Tag Archives: ધૈવત ત્રિવેદી

વસુકી ગયેલ ‘e_વાચક’ની વાર્તા


અત્યારે હરતા-ફરતા-ચરતા ફોટોગ્રાફર(સ) અને ફિલોસોફર(સ) એ ફેસબુકની દેન છે યા તો આભારી છે એમ કહી શકાય એવી જ રીતે ઓરકુટ એ અસંખ્ય(?)authors ‘ઓથરો’ 😛 આલ્યા છે એમ કહી શકાય.

આજે તો ઓરકુટ એ કોંગ્રેસની જેમ ભૂલાય ગયેલ ભવ્ય ભૂતકાળ લાગે પણ આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ઓરકુટ આલમનો પણ એક આલા જમાનો હતો! ઓરકુટની ખાસિયત એ હતી કે આમ ખાસ હોય કે આમ આદમી/ઓરત ચર્ચા કરતા અને માત્ર લાઈકનો ઉદય થયો ના હતો એટલે લોકો કંઈને કંઈ લખવા પ્રેરાતા. અમે પણ એ બહેતી શુદ્ધ ગંગામાં છબછબીયા, ધુબાકા અને એક બીજાને (પાણીનાં) છાંટા ઉડાડીને સ્નાન કર્યું છે, કરાવ્યું છે.

ઓરકુટના પરિપાક રૂપે કોમ્યુનીટી અને એની (આડ)અસર રૂપ દર વર્ષ ગાંઠે (ત્રણ) e_મેગેઝીન પણ બનાવ્યા છે. જે અનુક્રમે ૨૦૦૯, ૨૦૧૦, ૨૦૧૧  છે પણ નીચે ઈમેજમાં કલરનાં લીધે અલગ કોમ્બિનેશનથી આપ્યા છે.

૨૦૦૯નું વિમોચન સૌરભ શાહ ૨૦૧૦નું વિમોચન સલિલ દલાલ ૨૦૧૧નું વિમોચન જય વસાવડા  (નિર્ણાયકો - ધૈવત ત્રિવેદી & કિન્નર આચાર્ય)

૨૦૦૯નું વિમોચન સૌરભ શાહ
૨૦૧૦નું વિમોચન સલિલ દલાલ
૨૦૧૧નું વિમોચન જય વસાવડા
(નિર્ણાયકો – ધૈવત ત્રિવેદી & કિન્નર આચાર્ય)

પરંતુ જ્યારે અમારી સૌની એવી GMCC (ગુજરાતી=મેગેઝિન, છાપા અને કૉલમ) કોમ્યુનિટી એ )ત્રણ બાદ) ચોથા વરસે e_મેગેઝીન ના બનાવ્યું ત્યારે એ કોમ્યુ. સાથે લાગણીથી જોડાયેલ ઘણા બધા લોકોએ ઘણા બધા સવાલ કર્યા અને અમે લોકોએ યથા યોગ્ય ઉત્તર પણ આપવાનો પ્રયત્ન  પણ કર્યો પરંતુ આજે જ્યારે આ છઠ્ઠું વરસ બેઠું તો થયું કે ચાલો એ વિશે થોડું બ્લોગ પોસ્ટમાં પણ લખી નાંખીયે.

તો આ રહ્યાં હવે e_મેગેઝીન નથી બનાવતા એના (નજીવા) કારણો –

 • એ વખતે બ્લોગ અને ફેસબુક જેવા માધ્યમોનો ખાસ પ્રસાર ના હતો એટલે મિત્રોની અભિવ્યક્તિને પ્લેટફોર્મ મળે એ હેતુ હતો,  જેની હવે જરૂર નથી જણાતી.
 • એ વખતે જે જે લોકો ટીમમાં હતાં તેઓ કોઈને કોઈ રીતે ‘ગોઠવાય’ ગયા છે ! કોઈ ના પાડે એમ નથી પણ હવે એમની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાંથી ટાઈમ ફાળવવાનું કહેવાનું યોગ્ય નથી લાગતું.
 • હવે ચર્ચા, ઓરકુટ અને કોમ્યુનિટી કલ્ચર પણ લગભગ ખતમ થઇ ગયું છે, તો જો  કોમ્યુનીટીનું જ અસ્તિત્વ ના હોય તો ખાલી ખોટી ખેંચયે રાખવાનું બે મતલબ લાગે છે.
 • આ e_મેગેઝીન તો ઠીક આમ પણ જોઈએ તો પ્રિન્ટ મેગેઝીન (અભિયાન-ચિત્રલેખા વગેરે) પણ ક્યાં ખાસ વંચાય છે? કેમ કે ઇલેક્ટ્રોનીક અને સોશ્યલ મીડિયાના લીધે કોઈ મુદ્દો એવો ના રહ્યો હોય કે જેના વિશે થોડી મિનીટ્સમાં જ લોકો માહિતગાર ના હોય.
 • નોન ફિક્શનને એ રીતે બાદ કરીયે તો હવે બાકી રહી જાય સાહિત્ય, તો એ પણ લોકો ફેસબુક પર શેર-શાયરી-વાર્તા વગેરે મૂકતા જ રહે છે જેથી e_મેગેઝીન માટે કંઈ બાકી રહેતું હોય એવું લાગતું નથી.
 • પહેલેથી લઈને ત્રીજા e_મેગેઝીન સુધી દરેક વખતે એક સ્ટેપ આગળ જ વધ્યા અને છેલ્લા વખતે તો પૈસા પણ પુસ્તક રૂપે (મામુલી) ‘પુરસ્કાર’ પણ આપ્યા અને એના પછી જે રૂપ રેખા મારા મનમાં છે એ કમ સે કમ અત્યારે ચાલે એમ નથી એવું લાગે છે અને એનાથી ઓછું મને ખપે એમ નથી.
 • એટલે કે મારો વિચાર છે કે આજે નહિ તો પાંચ-દસ-પંદર વરસે પણ જો યોગ્ય સમય આવશે  તો e_મેગેઝીનમાં ભાગ લેનાર દરેકને પુરસ્કૃત કરવા અને e_મેગેઝીન પણ ‘મફત’ ના આપતા એની એફોર્ડેબલ કિંમત રાખવી

 

~ અમૃતબિંદુ ~

વો અફસાના જીસે અંજામ તક લાના ના હો મુમકીન;

ઉસ્સે એક ખૂબસૂરત મોડ દેકે છોડના અચ્છા

^ સાહિર લુધિયાનવી – રવિ – મહેન્દ્ર કપૂર = ગુમરાહ ^

< મેગેઝીન બનાવવામાં મદદ કરનાર એકાદ નામ ચૂકાય જાય એના કરતા એક પણ નામનો ઉલ્લેખ ના કરવો એવું લાગ્યું  😀 >

1 ટીકા

Filed under સાહિત્ય, e_મેગેઝિન, social networking sites

‘20-20’ & ચોક્કે પે ચોક્કે પે ચોક્કા


ટાઈટલ પરથી લાગે કે ‘20-20’ રમાઈ હશે અને આ દેશી રજનીકાન્ત એ ચોક્કા ઠબકારી દીધા લાગે છે!પણ મને ઓળખાતા (રીયલી?) લોકો કદાચ ટીવી પર જુવે તો ય માને નહિં!

