Tag Archives: મહેફીલ

તારીખ=૧, વાત=૨


સૌ પરથમ તો (અંગ્રેજી) વન પ્રવેશની  સૌને શુભકામનાઓ. 😉

સાથે સાથે એ વાત પણ નોંધી લઈએ કે જેમ દરેક (હા “દરેક”) બાબતમાં મેરા ભારત મહાન છે એમાં આ પણ છે કે ભારતવર્ષમાં જેટલા વર્ષ અને વર્ષગાંઠ છે એટલી કદાચ (અરે ! કદાચ શું પાક્કુ માનો તો ય વાંધો નથી) ક્યાંય નહી હોય!

જેટલા પ્રદેશ-ભાષા-જાતિ-ધર્મ એટલા વર્ષ તો ખરા જ એ સિવાય શૈક્ષણીક -ટેક્સ/ફાયનાન્સીયલ વગેરે લટકામાં. કોઇ મહીનો ખાલી ન જવો જોઇએ. છતાંય જો કોઇ મહીનો છટકવા માંગતો હોય તો અંગત રીતે પકડી રાખીયે જેમ કે જન્મદિવસ-સગાઈ-લગ્ન વગેરેની વર્ષ ગાંઠ!

જો કે આને હું  નકારાત્મક રીતે નથી જોતો, ઉત્સવો ઉજવતા રહેવાનો-આનંદ-ખુશી (અનેક્યારેક છાકટા થવાનો) આપણો એટીટ્યુડ છે.

બાય ધ વે આ વર્ષગાંઠ શબ્દમાં ગાંઠ પણ કંઇ એમને એમ નહી હોય એના પાછળ પણ કોઇને કોઇ તર્ક, કારણ કે  આશય હોવો ખપે….

-x-x-x-x-

આપણે એવા નાગરીક છીએ કે જે ધરાર નાગરીક ધર્મ પાળવા વિશે ઉદાસીન જ નહી પરંતુ બેદરકાર રહીએ છીએ અને પાછું એમાં આપણી બહાદુરી માનીયે. હા, પણ જો સરકારની વાત આવે તો બધો દારો-મદાર એના પર રાખીયે. સામે પક્ષે સરકાર પણ એવી શાણી (?!) છે કે ચલતા હૈ ની પોલીસીમાંથી ઊંચા આવવાનું નામ લ્યે! <-આખરે એ પણ બની તો છે આપણા થકી અને આપણા માંથી જ ને? !

નશાબંધી -લાયસન્સ-હેલ્મેટ-દબાણ-ટેક્સ (ચોરી) વગેરે બાબતોના સરકારી નિયમો (કાગળ પર) છે જ પરંતુ એમને અમલ કરવાની વાત આવે ત્યારે આપણે કાયદા કરતા એની છટકબારીનો જ અભ્યાસ કરીયે છીએ, અને જો કોઇ કાયદા મુજબ વર્તવાની ગુસ્તાખી કરે તો આપણે એને વેવલો કહીને હાંસીપત્ર બનાવીએ અને સરકારીયા માણસો (?!) પણ એને કાયદાની એવી માયાઝાળ/આંટીઘુટીમાં ‘સલવાવી’ દયે કે એ વ્યક્તિ કાનૂનનું પાલન ન કરવાનું પાણી મૂકી દે.

આપણે આપણી અનુકુળતા મુજબ કાયદો બનાવીયે-તોડીયે અને મરોડીયે એમાંની એક વાત.

જે વર્ગ દારૂ , ના ના મદ્ય પાન કરે છે એ ઇચ્છે કે દારૂબંધી ન હોવી જોઇએ અને જે નથી પીતા , વેચે છે અને નશાબંધી ખાતામાં કામ (?) કરે છે તેઓ વિનમ્રતાથી માને છે કે આ કાયદો હોવો જ જોઇએ, બલ્કે હજુ વધુ કડક હોવો જોઇએ ! !

ખાસ કરીને સ્મોકીંગ બાબતે લોકો નિર્દોષતાથી માને છે કે આ કાયદો હજુ વધુ કડક બનાવવાથી એટલે કે એના પર ટેક્સ ૫૦૦ ગણો કે એનાથી યે વધુ કરવાથી  સ્મોકર્સ સુધરી જશે અને આ મહાન દેશ વધુ મહાન થઈ જશે!

આવા ભોળા બાલુડાંને એ ખબર નથી કે ધુમ્રપાન-ગુટખા અને આવા તો કેટલાયે વ્યસનો કરનારની બહુમતી પુખ્ત(!)વયનાની છે અને એમાંથી એકપણ વ્યકતિ એવી મળવી મુશ્કેલ છે જે આના ઘાતકી પરિણામોથી વાકેફ ન હોય. મતલબ કે અગર મારે કૂવામાં પડવું જ છે તો મને કોણ બચાવે?! અને ઘણાતો એમાંથી પસાર પણ થઈ રહ્યા હોય છે.

