Prajapati તે બિચારા ભાઇ હતા ને એટલે હાથ પાછો ખેચી લીધો છે. જો…… હોત તો ચાલુ ટ્રેનમાં ચડીને મેગેઝીનના અંદરના પાને મોબાઇલ નંબર લખીને સામેથી આપવા ગયા હોત….

   13 hours ago · Unlike ·  1
  • Parth Joshi

   Ha ha safari ne rss ne su leva deva ?
   safari hun dar vakhate rokade j kharidu chu su che ke 3ji 4thi ae aavi jay ne .
   baki me aekad var amuk magazine chorelu che doctor na waiting room ma request kari vanchava lai java do anhi time nathi hu…See More
   11 hours ago · Unlike ·  1
  • Parth Joshi jyan jaiye tyan scn kari leva nu

   11 hours ago · Like
  • Envy Em Praful Kamdar, Safari gujarat mate 24 carat no diamond che. Ketla loko vanche che e to 2 divas pachi stall par koi leva jay to y khabar padi jay..madvu muskel hoy che.
   Baki, Rajnibhai e je kisso lakhyo e to sanatan satya che Gujarat mate. Paisa sivay kasha ma ras nathi samany loko ne.

   7 hours ago · Unlike ·  1
   • Harnesh Solanki હવે તો ચોપડા ( પ્રેમ), રાવલ ( પરેશ ), કુમાર ( અક્ષય) વિ.ને ગુજરાત અને ગુજરાતીમાં વધારે રસ જાગ્‍યો હોય તેવું લાગે છે……..

    ~ અમૃતબિંદુ ~

    હે પ્રભુ! મને ગમે તેવા દુઃખ/વિપત્તિ આપજે પણ કદી કોઈ અરસિકને કવિતા સંભળાવવી પડે એવો અવસર ન આપજે

    ^આવું કંઈક સંસ્કૃત સુભાષિત છે (કોઈ સાચુ અને પૂરું યાદ અપાવજો  એટલે અહીં સુધારી શકું )

7 ટિપ્પણીઓ

Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, ગુજરાત_ગુજરાતી, વૃતિ - પ્રવૃતિ, સંવેદના, સમાજ, સાહિત્ય, Baxi Babu - Chandrakant Baxi

ગ્રંથોત્સવ


બક્ષી સાહેબે “બક્ષીનામા”નાં બીજા ભાગનાં અગિયારમાં પ્રકરણમાં લખ્યું છે –

હું ફુંકાઈને પસાર થઈ જઉં પછી, જ્યોર્જ બર્નાડ શૉએ એમના વિલમાં લખ્યું છે એમ, હું જેટલો જલદી ભુલાઈ જઉં એટલું સારું (સુનર ફરગોટન, ધ બેટર). સાહિત્યમાં નામ મહત્વનું નથી, શબ્દ મહત્વનો છે. શબ્દમાં અન્દરુની તાકાત હશે તો જીવશે. અને જીવે કે ન જીવે, કોઇ જ ફર્ક પડતો નથી. નામ માત્ર એક નિમિત્ત છે.

-x-x-x-x-x-

સામાન્યરીતે સરકારી કામકાજમાં પરફેકશનનો આગ્રહ તો ઠીક અપેક્ષા ય રાખે એની માનસીક સંતુલતા અંગે કોઇપણના મનમાં શંકા પેદા થાય એ સ્વાભાવિક છે એટલે મને આ પોસ્ટ લખવા માટે હિચકિચાટ થતો હતો પણ પછી થયું આપણું (એટલે કે મારૂં જ સમજશે  એ વિશે હું સુનિશ્ચિંત છું!) ક્યાં ઠેકાણે છે? એ વાતને ન્યાય આપવા લખી જ નાંખુ એવું મન બનાવી લીધું

તો વાત જાણે એમ બની કે શ્રી ચંદ્રકાન્ત બક્ષી સાહિત્ય વર્તુળનાં કન્વિનર અને પરમ મિત્ર એવા શ્રી હરનેશ સોલંકીએ ફોન પર ઉકળાટ ઠાલવ્યો કે યાર, ‘ગુજરાત માહિતી ખાતા’ તરફથી “ગ્રંથોત્સવ” નામક એક પુસ્તિકામા‍ બક્ષી સાહેબનો નામોલ્લેખ જ નથી! મેં એ પુસ્તિકાની અહીં ભાળ કાઢી પણ મેળ ન પડયો એટલે હરનેશભાઈએ મોકલી તો ખબર પડી કે

* કુલ્લે ૯૬ (ચોપાનીયા જેવા)પાનામાં ૯૨ સાહિત્ય કૃતિનો બારાક્ષરી પ્રમાણે ક્રમાંક આપી પરિચય આપ્યો છે, જેમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો ‘સંદેશ’ છે તેમજ માહિતી કમિશનરે પણ સ્વહસ્તાક્ષરથી શુભકામનાઓ આપી છે.

