Tag Archives: ચંદ્રકાન્ત બક્ષી

નાતાલ . . . નાદાન !


જન્માષ્ટમી પર કાન્હાની મટકી ફોડ હોય કે દશેરાના રાવણદહન હોય,  હિન્દુઓના જે પણ ધાર્મિક ઉત્સવો/પ્રસંગો તો કસકને દેખાડવા લઈ જ જઈએ  છીએ પણ એ ઉપરાંત ગુરુદ્વારા, જૈન દેરાસર, તાજીયા હોય કે રાજકીય જુલુસ, સાઉથ ઇન્ડિયનસ દ્વારા અયપ્પાના પ્રોગ્રામ્સ અને ખ્રિસ્તીઓની નાતાલ ઉજવણીઓ કે પછી વરસતા વરસાદમાં ભીંજાવા/પલળવા પણ લઈ જઈએ છીએ .

એવી જ રીતે દર  ક્રિસમસની જેમ આ વખતે પણ એને અલગ અલગ ચાર ચર્ચમાં લઈ ગયા, એમાંના  એક ચર્ચમાં એક વાતની નોંધ કરી જે નીચે આપેલ તસ્વીર જોતા જણાઈ આવશે.

 

તમસો મા જ્યોતિર્ગમય:

આ ફોટા વિશે વાત કરતા પહેલા એક વાત જે મને આ ફોટો જોતા વખતે જ યાદ આવી હતી કે બક્ષી સાહેબે મોરારીબાપુના વિશે (કંઇક આવું) લખ્યું છે કે મેટ્રીક ફેઇલ મોરારીબાપુ રામકથા દરમ્યાન (ભૂલ ભરેલી) ઉર્દુમાં શે’ર શાયરીઓ લલકારે છે! .. આપણે કદી જોયુ કે કોઇ મુલ્લા/પાદરીઓએ સંસ્કૃતનાં શ્લોક કે વેદની ઋચાઓનો ઉલ્લેખ કરે છે?

પણ આપણે જોઈ શકીયે છીએ કે ક્રિસ્ચ્યન્સના આ તહેવારમાં સંસ્કૃતમાં “તમસો મા જ્યોતિર્ગમય:” મૂક્યુ છે! મારા મોબાઈલનાં કંઇક સેટીંગ બદલી ગયેલ છે એટલે ફોટા સરખા આવતા નથી બાકી આ ફોટો તોતીંગ બોર્ડ/હોર્ડીંગનો છે. મેં આ દરમ્યાન ત્યાં હિન્દુઓ મોટી સંખ્યાની હાજરીની પણ નોંધ લીધી. આનાથી શું સાબિત થાય છે અથવા શીખ મળે છે?  => જે ઘણા લોકો દ્વારા ઘણી વખત કહેવાયુ છે એ કે આપણે માર્કેટીંગથી આકર્ષવામાં ઠોઠ છીએ. જો કે હવે સ્વામીનારાયણ જેવા સંપ્રદાય આ મ્હેણાને ભાંગે છે.

એની વે, ત્યાં ફોટા પાડ્યા હતા એમાંથી હજુ એક ફોટો મૂકીને પોસ્ટ પૂરી કરૂં.

 

અહં બ્રહ્માસ્મિ

~ અમૃત બિંદુ ~

# હિંદુ ધર્મ એકમાર્ગી છે. એમાં પુન:પ્રવેશનો એકે રસ્તો નથી, જ્યારે બહાર જવાના હજાર રસ્તા છે.

# મુસલમાનો ભય પમાડી ધર્મપરિવર્તન કરાવતા ત્યારે પોતાના જાતભાઈનું રક્ષણ કરવા જેટલી ત્રેવડ હિંદુઓમાં નહોતી પણ જો એ મજબુર વ્યક્તિ પોતાના ધર્મમાં પાછો ફરવ માગે તો એને  ‘વટાલાયેલો’  ગણી જાકારો આપવામાં એમની બહાદુરી ખીલી ઊઠ્તી!

