Tag Archives: વાંચન

ગાંધીધામમાં પુસ્તક મેળો


“આપણી ઈંગ્લીશ ઘેલી માનસિકતાને લીધે ગુજરાતી ભાષા મરવા પડી છે.”

“અત્યારની પેઢી મોબાઈલમાં જ ગૂંચવાયેલી અને ઓતપ્રોત રહે છે.”

“ગાંધીધામમાં બસ લોકોને રૂપિયામાં કમાવામાં જ રસ છે.”

“બાળકોને બસ મોબાઈલ ગેમ્સ અને ટીવીમાં જ રસ છે.”

“વાંચવું છે એ લોકો પાસે પણ ટાઈમ જ ક્યાં?”

“લોકોને વાંચવામાં રસ જ નથી.”

“ચાળીસ-પચાસ ઉંમરની આસપાસ કે ઉપર વાળા મુનશી-મેઘાણી-બક્ષી-અશ્વિની ભટ્ટ-હરકિસન મેહતા-ગુણવંત આચાર્ય-નગીનદાસ સંઘવી-ગુણવંત શાહ-કાંતિ ભટ્ટ-તારક મેહતા-વિનોદ ભટ્ટને જ ઓળખે છે અને સાચવી બેઠા છે.”

“ચાળીસ-પચાસ ઉંમરની નીચે વાળો વર્ગ ધ્રુવ ભટ્ટ,  કાજલ ઓઝા, જય વસાવડા, ડૉ. શરદ ઠાકર, ધૈવત ત્રિવેદી, ઉર્વિશ કોઠારી, શિશિર રામાવત, કિન્નર આચાર્ય, અશોક દવે, સાંઈ રામ જેવાને જ ઓળખે છે.”

^ ઘણા લોકોની સાથે અમારી પણ આ અને આવી બીજી કેટલીયે માન્યતાઓ  હતી.

પણ રવિવાર,  તારીખ ૨૩ ડીસેમ્બર ૨૦૧૮ના રોજ અમુક  સ્થાનિક લેખકો અને કવિયત્રીનાં હસ્તે જ્યોત પ્રગટાવી ‘પુસ્તક મેળો’ ખુલ્લો મુકાયો ત્યારે અમને એવો અંદાજ હતો કે રવિવાર હોવાથી લોકો આરામથી ૧૧ – ૧૨ પછી  આવવાનું શરુ કરશે. પરંતુ અમારી એ કે એ સિવાય ઉપર દર્શાવેલી બધી ધારણાઓનો ભુક્કો બોલાવતી ભીડ થઇ અને સાડા નવ આસપાસ દીપ પ્રાગટ્ય વખતે જ લોકો આવી ગયાહતા. અને ત્રણ-ચાર કલાકમાં તો ચપાચપ ૭૦% આસપાસ પુસ્તકો ઉપડી ગયા! ઉત્સાહ અને ખુશીથી અમે સૌ અભિભૂત થઇ ગયા અને ‘અનબિલીવેબલ’ , ‘અનએકસપેકટેડ’ જેવા અંગ્રેજી શબ્દોએ દિમાગમાં પક્કડ જમાવી. એમ લાગ્યું કે છ વાગ્યા સુધીનો સમય રાખ્યો એ પહેલા જ વાવટા વિટાઈ જશે. તેમજ ત્રણ-ચાર પછી જેઓ આવશે એમને શું જવાબ આપીશું અને એમને એમ લાગશે કે પુસ્તકો જ નહોતા! એટલે અમુક મિત્રો કે જેઓ ૧૫-૨૫-૫૦ થી વધુ પુસ્તકોની ખરીદી કરી હતી, એમને વિનંતી કરીકે  એક કામ કરો, તમે લીધેલ આ પુસ્તકોનો ફોટો પાડી WA કરી દો. તમને આ પુસ્તકો અત્યારે નહિ પણ બે-પાંચ દિવસમાં ફરી સહજાનંદમાં જઈને લઈને આપીશું. અને એ મિત્રો ખુશી ખુશી સહકાર આપ્યો. તો બીજા લોકો પણ ‘બુકિંગ’ કરાવવા લાગ્યા!

આમ પુસ્તક મેળાનું સરવૈયું કાઢીએ તો અમે સાડા ત્રણ લાખ ઉપરાંતની વેચાણકિંમતના જે ડિસ્કાઉન્ટ બાદ લગભગ પોણા બે લાખની કિંમતના  બે હજારથી વધુ પુસ્તકો લઇ આવ્યા હતા એમાંથી એક સો આસપાસ જ વધ્યા અને જે બુકિંગ થયું એની એન્ટ્રી હજુ ચાલુ છે પણ ત્રણસોની ઉપરનો આંકડો તો અત્યારે જ થઇ ગયો છે.

                                           -x-x-x-x-x-

ભારત વિકાસ પરિષદ દ્વારા એવો નિર્ણય લેવાયો કે જે કાંય આર્થિક રોકાણ અને ખર્ચ થાય એ કરીને ગાંધીધામમાં એક પુસ્તક મેળાનું આયોજન કરીએ. અને એમાં મેનેજમેન્ટ તેમજ પ્રચાર-પ્રસાર વગેરે માટે આ પ્રકારનો અનુભવ અને ઉત્સાહ ધરાવનાર ‘પુસ્તક પરબ’ નો સાથ મળ્યો. તો સાથે સાથે ભુજ ખાતે સુપ્રસિદ્ધ સહજાનંદ રૂરલ ડેવલોપમેન્ટ તરફથી પણ ઉત્સાહ વર્ધક વાત આવી કે જેટલા પુસ્તક જોઈએ એટલા લઇ જાઓ. બધાનું પેમેન્ટ કરવું પણ જરૂરી નથી અને સામાન્યતઃ રવિવારે રજા હોવા છતાં માત્ર આ કાર્ય માટે રવિવારે પણ ખોલીશું. તો સાથે સાથે હોટેલ કંડલા ઇન્ટરનેશનલ જેવી કોમર્શીયલ પેઢી હોવા છતાં એમણે પુસ્તક મેળાના દિવસે હોલ તેમજ એ અગાઉ મીટીંગ તેમજ પુસ્તકો રાખવા માટે સ્ટોરેજની વ્યવસ્થા અને ચાય-પાણીની વ્યવસ્થા માટે પણ એક પણ પૈસો ન લીધો!

બસ, પછી તો આમ એકાદ મહિનો અને છેલ્લા દસ-બાર દિવસથી તો બધા લોકો પોતપોતાની રીતે યોગદાન આપતા રહ્યા અને એકબીજાના ઉત્સાહથી ઉત્સાહ બેવડાતો રહ્યો.

