Tag Archives: પ્રવાસ

કચ્છના ધોળાવીરા_વ્રજવાણી ફર્યા ?


તારીખ ૨૮ જૂન ૨૦૧૫ની દિ.ભા.ની પૂર્તિમાં ડૉ.રાજલ ઠાકરનો ‘યાત્રા’ લેખ વાંચીને ત્યાર પછીનાં જ રવિવારે યાને ૫ જૂલાઈ ૨૦૧૫ના રોજ  (નાગવેકર અને અગ્રાવત ફેમીલીના) “હમ પાંચ”  ધોળાવીરા-વ્રજવાણી તરફ નીકળી ગયા.

સરકારી જાહેરાતોના  લીધે સામાન્ય રીતે ધોરડો તરફનું સફેદ રણ જ  પ્રખ્યાત થયું છે બાકી આમ તો કચ્છમાં ગમે એ બાજુથી પ્રવેશ કરો એટલે સફેદ રણથી જ  સ્વાગત થાય. એવી જ રીતે બાલાસરથી થોડા કિમી જ આગળ  ગયા તો સફેદ રણના સૌન્દર્યએ અમને ફોટા પાડવા મજબુર કરી દીધા

IMG_20150705_102049075

 

IMG_20150705_102136343

 

IMG_20150705_101222085

IMG_20150705_101422555 IMG_20150705_101647614 IMG_20150705_101704930

^ આ બધા ફોટોગ્રાફ્સએ વાતની  સાબિતી પૂરે છે કે જ્યાં આપણી પરજા નથી પહોંચી ત્યાં કુદરત એનું સૌન્દર્ય જાળવી શકી છે.

                                                                                               ત્યારબાદ ધોળાવીરા પહોંચ્યા

વચ્ચે ઘણા વરસો પહેલા મિત્ર ક્ષિતિજ શુક્લએ કહેલ એક વાત નોંધવી ઘટે કે લોકો “કાળો ડુંગર” શબ્દ પ્રયોગ કરે  છે એ બરાબર નથી કચ્છી બોલી અનુરૂપ તો ‘કારો ડુંગર’ શબ્દપ્રયોગ સાચો છે. એ જ રીતે લાગે છે કે  ધોળાવીરાની બદલે ધોરાવીરા શબ્દ બરાબર હોવો ખપે.

અહીં પહોંચ્યા કે તરત જેમલભાઈ મકવાણા (+91 81414 61264) ગાઈડ મળ્યા, પહેલા તો અમે  એમની સેવાને નકારવાનો પ્રયત્ન કર્યો, કેમ કે આપણા આવા સ્થળોએ પ્રશિક્ષણ પામેલા ગાઈડ હોય એ માનવાને મન ન થાય અને તેઓએ પણ કોઈ દુરાગ્રહ ન કર્યો કે ના તો એમની વાતચીતમાં એવો કોઈ અંશ લાગ્યો કે તેઓ જબરજસ્તી કરવા માંગે છે એટલે અમોએ એમનું આઈ કાર્ડ જોઈ, ખાતરી કરી અને પછી એમને પણ સાથે લીધા. પછી વાતો દરમ્યાન જાણવા મળ્યું કે એમને આ વિષયનું માત્ર (પુસ્તકિયું) જ્ઞાન હતું એવું નહિ  પણ અમુક ઈંગ્લીશ શબ્દોના યોગ્ય જગ્યાએ એનો  ઉપયોગ અને શુદ્ધ ઉચ્ચાર તેમજ  એમને આ ધરતી સાથે જે  લગાવ/પ્રેમ છે એને લીધે થયું કે  એમને સાથે લીધા એ અમારો નિર્ણય બરાબર જ હતો! તેઓ કહેતા: “સાહેબ ! આ બધું  અમે ખોદ્યું છે, પાણો બોલાવવો સહેલો નથી!”

IMG_20150705_113340443_HDR

  IMG_20150705_133043792

તેઓએ દરેક જગ્યા વિશેની માહિતી  અને વિશેષતા અંગે પણ અમને માહિતગાર કર્યા એનાથી મજા આવી ગઈ અને થોડીક ઘડીઓના સંગથી પણ થયું કે આ માણહ મસ્ત છે!  ધોળાવીરા વિશે એમણે જે કહ્યું અને અમે સાંભળ્યું એ તો વાતચીતના રૂપમાં હોવાથી વીકીપીડીયા પરનું લખાણ જ અહીં ઉતારું =

 

 

 

ધોળાવીરા એ પ્રાચીન મહાનગર સંસ્કૃતિનું લુપ્તપ્રાય નગર છે જે કચ્છના ભચાઉ તાલુકાના ખડિરબેટ વિસ્તારમાં આવેલ છે. આ સંસ્કૃતિ પાંચ હજાર વર્ષ જુની છે અને એ વખતે લગભગ પચાસ હજાર લોકો આ મહાનગરમાં રહેતા હતાં તેવું અનુમાન છે. આખું નગર, પાણીની વ્યવસ્થા, રાજમહેલ કે પ્રાંતના મહેલની રચના, લોકોની રહેણી કરણી, વગેરે જોવા જેવું છે.

મ્યુઝીયમના  ફોટામાંથી ફોટો લીધેલ છે.

મ્યુઝીયમના ફોટામાંથી ફોટો લીધેલ છે.

