Tag Archives: માનવ અધિકાર

ચપ્પલ ચેપ્ટર


પ્રિ-સ્કૂલ યાને બાળમંદિરના ટેણીયાને પણ જો સવાલ પૂછીયે કે જ્યોર્જ બુશ- ચિદમ્બરમ – જીંદાલ – યેદુરપ્પા – બિહાર સ્પીકર – અડવાણી – (સુપ્રિમ કોર્ટ તેમજ રાજકોટના ) બે જસ્ટીસ વચ્ચે શું સામ્ય છે? તો તેઓ કદાચ જવાબને બદલે આપણા પર ચપ્પલનો ઘા કરે!

આ બધા કિસ્સાઓ પાછળ કંઇ સસ્તી પબ્લીસીટી સ્ટંટ નથી લાગતુ. બીજુ, આ બધા કિસ્સામાં ભોગ બનનાર(!) મોટુ માથું છે અને પ્રહાર કરનાર મધ્યમવર્ગીય માનવી છે. આ પહેલાના બનાવોને ઝીણવટથી વાંચ્યા નથી એટલે આ ઘટનાઓમાં કઈ માનસિકતા છે કે આ કિસ્સાઓમાં શું “કૉમન” છે એ અંગે કંઇ છપાયુ હોય તો ધ્યાન બહાર છે પણ આજે વિચારૂં છું કે આમ કેમ બને છે?

મધ્યમ માનવીના ખ્વાબ એટલા ઊંચા હોય અને તકલીફ કઠણાઈઓ  ખાઈ જેટલી ઊંડી હોય છે કે તેઓને એમ લાગે છે મારી દરેક મુશ્કેલીઓના હલની આડશમાં કોઇને કોઇ ઊભુ છે. અને આ કોઇને કોઇ એટલે સ્વાભાવિક છે કે રાજકારણીઓ જ દેખાય. મહદાંશે આક્ષેપ કે અનુમાન સાચુ જ છે ને?આમ કોઇ ને જોડાથી જૂડીને પોતાનું કામ કે ધ્યેય સિધ્ધ નથી થવાનો એટલું તો એમને જ્ઞાન હોય જ છે પણ જીવનની ઘણી એવી ઉત્તેજનાત્મક પળો હોય છે કે ત્યાં આપણું દિમાગ (ઇવન દિલ પણ) સાથ આપતું નથી, બસ થઈ જાય છે. મને લાગે છે કે એમનાથી એ ઘડીએ માત્ર  પોતાના ગુસ્સા-આક્રોશને વ્યક્ત કરવા સિવાય કશું દેખાતુ કે વિચારાતુ નહી હોય.

આનાથી નેતા લોકોએ પણ વિચારવા જેવું છે કે તેઓ પોતાના માટે ગમે તેટલી જડબેસલાક સીક્યોરીટીની વ્યવસ્થા કરે ઇવન કાલ સવારે અગર તેઓ જાહેર સભાઓ કે પ્રેસ મીટમાં ઉઘાડા પગે બોલાવે તો પણ જ્યારે ભૂખ્યાજનોનો જઠરાગ્ની જાગશે કે તક્ષકને જો દંશ દેવો હશે તો ક્યાંયથી પણ એ પોતાની વ્યવસ્થા કરી લેશે.

આમ આદમી આ પ્રકારના રસ્તા અજમાવે તો એવો વર્ગ પણ છે કે જે દરેક ઘટનામાં પોતાના ધંધા/કાર્યને વિસ્તાર કરી શકે (આપણા સ્વજનના અવસાનની નોંધ છાપામાં વાંચીને ન ઓળખતા હોય એવી સંસ્થાના લોકોના ‘દાન-પૂણ્ય’ કરાવવાના ફોન-પત્ર આવે જ છે ને?! ) એવો એક દાખલો આ લિન્ક પર મળી શકશે કે આ ન્યૂઝની સાથે સાથે શુઝની જાહેરાત છે!

