Tag Archives: બક્ષી ડીવીડી

ચોપડી અને ચોપડા


 • સમય ૨૦૦૮નો . શ્રી ચંદ્રકાન્ત બક્ષી સાહિત્ય મંડળ  નામક એક ગૃપ એ બક્ષી બાબુના દેહાંતને બે વરસ થયા, એ નિમિત્તે એ મંડળે એક ડીવીડી બનાવી અને એ ડીવીડી વિમોચન કાર્યક્રમની તડામાર તૈયારીના ભાગ રૂપે  પ્રતિષ્ઠીતો ને નિમંત્રી રહ્યા હતા. ભાઈ હરનેશ સોલંકીએ એક ‘પ્રતિષ્ઠિત’ ને નિમંત્રણ માટે વાત કરી તો એ ‘મહાનુભાવે’ જે કહ્યું એ સાંભળીને હરનેશભાઈને જે કળ ચડી હશે એ હજુ યે ઊતરી નહિ હોય. મહાનુભાવ ઉવાચ : “અચ્છા, બક્ષી સાહેબ પણ આવશે ને ?”
 • સમય જૂલાઈ ૨૦૧૧નો . હું ગાંધીધામથી ભુજ (ટ્રાવેલ્સમાં) જઈ  રહ્યો હતો. જય વસાવડા એ પ્રેમથી એમના બે પુસ્તક ગિફ્ટ કરેલ  ‘સાહિત્ય અને સિનેમા’  તેમજ ‘પ્રિત કિયે સુખ હોઈ માંથી   ‘સાહિત્ય અને સિનેમા’ વાંચી રહ્યો હતો. બાજુમાં બેઠેલી કન્યાનો સવાલ : “જય વસાવડા? સરસ. મારા પણ પ્રિય લેખક છે.” મારું ખુશ થવું સ્વાભાવિક છે. પણ ખુશી હંમેશા અલ્પ આયુ હોય છે. એણે ફરી ટમકું મૂક્યું : “જય વસાવડા કોઈ છાપામાં લખે છે કે નહિ?”
 • સમય ખબર  નથી પણ કદાચ નવેમ્બર જ હશે ધૈવત ત્રિવેદીને કોઈએ પૂછ્યું : “આ ર.પા. છે કોણ?”  (સવાલ બીજે પૂછાયો હતો પણ એના જવાબરૂપે DT એ FB પર દસ નોટસ સ્વરૂપે રમેશાયણ મૂકી એ દરેક ગુજરાતીએ (ચાહે પછી તે સાહિત્ય/કવિતામાં રસ ધરાવતા હોય કે નહિ ) વાંચવી એવો મારો આગ્રહ છે.
 • સમય ૦૭ ડીસેમ્બર ૨૦૧૧ નો. એક કંપનીમાં ગયો, મારા હાથમાં સફારીનો લેટેસ્ટ અંક  હતો. પછી જે થયું અને આ બ્લોગ પોસ્ટનું નિમિત્ત પ્રસંગ FB પર મૂક્યો હતો એ (કોમેન્ટ્સ સાથે)-
‎’ગુજરાતીઓને ચોપડીમાં નહીં પણ ચોપડામાં રસ (ઝરે) છે’ – એવું કહેવાય છે પણ મને તો આજે એનો (વધુ એક વખત) સાક્ષાત્કાર થયો =>

“વાહ! રજનીભાઈ તમને પણ વાંચનમાં રસ છે?, બતાવો તો કયું મેગેઝિન છે?”

હું હજુ ખુશી (વાંચો હરખ) થી મારા હાથમાંનું લેટેસ્ટ ‘સફારી’ આપવા જતો હતો ત્યાં ભાઈસાહેબ બોલ્યા “સફારી? આ પેલા RSS વાળાનું તો નથી ને? નહીતર નથી વાંચવું !”