 

IMG_20150705_114309233 એક પ્રવેશ દ્વારનું પાટીયું એ જમાનાના દસ અક્ષરો સાથે મળી આવેલ છે. લાગે છે કોઈક કારણસર એ પાટીયું ઉપરથી નીચે પડ્યું હશે અને આપણાં પૂર્વજોમાંથી કોઈકે એને સભાળી બાજુમાં રાખ્યું હશે. એના દસે દસ અક્ષરો અકબંધ છે.

અહીં જે હાડકા અને અન્ય ચીજ વસ્તુઓ મળી છે એ પ્રમાણે આ નગરના લોકો બહુ સુખી અને સમૃદ્દ હતા. શાકાહારી અને માંસાહારી બન્ને પ્રકારના લોકો હતા. કોઈક મૃત્યુ પછી અગ્નિ સંસ્કાર કરતા હતા, વળી કોઈક કબર બનાવી દાટતા હતા અથવા કબરમાં અસ્થીઓ સાથે વસ્તુઓ પણ રાખતા હતા.

આખા નગરમાં ધર્મ સ્થળ જેવું કાંઈજ મળ્યું નથી એ નવાઇ લાગે છે. પ્રાંત મહેલમાં ગોળાકાર બે મોટા પત્થર મળ્યા છે પણ હોઈ શકે છે કે મહેલના મોટા થાંભલાના ટેકા પણ હોય.

સ્થાનિક લોકો ધોળાવીરાને કોટડો (મહાદુર્ગ) તરીકે ઓળખે છે. મૂળ તો ધોળાવીરા ગામની નજીક આવેલી હોવાને કારણે એ પુરાતત્ત્વીય સાઈટનું નામ ધોળાવીરા પડી ગયું છે! ૧૯૬૭માં પુરાતત્ત્વવિદ્ જગત્પતિ જોષીએ આ સ્થળની મુલાકાત લઈ પ્રથમ વખત તેની માહિતી જાહેર કરી.

મોહેં-જો-દડો અને હડ્ડપામાં કાચી પાકી ઈંટો દ્વારા બાંધકામ કરવામાં આવેલ છે. જ્યારે આ ધોળાવીરામાં લગભગ ચોરસ અને લંબચોરસ પત્થરોથી બાંધકામ થયેલ છે અને પત્થરો થોડેક છેટે બાજુમાં ખાણોમાંથી કાઢેલા છે. ધોળાવીરામાં નગરની ચારેબાજુ દીવાલ આવેલી છે.

ધોળાવીરા નગર મુખ્ય ત્રણ ભાગમાં વહેચવામા આવ્યું છે:

  • શાસક અધિકારી નો રાજમહેલ
  • અન્ય અધિકારી ઓના આવાસ
  • સામાન્ય નગરજનો નો આવાસ

આ બધું જોયા પછી અમારે  અહીથી પંદરેક કિમી દૂર ફોસિલ પાર્ક જવું હતું જ્યાં છે પણ એકાદ કિમી દૂર ગયા અને એક ગાડી સામે મળી એમણે કહ્યું કે  અમે ૧૫-૨૦ કિમી સુધી જી આવ્યા, એકદમ ભંગાર રસ્તો  છે અને  તો ય ફોસિલ પાર્ક મળ્યો નહી એટલે અમે પણ માંડી વાળ્યું. જો કે અમે ગોતી લેત પણ વાતોવાતોમાં સામખીયાળી કે રાપરથી ફયૂઅલ પુરાવવાનું રહી ગયું અને હજુ ૧૦૦-૧૫૦ કિમી રસ્તો તેમ જ કદાચ કોઈ કારણસર રસ્તે ઊભું રહેવું પડે અને ફ્યુઅલ ખૂટે તો? એટલે  એ બીકે  અમે ક્યારેક નેક્સ્ટ ટાઈમ ફોસિલ પાર્ક જોઈશું/જઈશું  એવી આશા  સાથે મન અને ગાડી બંને વાળી લીધા.

ફોસિલ પાર્ક વિશે ડૉ.રાજલ ઠાકર એ લખ્યું છે =

ધોળાવીરાથી દસેક કિમી દૂર વન વિભાગ દ્વારા બનાવાયેલ વૂડ ફોસિલ (વૃક્ષના થડના અશ્મિ) પાર્ક આવેલો છે. ચારેકોર નાની ટેકરીઓ પર કાંટાળી વનસ્પતિ અને થોર નજરે ચઢતાં હતાં. ક્યાંક રડ્યાં ખડ્યાં પીલુડીનાં ઝાડ પણ ખરાં. સામેનો ડુંગર ‘છાપરિયા રખાલ’ તરીકે ઓળખાય છે. ‘રખાલ’ એટલે ઘાસ ઊગતો વિસ્તાર ઊબડખાબડ અને કાચા રસ્તા પર ગાડી ધીરે ધીરે હંકારીને ફોસિલ પાર્ક પહોંચ્યા. વિસ્તાર ખડીર બેટની ઉત્તરે રણના કિનારે આવેલો છે, એટલે અહીંથી પણ દૂર દૂર સુધી સફેદ રણ દેખાય છે. ગાડી પાર્ક કરી. હવે થોડાક અંતર સુધી ચાલતા નીચેની તરફ જવાનું છે. આજુબાજુ વિવિધ આકારોના મોટા મોટા પથ્થરો નજરે ચઢ્યા.  કરોડો વર્ષો પહેલાંનાં વૃક્ષના થડના અશ્મિઓ અહીંથી મળી આવ્યા છે. ઝાડ મરી જાય અને તેનું થડ જમીન પર પડી જાય તે પછી આજુબાજુની માટી તેના ઉપર જામવા લાગે. માટીમાં ખનિજો પણ હોય. કાળક્રમે રીતે બનેલા પથ્થરમાં વૃક્ષના થડની ભાત પડી જાય અને જાણે એમ લાગે કે, થડ પથ્થરના છે! અહીંથી મળેલા વૃક્ષના થડના બે અશ્મિઓ ૧૬ કરોડ વર્ષ જૂના, 8થી 10 મીટર લાંબા અને અડધાથી એક મીટરની પહોળાઈ ધરાવતા છે, જેની ફરતે તારની જાળી બાંધીને રાખવામાં આવી છે. નજીકમાં કાચના એક બંધ કબાટમાં નાના નાના અશ્મિઓને મૂકવામાં આવ્યા છે.