તો એવો વર્ગ પણ છે કે જે  “જૂતા મારો” ટાઈપની ગેમ બનાવી આપણને વર્ચ્યુલી જોડા જૂડોના મૌકા આપે છે, જેથી આપણે ત્યાં સુધી લાં..બા પણ ન થવું પડે અને આપણી મનોકામના પણ પૂર્ણ થઈ જાય 😉

~ અમૃત બિંદુ ~

2010માં ચિદમ્બરમ પર જનરૈલ સિંઘ દ્વારા જૂતા ફેંક થઈ’તી ત્યારે મેં  ઓરકુટ પર પૂછ્યુ’તું –

ગાંધીજીને ગોળીમારનાર ગૉડસે, ચિદમ્બરમ પર જુતાબાજી કરનાર જનરૈલ સિંઘ, બુશ પર જૂતા ફેંકનાર અને આવા બધામાં એ સામાન્ય છે કે તેઓ સીધી યા આડકતરી રીતે પત્રકારત્વ સાથે સંકળાયેલ છે.. યા તો પત્રકારત્વની ઓથ લીધી છે.. આના પાછળના કારણો શું હોય શકે? અખબારી આલમનો આક્રોશ, અપરાધ કે અન્ય કંઇ? 

કુણાલ ધામીનો જવાબ (ગમ્યો’તો) –

May be they are more aware towards the issue compared to layman so, they may be having more anger towards the culprit and hence the outburst.

1 ટીકા

Filed under રમૂજ, વૃતિ - પ્રવૃતિ, સંવેદના, સમાજ, media

સોનુ સિન્હા


* ત્રેવીસ વરસની એક છોકરી રાત્રે ટ્રેનમાં મુસાફરી કરી રહી હોય ત્યારે એને લૂંટવાનો પ્રયાસ

શેઈમ !

* ફિલ્મી ઢબે  બદમાશ લુચ્ચા લફંગાઓ એ છોકરીને  ટ્રેનમાંથી નીચે ફેંકી દે

શેઈમ !

* પાસેની ટ્રેકમાં ફંગોળાઈ જતા એ છોકરીનો પગ ટ્રેનમાં કચડાઈ જાય

શેઈમ !

* નેશનલ લેવલની રમતવીરાંગના સાથે ઘટેલ આ કમનસીબ ઘટનાની મિડીયામાં મોડી  નોંધ

શેઈમ !

* સ્પોર્ટસ મીનીસ્ટર જાણે ખેરાત કરતા હોય એમ પચ્ચીસ હજાર રૂપરડીની સહાય જાહેર કરે

શેઈમ !

આ દર્દનાક કિસ્સાની એક એક વાત કેટકેટલી શરમજનક છે ! !

આ અગાઉ પણ એક પોસ્ટમાં કહી ચૂક્યો છું કે આપણે માત્ર લશ્કરી સૈનીકોની સેવા ને  જ દેશ સેવા ગણી છીએ જ્યારે ખરેખર તો કોઇપણ ક્ષેત્રમાં રહી તમે દેશ સેવા જ કરી શકો છો, કરતા હો છો.

નેશનલ લેવલની ફૂટબૉલ અને વૉલીબૉલ પ્લેયર એવી એક આશાસ્પદ છોકરીને જ્યારે ખબર પડી હશે કે મારો પગ નથી રહ્યો    ત્યારે એને શું થયું હશે એ વિચારીને જ કમકમાટી ઉપજે છે.

આ છોકરી જ્યારે ગુંડાગીરી-દાદાગીરી-લુખ્ખાગીરીના લીધે એનો ડાબો પગ ગુમાવી બેઠી છે ત્યારે એની માનસીક-આર્થીક-શારીરિક પિડાને રીતસરની અવગણીને ભીખના ટૂકડા જેવું આપીશું તો કયા ખેલાડીને દેશ માટે રમવું ગમશે? આવા બધા કારણો સર અગર  ખેલાડી મેચ-ફિક્સ ન કરે તો શું કરે?!