લંબાયેલો હાથ પાછો લેતા મેં કહ્યું = “હા, RSS વાળાનું જ છે, તમે રહેવા દો” (તો કૃપા થશે)

^આ ભાઈસાહેબ ACCOUNTSના માણસ(?!?!?!?!?!?!?!) છે જે જાણ ખાતર .

  • Heena Parekh Hahaha.

   16 hours ago · Like
  • Harshad Italiya Safari last 5 yr thi bandh 6. 4 partner malta nathi lavajam bharva mate. :-/

   16 hours ago · Like ·  1
  • Kartik Mistry ‎@Harshad What’s big deal? It is investment. Go ahead.

   16 hours ago · Like ·  1
  • Envy Em Tamare yaar etlu ashwasan levu joie ke emne ‘RSS’ ni khabar che baki ava loko ghani vakhat patni ne puche ke aa chokra kona che ??? bahar kadh

   16 hours ago · Like ·  3
  • Harshad Italiya Yes kartikbhai next month thi avanu 6.

   16 hours ago · Like
  • Kartik Mistry I even don’t subscribe and directly get it from newspaper vendor. Safari’s postal department is mess and I don’t like to read it late 😀 (loyal Safari reader since issue #9).

   16 hours ago · Like ·  2
  • Rajni Agravat ‎Envy Em
   (માત્ર)મનમાં તો એવી ગાળો આપી કે કિન્નરભાઈની દેવ સા’બ આર્ટીકલ યાદ આવી જાયHarshad Italiya
   દોસ્ત Kartik Mistryની વાત (અને સલાહ) સાચી છે . હું ય સ્ટોલ પરથી જ ખરીદુ છું.

   16 hours ago · Like ·  3
  • Envy Em harshad, mari pase line lagti lavajam bharva vala ni..skim ma

   16 hours ago · Like ·  1
  • Ujval Adhvaryu HA HA HA RSS.

   16 hours ago · Like
  • Chetan Bhatt It is sign of intellect (as they believe) to criticise RSS and Hinduism. Baaki sab bakwas….

   16 hours ago · Unlike ·  2
  • Ujval Adhvaryu આજના સમયમા પણ એવા મુર્ખાઓ છે જે આરએસએસના હજીય ખાખી ચડ્ડિ અને કાળી ટોપી ધારી કુશ્તિબાજ જ સમજે છે .

   16 hours ago · Like ·  1
  • Varma Sanket હા હા હા. હું પણ બધાં મેગેઝીન સ્ટોલ ઉપરથી જ ખરીદું છું. ઘણીવાર હું મેગેઝીન લઈને બાઈક પર આવતો હોઉં ત્યારે એ બાઈકના હેન્ડલ આગળ મેં ખોસેલા હોય. પછી મારે રસ્તામાં ક્યાંક ઉભા રહેવાનું થાય-કૈક કામ હોય તો ય હું એને ત્યાં જ રહેવા દઉં છું. કારણકે મને ખબર છે કે એણે કોઈ ચોરી જવાનું નથી. હા હા હા

   16 hours ago · Unlike ·  4
  • Jayram Mehta વાંચવા માટે પૈસા ના હોય અને….વાંચનભૂખ સંતોષવા માટે મેગેઝીન્સ-બુક્સની ” ચોરીઓ ” થવા માંડે….એવો દિવસ ક્યારે આવશે ? સંકેત….તમે સાચા છો, બાઈકના હેન્ડલ પરથી મેગેઝીન્સ ‘સાથે લઈને’ જયારે તમે જવા માંડશો એ દિવસથી ” વાંચે ગુજરાત ” ખરા અર્થમાં સાર્થક થયું ગણાશે….

   15 hours ago · Unlike ·  4
  • Harshad Italiya Envybhai have lavajam bharo to jaan karjo.

   15 hours ago · Like
  • Vivek Rabara ચાલુ ટ્રેને ચડી જવાની આ બધાની હે’બિટ'(બીટ પણ બૌ વધારે) હોય છે.