એ બધી રામાયણ પછી, પહેલા ગુજરાતી સાહિત્યના બે હીરો સાથે વિલન તો શું કોમેડિયન પણ ન ગણી શકાય એવાં RA1ના  ફોટા વાળો ફોટો જુવો!

મલ્ટી સ્ટાર (સ્ટીલ) મૂવી

આ બ્લોગનાં ઇન્ટ્રોડક્શન પેજમાં જ અગાઉ કહી ગયો છું એમ આપણે ય કો’ક દી કૉપી-માસ્ટરની ભૂમિકા નિભાવી નાંખીયે અને કોપિ કરવી જ હોય તો શરૂઆત લલ્લુ પંજુની બદલે ગુજરાતી સાહિત્યના શિરોમણી એવા બક્ષીબાબુના જ ક્વોટથી કરૂ તો તેઓ પોતાની કૃતિ/સર્જકતા વિશે કહેતાને કે કલાકાર પોતે જ પોતાની સર્જનપ્રક્રિયા સમજાવવા બેસે એ બીજાઓને ફાવતું હશે, મને બહુ ફાવતું નથી. પોતાના હાથે જ પોતાનું સ્તન દબાવ્યા કરતી સ્ત્રીને કયો આનંદ મળતો હશે? એ અનૈસર્ગિક છે, અવૈજ્ઞાનિક છે.

હવે મેં નકલ કરવામાં થોડી પ્રગતિ કરી, ટેક્સ્ટ થી તસ્વીર સુધી પહોંચ્યો અને એકની બદલે બબ્બે લોકો સાથે (અનાયાસ) નકલ થઇ ગઈ એ ધ્યાનમાં આવ્યું.

પહેલા ફોટામાં જેમણે શબ્દથી સરસંધાન કર્યું છે એવાં બક્ષી બાબુ અસલી ગન સાથે છે તો અમે ખખડી ગયેલી તોપ સાથે

અને

બીજામાં ગીરની નજીક પડતા ગોંડલના વસાવડાનો (જય) અસલી વાઘને ધક્કો દેતા હોય એવો ફોટો હોય તો અમે ય કચ્છના રુદ્રાણી ડેમ પર જઈને નકલી સિંહ સાથે (ડરતા ડરતા) ભાઈબંધી કરીને એનો કોલર તો નહીં પણ કેશવાળી જાલી હોય એવો ફોટો પડાવ્યો’તો !

-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-

અવાર-નવાર ઘણા બધા લોકો કહી/લખી ગયા છે એમ મેં પણ કહ્યું/લખ્યું છે કે જેઓ નેટ/સોશ્યલ નેટવર્કિંગને ક્ષુલ્લક માને છે તેઓને કાં તો ભાન નથી પડતી અથવા તો તેઓ (આમ તો આ દૂનીયા માટે જ) મીસ-ફિટ છે. એ નેગેટીવ વાત વધુ ન કરતાં મારા સાથે જે પોઝીટીવ બનાવો બન્યા છે એનું લિસ્ટ અને વાતો તો ખૂટી ન ખૂટે એમ છે. એમાં મેં શું લીધું , સમાજને શું આપ્યું? એના કરતાં દુનિયા એ મને શું શું આપ્યું એની તો શું વાતો કરું? કેટકેટલા લોકો, ક્યાં  ક્યાંથી શું શું આપે છે! (ગોંડલ, રાજકોટ, અમદાવાદ, અમેરિકા, સૂરત, વડોદરા, દુબઈ, આણંદ-વલ્લભ વિદ્યાનગરથી) કોઈ બૂક, કોઈ વિચાર, કોઈ દોસ્તી, કોઈ મીઠાઈ, કોઈ સીડી/ડીવીડી, કોઈ અમુક સ્થળો વિશે માહિતી…. થોડાં વરસો અગાઉ અમુક મિત્રો (શિવાની, લજ્જા, દીપુ અને ધૈવત ત્રિવેદી) એ તો ઓરકુટ પર મારા નામની કોમ્યુનિટી પણ બનાવી હતી! આમ આ લિસ્ટ લંબાતું જ જાય એમ છે, અમુક લોકોએ ઓ તાકીદ પણ કરી છે કે અમને મન પડ્યું અને તમને આપ્યું એટલે ખબરદાર જો અમારા  નામનો ઉલ્લેખ સુધ્ધાં કર્યો છે તો !

આવી જ રીતે નેહલ મહેતાએ અત્યાર સુધીમાં અડધો ડઝન જેટલી બૂક્સ આપી હતી અને ગઈ કાલે જન્મદિવસની ભેંટ તરીકે  ફરી પોણો ડઝન બૂક્સ મોકલી એટલે એના તરફથી કુલ્લ ૧૪ બૂક્સ થઇ. એનો આ કોલાજ જુવો

મહેતા મારેય નહીં, ભણાવે ય નહીં
પણ
વંચાવે જરૂર 🙂

જેમાં એક ફોટો છે ગઈકાલની બૂક્સ તો બીજો ફોટો (બે બાદ કરતાં) બધી બૂક્સનો અને ત્રીજો છે એ મેં બનાવેલ લિસ્ટનો .

[ અને મારી લાયબ્રેરીમાં બધા પુસ્તકો મળીને અર્ધી સદી પૂરી કરી 🙂 ]

~ અમૃતબિંદુ ~

આટલું બધું લાં….બુ લચક (પણ લવચીક નહિ એવું) વાંચનારને સવાલ થવો જોઈએ:  “સાલ્લું કાન્તિ ભટ્ટનો લેખ છે કે શું? શિર્ષકને અનુરૂપ કંઈ નહિ?”

ઓકે તો  શિર્ષાસન  જવાબ:

 • નેહલ મહેતા એ જે નવ બૂક્સ મોકલાવી એ અમૂલ્ય જ છે છતાંપણ એનો સરવાળો કરીયે તો થાય છે ૨૦૨૦ (અંકે રૂપિયા બે હજાર અને વીસ પૂરા)
 • જિંદગીના બે ચોક્કા (૪૪) પૂરા કરીને ૪૫માં વરસની ગૂફામાં પ્રવેશ !

<  હજુ ન ધરાણા એટલે કે ન કંટાળ્યા હોય તો બેંતાલીસમાં બથર ડે ની આ પોસ્ટ પણ છે!  >

27 ટિપ્પણીઓ

Filed under વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, વૃતિ - પ્રવૃતિ, સાહિત્ય, Baxi Babu - Chandrakant Baxi, social networking sites

કાર્તિક મિસ્ત્રી કો કરારા જવાબ


એક સાંજે ટિપીકલ ભારતિય પરિવારની જેમ જ મારા શ્રીમતીજી જયશ્રી રસોઈ કરી રહ્યાં હતાં અને પાંચ-છ વર્ષનો કસક, હું અને મારા બા ભાવપૂર્વક ટીવી દર્શન  કરી રહ્યાં હતાં. ટીવીમાં સૂર અને અસૂર બંને જેને  સમભાવે  ચાહે છે એ સૂરાનું દ્રશ્ય આવ્યું અને જે ટૂંકો  સંવાદ થયો એ આમ હતો –

કસક – પપ્પા, આ કોલ્ડ્રીંક છે ને?

