Tag Archives: બાબા રામદેવ

Breaking News


ગઈકાલ તારિખ  ૦૮ જાન્યુઆરી ૨૦૧૨ના રાત્રે eTV_ગુજરાતી પર સમાચાર દરમ્યાન સફારી( ડિસેમ્બર)નો તંત્રી લેખ વધુ એક વખત યાદ આવી જવો  સ્વાભાવિક હતું.

૩-૩૦/૪ થી  ૬-૩૦/૭ દરમ્યાન ડૉ. સુબ્રમણ્યમ સ્વામી આશરે બે કલાક સુધી જે કંઈ બોલ્યા એમાંથી eTV_ગુજરાતીના રાકેશ કોતવાલ સુધી બીજું કંઈ ન પહોચ્યું સિવાય “ડૉ. સુબ્રમણ્યમ સ્વામી એ ટીમ અન્ના પર લગાવ્યો નકસલવાદ વિચારધારાનો આરોપ !”

.

.

.

હું ભલે પ્રેસ રિપોર્ટર નથી (છતાં)પણ મારો રીપોર્ટ આ મુજબ છે  –

સ્વામી વિવેકાનંદ વ્યાખ્યાન માળા

ગયા વખતે જય વસાવડાના વ્યાખ્યાનથી ખ્યાલ આવ્યો કે નેશનલ મેડિકોઝ અને ભારતીય વિકાસ પરિષદ ગાંધીધામમાં દર વરસે વિવેકાનંદ વ્યાખ્યાન માળાનું આયોજન કરે છે એ  આ વખતે ડૉ.સુબ્રમણ્યમ સ્વામીના વ્યાખ્યાનનું આયોજન કર્યું હતું.

* વ્યાખ્યાન ભારી ભરખમ ન હતું એ નોંધનીય છે અને ડૉ સ્વામીએ 2G-સ્પેક્ટ્રમ વિશે એકદમ સાદી સમજણ આપી કે  જેનાથી સામાન્ય નાગરિકને પણ ખ્યાલ આવે.

* SmSમાં જે જોક્સ માણીયે છીએ એ 2G સંદર્ભમાં મનમોહનસિંહ જે બે Gને જાણે છે એ અને જેલ-કૂક કહે છે કે બધા મદ્રાસીઓને ન મોકલો તો સ્વામીએ કહ્યું કે હજુ તો ઇટાલિયન) પિત્ઝા પણ બનાવવાનો વારો આવશે વગેરેથી વાતાવરણ હળવું રહ્યું.

* અફજલ ગુરુને શા માટે ફાંસી નથી અપાતી એ અને 2G લાયસન્સ વખતે કેવી કેવી ટ્રિક અપનાવી એ વિશે તો  માહિતી મળી જ પણ પબ્લિકને સૌથી વધુ ત્યારે ચોંકી ગઈ જયારે કહેવામાં આવ્યું કે જે બે કંપની ડ્રાફ્ટ લઈને આવી હતી એમાં એકનો ડાયરેક્ટર રોબર્ટ વાઢેરા છે ! !

* ભારતીય સંસ્કૃતિ અને જીવન પદ્ધતિ વિશે પણ બોલ્યા અને સાથે સાથે અનામત વિશે એમણે બહું સરસ મંતવ્ય આપ્યું કે જેઓ રૂલ/શાસન કરી ગયા છે એમને કોઈ કાળે આ “લાભ” મળવો જ ન જોઈએ એ સાથે સાથે બધા શાસકો ની ગણતરી કરાવી છેલ્લે કહ્યું કે એ હિસાબે SC-ST બે ને જ લાભ મળવો જોઈએ અને એમને પણ પરિવારમાં એક જ વખત લાભ મળવો જોઈએ એવી હિમાયત કરી હતી.

* કોમ્યુનલ વાયોલન્સ બિલવિશે તો ત્યાં સુધી કહ્યું કે આ માટે જો જરૂર પડે તો સડક પર પણ આવી જવું જોઈએ.  આ પ્રકારનું ‘ઝેરી’ બિલ અંગ્રેજો કે અન્ય કોઈ પણ શાસકો લાવ્યા નથી