વરસો પહેલા કપિલ દેવે આપકી અદાલતમાં ખેલાડીઓ પૈસા કમાય બચાવ કર્યો’તો એ આવા પ્રસંગોથી જસ્ટીફાય થાય છે.

અત્યારે એની હાલત વિશે વિચારી  દિમાગ એટલુ સુન્ન થઈ ગયુ છે કે વધુ કંઇ લખવાનું પણ સુઝતું નથી માત્ર એટલી પ્રાર્થના કરીયે કે એને આ દુ:ખ સહન કરવાની શક્તિ અને રાજકારણીયો તેમજ આપણને સદબુધ્ધિ મળે કે જેથી કમ સે કમ આપણે વૉટ દેવા જઈએ અને ઓછા નાલાયક માણસને ચૂંટીયે….

~ અમૃત બિંદુ ~

જેઓ વર્લ્ડ કપ વખતે ગુજરાત તરફથી કિકટર્સ ને આપવાના એકલાખ  ઓછા સમજતા હતા તેઓ  અત્યારે  સોનુ સિન્હા માટે માત્ર ૨૫૦૦૦ રૂપરડીની વાતે કેમ ચુપ હશે ? !

10 ટિપ્પણીઓ

Filed under સંવેદના, સમાજ, media, Sports

“બંધ” ક્યારે બંધ થશે?!


જૂલાઈ ૫, ૨૦૧૦નાં રોજ મોંઘવારીના વિરોધમાં વિપક્ષો દ્વારા ‘ભારત બંધ’ હતું

તો

ઑગસ્ટ ૪, ૨૦૧૦નાં રોજ  લેન્ડ ટ્રાન્સફરના મુદ્દે  આદિપુર-ગાંધીધામ  બંધ!

આમ, એક મહિનામાં  બબ્બે વાર બંધ ? ! બંને મુદ્દા યોગ્ય હોવા છતાં પણ મને તો ક્યારેય એ સમજાતું નથી કે આ બંધથી શું ફલિત થાય યા તો (કોને અને ) શું ફાયદો?

મોટાભાગના બંધ/હડતાળના બીજે એક પક્ષ એમ કહેશે કે જડબેસલાક બંધ તો તો અન્ય પક્ષ કહેશે કે આંશિક બંધ યા તો  બંધ નિષ્ફળ. આમ તો  બંધ પર ડૉક્ટરેટની “ડગરી” હાંસિલ કરી શકાય પણ આપણી પાસે એવી કોઇ આંકડાકીય માહિતી નથી એટલે તાજા બંધનાં અનુસંધાન અને અનુભવ પરથી વાત કરીયે કે અગર બંધ “સફળ” હોય તો પણ કયા કયા કારણો સર બંધ હોય છે?

કોઇને કોઇ મુદ્દા સાથે લાગતું વળગતું નથી હોતું પણ મેજર રોલ હોય છે તોફાન/તોડ-ફોડનો.

સ્કૂલ-કૉલેજ =  વાલીઓને ચિંતા ન થાય (અને સ્ટાફને જલ્સા થાય) એ મા ટે.

ચા-નાસ્તા-હોટેલ = લારી ખોલ્યા પછી બધ કરવાની ફરજ પડે તો દૂધ કે અન્ય કાચું પાકું રાંધેલ બગડીને નુકસાન થવાની બીક.

બેંક કે અન્ય સરકારી, અર્ધ સરકારી ઑફીસ = બન્ને બંધનો સુયોગ (!) સોમવાર રાખેલ એટલે શનિ-રવી-સોમ એમ ત્રણ …. સમજી ગયા ને?! 😉

ગ્રાઉન્ડ  ફ્લોર પરની દુકાન /ઑફિસ = તોફાનકારીઓનો પહેલું નિશાન આ જ હોય ને?