હવે દી.ભા.માં એક દંતકથા સાંભળીને આ આખો પ્રોગ્રામ કર્યો હતો એ વ્રજવાણી તો ખાસ જવું હતું, દી.ભા.માં થી કૉપી કરીને પેસ્ટ કરું તો એ કથા આવી છે –

“વ્રજવાણી પહોંચ્યા જ્યાં મંદિર તો રાધા-કૃષ્ણનું છે, પણ મંદિરની અંદર સાત વીસુ એટલે કે, એકસો ચાલીસ આહીર સ્ત્રીઓ ગરબે રમતી હોય તેવાં પૂતળાં મૂકવામાં આવ્યાં છે. દરેક પૂતળા નીચે જે તે આહીરાણીના નામની તકતી પણ લગાડેલી છે. અહીના પૂજારીને મંદિર વિષે પૂછતા એમણે જણાવ્યું કે, સંવત 1511ના વૈશાખ સુદ ચોથના દિવસે ગામની 140 આહીર સ્ત્રીઓ અહી સતી થઇ હતી. મંદિરના ચોગાનમાં તેમના પાળિયા છે અને મંદિરની બરાબર સામે એક મોટો પાળિયો છે જે ગામના ઢોલીનો છે. સંવત 1511ના અખાત્રીજના દિવસની વાત છે. દિવસે ગામમાં તહેવાર જેવું વાતાવરણ હતું. આવતા વરસના વરસાદના શુકન શુભ હતા એટલે સૌ કોઈ આનંદમાં હતાં. ગામના ઢોલીના ઢોલની થપાટે આહીરાણીઓ ગરબે રમી રહી હતી. દિવસ પૂરો થયો તેમ છતાં ઢોલી અને સ્ત્રીઓના ઉત્સાનો અંત આવતો હતો. ઘરનાં કામ બાજુ પર રહ્યાં. બાળકો પણ ભૂખ્યાં સૂઈ ગયાં. ગરબા રમતાં રમતાં રાત પણ પડી ગઈ હતી. ગરબે રમતી આહીરાણીઓ પોતાના ઘરબાર જાણે કે ભૂલી ગઈ હતી. પોતાની પત્નીઓને ઘરે પાછી લઇ જવા માટે ગયેલા આહીરો વીલા મોઢે ઘરે પાછા ફર્યા. એમ લાગતું હતું કે, જાણે ઢોલીના ઢોલમાં કાનુડાની વાંસળીના સૂર વાગી રહ્યા હતા અને આહીરાણીઓ ગોકુળની ગોપીઓ બની ગઈ હતી. બીજા દિવસનો સૂર્યોદય થયો પણ ગરબા અને ઢોલ ચાલુ હતાં. હવે આહીરોના ગુસ્સાનો પારો ઊંચે ચઢતો જતો હતો. બધાને લાગ્યું કે, સમસ્યાનું મૂળ તો ઢોલીડો છે, જેની પાછળ આહીરાણીઓ પાગલ થઇ હતી. આથી સૌએ ઢોલીને પતાવી દેવાનો નિર્ણય કર્યો અને કેટલાક યુવાનો ખુલ્લી તલવારે ઢોલીની તરફ ધસી ગયા. ગરબામાં મગ્ન આહીરાણીઓને તો ખબર પડી કે, ક્યારે ઢોલીનું મસ્તક તેના ધડથી અલગ થઇ ગયું. ઢોલના તાલમા ભંગ પડ્યો ત્યારે સૌએ જોયું કે, ઢોલી તો લોહીના ખાબોચિયામાં પડ્યો છે. પોતાના પ્રિય ઢોલીની પાછળ એકસો ચાલીસ આહીરાણીઓ સતી થઇ એની યાદમાં મંદિર બાંધવામાં આવ્યું છે.”

 

IMG_20150705_152351033

 

IMG_20150705_152844725

^ આ વાતમાં ઘણા સવાલો ઊઠી શકે એમ છે પણ અમે પાછા એટલા બધા બૌધિક નથી કે અમારા મનમાં ઉઠતા શંકાના કીડાને સમજાવી ના શકીએ. અમને તો અહીંયા જે ૧૨૦ પુતળા છે એ જોવાની ખરેખર મજા આવી.