Book Fair in Gandhidham

‘પુસ્તક પૂરબ’ બાબતે વાત કરીએ તો ગાંધીધામમાં ડીસેમ્બર 2014ની સાલથી દર મહિનાના પહેલા રવિવારે ગોપાલપુરીનાં મેઈન ગેટ પાસે સવારે સાત થી નવ વચ્ચે ‘પુસ્તક પરબ’ યોજાય છે. ત્યાં રહેલ પુસ્તકોમાંથી કોઇપણ વ્યક્તિ પુસ્તકો લઇ જઈ શકે છે. વાંચીને આપી જાય એવો પણ કોઈ આગ્રહ નહિ. અને એ પણ નિ:શુલ્ક!  આ ચાર વર્ષ દરમ્યાન પુસ્તક પરબના પચાસ મણકા  યોજાઈ ગયા છે. એમાં ૨૧૦૦૦ જેટલા પુસ્તકોનું આદાનપ્રદાન થયું છે. આ ‘પુસ્તક પરબ’માં પુસ્તકો ક્યાંથી આવે? તો લોકો અલગ અલગ પ્રસંગ જેમ કે  જન્મ દિવસ, પૂણ્યતિથી, એનીવર્સરી કે અન્ય કોઈ ઇવેન્ટ નિમિત્તે પુસ્તક પરબને પુસ્તકો આપે છે એનાથી આ આયોજન થાય છે. લોકોને આગ્રહ છે કે આપણે કે આપણા સર્કલમાં આવી કોઈ ઇવેન્ટ હોય તો શક્ય હોય તો પુસ્તક પરબમાં પુસ્તકો આપીએ, જેથી વધુમાં વધુ લોકો સુધી એ પહોંચી શકે. એના માટે 99984 67291 પર સંપર્ક કરી શકો છો.

~ અમૃતબિંદુ ~

આ બ્લોગમાં એક વસ્તુની નોંધ કરજો કે અહીં કોઈનો  નામજોગ ઉલ્લેખ કર્યો નથી. પછી ભલે તે પ્રમુખ હોય, સેક્રેટરી હોય, લેખક હોય કે પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય કે અન્ય કોઈ હોય. કેમ કે આવા આયોજનો આવા  બધા ભારને નીચે મુકીને સહિયારી રીતે જ થતા હોય છે.

4 ટિપ્પણીઓ

Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, ગુજરાત_ગુજરાતી, વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, વૃતિ - પ્રવૃતિ, સમાજ, સાહિત્ય, Baxi Babu - Chandrakant Baxi

‘સિંહપુરુષ:વીર સાવરકર’


આવતી કાલે એટલે કે ’૨૮ મે’ વીર સાવરકરજી(28-05-1883_26-02-1966)ની જન્મજયંતિ.

થોડા મહિનાઓ પહેલા ‘ધૂમખરીદી’ વાળા મિત્ર ધર્મેશ વ્યાસે એકાદ પુસ્તકનો રીવ્યૂ (અને એ પણ વિડીઓમાં) આપવાનું કહ્યું, આળસ અને આ અગાઉ ક્યારેય આવી રીતે (એકલા પણ) જાહેરમાં બોલવાનો મહાવરો ન હોવાથી ટાળતો હતો પરંતુ ધમભા એ સંનિષ્ઠ પ્રયાસો કરીને આખરે કામ કઢાવ્યું, આખરે મેં ‘વિડીયો_રીવ્યૂ’ આપી દીધો પણ એની સાઈઝ 300+mb હતી.. ધમભાને કહ્યું હતું કે કમ્પ્રેસ કરીને પછી મૂકજો…. મને કાલે યાદ આવ્યું કે  ‘પુસ્તક-એ-ખાસ’માં ધમભા મુકવાના છે એ જો  આવતીકાલે સાવરકરજીની જન્મજયંતિ પર  મુકીએ તો વધુ યોગ્ય ગણાય અને એમની સાથે વાત થઇ તો તેઓએ એક દિવસ એડવાન્સમાં જ મૂકી દીધો અને એટલે હું પણ આજે જ આ બ્લોગ પોસ્ટ લખવા બેસી ગયો!

યુ ટ્યુબની લીંક  – https://www.youtube.com/watch?v=_CdgcVLKvKU

તેમજ ઘેર બેઠા એ પુસ્તક ‘સિંહપુરુષ’ મંગાવવા માટેની લીંક  –

http://www.dhoomkharidi.com/sinhpurush-veer-savarkar-ni-jindagi-par-aadharit-navalkatha

કોઈએ યુ ટ્યુબપર ન જવું હોય તો એ રીવ્યુની (ધમભા આપે પછી) WA ક્લિપ પણ મળી શકશે, જેના માટે મને +91 98252 25888 પર મેસેજ કરી શકો છો.

-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-

હવે જે વાત વિડીયોમાં કહી એ અને એના ઉપરાંત પણ થોડી ઘણી બીજી વાતો જે ત્રુટક ત્રુટક લખાઈ છે અને  બધું  સરખી રીતે સંપાદન-સંકલન થાય એવું લાગતું નથી એટલે કદાચ ખાસ જામે નહિ એવું બની શકે –

ઘણા સમય પહેલા વીર સાવરકર  લિખિત ‘૧૮૫૭ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ’ વાંચી હતી, ત્યારબાદ એક  (એફ્બી) ફ્રેન્ડ એ વીર સાવરકરની (ગોપાળરાવ ભાગવત દ્વારા અનુવાદિત)  ‘મારી જન્મટીપ’ વિશે પોસ્ટ મૂકી અને એમાં એમનું કહેવું હતું: “આથી કરૂણ પુસ્તક મેં હજુ સુધી વાંચ્યું નથી !” એટલે એકાદ વરસ પહેલા એમણે  પોતે લખેલી આત્મકથા ‘મારી જનમટીપ’ વાંચી, જેનાથી રૂંવાડા ઊભા થઇ જાય એવી એવી એમના પર વિપત્તિ પડેલ એ વાંચ્યું…. અને વાંચન દરમ્યાન હ્રદય દ્રવી ઉઠ્યું, સાથે સાથે ગ્લાની અને અપરાધભાવ થઇ ગયો કે સ્વાતંત્ર્ય ખાતર આવા આવા સંઘર્ષ વિશે આટલા વરસો બાદ હું વાંચું છું? !

અને ત્યારબાદ તરત વાંચી આ બૂક = ડૉ. શરદ ઠાકર લિખિત ‘સિંહપુરુષ’.

‘મારી જનમટીપ’માં તો સાવરકરજી એ એમના જીવન દરમ્યાનની વાત કરી છે પરંતુ આ ડૉ. શરદ ઠાકર લિખિત ‘સિંહપુરુષ’ માં તો એમના અવસાન બાદ પણ કેવા કેવા રાજકારણ રમાય છે એના પર લખ્યું છે અને એ રાજકારણ પરથી તો ડૉ. શરદ ઠાકરને આ ‘સિંહપુરુષ’ લખવાની પ્રેરણા મળી એના કરતા લખવાની ફરજ પડી એમ કહી શકાય.

‘મારી જન્મટીપ’માં દાયકાઓ પહેલાની ભાષા અને ઉપરથી અનુવાદ હોવાથી ‘સિંહપુરુષ’ વાંચવા માટે મન દ્રઢ થયું. અને જ્યારે ‘સિંહપુરુષ’ની પ્રસ્તાવના વાંચી ત્યારે થયું કે કોઈપણ લેખકના કોઈપણ પુસ્તક વાંચ્યા પહેલા જ અભિપ્રાય બાંધી લેવો એ ન તો માત્ર મુર્ખામી છે બલ્કે એમનો દ્રોહ પણ ગણાય!

હવે જયારે ‘સિંહપુરુષ’ વંચાય ગઈ ત્યારે એવા તારણ પર પહોંચ્યો છું કે દરેક દરેક ભારતીય, આમ તો (ગુજરાતીમાં હોવાથી) ગુજરાતીઓએ આ ‘સિંહપુરુષ’નું વાંચન ફરજીયાત કરવું જોઈએ જેથી જેઓના મનમાં અન્ય લોકોએ સાવરકરજી અંગે ખોટી ધારણા બંધાવી છે એનો છેદ ઉડી જાય અને ખ્યાલ આવે કે આ માણસ કેટલો બહુમુખી પ્રતિભાશાળી હતો!

