Tag Archives: રાજકારણ

‘પટેલ,પોલીસ, પોલીટીક્સ અને પત્રકારત્વ’ પ્રકરણમાં પબ્લિક


ગઈકાલે  ~ પટેલ,પોલીસ, પોલીટીક્સ અને પત્રકારત્વ ~ સીરીઝમાં બે પોસ્ટ મૂકી જેમાં મુખ્યત્વે પત્રકારત્વ અને પટેલ વિશે લખાય ગયું આમ તો આ મુદ્દો એવો  છે કે  દરેક કળી ઓટોમેટિક બીજી કળી સાથે સંકળાયેલ જ છે. હવે છેલ્લી પોસ્ટ લખી નાંખું જેમાં પોલીસ, પોલીટીક્સ અને પ્રજા વિશે (મિક્સ) કહેવાય  જાય.

જો આ કર્ફ્યું અને નેટ બંધનો  મામલો ન થયો હોત તો કદાચ પહેલાની જેમ જ શાંતિ રાખીને જ બેઠો હોત પણ આખરે એવું બધું થયું જેણે ઉદ્દીપકનું કામ કર્યું અને આ બધું લખવા પ્રેરાયો. આમ તો ખ્યાલ જ હોય કે ગમે તેવું સારું કે ગમે તેવું ભંગાર લખો, ‘પાડા ઉપર પાણી’ની જેમ કોઈ જ  ફર્ક પડવાનો હોય નહિ, પણ કમ સે આપણે  તો ‘ફરજ બજાવી’નો પોતાના હાથે જ એવોર્ડ લઈને હળવા થઇ જઈએ.

શાયદ ઓશોએ આવું  કંઈક કહ્યું છે “સમગ્ર બ્રહ્માંડમાં કોઈપણ સારી-નરસી ઘટના ઘટે એના માટે આપણે પણ જવાબદાર હોઈએ જ છીએ” ચિંતન-મનન તો  મોટા  માણસો કરે, પણ આ વાત વિશે ઘણીવાર વિચાર્યું છે તો  લાગ્યું છે કે સાચી વાત છે.

જેમ કે આ આંદોલન શરુ થયું ત્યારથી અમુક લોકો પટેલ કોમને ઉતારી પાડવાનો તો અમુક લોકો એમને ‘સાચા છો, લડી જ લ્યો’ નો (ખોટો) પંપ મારતા નજરે પડ્યા છે, જે બંને તો ખોટા છે જ પણ જેમના શબ્દોની અસર પડી શકે  એવા લોકો ચુપ રહીને તમાશો જોયા કરે (કે  કઈ  બાજુ બોલવું?) એ પણ ખોટું જ છે. આમ પણ આપણે ક્યાં નાગરિક તરીકેની કોઈ ફરજ નિભાવવાની તસ્દી લેતા હોઈએ છીએ? નહિતર ખરેખર તો આવી કોઈ ચળવળ શરુ થાય ત્યારે જ જો એક એક નાનો માણસ પણ પોતાની આસપાસનાં  રીયલ કે વર્ચ્યુલ વર્લ્ડમાં વ્યવસ્થિત સંદેશ વહેતો કરે અને ગેરસમજની ખાઈ પહોળી ન થાય તો આવું કદી થાય જ નહિ પણ અગાઉની પોસ્ટમાં કહ્યું હતું એમ આ તો શેખચલ્લીની સોચમાં જ ખપી જશે.

પોલીટીક્સમાં પણ ઘણો ખરો ભાગ યા તો અક્કલવિહીન હોય યા તો સંવેદનાવિહીન હીન કક્ષાનો કે  જે સરકારમાં હોય કે વિરોધમાં પોતાને ક્યાં ફાયદો થશેની યા  તો રાહ જુવે યા તો એ પ્રકારનું ‘સંકોરે’ . આમ જોઈએ તો રેલી પૂરી થઇ ગઈ ત્યાં સુધીમાં સરકારમાં પ્રમાણમાં સમજદારી/મેચ્યોરિટી દેખાઈ હતી, અને સામે પક્ષેથી  જે વ્યક્તિ બેફામ ભાષણ અને  ચીમકીઓ આપ્યા કરતો હતો એના પ્રત્યે પબ્લિક, મીડિયા અને પટેલોમાં પણ નારાજગી દેખાતી હતી એનો ‘ફાયદો’ જો સરકારે  લીધો હોત તો પછીના જે  ‘કાંડ’ થયા એ કદાચ  ના થયા હોત. ગુજરાતમાં જે થયું એના કરતા અનેકગણું ગુજરાત અને ગુજરાત બહાર રજુ કરીને બદનામ કરવા વાળાને સામે ચાલીને તક આપી દીધી. અને મને મુખ્ય વાંધો આ જ વાતનો થયો કે આપણું ગુજરાત બદનામ થાય એવું કોઈ કાળે ન થવું જોઈએ અને ગુજરાતનો વિકાસ કદાચ બઢાવી-ચડાવીને  રજુ કરાયો હશે પણ ગુજરાતમાં શાંતિ હતી એને કેમ નકારી શકાશે અને એ શાંતિને એને ડહોળીને માત્ર મોદી, ભાજપ, સરકારને બદનામ કરીને પેલું કહેવાય છે એમ “દુશ્મન ને રાજી કર્યા” !

સરકારની બેવકૂફી કે અર્ધજ્ઞાન પણ જુવો કે ‘નેટ’ બંધ કરી દીધું! આ નેટ બંધથી wa-fb-sms વગેરે બંધ  થયા એનો ઠુઠવો નથી પણ આવું કંઈ કરતા પહેલા એ વિચારવું જરૂરી હતું કે નેટ એટલે  માત્ર ઉપર કહ્યા એવા મનોરંજન  જ નથી થતા, એ તો અમુક ભાગ છે બાકી લોકોનો ધંધો રોજગાર નેટ થકી ચાલે છે એમનું શું? દરેક પાસે કેબલ નેટ નથી હોતું, કેટલી ય કંપનીનાં એક્ઝીક્યુટીવ ડોન્ગલથી જ વહેવાર ચલાવતા હોય છે. અને આ બધું તો કાલ સવારે આવ્યું એના પહેલા એટલે ૨૦૦૨માં ક્યાં આ હતું? તો ય ડખ્ખા થયા હતા કે નહિ? મોબાઈલ આવ્યો એના ય પહેલા તો શું દેશ આઝાદ થયો ત્યારે અને એ પહેલા ય કેટલા ય તોફાનો, હુલ્લડો થયા છે અને થતા રહેશે પણ આવા તત્ત્વો માત્ર નેટ-મોબાઈલ પર આધાર રાખીને બેઠા હશે એવું માનવું એ આવી તકનીકી શોધનો દ્રોહ જ નહિ અલ્પમતિ પણ દર્શાવે છે. માન્યું કે આ બધાથી તીવ્રતા વધી શકે પણ તો wa-fb-sms જેવા મોજમસ્તીનાં સાધનો બંધ કરીને બાકી ઈન્ટરનેટ ચાલુ રાખી શકાય ને ? જેમ દારૂબંધી એ મજાક બનીને રહી ગઈ છે એમ આમાંય ‘તોડ’ કરવા વાળાઓએ કરી જ લીધો હતો એ સાબિત કરે છે કે પ્રશાશનમાં છે એના કરતા તો જીનીયસ આમ પ્રજામાં રખડે છે!