ત્યારપછી પરત ફરતા ‘રવેચી માં’નું મંદિર આવેલ છે ત્યાં ગયા તો મારા જેવા શ્રદ્ધાળુ (!?) ને મંદિરમાં ખાસ રસ ન હોય એ સ્વાભાવિક છે પણ ત્યાં એક ‘દેવીસર’ તળાવ નજરે ચડ્યું. અહીં  પણ વચ્ચે એક વાત લઇ લઉં કે હું કોઈ જાણકાર નથી કે નથી અન્ય કોઈ જગ્યાઓ વિશે માહિતગાર પણ કચ્છના તળાવોના નામ સાથે  ‘સર’ જોડાયેલ છે, જેમ કે પાકડસર, આડેસર, હમીરસર, દેવીસર . . .  આ વિશે કોઈ વધુ માહિતી આપે તો જાણવું ગમશે. આ અગાઉ બે વખત ભચાઉ પાસે આવેલ પાકડસરની મુલાકાત લીધેલ છે અને ત્યાં જેવી રીતે તળાવમાં કમળછે એમ અહી પણ એવું જ  છે, ઉપરાંત અહી તળાવની સામે કિનારે ત્રણેક મોર જોયા અને જાણે અમારું મનોરંજન માટે નૃત્ય કરતા હોય એમ એમાંથી એકે તો કળા કરી બતાવી, મારા ફોનથી ઝૂમ કરીને એ ફોટો લેવાની કોશિશ કરી પણ ખાસ જામે એમ નથી એટલે એ ફોટો મૂકતો નથી પણ અમારા મિત્ર મિલિન્દ નાગવેકર એ પોતાના કેનન કેમેરાથી તસ્વીર લીધેલ છે.

IMG_20150705_170100412_HDR IMG_20150705_170127078_HDR

 

 

 

 

 

 

 

 

 

 

~અમૃતબિંદુ ~

આ પહેલા કચ્છમાં ફર્યા એની પોસ્ટ્સ અત્યારે આમ તો યાદ નથી આવતી પણ  ઉપર જેમનો ઉલ્લેખ કર્યો છે એ ક્ષિતિજ શુક્લ એ જ   સૂચવેલ જગ્યા એ ગયેલ, અગાઉની એ બે પોસ્ટ્સ યાદ આવે છે એની લીંકસ –

https://rajniagravat.wordpress.com/2009/07/09/roaming/

https://rajniagravat.wordpress.com/2009/07/13/roaming-ii/

Leave a comment

Filed under પ્રવાસ, Tour

DVD=’ગોલ્ડન ગુજરાત’ અને બક્ષીબાબુનો ‘સંવાદ’


ઘણા સમયથી સમય છટકી જતો હતો એટલે રવિવાર તારીખ 14 જૂન 2010નાં રોજ DVD જોવા માટે અલાયદો રાખ્યો.

ના, ના કોઇ નવી-જૂની ફિલ્મો કે કોઇ પ્રસંગની નહી પરંતુ એવી  DVD કે જે દોસ્તો તરફથી અમૂલ્ય ભેટ રૂપે મળી છે.

શ્રી કિન્નર આચાર્ય તરફથી ગોલ્ડન ગુજરાત

અને

શ્રી વિજય ટાંક તરફથી ‘સંવાદ’

હવે એ DVDs  વિશે –

1 આમ તો ‘ગોલ્ડન ગુજરાત’ વિશે મોટાભાગના મિત્રોને જાણ જ હશે છતાંપણ કોઇને ખ્યાલ ન હોય તો –

* રાજકોટના ‘રાધે ગૃપ ઑફ એનર્જી’ તેમજ ‘અકિલા’ દૈનિકે સ્વર્ણિમ ગુજરાત જયંતિ નિમિત્તે એક અવિસ્મરણીય અને અનમોલ ભેટ આપી છે.

* દેશ-વિદેશમાં ફરતા  ગુજરાતીઓને ગુજરાતથી અવગત કરાવવાની જહેમત. એમનું કહેવું છે કે 85% જેટલું શુંટીંગ અત્યારે જ કરેલ છે બાકી અમુક કલીપ્સ જ રેકોર્ડમાંથી લીધેલ છે (જેમ કે માતાના મઢની પદયાત્રાના દ્ર્શ્યો તો અત્યારે ન જ હોય એટલે રેકોર્ડમાંથી લીધા હોય એવું બની શકે )

* લગભગ 3 કલાકની આ ફિલ્મ ચાર ભાગમાં વહેંચેલ છે

1- દક્ષિણ ગુજરાત   2 -મધ્ય અને ઉત્તર ગુજરાત  3-સૌરાષ્ટ્ર    4- કચ્છ અને સૌરાષ્ટ્ર

* મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વિમોચન થયું છે.

* આ દસ્તાવેજી ફિલ્મની સ્ક્રિપ્ટ, પરિકલ્પના અને ડાયરેકશન કિન્નર આચાર્યનું છે. પ્રાર્થિત શાહે રિસર્ચ કર્યુ છે… (એક આડ વાત કે 2-3 વરસથી ઓરકુટ પર આ પ્રાર્થિત શાહ સાથે ક્યારેક વાતચીત થતી પણ એમનું નામ લખતા મને હંમેશા તકલીફ અને ભૂલ થઈ છે 😉 )

*  જયવસાવડા અને અન્ય મિત્રો ફિલ્મની શરૂઆત કરે છે.

* આ બન્ને જૂથે સાચા અર્થમાં ગુજરાતને અમૂલ્ય ભેટ જ આપી છે કેમ કે ના તો તેઓએ આના કૉપિ રાઇટ પોતાના પાસે રાખ્યા છે અને ના તો આની કોઇ કિંમત!! અને શિક્ષણ સંસ્થા કે કોઇ પણ લોકો આની કૉપિ કરે તો એની છૂટ રાખી છે સાથે સાથે તેઓ એમ પણ કહે છે કે કિન્નરભાઈને 98253 04041 પર કૉલ કરીને  આની માસ્ટર કૉપિની માંગણી પણ કરી શકે છે.

