Tag Archives: પેરેન્ટીંગ

…..


મારી જેમ કેટલાય કાલનાં કોમ્પ્યુટરનું માઉસ કે પછી ટેબ/સેલ પર આંગળી આમથી તેમ ફેરવતા હશે અને જ્યાં જ્યાં નજર ફરે ત્યાં પેશાવર રીલેટેડ જ પોસ્ટ/ન્યૂઝ નજરે આવતા હશે…

એ બધામાં કોઈ પાકિસ્તાનને, કોઈ મુસલમાનને, કોઈ ભારતને કે કોઈ અમેરિકાને કે કોઈ માનવજાતને ગાળો આપીને અફસોસ/ખરખરો વ્યક્ત કરતા હશે ….

જેઓ આવી પોસ્ટિંગ કરી રહ્યા છે તેઓ એમ માનતા હશે કે તેઓ માનવતાની સેવા કે આંતકવાદ સાથે યુદ્ધ કરી લીધું કે પછી રામાયણની ખિસકોલીની માફક પોતાની રીતે પ્રદાન કરી દીધું….

તો કોઈ સંવેદનાથી એટલા બેવળ વળી ગયા હશે કે આવું કંઈ લખવા/શેર કરવા શક્તિ એકઠી નહિ કરી શકતા હોય અને મનમાં ને મનમાં રડતા હશે ….

તો કોઈ વળી એવા ‘શાણા’ કે બુદ્ધિવાન વ્યક્તિ પણ હોય શકે કે એમને આ બધી વાતો હમ્મ્બ્ગ લાગે અને માત્ર દેખાડો કરવા ખાતર કે પછી ‘રોદણાં રોવાનો ચેપ’ લાગ્યો એમ માની લેતા હશે …..

જો કે આમાં તેઓ ૧૦૦% સાચા નથી તેમ ખોટા ય નથી

ચોક્કસપણે આવી રીતે ક્યાંય કંઈ પણ લખવા/પોસ્ટ મૂકવાથી કોઈ આંતકવાદી સુધરી નથી જવાનો , અરે એના ખુદમાં ય તસુભાર/રત્તિભાર ફરક નથી પડવાનો અને સ્મશાન વૈરાગની માફક આ વિરહ પણ અલ્પજીવી જ હોય છે, આજ નહિ તો કાલ નહિ તો પરમદિવસથી બધું રૂટીન(!)માં ગોઠવાય જશે, બીજા તો શું હું પોતે પણ સૌથી પહેલા “હા હા_હી હી” વાળી પોસ્ટ મૂકતો થઇ જઈશ અને થઇ જવું જ જોઈએ !

તો શું આ બધું બંધ કરી દેવાનું?

મારું અંગત માનવું છે કે ના… હરગિજ નહિ… કમ સે કમ આ રીતે પણ જો આપણામાં સંવેદના સજાગ ના થાય પરંતુ સળવળે તો ય ખોટનો સોદો નથી.

 

~ અમૃત અશ્રુ બિંદુઓ ~

જોરાવરના જુલમનો, કોણ કરે દરિયાફ;વાઘે માર્યું માનવી, એનો શો ઇન્સાફ .

જુલમી જુલમ કરે ઘણો, સૂજે ન કાંઈ ઉપાય;કરીએ કાગારોળ તો, ક્વચિત ફાયદો થાય

– કવિ દલપતરામ  ડાહ્યાભાઈ (સેક્યુલર મુરબ્બો – ગુણવંત શાહ)

#પેશાવર#

https://www.facebook.com/rajni.agravat/posts/10152584515270975

 

ઠેસ રૂપે જોયો, જોયો ઈશ્વરની જેમ;પથ્થર કોણે જોયો છે પથ્થરની જેમ ?