* કિંમત નથી લખી એટલે અ(વ)મૂલ્ય હશે એવું માનીયે અને એ જ સારૂં છે કેમકે પ્રિન્ટીંગ ક્વોલીટી અને કન્ટેન્ટમાં  કંઇ દમ નથી.

* અનુક્રમણિકા જેવી કોઇ “વસ્તુ” હોય એ પણ કદાચ સંપાદકશ્રી ને ધ્યાન બહાર રહ્યું છે!

* ચંદ્રેશ મકવાણા એ (કોણ?) લેખક-સંપાદકનો બેવડો “રોલ” ભજવ્યો છે અને ‘પ્રસ્તાવના’માં પોતાના વિશે “ઉદાર” મને લખ્યું છે: “ પુષ્પોના જાણકાર (?!) એવા એક માળીને ઉત્તમ પુષ્પો પસંદ કરવાનું કાર્ય સોંપાયું.

પોસ્ટની શરૂઆતમાં બક્ષી સાહેબનું અવતરણ આપેલ એ જાણે બક્ષી સાહેબની અપેક્ષા હશે એમ ધારીને  ક્યાંય એમના  એક પણ પુસ્તકને યાદીમાંસમાવ્યુ  નથી! સાથે સાથે બક્ષી સાહેબની ધારી લીધેલ  “અપેક્ષા” સાથે સાથે અન્ય કેટલાનો ભોગ લેવાયો એવા થોડા નામ યાદ આવે છે એ લખું છું  આ યાદી હજું આપ પણ લંબાવી શકો… હરકિસન મહેતા, અશ્વિની ભટ્ટ, ગુણવંત શાહ, ધૃવ ભટ્ટ, જયંત ખત્રી, વિનેશ અંતાણી, રજની કુમાર પંડ્યા, દિલીપ રાણપુરા, દિનકર જોષી, કાજલ ઓઝા વૈદ્ય, મધુ રાય, સૌરભ શાહ, વિનોદ ભટ્ટ, ફાધર વાલેસ, તારક મહેતા,  …..

* સમજી શકાય કે એક જ બુકમાં એક સાથે બધાને સમાવવા મુશ્કેલ છે પણ વાંધો એટલા માટે આવે કે કેટલાયે લેખકોની એક થી વધુ એટલે કે બબ્બે, ત્રણ-ત્રણ અરે ચચ્ચાર કૃતિ સમાવી છે (નીચે આખું લિસ્ટ આપું છું એમાંથી કહેજો કે કેટલા લેખકો છે જેનાથી આપ અજાણ છો?) અને હદ તો ત્યાં થઈ કે “વસંતવિલાસ ફાગુ” નામની કૃતિ કે જેના કૃતિકારનું નામ પણ ખબર નથી એને લેવાનો ય ચસડકો રોકી ન શક્યા! એ નામમાં લખ્યું છે “અજ્ઞાત કવિ” અને એના વિશે સંપાદકશ્રી લખે છે- આ કૃતિમાં તો અંતે સંભોગ શૃંગાર રજૂ થયો છે તેથી જીવનના રસના ભોગી કોઇ યુવાન, શૃંગારિક જૈનેતર કવિ આ કૃતિનો કર્તા હશે એમ માનવામાં આવે છે.

* એવું પણ નથી કે બધી કૃતિ અને બધા કૃતિકારને “સાઇડ” કર્યા છે… લિસ્ટ પર નજર નાંખશો એટલે ખ્યાલ આવશે કે એમ તો ઘણા ઉત્તમ સર્જકોને પણ (કદાચ ભૂલથી) સ્થાન આપ્યું છે.