રજની – (ટૂંકાક્ષરી જવાબ)  – હા.

બાપુ ઓર્ડર આપે છે @આબુ

કસક – ના. પપ્પા એ તો શરાબ છે. . . (રજત શર્મા સ્ટાઈલથી ) શરાબ છે ને? 

રજની – હા.

કસક (ઓહ! અગેઇન રજત શર્મા ?) – શરાબ પિવાય ?

રજની – (ઇન્ટર્વ્યૂ લેતા હોય ત્યારે લોચા લાગે તો ય  સ્માર્ટ હોવાની સ્ટાઈલ જારી રાખતા પ્રભુ ચાવલાની જેમ) – ના. ન જ પીવાય બેટા.

કસક – બૂરી બાત છે ને?

રજની – (હવે ‘નિયત’ સમજાઈ જતા, આલહ-વિલહ થતાં, ફરી ટૂંકાક્ષરી જવાબ)  – હા. 

કસક (ઉજ્જવલ નિકમ બનીને) – તો,  તમે શું કામ પીવો છો ? 

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં માં જેઠાલાલને બચાવવા દયા આવે છે એમ મારી ‘દયા’ ખાતા મારા બચાવ પક્ષે જયશ્રીની એન્ટ્રી – કસક,પપ્પા ક્યાં પિવે છે ? એ તો એ દિવસે લીમડાનો રસ હતો ! ! 

આખા આ ફિલ્મી ચક્કરમાં ચુપચાપ બધું સાંભળતા જજ સાહિબા યા ને મારા માતુશ્રી કંઈક ચૂકાદો આપે એ પહેલા પડોશી આવી ગયા . હું બચી ગયો. હંમેશા આવીને ૪૦-૪૫ મીનીટસ બગાડતા પડોશીને એ દીવસે (જીસસ કહે છે એમ) પ્રેમ કરવાનું મન થયું. 😉

~ અમૃતબિંદુ ~

પોસ્ટના તળિયા સુધી આવી ગયા પણ ટાઈટલને લગતી કંઈક સનસનાટી ન મળી?

એમાં એવું છે કે થોડા સમય પહેલા કિન્નર આચાર્યએ ધૈવત ત્રિવેદીને મારો ‘સણસણતો’ જવાબ નામની પોસ્ટ લખી હતી એમાંથી અને કાર્તિક મિસ્ત્રીની આ બ્લોગ પોસ્ટ પરથી ટીખળ કરવાનું મન થયું. 😉

8 ટિપ્પણીઓ

Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, વૃતિ - પ્રવૃતિ, સમાજ, Kasak

ચોપડી અને ચોપડા


 • સમય ૨૦૦૮નો . શ્રી ચંદ્રકાન્ત બક્ષી સાહિત્ય મંડળ  નામક એક ગૃપ એ બક્ષી બાબુના દેહાંતને બે વરસ થયા, એ નિમિત્તે એ મંડળે એક ડીવીડી બનાવી અને એ ડીવીડી વિમોચન કાર્યક્રમની તડામાર તૈયારીના ભાગ રૂપે  પ્રતિષ્ઠીતો ને નિમંત્રી રહ્યા હતા. ભાઈ હરનેશ સોલંકીએ એક ‘પ્રતિષ્ઠિત’ ને નિમંત્રણ માટે વાત કરી તો એ ‘મહાનુભાવે’ જે કહ્યું એ સાંભળીને હરનેશભાઈને જે કળ ચડી હશે એ હજુ યે ઊતરી નહિ હોય. મહાનુભાવ ઉવાચ : “અચ્છા, બક્ષી સાહેબ પણ આવશે ને ?”
 • સમય જૂલાઈ ૨૦૧૧નો . હું ગાંધીધામથી ભુજ (ટ્રાવેલ્સમાં) જઈ  રહ્યો હતો. જય વસાવડા એ પ્રેમથી એમના બે પુસ્તક ગિફ્ટ કરેલ  ‘સાહિત્ય અને સિનેમા’  તેમજ ‘પ્રિત કિયે સુખ હોઈ માંથી   ‘સાહિત્ય અને સિનેમા’ વાંચી રહ્યો હતો. બાજુમાં બેઠેલી કન્યાનો સવાલ : “જય વસાવડા? સરસ. મારા પણ પ્રિય લેખક છે.” મારું ખુશ થવું સ્વાભાવિક છે. પણ ખુશી હંમેશા અલ્પ આયુ હોય છે. એણે ફરી ટમકું મૂક્યું : “જય વસાવડા કોઈ છાપામાં લખે છે કે નહિ?”
 • સમય ખબર  નથી પણ કદાચ નવેમ્બર જ હશે ધૈવત ત્રિવેદીને કોઈએ પૂછ્યું : “આ ર.પા. છે કોણ?”  (સવાલ બીજે પૂછાયો હતો પણ એના જવાબરૂપે DT એ FB પર દસ નોટસ સ્વરૂપે રમેશાયણ મૂકી એ દરેક ગુજરાતીએ (ચાહે પછી તે સાહિત્ય/કવિતામાં રસ ધરાવતા હોય કે નહિ ) વાંચવી એવો મારો આગ્રહ છે.
 • સમય ૦૭ ડીસેમ્બર ૨૦૧૧ નો. એક કંપનીમાં ગયો, મારા હાથમાં સફારીનો લેટેસ્ટ અંક  હતો. પછી જે થયું અને આ બ્લોગ પોસ્ટનું નિમિત્ત પ્રસંગ FB પર મૂક્યો હતો એ (કોમેન્ટ્સ સાથે)-
‎’ગુજરાતીઓને ચોપડીમાં નહીં પણ ચોપડામાં રસ (ઝરે) છે’ – એવું કહેવાય છે પણ મને તો આજે એનો (વધુ એક વખત) સાક્ષાત્કાર થયો =>

“વાહ! રજનીભાઈ તમને પણ વાંચનમાં રસ છે?, બતાવો તો કયું મેગેઝિન છે?”

હું હજુ ખુશી (વાંચો હરખ) થી મારા હાથમાંનું લેટેસ્ટ ‘સફારી’ આપવા જતો હતો ત્યાં ભાઈસાહેબ બોલ્યા “સફારી? આ પેલા RSS વાળાનું તો નથી ને? નહીતર નથી વાંચવું !”

લંબાયેલો હાથ પાછો લેતા મેં કહ્યું = “હા, RSS વાળાનું જ છે, તમે રહેવા દો” (તો કૃપા થશે)

^આ ભાઈસાહેબ ACCOUNTSના માણસ(?!?!?!?!?!?!?!) છે જે જાણ ખાતર .