થાય અહીં એ દુર્ઘટના – કે માણસને;બીજો માણસ ગળી જતો અજગરની જેમ

^ ર.પા. માફ કરજો,

તમે કદી વિચાર્યું પણ નહિ હોય કે આવી રીતે પણ કોઈ તમારા શબ્દોને વાપરશે પણ  પેશાવરમાં આચરાયેલ પાશવી અપકૃત્ય વિશે કોઈ શબ્દ નથી !

https://www.facebook.com/rajni.agravat/posts/10152583161945975

4 ટિપ્પણીઓ

Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, ધર્મ, સંવેદના, સમાજ, Nation, social networking sites

દાસ્તાને દરવાજા


બે દિવસ પહેલા કસકને એની સ્કૂલમાંથી હિન્દી વિષયમાં ‘આંતકવાદ’ પર પેરેગ્રાફ રાઇટીંગ અને મોંઘવારી પર અખબારને પત્ર લખવાનું કહ્યું હતું, એ હજુ પુરું ન થયું ત્યાં આજે સંબંધી પાસે પેપર ચેકીંગ માટે આવેલ એક ‘માં’ વિશે નિબંધ જોવા મળ્યો, એ વાંચીને તો ‘બઠ્ઠા’ થઇ ગયા એમ કહી શકાય!

 આ બધાની મશ્કરી કરી, હવે મારી ય વાત કરી દવ તો યોગાનુયોગ ઓફિસમાં અમુક પેપર્સ શોધતા એક મારો (અડધો) લખેલ નિબંધ હાથ લાગ્યો! જે ‘દરવાજા’ની આત્મકથા જેવું છે.આ મેં ક્યારે લખ્યું, કેમ લખ્યું, એ કશું જ યાદ આવતુ નથી પણ હસ્તલિખિત છે એટલે એટલું તો પાક્કુ કે કમ સે કમ 5-7 વરસ પહેલાં લખ્યો હોવો જોઇએ. એની વે, હવે એ નિબંધ/લખાણ/પેરેગ્રાફ રાઇટીંગ જે કંઇ કહીએ તે (જેમ નો તેમ જ મૂકુ છું)

હા, હું દરવાજો છું, મારા વગર કોઇને ચાલતું નથી એટલે કદાચ જખ મરાવીને મને માનવાચક સંબોધન ‘દરવાજા’થી જ વાત કરે છે.

મારું સ્થાન દરેક જગ્યાએ હોય છે. મંદિર/મસ્જિદ/ગુરુદ્વારા વગેરે જેવા ધાર્મિક સ્થળોએ પણ હું હોવ અને દારૂ-જુગાર કે અન્ય ‘કોઇ અનૈતિક કામ’ ચાલે ત્યાં પણ હોવ. દરેક જગ્યાએ મારી જરૂર પડે જ છે. ધરતી તો ધરતી, સ્વર્ગ અને નરકમાં પણ મારી ઉપસ્થિતિ હોય એવું કથા-વાર્તાઓથી લાગે.

લોકો એવું કહે: “મારા ઘરનાં દરવાજા હંમેશા ખુલ્લા જ છે” તો અમુક લોકો એ જ વાત ઉલ્ટી કહેવી હોય તો મારો ઉલ્લેખ જ ટાળે અને કહે: “મારા ઉંબરામાં પણ પગ મૂકવો નહીં”

મંદિર, ઓફિસ, ઘર આ બધુ હોય તો એક (મકાન) પણ એ એક એક જગ્યાએ મારી સંખ્યા તો અનેક/કેટલીયે હોય.

અમુક અમુક સારા તેમજ ‘વધુ સારા કામો’ તો બંધ બારણે જ થતાં હોય છે.

હવે તો મને શણગારવામાં પણ લોકો પાછું વળીને જોતા નથી. સ્ત્રીના નાકની નથણીની જેમ મને હેન્ડલ હોય છે તે કેટ કેટલા પ્રકારનાં આવે છે! કાચ, પ્લાસ્ટીક, એલ્યુમિનિયમ, લાકડા, લોખંડ વગેરે ઉપરાંત તાંબા-ચાંદી જેવી ધાતુંથી પણ સજાવે છે

 

આવો અમારા અગ અલગ રૂપ યા ને બ્રાંચનો પરિચય કરાવું તો –

(મોટી) ઓફિસનો દરવાજો

સૌ પ્રથમ આવનાર પટાવાળો સવાર સવારમાં મારા દર્શન કરીને બબડે કે હવે અહિં આખો દિ’ કાઢવાનો છે અને સાંજે/રાત્રે જતી વખતે ખુશ થતો થતો મને લોક રૂપી ટીપ આપતો જાય. એ દરમ્યાન આખા દિવસમાં હું કેવા કેવા લોકોને જોવ છું?