* યુ ટ્યુબ પર પણ Golden Gujarat શોધી શકશો.

2 દુબઈસે ભાઈને સાહિત્યના ડૉન ગણાતા બક્ષી બાબુ સાથેના ‘સંવાદ’ ની DVDs મોકલાવી.. ફોડ પાડીને કહું તો અત્યારે દુબઈ રહેતા મિત્ર વિજય ટાંકે (કદાચ) 2005માં ‘ઇ ટીવી-ગુજરાતી’ પર શ્રી જય વસાવડા દ્વારા શ્રી ચંદ્રકાન્ત બક્ષી સાથે થયેલ “સંવાદ” નાં બન્ને એપિસોડ તેમજ મિર્ઝા ગાલીબનું રેકોર્ડીંગ મોકલાવ્યુ.

‘ઇ ટીવી-ગુજરાતી’ પર સંવાદ કાર્યક્રમના સુત્રધાર સૌરભ શાહ (રિસર્ચ – શિશિર રામાવત) અને જય વસાવડાના (રિસર્ચ – કિન્નર આચાર્ય) હતા એ ઘણા બધા એપિસોડ જોયા છે (બીજા એન્કર પણ અમુક એપિસોડમાં હતા પણ ઓળખતો નથી અને નામ પણ યાદ નથી) પણ એ વખતે બક્ષી બાબુ વાળો એપિસોડ જોવાનું ચૂકી ગયો હતો. એમના અવસાન પછી રિપીટ ટેલીકાસ્ટ વખતે ખટકો રાખીને બન્ને એપિસોડ જોઇ લીધા હતા…. ત્યારબાદ ઓરકુટ પર ઘણા યારબાદશાહો પાસે ‘સંવાદ’ની ડિમાન્ડ સાંભળી પણ કોઇ પાસે ઉપલબ્ધ નથી એવું સાંભળવા મળતું, ઇવન શ્રી ચંદ્રકાન્ત બક્ષી સાહિત્ય વર્તુળનાં કન્વીનર મિત્ર હરનેશ સોલંકી પણ કહેતા હતા કે એની શોધ ચાલે છે. પણ જીસસ કહેતાને તારા બધા સવાલ ખરી જશે ત્યારે જવાબ મળશે. તેમજ જે શોધ કરીને થાકી જાય ત્યારે અચાનક તમને “તત્વ” મળે છે એવી રીતે  અચાનક , આકસ્મીકપણે વિજય ટાંકે સામેથી મને કહ્યું કે ‘સંવાદ’ની કૉપિ ખપે?

નામ લખવા શક્ય નથી પણ નેટ પર બક્ષીબાબુના ઘણા દિવાના ને મળવાનું થયું છે અને દરેક પાસે કંઇક ને આપવાનું જ હોય છે અને મને આપ્યુ જ છે એમાં આ વિજય ટાંક એક ઓર યારબાદશાહ મળ્યા. એમને તો હું થેંકયુ પણ ન કહી શકુ એવી અમૂલ્ય ભેટ આપી છે.

ઉમેરો (૧૩-૦૯-૨૦૧૦)

ઓરકુટની ‘ચંદ્રકાન્ત બક્ષી’ કોમ્યુ પર અંકુર સૂચકે શે’ર કરેલી યુ ટ્યૂબ લિન્ક –

~  અમૃત બિંદુ ~

સલામ ‘ગોલ્ડન ગુજરાત’ ની સમગ્ર ટીમને

7 ટિપ્પણીઓ

Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, ગુજરાત_ગુજરાતી, વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, વૃતિ - પ્રવૃતિ, સંવેદના, સમાજ, સાહિત્ય, Baxi Babu - Chandrakant Baxi

રખડપટ્ટી-III


ગઈકાલે ઉત્તરાયણ કહેતા મકરસંક્રાતિ હતી.. (બોલો કોઇને ખબર હતી? ) મને તો પતંગ ચગાવતા આવડતી નથી પણ દર વખતની જેમ કસક અને હું સવાર સવારે એક-બે ફ્રેન્ડનાં ધાબા પર ગયા…જ્યાં કસકે તો પતંગ ચગાવી પણ આપણને કંઇ “પેચ” લગાવા જેવું “નજરે” ચડ્યું નહી! એટલે બપોરે ખાંડવી-ગાંઠિયા-જલેબી વગેરે દાબી, વામકુક્ષી બાદ  ગાંધીધામથી વીસેક કિલોમીટર આવેલા પીકનીક સ્પોટ કમ ધાર્મિક સ્થાન એવા જોગણીનાર ગામે જવાનું અમે ચાર પરિવારની ચંડાળ ચોકડીએ નક્કી કર્યુ.