ફેસબુક હોય કે રૂબરૂમાં મને જ્યાં પણ આ પુસ્તક વિશે વાત કરવાની થઇ છે, હું એક વાત ખાસ કહું કે આ વાંચ્યા પછી કમ સે કમ થોડા દિવસો માટે તો માનસિક અસ્વસ્થતા આવી શકે એવી તૈયારી રાખજો. કેમ કે સાવરકરજીને તો ૧૯૪૭ પછી એટલે કે સ્વતંત્રતા બાદ પણ જાણે કાળાપાણીની સજા સમાપ્ત ન થઇ. અને તેઓને સતત  અવગણવામાં આવ્યા અને છેલ્લે છેલ્લે તો ગાંધીજીની હત્યા કેસમાં પણ ‘ફિટ’ કરી દેવાનો પૂરો કારસો રચવામાં આવ્યો, જેમાંથી તેઓ આ કેસ સાથે સંકળાયેલ નથી એ સાબિત તો થઇ ગયું પણ સ્વાભાવિકપણે ત્યારબાદ ઘણા જ વ્યથિત અને વિક્ષિપ્ત થઇ ગયા હશે ! મને લાગે છે કે તેઓએ ફ્રાંસના માર્સેલ્સના દરિયામાં જંપલાવ્યું અને કમનસીબે પકડાય ગયા  ત્યારે કે કાળકોટડીમાં એમના પર જે દમન ગુજારવામાં આવ્યું ત્યારે કે પછી પોતાના ભાઈઓ એ જ જગ્યાએ એટલે કે આંદામાનમાં છે એ ખબર પડી અને મિલન-મુલાકાત ન થઇ ત્યાં સુધી કે પછી એમના લાડકવાયાને ભગવાને છીનવી લીધો ત્યારે જે દુઃખ, જે દર્દ થયું હશે એનાથી વધુ ત્યારે થયું હશે કે એમની નિયત પર એમની દેશભક્તિ પર આવો કુઠારાઘાત?

આંદામાનમાં કાળાપાણીની તન-મન તોડી નાંખનાર સજા દરમ્યાન આત્મહત્યાના પણ વિચાર આવેલ પરંતુ તેઓ પર કુદરત અને આપણા તરફથી કહેર વરતાવવાનો હજી બાકી હશે કે આત્મહત્યાના વિચારને અમલમાં મૂકી શક્યા નહિ પણ ત્યાં ય શાંતિથી બેઠા ન રહ્યા કે ન તો રેંટીયો કાંતતા રહ્યાં. પણ     હિન્દુમાંથી મુસ્લિમ બનાવવાની ધર્માંતર પ્રવૃત્તિ અટકાવી, સાહિત્ય તો રચ્યું પણ એને ઉતારવા માટે જેલમાં કોઈ સાધન ન મળતા તેઓ જેલની દીવાલો પર ખીલ્લીથી લખતા અને કંઠસ્થ કરતા રહ્યાં, સાથોસાથ અન્ય લોકોને અક્ષરજ્ઞાન આપતા આપતા લોકોને જેલમાં વાંચતા કર્યા, પુસ્તકાલય ઊભું કર્યું. તેઓ જેલમાં રહ્યાં પણ અન્ય લોકોને છોડાવવા એમનો ‘કેસ લડ્યા’, એ ધારત તો શરણાગતિ સ્વીકારીને આઝાદ થઇ શક્યા હોત, કરોડો જ નહી કદાચ અબજો રૂપિયા પણ કમાઈ શક્યા હોત, આમ પણ ‘સિંહપુરુષ’ અમથા થોડા કહેવાયા છે? એમની દુરંદેશી પણ ગજબની હતી, તેઓએ ભારતના ભાગલા અને કાશ્મીરની વિશે જે ભવિષ્ય ભાખ્યું એ કમનસીબે ગાંધી-નેહરુની ટૂંકી દ્રષ્ટી તેમજ નબળા મનને લીધે સાચું પડ્યું.

એમ તો હજી આજે પણ એવી ભ્રમણા ફેલાવવામાં આવે છે કે તેઓએ જેલમાંથી છૂટવા બ્રિટીશ સરકારને ઘૂંટણીયે પડેને અરજી કરી !! પણ એ હકીકતમાં કેટલું અને કેવું સત્ય છે એ જાણવા આ વાંચવું જોઈએ એવો મારો મત તેમ જ આગ્રહ છે.

તેઓ એવા વ્યક્તિ ન હતા કે  સોચ્યા-સમજ્યા વગરની મારી નાંખું ફાડી નાંખું વાળી વાતો કરે, તેઓ એવા પણ ન હતા કે મુસ્લિમોનો વિરોધ જ કરતા કે એમના પર દ્વેષ જ રાખતા, તેઓ ધાર્મિક પણ ન હતા તેઓ સાચા રેશનલીસ્ટ હતા, તેઓ જિન્હાની જેમ ગાંધીના તેજોદ્વેષી ન હતા, તેઓ ખાલી બીજાને જ ઉક્સવતા એવું ન હતું પણ તેઓના આખા પરિવાર જેમાં એમના પત્ની, બાળક, ભાભી બધા એ જીવનપર્યંત કષ્ટ અને ઉપેક્ષા સહન કર્યા છે,

મને ખબર નથી પણ લાગે છે કે બહું ઓછા અથવા તો આ  કદાચ એક માત્ર પરિવાર એવો હોય શકે કે જેના ત્રણ ત્રણ ભાઈઓ એક સાથે જેલમાં હોય, ઉપરાંત આંદામાનની કાળાપાણીની સાથે સાથે સજા કાપતા હોવાછતાં એકબીજાની હાજરી સુધ્ધાંની જાણ ન હોય!  તેઓ કવિતા રચતા, લેખ લખતા, પ્રવચન આપી શકે અને સમય આવ્યે કુશ્તી પણ લડી શકતા સાથે સાથે કાયદાનું જ્ઞાન સારી રીતે જાણી અને પચાવી શકનાર હતા, તો ફ્રાંસના માર્સેલ્સના દરિયામાં કુદી પણ શકયા.

ખાસ ગેરસમજ તો એમના છૂટવાની વિશેની છે તથા ગાંધી વિરોધી તેમજ ગાંધી હત્યામાં સામેલગીરીની અને કટ્ટરહિંદુ વાદી તરીકેની છે જે દૂર કરવા પણ  લોકોએ આ પુસ્તક વાંચવું જરૂરી બની જાય છે.

‘મહામાનવ : સરદાર’ અને  ‘વીર સાવરકર’ જેવા પુસ્તકો વાંચ્યા બાદ અસમંજસમાં છું કે એ દેશ પર ગર્વ કરું જ્યાં કૃષ્ણ, વિવેકાનંદ, શંકરાચાર્ય, કબીર, ચાણક્ય જેવા આધ્યાત્મિક અને સરદાર, સાવરકર, ભગતસિંહ, મદનલાલ ઢીંગરા, શ્યામજી કૃષ્ણવર્મા, સરદારસિંહ રાણા, સુભાષબાબુ, છત્રપતિ શિવાજી, રાણી લક્ષ્મીબાઈ, મહારાણા પ્રતાપ, ચાફેકર બંધુઓ, તાત્યાટોપે, મેડમ કામા અને કેટલાય અનગિનત યોદ્ધાઓ  જન્મ્યા એના પર ગર્વ કરું?