લેણિયાત  આવે ત્યારે પ્રાર્થના કરે – ‘ફરીથી આ દરવાજા સામું જોવું ન પડે.’ અને જો પેમેન્ટ મળી જાય તો મારી નોંધ પણ ન લ્યે પરંતુ જો નિરાશ વદને જાય તો મને લાત મારતો જાય.

એવી જ રીતે બૉસ સાથે મગજમારી થાય તો કર્મચારી પણ મને કચકચાવીને લાત મારતો જાય અથવા તો હેન્ડલને લોકો હાથ/નાક સમજી મચકોડી નાંખે.

સૌથી વધુ કામઢો પણ હું જ ગણાઉં કેમકે જેટલી ઓફિસ મોટી એટલી માણસોની આવન-જાવન વધુ અને હું બધાની નોંધ રાખું (પણ ચાડી ન ખાઉં)

ઘરનો દરવાજો

ગમે તે વ્યક્તિ હોય પણ પોતાના ઘરનો દરવાજો જોતાં જ ઉત્સાહ અને હાશકારો અનુભવે (પરિણિત લોકોનો રિસ્પોન્સ/અનુભવ ‘અલગ’ હોય શકે!)

ધાર્મિક સ્થાનોના દરવાજા

અહિં ભકતજનો મારા ખુલવાની રાહમાં હોય છે જ્યારે પુજારી અને ભગવાન બન્ને બંધ થવાની રાહમાં હોય છે!

મારા ખ્યાલથી આ અધૂરો છોડાયેલ છે અને મને પણ ‘પૂરો’ કરવાનું સુઝતું નથી કેમ કે (મારે તો) દિમાગનાં દરવાજા ક્યાં કદી ખુલ્યા જ છે?

~ અમૃતબિંદુ ~

(શરૂઆતમાં જે વાત કરી હતી તે) પેપરચેકીંગમાં આવેલ ‘માં’ વિશે ‘મહાન નિબંધ’

નિબંધની માં-બહેન કરનાર ‘માં’ વિશે મહાનિબંધ

નિબંધની માં-બહેન કરનાર ‘માં’ વિશે મહાનિબંધ

2 ટિપ્પણીઓ

Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, સમાજ, Kasak

આસાન અંગ્રેજી


દિમાગમાં અમૂક ડેટા એવો ફીટ થઇ ગયો છે કે જે અમુક પુસ્તક વાંચ્યા બાદ એ ડેટા અનફિટ લાગે! એક જય હો અને બીજું આસાન અંગ્રેજી , આમ આ બે પુસ્તકોથી એ અહેસાસ થયો  કે અમુક ‘પ્રકાર’ ના પુસ્તકો  આપણા કામના નથી – એવું લેબલ મારી (મચોડી) બેસાડવું નહીં.

ઉપરોક્ત પુસ્તકોમાંથી અત્યારે તો માત્ર આસાન અંગ્રેજીની જ વાત કરવી છે.

આસાન અંગ્રેજી

આમેય નગેન્દ્ર વિજયની કલમ હોય, હર્ષલ પુષ્કર્ણાનું સંપાદન હોય એટલે એ યુનિક હોય એ તો સ્વાભાવિક જ છે.

કોઈ એમ સમજતું હોય કે મને તો અંગ્રેજી આવડે છે, મારે ક્યાં જરૂર છે? તેઓએ પણ વાંચવા જેવું. ભણવામાં  (!) આપણે  બોર થઇ જઈએ જ્યારે આ પુસ્તકમાં તો વચ્ચે વચ્ચે વર્ડ પ્રોસેસર, અવળચંડુ અંગ્રેજી, જેવા વિભાગો અને અમુક ગ્રાફ/ચાર્ટ થી ખરેખર જ્ઞાન એકદમ આસાન રીતે પીરસવામાં આવ્યું છે.