  • Heena Parekh Hahaha.

   16 hours ago · Like
  • Harshad Italiya Safari last 5 yr thi bandh 6. 4 partner malta nathi lavajam bharva mate. :-/

   16 hours ago · Like ·  1
  • Kartik Mistry ‎@Harshad What’s big deal? It is investment. Go ahead.

   16 hours ago · Like ·  1
  • Envy Em Tamare yaar etlu ashwasan levu joie ke emne ‘RSS’ ni khabar che baki ava loko ghani vakhat patni ne puche ke aa chokra kona che ??? bahar kadh

   16 hours ago · Like ·  3
  • Harshad Italiya Yes kartikbhai next month thi avanu 6.

   16 hours ago · Like
  • Kartik Mistry I even don’t subscribe and directly get it from newspaper vendor. Safari’s postal department is mess and I don’t like to read it late 😀 (loyal Safari reader since issue #9).

   16 hours ago · Like ·  2
  • Rajni Agravat ‎Envy Em
   (માત્ર)મનમાં તો એવી ગાળો આપી કે કિન્નરભાઈની દેવ સા’બ આર્ટીકલ યાદ આવી જાયHarshad Italiya
   દોસ્ત Kartik Mistryની વાત (અને સલાહ) સાચી છે . હું ય સ્ટોલ પરથી જ ખરીદુ છું.

   16 hours ago · Like ·  3
  • Envy Em harshad, mari pase line lagti lavajam bharva vala ni..skim ma

   16 hours ago · Like ·  1
  • Ujval Adhvaryu HA HA HA RSS.

   16 hours ago · Like
  • Chetan Bhatt It is sign of intellect (as they believe) to criticise RSS and Hinduism. Baaki sab bakwas….

   16 hours ago · Unlike ·  2
  • Ujval Adhvaryu આજના સમયમા પણ એવા મુર્ખાઓ છે જે આરએસએસના હજીય ખાખી ચડ્ડિ અને કાળી ટોપી ધારી કુશ્તિબાજ જ સમજે છે .

   16 hours ago · Like ·  1
  • Varma Sanket હા હા હા. હું પણ બધાં મેગેઝીન સ્ટોલ ઉપરથી જ ખરીદું છું. ઘણીવાર હું મેગેઝીન લઈને બાઈક પર આવતો હોઉં ત્યારે એ બાઈકના હેન્ડલ આગળ મેં ખોસેલા હોય. પછી મારે રસ્તામાં ક્યાંક ઉભા રહેવાનું થાય-કૈક કામ હોય તો ય હું એને ત્યાં જ રહેવા દઉં છું. કારણકે મને ખબર છે કે એણે કોઈ ચોરી જવાનું નથી. હા હા હા

   16 hours ago · Unlike ·  4
  • Jayram Mehta વાંચવા માટે પૈસા ના હોય અને….વાંચનભૂખ સંતોષવા માટે મેગેઝીન્સ-બુક્સની ” ચોરીઓ ” થવા માંડે….એવો દિવસ ક્યારે આવશે ? સંકેત….તમે સાચા છો, બાઈકના હેન્ડલ પરથી મેગેઝીન્સ ‘સાથે લઈને’ જયારે તમે જવા માંડશો એ દિવસથી ” વાંચે ગુજરાત ” ખરા અર્થમાં સાર્થક થયું ગણાશે….

   15 hours ago · Unlike ·  4
  • Harshad Italiya Envybhai have lavajam bharo to jaan karjo.

   15 hours ago · Like
  • Vivek Rabara ચાલુ ટ્રેને ચડી જવાની આ બધાની હે’બિટ'(બીટ પણ બૌ વધારે) હોય છે.

   14 hours ago · Like
  • Praful Kamdar માનું છું કે એ ભાઈ ફેસબૂક પર ન હોય……ને ફેસબૂક પર જેટલાં આપણાં મિત્રો છે તેમાંના કેટલાં ‘ સફારી ‘ વાંચે છે ? ઠીક છે, આ કારણે ઘણાંને ખબર પડશે કે ‘સફારી ‘ જેવું કોઈ મેગેઝીન છે અને રજની ભાઇ પણ વાંચે છે…બે ચાર પાંચ મેગેઝીનનો ઉપાડ થઈ જાય તો કંઈ કે’વાય નહીં……આભાર.

   13 hours ago · Like ·  1
  • Raj Prajapati તે બિચારા ભાઇ હતા ને એટલે હાથ પાછો ખેચી લીધો છે. જો…… હોત તો ચાલુ ટ્રેનમાં ચડીને મેગેઝીનના અંદરના પાને મોબાઇલ નંબર લખીને સામેથી આપવા ગયા હોત….

   13 hours ago · Unlike ·  1
  • Parth Joshi

   Ha ha safari ne rss ne su leva deva ?
   safari hun dar vakhate rokade j kharidu chu su che ke 3ji 4thi ae aavi jay ne .
   baki me aekad var amuk magazine chorelu che doctor na waiting room ma request kari vanchava lai java do anhi time nathi hu…See More
   11 hours ago · Unlike ·  1
  • Parth Joshi jyan jaiye tyan scn kari leva nu

   11 hours ago · Like
  • Envy Em Praful Kamdar, Safari gujarat mate 24 carat no diamond che. Ketla loko vanche che e to 2 divas pachi stall par koi leva jay to y khabar padi jay..madvu muskel hoy che.
   Baki, Rajnibhai e je kisso lakhyo e to sanatan satya che Gujarat mate. Paisa sivay kasha ma ras nathi samany loko ne.

   7 hours ago · Unlike ·  1
   • Harnesh Solanki હવે તો ચોપડા ( પ્રેમ), રાવલ ( પરેશ ), કુમાર ( અક્ષય) વિ.ને ગુજરાત અને ગુજરાતીમાં વધારે રસ જાગ્‍યો હોય તેવું લાગે છે……..