   14 hours ago · Like
  • Praful Kamdar માનું છું કે એ ભાઈ ફેસબૂક પર ન હોય……ને ફેસબૂક પર જેટલાં આપણાં મિત્રો છે તેમાંના કેટલાં ‘ સફારી ‘ વાંચે છે ? ઠીક છે, આ કારણે ઘણાંને ખબર પડશે કે ‘સફારી ‘ જેવું કોઈ મેગેઝીન છે અને રજની ભાઇ પણ વાંચે છે…બે ચાર પાંચ મેગેઝીનનો ઉપાડ થઈ જાય તો કંઈ કે’વાય નહીં……આભાર.

   13 hours ago · Like ·  1
  • Raj Prajapati તે બિચારા ભાઇ હતા ને એટલે હાથ પાછો ખેચી લીધો છે. જો…… હોત તો ચાલુ ટ્રેનમાં ચડીને મેગેઝીનના અંદરના પાને મોબાઇલ નંબર લખીને સામેથી આપવા ગયા હોત….

   13 hours ago · Unlike ·  1
  • Parth Joshi

   Ha ha safari ne rss ne su leva deva ?
   safari hun dar vakhate rokade j kharidu chu su che ke 3ji 4thi ae aavi jay ne .
   baki me aekad var amuk magazine chorelu che doctor na waiting room ma request kari vanchava lai java do anhi time nathi hu…See More
   11 hours ago · Unlike ·  1
  • Parth Joshi jyan jaiye tyan scn kari leva nu

   11 hours ago · Like
  • Envy Em Praful Kamdar, Safari gujarat mate 24 carat no diamond che. Ketla loko vanche che e to 2 divas pachi stall par koi leva jay to y khabar padi jay..madvu muskel hoy che.
   Baki, Rajnibhai e je kisso lakhyo e to sanatan satya che Gujarat mate. Paisa sivay kasha ma ras nathi samany loko ne.

   7 hours ago · Unlike ·  1
   • Harnesh Solanki હવે તો ચોપડા ( પ્રેમ), રાવલ ( પરેશ ), કુમાર ( અક્ષય) વિ.ને ગુજરાત અને ગુજરાતીમાં વધારે રસ જાગ્‍યો હોય તેવું લાગે છે……..

    ~ અમૃતબિંદુ ~

    હે પ્રભુ! મને ગમે તેવા દુઃખ/વિપત્તિ આપજે પણ કદી કોઈ અરસિકને કવિતા સંભળાવવી પડે એવો અવસર ન આપજે

    ^આવું કંઈક સંસ્કૃત સુભાષિત છે (કોઈ સાચુ અને પૂરું યાદ અપાવજો  એટલે અહીં સુધારી શકું )

7 ટિપ્પણીઓ

Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, ગુજરાત_ગુજરાતી, વૃતિ - પ્રવૃતિ, સંવેદના, સમાજ, સાહિત્ય, Baxi Babu - Chandrakant Baxi

DVD=’ગોલ્ડન ગુજરાત’ અને બક્ષીબાબુનો ‘સંવાદ’


ઘણા સમયથી સમય છટકી જતો હતો એટલે રવિવાર તારીખ 14 જૂન 2010નાં રોજ DVD જોવા માટે અલાયદો રાખ્યો.

ના, ના કોઇ નવી-જૂની ફિલ્મો કે કોઇ પ્રસંગની નહી પરંતુ એવી  DVD કે જે દોસ્તો તરફથી અમૂલ્ય ભેટ રૂપે મળી છે.

શ્રી કિન્નર આચાર્ય તરફથી ગોલ્ડન ગુજરાત

અને

શ્રી વિજય ટાંક તરફથી ‘સંવાદ’

હવે એ DVDs  વિશે –

1 આમ તો ‘ગોલ્ડન ગુજરાત’ વિશે મોટાભાગના મિત્રોને જાણ જ હશે છતાંપણ કોઇને ખ્યાલ ન હોય તો –

* રાજકોટના ‘રાધે ગૃપ ઑફ એનર્જી’ તેમજ ‘અકિલા’ દૈનિકે સ્વર્ણિમ ગુજરાત જયંતિ નિમિત્તે એક અવિસ્મરણીય અને અનમોલ ભેટ આપી છે.