અન્ય લોકો = ભાઈ, ચા-પાન-બીડી-નાસ્તા બંધ હોય તો દુકાન/ઑફિસ ખોલીને શું કરે?!  એ સિવાય પણ 2 તારીખના બંધ પાછળ એક વધુ કારણ હતું =  ધીમી ધારે  પણ સતત વરસતો વરસાદ!

ઉપરોક્ત વાત પરથી કદાચ એમ લાગે કે હું “બંધ” નો વિરોધી છું. ના, હું વિરોધી કે તરફદાર નથી પણ ઉપ્ર કહ્યું એમ મને એ હજુ સુધી સમજાતું નથી કે આ બંધથી શું ફલિત થાય યા તો (કોને અને ) શું ફાયદો?

જ્યારે જ્યારે આવા કોઇપણ “બંધ” નાં ઠેકેદારો હોય છે એમના ‘ધંધા’ તો બંધ હોતા નથી! તેઓની હોટેલ, શીપીંગ કંપની, ટ્રાન્સપોર્ટ વગેરે વગેરે તો ચાલું જ હોય છે. એમના સ્ટાફને બંધ નો “લાભ” મળતો નથી એનું શું?

કોઇ કંઇક કહે એ પહેલા જ આ પોસ્ટ બંધ કરી દવ છું  (બ્લોગ નહીં – આ ખુલ્લી લુખ્ખાગીરી સમજવી)

~ અમૃત બિંદુ ~

4 ટિપ્પણીઓ

Filed under વૃતિ - પ્રવૃતિ, સંવેદના, સમાજ

ગુજરાતને ખપે છે એક ભડવીર લેખક


ચંદ્રકાન્ત બક્ષી સાહેબની પૂણ્ય તિથિ નજદિક આવે છે પણ અત્યારે ફરી વધુ એકવાર જાણી સમજીને ગેરસમજણો  ઊભી કરાવામાં (બક્ષી સાહેબના શબ્દોમાં કહું તો) ગોબેલ્સની અનૌરસ ઔલાદના કિડાઓ ફરી ખદબદી રહ્યા છે ત્યારે આ પુસ્તકની ઝલક આપીને બક્ષી સાહેબને એડવાન્સમાં શ્રધ્દ્ધાંજલી.

(એક મિત્ર પાસેથી જાણવા મળ્યુ કે તેઓ ચોક્ક્સ નથી પણ કદાચ ચિત્રલેખામાં પણ આવું કંઇક વાંચવા મળ્યુ હતું કે ગોધરાકાંડ બાબત ચંદ્રકાન્ત બક્ષી, સૌરભ શાહ, નવભારત સાહિત્ય મંદિર વગેરે પૂર્વગ્રહ પિડિત છે. )

ગોધરાકાંડ : ગુજરાત વિરુધ્ધ સેક્યુલર તાલિબાન

નવભારત સાહિત્ય મંદિર દ્વારા ઑગસ્ટ 2002માં પ્રકાશિત થયેલ આ પુસ્તિકામાં બક્ષી સાહેબના ગોધરાકાંડ દરમિયાન અને પછી પ્રકટ થયેલ 21 લેખોનો સમાવેશ કરવામાં આવેલ છે.  જેની કિંમત રૂપિયા 65-00 છે. ઑનલાઇન માટે ખરીદી માટે અહિં કલીક કરી શકો છો.

આ બુકમાં ના અવતરણો ફેસબુક પર સ્ટેટસ સ્વરૂપે મૂક્યા છે પણ અમુક મિત્રોએ માંગણી મૂકીકે એ બધા અને એ સિવાયના પણ થોડા અંશોની એક બ્લોગ પોસ્ટ બનાવીને જે લોકોને ખબર ન હોય એને આ બુકથી અવગત કરાવી શકાય.