    ~ અમૃતબિંદુ ~

    હે પ્રભુ! મને ગમે તેવા દુઃખ/વિપત્તિ આપજે પણ કદી કોઈ અરસિકને કવિતા સંભળાવવી પડે એવો અવસર ન આપજે

    ^આવું કંઈક સંસ્કૃત સુભાષિત છે (કોઈ સાચુ અને પૂરું યાદ અપાવજો  એટલે અહીં સુધારી શકું )

7 ટિપ્પણીઓ

Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, ગુજરાત_ગુજરાતી, વૃતિ - પ્રવૃતિ, સંવેદના, સમાજ, સાહિત્ય, Baxi Babu - Chandrakant Baxi

તુલસી ઇસ સંસારમેં ભાત ભાત કે બ્લોગ…


(ગુજરાતી) બ્લોગ જગતમાં ચોરી-ચપાટી,ચડ્ડી-બનીયનધારી ટોળકીને એવા બધાનો બહું ત્રાસ છે એ બહું જ જગ-જાહેર વાત છે અને એમા ફંદ (નોટ ફંડ) – ફાળો આપવો એ  (અ)નૈતિક ફરજનાં ભાગરૂપે મેં પણ ટાઈટેનીક જેવડું આખે આખું ટાઈટલ જ ‘બઠાવી’ લીધું ! (એનો સોર્સ કહીંને પોતાનો પગ કુવાડા પર શું કામ મારું?;))

પણ જેમ પ્રશાસન લારી ગલ્લાને હટાવી શાકમાર્કેટ  બનાવે અને એમાં પ્રવેશવા માટે કાછીયાઓનું નામુમકીન તો નહીં પણ મુશ્કેલ થઈ જાય કે મૉલ/શોપીંગ કોમ્પ્લેક્સ ઊભા થવાથી કરીયાણાના નાના વેપારીઓને ફડક બેસી જાય એમ મને પણ ચિંતા થવા માંડી કે ગુણવંત શાહ, કાન્તિ ભટ્ટના બ્લોગસ છે એ વિશે તો  હજુયે ચાલો લોકો બેખબર છે પણ ઉર્વિશ કોઠારી, સૌરભ શાહ, શિશિર રામાવત, જય વસાવડા, કિન્નર આચાર્ય વગેરે બ્લોગ્સથી તો સાલુ આપણી ગાજરની પિપુડી વગાડવા જેવી તો ઠીક ખાવા જેવી ય નહીં રહે. જેમ બિઝનેસમાં ઑર્ડર પાઈપ લાઈનમાં છે એમ કહેવાય એવી રીતે હજુ સલીલ દલાલ, ધૈવત ત્રિવેદી, સંજય છેલ, નરેશ શાહ, કાજલ ઓઝા વૈદ્ય જેવા  અમુક નામો તો પાઈપલાઈનમાં હશે જ. અને નજીકના ભવિષ્યમાં ગમે ત્યારે  ફ્લેશ થવાની વકી નકારી શકાય નહીં.

તો ? આપણે શું કરવું ? આ (ખોટા/ખોટના) ધંધા બંધ કી દેવા?

સવાલ પુછનાર હું હોવ તો જવાબ પણ આયમ બંદા પોતેજ આપે ને? = “ના.”

એકાક્ષરી જવાબથી સંતોષ (થયો કે) ન થયો હોય (તો ય) વિગતવાર, સવિસ્તાર જવાબ –

જેમ મોલ આવવાથી નાના વેપારીઓને કે પછી સ્ટાર હોટેલ્સના લીધે લારી ગલ્લા વાળાનું ય ગાડું તો ગબડે જ, એવી રીતે આ બધા રાઇટર્સ તો મોંઘી મોંઘી વાનગી, હાઈજેનીક ફૂડ પીરસસે પણ જેને હાલતા ચાલતા પાણીપુરી,  ફાફડા, વડાપાંઉ ખાવા હોય કે પછી બીજી રીતે કહીયે તો ગુટખા, સીગરેટ , (ન ગમ્યું? તો) વેફર્સ, કુરકુરે, દૂધ/દહીંના પાઉચ (વેચવા કે)લેવા છે એમને માટે તો રસ્તેકા માલ સસ્તેમેં જ પોષાય ને?

મતલબ કે આ લોકોની પોસ્ટસ સાહિત્ય લેવલે ઊંચી હશે (જ) પણ આવી ગાંડી-ઘેલી પોસ્ટસ વાળાઓએ પણ નિરાશ થવાની જરૂર નથી, દરેક ‘પ્રકાર’નો વાચક વર્ગ આપણી ભારતભૂમિ પર મળી રહેતો હોય છે. એટલે જલ્સા કર બાપુ જલ્સા કર….

~ અમૃત બિંદુ ~

એડીટર શીલા ભટ્ટે લેખક તરીકેની મારી રજુઆતમાં કડક શિક્ષકને અદામાં ક્ષતિઓ ગણાવી એટલે જ એ સુધારી શક્યો. એમણે મને વિવેક પડતો મૂકીને ટપાર્યો ન હોત, તો મારું પરફોર્મન્સ કાચું રહી ગયું હોત. આજે એવી જ અદામાં કોઇ સ્વાર્થ વિના અન્ય વાચકોને કશુંક કહેવા જાઉં છું  તો એમાંથી શીખવાને બદલે રીડરબિરાદરો ભડકીને સામા થાય છે. અને કદાચ એટલે જ બહું બહું તો બ્લોગ સુધી પહોંચી શકે છે. લોગ સુધી નહિં એવું મારું એકદમ નીજી મંતવ્ય છે. અને એટલે જ આવું બને ત્યારે મને કોઇ શાનદાર શકયતા રોળાયાની પીડા થાય છે.

^ “e_વાચક”માં જય વસાવડાના વિમોચન વકત્વમાંથી…

8 ટિપ્પણીઓ

Filed under વૃતિ - પ્રવૃતિ, સાહિત્ય, media

“e_વાચક(૨૦૧૧)” = તૃતિય e_magazine


ઓરકુટ પરની (અને હવે ફેસબુક પરની પણ) ગુજરાતી=મેગેઝિન, છાપા અને કોલમ નામની કોમ્યુનિટી/ગૃપ સતત ત્રીજા વરસે પણ e_મેગેઝિન નામે “e_વાચક(૨૦૧૧)” બનાવ્યુ અને દર વરસની જેમ ૨ જૂન ની ડેડલાઈન પણ સાચવી.

સૌ  પ્રથમ ડેડલાઈન વિશે વાત કરીયે તો

પ્રથમ THE READERS-2009માં બનાવ્યું એનું વિમોચન શ્રી સૌરભ શાહ દ્વારા

દ્વિતિય  e_વાચક-૨૦૧૦માં બનાવ્યું એનું વિમોચન શ્રી સલીલ દલાલ  દ્વારા

અને

તૃતિય e_વાચક-૨૦૧૧માંબનાવ્યું એનું વિમોચન શ્રી જય વસાવડા દ્વારા

^ ત્રણેય મહાનુભાવો  બીઝી શેડ્યુલની વચ્ચે અને રાતી જગો કરીને પણ ડેડ-લાઈન સાચવવા પુરતો સહયોગ આપ્યો એ કંઇ નાનીસુની વાત નથી.

