Tag Archives: જાહેરાત

બ્લોગલિસ્ટની બબાલ


 

શ્રી શાહબુદ્દિન રાઠોડ કહે છે ને કે એમને એમના ગામમાં એટલાં બધા પાત્રો મળી રહે છે કે પાત્રો શોધવા બીજે ક્યાંય જવું નથી પડતું. એવી જ રીતે જ્યારે બ્લોગ શરૂ કર્યો ત્યારે એમ થતું હતું કે આમાં શું લખશું? હા, શું ન લખવું અને શું શું ન કરવું એ અંગે તો પહેલેથી સ્પષ્ટ છું.  

પછી જેમ જેમ સફર આગળ વધતી ગઈ, બીજાના બ્લોગ જોતા જોતા એમાંથી પ્રેરણા મળતી ગઈ, ટૉપિક મળતા ગયા અને શીખતો રહું છું. કહેવાની જરૂર નથી કે ક્યારેય કોઈની કૉપી કરવાનો આજ દિન સુધી ઇલ્ઝામ આવેલ નથી અને આવશે પણ નહીં,

મારા બ્લોગ રોલમાં રહેલ દરેક વ્યક્તિના બ્લોગ પર નિયમિત વિઝિટ કર્યા સિવાય ડેશ બોર્ડ પર નજર નાંખુ અને કોઇ પોસ્ટનું ટાઇટલ એટ્રેક કરે તો ત્યાં ચક્કર મારું , આવી જ રીતે આજે ડેશ બૉર્ડ પર ચક્કર મારતા શ્રી જયવંત પંડ્યાના બ્લોગ પર જઈ ચડ્યો અને બે-ત્રણ પોસ્ટ વાંચી, ખાસ કરીને  બ્લોગ લિસ્ટ વાળી પોસ્ટથી આ પોસ્ટ માટે પ્રેરણા મળી.

આટલી ટૂંકી(!)પ્રસ્તાવના બાદ બ્લોગ લિસ્ટ અંગે મારૂ અવલોકન અને માન્યતા કહું તો – 

* બ્લોગ લિસ્ટમાં આપણું નામ હોવું એ કોઇ ઑસ્કારમાં નામાંક જેવું મહત્વ નથી, એનાથી કશો ફરક પડતો નથી, હા જેઓ લિસ્ટ બનાવે છે એમના જનરલ સ્ટોરના મેનુ પર એક આઇટમ વધી કહેવાય! 

* બ્લોગલીસ્ટ બનાવતા (બધા નહી પરંતુ) મોટા ભાગના આ લિસ્ટ બનાવવા માટે કોઇ જહેમત નથી ઊઠાવતા, આ પણ કૉપી-પેસ્ટ નો જ એક ઉત્તમ પ્રકારનો પ્રકાર છે . 

* બધા કહો કે તમે જે લિસ્ટ પર નજર ફેરવો તે (બીજાના) લગ્નના આલ્બમમાં આપણો ફોટો ગોતતા હો એથી વીસેશ કોઇ ભાવ હોય છે? 

* જો આપણા બ્લોગમાં દમ હશે તો લોકો સામેથી શોધતા આવશે. ઉર્વીશ કોઠારી, હિમાંશું કીકાણી અને આવા ઘણા બધા લોકો છે , તેઓ એ કોઈને કહેવું પડે છે કે મારોબ્લોગ જરા જો જો ને ?! 

* મને તો નેટ પર વધુ પડતુ ખાંખાંખોળા કરતા આવડતું નથી (એનો ગર્વ નહી, અફ્સોસ છે) પરંતુ કાર્તિક મિસ્ત્રીએ જયવંતભાઈના બ્લોગ પર લિન્ક આપી હતી એ અને હિમાંશુભાઈની ઝલક ગુર્જરીપર બનાવી એવી સારી યાદી પણ જરૂર હશે.

5 ટિપ્પણીઓ

Filed under ગુજરાત_ગુજરાતી, વૃતિ - પ્રવૃતિ

આ નો મતલબ?


રવિવારે ગુ.સ.માં કોંગેસમાં ભરતી થવાનું ફોર્મ જોયુ તો એ સમજાયુ નહી પછી દિવસો ગયા અને વાત પણ (દિમાગમાંથી) ગઈ, પરંતુ આજે ફરી જાહેરાત જોઇ જેમાં સાઇટનું નામ હતું ત્યાં ફરતા ફરતા એ જ ફોર્મ જોવા મળ્યુ જે અહિં કલીક કરીને ફોર્મ જોવાથી ખબર પડશે કે…

ઉપર ડાબી બાજુએ મહે. કરીને નીચેની વિગતો અનુસરવાનું કહે છે એમાં

1- ફોર્મ ફક્ત અંગેર્જીમાં ભરવું.

4-ફોર્મ ગુજરાતીમાં ભરી શકો છો.

 

અરે યાદ આવ્યુ કે મારે ક્યાં કોંગ્રેસ જોઇન કરવું? છે એટલે ચાલો લીવ ઇટ પ્લીઝ ઓકે?