એની વે, આ બધું ‘જો અને તો’ છે, જેનો હવે કોઈ ઉપાય પણ નથી અને આમ પણ સરકાર સુધી આપણો અવાજ પહોંચવાનો નથી પણ પટેલ અને અને નોન પટેલો એ અંદરોઅંદર એટલું સમજી લેવાની જરૂર છે કે તેઓ એક બીજાના દુશ્મન નથી અને કે નથી એકબીજાના હક્ક પર તરાપ મારતા. અને પબ્લિક પ્રોપર્ટી છે એ સરકારની નથી આપણી છે, એનું નુકસાન ગમે એને કર્યું હોય પણ એની ભરપાઈ તો આપણે જ કરવાની છે. ભગતસિંહ-સુભાષચંદ્ર અને સરદારને બદનામ જ નહિ પણ એમના આત્મા સાથે દ્રોહ કરનારને ઓળખી/તારવી પટેલોએ જે પણ કરવું હોય એ આગળ કરવું. અને ચોખ્ખું સમજી લેવાની જરૂર છે કે કોઈ ક્રાંતિકારીઓ પબ્લિક પ્રોપર્ટીને નુકસાન ના પહોચાડતા કે ના કોઈ નિર્દોષને નડે એવું કામ કરતા પણ એના દુશ્મનોનાં ગઢ પર બહાદુરી ભર્યો હુમલો કરી જાણતા.

પોલીસનાં જુલમ વિશે બહું લખાય/છપાય અને કહેવાય છે પણ મારા એક (સ્વ) વકીલ મિત્ર મને ઘણીવાર પોલીસની મજબુરી, તકલીફો અને પરેશાનીઓ વિશે કહેતા પણ એ બધું કહેવાની બદલે તાજેતરમાં જય વસાવડાએ એક જગ્યાએ કોમેન્ટ કરી હતી એમાંથી એક જ લાઈન ઉપાડું જે  વધુ બંધ બેસે છે  “….બિચારી પોલીસને તો બલિનો બકરો રાજકારણીઓ બનાવી દેશે…..”   – આમાં બધું આવી ગયું!

~અમૃત બિંદુ~

”આપણે ત્યાં કોમી હુલ્લડનો ડર છે, એ વાઘે લોહી ચાખ્યા જેવું થયું છે. આપણી બાંધી મુઠ્ઠી ખુલ્લી થઈ ગઈ છે.. આપણે પ્રતિજ્ઞા લેવી જોઈએ કે મારે પોલિસની મદદ માંગવી જ નથી, એ એનો ધર્મ ભલે બજાવે… કેવી રીતે સેવા કરવી એનો અનુભવ ન હોય તો કુસેવા થાય.. મોટા અમલદાર છે, એની મર્યાદા – પ્રતિષ્ઠા રાખવી જોઈએ. એ તોડી નાખશો તો કામ નહિ કરી શકે… નકામા માણસો થોડાઘણા હોય પણ ખરા. પણ એની સાથે તમારે કામ ન પાડવું જોઈએ… ઘડી ઘડી ઓફિસરને બોલાવવા નહિ… એ પણ થાકેલા હોય. વારે વારે બોલાવીએ તો અકળાય.
આ શહેર (અમદાવાદ)માં તોફાન થયું અને બજારમાં ધોળે દહાડે ઈમારતો સળગાવવામાં આવી. દુકાનો લૂંટાવાના અવાજ મારે કાને પડયા એથી મને જે દુઃખ થયું, એના ઘા હજી રૃધાયો નથી. એ દુઃખ હું જીરવી નથી શકતો. હજુ એમાંથી છૂટયો નથી.. એકદમ શું સૂઝયું કે એકબીજાના ગળાં કાપવા બેઠા? પણ મને એક વાતનું દરદ છે કે આપણી આબરૃ ગઈ. અમદાવાદ શહેરને ડાઘ લખ્યો. એ કેમ ભૂંસાય? એ એક જ રીતે ભૂંસાય કે આપણે એવી રીતે નાસભાગ ના કરીએ. ફરી આવું વાતાવરણ ન થાય તે માટે કોશિશ કરવી.” (૧૪/૩/૧૯૪૨ અમદાવાદ)

ગુજરાતીમાં જ ‘સરદાર વલ્લભભાઈના ભાષણો’નું પુસ્તક ઉપલબ્ધ છે. અમદાવાદમાં ગૂજરાત વિદ્યાપીઠ અને ‘નવજીવન’માં મળે છે. મોટી મેગેઝીન સાઈઝ (એફોર)નાં ચારસો પાનાની આ કિતાબ ચારસો રૃપિયામાં મળે છે. –  જય વસાવડા (ગુ.સ.માં ૩૦-૦૮-૨૦૧૫નાં સરદાર પટેલનાં ક્વોટસ વાળો લેખ)

Leave a comment

Filed under ગુજરાત_ગુજરાતી, સંવેદના, સમાજ, media, Nation, politics, social networking sites

(રાજ)રોગ અને નિદાન(પધ્ધતિ)


રાજકીય વિશ્લેષકો, લેખકો વગેરે જેવા બુધ્ધીશાળી લોકો પોતપોતાની સમજ પ્રમાણે (આમ તો કંઈ પરિણામ નથી આવ્યું એવા) દિલ્હી પરિણામ પર પોતપોતાની મતિ મૂજબ કહેતા/લખતાં હોય છે તો મને થયું કે હું ભલે આમ બુદ્ધિનો બળદિયો હોય અને મતિ નામે અલ્પ પણ ના હોય પરંતુ પાનના ગલ્લા પર ચાલતી હોય છે એવી ટ્રેનમાં ચડીને ખુદાબક્ષ મુસાફરી કરી તો જોઈએ .

હા,  તો,  જો રાજકીય પક્ષોની સરખામણી ચિકિત્સા પદ્ધતિ પ્રમાણે કરીયે તો મને કૈક આવું લાગે છે. ભાઈ, તને કોઈએ દોઢ ડાહ્યો થવાનું કહ્યું? – આવું મને સંભળાય છે લેકિન એક બાર હમ બ્લોગ લિખને કા ઠાન લેતે હૈ, ફિર કિસીકી અપને AAP કી ભી નહિ સૂનતે !

સૌ પ્રથમ AAP થી જ શરૂઆત કરીયે કેમ કે સારો કે ખરાબ જે પણ અલગ અલગ લોકો માને એ ડખ્ખો AAP  એ જ રચ્યો છે ને ? તો AAP ને આયુર્વેદ સાથે કદાચ સરખાવી શકાય, જેના વિશે એવું મનાય છે કે આની આડ અસર નથી હોતી ખરેખર તો આ માન્યતા (પણ) સાચી નથી અને ધરમૂળથી રોગ કાઢે છે એ એનો પ્લસ પોઈન્ટ તો માઈનસ પોઈન્ટ એ પણ છે કે આમાં સમય ઘણો લાગે.

બે નંબર(ની) Congress ની વાત કરીએ તો આને જો હું ચિકિત્સા પધ્ધતિ/ઇલાજમાં ગણતરી કરીશ તો લોકો કદાચ ગણતરીની મીનીટસમાં મારું ઢીમ ઢાળી દયે પણ આને નજર અંદાજ પણ કેમ કરી શકાય? એટલે મને લાગે છે કે Congress  એ દવા નહિ પણ દારુ છે. લોકો સમજે છે કે દારુ સ્વાસ્થ્ય માટે સારો નથી તો પણ ‘મજા’ માટે લોકો પીતાં જ હોય છે ને ? અને ચૂંટણી વખતે તો ખાસ આની ડીમાંડ ઊભી કરવામાં આવે છે તેમજ એક કારણ એ પણ કદાચ હોય શકે કે દારુ જલ્દી છૂટતો નથી ને ? ભલે દેશ રૂપી શરીરની, લિવરની પથારી ફેરવી નાંખે છે એ જાણતા હોવા છતાં અમુકને આનું બંધાણ/કુટેવ/મજબુરી છે !