# આખા હિન્દુસ્થાનોમાં બધે હિંદુઓ ધાર્મિક સ્થાનો પર મસ્જિદો બાંધી દીધી છે.  – એ દ્વારા એમણે એમની તાકાત, ને આપણી બાયલાગીરી પુરવાર કરી છે!

” વિક્ષિપ્તા” – ભાનુપ્રસાદ ત્રિવેદી

 

16 ટિપ્પણીઓ

Filed under ધર્મ, વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, શ્રધ્ધા-અંધશ્રધ્ધા, સમાજ, Kasak

ગ્રંથોત્સવ


બક્ષી સાહેબે “બક્ષીનામા”નાં બીજા ભાગનાં અગિયારમાં પ્રકરણમાં લખ્યું છે –

હું ફુંકાઈને પસાર થઈ જઉં પછી, જ્યોર્જ બર્નાડ શૉએ એમના વિલમાં લખ્યું છે એમ, હું જેટલો જલદી ભુલાઈ જઉં એટલું સારું (સુનર ફરગોટન, ધ બેટર). સાહિત્યમાં નામ મહત્વનું નથી, શબ્દ મહત્વનો છે. શબ્દમાં અન્દરુની તાકાત હશે તો જીવશે. અને જીવે કે ન જીવે, કોઇ જ ફર્ક પડતો નથી. નામ માત્ર એક નિમિત્ત છે.

-x-x-x-x-x-

સામાન્યરીતે સરકારી કામકાજમાં પરફેકશનનો આગ્રહ તો ઠીક અપેક્ષા ય રાખે એની માનસીક સંતુલતા અંગે કોઇપણના મનમાં શંકા પેદા થાય એ સ્વાભાવિક છે એટલે મને આ પોસ્ટ લખવા માટે હિચકિચાટ થતો હતો પણ પછી થયું આપણું (એટલે કે મારૂં જ સમજશે  એ વિશે હું સુનિશ્ચિંત છું!) ક્યાં ઠેકાણે છે? એ વાતને ન્યાય આપવા લખી જ નાંખુ એવું મન બનાવી લીધું

તો વાત જાણે એમ બની કે શ્રી ચંદ્રકાન્ત બક્ષી સાહિત્ય વર્તુળનાં કન્વિનર અને પરમ મિત્ર એવા શ્રી હરનેશ સોલંકીએ ફોન પર ઉકળાટ ઠાલવ્યો કે યાર, ‘ગુજરાત માહિતી ખાતા’ તરફથી “ગ્રંથોત્સવ” નામક એક પુસ્તિકામા‍ બક્ષી સાહેબનો નામોલ્લેખ જ નથી! મેં એ પુસ્તિકાની અહીં ભાળ કાઢી પણ મેળ ન પડયો એટલે હરનેશભાઈએ મોકલી તો ખબર પડી કે

* કુલ્લે ૯૬ (ચોપાનીયા જેવા)પાનામાં ૯૨ સાહિત્ય કૃતિનો બારાક્ષરી પ્રમાણે ક્રમાંક આપી પરિચય આપ્યો છે, જેમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો ‘સંદેશ’ છે તેમજ માહિતી કમિશનરે પણ સ્વહસ્તાક્ષરથી શુભકામનાઓ આપી છે.

* કિંમત નથી લખી એટલે અ(વ)મૂલ્ય હશે એવું માનીયે અને એ જ સારૂં છે કેમકે પ્રિન્ટીંગ ક્વોલીટી અને કન્ટેન્ટમાં  કંઇ દમ નથી.

* અનુક્રમણિકા જેવી કોઇ “વસ્તુ” હોય એ પણ કદાચ સંપાદકશ્રી ને ધ્યાન બહાર રહ્યું છે!