* ગુજરાતના મુખ્યમંત્રી માટે જેટલાં ગંદા વિશેષણો વપરાયાં છે, અને જેટલાં ગંદા નામો અપાયાં છે એટલા સ્વતંત્ર ભારતના આટલા વર્ષોમાં કોઇ રાજ્યના મુખ્ય્મંત્રી માટે વપરાયા કે અપાયાં નથી. હવે પ્રશ્ન નરેન્દ્ર મોદી નામની એક વ્યક્તિનો રહ્યો નથી, હવે પ્રશ્ન છે ગુજરાતના ગૌરવ, ગરિમા,ગર્વિતાનો, ગુજરાતની અસ્મિતાનો, ગુજરાતના અસ્તિત્વબોધનો !

* અંગ્રેજી છાપાંઓના પત્રકરો  હજી બાલકાંડમાં છે, અંગ્રેજી ટીવીની સુંવાળી ઉદઘોષિકાઓને, જેમ નાના બાળકને પોતાના પેશાબમાં છબછબિયાં કરવાની મજા પડી જાય એમ,ગુજરાત વિષે, આપણી પિતૃભૂમિ ગુજરાત વિષે, અનાપશનાપ બકવાસ કરતા રહેવાની મઝા પડી ગઈ છે.

* વી.પી.સિંહ મુસ્લિમોના જૂના વહાલા છે અને એમણે કહ્યું કે હિંદુરાષ્ટ્ર વાળાઓએ દેશની આઝાદી માટે ક્યારેય કંઇ કર્યુ નથી. આવું ચાલશે તો હિન્દુતાન બોસ્નિયા બની જશે. પાકિસ્તાનમાં જનરલ મુશર્રફને જુઓ, એ કોમવાદ દબાવવા માટે કેવાં પગલાં લઈ રહ્યાં છે ?

* આખું કચ્છ 2001ના ભૂકંપમાં તબાહ થઈ ગયું. દુનિયાભરની પ્રેસ ફોટા લઈ ગઈ, પરંતુ કોઇએ એક પણ ગુજરાતીનો ફોટો ભીખ માંગતો જોયો છે? હું એ વાત જરાય સ્વીકારતો નથી કે તાજેતરનાં હુલ્લ્ડો બાદ ગુજરાતની આર્થિક અધોગતિ થઈ જશે. ગુજરાતી પ્રજાએ વાવાઝોડાં, દુકાળ,ધરતીકંપ અને હુલ્લ્ડો જોયા છે. આ પ્રજા પાસે એક જબરદસ્ત જિજીવિષા છે. આપણે ફિનિશીઅન અને આર્મેનિયન પ્રજા જેવા છીએ.

* મુસ્લિમ પાસે આગ લગાડીને ‘કાળું” કરવાનો અધિકાર હોય તો હિંદુ પાસે પણ છરો મારીને ‘લાલ’ કરવાનો અધિકાર આપોઆપ આવી જ જાય છે એ સત્ય હકીકત સ્વીકારવી જ પડશે.

* આયોધ્યામાં રામજન્મભૂમિ પર રામમંદિર હિંદુઓ બનાવે તો હિંદુસ્તાનના બૌધ્ધ, ખ્રિસ્તી, જૈન, પારસી લોકોને એટલે કે લઘુમતિઓને કોઇ વિરોધ નથી. પણ એક લઘુમતિ એટલે કે મુસ્લિમ લઘુમતિ અને આ પૂરી લઘુમતિ નહીં પણ એના અત્યંત ટૂંકી દ્ર્ષ્ટિવાળા, કટ્ટર, પછાત નેતાઓ દરેક કદમ પર વિરોધ કરી રહ્યાં છે.