ત્રીજા ક્રમે BJPને મૂકીએ જે મારું ફેવરીટ છે અને એને હું એલોપથી ટ્રીટમેન્ટ તરીકે લઉં છું. માન્યું કે આની આડઅસર ઘણી છે, પ્રમાણમાં  મોંઘી પણ છે પરંતુ આનાથી ક્વિક રીલીફ પણ તો મળે છે અને એમ પાછું સાવ કાંય નાંખી દીધા જેવું તો નથી નથી અને  નથી જ ! Congress રૂપી દારુ અગર મજબુરી છે તો એની ટ્રીટમેન્ટની અપેક્ષા આ બંને પાસે રાખી શકાય એવું અત્યારે લાગે છે આગે આગે ગોરખ જાગે !

હજી અન્ય પક્ષો રહી ગયા એવું કોઈ કહે તો મારી હવે લિમિટ આવી ગઈ, આગે ‘આપ’ ભી તો કુછ કહે સકતે હૈ !

~ અમૃતબિંદુ ~

આજ-કલ લોગ દિલ્હી વિધાનસભા કે આસપાસ જાને સે ડરતે હૈ, કહી કોઈ પકડ કર યે ના બોલે –

.

.

.

.

.

.

ચલ સરકાર બના!

^Fwd Msg^

^ એફ્બી પર આજે મૂકેલ સ્ટેટ્સ

Leave a comment

Filed under સમાજ, media, Nation, politics, social networking sites

મારું (જ) સત્ય


૧૯૮૮ની સાલમાં એન્ટેક (ટીવીની કંપની)માં નોકરી કરતો હતો. એકવાર બધા નવરા બેઠા હતાં, અમે બધા કાઠિયાવાડી આમ પાછા ફાન્કોડી ખરાને? એટલે સહુ ઝીંક્યે રાખતા હતાં કે આમ કરી શકીએ ને તેમ કરી શકીએ, કોઈને ટીખળ સુઝ્યું, તો ચેલેન્જ મૂકી કે  EHT  ઊંધી ફિટ કરી શકો? એનો ડાયાગ્રામ જુવો કે આ ઊંધી ફિટ ન થાય,

TV EHT

TV EHT

પણ મેં કીધું ને આપણે ગુજરાતી અને એમાંયે કાઠીયાવાડી, એમ કંઈ મૂકી દઈએ? એક ભાઈએ ફિટ કરી દીધી! તમને થશે કે આ  થાય જ નહીં, કેવી રીતે કરી ?

તો એ ભાઈ સાહેબે PCBમાં ઊલટી ફીટ કરી દીધી. એ અલગ વાત છે કે પ્રેક્ટિકલી આ પોસિબલ નથી પણ વાત ઊલટી ફીટ કરવાની હતી, એ થઇ ગઈ એટલે આમ જુવો તો એ હાર્યો તો ન જ કહેવાય!!

આ બધું યાદ આવવાનું કારણ હમણાં કાત્જુ, માજીદ મેમણ વગેરે સંજુ બાબાની સજા માફીને લઈને જે રીતે દરેક ચેનલ પર પોતાનો કક્કો ખરો કરી રહ્યા છે એના પરથી યાદ આવ્યું.પણ અત્યારે ‘સંજુ સજા’ ઈશ્યુ વિશે કોઈના કે મારા વ્યૂ રાખીને વધુ માથું પકવવાનો નથી પણ આ પ્રકારના વલણ અંગે વિચાર આવે છે કે લોકો કેવા હોય છે? એકવાર બોલાય જવાય કે સ્ટેન્ડ લેવાય જવાય એટલે ગમે તેમ કરીને પોતાની વાત પકડી રાખવાની અને પ્રેક્ટિકલ કે સૈધાંતિક (થિયરી વાળી નહી) રીતે શક્ય કે યોગ્ય હોય કે ન હોય પણ હવે તો સિદ્ધ કરી જ બતાવવું કે મેં કીધું એ સાચુ એમ નહી મેં કીધું એ જ સાચું એ સાબિત કરી ને જ જંપવું.

અમૃતબિંદુ ~

અમુક લોકોમાં ‘સાચું હોય એ કહેવું’ એમ નહીં પણ ‘કહેવાય ગયું પછી એ સાચું છે’ એમ સાબિત કરવાની વૃતિ ઘર કરી ગઈ હોય છે.

update –

જૈન ધર્મની નયવિચારધારાથી હું પ્રભાવિત થયો છું. એક જ વસ્તુ જુદી જુદી અપેક્ષાથી કે દ્રષ્ટિથી જુદી જુદી દેખાય. નય શબ્દ ન્યાયની કરીબ છે. બધા નયોનું સંકલન એ પૂર્ણજ્ઞાન છે. જે નય એક જ દ્રષ્ટિને ખરી અને બીજી બધી દ્રષ્ટિઓને ખોટી સમજે, હું જ સાચો છું એમ સમજે, એ નય નથી એ નયાભાસ છે. છ આંધળાઓ અને એક હાથીની વાર્તા જૈન ધર્મનું પ્રસિદ્ધ ઉદાહરણ છે. દરેક આંધળો હાથીને પોતાની ‘દ્રષ્ટિ’થી જુએ છે! કાન કપડનારને હાથી સૂપડા જેવો, સૂંઢ પકડનારને ધોકા જેવો, દંતશૂળ સ્પર્શનારને ભૂંગળા જેવો, પગ પકડનારને સ્તંભ સમાન, પેટને અડનારને પખાલ જેવો, પૂંછડી ખેંચનારને હાથી લાકડી જેવો લાગે છે. અનુભવસિદ્ધ સત્ય જરૂર છે, પણ પૂર્ણ સત્ય નથી, માત્ર સત્યાંશ છે. આ કદાગ્રહી જ્ઞાન છે, હું જ સાચો છું એવો નયાભાસ છે. 

બીજા છ સરળ દેખાતા માણસો હાથીને જુએ છે. સૂંઢ અને મુખ એમ બે મોઢેથી એ પાણી પીએ છે માટે એ એને ‘દ્વિપ’ કહે છે, બીજો એના દાંત જોઈને ‘દંતી’ કહે છે, ત્રીજો એને હાથી કહે છે, એ સૂંઢ જેવા ‘હાથ’થી બધું કામ કરે છે, ચોથા માટે મદઝરતો હાથી ‘મતંગજ’ છે, પાંચમો દાંતને કારણે એને ‘દ્વિરદ’ કહે છે, છઠ્ઠાએ એની હડપચીને લીધે એને ‘કુંજર’ કહ્યો. આ બહુધર્મી પ્રાણી એકધર્મી બને છે ત્યારે હસ્તી કે હાથી બને છે. આ હાથીત્વ એ નય છે. કયું સાચું? હાથીનું ખંડદર્શન કે હાથનું અખંડદર્શન? અનુભવથી સમજાતું સત્ય પણ કેટલું અપૂર્ણ સત્ય હોય છે? 

(ધર્મ અને દર્શન, ચંદ્રકાંત બક્ષી, પૃ. 135)

^ Courtesy : Nehal Mehta

21 ટિપ્પણીઓ

Filed under ગુજરાત_ગુજરાતી, વૃતિ - પ્રવૃતિ, સમાજ, સાહિત્ય, Baxi Babu - Chandrakant Baxi, media, Nation, politics

સરકાર અને સરકારી [(કર્મ?)ચારી]


દર પાંચ વરસે સરકાર બદલવાના ચાન્સ મળે પણ કંઈ ફેર પડતો નથી, હા, જે ‘ઓફીસ ઓફિસ’ની જેમ સરકારી ઓફીસના ચક્કર કાપતા રહે એને ફેર જરૂર ચડી જાય કેમ કે સરકારી (અ)વ્યવસ્થાતંત્ર તો યથાવત જ હોય છે ને?

બેંક વગેરે જગ્યાએ તો ય હવે તો ઘણો (બધો નહી) ફેરફાર થઇ ગયો છે, લોકો કામ કરતા થઇ ગયા છે અને યા તો કામ કરવું પડતું હોય છે પણ હજુયે સરકારી માનસિકતા બદલાઈ નથી.