હવે વાત માંડુ આ વખતની યાને ૨૦૧૧ની. પહેલા અંકના અનુભવ અને ત્રુટીઓ ધ્યાનમાં રાખીને બીજો અંક એનાથી ચડિયાતો  બનાવ્યો અને આ ત્રીજી વખતે આગલા બન્ને અંકના અનુભવથી વિશિષ્ટ બનાવવું  એવું નક્કી થાય એ સ્વાભાવિક છે.  એ માટે  કુણાલ ધામીએ ઉજાગરો કરીને  4 GB (!)નું સોફ્ટવેર ડાઉનલોડ કર્યું, પરંતુ મેગેઝિનમાં આવતી મેટર ગુજરાતી ફોન્ટસમાં હોવાથી મેળ ન પડ્યો અને એની મહેનત પાણીમાં ગઈ. એમાંથી પાર પડીને પણ કંઇ આસાન તો ન જ હતું કેમ કે એક તો કુણાલનો આગ્રહ હતો કે બને ત્યાં સુધી ડિઝાઈન ખુદ બનાવવી અને  શક્ય હોય ત્યાં સુધી ‘કૉપિ રાઇટ’ મેટરથી દુરી બનાવવી.  ત્યારબાદ નિરવ પંચાલ અને કુણાલ ધામી જામી પડ્યા કામમાં અને હું જાણું છું કે એ બન્ને છોકરા કેટલા બીઝી હતા છતાંપણ કંટાળ્યા વગર જેટલી વાર  ફેરફારનું સૂચન થયું એનું પાલન કરીને પ્રોફેશનલ ટચ આપ્યો એ બદલ કંઇ ચૂકવણી તો થવાની ન હતી પણ નાના-મોટા ખર્ચા એ વધારાના! (હોપ કે આ વાંચીને એ બન્ને  ‘ઉઘરાણી’ નહી કરે! 😉 )

એક અન્ય પણ વાત ખાસ નોંધવાની કે નિરવ પંચાલે તો મેગેઝિન માટે લેખ પણ લખ્યો હતો પણ છેલ્લી ઘડીયે એને મઠારવાનો ટાઈમ ન મળ્યો એટલે એણે ખુદ ‘બલિદાન’ આપ્યું. મારા મતે તો ‘મઠારવા’ ની જરૂર જ ન હતી પણ એ કહે કે આને તો ‘ડ્રાફ્ટ’ જ કહેવાય બાકી લેખનું બંધારણ (આદિ-મધ્ય-અંત)તો જળવાય એની તકેદારી રાખવી ખપે.

e_મેગેઝિન પ્રત્યે ઉત્કંઠા જાગે એ માટે મેગેઝિન લોન્ચ થવાને થોડા દિવસો બાકી રહે ત્યારે દર વરસે  “ટ્રેલર” જેવું પણ કરીયે જેની આ વખતેની ઝલક –

‎”ત્રીજા e_મેગેઝિન ‘e_વાચક-2011’ની અંદર-I”
દર વખતની જેમ આ વખતે પણ e_મેગેઝિન ‘e_વાચક-2011’ની અંદર શું છે એ ઝલક…ઓશો એ કહ્યું છે ને કે ધ્યાન અને સંગીત એક ઘટનાની બે બાજુ છે, અને સંગીત વિના ધ્યાનમાં કંઇક ઓછપ રહી જાય છે; સંગીત વિના ધ્યાનમાં કંઇકઢીલું અને નિષ્પ્રાણ જેવું થઈ જાય છે. અને ધ્યાન વિનાનું સંગીત કેવળ એક શોરબકોર હોય છે – લયબધ્ધ તેમ છતાં એક કોલાહલ……..^ એક મિનિટ, આ બધું શું છે? આ બધું નહી પણ આવી જ એક વાત છે આપણા ‘e_વાચક-2011’ની અંદર. પણ એ ધ્યાન વિશે છે કે સંગીત વિશે કે ઓશો વિશે કે પછી સમથીંગ એલ્સ? એ માટે તો બૉસ (અને બોસાણીઓ) 2જૂનનો ઇન્તઝાર કરવો પડે!

May 17 at 8:31pm · Like ·  2 people

“ત્રીજા e_મેગેઝિન ‘e_વાચક -૨૦૧૧’ની અંદર- ૦૨ “
ચાર્લ્સ ડિકન્સના ‘પિકવિક પેપર્સ’માં શ્રીમાન પિકવિકે પોતાના દોસ્ત સ્નોડ ગ્રાસને એક સલાહ આપી હતી: ‘વ્હેન ઇન ડાઉટ, ફોલો ધ ક્રાઉડ.’
પરંતુ આટલી સલાહથી સ્નોડ ગ્રાસને સંતોષ થયો નહીં. તેણે સામો સવાલ કર્યો, ‘પરંતુ નજર સામે બે ટોળાં હોય ત્યારે? બેમાંથી ક્યા ટોળાને મારે અનુસરવું?‘
‘ફોલો ધ લારજેસ્ટ’ પોતાના મિત્ર માટે પિકવિકનો જવાબ હાજર હતો^
આ ‘લારજેસ્ટ ક્રાઉડ’ને અનુસરનારાને રાજનીતિશાસ્ત્રમાં ‘ ડેમોગોગી’ તરીકે ઓળખાવાય છે એમ દિગંત ઓઝાએ કહ્યું છે..
હવે વિચારીયે કે આ હિસાબે આપણું મીડિયા કઈ તરફ હૈસો હૈસો કરે છે? તો એ વિશે આપણા ‘e_વાચક -૨૦૧૧’માં એક મિત્રએ વાત માંડી છે તો રેડી ફોર ધેટ ?
May 19 at 6:43pm · Like ·  2 people

“ત્રીજા e_મેગેઝિન ‘e_વાચક -૨૦૧૧’ની અંદર- ૦૩ & ૦૪ “
ચુનીલાલ મડિયાનું કહેવું છે “….ટૂંકી વાર્તા જ્યારે ‘ટ્રેજેડી’નું આલેખન કરે ત્યારે એ કોઇ પાત્રનું માથું ધડથી જુદું નથી કરી નાંખતી, પણ મોતથીયે અદકી વિષમ એવી જીવનની વાસ્તવિકતા આલેખે છે, જે વિષમતા સામાન્ય વાચકો સંવેદી શકતા નથી. તેથી જ, આજની વાર્તાઓ દુર્બોધ બનતી જાય છે, ‘એમાં કશું સમજાતું નથી’, ‘વાર્તા અરધેથી જ કપાઈ ગઈ’, એવી ફરિયાદો સાંભળવા મળે છે.
સાચી વાત તો એ છે કે ચોપડીનાં પાનાં ઉપર છપાયેલી વાર્તા પૂરી થયા પછી વાચકના ચિત્તમાં બાકીની અણલખી વાર્તા લખાવા માંડવી જોઇએ. અને એમ થાય તો જ વાર્તાનો પૂરેપૂરો રસાનુભ્વ થઈ શકે છે, એના વાચનનો પરિશ્રમ લેખે લાગે છે અને કલાકૃતિનો સંપૂર્ણ પરિતોષ શક્ય બને છે. સર્જકના જેવું જ સંવેદનતંત્ર ન ધરાવનાર વાચકો માટે ટૂંકી વાર્તાનો આસ્વાદ બેકાર છે. એવા વાચકોએ નવલકથાઓ વાંચીને જ સંતોષ માનવો રહ્યો.”^
એ હિસાબે ટૂંકી વાર્તા એ વાચક અને લેખક બંનેની પરીક્ષા લ્યે છે એવું થયું ને? આપણા e_વાચક -૨૦૧૧ માં પણ બે ટૂંકી વાર્તા છે, જોઇએ એ બન્ને વાર્તા લેખક-વાચકની કેવી’ક પરિક્ષા લ્યે છે અને શું પરિણામ આવે છે?
May 20 at 6:29pm · Like ·  5 people