અંગ્રેજી મૂળાક્ષરોના અલગ અલગ ઉચ્ચાર, કઈ ભાષાનો કેટલો વપરાશ અને લૂપ્ત થઇ, અંગ્રેજીમાં કઈ ભાષામાંથી કયા કયા શબ્દો ‘બઠાવવા’માં  આવ્યા છે, કયા આલ્ફાબેટનો કેટલો વપરાશ છે, એબ્રીવીએશન્સ અને એક્રોનિમ્સ તેમજ વર્ડ પ્લેમાં પણ મજા આવી જાય છે.

હું તો ત્યાં સુધી કહીશ કે ગુજરાતી માધ્યમ વાળા અંગ્રેજી શીખવાડનારા દરેક ટીચર્સને આ પુસ્તક વાંચવું ફરજીયાત કરી દેવું જોઈએ.

~ અમૃતબિંદુ ~

કુણાલ ધામી મને ઘણીવાર કહે છે :

“……………………………….. જો ‘સફારી’ માત્ર કોરા પાનાં આપશે તો પણ હું એ ખરીદવાનું બંધ ન કરું!

8 ટિપ્પણીઓ

Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ

કસક અને નોબેલ પ્રાઈઝ


કસક – મમ્મી-પપ્પા, ટુ ડે આઈ હેવ ગોટ ક્લેપ્સ ફ્રોમ માય કલાસ & સોફિયા મેમ ઓલ્સો ગેવ મી “એક્સલેન્ટ” ! 🙂

અમે – અચ્છા? વેરી ગુડ. બટ ફોર વોટ ડીયર ?

કસક કી કહાની ઉસીકી જુબાની =

આજે સોફિયા મેમ દ્વારા કહેવામાં આવ્યું કે અગર તમે સાયન્ટીસ્ટ બનો અને કોઈ ગેઝેટ બનાવો તો શું બનાવો એ વિશે લખો.

બધા એ અલગ અલગ લખ્યું – કોઈએ અલગ પ્રકારનું લેપટોપ,  તો કોઈએ વિડીયો ગેમ, તો  કોઈએ મોબાઈલ, તો કોઈએ ફેન્ટાસ્ટિક કાર બનાવશે એવું લખ્યું.

બધાનું જોઈને જોઈને વખાણ કરતા હતા. પણ મારું નામ એમાં ન હતું કેમ કે મને તો ખબર છે કે હું કંઈ એવો હોશિયાર નથી એટલે હું તો શાંતિથી બેઠો હતો પણ છેલ્લે સોફિયા મેમ કહે કે તમને ખબર છે સૌથી વધુ સારું કોણે લખ્યું છે?

કસક અગ્રાવત !

મારા સહીત બધાને તાજ્જુબ થયું, અને મમ્મી યુ નો ? બધાએ કેવો અવાજ કાઢ્યા?

ઓ !

હેં !

વોટ ?! . . . આવું બધું.

પછી મેં’મ કહે કે યુ નો? વ્હાય આઈ ફાઉન્ડ કસક ઇઝ ધી બેસ્ટ? તમે બધાએ સારું લખ્યું,  વિચાર્યું છે પણ  પોતાના પૂરતું જ વિચાર્યું જ્યારે કસકે આખી દુનિયા બલ્કે બ્રહ્માંડને વિચારમાં લીધું.  અને એ પણ એપ્રીસયેબલ છે કે એણે કોમા, ફૂલ સ્ટોપ જેવી એક-બે નાની ભૂલો બાદ કરતા કોઈપણ ગ્રામેટીકલ  મિસ્ટેક પણ નથી કરી !

આટલું સાંભળ્યા બાદ અમે તેને પૂછ્યું કે લખ્યું’તુ  શું એ તો કહે ?

એણે જે ઇંગ્લિશમાં કીધું એ શબ્દશઃ તો આવડતું ય નથી પરંતુ ચાર કલાક પહેલાની વાત છે એટલે એનો સાર/સૂર કહી શકું, જે આમ છે –

પપ્પા,તમને ખબર છે ? તે દિવસે આપણે બ્લેકહોલ્સ વિશે ડિસ્કવરી પર  પ્રોગ્રામ જોતા હતા? અને બીજે દિવસે હું ઓફીસ આવીને સ્ટીફન હોકીન્સ વિશે સર્ફિંગ કરતો હતો?