એ લોકોને મોંઘવારી સાથે પગાર વધારા જોઈએ છે પણ એના બદલામાં કામ વધુ તો નથી કરવું કે નથી કામ કરવાની કોઈ પદ્ધતિમાં ફેરફાર કરવો પરંતુ તેઓ તો કામ ઓછું કરવાની યુક્તિ-પ્રયુક્તિઓમાં વધુ પ્રવૃત રહેવાની માનસિકતા કેળવતા(!) રહેતા હોય છે.

સરકારી ઓફિસરમાં ઓફિસર્સ કરતા ‘નીચ’લા વર્ગના કર્મચારીઓ વધુ કામ’ચોરી’ કરતા હોય એવું જોવા મળશે. આવા (લુખ્ખા)તત્ત્વોને એમના ઉપરી અધિકારી પણ કંઈ કહી નથી શકતા હોતા.

આવા લોકો સમય બાબતે બહું પંક્ચ્યુલ હોય છે! મતલબ કે સમય પહેલા આવી ણ જવાય અને સમય પછી ઓફિસમાં રહી ન જવાય એની ખાસ તકેદારી રાખતા હોય છે.

સરકારી કર્મચારીઓ વ્યકિગત અને ઘરમાં અપડેટ થઇ ગયા હોય પણ પોતાનાં કામ કાજ માટે અપડેટ થવું હોતું નથી. હા પાછા તેઓ પોતાના સિવાયની અન્ય ઓફિસીસમાં જરૂર ઝડપ અને કાર્યદક્ષતાની અપેક્ષા રાખે!

~  અમૃતબિંદુ ~

સરકારને ચૂંટવા માટે તો ઓપ્શન છે અને આપણે માનીયે કે નહી પણ એનો થોડો ઘણો ડર એમના પર રહે છે એટલે (ના છુટકે ય) કામ તો કરવા પડતા હોય છે. એવી રીતે જ્યાં શક્ય હોય ત્યાં સરકારી ઓફિસમાં પણ જેમ સજેશન બોક્સ હોય છે કે સાઈટ પર સ્ટારના ઓપ્શન હોય છે એમ કંઈક હોવું જોઈએ જેથી એ લોકો આપણું કરે છે એમ આપણે પણ એમનું બ્લેકમેઇલિંગ કરી શકીએ [જોયું? આવી ગયા ને (હિન્દુસ્તાની)જાત પર?!]

9 ટિપ્પણીઓ

Filed under વૃતિ - પ્રવૃતિ, સમાજ, politics

‘સંઘર્ષમાં ગુજરાત’ – નરેન્દ્ર મોદી


થોડાં સમય પહેલા લાયબ્રેરીમાંથી અન્ય પુસ્તકો સાથે  ન.મો. લિખિત ‘સંઘર્ષમાં ગુજરાત’ લઇ આવેલ પણ સામાન્ય રીતે આપણે વાંચતા હોઈએ એના કરતા ‘અલગ’ લખાણ હોવાથી ક્યારેક જ હાથમાં લેતો. પરંતુ થેન્ક્સ ટુ કેન્દ્ર સરકાર કે દિવસે દિવસે એમની (અ) નિતીઓના હિસાબે થયું કે કટોકટી(emergency)નો જન્મ આવી જ માનસિકતામાંથી થયો હોવો જોઈએ. અને  અધુરામાં પૂરું સાતમ-આઠમની રજાઓ, ચાવ પૂર્વક વંચાતું ગયું એમ એમ આંખ ખુલવાની સાથે પહોળી થતી ગઈ કે સસાસાલ્લું  આવું બધું કારસ્તાન?

ઇમરજન્સી(૧૯૭૫) વિશે નરેન્દ્ર મોદી લિખિત ‘સંઘર્ષમાં ગુજરાત’

પહેલા તો ઉપરોક્ત ફોટો એફબી પર શેર કર્યો અને લખ્યું : “અત્યારના સમયમાં ૩૭ વર્ષ પહેલા જેવી પરિસ્થિતિ ઉપસાવવાના (નિષ્ફળ) પ્રયાસ થઇ રહ્યાં છે એવી  વાત કરીયે તો કોઈક હાસ્યાસ્પદ જ ગણે પરંતુ હકીકત એ જ લાગે છે કે જો આજના જેવું મિડીયા ખાસ કરીને સોશ્યલ મીડીયાનું દબાણ ન હોત તો સાસુમાં ઇન્દિરા ગાંધીના ચપ્પલ સિન્યોરીટા સોનિયા માઈનોએ ક્યારના પહેરી લીધાં હોત.

અહી ફેસબૂક પર પણ (બે-ચાર જ ) મિત્રો છે કે જેઓને તટસ્થ છે એવાં નિર્દોષ ભ્રમમાં રહીને Narendra Modi વિરુદ્ધ કંઈ સાહિત્ય (?) કે વાત હોય એને હોંશેહોંશે વધાવી લેતા હોય છે. એમને તથા અન્ય મિત્રો કે જેઓ ન.મો અને એમના કામને ચાહે છે, ઓળખે છે તેઓ માટે ખાસ ગુજારીશ કે આ (દસ્તાવેજી) પુસ્તક વાંચો અને વંચાવો.

 કેટલા ઓછા ગાળામાં આ પુસ્તક (રી)રી-પ્રિન્ટ કરાવવું પડ્યું, એ ખાસ નજર નાંખજો.”

ત્યાં તો પાછલા બારણેથી કટોકટી દાખલ થતી હોય એમ બધુ ‘બાન’માં લેવાવા  મંડાયું એ વિશે  સૌ જાણીયે છીએ એટલે એ બધું પુનરાવર્તન ટાળીને આ પુસ્તકમાંની માહિતી શે’ર કરવી વધુ યોગ્ય લાગે છે. આ માહિતી-પેરેગ્રાફ અહી છાપીને ‘કૉપીરાઇટ’નો ભંગ કરવાની હરગીઝ ઈચ્છા નથી પરંતુ આપણે ખાસ કરીને ગુજરાતીઓ આ વાંચે એ  ઈચ્છનીય છે કેમ કે આપણે લશ્કરમાં જોડાતા નથી, આપણે માત્ર ધંધો-ધાપો કરી જાણીએ વગેરે ઈલ્જામો આ બૂક વાંચવાથી ક્લિયર થાય એમ છે.

પ્રથમ આવૃત્તિ (૧૪  જાન્યુઆરી ૧૯૭૮) વખતે ન.મો. એ આ પુસ્તક વિશે લખ્યું એ આમ તો  છેલ્લે છે પણ આપણે ત્યાંથી શરૂઆત કરીએ –

કટોકટી કેવી રીતે આવી એ વિશે ઘણું લખાય છે, પરંતુ કટોકટી ગઈ કેવી રીતે એ વિશે ખાસ કંઈ જ  લખાયું નથી. આ વિચારમાંથી જ આ પુસ્તકનો જન્મ થયો. શું ચૂંટણીઓ આવી અને જનતા પક્ષ વિજયી થયો તે નર્યો ચમત્કાર માત્ર હતો? ચૂંટણીઓ દ્વારા થયેલ ક્રાંતિકારી પરિવર્તન એ અચાનક જ આવી મળેલી સફળતા છે એવો પણ એક મત પ્રચલિત થયો છે. પણ વાસ્તવમાં નિશ્ચિત પરિણામો પ્રાપ્ત કરવા ૨૦ માસ સુધી લગાતાર સુનિયોજિત સંઘર્ષ કરવો પડ્યો છે અને તે સંઘર્ષનાં કેટલાં-કેવાં વિવિધ સૂક્ષ્મ, જ્ઞાત-અજ્ઞાત ક્ષેત્રો હતાં તેની પણ એક ભવ્ય ગાથા છે. આઝાદીની પહેલી લડાઈ કરતાં આ બીજી લડાઈનું મૂલ્ય આ રીતે જરાય ઓછું નથી. અને તેમાં ગુજરાત પણ પ્રારંભથી લડતું રહ્યું છે. 