-x-x-x-x-x-x-x-x-x-

અંગ્રેજીમાં પણ કોઇને આ જ પ્રકારની માહિતી સભર પુસ્તક વાંચવુ હોય તો   –

Godhra: The Missing Rage: S K Modi

Godhara missing rage - S.K.Modi

અંગ્રેજીમા લખતા આ લેખક અમદાવાદમાં રહે છે…અને ગોધરાકાંડ પરનું આ (કદાચ) એકમાત્ર અંગ્રેજી પુસ્તક છે જેમાં હિન્દી-અંગ્રેજી મિડીયાના બદદાનતી અને એકતરફી રિપૉર્ટિંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. (આવું ઓરકુટ પર મિત્ર નેહલ મહેતાનું સ્ટેટમેન્ટ છે. )

{ બન્ને ઇમેજનું સ્કેનીંગ મદદ કરવા બદલ નેહલ મહેતાનો આભાર. }

~ અમૃત બિંદુ ~

જો ૨૩ કરોડ હિન્દુઓ  ૭ કરોડ મુસલમાનો ની સામે પોતાનો બચાવ કરવાની તાકાત ન ધરવતા હોય તો કાંતો હિન્દુ  ધર્મ ખોટો છે કાંતો એમા માનનારા નામર્દ અને અધર્મી હોવા જોઇએ.હિન્દુ મુસલમાનો વચ્ચે કૃત્રિમ સુલેહ પોતાની તલવાર વતી અંગ્રેજ સરકાર જાળવે તેના કરતા હિન્દુ મુસલમાન તલવારથી મુકાબલો કરી હિસાબ ચોખ્ખો કરી લે એ હુ વધારે પસંદ કરુ.

 

ગાંધીજી
‘નવજીવન’
૨૯ ઓગસ્ટ ૧૯૨૦

16 ટિપ્પણીઓ

Filed under ગુજરાત_ગુજરાતી, સંવેદના, સાહિત્ય, Baxi Babu - Chandrakant Baxi

આવું કેમ?=1


કાલે કદાચ માનવ અધિકાર દિવસ હતો. સૌ પ્રથમ તો કોઇને એમ થશે  કે આમાં કદાચ કેમ આવે? તો સંદેશની આ લિન્ક પર કલીક કરો અને જોવા મળશે કે ૨૧મી માર્ચના દિનની આખા  વિશ્વમાં હ્યુમન રાઈટ્સ ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે = એવું લખ્યુ છે !

જ્યારે

દિવ્યભાસ્કરની આ લિન્ક પર ક્લીક કરો તો જોવા મળશે કે દસમી ડિસેમ્બરને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિન તરીકે ઓળખવામાં આવે છે =એવું લખ્યું છે  !

અને

વિકિ પીડિયાની આ લિન્ક પર પણ Human Rights Day is celebrated annually across the world on 10 December જ લખેલું છે.

એ બધા કારણોસર કદાચ શબ્દ પ્રયોજ્યો…. હવે મૂળ વાત પર આવું તો મને એમ થાય કે આપણે હંમેશા અધિકારની જ વાત કરીયે પણ ફરજ જેવી કોઇ ચીજ હોય છે કે નહીં?  માનવ ફરજ દિન જેવું કંઇ કેમ નહી હોય? આવું કેમ?

સાથે એક વાત યાદ આવી કે થોડા મહિના પહેલા મને આ માનવ અધિકાર તરફ્થી એક ચાવી રૂપ હોદ્દાની ઑફ્રર આવી હતી પરંતુ મેં નકાર્યુ કે યાર આ એક તો અધિકાર કરતા ફરજપરસ્તીને ફોર્સ કરતું કંઇક હોય તો વિચારીયે અને બીજી વાત કે આપણે ત્યાં સામાન્યત:  એક ચોક્ક્સ કોમ તેમજ ત્રાસવાદી લોકોને ધ્યાનમાં રાખીને કામ કરે છે એવી મારા મનમાં છાપ છે એટલે આપણું આઈ મીન મારૂં કામ નહીં  કહીને એ વાતનો વિટલો  ત્યાં જ વાળી દિધો.

7 ટિપ્પણીઓ

Filed under વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, વૃતિ - પ્રવૃતિ