એ બધું મારા દિમાગમાં હતું, અને લખી કાઢ્યું –

હું અગર સાયન્ટીસ્ટ થાવ તો એવું ગેઝેટ બનાવું કે જેનાથી ગ્લોબલ વોર્મિંગની અસર ઓછી જ નહિ પણ સંપૂર્ણપણે નાબુદ  થાય. અને આવું ગેઝેટ બનાવી હું પહેલા તો સ્ટીફન હોકીન્સને બતાવું. અને એના સાથે મારો ફોટો પડાવી મારા મમ્મી-પપ્પાને બતાવું એટલે તેઓ ખુશ થાય અને મને એવું લાગે છે કે સ્ટીફન સાહેબને આ એટલું બધું પસંદ પડે કે તેઓ નોબેલ પ્રાઈઝ માટે મારી ભલામણ કરે. અને એ પ્રાઈઝ/ઓનરથી મારા પેરેન્ટસ, મારા બા તો ખુશ થાય જ પણ મારો દેશ પણ મારા પર પ્રાઈડ કરે.

~ અમૃતબિંદુ ~

સામાન્યત:  માં-બાપ જે સપના પૂરા ન કરી શક્યા હોય એ સંતાન પાસે જબરજસ્તીથી પૂરા કરવાની કોશિશ કરે  પણ મારા જેવો સળી બાજ બાપ દીકરાના સપના આ રીતે  (ક્રિસમસ કાર્નિવલ ઇન્વીટેશન કાર્ડને નોબેલ પ્રાઈઝ માટેનું કાર્ડ બનાવી) પૂરા કરે .

Nobel Prize to KASAK via KIDZEE

17 ટિપ્પણીઓ

Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, સંવેદના, Kasak

વેજ_નોનવેજ=ફરાળી


બક્ષી સાહેબે કંઈક આ પ્રકારનું લખ્યું છે ને કે દરેક ઉંમરની એક મજા હોય છે, ૧૬ વર્ષની ઉંમરે ઉઘાડી છોકરીયોના ફોટા (અત્યારે તો એવો સવાલ થાય કે માત્ર ફોટા જ ?!;) ) જોયા હશે તો  ૬૧ વર્ષની ઉંમરે અન્ય કશું જોવામાં બાધા નહિ રહે.

જય વસાવડાએ પણ લખ્યું છે કે તેઓ બિન્દાસ પોતાના ઘરમાં પોતાના મધરની હાજરીમાં “પ્લે બોય” નાં પન્ના ઉથલાવતા.

આવી આવી વાતો એટલે યાદ આવી રહી છે કે અમુક મિત્રો જે પહેલા નોન વેજ sms મોકલતા તેઓ હવે સુવિચારોના ઓવરડોઝ મોકલી રહ્યા છે. આ પાછળ શું કારણ હશે?

* હવે આ ઉંમરે આવું આવું મોકલીશું તો લોગ ક્યા સોચેંગે ? એવો દંભ/ડર  હશે ? !

* બાળકો મોટા થઈ ગયા હોવાથી એમના હાથમાં મોબાઈલ આવી જાય અને જુવે તો બચ્ચે લોગ ક્યા સોચેંગે ? એવો દંભ/ડર  હશે ? !

* પૂરતી મજા માણી લીધી એટલે હવે એ બધું નિરર્થક લાગતું હશે?

* દિમાગમાં (બેકગ્રાઉન્ડમાં) ‘ઉમરીયા કટતી જાયે’ સંભળાતું હશે?

બીજી એક વાત કે નોન વેજમાંથી વેજ અને ખાસ તો શુદ્ધ(!) સાત્ત્વિક/ફરાળી sms શરૂ કરનાર males જ છે જ્યારે females તરફથી એ પ્રવાહ અવિતરત ચાલુ છે એટલે મને તો લાગે છે પુરુષોમાં દંભ અને ડર નો ભાવ સ્ત્રીઓ કરતા વધુ હાવી હશે .