કે પછી

(મારા સહીત) આપણા જેવા દંભી, કાયર અને કદરકૂટ્યા પ્રજાજનો તેમજ નેતાગીરી પર અફસોસ અને ગ્લાની અનુભવું?

વંદેમાતરમ …. જય હિન્દ…. ભારત માતાની  જય

~ અમૃત અશ્રુ બિંદુ ~

થોડા વરસો  પહેલા અશ્વિની ભટ્ટ દ્વારા freedom at midnightનો અનુવાદ પામેલ ‘અર્ધી રાતે આઝાદી’માં વાંચેલું

   “ઘણા ઓછા અનુયાયીઓને ખબર હશે કે વીર સાવરકર સજાતીય સંબંધમાં દિલચસ્પી રાખતા.”

^
આ વાંચ્યું હતું  ત્યારે વીર સાવરકર વિશે વાંચ્યું ન હતું  પણ સવાલ તો થયો કે અંગ્રેજો દ્વારા લખાયેલ (સાચા-ખોટા) ઈતિહાસ અને ફ્રીડમ ફાઈટરનાં ચરિત્રને આવનાર પ્રજા સમક્ષ મૂકવું એ ચરિતર પણ ઓળખવું જોઈએ.

4 ટિપ્પણીઓ

Filed under સાહિત્ય, Nation, politics, Reading

પેડલ પર પૃથ્વી પરકમ્મા (સાહસની સત્યકથા)


પુસ્તકનાં ૨૦ પ્રકરણમાંથી ૧૯માં પ્રકરણનાં વાંચન દરમ્યાન ખબર પડી કે આજે ૧૮ માર્ચ પણ આજથી ૮૭ વર્ષ પહેલાનાં એક દિવસ પહેલા એટલેકે તારીખ ૧૭ માર્ચ ૧૯૨૮નાં દિવસે મુંબઈના કુર્લા પહોંચ્યા હતા ત્રણ સાહસવીરો,

જેઓ એ લગભગ સાડા ચાર વરસમાં ૪૪૦૦૦ માઈલ, ૨૯ દેશો (આજના હિસાબે ૩૯ દેશો)ની પેડલ પર પૃથ્વી પરકમ્મા કરી હતી ! ! ! જેને શરુ કરી મધ્યમવર્ગીય છ સાહસવીરોએ તારીખ ૧૫મી ઓક્ટોબર ૧૯૨૩ના રોજ.

મહેન્દ્ર દેસાઈ લિખિત 'પેડલ પર પૃથ્વી પરકમ્મા'

મહેન્દ્ર દેસાઈ લિખિત ‘પેડલ પર પૃથ્વી પરકમ્મા’

એક ભારતીય, એક ગુજરાતી તરીકે ના માત્ર ગર્વ પરંતુ અહોભાવ સાથે એ છ સાહસવીરોની છબી મનમસ્તિષ્ક અને હ્રદયમાં હંમેશા અંકિત રહેશે, બેશક એમાંથી એક પણ સાહસવીરની તસ્વીર જોઈ નથી પણ લગભગ ૨૦-૨૫ દિવસોથી ટુકડે ટુકડે આ પુસ્તક વાંચું છું એના લીધે એક –એકની છબી ઉભરી છે.

આપણે પોતાના ઘર-ગામ-રાજ્ય કે દેશનાં કમ્ફર્ટ ઝોનમાં રહીને હોંશિયારી મારવી એ અલગ વાત છે કે પછી પોતાના દેશને છોડીને અન્ય દેશમાં વસીને પોતાના દેશને ગાળો દેવી અને ગુલબાંગો હાંકવી એ પણ અલગ વાત છે  પરંતુ મેં એક વાત નોંધી છે કે જો ખરેખર તમે કંઈક પ્રાપ્ત કરશો યા તો ખરેખર કોઈક અસામાન્ય પરિણામ માટે યોગ્ય ઠરશો તો એ નમ્ર જ બનાવશે અને દંભ વગરના આધ્યાત્મિક જ બનાવશે, સાથે સાથે તમારા દેશ, સંસ્કૃતિ પર તમારો આદરભાવ વધશે એ પાક્કું, પાક્કું અને ૧૦૦ % પાક્કું .  આ  વાતને દ્રઢ બનાવી છે આ પેડલ પર પૃથ્વી પરકમ્મા તથા અન્ય પુસ્તકોએ એમાંથી યાદ આવે છે એટલાનું નામ લખું તો

અતુલ કરવલ (ગુજ અનુવાદ – સૌરભ શાહ) ની  થિંક એવરેસ્ટ

કાકા સાહેબ કાલેલકરની હિમાલયના પ્રવાસ

સ્વામી રામ (સંપાદન : સ્વામી અજય, ગુજ અનુવાદ – કુન્દનિકા કાપડિયા)ની હિમાલયના સિદ્ધ યોગી

અમૃતલાલ વેગડની પરકમ્મા નર્મદા મૈયાની (અને એ પર એમની આખી શ્રેણી)

ધ્રુવ ભટ્ટની તત્વમસિ

સામાન્ય રીતે તો દરેક વાંચન પછી એ વિશે બ્લોગ લખવાની ઈચ્છા હોય છે પણ અન્ય નામ/બહાના ના દેતા સીધું જ કહું તો આળસનાં લીધે લખી શકતો  નથી.

(વધુ એક) સામન્ય રીતે વાંચન વિશેની દરેક બ્લોગ પોસ્ટમાં જે તે પુસ્તકના અવતારણો તો મૂકીએ જ પણ એ બધું સમયાંતરે FB પર મૂકતો રહીશ

પરંતુ અહિંયા જે લોકો પણ આ બ્લોગ પોસ્ટ વાંચે એમને ખાસ  ખાસ આગ્રહ કે આ પુસ્તક ખરીદજો જ ખરીદજો. આમાં ન માત્ર સાહસ છે પણ દુનિયામાં પોતાના દેશનું  શું સ્થાન છે એ પણ છે અને સ્વાભાવિક છે કે આમાં ઈતિહાસ-ભૂગોળ તો આવરી લેવાય જ હોય એટલે  જો ખરીદવા જવા માટે અથવા તો તમારી નજદીકમાં એ શક્ય ન હોય અને જો લાયબ્રેરીમાં હોય તો એ લઈને વાંચજો પછી જ્યારે પણ કોઈ બૂક લેવાની હોય ત્યારે આ સૌથી પહેલી લેવી . ઉપર લખી એ પણ  લેવા જેવી ખરી જ પણ આ ‘પેડલ પર પૃથ્વી પરકમ્મા’ તો ખાસ લેવી જ લેવી <- આટલો (તો શું જરા પણ) આગ્રહ મેં કદી કોઈ બૂક માટે નથી કર્યો પણ આ બૂક વિશે આગ્રહ કરતા મને આનંદ આવે છે અને ગેરંટી કે જો ના ગમે તો મને પુસ્તક આપી દેજો હું એના ડબલ પૈસા આપીશ !

~ અમૃત બિંદુ ~

પુસ્તક – ‘પેડલ પર પૃથ્વી પરકમ્મા’

(૨૦ જૂન ’૮૩ થી  ૨૪ ઓક્ટોબર ’૮૩ સુધી ચિત્રલેખામાં હપ્તાવાર છપાયેલ)

લેખક – મહેન્દ્ર દેસાઈ      (પ્રથમ આવૃત્તિ ૧૯૮૪) – (બીજી ૨૦૦૪) – (ત્રીજી ૨૦૧૨)

કિંમત : 300 રૂપિયા

પ્રકાશક –

પ્રવીણ પ્રકાશન પ્રા.લિ.