આમ તો જનરલી મંદિરમાં જઈને ભગવાનને હેરાન કરવાની (કુ)ટેવ નથી પણ ગામથી બહાર ગયા હોય ત્યારે ભગવાન કરતા ભાગ્યવાનનો ડર રાખીને ય મંદિરમાં જવું એ શાણપણની નિશાની કહેવાય એવું આટલા વરસોના લગ્નજીવન દરમ્યાન બ્રહ્મજ્ઞાન લાધ્યુ હોય એ સ્વાભાવિક છે. જોગણીનાર ઘણીવાર ગયા છીએ પણ આ વખતે મારૂં ધ્યાન ચોસઠ જોગણીનાં નામની યાદી તરફ ગયું .. એક એક નામ વાંચ્યા તો મને અહોભાવ થયો કે ખોટીરીતે પૂર્વગ્રહ રાખ્યા વગર જો આપણે અમુક માર્કીંગ/નોટીસ કરીયે તો ખરેખર મજા આવે .. અહી બે ફોટા મૂકુ છું જેમાં એક તો ચોસઠ જોગણીઓનો છે જેમાં કદાચ ધાર્મિક વૃતિ ધરાવનાર સિવાયનાને રસ ન પડે પરંતુ બીજો એક ફોટો છે એને ઝુમ કરીને પણ દરેક નામ વાંચવાનો પ્રયત્ન કરજો કેટલા સરસ સરસ નામ છે જે  આપણે ઘણીવાર શોધતા હોય ત્યારે મળે નહીં અને મને તો  એ અત્યાધુનિક નામ લાગ્યા અને ગમ્યાં.

ચોસઠ જોગણી - જોગણીનાર_કચ્છ

ચોસઠ જોગણીનાં નામોની યાદી - જોગણીનાર_કચ્છ

કદાચ કોઇને થાય કે ભાઈ આવી સુફિયાણી વાતો  બાજુ પર રાખીને કહે કે તું ધર્મ કોને કહે છે? એ માટે પણ એક હજુ વધુ  ફોટો જોઇ લો જે મને મારા વિચારનો પડઘો લાગે છે .

ધર્મ ક્યાં છે? એમ નહી પણ ધર્મ ક્યા હૈ?

અગાઉની રખડપટ્ટી પોસ્ટનું અનુસંધાન

https://rajniagravat.wordpress.com/2009/07/09/roaming/

https://rajniagravat.wordpress.com/2009/07/13/roaming-ii/

3 ટિપ્પણીઓ

Filed under વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, વૃતિ - પ્રવૃતિ

પિકનિક નો મૂડ ગુલાબી


ચંદ્રકાન્ત બક્ષીએ કૉલમની શરૂઆત મહોમ્મદ માંકડની સલાહથી કરી હતી જેમાં ‘મૂડગુલાબી’ નામની કૉલમ અને  એમાં લેખનું ટાઇટલ ‘પિકનિક’  રાખ્યું  હતું એવું કંઇક યાદ છે. યાદ-દાસ્તના સહારે લખતો હોવાથી માહિતી દોષના ભરપુર ચાન્સ છે- તો સુધરાવજો પ્લીઝ . હા, તો ત્યારબાદ માંકડ સાહેબે ઉલ્ટા પુલ્ટા કરીને કૉલમનું નામ ‘પિકનિક’ અને લેખનું નામ ‘મૂડ ગુલાબી’ કરી નાંખ્યુ હતું ! પરંતુ આ પોસ્ટ નથી બક્ષીબાબુ પર કે નથી કૉલમ, સાહિત્ય પર પણ આ તો કાલે અમારો કસક સ્કૂલ દ્વારા પિકનિક પર ગયો અને એનો મૂડ ગુલાબી ગુલાબી જોયો હતો એટલે બંધ બેસતુ ઠોકી દિધુ!

હા, તો અમારા કસક બાબુ આજે પિકનિક પર છે, ગઈકાલે રાત્રે 10 વાગ્યે ગયો અને આજે રાત્રે 10-11 રિટર્ન આવશે. રૂપિયા છે 1100 (અંકે પૂરા એક હજાર અને એક સો  LoL) . આ ચાર્જમાં  ત્રણ ટાઇમ ખાવાનું (બ્રેક ફાસ્ટ, લંચ અને ડિનર)  તેમજ  સ્લીપીંગ કૉચનું ભાડાંનો સમાવેશ  છે. સ્થળની વાત કરીયે તો નળ સરોવર, ગાંધીનગરનો ઇન્દ્રોડા પાર્ક અને અમદાવાદનું સાયન્સ સીટી તેમજ  કાંકરિયા ઝુ. (અમે ઑલરેડી આ બધુ એને ત્રણ વરસ પહેલા બતાવી ચૂક્યા છીએ) એ ભાઈતો “ખુચી” થતાં થતાં બસમાં ચડી ગયા પણ બસ ઉપડી એટલે એની માંની આંખમાંથી દડ દડ આંસુડા પડવા લાગ્યા! મેં કહ્યુ અરે ગાંડી, આપણે એને પિકનિકમાં મોકલ્યો  છે, “તારે ઝમીં પર”ની  જેમ કંઇ હૉસ્ટેલમાં થોડો મોકલ્યો છે? પણ જયશ્રીનું કહેવું કે આખી રાત છોકરો જાગશે, સવારે એની દૈનિક ક્રિયાઓ પતાવવામાં કોણ મદદ કરશે ? પિકનિક દરમ્યાન બરાબર ખાશે કે નહી …. આવા અનેક સવાલોના જવાબ મારા પાસે ન હતાં કેમ કે એ સવાલ એક માં ના હતા ને?