* ચંદ્રેશ મકવાણા એ (કોણ?) લેખક-સંપાદકનો બેવડો “રોલ” ભજવ્યો છે અને ‘પ્રસ્તાવના’માં પોતાના વિશે “ઉદાર” મને લખ્યું છે: “ પુષ્પોના જાણકાર (?!) એવા એક માળીને ઉત્તમ પુષ્પો પસંદ કરવાનું કાર્ય સોંપાયું.

પોસ્ટની શરૂઆતમાં બક્ષી સાહેબનું અવતરણ આપેલ એ જાણે બક્ષી સાહેબની અપેક્ષા હશે એમ ધારીને  ક્યાંય એમના  એક પણ પુસ્તકને યાદીમાંસમાવ્યુ  નથી! સાથે સાથે બક્ષી સાહેબની ધારી લીધેલ  “અપેક્ષા” સાથે સાથે અન્ય કેટલાનો ભોગ લેવાયો એવા થોડા નામ યાદ આવે છે એ લખું છું  આ યાદી હજું આપ પણ લંબાવી શકો… હરકિસન મહેતા, અશ્વિની ભટ્ટ, ગુણવંત શાહ, ધૃવ ભટ્ટ, જયંત ખત્રી, વિનેશ અંતાણી, રજની કુમાર પંડ્યા, દિલીપ રાણપુરા, દિનકર જોષી, કાજલ ઓઝા વૈદ્ય, મધુ રાય, સૌરભ શાહ, વિનોદ ભટ્ટ, ફાધર વાલેસ, તારક મહેતા,  …..

* સમજી શકાય કે એક જ બુકમાં એક સાથે બધાને સમાવવા મુશ્કેલ છે પણ વાંધો એટલા માટે આવે કે કેટલાયે લેખકોની એક થી વધુ એટલે કે બબ્બે, ત્રણ-ત્રણ અરે ચચ્ચાર કૃતિ સમાવી છે (નીચે આખું લિસ્ટ આપું છું એમાંથી કહેજો કે કેટલા લેખકો છે જેનાથી આપ અજાણ છો?) અને હદ તો ત્યાં થઈ કે “વસંતવિલાસ ફાગુ” નામની કૃતિ કે જેના કૃતિકારનું નામ પણ ખબર નથી એને લેવાનો ય ચસડકો રોકી ન શક્યા! એ નામમાં લખ્યું છે “અજ્ઞાત કવિ” અને એના વિશે સંપાદકશ્રી લખે છે- આ કૃતિમાં તો અંતે સંભોગ શૃંગાર રજૂ થયો છે તેથી જીવનના રસના ભોગી કોઇ યુવાન, શૃંગારિક જૈનેતર કવિ આ કૃતિનો કર્તા હશે એમ માનવામાં આવે છે.

* એવું પણ નથી કે બધી કૃતિ અને બધા કૃતિકારને “સાઇડ” કર્યા છે… લિસ્ટ પર નજર નાંખશો એટલે ખ્યાલ આવશે કે એમ તો ઘણા ઉત્તમ સર્જકોને પણ (કદાચ ભૂલથી) સ્થાન આપ્યું છે.