પાના નં અનુ. નં સર્જક
૦૫ ૦૧ અખો
૦૬ ૦૨ નારાયણ દેસાઈ
૦૭ 03 નગીનદાસ પારેખ
૦૮ ૦૪ જયોતીન્દ્ર દવે / ધનસુખલાલ મહેતા
૦૯ & ૨૨ ૦૫ & ૧૮ ચં.ચી. મહેતા
૧૦ ૦૬ આનંદશંકર ધૃવ
૧૧ & ૩૧ & ૯૧ ૦૭ & ૨૭ & ૮૭ ‘દર્શક’
૧૨ ૦૮ રમણલાલ સોની
૧૩ & ૩૦ & ૭૨ & ૯૪ ૦૯ & ૨૬ & ૬૮ & ૯૦ કાકા સાહેબ
૧૪ ૧૦ નંદશંકર મહેતા
૧૫ ૧૧ કલાપી
૧૬ & ૪૭ ૧૨ & ૪૩ ન્હાનાલાલ દ. ત્રવાડી
૧૭ & ૨૬ & ૪૯ & ૫૮ ૧૩ & ૨૨ & ૪૫ & ૫૪ ક.મા.મુનશી
૧૮ ૧૪ પદ્મનાભ
૧૯ ૧૫ નરસિ‍હરાવ દિવેટીયા
૨૦ ૧૬ સ્વામી આન‍દ
૨૧ ૧૭ પ્રેમાન‍દ
૨૩ ૧૯ દયારામ
૨૪ ૨૦ ’સ્નેહરશ્મિ’
૨૫ ૨૧ ર.વ.દેસાઈ
૨૭ ૨૩ સુરેશ જોશી
૨૮ ૨૪ નિર‍જન ભગત
૨૯ ૨૫ ઇશ્વર પેટલીકર
૩૨ ૨૮ ’ધુમકેતુ’
૩૩ ૨૯ જયશંકર ભોજક
૩૪ ૩૦ ગુણવંતરાય આચાર્ય
૩૫ ૩૧ પંડિત સુખલાલ
૩૬ & ૬૮ ૩૨ & ૬૪ દલપતરામ
૩૭ & ૮૩ ૩૩ & ૭૯ ગાંધીજી
૩૮ ૩૪ સરદેશર ખબરદાર
૩૯ ૩૫ ગિજુભાઈ બધેકા
૪૦ & ૫૬ ૩૬ & ૫૨ રા.વિ. પાઠક ‘દ્વિરેફ’
૪૧ ૩૭ ચંદ્રવદન મહેતા
૪૨ ૩૮ જયંતિ દલાલ
૪૩ ૩૯ રાજેન્દ્ર શાહ
૪૪ & ૬૭ ૪૦ & ૬૩ ’નર્મદ’
૪૫ ૪૧ ભાલણ – પ્રેમાનંદ
૪૬ & ૮૨ ૪૨ & ૭૮ ઉમાશંકર જોશી
૪૮ ૪૪ બાલમુકુન્દ દવે
૫૦ ૪૬ સુ‍ન્દરમ
૫૧ ૪૭ કાન્ત
૫૨&૫૩&૯૬ ૪૮&૪૯&૯૨ બંસીધર શુક્લ
૫૪ ૫૦ ગુલાબદાસ બ્રોકર
૫૫ ૫૧ મણિલાલા નભુભાઈ દ્વિવેદી
૫૭ ૫૩ ચંદુલાલ પટેલ
૫૯ ૫૫ નવલરામ પંડ્યા
૬૦ ૫૬ બ.ક.ઠા.
૬૧ & ૭૪ ૫૭ & ૭૦ રમણભાઈ નીલકંઠ
૬૨ ૫૮ ગુજરાત ગ્રંથનિર્માણ મંડળ
૬૩ ૫૯ મહાદેવભાઈ દેસાઈ
૬૪ ૬૦ મૂળશંકર ભટ્ટ
૬૫ & ૬૬ ૬૧ & ૬૨ પન્નાલાલ પટેલ
૬૯ ૬૫ જીવરામ જોશી
૭૦ ૬૬ યશવંત મહેતા
૭૧ & ૭૩ & ૯૨ ૬૭ & ૬૮ & ૮૮ ઝવેરચંદ મેઘાણી
૭૫ ૭૧ બોટાદકર
૭૬ ૭૨ રણછોડભાઈ દવે
૭૭ ૭૩ ચુનીલાલ મડિયા
૭૮ ૭૪ પ્રિયકાન્ત મણિયાર
૭૯ ૭૫ ભગવાન સહજાન‍દ
૮૦ ૭૬ કૃષ્ણલાલ શ્રીધરાણી
૮૧ ૭૭ અજ્ઞાત કવિ
૮૪ ૮૦ મહર્ષિ દયાનંદ સરસ્વતી
૮૫ ૮૧ કિશોરલાલ મશરૂવાળા
૮૬ ૮૨ ગોવર્ધનરામ ત્રિપાઠી
૮૭ ૮૩ હેમચંદ્રાચાર્ય
૮૮ ૮૪ શામળ
૮૯ ૮૫ નરસિંહ મહેતા
૯૦ ૮૬ પ્રેમાનંદ
૯૩ ૮૯ હરિન્દ્ર દવે
૯૫ ૯૧ રતનજી શેઠના

~ અમૃત બિંદુ ~

જે માણસનું નામ છે કે નહીં એ યાદ આવવાનું ભૂલાઈ ગયું એવા માહિતી કમિશનર શ્રી ભાગ્યેશ જહા એ “મીસીંગ બક્ષી” માં લેખ લખ્યો છે જેનું શિર્ષક છે: “એ માણસનું નામ છે, બક્ષી” !