ડૉ.સુબ્રમણ્યમ સ્વામી

~ અમૃતબિંદુ ~

બાબા રામદેવને ઇન્ટર્વ્યૂ દરમ્યાન સવાલ કર્યો : ‘ભ્રષ્ટાચાર સામે વિરોધ કરી રહેલી ટીમ અણ્ણા દેશના કાળા નાણાં વિશે કોઇ મુદ્દો ઉઠાવી નથી રહી. આ બાબતે તમારો શો અભિપ્રાય છે ?’
બાબા રામદેવ : ‘એ તેમનો વ્યક્તિગત મામલો છે. કાળા નાણાંના મુદ્દાને તેઓ ટેકો આપે કે ન આપે તેનાથી મને કશો ફરક પડતો નથી. ટીમ અણ્ણાએ ભ્રષ્ટાચારના વિરોધમાં આંદોલન શરુ કર્યું એ પહેલાંથી હું કાળા નાણાં સામે ઝૂંબેશ ચલાવી રહ્યો છું. આ ઝૂંબેશ મારી રાષ્ટ્રીય ફરજ છે. અણ્ણા હજારે તે ઝૂંબેશને ટેકો આપે તો ઠીક અને ન આપે તો પણ ઠીક.’
આટલો વાર્તાલાપ પૂરો થયો ત્યાં બીજી જ મિનિટે ન્યૂઝચેનલે તેના લાઇવ સમાચારનું મથાળું બાંધ્યું : Breaking News: Baba Ramdev attack on Team Anna!

2 ટિપ્પણીઓ

Filed under ધર્મ, સમાજ, media

ગરવી ગુજરાતી


હું  ગુજરાતી ભાષાને પ્રેમ કરૂં છું, મને મારી માતૃભાષા ગુજરાતીનું ગૌરવ છે, લગાવ છે, હું ગુજરાતી બોલવા અને બોલાવાનો  (દુર)આગ્રહ રાખું છું . . . . .   આવા વિધાનો મેં નથી કર્યા, કેમ કે કરી નથી શકતો, મને એમાં અમુક વાતો નડે છે.

જેમ કે હું ગુજરાતી સિવાયની અન્ય  ભાષા  (સારી રીતે) જાણતો નથી એટલે જો હું આવા વિધાનો કરૂં તો એ મારી કમજોરી છુપાવાનો દંભ  જ ગણાય.  અને આપણે ત્યાં અન્ય ભાષા એટલે એક અને એક માત્ર અંગ્રેજી છે.

મુરબ્બ્બી ગુણવંત શાહ જેવા વિચારક-લેખક-ગાંધીજન અગર ગુજરાતી બચાવો કે આપણી માતૃભાષા નો પ્રચાર-પ્રસાર કરે તો અમુક લોકોને પેટમાં ચૂંક આવે, એ જ લોકો મુંબઈમાં બેઠા બેઠા ગુજરાતી ભાષાને ગાળો આપી શકે પણ ઠાકરે   & કું ને સામે બાંયો ચડાવાની હિંમત છે? અને હવે તો ધીમે સાદે ઘણા બ્લોગમાં રાજ ઠાકરેની પ્રસંશા થાય છે. કમને પણ આવી પ્રસંશા કરવી પડે એવો માહોલ સર્જાય રહ્યો છે. જે લોકો ગુજરાતી ભાષામાં લખીને પેટ્યુ રડે છે છતાં પણ ગુજરાતી ભાષા અને ગુજરાતી પ્રજાને નબળી ગણી હાસ્યાસ્પદ કરી નાંખતા હોય એના કરતા ભાષા પર રાજકારણ કરીને પેટ ભરવું શું ખોટું છે ?

આ બધી વાતો યાદ આવી – ગઈકાલે બાબા રામદેવની ઇ-ટીવી (ગુજરાતી) પર  ટૂંકી મુલાકાત જોઇને ..

ઈટીવીના રીપોર્ટરે હિન્દીમાં સવાલ કર્યો જ્યારે બાબા રામદેવે ગુજરાતીમાં જવાબો આપવા શરૂ કર્યા અને એ પણ ઘણુ જ સારૂં ગુજરાતી બોલીને …આમ પણ જો જો પરપ્રાંતિય લોકો કલેક્ટર, પોલીસ વડા વગેરે જેવી  પોસ્ટ પર હશે તો એ લોકો પણ ગુજરાતીમાં વાત કરશે તો પછી આપણા (ઘણા) લેખકો કે જેઓ ગુજરાતીમાં જ (કૉલમ) લખે છે  પણ એ સિવાયનાં માધયમમાં શા માટે અંગ્રેજીમાં ભરડતા હશે ? અને પાછું એની જીદ હોય છે કે હું તો આમ જ બોલીશ.. જેમ અંગ્રેજી આવડી જવાથી મોટા નથી બની જતા એમ ગુજરાતી ન બોલવા/લખવાથી તેઓ પ્રત્યે આપણે પૂર્વગ્રહ રાખીયે એવું નથી પણ એ લોકો તો,  તો પણ હોશિયારીમાંથી ઊંચા નથી આવતા અને પોતાની આવડત (?) નો  દુર-ઉપયોગ કરી સામે વાળે ને ને ચુપ કરી મોગમ્બોની જેમ ખુશ થાય છે !