પુનઃ મુદ્રણ (૭ માર્ચ ૧૯૭૮) વખતે ન.મો. લખ્યું – કટોકટી વિશેના સાહિત્યથી વાચકને અપચો થઇ જાય એવું ઢગલાબંધ સાહિત્ય ખડકાયા પછી પણ મારા આ પ્રથમ પુસ્તકને પત્રકારો, વિવેચકો અને વાચકોએ એકસરખા પ્રેમથી વધાવ્યું છે. વીસ જ દિવસમાં પ્રાદેશિક ભાષાના પુસ્તકની બીજી આવૃત્તિ પ્રગટ થાય છે. આટલા સત્કાર કરતાં લેખકને વધુ શું જોઈએ ?

મારા હાથમાં જે આવૃત્તિ છે એમાં પ્રકાશક સુ.દ.ની વાત પછી ‘લોકતંત્ર જયતે’માં કટોકટી લાડવા માટે ઇન્દિરા ગાંધીએ રાષ્ટ્રપતિમે લખેલ પત્ર અને કટોકટી હટી ગયા બાદ અને ચૂંટણી પરિણામોમાં જનતા પાર્ટીની સરકારે જસ્ટીશ શાહ તપાસ પંચની રચના કરી હતી એના અમુક  તારણો આપેલ છે.

ત્યારબાદ તત્કાલીન (જુલાઈ ૨૯, ૨૦૦૦) વડાપ્રધાન અટલવિહારી વાજપેયીએ લખેલ (ત્રીજી આવૃત્તિની) પ્રસ્તાવના (અને એનો ગુજરાતી અનુવાદ) છે.

હવે એ પુસ્તકમાંના અમુક અંશો –

છવ્વીસમી જૂન પછી દેશભરનાં અખબારો પણ કટોકટીનો કારમો ભોગ બન્યા હતાં. આડેધડ સેન્સરશિપ લાદીને લોકશાહીનું ગળું ટૂંપવામાં ઇન્દિરા સરકારે કશું જ બાકી રાખ્યું નહોતું. પરંતુ એ અત્યાચાર અને અન્યાયી સેન્સરશિપમો છડેચોક વિરોધ કરવામાં અમુક સાપ્તાહિકો અને અખબારો પાછાં નહોતાં પડ્યા.

… અખબારોમાં વિરોધપક્ષના નેતાઓના ફોટાઓ તો શું પણ તેમનાં નામ સુધ્ધાં છપાવવાનું બંધ થઇ ગયું હતું. આવી વિકટ સ્થિતિમાં પણ ગુજરાતી સાપ્તાહિક ‘સાધના’ એ એક પૂર્તિ બહાર પાડીને કટોકટીને પડકારી હતી. ….જનતા માટે આ પ્રકારનું અખબાર એક મોટું આશ્ચર્ય બની ગયું હતું. દસ જ મિનિટમાં ‘સાધના’ની ચાળીસ હજાર પ્રતો વેચાઈ ગઈ હતી. (મિનિટ વિશે મને થોડો સંદેહ થાય છે -RA)

આટલી ગંભીર પરિસ્થિતિ પણ અમુક કેવા કેવા કાર્યક્રમથી આમ-પ્રજાને માહિતગાર અને સરકારને વિરોધ દર્શાવાતો એનો એક નમુનો આ જુવો –

ધનરાજ પંડિત દ્વારા અસત્યનારાયણ કથા વાંચન

સંઘ (RSS)ને બદનામ કરવા માંગતા તત્વો અને જેઓ સંઘ વિશે ગેરસમજ રાખતા હોય એમને માટે – છાપીને તૈયાર થયેલ ભૂગર્ભ સાહિત્ય દરેક રીતે અમૂલ્ય હોઈ તે ગેરવલ્લે ના જાય તેની પણ કાળજી લેવાતી. આ માટે સંઘના સ્વયંસેવકો જ મોડી રાત્રે દરેક ઘરમાં એક પત્રિકા સરકાવી દેતા.

સત્યાગ્રહ/સદવિચાર વિશે પણ કેવું સરસ લખ્યું છે – સામર્થ્યહીન સદવિચાર પણ અંતે નપુંસક થઇ જતો હોય છે. સદવિચાર ભલે થોડાક સમય માટે દુર્વિચારોને પરાજિત ન કરી શકે, પણ અંત સુધી પૂરા સામર્થ્ય સાથે સદવિચારનું અડગ ઊભા રહેવું એ જ પરિણામકારી હોય છે.  (જે અત્યારે ઘણાને લાગું પડે છે ને? -RA)

એમણે ગુજરાતના સત્યાગ્રાહણી ઊણપો વિશે પણ ધ્યાન દોર્યું છે – ગુજરાતના સત્યાગ્રહની એક ઊણપનો પણ ઉલ્લેખ કરવા જેવો છે. બીજા અર્થમાં એ રાજકીય પક્ષોની મનોવૃત્તિણી ખામી દર્શાવે છે. પ્રારંભમાં સત્યાગ્રહ અને ચૂંટણીઓ સાથે સાથે હતાં. રાજકીય કાર્યકરો ચૂંટણીમાં પરોવાયેલા હતા, પણ ચૂંટણીઓ પુરી થયા પછી પણ સત્યાગ્રહ ખાસા એક મહિના સુધી ચાલુ હતો. રાજકીય કાર્યકરોએ પોતાની જવાબદારી સમજીને સત્યાગ્રહને પણ મહત્વ આપવું જોઈતું હતું. જે ન થયું. રાજકીય કાર્યકરોના ઘડતરની કચાશના એમાં દર્શન થાય છે. પરિવર્તનના પાયા સમાન બની રહેલ આ સત્યાગ્રહ સમયે ગુજરાતના રાજકીય કાર્યકરોએ અને પક્ષોએ પીઠ બતાવી એનાથી વધારે ખરાબ શું હોઈ શકે?

સંઘ અને હિન્દુ-મુસ્લિમનો નાતો પણ જુવો – જેલમાં રહેતા સૌ ભિન્નભિન્ન વિચારધારાના હોઈ ગરમાગરમ ચર્ચાઓ ગમે તેટલી તીવ્રતાએ પહોંચે તો પણ ભાઈચારો ગજબનો! સંઘના કાર્કારોને મુસ્લિમોના દુશ્મન બનાવવાનો પ્રયત્ન કરતી કોંગ્રેસી રીતરસમોનો ભાંડો જેલમાં સંઘ-કાર્યકરોના તેઓ પ્રત્યેના વ્યવહારથી ફૂટી ગયો. સંઘના કાર્યકરોનો મુસ્લિમ મિત્રો સાથે ભાઈચારો પણ અદભુત હતો! નમાજ પડતા હોય ત્યારે પૂર્ણ અદબ જાળવવાની! રમજાન મહિનામાં સંઘના કાર્યકરો રાત્રે બે વાગ્યે ઊઠીને બધા જ મુસ્લિમ મિત્રો માટે રસોઈ કરતા.

પાનાં ન. ૧૭૪-૧૭૫ અને ૧૭૬ માં પત્રકાર-લેખકો અને મીડિયાના કેવા કેવા લોકોનું યોગદાન હતું એ બધું અહી ઊતારી શકું એમ નથી પણ ખાસ વાંચવા જેવું છે એનાથી આપણને ઘણી ઘણી ‘ખબર’ પડે એમ છે. તેમજ પાનાં ન. ૧૮૬માં કટોકટી અંગે હિન્દી-ગુજરાતી-અંગ્રેજી પુસ્તકોનાં નામ આપ્યા છે એ પણ જોઈ એમાંથી અત્યારે કોઈ પ્રાપ્ય હોય તો વાંચવાની જિજ્ઞાસા વધી છે કે એ પરિસ્થિતમાં પણ લોકો કેવું કેવું સાચુ(ઓછું) અને ખોટું (વધારે ) લખતા એથી માહિતગાર થવાય.