7 ટિપ્પણીઓ

Filed under ગુજરાત_ગુજરાતી, વૃતિ - પ્રવૃતિ, સમાજ, સાહિત્ય, Baxi Babu - Chandrakant Baxi

વાંચે ગુજરાત અંગે મોદીની વાતો….


નરેન્દ્ર મોદીના આલોચકોને કદાચ આ પોસ્ટથી  મોદી ભક્તિ કરી રહ્યો છું એમ કહેવાનો મોકો મળશે પણ યુ-ટ્યુબ પરની આ છ એ છ ક્લિપ જોયા-સાંભળ્યા બાદ આ પોસ્ટ બનાવવાની લાલચ રોકી શકતો નથી.  જેમ પુસ્તક પરિચય માટે અમુક અવતરણો મૂકીએ એમ જેઓને આ ક્લિપ્સ વિશે ખબર નહી હોય એમના માટે જે તે ક્લિપમાંથી એકાદ બે અવતરણો પણ મૂકું છું ….

પહેલી ક્લિપની શરૂઆત જ હ્યુમરથી કરી છે – “પહેલી એપ્રિલે કોઇ  કાર્યક્ર્મ કરવો એટલે થોડું જોખમનું કામ છે પણ મને જોખમ સાથે ફાવે છે ! “

બીજી ક્લિપમાં વાંચન/પુસ્તક વિશે વાત કરતા કહ્યું છે – “વાંચનમાં એ તાકાત હોય છે કે એ તમને વિચારવા માટે મજબુર કરે કરે અને કરે જ.”

આ ત્રીજી ક્લિપમાં પોતાના ઇઝરાયલ પ્રવાસ અંગે વાત કરતા કહ્યું છે – “ઇઝરાયલમાં ફૂલ તોડતો માણસ જોવા નહી મળે… આપણે ત્યાં સમારંભોમાં બુકેની બદલે બુક કેમ નહીં? ….જેને જે વાંચવું હોય તે છુટ આપો, વાંચવામાં ભેદ ન રાખો…. ”

ચોથી ક્લિપમાં હમણાં જ યોજાઈ ગયેલ કચ્છમાં રણ શિબીરમાંથી પરત આવતા એમના ડ્રાયવરે ભુજમાં (જે હિના પારેખની પોસ્ટમાં છે એ જગ્યાએથી)  ડિસ્કાઉન્ટમાં પુસ્તકો લેવાની ઇચ્છા દર્શાવી એ વાત કરી અને સાથે કહ્યું છે – “ગમે તે પુસ્તકો વહેંચો.. તમે અગર મોદી વિરુધ્ધમાં તમારા લેખો લખતા હો તો એની પુસ્તિકા બનાવો તો યે છુટ છે, આજનો બાળક/યુવાન પોતે સાચું/ખોટું તારવી લેશે… “


પાંચમી ક્લિપમાં દેશનાં શહિદોને યાદ કરતા કહ્યું – “એક સમય હતો જ્યારે દેશ માટે મરવાનું હતું પણ આજે સમય છે દેશ માટે જીવવાનો…. દેશ માટે એક વરસમાં સો કલાક કાઢો… વિચારો કે અગર હું ભણી-લખીને મોટો થયો છું તો એના માટે કોઇક ગરીબે શિક્ષકે હાથ પકડીને એકડો શીખવાડ્યો હશે.”

છઠ્ઠી અને આખરી ક્લિપમાં કહ્યું – “ઘરમાં દરેકે દરેક વ્યક્તિ પુસ્તક વાંચે,  બપોરે શું જમ્યા એ ચર્ચા કરવાની સાથે આજે  કોણે શું વાંચ્યુ એ ચર્ચા કરીએ. “

[અપડેટ – 06-04-2010:19-30]

અમૃત બિંદુ ~

સ્વર્ણીમ ગુજરાતમાં મારો સૌથી પ્રિય કાર્યક્રમ “વાંચે ગુજરાત” …ગુજરાતીમાં ત્રણ શબ્દો છે એ કદાચ બીજી કોઇ ભાષામાં નથી એ છે ભણતર, ઘડતર અને ગણતર ! = નરેન્દ્ર મોદી.

વધુ માહિતિ માટે લોગ ઓન કરો – http://www.vanchegujarat.in/guj/Default.aspx

15 ટિપ્પણીઓ

Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, ગુજરાત_ગુજરાતી, વૃતિ - પ્રવૃતિ, સાહિત્ય