લાભ ચેમ્બર્સ, મ્યુ.કોર્પો.સામે,

ઢેબર રોડ, રાજકોટ.

ફોન નંબર – (0281)2232460 / 2234602

Email – pravinprakashn@yahoo.com

ISBN : 978-81-7790-577-9

8 ટિપ્પણીઓ

Filed under ગુજરાત_ગુજરાતી, સમાજ, સાહિત્ય, Reading

‘औरते ‘ – खुशवन्त सिंह


 

'औरते ' Khushwant Singh's ‘The Company of Women’ हिन्दी अनुवाद - हरिमोहन शर्मा

‘औरते ‘
Khushwant Singh’s ‘The Company of Women’
हिन्दी अनुवाद – हरिमोहन शर्मा
(image from –
http://pustak.org/bs/booksimage_L/66556655_Auraten_l.jpg )

लायब्रेरी में जब  जानेमाने  लेखक श्री खुशवन्त  सिंह का  अंग्रेजी नोवेल  ‘The Company of Women’  हिन्दी अनुवाद (edition- 2003) हरिमोहन शर्मा ‘औरते ‘उपन्यास देखा तो फटाक से उठा लिय। इसके पहेले खुशवन्त  सिंह का तो नहीं मगर एक-दो  हिन्दी पुस्तक पढ़ा है। एक ‘सरदार पटेल’ पे था और एक ‘राम मनोहर लोहिया के विचार’ नामक था। जैसा के ये ब्लॉग-पोस्ट से ही मालुम हो जाएगा की मेरी हिन्दी कैसी है? ( बात तो ऐसे करता हु जैसे की  बाकी भाषाओं का मास्टर हु !?!?) तो उन पुस्तको जिनके बारेमें थे उस वजह से पसंद करता था लेकिन गुजरातीमें जो ‘जमना’ कहेते है ऐसा ‘जमा’ नहीं! इसलिए सोचा के हमारी (याने मेरी) औकात के मुताबिक़ ही भाषा-पुस्तक का चयन करना चाहिए  !!

अब (खुशवन्त  सिंह का उपन्यास) ‘औरते ‘ के बारेमे बात करू तो जिस तरह का खुशवन्त  सिंह का नाम-काम सूना था, लगा के औरतो के बारेमें होगा, मगर सच तो ये है की ये तो हमारे गुजराती के कुछ लेखक के लेख जैसा हुव… बाहर कुछ ओर और अन्दर कुछ ओर !  ‘औरते ‘ एक ऐसे पुरुष की कहानी है जो कोई भी, मानो के हर कोई (हिन्दुस्तानी) पुरुष ऐसा ही होता है ! शुरू शुरू में तो लगा की कोई एकदम चिप क्लास की ‘रंगीन’ कहानियाँ पढ़  रहा हु, मगर हो सके तब तक मै धीरे-धीरे, टूकडे टूकडे में ही सही लेकिन पुस्तक पूरा करने का प्रयास करता ही हु. पूरा पुस्तक पढ़ने के बाद ये अदालत इस नतीजे पे पहोची है की न पढो या पढो दोनों में ही कोई हर्ज नहीं !

जैसा की बुक-रिव्यू के बारे में मेरी आदत है, मै ‘स्टोरी’ नहीं कहे देता . . . लेकिन मुझे जो जो पसंद आये वो क्वोट-विचार ‘कोपि -पेस्ट ‘ किये देता हु . इसलिए इस पुस्तकमें भी मुझे (ऑलमोस्ट) हर  धर्म के बारे में लिखा है, वो अच्छा लगा, और ख़ास तो गंगा-हरिद्वार के बारेमें जो छुट पुट पढ़ा है उससे वह जाने का तीन साल से टल रहा है उसके लिए उतावला-व्याकूल हो रहा है।