પોતાની માતૃભાષા પ્રત્યેના લગાવનો  હજુ એક દાખલો આપુ તો અહીં ગાંધીધામમાં કંડલા ફ્રી ટ્રેડ ઝોન કે જે હવે સ્પેશ્યલ ઇકોનોમી ઝોન કહેવાય છે ત્યાં એક કંપનીમાં મારે જવાનું થયું. એના ઑનર તો મુંબઈમાં બેઠા છે પણ અહી ગેટ પાસમાં એણે એક સાઇડ અંગ્રેજી અને બીજી સાઇડ મરાઠીનો ઉપયોગ કર્યો છે. મને એ મરાઠી-માણુસ પર માન થઈ ગયું… આવી જાગૃતિ/ભાષા પ્રેમ આપણામાં ક્યારે આવશે ?

~અમૃત બિંદુ~

ગુજરાતીનો આગ્રહ એટલે અંગ્રેજીનો વિરોધ એવું અંગ્રેજી પ્રેમીઓ કેમ માનતા હશે ?

8 ટિપ્પણીઓ

Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, ગુજરાત_ગુજરાતી, વૃતિ - પ્રવૃતિ, સાહિત્ય

IPC=ઇન્ડિયન પીનલ કોડ કે આયરીશ પીનલ કોડ?


રાજીવ દિક્ષિતનું નામ તો ઘણાએ ઘણા વરસો પહેલા સાંભળ્યુ હશે. મેં પણ લગભગ 10-12 વરસ પહેલા સાંભળ્યુ હતું ત્યારે  સ્વદેશી અપનાવો આંદોલન ચલાવતા પરંતુ  ત્યાર બાદ શેષન, ખૈરનાર વિગેરેની માફક આ ભાઈ પણ ખોવાઈ ગયા  હતા પરંતુ  સ્વામી રામદેવના સ્વદેશાભિમાનના અભિયાને ફરીથી તેઓને (ટી.વી દ્વારા ) રૂબરૂ કરાવ્યા. આ માણસને સાંભળવાનું મને તો બહું ગમે  છે.  (આગે કા પતા નહી કિન્તુ ) હજુ સુધી એવું નથી લાગતુ કે આંખો બંધ કરીને તાલીબાની સ્ટાઇલથી સ્વદેશીની વાતો કરે કરે છે. એનો જે તે વિષયને  લગતો બારીકાઈથી કરેલો  અભ્યાસ ,  તર્ક અને અત્યાર સુધીની ઉજળી છાપને કારણે  આ માણસને સાંભળવાનું મને તો બહું ગમે  છે. 

એમની પાસેથી આજે એક વાત સાંભળી એ જેટલી યાદ છે એનું ક્રોસ ચેક કરવા ત્થા જો સાચી હોય તો  વધુ એક જાણકારી વધારવા પેશ કરું છું, રાજીવ દિક્ષિત ઉવાચ: 

(ગુલામ) ભારતમાં 1857નો (નિષ્ફળ) બળવો થયો ત્યારે અંગ્રેજો વિચારવા લાગ્યા કે આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય એ માટે શું કરવું? ત્યારે હન્ટર અને લોર્ડ નામના શખ્શો એ (મને બરાબર યાદ નથી બાકી રા.દ. એ તો પુરા નામ અને હોદ્દ સાથે વાત  કરી હતી. ) આયરલેન્ડ વાળો કાયદો  ભારતમાં પણ લાગુ પાડો અને આખરે એ લોકોએ આયરીશ પીનલ કોડની બેઠી નકલ અહીં પણ લાગુ પાડી, માત્ર આયરીશની જગ્યાએ એ ઇન્ડિયા સિવાય  ડિટ્ટો એ જ કાયદો! એમણે એમ પણ  દાવો કરેલ છે કે બજારમાં બન્ને પુસ્તિકા મળે છે  એ લઈને સરખાવી જો જો પૂર્ણવિરામ , અલ્પવિરામમાં પણ ફેર નથી , માત્ર  આયરીશની જગ્યાએ ઇન્ડિયન સિવાય  બધુ જ એમ નું એમ.

આ વાત દરમિયાન મને વિનય ખત્રીનું અભિયાન પણ યાદ આવી ગયું, ગુજરાતી બ્લોગની માફક અહિં પણ કોપિ-પેસ્ટ કરણ ! ! 