3 ટિપ્પણીઓ

Filed under ગુજરાત_ગુજરાતી, વૃતિ - પ્રવૃતિ

કસ્ટમર કેર-II


કોઇપણ જાતની “તારીખ” વગર ગાંધીજીને ડાયરેકટ અને ઇનડાયરેકટ યાદ કરવા છે.

1- શ્રી શાહબુદ્દિન રાઠોડના પ્રોગ્રામમાં આવતું કે ગાંધીજીએ વકિલાત કરી તો ન ચાલી પણ સત્યાગ્રહ ચાલી ગયો! એવી જ રીતે મને બ્લોગ સ્ટેટસમાં દેખાયુ કે “કસ્ટમર કેર” પોસ્ટને બીજી પોસ્ટની સરખામણીમાં વધુ વંચાઈ છે (તાજી/નવી પોસ્ટ હોય એટલે સ્વાભાવિકપણે એ જ વંચાય એ ખબર છે)

2- ગાંધીજી ગ્રાહકને ભગવાન માનવો એવું કહેતા અને સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયા બેન્ક વગરેમાં ગ્રાહક તમને કનડતો નથી…. એવા પ્રકારના ગાંધીજીના અવતરણ જોવા મળે છે. તો એ ઉપરથી જ આ પોસ્ટની પ્રેરણા મળી કે જ્યાં જુવો ત્યાં લોકો પાસે એક જ વાત કરવાની હોય છે  કે મંદીછે, યા તો પુછે કે તમારા ધંધામાં કેવીક મંદી નડે છે?

ભગવાન અને ભ્રષ્ટાચારની માફક મંદી સર્વવ્યાપી થઈ ગઈ છે તો હવે એ ને એ જ ગાણું ગાવા કરતાં ડાયાબીટીસની માફક એને સ્વીકારી લઈ એના પ્રત્યે પરેજી રાખવી એ એક રસ્તો છે. અને એના માટે મેં અમુક પોઇ ન્ટસ વિચાર્યા છે અને અમલ માં મુક્યા છે અને એના કારણે મને તો ફાયદો થયો છે યા તો એમ કહી શકો કે (નફામાં) નુકસાનની માત્રા ઘટાડવામાં મહદ અંશે સફળ રહ્યો છું , એક વાતની સ્પષ્ટતા કે તુંડે તુંડે મતિ ભિન્નની માફક દરેક વ્યક્તિને પોતાના નિયમ/પરેજી પાળવાના હોય છે.

* સર્વિસ ચાર્જ કમ કરો પણ સર્વિસ (કસ્ટમર કે’ર) વધારો – આ ખાસ કરીને જેઓ સર્વિસ ફિલ્ડમાં છે એમને સમજવા જેવું છે કે ગઈકાલે તમે (દાદાગીરી)થી જે સર્વિસનાં (દાખલા તરિકે) 500 રૂપિયા ચાર્જ કરતા હતા એમાં શક્ય એટલો ઘટાડો કરો. બને છે એવું કે મંદીના હિસાબે લોકોએમ માને છે કે મુરઘો હાથમાં આવ્યો તો મુકો જ નહી, હલાલ કરી જ નાંખો. પરંતુ અહિ આપણે મુરઘાને બદલે પેલી સોનાના ઇંડા આપતી મુરઘીને યાદ રાખવાની. જો આજે એને હલાલ કરીશુ તો કાલે કોણ ઇંડુ આપશે?! અને ભાવ ઘટાડ્યા પછી પણ અણગમો રાખ્યા વગર પ્રેમથી સર્વિસ આપો તો બસ એ કસ્ટમર તમારો જ રહેશે.

* કર્મચારી ન ઘટાડો, કિંમત ન બઢાવો – અત્યારે જે પણ કંપનીઓ છે એ બે સુત્રી કાર્યક્રમનો જ અમલ કરી જાણે છે. કર્મચારીની છટણી કરો અને પ્રોડક્ટની કિંમત વધારો! આ બન્ને વાત મારી દ્રષ્ટિએ ગલત છે ( આમ તો બેવકૂફ કહેવાય પણ આપણી સોચ કદાચ એ લોકોથી ટૂંકી હોય શકે એટલે “ગલત”થી ચાલાવીયે) જે સ્ટાફ તમારા માટે મહેનત કરી છે એ લોકોને છુટ્ટા કરવાના બદલે એને કામ કરવાની “અલગ” ટેકનીક શીખવો. અને પછી જુવો એ લોકો તમારા માટે કેવા જી-જાનથી મહેનત કરે છે. (આમાં “સરકારી” રાહે કામ કરનારની વાત નથી.) હવે વાત કરીયે કિંમતની તો એ અંગે એક બે ઉદાહરણ….