अब मै यहाँ पर ही अटकता हूँ और जो विचार, लाइन्स मुझे पसंद आयी वो यह –

 • मोहन इस बात का कायल अवश्य था कि कभी-कभी इस प्रकार के अवैद्य यौन-संबंधो से कोई वैवाहिक सम्बन्ध नष्ट होने के कगार पर न पहुंचे। उसके विपरीत, ऐसे यौन-सम्बन्ध कभी-कभी ऐसे वैवाहिक संबंधो को, जहाँ पति अपनी पत्नी को उस मात्रा में यौन-सुख प्रदान नहीं कर पाता, जितनी की उसे अपेक्षा रहती है, सुद्रढ़ बनाने में भी सहायक सिध्ध होते है। उसकी द्रष्टि में अवैद्य  यौन-संबंधो को सरासर लज्जाजनक मानकर उसकी निन्दा करना मूर्खतापूर्ण है, क्योंकी वे कभी-कभी समाप्तप्राय वैवाहिक-संबंधो को टूटने से बचा लेते है।
 • मोहन कभी आत्मचिन्तक नहीं था लेकिन इस तूफानी विवाह ने उसे विवाह और प्रेम के मामले में छोता-मोटा दार्शनिक बना दिया था। उसने यह जान लिया था की यह कहावत एकदम गलत है कि किसी स्वर्ग में बैठा कोई देवता विवाहों के बारे में अन्तिम निर्णय लेता है। इसके बरखिलाफ, सच्चाई यह है कि  दुबियावी कारणों के तहत विवाहों का निर्णय दुनिया में दुनिया के लोग ही करते है, और इस मामले में पहला महत्त्व धन को दिया जाता है, भले ही वह सम्पति के रूप में हो , लाभदायक व्यापार के रूप में हो , या ऊँची कमाई वाली नौकरी के रूप में हो।
 • मूलतः स्त्रियों के शरीर की बनावट एक-सी होती है, लेकिन पुरुष हर स्त्री से विमोहित और मुग्ध होता है . . . .
 • विवाहित स्त्रियो  को बिना किसी प्रत्यक्ष सबूत के पता चल जाता है कि उनके पतिदेव परायी औरतो के साथ परम का चक्कर चल रहा है। उधर, विवाहित पुरुष अपने काम-धंधे में इतने अधिक व्यस्त रहेते है कि उन्हें सालों तक अपनी पत्नियो की बेवफाई का पता नहीं चलता।
 • आदमियों में अन्तर समजने की समज तो होती नहीं, वे बस, जो सामने दिखाई देता है, उसे ले लेते है। . . . . . . .   मर्द लोग वफादारी को कोई महत्व नहीं देते। वे एक औरत से जल्दी ही उब जाते है, और दूसरी औरत पर लाइन मारने लगते है, साले हरामी।
 • मै यह जानना चाहती हूँ कि  हिन्दू बन्दर को, हाथी को भी देवता क्यों मानते है, वृक्षों, सांपो  और नदियों को भी पूजा क्यों करते है? वो लिंगम तक की पूजा करते है। योनि की पूजा करते है। . . . . . . वे प्लेग, खसरा और चेचक जैसे रोगों की देविंया बनाकर उनकी पूजा करते हैं।
 • क्या वे इस बात से इनकार करेगी की इस्लाम ने बहुत सी धारणाये और विचार  यहूदी धर्म से उधार लिए है। उनका स्वागत करने वाला शब्द ‘सलाम वालेकुम’ हिब्रू भाषा  के ‘शालोम अलेक’ से लिया गया है। उनकी पांच दैनिक नमाज़ों  की प्रथा ‘जुडैक’ से ली गई है। हम प्राथना करने के लिए यरूशलम की और मुड़ते है, यह विचार भी उन्होंने हम से ही लिया है- फर्क इतना है की वे मक्का की और मुड़ते है। और यहुदियो की पुराणी प्रथा की नक़ल करते हुए वे भी अपने लडको की सुन्नत करते हे। यहूदी धारणा ‘कोशर ‘ से इस्लाम में ‘हराम’ और ‘हलाल’ शब्द शिखे। हम यहूदी लोगो में सुवर का गोश्त  खाना इसलिए माना है, क्युकी वह गन्दा होता है। मुस्लमान लोग  भी एसा ही मानते है। हम जानवरों को खाने के पहेले उसका खून निकालते है। हमारी नक़ल करके मुस्लमान  भी एसा करते है। वे इन पैगम्बरों का आदर करते है जिनका आदर, यहूदी या इसाई पहेले से ही करते चले आ रहे है, इस्लाम के पास जो कुछ भी है, वह उसने यहूदी या इसाई धर्म से ही उधार लिया है।
 • यास्मीन , तुम इतनी कट्टर क्यों हो? मुसलमानों से ज्यादा कट्टर लोग  दुनिया के किसी धर्म में नहीं है। उनके नबी मुहम्मद साहब महानतम धार्मिक नेता थे। मुसलमान भी प्रबुध्ध लोग होते है, अल्लाह से डरने वाले  और धर्म-परायण और नेक।
 • अमेरिका में रहेने वाले सब हिन्दुस्तानी यह कहा करते थे, “एक दफा मैंने ढेर सारे डॉलर कमा लिए तो मई वापस ओने गाँव चला जाऊँगा। ” मगर वापस जाता कोई नहीं था।
 • . . . पुरुषो को यद्यपि माहवारी नहीं होती, तथापि पचास साल की उम्र के बाद उन्हें रजोनिवृति होती है। इस उम्र में कुछ पुरुषो के व्यवहार में विचित्र परिवर्तन आ जाते हैं। रंडीबाजी में उनकी दिलचस्पी अचानक पैदा हो जाती हैं। वे जवान लडकियो को बुरी नजर से देखने लगते हैं, अश्लील बाते करने लगते हैं, और कभी-कभी सबके सामने नंगे तक हो जाते हैं। कुछ धार्मिक वृति के हो जाते हैं, और पूजा-पाठ और तीर्थयात्राओ में अपना वक्त बरबाद करने लगते हैं।
 • अगर आप जीवित हिंदुत्व की  अनुभूति करना चाहते हे , तो वह आपको न हिन्दुओ के धार्मिक ग्रंथो से प्राप्त होगा , न मंदिरो के दर्शन से, वह आपको प्राप्त होगा, हरिद्वार में सूर्यास्त पर होने वाली गंगा की आराधना में की जाने वाली आरती में।
 • बुद्ध ने अपने प्रवचनों में ‘दुःख’ पर बहुत जोर दिया है। सर्वत्र व्याप्त बताया है दुःख को। बुद्ध का मानना था की कामनाओ पर नियंत्रण रख कर, दुःख को नष्ट किया जाता है। खाने , जीवन के हर भौतिक सुखो को भोगने, सेक्स से बचने पर दुःख से बचा जा सकता है। मुझे यह विधि स्वीकार्य नहीं है। हिन्दू धर्म की सबसे बड़ी विशेषता यह है की यह दुःख में नहीं सुख को प्रधानता देता है। सुभ और सौभाग्यादायी है – हिन्दू  धर्म। हमारी संस्कारी – विधिओ में पिने , नाचने, जुआ खेलने , प्रेम करने और मौज करने आदि का कोई निषेध नहीं है। मै उसका समर्थन करता हु, उपवास करने, पश्चताप करने आदि का नहीं।
 • मै जानती हु, और मै जिस पुरुष को भी, चाहू, फुसला सकती हु। वजह यह है की पुरुष सदा किसी भी लड़की को भोगने के लिए तैयार रहेते है।
 • मेरे ख्याल से एक रात में शुरू और ख़त्म हुए प्रेम को एक रंगवाला प्रेम माना जायेगा। एक ही व्यक्ति के साथ प्रेम जब तक काफी समय पुराना न हो जाए, तब तक उसे पूर्ण , संपन्न और संतोषदायक नहीं माना जा सकता। और यह संतोष कब समाप्त हो जाता है, और उसका उतेजन कब ख़त्म हो जाता है। इसका आभास प्रेमी और प्रेमिका दोनों को हो जाता है। तब प्रेमी और प्रेमिका दोनों को बिना किसी गिले-शिकवे के उस प्रेम को अलविदा कह देना चाहिए और एक – दुसरे को नया प्रेमी या प्रेमिका के साथ नए सम्बन्ध स्थापित कर लेने चाहिए।
 • अगर आप दुसरो से यौन – सम्बन्ध करते हुए पकडे जाते है, तो आप गुंडे है, लम्पट है, और अच्छे लोगो के साथ रहेने के काबिल नहीं है, लेकिन अगर किसीको आपके लम्पट और व्यभिचारी होने का पता नहीं चलता, तो आप सम्मानीय नागरिक है।

~ अमृतबिन्दु ~

“आदमी जब वृध्ध होने लगता है, उसकी कामेच्छा शरीर-मध्य से उठाकर ऊपर दिमाग की ओर बढ़ने लगती है। अपनी जवानी में वह जो करना चाहता था और अवसर के अभाव, घबडाहट या दूसरों की स्वीकृति न मिलाने के कारण नहीं कर सका, उसे वह अपने कलपना लोक में करने लगता है।

…….. इस का शीर्षक यह भी हो सकता था, ‘एक अस्सीसाला वृध्ध के दिवास्वप्न’ ।

इस उपन्यास में कोई भी पात्र वास्तविक नहीं हैं;वे सब मेरे सथियापे की उपज हैं।”

^  खुशवन्त  सिंह  (प्रस्तावना)

2 ટિપ્પણીઓ

Filed under Art, સાહિત્ય, Reading

વાંચન_જ્ઞાન


હમણાં જવાહરલાલ નેહરુ એ જેલમાંથી ઇન્દિરા ગાંધી પર લખેલા પત્રોનું સંકલન  (અનુવાદક અને સંક્ષેપક : મણિભાઈ ભ. દેસાઈ)  ‘જગતના ઇતિહાસનું સંક્ષિપ્ત રેખાદર્શન’ વાંચી રહ્યો છું, ઓલમોસ્ટ વંચાય પણ ગયું છે. આદત મૂજબ એફબી પર એ પુસ્તકમાંથી અવતરણો મૂકતો હતો અને અપેક્ષા મુજબ અમુક મિત્રોએ (લેખક પ્રત્યેની) નારાજગી પણ દર્શાવી.

આ પુસ્તક જ્યારે વાંચવાનું શરુ કર્યું અને હજુ એફબી પર કંઈ મૂક્યું ન હતું ત્યારે પણ અમુક સવાલો થતાં જે આમ તો આ પહેલા પણ ઉદભવ્યા જ છે પરંતુ આ પુસ્તક વાંચન દરમ્યાન અને એમાંયે એફબી ફ્રેન્ડસની પ્રતિક્રિયા દરમ્યાન જે સવાલો કે વાતો મનમાં હતી એ સપાટી પર આવી ગઈ.