રાજીવજી કહે છે કે બીજી બધી વાતો જવા દઈએ તો બે વાત તો ખાસ કે આયરલેન્ડ કે અંગ્રેજની નજર અને આપણી સંસ્ક્રુતિમાં પાયાનો ભેદ તો હોવાનો જ, એટલે અમુક જગ્યાયે જે વાતને આપણે ગુન્હો સમજીયે એને એ લોકો નથી સમજતા અને આપણી દ્રષ્ટિએ જે ગુન્હો છે  તે એ  લોકોની નજરમાં ક્રાઇમ નથી! 

હવે દોસ્તો કોઇને આ અંગે  જ્ઞાન હોય તો જણાનો કે આ વાત કેટલે અંશે સાચી? 

6 ટિપ્પણીઓ

Filed under વૃતિ - પ્રવૃતિ

આજ કી બાત


કરો યોગ.... રહો નિરોગ

કરો યોગ.... રહો નિરોગ

 

 

અમારા ગાંધીધામમાં બાબા રામદેવની યોગ શીબીર ચાલી રહી છે, લોકો એ યોગ કરવો જ જોઇએ, યોગ કરતા યોગા શબ્દ વધુ પ્રચલિત થઈ રહ્યો છે અને એમાં કશું ખોટુ નથી, શબ્દ સે ક્યા મતલબ?  ઉલ્ટાનું યોગા શબ્દથી યંગ જનરેશન પણ એ તરફ વળી રહી છે સારી વાત છે.

 

હવે મૂળ વાત કે અમુક વખતથી એક વાત મનમાં અને દોસ્તો સાથે ચર્ચામાં રહેતી કે હિન્દુઓનું કોણ? આપણી સંસ્કૃતિ હતી અને છે એને જાળવી રાખવા માટે કોણ અને શું કાર્ય કરે છે? ખાલી કોઇની છોકરીઓને અન્ય જ્ઞાતિ / કોમના છોકરા સાથે લગ્ન ન કરી જાય એ ધ્યાન રાખવા વાળી સંસ્થા, સેના પરિષદ કે દળ આપણુ અને આપણી સંસ્કૃતિનું જતન રક્ષણ કરશે? કે પછી એવા સાધુ બ્રહ્મચારીઓ કે જે સ્ત્રી સામે જોવામાં પાપ સમજે છે પરંતુ કોલગર્લ કે બાળકો માટે વિકૃતિ ધરાવે છે?

 

પરંતુ આ બધીનો નેગેટીવ વાતો થઈ, શું આપણા પાસે પોઝીટીવ કંઇ છે જ નહી? અને જો બધુ નેગેટીવ હોય તો પછી ગર્વ સે કૈસે કહેંગે હમ હિન્દુ હૈ?! પણ હા છતાંપણ મને ગર્વ છે , રીસ્પેક્ટ છે હિન્દુ પ્રત્યે, હિન્દુ સંસ્કૃતિ પ્રત્યે, ભારત અને ભારતીય પ્રત્યે. કેમ કે આ એ સંસ્કૃતિ/ધર્મ/કોમ છે જ્યાં તમને ઉપર કહ્યા એવા બધા (અર્ધ સત્ય હોવા છતાં) લાંછન લગાવવાની આઝાદી છે. જ્યા તમે ભગવાનને પણ ગાળ દઈ શકો એ  સ્વછંદતા છે તો સામે પક્ષે એ સહન કરવાની સહનશક્તિ પણ છે અને વધુ હોશિયારી કરીયે તો પરચો દેખાડવાની શક્તિ પણ છે. સ્ખલન ક્યાં નથી? કોના ધર્મ, કોમ દેશમાં નથી? એનો મતલબ એવો પણ હરગીઝ નથી કે એવા સ્ખલનોને ચલાવી લેવાની ગુસ્તાખી કે કાયરતાને નિભાવી લેવી. પરંતુ જેઓને આવું દેખાય છે એમણે જરા આ માત્ર પાંચ નામ પર પણ નજર નાંખવી જોઇએ . સિર્ફ નામ હી કાફી હૈ ના ધોરણે એમના વિશે વધુ કંઇ લખવાનો પ્રયાસ કરતો નથી અને આ લીસ્ટ સંપૂર્ણ નથી માત્ર ઝલક જ છે.

 

પુજ્ય મોરારીબાપુ

પુજ્ય બાબા રામદેવ

પુજ્ય સ્વામી સચ્ચીદાનંદ

પુજ્ય પ્રમુખ સ્વામી

પુજ્ય રમેશભાઈ ઓઝા

 

 

 

 

 

3 ટિપ્પણીઓ

Filed under વૃતિ - પ્રવૃતિ