પાના નં અનુ. નં સર્જક
૦૫ ૦૧ અખો
૦૬ ૦૨ નારાયણ દેસાઈ
૦૭ 03 નગીનદાસ પારેખ
૦૮ ૦૪ જયોતીન્દ્ર દવે / ધનસુખલાલ મહેતા
૦૯ & ૨૨ ૦૫ & ૧૮ ચં.ચી. મહેતા
૧૦ ૦૬ આનંદશંકર ધૃવ
૧૧ & ૩૧ & ૯૧ ૦૭ & ૨૭ & ૮૭ ‘દર્શક’
૧૨ ૦૮ રમણલાલ સોની
૧૩ & ૩૦ & ૭૨ & ૯૪ ૦૯ & ૨૬ & ૬૮ & ૯૦ કાકા સાહેબ
૧૪ ૧૦ નંદશંકર મહેતા
૧૫ ૧૧ કલાપી
૧૬ & ૪૭ ૧૨ & ૪૩ ન્હાનાલાલ દ. ત્રવાડી
૧૭ & ૨૬ & ૪૯ & ૫૮ ૧૩ & ૨૨ & ૪૫ & ૫૪ ક.મા.મુનશી
૧૮ ૧૪ પદ્મનાભ
૧૯ ૧૫ નરસિ‍હરાવ દિવેટીયા
૨૦ ૧૬ સ્વામી આન‍દ
૨૧ ૧૭ પ્રેમાન‍દ
૨૩ ૧૯ દયારામ
૨૪ ૨૦ ’સ્નેહરશ્મિ’
૨૫ ૨૧ ર.વ.દેસાઈ
૨૭ ૨૩ સુરેશ જોશી
૨૮ ૨૪ નિર‍જન ભગત
૨૯ ૨૫ ઇશ્વર પેટલીકર
૩૨ ૨૮ ’ધુમકેતુ’
૩૩ ૨૯ જયશંકર ભોજક
૩૪ ૩૦ ગુણવંતરાય આચાર્ય
૩૫ ૩૧ પંડિત સુખલાલ
૩૬ & ૬૮ ૩૨ & ૬૪ દલપતરામ
૩૭ & ૮૩ ૩૩ & ૭૯ ગાંધીજી
૩૮ ૩૪ સરદેશર ખબરદાર
૩૯ ૩૫ ગિજુભાઈ બધેકા
૪૦ & ૫૬ ૩૬ & ૫૨ રા.વિ. પાઠક ‘દ્વિરેફ’
૪૧ ૩૭ ચંદ્રવદન મહેતા
૪૨ ૩૮ જયંતિ દલાલ
૪૩ ૩૯ રાજેન્દ્ર શાહ
૪૪ & ૬૭ ૪૦ & ૬૩ ’નર્મદ’
૪૫ ૪૧ ભાલણ – પ્રેમાનંદ
૪૬ & ૮૨ ૪૨ & ૭૮ ઉમાશંકર જોશી
૪૮ ૪૪ બાલમુકુન્દ દવે
૫૦ ૪૬ સુ‍ન્દરમ
૫૧ ૪૭ કાન્ત
૫૨&૫૩&૯૬ ૪૮&૪૯&૯૨ બંસીધર શુક્લ
૫૪ ૫૦ ગુલાબદાસ બ્રોકર
૫૫ ૫૧ મણિલાલા નભુભાઈ દ્વિવેદી
૫૭ ૫૩ ચંદુલાલ પટેલ
૫૯ ૫૫ નવલરામ પંડ્યા
૬૦ ૫૬ બ.ક.ઠા.
૬૧ & ૭૪ ૫૭ & ૭૦ રમણભાઈ નીલકંઠ
૬૨ ૫૮ ગુજરાત ગ્રંથનિર્માણ મંડળ
૬૩ ૫૯ મહાદેવભાઈ દેસાઈ
૬૪ ૬૦ મૂળશંકર ભટ્ટ
૬૫ & ૬૬ ૬૧ & ૬૨ પન્નાલાલ પટેલ
૬૯ ૬૫ જીવરામ જોશી
૭૦ ૬૬ યશવંત મહેતા
૭૧ & ૭૩ & ૯૨ ૬૭ & ૬૮ & ૮૮ ઝવેરચંદ મેઘાણી
૭૫ ૭૧ બોટાદકર
૭૬ ૭૨ રણછોડભાઈ દવે
૭૭ ૭૩ ચુનીલાલ મડિયા
૭૮ ૭૪ પ્રિયકાન્ત મણિયાર
૭૯ ૭૫ ભગવાન સહજાન‍દ
૮૦ ૭૬ કૃષ્ણલાલ શ્રીધરાણી
૮૧ ૭૭ અજ્ઞાત કવિ
૮૪ ૮૦ મહર્ષિ દયાનંદ સરસ્વતી
૮૫ ૮૧ કિશોરલાલ મશરૂવાળા
૮૬ ૮૨ ગોવર્ધનરામ ત્રિપાઠી
૮૭ ૮૩ હેમચંદ્રાચાર્ય
૮૮ ૮૪ શામળ
૮૯ ૮૫ નરસિંહ મહેતા
૯૦ ૮૬ પ્રેમાનંદ
૯૩ ૮૯ હરિન્દ્ર દવે
૯૫ ૯૧ રતનજી શેઠના