સામાન્ય રીતે એવી માન્યતા હોય કે વાંચનથી જ્ઞાન/સમજ/ભાવ વગેરેમાં વૃદ્ધિ થાય પણ જો એવું જ હોય તો નેહરુનું આટલું બધું જ્ઞાન ખુદને/દેશને માટે કેમ મદદે ન આવ્યું? અત્યારે એક ચોક્કસ બુક/વ્યક્તિની વાત થાય છે એટલે આ નામ આપ્યું બાકી ઇતિહાસ/વર્તમાન કે પછી આપણા શાસ્ત્રોમાં પણ કેટકેટલાય નામો દિમાગમાં ઊભરે કે એમના વિશાળ વાંચન ફલકથી એમનું  કે દેશ-દુનિયાનું ભલું યા તો થયું નથી યા તો થવું જોઈતું હતું એટલું નથી થવા પામ્યું.

સામે પક્ષે એવા પણ કેટલાય દાખલા જોવા મળે કે જેઓનું સિમિત જ્ઞાન અને અમુક વખતે તો બિલ્કુલ જ્ઞાન ન હોય એવી વ્યક્તિઓએ પણ ઉચ્ચતમ દશા પ્રાપ્ત કરી હોય. તો આમાં આખરે વાત/રહસ્ય/ત્રુટી શું હશે?

 જ્ઞાનીઓની જ વાત કરીયે તો એક અનુમાન એવું આવે કે શાયદ તેઓએ વાંચન તો કર્યું પણ ત્યારબાદ મનન ન કર્યું એટલે જેમ વધુ ખોરાક બાદ આફરો ચડે અને ફાયદાની બદલે નુકસાન થાય એવું બન્યું હોય.

 વધુ વાંચન કરવું જ જોઈએ પણ લાગે છે કે દુનિયામાં જેટલું લખાયેલ છે એ બધું જ વાંચવાનો લોભ (કે બડાશ) થી  થોડું અંતર રહે એ ઇચ્છનીય છે.

 ઓશોને ભલે આપણે પ્રબુધ્દ/વિદ્વાન માનીયે , અને હતા એમાં પણ કોઈ મનાઈ નહીં, એમના જોયા સુધ્ધાં નથી તો પણ ઘણીવાર એવું લાગે કે તેઓ આખી દુનિયાને જે કહેતા એ શાયદ ખુદ સંપૂર્ણ પ્રાપ્ત કરવા કે અનુભવવાથી ચૂકી ગયા હતા.

~ અમૃતબિંદુ ~

* હિંદમાં બીજી એક વૃતિ જોવા મળે છે કે લોકો પાછળ જોવા ચાહતા હતા, આગળ નહીં. ભૂતકાળમાં તેમણે જે ઉચ્ચ સ્થિતિ  પ્રાપ્ત કરી હતી તેના તરફ તેમની નજર હતી, ભાવિમાં તેમણે પ્રાપ્ત કરવાની ઉચ્ચ સ્થિતિ તરફ નહીં. આમ આપણા દેશબંધુઓ વીતી વાતને આંસુ સારતા હતા અને  આગળ વધવાને બદલે કોઈપણ હુકમ કરતો તેને વ્ષ વર્તતા હતા. સામ્રાજ્યો આખરે તો જેમના ઉપર તેમનો દોર હોય તે લોકોની પરવશતા ઉપર જેટલાં પ્રમાણમાં નભે છે તેટલાં પોતાની તાકાત ઉપર નભતા નથી.

* ઇસ્લામના આગમનથી હિંદુ ધર્મ ઉપર બે જાતની અસર થઇ અને તાજુબીની વાત તો એ છે કે એ બન્ને અસરો એકબીજીથી સાવ વિરુદ્ધ હતી.

એક તો તે સ્થિતિ-ચુસ્ત થઇ ગયો અને પોતાનાં ઉપર આવતા હુમલા સામે રક્ષણ કરવાના પ્રયાસમાં તે જડ બન્યો અને પોતાની આસપાસ કવચ રચીને તેમાં ભરાઈ બેઠો.ન્યાયના વાડાઓ અને બંધનો વધારે સખત તથા સંકુચિત બન્યાં, પડદાના રિવાજ તથા સ્ત્રીઓનો એકાંતવાસ વધારે પ્રચલિત થયાં.

પણ બીજી બાજુએ ન્યાતો સામે તથા વધારે પડતા પૂજાપાઠ અને ધાર્મિક ક્રિયાકાંડ સામે આંતરિક વિરોધ જાગ્યો અને એ બાબતમાં સુધારો કરવા માટે ઘણા પ્રયત્નો થયા.

^

જવાહરલાલ નેહરુ લિખિત (અનુવાદક અને સંક્ષેપક : મણિભાઈ ભ. દેસાઈ)

જવાહરલાલ નેહરુ લિખિત (અનુવાદક અને સંક્ષેપક : મણિભાઈ ભ. દેસાઈ)

5 ટિપ્પણીઓ

Filed under ધર્મ, વૃતિ - પ્રવૃતિ, શ્રધ્ધા-અંધશ્રધ્ધા, સંવેદના, સાહિત્ય

આસાન અંગ્રેજી


દિમાગમાં અમૂક ડેટા એવો ફીટ થઇ ગયો છે કે જે અમુક પુસ્તક વાંચ્યા બાદ એ ડેટા અનફિટ લાગે! એક જય હો અને બીજું આસાન અંગ્રેજી , આમ આ બે પુસ્તકોથી એ અહેસાસ થયો  કે અમુક ‘પ્રકાર’ ના પુસ્તકો  આપણા કામના નથી – એવું લેબલ મારી (મચોડી) બેસાડવું નહીં.

ઉપરોક્ત પુસ્તકોમાંથી અત્યારે તો માત્ર આસાન અંગ્રેજીની જ વાત કરવી છે.

આસાન અંગ્રેજી

આમેય નગેન્દ્ર વિજયની કલમ હોય, હર્ષલ પુષ્કર્ણાનું સંપાદન હોય એટલે એ યુનિક હોય એ તો સ્વાભાવિક જ છે.

કોઈ એમ સમજતું હોય કે મને તો અંગ્રેજી આવડે છે, મારે ક્યાં જરૂર છે? તેઓએ પણ વાંચવા જેવું. ભણવામાં  (!) આપણે  બોર થઇ જઈએ જ્યારે આ પુસ્તકમાં તો વચ્ચે વચ્ચે વર્ડ પ્રોસેસર, અવળચંડુ અંગ્રેજી, જેવા વિભાગો અને અમુક ગ્રાફ/ચાર્ટ થી ખરેખર જ્ઞાન એકદમ આસાન રીતે પીરસવામાં આવ્યું છે.

અંગ્રેજી મૂળાક્ષરોના અલગ અલગ ઉચ્ચાર, કઈ ભાષાનો કેટલો વપરાશ અને લૂપ્ત થઇ, અંગ્રેજીમાં કઈ ભાષામાંથી કયા કયા શબ્દો ‘બઠાવવા’માં  આવ્યા છે, કયા આલ્ફાબેટનો કેટલો વપરાશ છે, એબ્રીવીએશન્સ અને એક્રોનિમ્સ તેમજ વર્ડ પ્લેમાં પણ મજા આવી જાય છે.