‎”ત્રીજા e_મેગેઝિન ‘e_વાચક-2011’ની અંદર- ૦૫ “
અખબારો બંને રીતે ખરા અર્થમાં શિક્ષણનાં માધ્યમ છે. રોજ છાપું હોય જ, છાપાં રોજ હોવા જ જોઇએ. એના વગર ચાલે નહીં. એને સત્કારે પણ છે. લોકો હોંશથી વાંચે છે. રૂપિયા ખર્ચીને વાંચે છે.ખરચવાના ન હોય તો માંગીને વાંચે છે. માગીને ન મળતું હોય તો બીજું કોઇ વાંચતું હોય એમાં ડોકિયાં કરીને પણ વાંચે છે – એટલો સત્કાર છે !
^ નગીનદાસ સંઘવીઆ તો છાપાં વાંચવાની વાત થઈ અને એ પણ જનરલ….પણ વિદ્યાર્થીનાં વાંચન વિશે? પરિક્ષાલક્ષી કે ‘ભણવાની ચોપડી’ ની વાત નથી , વાત છે ઇત્તર વાંચનની અને એ પણ એક વિદ્યાર્થી દ્વારા લખાયેલી. => આપણા ‘e_વાચક-2011’ની અંદર. બસ જાગતે રહેના, અભી નહીં, 2જૂનના રોજ ! !
May 23 at 1:08pm · Like ·  1 person

‎”ત્રીજા e_મેગેઝિન ‘e_વાચક-2011’ની અંદર- ૦૬ “
ગઈકાલે ‘સંદેશ’માં ‘રાજ ગોસ્વામી’નો “દબંગ દેવીયાં” વિશે લેખ હતો જેમાં એમણે અલગ અલગ % દ્વારા “૧૩મી સદીમાં દિલ્હી સલ્તનતની ગાદીપરસ્ત રઝિયા સુલતાન પછી પહેલી વખત મહિલા શક્તિ ઉફાન પર છે” જેવી વાત કહી છે …..૦૨જૂન ૨૦૧૧ના રોજ આપણી કોમ્યુનાં ઈ-મેગેઝિન ‘e_વાચક-2011’ આવી રહ્યું છે ત્યારે આ ટકાવારીની વાત ત્યાં પણ લાગૂ પડે છે. કુલ્લ કૃતિમાં માનુનીઓનો ફાળો ૪૦% છે, કોઇએ વાર્તા આપી છે, કોઇએ કવિતા, કોઇએ લેખ. તો કોઇએ ઇન્ટર્વ્યૂ ….. આમ આ દેવીઓની હાજરી કોઇ સાહિત્ય પ્રકારમાં બાકી નથી, બધે પોતાનો (ઊંચી હિલ્સ વાળો) પગ જમાવીને ‘માતૃત્વ’થી લઈને ‘સોશિઅલ નેટવર્કીંગ સાઇટસ’ના ‘સાક્ષાત્કાર’ વચ્ચે ‘બગાવત’ કરતા કરતા ‘મરણ’ની પરવા વગર ‘ઉડાન’ ભરી છે !લેખનાં અંતે એમના અમુક પ્રશ્નો –

ભારતમાં એક પણ મુસ્લિમ મહિલા રાજનેતા કેમ નથી? એ પણ જોવા જેવું છે કે પાંચેય શક્તિશાળી મહિલાઓ સત્તાનો ઈસ્તેમાલ સમજદારીથી કેમ નથી કરતી? એમનામાં અનેક ખામી છે. એમની શક્તિ મહિલા ઉદયનો સંકેત નથી, છતાં એક મહિલાવિરોધી સમાજમાં એમની દબંગાઈ આશ્ચર્યજનક!

^
આપણા ‘e_વાચક-2011’ ને વાંચીને વાચકો કેવા સવાલ કરે છે એ જોવું રહ્યું.

May 23 at 4:58pm · Like ·  1 person

‎”ત્રીજા e_મેગેઝિન ‘e_વાચક-૨૦૧૧’ની અંદર- ૦૭ “
નરેશ શાહનું અલગ અલગ ક્ષેત્રની વ્યક્તિ એટલે કે ‘મહારથી’ઓની મુલાકાતનું પુસ્તક છે એમાં –>“ ૧૯૮૯ ની વાત છે.
અમદાવાદના પાલડી રેલફાટકની લગોલગ આવેલાં બેઠા ઘાટના બંગલાના મજલા ઉપર એક ટેલિવિઝિન કંપનીની ઑફિસ હતી. એ ટેલિવિઝનવાળા રાબેતા મુજબ ઉત્તમોત્તમ ટીવી બનાવવાનો દાવો કરતા. પરંતુ વર્ષો સુધી તેના ભોંયતળિયે રહેલા મકાનમાલિકે એક પણ જાહેરખબરિયો દાવો કર્યા વગર સબિત કર્યું છે કે એ ઉત્તમ કક્ષાની શબ્દગૂંથણી કરીને બેફામ વેચાય છે અને વંચાય એવી લાજવાબ નવલકથાઓ લખે છે. એમનું નામ અશ્વિની ભટ્ટ.”આવા આ લાજવાબ લેખકની એક ‘મહાનવલ’ વિશે એક વાચકે લાજવાબ લખ્યું છે જે ૨જી જૂન ૨૦૧૧ના રોજ લોન્ચ થઈ રહેલાં આપણા ‘e_વાચક’ માં વાંચી શકશો

May 26 at 6:50pm · Like ·  3 people

‎”ત્રીજા e_મેગેઝિન ‘e_વાચક-૨૦૧૧’ની અંદર- ૦૮ “
વરસો પહેલાં ગાંધીધામમાં એક રિક્ષા પાછળ વાંચ્યુ’તુ = “તું તો’જી કર !”આટલુ ચોટડુક વિધાન કેટલું બધું સમજાવે છે કે ભાઈ, આખા ગામની ફિકર નોટ , તું તારા ભાણાની માખી (ઉડાડી શકે તો) ઉડાડ, તો ય કાફી છે, વર્ના કાજી દુબલે ક્યો? તો કહે સારે ગાંવકી ફીકર જેવું થાય….ટ્રેનને ગરીબ રથ કહેવાય પણ રિક્ષાને નહીં , કેમ કે એ તો અમીર-ગરીબ જેવા ભેદભાવથી ‘સ્થિતપ્રજ્ઞ’ છે…

ટીવીમાં કોમેડી જોઇ જોઇને એવા ત્રાસી ગયા છીએ કે હવે કોઇ કોમેડીનું નામ લ્યે તો આપણને ‘રોવું’ આવે! પણ હ્યુમર ઇઝ ડિફરન્ટ થીંગ ના? અને એના વગર તો જીવન (ઉજ્જડ) વન સમાન ભાસે એટલે આપણા ૨ જૂન ૨૦૧૧ના રોજ આવી રહેલા ‘e_વાચક-૨૦૧૧’માં પણ હ્યુમર આર્ટીકલ છે જે વાંચીને હળવાફૂલ થઈ જશો એની ગેરંટી લઉ ? !