* દેશ-વિદેશમાં ફરતા  ગુજરાતીઓને ગુજરાતથી અવગત કરાવવાની જહેમત. એમનું કહેવું છે કે 85% જેટલું શુંટીંગ અત્યારે જ કરેલ છે બાકી અમુક કલીપ્સ જ રેકોર્ડમાંથી લીધેલ છે (જેમ કે માતાના મઢની પદયાત્રાના દ્ર્શ્યો તો અત્યારે ન જ હોય એટલે રેકોર્ડમાંથી લીધા હોય એવું બની શકે )

* લગભગ 3 કલાકની આ ફિલ્મ ચાર ભાગમાં વહેંચેલ છે

1- દક્ષિણ ગુજરાત   2 -મધ્ય અને ઉત્તર ગુજરાત  3-સૌરાષ્ટ્ર    4- કચ્છ અને સૌરાષ્ટ્ર

* મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વિમોચન થયું છે.

* આ દસ્તાવેજી ફિલ્મની સ્ક્રિપ્ટ, પરિકલ્પના અને ડાયરેકશન કિન્નર આચાર્યનું છે. પ્રાર્થિત શાહે રિસર્ચ કર્યુ છે… (એક આડ વાત કે 2-3 વરસથી ઓરકુટ પર આ પ્રાર્થિત શાહ સાથે ક્યારેક વાતચીત થતી પણ એમનું નામ લખતા મને હંમેશા તકલીફ અને ભૂલ થઈ છે 😉 )

*  જયવસાવડા અને અન્ય મિત્રો ફિલ્મની શરૂઆત કરે છે.

* આ બન્ને જૂથે સાચા અર્થમાં ગુજરાતને અમૂલ્ય ભેટ જ આપી છે કેમ કે ના તો તેઓએ આના કૉપિ રાઇટ પોતાના પાસે રાખ્યા છે અને ના તો આની કોઇ કિંમત!! અને શિક્ષણ સંસ્થા કે કોઇ પણ લોકો આની કૉપિ કરે તો એની છૂટ રાખી છે સાથે સાથે તેઓ એમ પણ કહે છે કે કિન્નરભાઈને 98253 04041 પર કૉલ કરીને  આની માસ્ટર કૉપિની માંગણી પણ કરી શકે છે.

* યુ ટ્યુબ પર પણ Golden Gujarat શોધી શકશો.

2 દુબઈસે ભાઈને સાહિત્યના ડૉન ગણાતા બક્ષી બાબુ સાથેના ‘સંવાદ’ ની DVDs મોકલાવી.. ફોડ પાડીને કહું તો અત્યારે દુબઈ રહેતા મિત્ર વિજય ટાંકે (કદાચ) 2005માં ‘ઇ ટીવી-ગુજરાતી’ પર શ્રી જય વસાવડા દ્વારા શ્રી ચંદ્રકાન્ત બક્ષી સાથે થયેલ “સંવાદ” નાં બન્ને એપિસોડ તેમજ મિર્ઝા ગાલીબનું રેકોર્ડીંગ મોકલાવ્યુ.