એક વાત વધુ એકવાર સ્પષ્ટ કરી દવ કે હું પોતે પણ આવા વ્યસનીઓમાંનો એક છું છતાંપણ બિલ્કુલ એની તરફેણમાં નથી.આ બધામાં ન પડીયે તો સારૂં જ છે, એ કોઇ બહાદુરીનું કામ નથી પણ સાથે સાથે એ પણ ખરૂં કે આવા ખાડામાં પડેલ ‘દુષ્ટ’ નથી. અને જેઓ નથી ખાતા-પીતાએ કંઇ દેવના દીધેલ નથી. ગુટખા નહી ખાતા હોય તો લાંચ ખાતા હશે, સીગરેટ નહી પીતા હોય તો  પોતાના પરિવાર અને સ્ટાફનું લોહી પીતા હશે. અને તેઓએ ખુદને એક સવાલ પુછવાનો કે તેઓ કેટલા કાયદા પાળે છે? આવી  બધી દુષ્પ્રવૃતિઓ કાયદાથી ડામી શકાતી નથી ખુદને સમજાય તો જ કામ સરે.

^ આ વાંચતા જો એવું લાગે કે આ મુદ્દો તો ચોરીનો છે, તો (અર્ધ) સત્ય છે. 😉 બે દિવસ પહેલા સલીલભાઈ  એ (કદાચ,  એમજ ) એમની ફેસબૂક વૉલ પર ત્યાં કેનેડાના આરોગ્ય મંત્રી  સિગરેટ પેક પર ૭૫% જગ્યામાં ધુમ્રપાનથી થતા કેન્સરના ફોટા સહિતની ચેતવણી ફરજિયાત છાપવી એવું ટીવી પર કહી રહ્યા છે એમ લખ્યું હતું .

~ અમૃત બિંદુ ~

* બાય ટેન, ગેટ ઇલેવન !

ગુજરાત સમાચારની (૩૧-૧૨-૨૦૧૦)ની હેડલાઈન

 

* આપણે એવ ઋષી-પુત્રો છીએ જેઓ રાત પડતાં શીશી-પુત્રો થઈ જઈએ છીએ !

બાબા રામદેવ

 

6 ટિપ્પણીઓ

Filed under વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, વૃતિ - પ્રવૃતિ, સમાજ

ઉધર સે ઇધર-I


ઘણા સમય પહેલા એટલે કે જ્યારે નેટ/બ્લોગ વગેરેના સંપર્કમાં આવ્યો ન હતો ત્યારે આદત હતી કે  ઑફિસના બે નોટીસ બૉર્ડમાંથી એક પર બીઝનેસ રીલેટેડ મટીરાયલ્સ અને અન્ય પર (વાંચવામાં આવેલ અને એમાંથી મનગમતું) સાહિત્ય મટીરીયલ્સ હાથથી લખીને ચીપકાવતો.

આજે એ જુના પન્ના કે જે રદ્દી થઈ ગયા છે તેમાંથી ટપકાવાનું મન થયું. પ્રસ્તાવનામાં આ લખવાનું કારણ એ કે મેં ક્યાંથી વાંચેલ/લીધેલ છે એ યાદ નથી એ યાદ રાખવું.

 

ખોટું     ન    લગાડ    તો    એક   વાત  કહું ?

થોડાં     દિવસ    હું    તારા    દિલમાં   રહું ?

કહેણ    મોસમનું    કોઇ    મને   ભાવતું   નથી

મને    સાચકલે     મારામાં     ફાવતું     નથી

આમ   ટીપાંની   ધાર  બની  ક્યાં  સુધી   વહુ ?

થોડાં     દિવસ      હું       હવે   તારામાં    રહું ?

-#-#-#-#-#-#-

 

ફકત      એક       જ       ટકો          કાફી        છે      મહોબ્બતમાં

બાકીનાં          નવ્વાણું            ખરચી        નાંખ        હિંમતમાં

-#-#-#-#-#-#-

 

માનજો       એ        પ્રેમની       વાત      નથી

એ         જો        થોડી        વાહિયાત     નથી

-#-#-#-#-#-#-

મનગમતાં     નામને       ઊંમર     ન        હોય

એ     તો    ગમે     ત્યારે     હાથ   પર    લખાય

મોસમને      જોઇને        ફુલ      ના          ખિલે

એના      ખિલવાથી      તો    મોસમ      બદલાય

-#-#-#-#-#-#-

 

સંબંધોના    હસ્તાક્ષર    કોઇ      ઉકેલી  નથી  શકતું

એમાં  જોડણીની    ભૂલ   કોઇ     કાઢી   નથી  શકતું

ખૂબ   સરળ    હોય    છે   વાક્ય -રચના,    કિન્તુ…

એમાં   પુર્ણવિરામ    કોઇ    મૂકી    શકતું    નથી ! !

-#-#-#-#-#-#-

 

કોકવાર    કોઇની   પ્રીત    પણ    તકલીફ  આપે  છે

દિલને   ગમતી   રીત    પણ      તકલીફ   આપે   છે

હંમેશાં   હારથી  નથી   હારી     જતો   માણસ,  પણ..

કયારેક    જીવનમાં    જીત   પણ   તકલીફ  આપે  છે !

 

2 ટિપ્પણીઓ

Filed under વૃતિ - પ્રવૃતિ, સંવેદના, સાહિત્ય