હું તો ત્યાં સુધી કહીશ કે ગુજરાતી માધ્યમ વાળા અંગ્રેજી શીખવાડનારા દરેક ટીચર્સને આ પુસ્તક વાંચવું ફરજીયાત કરી દેવું જોઈએ.

~ અમૃતબિંદુ ~

કુણાલ ધામી મને ઘણીવાર કહે છે :

“……………………………….. જો ‘સફારી’ માત્ર કોરા પાનાં આપશે તો પણ હું એ ખરીદવાનું બંધ ન કરું!

8 ટિપ્પણીઓ

Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ

‘20-20’ & ચોક્કે પે ચોક્કે પે ચોક્કા


ટાઈટલ પરથી લાગે કે ‘20-20’ રમાઈ હશે અને આ દેશી રજનીકાન્ત એ ચોક્કા ઠબકારી દીધા લાગે છે!પણ મને ઓળખાતા (રીયલી?) લોકો કદાચ ટીવી પર જુવે તો ય માને નહિં!

એ બધી રામાયણ પછી, પહેલા ગુજરાતી સાહિત્યના બે હીરો સાથે વિલન તો શું કોમેડિયન પણ ન ગણી શકાય એવાં RA1ના  ફોટા વાળો ફોટો જુવો!

મલ્ટી સ્ટાર (સ્ટીલ) મૂવી

આ બ્લોગનાં ઇન્ટ્રોડક્શન પેજમાં જ અગાઉ કહી ગયો છું એમ આપણે ય કો’ક દી કૉપી-માસ્ટરની ભૂમિકા નિભાવી નાંખીયે અને કોપિ કરવી જ હોય તો શરૂઆત લલ્લુ પંજુની બદલે ગુજરાતી સાહિત્યના શિરોમણી એવા બક્ષીબાબુના જ ક્વોટથી કરૂ તો તેઓ પોતાની કૃતિ/સર્જકતા વિશે કહેતાને કે કલાકાર પોતે જ પોતાની સર્જનપ્રક્રિયા સમજાવવા બેસે એ બીજાઓને ફાવતું હશે, મને બહુ ફાવતું નથી. પોતાના હાથે જ પોતાનું સ્તન દબાવ્યા કરતી સ્ત્રીને કયો આનંદ મળતો હશે? એ અનૈસર્ગિક છે, અવૈજ્ઞાનિક છે.

હવે મેં નકલ કરવામાં થોડી પ્રગતિ કરી, ટેક્સ્ટ થી તસ્વીર સુધી પહોંચ્યો અને એકની બદલે બબ્બે લોકો સાથે (અનાયાસ) નકલ થઇ ગઈ એ ધ્યાનમાં આવ્યું.

પહેલા ફોટામાં જેમણે શબ્દથી સરસંધાન કર્યું છે એવાં બક્ષી બાબુ અસલી ગન સાથે છે તો અમે ખખડી ગયેલી તોપ સાથે

અને

બીજામાં ગીરની નજીક પડતા ગોંડલના વસાવડાનો (જય) અસલી વાઘને ધક્કો દેતા હોય એવો ફોટો હોય તો અમે ય કચ્છના રુદ્રાણી ડેમ પર જઈને નકલી સિંહ સાથે (ડરતા ડરતા) ભાઈબંધી કરીને એનો કોલર તો નહીં પણ કેશવાળી જાલી હોય એવો ફોટો પડાવ્યો’તો !

-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-

અવાર-નવાર ઘણા બધા લોકો કહી/લખી ગયા છે એમ મેં પણ કહ્યું/લખ્યું છે કે જેઓ નેટ/સોશ્યલ નેટવર્કિંગને ક્ષુલ્લક માને છે તેઓને કાં તો ભાન નથી પડતી અથવા તો તેઓ (આમ તો આ દૂનીયા માટે જ) મીસ-ફિટ છે. એ નેગેટીવ વાત વધુ ન કરતાં મારા સાથે જે પોઝીટીવ બનાવો બન્યા છે એનું લિસ્ટ અને વાતો તો ખૂટી ન ખૂટે એમ છે. એમાં મેં શું લીધું , સમાજને શું આપ્યું? એના કરતાં દુનિયા એ મને શું શું આપ્યું એની તો શું વાતો કરું? કેટકેટલા લોકો, ક્યાં  ક્યાંથી શું શું આપે છે! (ગોંડલ, રાજકોટ, અમદાવાદ, અમેરિકા, સૂરત, વડોદરા, દુબઈ, આણંદ-વલ્લભ વિદ્યાનગરથી) કોઈ બૂક, કોઈ વિચાર, કોઈ દોસ્તી, કોઈ મીઠાઈ, કોઈ સીડી/ડીવીડી, કોઈ અમુક સ્થળો વિશે માહિતી…. થોડાં વરસો અગાઉ અમુક મિત્રો (શિવાની, લજ્જા, દીપુ અને ધૈવત ત્રિવેદી) એ તો ઓરકુટ પર મારા નામની કોમ્યુનિટી પણ બનાવી હતી! આમ આ લિસ્ટ લંબાતું જ જાય એમ છે, અમુક લોકોએ ઓ તાકીદ પણ કરી છે કે અમને મન પડ્યું અને તમને આપ્યું એટલે ખબરદાર જો અમારા  નામનો ઉલ્લેખ સુધ્ધાં કર્યો છે તો !

આવી જ રીતે નેહલ મહેતાએ અત્યાર સુધીમાં અડધો ડઝન જેટલી બૂક્સ આપી હતી અને ગઈ કાલે જન્મદિવસની ભેંટ તરીકે  ફરી પોણો ડઝન બૂક્સ મોકલી એટલે એના તરફથી કુલ્લ ૧૪ બૂક્સ થઇ. એનો આ કોલાજ જુવો

મહેતા મારેય નહીં, ભણાવે ય નહીં
પણ
વંચાવે જરૂર 🙂

જેમાં એક ફોટો છે ગઈકાલની બૂક્સ તો બીજો ફોટો (બે બાદ કરતાં) બધી બૂક્સનો અને ત્રીજો છે એ મેં બનાવેલ લિસ્ટનો .

[ અને મારી લાયબ્રેરીમાં બધા પુસ્તકો મળીને અર્ધી સદી પૂરી કરી 🙂 ]

~ અમૃતબિંદુ ~

આટલું બધું લાં….બુ લચક (પણ લવચીક નહિ એવું) વાંચનારને સવાલ થવો જોઈએ:  “સાલ્લું કાન્તિ ભટ્ટનો લેખ છે કે શું? શિર્ષકને અનુરૂપ કંઈ નહિ?”

ઓકે તો  શિર્ષાસન  જવાબ:

 • નેહલ મહેતા એ જે નવ બૂક્સ મોકલાવી એ અમૂલ્ય જ છે છતાંપણ એનો સરવાળો કરીયે તો થાય છે ૨૦૨૦ (અંકે રૂપિયા બે હજાર અને વીસ પૂરા)
 • જિંદગીના બે ચોક્કા (૪૪) પૂરા કરીને ૪૫માં વરસની ગૂફામાં પ્રવેશ !

<  હજુ ન ધરાણા એટલે કે ન કંટાળ્યા હોય તો બેંતાલીસમાં બથર ડે ની આ પોસ્ટ પણ છે!  >

27 ટિપ્પણીઓ

Filed under વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, વૃતિ - પ્રવૃતિ, સાહિત્ય, Baxi Babu - Chandrakant Baxi, social networking sites