અમૃત બિંદુ ~

અમિતાભને કોઈએ Non veg SmS અને અભિષેક વિશે કંઈક સવાલ કર્યો ‘તો એનો જવાબ:  “કભી કભી હમ એક-દુસરે કો  ફોરવર્ડ ભી કરતે હૈ !”

^  ક્યાંક વાંચ્યું/સાંભળ્યું  હતું, શબ્દશઃ યાદ નથી  

4 ટિપ્પણીઓ

Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, ગુજરાત_ગુજરાતી, ધર્મ, રમૂજ, વૃતિ - પ્રવૃતિ, સમાજ

કાર્તિક મિસ્ત્રી કો કરારા જવાબ


એક સાંજે ટિપીકલ ભારતિય પરિવારની જેમ જ મારા શ્રીમતીજી જયશ્રી રસોઈ કરી રહ્યાં હતાં અને પાંચ-છ વર્ષનો કસક, હું અને મારા બા ભાવપૂર્વક ટીવી દર્શન  કરી રહ્યાં હતાં. ટીવીમાં સૂર અને અસૂર બંને જેને  સમભાવે  ચાહે છે એ સૂરાનું દ્રશ્ય આવ્યું અને જે ટૂંકો  સંવાદ થયો એ આમ હતો –

કસક – પપ્પા, આ કોલ્ડ્રીંક છે ને?

રજની – (ટૂંકાક્ષરી જવાબ)  – હા.

બાપુ ઓર્ડર આપે છે @આબુ

કસક – ના. પપ્પા એ તો શરાબ છે. . . (રજત શર્મા સ્ટાઈલથી ) શરાબ છે ને? 

રજની – હા.

કસક (ઓહ! અગેઇન રજત શર્મા ?) – શરાબ પિવાય ?

રજની – (ઇન્ટર્વ્યૂ લેતા હોય ત્યારે લોચા લાગે તો ય  સ્માર્ટ હોવાની સ્ટાઈલ જારી રાખતા પ્રભુ ચાવલાની જેમ) – ના. ન જ પીવાય બેટા.

કસક – બૂરી બાત છે ને?

રજની – (હવે ‘નિયત’ સમજાઈ જતા, આલહ-વિલહ થતાં, ફરી ટૂંકાક્ષરી જવાબ)  – હા. 

કસક (ઉજ્જવલ નિકમ બનીને) – તો,  તમે શું કામ પીવો છો ? 

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં માં જેઠાલાલને બચાવવા દયા આવે છે એમ મારી ‘દયા’ ખાતા મારા બચાવ પક્ષે જયશ્રીની એન્ટ્રી – કસક,પપ્પા ક્યાં પિવે છે ? એ તો એ દિવસે લીમડાનો રસ હતો ! ! 

આખા આ ફિલ્મી ચક્કરમાં ચુપચાપ બધું સાંભળતા જજ સાહિબા યા ને મારા માતુશ્રી કંઈક ચૂકાદો આપે એ પહેલા પડોશી આવી ગયા . હું બચી ગયો. હંમેશા આવીને ૪૦-૪૫ મીનીટસ બગાડતા પડોશીને એ દીવસે (જીસસ કહે છે એમ) પ્રેમ કરવાનું મન થયું. 😉

~ અમૃતબિંદુ ~

પોસ્ટના તળિયા સુધી આવી ગયા પણ ટાઈટલને લગતી કંઈક સનસનાટી ન મળી?

એમાં એવું છે કે થોડા સમય પહેલા કિન્નર આચાર્યએ ધૈવત ત્રિવેદીને મારો ‘સણસણતો’ જવાબ નામની પોસ્ટ લખી હતી એમાંથી અને કાર્તિક મિસ્ત્રીની આ બ્લોગ પોસ્ટ પરથી ટીખળ કરવાનું મન થયું. 😉

8 ટિપ્પણીઓ

Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, વૃતિ - પ્રવૃતિ, સમાજ, Kasak

નાતાલ . . . નાદાન !