સંઘના કાર્યકરોની પ્રતિબધ્ધતા કેવી હોય છે એ વિશે – ચૂંટણીઓ મુક્ત ન હોય, નેતાઓને છોડવામાં આવે, પરંતુ સંઘના કાર્યકરોને (જેમની મોટી સંખ્યા જેલમાં હતી) છોડવામાં ન આવે તો શું? આ પ્રશ્ન અંગે સંઘ તરફનો મત ખૂબ સ્પષ્ટ અને હિંમતભર્યો હતો.સંઘના કાર્યકરોને છોડે કે ન છોડે, પણ રાજકીય પક્ષોએ ચૂંટણી લડાવી જ જોઈએ.સંઘના કાર્યકરોની ધરપકડને પ્રતિષ્ઠાનો પ્રશ્ન ન બનાવવો જોઈએ.

અમુક બબૂચકો અને અમુક ચતુર (!) શિયાળ જેવા લો (અનુ) ગોધરાકાંડમાં મોદીની ભૂમિકા અંગે સવાલ ઊઠાવે છે ત્યારે એમના અહિંસક વિચારોને જોઈએ – ભૂગર્ભકાર્ય દરમ્યાન સમાજના અનેક ઘટકો સાથે સંપર્કમાં આવવાનું થયું. પ્રારંભમાં તો સૌ ઉપહાસ પણ કરે. વ્યંગમાં ‘બહેનજી’નાં વખાણ પણ કરે; પરંતુ જેમ જેમ સ્થિતિની ગંભીરતા સમજાતી ગઈ તેમ તેમ સમાજના લોકોની અપેક્ષા વધતી ગઈ.ઉપહાસનો રાહ બંધ કર્યો. પરિસ્થિતિથી દુઃખી બનેલા સૌ લગભગ તરફડિયાં મારતા હતા…… ભલભલા આગેવાનોનું પણ મનોબળ તૂટી ગયેલું જોવા મળતું….તેઓ પ્રજાની શક્તિ અને સાચા સમાચારોથી અજાણ હતા. તેમની નિરાશાની અમારા જેવા કાર્યકરોના ઉત્સાહ પર ક્યારેય અસર નહોતી થઇ..પરંતુ સૌથી દુઃખદ અને મનને ઉદ્વેગ કરનાર વ્યવહાર તો એવા લોકો દ્વારા થતો જેમની સમાજ પ્રત્યેની, મૂલ્યો પ્રત્યેની નિષ્ઠા અને દેશ માટેનાં તેમનાં બલિદાનો વગેરેને કારણે મારા જેવા અનેકોના હ્રદયમાં ખૂબ ઊંચો મત હતો.આવા લોકો નિરાશ થઈને અમને સશત્ર ક્રાંતિનો ઉપદેશ આપતા.કેટલાક તો એટલી હદે જતાં કે “વહેલામાં વહેલી ટકે સંજય અને ઇન્દિરાજીને ખતમ કરવાની યોજના બનાવવી જોઈએ. આ વગર છૂટકો જ નથી….” અને પાછું આ બધું “આ બધું અમારે કરવું” તેવી સુફીયાણી સલાહ પણ આપે અને ત્યારે અમારે ભૂતકાળમાં અહિંસા ઉપર તેમનાં દ્વારા જ સાંભળેલ એકાદ ભાષણ તેમણે સંભળાવવું પડતું…

આવી તો ઘણીબધી વાતો અને માહિતીથી ભરેલ આ પુસ્તક દરેક ગુજરાતીએ વાંચવું અને વસાવવા જેવું ખરું, જો કે અમુક મિત્રો દ્વારા એવું જાણવા મળેલ છે કે આ પુસ્તક અપ્રાપ્ય છે. મને હાલમાં આ અંગે કંઈ ખબર નથી પણ ક્યાંયથી કોઈ માહિતી મળશે તો ચોક્કસ અહીં જાણ કરીશ.

UPDATE  –  ઉપરોક્ત સ્કેન કૉપીમાં છપાયેલ ઈમેજની અ’વાદ ઓફીસ પર ફોન કરતા જાણવા મળ્યું કે પુસ્તક અવેલેબલ છે, ૨૦૦ રૂપિયાનો ડ્રાફ્ટ/ચેક મોકલવાથી તેઓ કુરિયર કરી આપશે.

~ અમૃતબિંદુ ~

મુકુલ જાનીની બ્લોગ પોસ્ટ ઇમર્જન્સી: ઘોષિત અને અઘોષિત

મિતેશ પાઠકનું એફબી સ્ટેટસ – ક્યારેય વાંક વગર વાણી સ્વાતંત્રતા છીનવાય, અભિવ્યક્તિ સ્વાતંત્રતા છીનવાય, ગમ્મે ત્યારે ગમ્મે તેની ધરપકડ, કોઇ કોર્ટ નહી, ક્યારે છુટકારો થાય તે નક્કી નહી?

આપણા દેશમાં જ આવું બને એ કલ્પના થાય?

26 June 1975 – 21 March 1977 (૨૧ મહીના) મા. ઇન્દીરા ગાંધી (એમનો પરીચય: જવાહરલાલ નહેરૂના પુત્રી, રાહુલ ગાંધીના દાદી, સોનિયા ગાંધીના સાસુ) એમણે આ ૨૧ મહિના દેશને ઇમરજન્સીનો પરીચય આપેલો.

એક અનુભવ: એ વખતે હું તો પ્રાથમીક શાળામાં અભ્યાસ કરતો હતો. મારા ફાધર જે વેટરનરી સર્જન છે અને સરકારી પશુ દવાખાના જામનગરમાં ડ્યુટી કરતા હતા.

એક સવારે જામનગરના અમારા રહેઠાણે ૨ જીપ ભરીને પોલીસ આવી. ૫-૬ કોન્સ્ટેબલ અને ૨ ઇન્સપેક્ટર. આવીને મારા ફાધર સાથે અલપઝલપ વાત કરી એમને સાથે લઈને જતી રહી.

આખો મહોલ્લો અમારા ઘરે ભેગો થઈ ગયો. બધા સાંત્વના આપવા લાગ્યા. મહોલ્લાના વડીલો અને નેતાઓ લડી લેશું અને વિરોધ કરશુંના દિલાસા પણ આપવા લાગ્યા. અને લોકોમાં વાત ફેલાઇ ગઈ કે ડોક્ટર સાહેબને MISA (Maintenance of Internal Security Act) હેઠળ પોલીસ લઈ ગઈ.

કલાક પછી એ બન્ને જીપ પાછી આવી, અને પોલીસ ઇન્સ્પેક્ટર મારા ફાધરને ઘરે ઉતારી એક સેલ્યુટ માર્યું અને બેગ આપીને થેન્ક્સ કહી એ લોકો જતા રહ્યા.

હજી મહોલ્લો આખો અમારા ઘર પાસે જ હતો. બધા એમને ઘેરી વળ્યા…

પછી મારા ફાધરે ખુલાસો કર્યો કે પોલીસની જે હોર્ષ બ્રીગેડ છે એમાંનો એક ઘોડો માંદો પડી ગ્યો હતો અને એ ઘોડો DSPનો પ્રીય હતો. માટે એ ઘોડાની તાત્કાલીક સારવાર માટે મને બોલાવેલો.