‘ઇ ટીવી-ગુજરાતી’ પર સંવાદ કાર્યક્રમના સુત્રધાર સૌરભ શાહ (રિસર્ચ – શિશિર રામાવત) અને જય વસાવડાના (રિસર્ચ – કિન્નર આચાર્ય) હતા એ ઘણા બધા એપિસોડ જોયા છે (બીજા એન્કર પણ અમુક એપિસોડમાં હતા પણ ઓળખતો નથી અને નામ પણ યાદ નથી) પણ એ વખતે બક્ષી બાબુ વાળો એપિસોડ જોવાનું ચૂકી ગયો હતો. એમના અવસાન પછી રિપીટ ટેલીકાસ્ટ વખતે ખટકો રાખીને બન્ને એપિસોડ જોઇ લીધા હતા…. ત્યારબાદ ઓરકુટ પર ઘણા યારબાદશાહો પાસે ‘સંવાદ’ની ડિમાન્ડ સાંભળી પણ કોઇ પાસે ઉપલબ્ધ નથી એવું સાંભળવા મળતું, ઇવન શ્રી ચંદ્રકાન્ત બક્ષી સાહિત્ય વર્તુળનાં કન્વીનર મિત્ર હરનેશ સોલંકી પણ કહેતા હતા કે એની શોધ ચાલે છે. પણ જીસસ કહેતાને તારા બધા સવાલ ખરી જશે ત્યારે જવાબ મળશે. તેમજ જે શોધ કરીને થાકી જાય ત્યારે અચાનક તમને “તત્વ” મળે છે એવી રીતે  અચાનક , આકસ્મીકપણે વિજય ટાંકે સામેથી મને કહ્યું કે ‘સંવાદ’ની કૉપિ ખપે?

નામ લખવા શક્ય નથી પણ નેટ પર બક્ષીબાબુના ઘણા દિવાના ને મળવાનું થયું છે અને દરેક પાસે કંઇક ને આપવાનું જ હોય છે અને મને આપ્યુ જ છે એમાં આ વિજય ટાંક એક ઓર યારબાદશાહ મળ્યા. એમને તો હું થેંકયુ પણ ન કહી શકુ એવી અમૂલ્ય ભેટ આપી છે.

ઉમેરો (૧૩-૦૯-૨૦૧૦)

ઓરકુટની ‘ચંદ્રકાન્ત બક્ષી’ કોમ્યુ પર અંકુર સૂચકે શે’ર કરેલી યુ ટ્યૂબ લિન્ક –

~  અમૃત બિંદુ ~

સલામ ‘ગોલ્ડન ગુજરાત’ ની સમગ્ર ટીમને

7 ટિપ્પણીઓ

Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, ગુજરાત_ગુજરાતી, વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, વૃતિ - પ્રવૃતિ, સંવેદના, સમાજ, સાહિત્ય, Baxi Babu - Chandrakant Baxi

Audio CD and DVD of Baxi Sir


ગયા વરસે મારી કાબિલે તારીફ અને બક્ષીજી ની DVD નામની  પોસ્ટના રેફરન્સમાં ઘણા બક્ષી પ્રેમીઓએ એ DVD ખરીદવા ઉત્સુક્તા દર્શાવી હતી. ફરી  એ જ શ્રી ચંદ્રકાન્ત બક્ષી સાહિત્ય વર્તુળ દ્વારા બક્ષીજીના યાર બાદશાહો/બેગમો માટે એક અનમોલ ભેંટ છે.

શ્રી ચંદ્રકાન્ત બક્ષી સાહિત્ય વર્તુળ બક્ષી સાહેબ રીલેટેડ કંઇ ને કંઇ પ્રવૃતિ કરતા હોય છે. મુખ્ય કન્વીનર શ્રી હરનેશભાઈ સોલંકી એ મને ફોન પર જણાવ્યુ હતું કે તેઓએ રાજકોટમાં બક્ષી સાહેબના 77માં જન્મદિવસ નિમિત્તે ઑડિયો સીડી સાંભળવાનો કાર્યક્રમ રાખ્યો હતો જે ‘કોફી મેટસ’ મુંબઈ ખાતે “મારું સત્ય” નાં બક્ષી સાહેબના પ્રવચન અને એમની સાથે થયેલ પ્રશ્નોત્તરીનો છે. એમણે મને પણ કૉપિ મોકલી જે સાંભળ્યા બાદ મેં  એમને કહ્યું કે આ તો ગમતાનો ગુલાલ કરવા જેવું છે.