May 31 at 12:29pm · Like ·  2 people

 ‎”ત્રીજા e_મેગેઝિન ‘e_વાચક-૨૦૧૧’ની અંદર- ૦૯”
(બધે આવતી હોય એમ) આપણે ત્યાં આપત્તિ તો આવતી રહે છે પણ એ અંગે પ્રજા અને (પ્રજાના રખેવાળ માનતી) સરકાર જાગ્રત હોવાના બદલે હંમેશા ઉંઘતી જ રહે છે. કુદરતી આપત્તિની સામે આપણે કેવા સજાગ છીએ કે રહેવું જોઇએ એ અંગેનો લેખ, આપણાં ‘e_વાચક’ માં…..

May 31 at 7:07pm · Like ·  2 people

 ‎”ત્રીજા e_મેગેઝિન ‘e_વાચક-૨૦૧૧’ની અંદર- ૧૦ “
અત્યારે તો મામાનો મહિનો એટલે કે વેકેશન ચાલે છે પણ માં-બાપ ઉપ્સ સોરી સોરી પેરેન્ટસની લેફ્ટ રાઈટ તો ક્યારની ચાલુ થઈ ગઈ હશે અને રડ્યા ખડ્યા કોઇ હશે તો એની હવે થશે. શેના માટે એડમીશન માટે, પણ રામગઢકે વાસીઓ અગર ચૈનકી નિંદ લેના ચાહતે હો તો આપણા ‘e_વાચક-૨૦૧૧’માં એક એવો આર્ટીકલ છે જે વાંચીને કહી ઉઠશો કે વૉટ એન આઈડિયા સરજી!

June 1 at 11:53am · Like ·  1 person

“ત્રીજા e_મેગેઝિન ‘e_વાચક-૨૦૧૧’ની અંદર- ૧૧ “
કિ-પેડ, કિ-બોર્ડના જમાનામાં લેટર લખાતા નથીનો રાગ તો આપણે સાંભળી-સાંભળીને ‘બોડા’ થઈ ગયા છીએ કેમકે એ લોકોને એ ખબર નથી કે પત્ર લખવો એ પ્રેમ કરવા જેવી જ કદી ન સુકાય એવી લાગણી છે.ઘણીવાર પત્ર ખોટા એડ્રેસે પણ જતો રહે છે તો ઘણીવાર તો એમાં એડ્રેસ લખાય એ પહેલા જ એ વ્યક્તિ સ-દેહે એ પત્ર વાંચવા હાજર નથી હોતી.જરૂરી નથી કે પત્ર માત્ર પ્રેમી/પ્રેમીકાને કે પતિ/પત્નિ (હાય !…. હાય !) ને જ લખાય. કોને કોને લખાય એ લીસ્ટ અહીં લખીને લાં..બી લચક વાત ન કરતા ટૂંકમાં એટલું જ કે વરસો પહેલા એક પત્ર લખાયો, પરંતુ એ સંજોગોવશાત આજે એ પત્ર માત્ર પત્ર ન રહેતા શ્રધ્ધાંજલીનું પણ સ્વરૂપ ધારણ કર્યું છે જેના માટે બસ હવે વધુ વાટ જોવી નહી પડે, ગણતરીના કલાકોમાં આવી રહ્યું છે આપણું ‘e_વાચક-૨૦૧૧’

June 1 at 6:03pm · Like
~ અમૃતબિંદુ ~

જે મારી પ્રશંસા કરે છે, એ મારા શુભેચ્છકો છે અને જે મારા દોષ બતાવી મને ટપારે છે એ મારા શિક્ષકો છે. (ચીન)

આ છેલ્લી કહેવત વાચકોને સમર્પિત છે !<= જય વસાવડા

^ જય વસાવડાનાં પુસ્તક “સિનેમા અને સાહિત્ય”માં સમાવેલ  ‘સ્પેક્ટ્રોમીટર’ના ૧૦૦મા શતકીય લેખની લાસ્ટ લાઇન્સ.

9 ટિપ્પણીઓ

Filed under ગુજરાત_ગુજરાતી, વૃતિ - પ્રવૃતિ, સમાજ, સાહિત્ય, social networking sites

२० मय નું વિસ્મય


२० मय १९९१ के दिन मेरी मतलब  के हमारी बरबादी हुई थी …

સગાઈ - 09-10-1990

^ સૌથી  ઉપરનું વાક્ય  અને ત્યાર પછી સગાઈની તસ્વીરથી કોઇને એમ વિચાર આવે કે

આ ભાઈને ગુજરાતીમાં ઠેકાણા નથી ને हिन्दीમાં ક્યાં હાથ અજમાવવા નીકળ્યા?!

અથવા તો એવું પણ વિચારે કે

આટલા વરસ તો ઠીક शादी की साल गिराह ને પણ ઘણાં વાણાં વાઈ ગયા તો  હવે આ તૂત શું છે? ?

ઓકે ઓકે, આખી માંડીને જ વાત કરું પણ હજુ એક ચક્કર કાપી લઈએ…

ધૈવત ત્રિવેદી (દિ.ભા.માં અને હવે સંદેશમાં) “વિસ્મય” કટાર લખે છે એ તો ખ્યાલ હશે જ.

હવે એ કહો કે એની કટારનાં નામને અને મારી લગ્ન તારીખને કંઇ લાગે કે વળગે?

પણ  મારા ગાંધીધામનાં  મિત્ર કુંજન વ્યાસે આ બધો મેળ કંઇક એવી રીતે બેસાડ્યો કે

* અમારી લગ્નની તારીખ   २० मय = વિસ્મય

** મારો દોસ્ત કટાર લખે એનું નામ = વિસ્મય

*** મારા સાથે કોઇ લગ્ન કરે = એ પણ વિસ્મય કહેવાય

*** જયશ્રી મને સહન કરે છે એ ઘટનાને વિસમુ (વસમું) બેઠું = એ તો સૌથી મોટુ વિસ્મય !!

-x-x-x-x-x-x-

આવી આપત્તી કે આઘાતજનક “ઘટના” વિશે વધુ તો શું લખું? પણ અગાઉની પોસ્ટની લિન્ક મૂકી દવ

https://rajniagravat.wordpress.com/2009/05/20/18th-marriage-anniversary/

~ અમૃતબિંદુ ~

ક્યારેય સ્ત્રીનું મહત્વ ઓછું આંકતા નહીં – જીવન બરબાદ થઈ જશે!

ક્યારેય સ્ત્રીનું મહત્વ વધારે ન આંકતા – જીવન બરબાદ થઈ જશે ! !

–  વાંચેલું

18 ટિપ્પણીઓ

Filed under રમૂજ, વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, વૃતિ - પ્રવૃતિ