પણ એ ખુલાસા પછી રાહત ફેલાયેલી, હાસ્ય નહી. કારણ? MISAનો ડર બહુ હતો.

15 ટિપ્પણીઓ

Filed under ગુજરાત_ગુજરાતી, સમાજ, Nation, politics, social networking sites

SMS = શિંદેને ‘મારો’ સંદેશ !


આપણે ત્યાં અક્કલ વેંચીને કે નાગાઈમાં Phd કરીને રાજકારણમાં આવનારની સંખ્યા કેટલી? એ નોંધવા જઈએ તો જિંદગી પૂરી થઇ જાય! છતાંપણ અમુક નામ રટીએ તો – લાલુપ્રસાદ, મુલાયમસિંહ, રાહુલ ગાંધી, કેશુ બાપ્પા, શરદ યાદવ, સુશીલ શિંદે, બેની પ્રસાદ & મેની મોર…… 😉

આપણે ત્યાં આમ પણ ગ્રાહક કે આમ આદમીની મરજી કે હક્ક  જેવી કોઈ ચીજ છે નહિ. મન પડે ત્યારે, મન પડે એ અને મન પડે એવા એવા ફતવા બહાર પડતા રહેતા હોય છે, એમાં અત્યારે તો માત્ર ‘મેસેજ’નું મુદ્દો જ પકડીએ અને એકસાથે મનમાં આવતા ઘણા બધા વિચારોનું વ્યવસ્થિત સંકલન તો નહિ પણ એમ જ રેન્ડમ તુક્કાઓ વેરું તો-

SMS , customer care & Mobile મારો પ્રિય સબ્જેક્ટ હોય એમ એ કેમ હું વારંવાર એને ઊઠાવું છું? આ પહેલા પણ આ વિશેની પોસ્ટ્સ –

https://rajniagravat.wordpress.com/tag/sms/

https://rajniagravat.wordpress.com/tag/mobile/

https://rajniagravat.wordpress.com/tag/customer/

પહેલા TRAI  ૫૦૦ અન લિમીટેડમાંથી ૧૦૦ લિમીટેડ મેસેજ કરાવે, સેલ્યુલર કંપનીઓ મેસેજ સંખ્યા કાપવામાં એનો અમલ કરે પણ એના માટે જે ચાર્જ વસૂલવામાં આવે છે એમાં કોઈ ફેરફાર નહિ! …… એમ તો ૧૦૦ના ૨૦૦ થયા એવું સાંભળ્યું હતું પરંતુ શાયદ આ મોબાઈલ કું. વાળા આવી વાતોથી બેખબર હોય શકે!

આ ડીંડવાણું ચાલ્યું અને કોઈ ઉહાપોહ ન થયો ત્યાં ભાદરવાના ભીંડાની જેમ શિંદે ‘સાયબ’ ખુરશી પર ચડી ગયા અને સાથે સાથે જે અફડાતફડી થઇ એમાં ‘અફવા’ માટે SMSને બકરી ઈદ ન હોવા છતાં પણ બલિનો બકરો બનાવી દેવામાં સફળ (!) થયા, અને દે દામોદર દાળમાં પાણીના અન્વયે લિમીટેડ SMSમાંથી હજુ લિમીટેડ (!!!!!) નું એલાન જારી કરી દેવામાં આવ્યું અને મોબાઈલ વાળા બિચારા ચિઠ્ઠીના ચાકર, એમણે ફટાફટ અમલ પણ કરવો પડેને?

જોવાનું એ છે કે આવી બધી પાબંધી કે ટેકનોલોજી પરની નશબંધી ઉપ્સ નશાબંધીનો વિરોધ કેમ ન થયો? ઘણાબધા કારણોમાં આ પણ હોય/છે-

૧ – આપણે વિરોધ કરતા શીખ્યા નથી, યા તો એને અપનાવી લઈએ જેમ પેટ્રોલ વગેરેનો ભાવ વધારો, યા તો પાછલા દરવાજેથી સોલ્યુશન !

૨ – એટલો ઉપયોગ લોકો નહિ કરતા હોય, જેટલો  સરકાર અને સમાજ સમજે છે.

આવા હાસ્યાસ્પદ અને ઘેલાસફ્ફા ફતવારૂપી નિયમોથી સમસ્યાનો ઉકેલ આવે એવું અકક્લમઠા સિવાય કોઈ કદાચ વિચારી પણ નહિ શકતું હોય.

અમેરીકામાં  9/11 વખતે જો આપણા સુશીલકુમાર જેવા અડબુથ્લ હોત તો એક ફ્લાઈટમાં નો મોર ધેન ફાઈવનો આદેશ આપી દેત ને?

અને જે લોકોએ ઉંબાડીયા કરવા જ છે એ શું માત્ર SMS પર જ ડીપેન્ડ રહે?

આ રીતે SMS  અને આપણને ‘બાન’માં ૧૫ દિવસ રાખ્યા બાદ બધું જ સમુસુતરું પાર ઉતરી જશે?

એમ તો હંમેશની જેમ પાકિસ્તાનનો હાથ (પંજો) છે એવી વાતો વહે છે તો શું આપણા shoeશીલ(!)  હવે આપણા એ ‘નાનાભાઈ; ને સમજાવી શકશે કે બેટા, અચ્છે બચ્ચે ઐસા નહિ કરતે!

~ અમૃતબિંદુ ~

મોબાઈલ ધારક એમ કહી શકે:

SMS(send-rcv કરવા)(મોબાઈલના) જન્મથી જ, જન્મસિધ્ધ અધિકાર છે!

2 ટિપ્પણીઓ

Filed under વૃતિ - પ્રવૃતિ, Nation, politics, social networking sites

ચૂંટણીની ચટણી


હમણાં હમણાંથી મારી બ્લોગ પોસ્ટ્સ કંઈક ભારેખમ બની જતી હોય એવું લાગતું હતું, પણ આ (ઈલેકશનની) હોળી આવી એટલે હવે કંઈક ઓરીજીનલ રંગ ‘આયવો’

આમ તો કંઈ નવું નથી, કાલે એફ.બી.માં જે સ્ટેટ્સ મૂક્યા, જોયા/વાંચ્યા એ અને એના પર આવેલી અમુક કોમેન્ટ્સ અહીં શે’ર કરું છું.

-x-x-x-x-x-x-x-x-x-x-x-

મુકુલ જાનીનું સ્ટેટ્સ

…..’માયા’ ભલે ગઈ,
પણ
એની જગ્યાએ
’મુલ્લા’ ’યમ’ આવેલ છે,
એ ના ભૂલાય!

-x-x-x-x-x-x-x-x-x-x-x-

પ્રણવકુમાર અધ્યારુનું  સ્ટેટસ

अखिलेश यादव…life begins before 40

-x-x-x-x-x-x-x-x-x-x-x-

R.A. = કહેવાય છે ને કે life begins @ 40
તો
40+ બાબાને પોલિટિકલ લાઈફ શરૂ કરવા અને ભાજપનું કમળ ખીલવવા ૪૦ સીટ્સ (પણ) મળશે ?

^

Rajni Agravat અત્યાર સુધીના અપડેટ હિસાબે ભાજપ તો કદાચ ૪૦ પાર કરે પણ બાબાજી કો તો મમ્મા કી ગોદમેં હી જાના પડેગા ઐસા લગ રહા હૈ !

Chetan Bhatt અને બાબલા ના એક દાઢિવાળા એક ગુજરતી કાકા કહેતાતા આજે કે બીજેપી ના તો સુપ્ડા સાફ થઈ ગ્યા……આવી તે મજાક હોય પાર્થ કાકા? કે પછી બાબલા ના ઘા પર મીઠું ??

-x-x-x-x-x-x-x-x-x-x-x-

R.A. = ચાળીશ+ વર્ષિય બાબા, મણીપુર સિવાય ક્યાંય ચાલીશ(૪૦ સીટ) નહિ ! !