Audio CD બાબત તો એમનું કહેવું હતું કે  બક્ષીના ભાવક માટે તેઓ CD (ફ્રી ઑફ) રાઇટ કરીને મોકલી આપશે પરંતુ મેં કહ્યું કે તમે મહેનત કરીને અમને આટલું ઉપલબ્ધ કરાવો  છો એ કમ નથી અને બક્ષી ચાહક “મફત” નામ સાંભળીને સંકોચશે એટલે 50 રૂપિયા તો રાખો જ . આના કાની બાદ તેઓ એગ્રી થયા છે એટલે મારી અંગત વિનંતી કે પ્લીઝ જેને Audio CD કે  DVD કે બન્ને જોઇએ એણે ખરીદવી જોઇએ. બ્લોગમાં “કૉપિ” કરીએ છીએ એમ અહિં પણ કૉપિ કરીને “ઉજાણી” ન કરવી જોઇએ.

લાભ લેવા ઇચ્છતા હોય તો  આ મુજબની કિંમત છે.

DVD = રૂપિયા 100

અને

Audio CD = રૂપિયા 150

હરનેશભાઈનો મોબાઈલ નં – 94262 37750 છે.

8 ટિપ્પણીઓ

Filed under ગુજરાત_ગુજરાતી, વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, વૃતિ - પ્રવૃતિ, સાહિત્ય, Baxi Babu - Chandrakant Baxi

DVD on Baxi Babu


દોસ્તો, કાલે “કાબિલે-તારિફ પ્રયાસ”માં જે ડીવીડીની વાત કરી હતી તો આપ જાણવા ચાહશો ને કે ડીવીડીમાં શું છે?

* આકર્ષક અને ઉત્તમ પેકીંગમાં બે ડીવીડી ડીસ્ક સામેલ છે.

* બક્ષીબાબુનું જન્મ સ્થળ, એમનો અમદાવાદનો ફ્લેટ, દિવ્યભાસ્કરની એડવાઇઝરી કમીટી મેમ્બર હતા એ કેબીન.

* એમના પડોશીઓએ વર્ણવેલ બક્ષીબાબુનું બેનમુન વ્યક્તિત્વ

* જય વસાવડા, અજય ઉમટ, કાજલ ઓઝા વૈદ્ય, નરેશ શાહ અને આમંત્રણ પત્રિકામાં ઓલરેડી આપેલ જ છે એ બધા લેખન સાથે સંકળાયેલા મહાનુભાવોના બક્ષી બાબુ સાથે માણેલા અનુભવો.

* બક્ષીબાબુની પેરેલેસીસની હસ્તપ્રત, એમની લાયબ્રેરી.

* અંતમાં એવું એક લીસ્ટ જે કદાચ આપણે સૌએ વાંચ્યુ છે પરંતુ માર્ક નથી કર્યુ કે બક્ષીએ ગુજરાત માટે શું કર્યુ?

* દોસ્તો, આવી વાતો કે વસ્તુનો કોઇ મોલ નથી હોતો છતાંપણ મારા હિસાબે આ ડીવીડીની કિંમત કમ સે કમ 300 થી 500 રૂપિયા હોવા જોઇએ એને બદલે અનબીલીવેબલ પ્રાઇસ છે – માત્ર 100 રૂપિયા! !

9 ટિપ્પણીઓ

Filed under ગુજરાત_ગુજરાતી, રમૂજ, વૃતિ - પ્રવૃતિ, સાહિત્ય, Baxi Babu - Chandrakant Baxi

કાબિલે તારીફ પ્રયાસ


શ્રી ચંદ્રકાન્ત બક્ષી સાહિત્ય વર્તુળ” નામક એક ગૃપ , થોડા બક્ષી પ્રેમીઓએ મુળ લખતર નામના નાના ગામથી શરુ કર્યુ અને અત્યારે રાજકોટ અને સુરેન્દ્રનગરથી સંચાલન કરી રહ્યા છે . તેઓ ગાંઠના ગોદડે ગોપિચંદન કરે છે. એમંડળની અન્ય પ્રવૃતિઓ ફરી ક્યારેક પરંતુ યાર બાદશાહોએ 26-04-2008નાં રોજ એક વામન છતાંપણ આવનાર દિવસોમાં વિરાટ કહેવાશે એવું કદમ મૂક્યુ છે.