બીજી એક વાત કે આ પહેલા ગયા વરસે પણ એકવાર કસક અહિં કચ્છમાં આવેલ કાળો ડુંગર જઈ આવ્યો છે પણ એ તો વહેલી સવારે નીકળ્યા હતાં ને રાત્રે પરત આવી ગયેલ. અને એ વખતે અમને જે વાતો જાણવા મળી એનાથી ખ્યાલ આવે છે કે  સગવડતા સાચવવા ના બહાને માં-બાપ  એમના સંતાનોને અજાણતા કેવા બગાડતા હોય છે? જેમ કે 10-12 વરસની ઉંમરના બાળકોને મોબાઇલ, એમથ્રી પ્લેયર, કેમેરા અને ચોકલેટ્સની રીતસરની થેલીઓ આપે! તેઓ કેમ નહી સમજતાં હોય કે આ બધી વસ્તુઓથી એમનો પિકનિક નો મુખ્ય ઉદ્દેશ તો માર્યો જ જાય ને?

આજે તો આટલું બસ બાકી હવે પછીના થોડા દિવસો અમારે (પિકનિકની વાતોના માટે) ગુડ લીસનર નો રોલ પ્લે કરવાનો આવશે ને?

4 ટિપ્પણીઓ

Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, વૃતિ - પ્રવૃતિ, સંવેદના, Kasak

રખડપટ્ટી-II


9 જુલાઈના રોજ રખડપટ્ટીની એક પોસ્ટ કરી હતી અને બ્રેક લીધો હતો એ બ્રેકને હવે બ્રેક લગાવી એક્સીલેટર દબાવીએ તો …..

ચારવા રખાલ/પ્રાગસરથી અમારૂં ઝુંડ ભુજની હોટેલ પ્રિન્સમાં  પેટ પુજા કરવા નીકળ્યું અને ત્યાંથી રૂદ્રાણી ડેમ તરફ.

સ્વાગતમ

સ્વાગતમ

રૂદ્રાણીમાતાજીના મંદિરમાં આવું સ્વાગત કોઇને માફક ન આવે તો હવે પછીનો ફોટો જોઇ લો..

શેર કે સાથ બબ્બર શેર

શેર કે સાથ બબ્બર શેર

આ ફોટા બાદ અગર ડેમના ફોટાની  અપેક્ષા હોય તો સોરી! ડેમમાં પાણી તો ન હતું સાથે સાથે મોબાઇલની બેટરી પણ ડાઉન ! એટલે પાણી વગરના ડેમની તસ્વીર અહિં નહી (ઘણા લખે છે એમ ) અમારા દિલમાં કોતરાઈ ગઈ છે..હા હા હા.

ચાલો તો હવે ભાગીએ છીએ ભુજનાં હિલ ગાર્ડન તરફ…

skeleton of Asia's biggest 75-feet blue whale @ Hill Garden - Bhuj

skeleton of Asia's biggest 75-feet blue whale @ Hill Garden - Bhuj

skeleton of Asia's biggest 75-feet blue whale @ Hill Garden - Bhuj

skeleton of Asia's biggest 75-feet blue whale @ Hill Garden - Bhuj

skeleton of Asia's biggest 75-feet blue whale @ Hill Garden - Bhuj

skeleton of Asia's biggest 75-feet blue whale @ Hill Garden - Bhuj

જેટલો ચાર્મ આ ફોટા જોવામાં આવે એટલો તો ઠીક પણ એનાથી ડબલ અફસોસ થાય જ્યારે આ સ્કેલટનની જે હાલત જુઓ! આપણે કેમ કોઇ વસ્તુને માવજત નહી કરી શકતા હોય? એકદમ ઢંગ ધડા વગર રીતે એનું મેઇન્ટનન્સ(?) થાય છે! માત્ર પાંચ રૂપિયાની ટિકિટ રાખી છે એ કદાચ એક કારણ હોય! ઘરકી મુર્ગી દાલ બરાબર તો જુનું કહેવાય હવે તો એમ કહેવાય કે ઘરકા સ્કોચ લઠ્ઠા બરાબર ? પરંતુ “ડોમ” માં જાવ તો આ કેટલી મહત્વની જણસ છે એ સમજાવા કોઇ ન મળે! હા ત્યાં ઝીણા અક્ષરે ચોપાનીયા જેવું છે એમાં અંગ્રેજીમાં માહિતી આપી છે કે  આ “પીસ” ને કંઇ રીતે મુકાયુ , આપણે આ ડિટેઈલ વાંચવાઅને હિલ ગાર્ડનના વધું ફોટા જેવા (કુણાલ ધામીની મદદથી ) નીચે  લિન્ક આપેલ છે ત્યાં લટાર મારવી રહી.

http://www.dnaindia.com/india/report_hill-garden-at-bhuj-a-big-draw_1254998

http://www.bhujada.com/photogalleery3.htm

વધુ માહિતિ કોઇ પાસે હોય તો પ્લીઝ શે’ર કરશો.

5 ટિપ્પણીઓ

Filed under વૃતિ - પ્રવૃતિ

રખડપટ્ટી


થોડા સમય પહેલા અમે ત્રણ મિત્રોના  કુટુંબ કબીલા સાથે કચ્છમાં ક્યાંક એવી જગ્યાએ રખડવાનું મન થયું કે કંઇક “ટૉમેટો કેચ અપ” ની જેમ સમથીંગ ડિફરન્ટ હોય!