^
કહેવાય છે ને કે ચાળીશ પછી ચાલીશ નહિ તો ચાલીશ નહિ

(આમ તો મણીપુર છતાંપણ સીટની ગણતરી મુજબ છતાંપણ મોટું મન રાખીને પંજાબ પણ ગણી લઈએ લ્યો ને ) =

Chetan Bhatt બાપુ આજ બહુ રંગ મા છો ને કાંઈ?

Rajni Agravat ‎Chetan Bhatt = આપણે રંગ અને મેડમને ત્યાં હોળી !

-x-x-x-x-x-x-x-x-x-x-x-

પારસ શાહનું સ્ટેટસ

We at state level are responsible for the poor showing, Rahul was only a campaigner – Rita Bahuguna Joshi #UP ……:P =

^Paras Shah Rahul Gandhi is a magician. He campaigns in Uttar Pradesh and his party wins in Manipur. WoW !! – Manik Mahajan on twitter

Paras Shah UP Voters to BABA : Bura Na Mano Kal Holi Hai 😀

-x-x-x-x-x-x-x-x-x-x-x-

R.A. =

જે કંઈ ગુણ છે એ રાહુલમાં એટલે કે બત્રીસલક્ષણા યુવરાજ છે, કાર્યકરો તો નગુણા છે.

જો કે સારા કામ માટે બત્રીસલક્ષણા નો ભોગ ચડાવવો પડે ને !

Amar Dave સુધારો …. કાર્યકરો ‘ રીઢા બહુગુણા ફોસી ‘ છે

-x-x-x-x-x-x-x-x-x-x-x-

દ્વિરેફની વાતો – U.P. Election.

“પ્રદેશ ઉત્તરમાં કોંગ્રેસની દક્ષિણે થઇ પથારી”

ગુજજુ ભાઈ બાબા ભાઈ નું બાળોતીયું બગડી ગયું..

-x-x-x-x-x-x-x-x-x-x-x-

R.A. = બાટલા વખતે (મગરનાં) આંસુ પડ્યા હોય કે નહિ પણ સ.પા. એ એવી બાટલી સુંઘાડી છે કે મેડમ -ને એનો (સ્ટાર) પરિવાર હવે પીલુડા પાડતા હશે એ નક્કી =

Praful Kamdar હજી હીબકાં લે છે……!

Chetan Bhatt બીજું તો ઠીક પણ બાબલા ને બાટલા નડી ગ્યુ ભૈ…

-x-x-x-x-x-x-x-x-x-x-x-

R.A. = ખુરશી(દ) સ્ટાઈલ = ભલે મને ઇલેકશન પંચ ફાંસીએ ચડાવી ડે પણ હું તો કહેવાનો જ કે ઉ.પ્ર., ગોવા, પંજાબના EVMમાં ચેડા કરેલ હતા !

Mukul Jani ઈલેક્શન કમીશન તો માઈ-બાપની સામે કંઇ ના કરી શકે, પણ જનતાને થોડી શેહશરમ નડે છે! ખુરશી (દ) તો ગઈ પણ ડિપોઝીટ લઈને!

-x-x-x-x-x-x-x-x-x-x-x-

મમ્મી મમ્મી,પેલા યુ.પી વાળા મુલ્લા પહેલવાને થપ્પડ મારી.
મનીયો મસ્તીખોર નું સ્ટેટસ

R.A. = બેટા, કેટલીવાર સમજાવ્યું કે “મ” હોય ત્યાં ન જવું (મુલાયમ-માયા-ઉમા) !

હવે ગુજરાત વખતે આ વાત ભૂલતો નહિ

Prasham H Trivedi આવવા દયો ને, આપણને છુટ્ટા મોઢે મનોરંજન મળી રહેશે .

Devanng Dhotijotawala એક વાર ભૂલો પડ ગુજરાત માં…રાજનીતિ હું છે એ હમજાવી દિયે..

-x-x-x-x-x-x-x-x-x-x-x-

ઉજ્જવલ અધ્યારુનું સ્ટેટસ

આજે હું ખુબજ દુ:ખી છું મારુ વાહ્લુ કોંગ્રેસ હારીગયુ ,મારો પ્રીય નેતા રાહુલ ની મહેનત માથેપડી ,અને પડી તો એવી કે સાલુ ભાજપા પેલા ઉમાબેન મ.પ્ર માંથી આવી આગળ નીકળીગયા.આજે ભલે થોડીઘણી સીટો વઘી અને ભાજપા ની ઘટી પણ સાલુ આજે મને ખાવાનુ નહી ભાવે.બીના એતો શ્રીખંડ બનાવ્યો છે પણ મને તો રાહુલ બાબા ની એ રાતો યાદ આવે છે જે એમણે ઝુપડામાં વીતાવેલ બોલો હવે મારા ગળેથી ખાવાનુ ઉતરે ?

Envy Em તો નજીક માં કોઈ ગરીબ ની ઝુંપડી માં પહોચી જાવ અને તેના ભાગનું ખાઈ જાવ

Vinod Surve ગરીબ ના ભાગ નું નહિ બધાના ભાગનું ખાઈ જાવ… નિરાતે ઊંઘ આવી જશે…

-x-x-x-x-x-x-x-x-x-x-x-

R.A. = ઉત્તરાખંડમાં ભાજપને એક (માત્ર) “મર્દ” (N.D.TiVari)જ ભારી પડે એમ છે !

કોઈની ‘તાકાત’ છે કે એને ‘ટક્કર’ આપી શકે ?

^
યે સ્ટેટસ કે પ્રાયોજક હૈ – Kunal Dhami

-x-x-x-x-x-x-x-x-x-x-x-

હિરેન જોશીનું સ્ટેટસ = માયાવતી એ બનાવેલા પૂતળા જ અત્યારે તેની સામે હસે છે.:-)

Rajni Agravat હાસ્ય કે અટ્ટહાસ્ય ?

Itz Darshit પુતળા જોવાની આદત પાડી લો, માયાવતી હવે નજરે નહી જડે..

Rajni Agravat ‎^ જડ ગઈ ને જગા થઈ ?

R.A. =’બહેનજી’,
તે બનાવેલા તુજને ખિજાવે છે !

-x-x-x-x-x-x-x-x-x-x-x-

R.A. = કહાં કે હમ હૈ યુવરાજ ? <-રા’હુલ’

-x-x-x-x-x-x-x-x-x-x-x-

R.A. = જૂની વાત – ઘરના ભૂવાને ઘરના ડાકલા

નવી વાત – જે ચેનલના એન્કર એ જ ચેનલના એક્સપર્ટ/ગેસ્ટ/એનેલાઈઝર !

-x-x-x-x-x-x-x-x-x-x-x-

R.A. = Star News:-

पेट्रोल पांच रुपये महंगा हो सकता है

^ (ઉત્તર) પરદેશ કી જનતા જવાબદાર હૈ , રોટી (ખાઈ, ઉસકી !) કિંમત ચૂકાઈ નહિ ના !

^ Vivek Doshi પેટ્રોલ મોંઘું થવાનું છે,એટલે ઉત્તર પ્રદેશની જનતાએ “સાયકલ” ઉપર વિશ્વાસ મુક્યો..

Rajni Agravat ‎Star News = चुनाव 2012: पांच में से चार राज्यों में नकारी गई कांग्रेस के लिए बड़ा सबक

^ સબક જીસકો વફાકા યાદ હોગા, મહોબ્બતમેં વોહી બરબાદ હોગા !

અમૃત બિંદુ ~

આવા જ ગતકડાંવાળી પોસ્ટ  ૨૦૧૧ની મકરસંક્રાતિ પર પણ મૂકી હતી.

3 ટિપ્પણીઓ

Filed under રમૂજ, સમાજ, media