બક્ષી બાબુના દેહાંતને બે વરસ થયા, નિમિત્તે મંડળે એક ડીવીડી બનાવી જેમાં નામીઅનામી લોકોએ પોતાના શ્રી બક્ષી સાથેના સંભારણા તાજા કરીને શ્રધ્ધાંજલી આપી છે. વિમોચન વિધિ કે જેમાં રીવા બક્ષી, જય વસાવડા, કાના બાંટવા , નરેશ શાહ વગેરે આવવાના હતા પ્રસંગનો લાભ લેવાનો મને પણ મોકો મળ્યો.

આનંદ થયો જાણીને કે કેવા કેવા બક્ષી પ્રેમીઓ હોય છે. શ્રી હરનેશ સોલંકી, ઇલીયાસ શેખ, વિનોદ આચાર્ય અને અન્ય મિત્રોની મહેનત ખરેખર દાદ માંગી લે તેવી છે. એક તો ટપુડો કહી શકાય એવો છોકરડૉ માત્ર 15 સાલનો પાર્થ દવે જે પણ મહેનતમાં એટલો સહભાગી હતો! આજે હરનેશ ભાઈ સાથે વાત થઈ, તેઓ કહેતા હતા કે નરેશ શાહે પણ પુરી ડીવીડી જોઇને તારીફ કરી હવે પછી ઘણા લોકોની ઇવન બક્ષી સાહેબની પણ ડીવીડી બનશે. ટેકનીકલી કદાચ આનાથી ઉત્તમ હશે પરંતુ તમારા લોકોનું પ્રદાન અનોખું ગણાશે

રિયલી દોસ્તો, લોકોએ પોતાના ગજા બહાર જઈને જે કામ કર્યુ છે એના માટે કોઇ શબ્દ મળે. અને સૌથી આકર્ષક કે મહત્વની વાત હોય તો એની કિંમત! હવે પછી જે કોઇ પણ પ્રકારનો પ્રયાસ કરશે તો કદાચ ધંધાકિય ઇરાદાથી હશે યા તો પ્રથમ પ્રયાસમાં જે ત્રુટીઓ રહી છે એમાંથી શીખીને બનાવશે પરંતુ “શ્રી ચંદ્રકાંત બક્ષી સાહિત્ય વર્તુળ ની નોંધ લેવી પડશે.

વિમોચન વિધિ વખતે હરનેશ ભાઈ પોતાની ટુંકી સ્પીચમાં કહેલી એક વાત દિલને ટચ કરી જાય એવી છે જે શે કરવા ચાહીશ એમણે કહ્યુ, ડીવીડી બનાવતા વખતે અમૂક લોકો સવાલ કરતા કે બક્ષી વિશે તો મોટા ભાગની માહિતી અવેલેબલ છે તો તમે શા માટે બનાવો છો?” હરનેશ સોલંકીનો જવાબ, હોટેલમાં મળતા ફુડ કરતાં માં ના હાથના બનાવેલ રોટલાનો સ્વાદ કંઇક વિશેષ હોય છે? બસ, માટે , અમે બક્ષીને ચાહીયે છીએ , માટે અમારે બનાવવી છે અન્ય પ્રોફેશનલ્સને કામ દઈને નથી કરાવવું કેમ એક એમાં કદાચ લોકો અમારાથી સારું બનાવી શકે કિન્તુ અમે અમારા પ્યારા બક્ષીબાબુને માટે ખુદ મહેનત કરીએ , હેરાન થાઈએ તો અમને આત્મસંતોષ મળશે.

સો સો સલામ એ બક્ષીના યાર બાદશાહો ને !

5 ટિપ્પણીઓ

Filed under ગુજરાત_ગુજરાતી, વૃતિ - પ્રવૃતિ, સાહિત્ય, Baxi Babu - Chandrakant Baxi