અલગ અલગ જ્ગ્યાના નામ લેવાતા ગયા, અને ચોકડી મારતા ગયા, આખરે ભુજ સ્થિત મિત્ર ક્ષિતિજ શુક્લાને પુછતા એણે એક  જગ્યાનું નામ આપ્યું અને કહ્યું કે તેઓ ગયા તો નથી પરંતુ આ એક એવી જગ્યા છે જ્યાં ફરતા એમ નહી લાગે કે રણમાં છો, આખા કચ્છમાં અહિં જેટલી  હરિયાળી ક્યાંય કલ્પી નહી શકો!  એ જગ્યા એટલે ભુજથી માતાના મઢ, નારણસરોવર જતાં સામત્રા ટીવી રીલે સ્ટેશન આવે છે ત્યાંથી 4 કિ.મી. એક આડો  રસ્તો ફંટાય છે અને એનું નામ=  ચારવા રખાલ યાને પ્રાગસર.

પ્રાગસરમાં પ્રવેશ

પ્રાગસરમાં પ્રવેશ

ભુજમાં જ અંદાજ આવી ગયો કે આ જગ્યાતો કંઇક અલગ હોવી જોઇએ! કોઇએ આવું (વિચિત્ર) નામ સાંભળેલ ન હતું,  ભુજથી  21 કિ.મી. સામત્રા તરફ પ્રયાણ કર્યું , ફરી સામત્રામાં એક પુછ-પરછ પણ કોઇને ખબર ન હતી! છેવટે એક બુઝુર્ગને આ વિશે ખબર હતી, એટલે સામત્રાથી 4 કિ.મી. ના અંતરે આવેલા એ વેરાન સ્થળે પહોંચ્યા!.

મગર અને માછલીઓથી  તસતસતું તળાવ

મગર અને માછલીઓથી તસતસતું તળાવ

ત્યાં ગયા તો એકદમ રાજાશાહી સ્ટાઇલ ……….. એટલે કે એમને કંઇ પડી ન હતી, રસ ન હતો. અને છતાંયે એન્ટ્રી અને પાર્કીંગના ચાર્જીસ “સરા એવા” .  એ અલગ વાત છે કે પાર્કિંગ જેવું કંઇ હતું જ નહી ( જો કે મને એનાથી એક આઇડિયા આવ્યો હવેથી આપણા ઘરે કોઇ આવે તો આપણે પણ પાર્કિંગ ફિ લઈ શકીયે. ) એની વે, ત્યાં ચોકીદાર, કેર ટેકર કે જે કંઇ કહો એવા એક દરબાર હતા તેઓ  સાથે “સલુકાઈ” વાત કરી તો એમણે અમુક વાતો કરી-

1 – અહિં તળાવમાં 400 મગર રહે છે.

2- આ ગાર્ડન નથી, જંગલ છે અને તે 26 કિ.મી. માં પથરાયેલું છે.

3- વરસો પહેલા અહિં રાજા શિકાર માટે આવતા.

[ અમે 3 કલાકમાં દુ..ર દુ..ર એક  જ મગર  જોયો! કાર લઈ જવાની મનાઈ અને સાથે પરિવાર  હોવાથી 2.6 કિ.મી. પણ અમે ચાલ્યા નથી ]

મારી કોઇ ડાળખીમાં પાંદડા નથી, મને પાનખરની બીક ન બતાવો

મારી કોઇ ડાળખીમાં પાંદડા નથી, મને પાનખરની બીક ન બતાવો

ત્યાં અમુક ક્વૉટ બહુ જ સરસ હતા અને સરસ રીતે લખ્યાં હ્તાં , કે  આપણને  કોઇ સ્કૂલ કે સરકારી પરીસરમાં હોય એવા આર્ટીફિશ્યલ અને સંવેદના-હિન ન લાગે. એજ  રીતે આપણે જનરલી  ગાર્ડન જ જોવા ટેવાયેલાં હોઇએ તો થોડી નવાઈ લાગે બાકી જંગલની મજા નિરાલી છે એ જોઇએ ત્યારે ખબર પડે કે અહિં કંઇ “ગોઠવી”ને નથી રાખ્યું, પરંતુ ખુદ કુદરતે સજાવ્યું છે.

છેને જક્કાસ બાકી?

છેને જક્કાસ બાકી?

ત્યાં નહિ અહિં જોઇને કહો કે છે ને જક્કાસ ?

ત્યાં નહિ અહિં જોઇને કહો કે છે ને જક્કાસ ?

કોણ જક્કાસ ? અરે ખાલી સાઇડ નહી ડ્રાઇવર સાઇડ જુવોની ભલા!

જેમ ઉપર વાત કરી કે અલગ અલગ ક્વૉટ તો અમુક સુચના હતી જેમાં સરસ સુચન હતું કે જો કુદરતને સાંભળવી હોય તો  શાંતિ રાખો. પણ એમ આમણે મુંગા મરીયે? કલબલાટ કલબલાટ ! [કોનો એ પુછીને ધર્મસંકટમાં ન મૂકતા!]

ચાલી  ચાલેને થાક્યા ચરણ તો યે ન પહોંચ્યા . . .

ચાલી ચાલેને થાક્યા ચરણ તો યે ન પહોંચ્યા . . .

અહિંથી ભુજ ની હોટેલ પ્રિન્સના તોરલ રેસ્ટોરન્ટમાં પેટ પુજા કરી  કાફલો નીકળ્યો રૂદ્રાણી ડેમ અને રિટર્ન  ભુજમાં હિલ ગાર્ડન તરફ , પરંતુ અભી લેતે હૈ એક છોટા સા બ્રેક.

11 ટિપ્પણીઓ

Filed under વૃતિ - પ્રવૃતિ