# થોડા સમયથી વોડાફોનમાં 169નું રિચાર્જ હતું એ બંધ કર્યુ, જેમાં V to V 30 પૈસા, અન્ય મોબાઇલ 50 પૈસા ટેરીફ હતા એ લોકોએ એ રિચાર્જના 207 તો કર્યા જ સાથે સાથે અનુક્રમે 10 – 20 પૈસાનો ટેરીફ ચાર્જ પણ વધાર્યો! આના સામે મારા જેવા કસ્ટમરે ઓલ મોબાઈલ 60 પૈસા ટેરિફ વાળુ 117નું રિચાર્જ કરીને બિનજરૂરિ કોલ ન થાય એનું ધ્યાન રાખવાનું નક્કી કર્યુ. અહિં પણ એક સ્પષ્ટતા કે કંજુસાઈ નહી કરકસર અગર તો ફાલતુ ખર્ચ ન થાય એની તકેદારીની વાત છે. બની શકે કે દરેક કસ્ટમર આવું નહી કરતા હોય પરંતુ હું નથી માનતો કે કંપની આને “વાઇઝ ડિસીઝન” કહી શકે ! (આવું જ ટાટા સ્કાય અને અન્ય કંપની એ કર્યુ છે)

અન્ય એક દાખલો

# અમારા જ ફિલ્ડ નો. તો બીટેલમાં એક કોર્ડલેસ છે (CB 48000) Rs.995નો એના કર્યા Rs.1395 અને એવી જ રીતે મેટ્રીક્સ ટેલીકોમમાં એક કિ ફોન આવતો Eon 45 જે Rs.4500થી પણ ઓછા ભાવમાં અમે સેલ કરતા તો પણ સારું એવું માર્જીન રહેતું (કેટલું? એ ન કહેવાય!) હવે મેટ્રીક્સ વાળાએ એ મૉડેલ ડિસ્કન્ટીન્યુ કર્યુ જેના કારણે કસ્ટમર્સને Eon 48 ખરીદવો પડે છે અને એની કિંમત Rs.5000 પ્લસ થાય છે!

ઉપરના બન્ને ભાવ વધારાની અસર અમને એ પડી કે કસ્ટમર હવે 100 વાર વિચારે છે (અને એ વિચાર્યા બાદ પરચેઝ કરવાનું માંડી વાળે છે!) અને એના કારણે અમને તો ગધેડી તો ગઈ પણ ફાળ્યુ બી ગયુ! કંપનીમાં એટલુ સાદું લોજીક હોવું જોઇએ કે ડિલર કમાશે નહી તો તમે ક્યાંથી કમાશો? ! જો કે ડિલરમાં પણ સાદું લોજીક હોય છે એટલે એ (ઉપર કહ્યા એ મુજબનાં) અન્ય રાસ્તા અપનાવી શકે છે, કંપની ભલે ભાવ વધાર્યા કરે! આ પ્રકારાના ઘણા દાખલા હશે/છે, આ તો પાશેરામાં પૂણી છે!

 

ઉપસંહાર – જુના પુરાણા થોથામાંથી આ સુત્રો અપનાવો તો ન્યાલ નહી તો કંગાલ તો નહી જ થાઓ–

ગ્રાહક મારો ભગવાન….

ગ્રાહકનો સંતોષ એજ મારો મુદ્રા લેખ વગેરે વગેરે

1 ટીકા

Filed under ગુજરાત_ગુજરાતી, વૃતિ - પ્રવૃતિ

કસ્ટમર કેર !


 

આમ તો દરેક ઓફિસ બિલ્ડિંગ/કોમ્પ્લેક્સમાં શૂ-પૉલીશ માટે છોકરાઓ આવતા રહેતા હોય છે, અમારા બિલ્ડિંગમાં આવતા આવા છોકરાઓમાંથી એક શૂ-પૉલીશ વાળાનો હું ‘રેગ્યુલર ક્લાયન્ટ’ છું પરંતુ મારે ફિલ્ડવર્કના કારણે ઘણીવાર એવું થાય કે અમારા બન્નેનો ટાઇમ મેચ ન થાય , આજે એણે મને કહ્યુ કે સાહેબ એક કામ કરો મારો મોબાઇલ નં નોંધી લો, તમે જ્યારે ઓફિસમાં હો અને પૉલીશ કરાવવાના હો ત્યારે  મીસ્ડ કોલ આપી દેજો હું આવી જઈશ! મને તાજ્જુબ એ વાતનું ન થયુ કે એના પાસે મોબાઇલ છે પરંતુ તાજ્જુબી સાથે એની સોચ પર માન થયું કે કહેવાતા શિક્ષિત લોકો મંદી મંદીનું ગાણુ ગાયા રાખે અને કંઇ વિચાર ન કરે જ્યારે આ છોકરાએ એનો સાચો રસ્તો શોધી કાઢ્યો કહેવાય.

 આનાથી વધુ એક ફાયદો એ પણ થયો કે વરસોથી આવતો હોવા છતાં આજ દિવસ સુધી એના નામથી અજાણ હતો, આજે એનું નામ પણ પુછ્યુ અને સેવ કર્યુ કે પ્રવીણ પૉલીશ વાળો

5 ટિપ્પણીઓ

Filed under ગુજરાત_ગુજરાતી, વૃતિ - પ્રવૃતિ, સંવેદના