જન્માષ્ટમી પર કાન્હાની મટકી ફોડ હોય કે દશેરાના રાવણદહન હોય,  હિન્દુઓના જે પણ ધાર્મિક ઉત્સવો/પ્રસંગો તો કસકને દેખાડવા લઈ જ જઈએ  છીએ પણ એ ઉપરાંત ગુરુદ્વારા, જૈન દેરાસર, તાજીયા હોય કે રાજકીય જુલુસ, સાઉથ ઇન્ડિયનસ દ્વારા અયપ્પાના પ્રોગ્રામ્સ અને ખ્રિસ્તીઓની નાતાલ ઉજવણીઓ કે પછી વરસતા વરસાદમાં ભીંજાવા/પલળવા પણ લઈ જઈએ છીએ .

એવી જ રીતે દર  ક્રિસમસની જેમ આ વખતે પણ એને અલગ અલગ ચાર ચર્ચમાં લઈ ગયા, એમાંના  એક ચર્ચમાં એક વાતની નોંધ કરી જે નીચે આપેલ તસ્વીર જોતા જણાઈ આવશે.

 

તમસો મા જ્યોતિર્ગમય:

આ ફોટા વિશે વાત કરતા પહેલા એક વાત જે મને આ ફોટો જોતા વખતે જ યાદ આવી હતી કે બક્ષી સાહેબે મોરારીબાપુના વિશે (કંઇક આવું) લખ્યું છે કે મેટ્રીક ફેઇલ મોરારીબાપુ રામકથા દરમ્યાન (ભૂલ ભરેલી) ઉર્દુમાં શે’ર શાયરીઓ લલકારે છે! .. આપણે કદી જોયુ કે કોઇ મુલ્લા/પાદરીઓએ સંસ્કૃતનાં શ્લોક કે વેદની ઋચાઓનો ઉલ્લેખ કરે છે?

પણ આપણે જોઈ શકીયે છીએ કે ક્રિસ્ચ્યન્સના આ તહેવારમાં સંસ્કૃતમાં “તમસો મા જ્યોતિર્ગમય:” મૂક્યુ છે! મારા મોબાઈલનાં કંઇક સેટીંગ બદલી ગયેલ છે એટલે ફોટા સરખા આવતા નથી બાકી આ ફોટો તોતીંગ બોર્ડ/હોર્ડીંગનો છે. મેં આ દરમ્યાન ત્યાં હિન્દુઓ મોટી સંખ્યાની હાજરીની પણ નોંધ લીધી. આનાથી શું સાબિત થાય છે અથવા શીખ મળે છે?  => જે ઘણા લોકો દ્વારા ઘણી વખત કહેવાયુ છે એ કે આપણે માર્કેટીંગથી આકર્ષવામાં ઠોઠ છીએ. જો કે હવે સ્વામીનારાયણ જેવા સંપ્રદાય આ મ્હેણાને ભાંગે છે.

એની વે, ત્યાં ફોટા પાડ્યા હતા એમાંથી હજુ એક ફોટો મૂકીને પોસ્ટ પૂરી કરૂં.

 

અહં બ્રહ્માસ્મિ

~ અમૃત બિંદુ ~

# હિંદુ ધર્મ એકમાર્ગી છે. એમાં પુન:પ્રવેશનો એકે રસ્તો નથી, જ્યારે બહાર જવાના હજાર રસ્તા છે.

# મુસલમાનો ભય પમાડી ધર્મપરિવર્તન કરાવતા ત્યારે પોતાના જાતભાઈનું રક્ષણ કરવા જેટલી ત્રેવડ હિંદુઓમાં નહોતી પણ જો એ મજબુર વ્યક્તિ પોતાના ધર્મમાં પાછો ફરવ માગે તો એને  ‘વટાલાયેલો’  ગણી જાકારો આપવામાં એમની બહાદુરી ખીલી ઊઠ્તી!

# આખા હિન્દુસ્થાનોમાં બધે હિંદુઓ ધાર્મિક સ્થાનો પર મસ્જિદો બાંધી દીધી છે.  – એ દ્વારા એમણે એમની તાકાત, ને આપણી બાયલાગીરી પુરવાર કરી છે!

” વિક્ષિપ્તા” – ભાનુપ્રસાદ ત્રિવેદી

 

16 ટિપ્પણીઓ

Filed under ધર્મ, વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, શ્રધ્ધા-અંધશ્રધ્ધા, સમાજ, Kasak