~ અમૃત બિંદુ ~

જે માણસનું નામ છે કે નહીં એ યાદ આવવાનું ભૂલાઈ ગયું એવા માહિતી કમિશનર શ્રી ભાગ્યેશ જહા એ “મીસીંગ બક્ષી” માં લેખ લખ્યો છે જેનું શિર્ષક છે: “એ માણસનું નામ છે, બક્ષી” !

7 ટિપ્પણીઓ

Filed under ગુજરાત_ગુજરાતી, વૃતિ - પ્રવૃતિ, સમાજ, સાહિત્ય, Baxi Babu - Chandrakant Baxi

અયોધ્યા: ગઈકાલ અને આવતી કાલ


કાલે ઝી-ન્યૂઝ કે એવી કોઇ ૨૪ કલાક ચરકતી ચેનલ જોઇ રહ્યો હતો, એમાં બજરંગ દળના વિનય કટિયાર, અન્ય કોઇ મુસ્લિમ નેતા જેનું નામ યાદ નથી અને ત્રીજા જજ હતા મીં સોઢી… આ “તૈયણ” જણા સાથે  પ્રસુન્ન (કદાચ) બાજપાઈ અયોધ્યા વિવાદ અંગે વાત ચીત કરી રહ્યા હતાં, અને સામન્ય રીતે થાય છે એમ જ પ્રસુન્ન મહાશય હિન્દુ નેતાની રીતસર પાછળ પડી ગયા હતા –

આપકી પહેચાન ક્યા હૈ ? અને આપ તો આંદોલનકારી હૈ ? અને હવે કેમ વાતચીતથી મસલો સુલઝવવાની વાત કરો છો ? થી વિ.ક. ને ઉકસાવવાની કોશિશ કરી રહ્યા હતા.

હંમેશની જેમ મારા દિમાગમાં સવાલો ઊભરતા રહ્યા કે સાલ્લુ મિડિયા વાળાને આરએસએસ, વિહિપ, બજરંગ દળ અને ભાજપ વગેરે વગેરે ને જ કેમ “આડે હાથ” લ્યે છે? ઘણા અલગ અલગ જવાબનું સંકલન કરીને કહું તો એવું લાગે છે કે કદાચ એક હિન્દુ બીજા હિન્દુ ને એટલા માટે પજવતો રંજાડતો રહે છે કેમ કે ત્રીજો હિન્દુ એટલે કે આપણે પ્રજાને આ ભવાઈ જોવા હાજર હોય છે અને એની મજા માણે છે!

વધુ કંઇ હું લખું એના કરતા અને હવે (કદાચ) આ ભાષા કોઇ નહીં લખી શકે એટલે આપણા સૌના પ્રિય એવા બક્ષી સાહેબના જ અમુક આર્ટીકલ્સમાંથી અંશો વાંચો-

-x-x-x-x-x-

૧૯૯૩માં પડી ગયેલ હિંદુ મુસ્લિમ દરારની પાછળ બે-ચાર મહિનાઓની ઘટનાઓ નથી, એનો આરંભ ૧૯૦૬માં થયો હતો. કેટલાક માને છેકે એ પ્રક્રિયા ૧૦૨૬માં મેહમૂદ ગઝની સાથે, કે ૧૧૯૨માં શહાબુદ્દિન ઘોરી સાથે,કે ૧૫૨૬માં બાબર સાથે શરૂ થઈ ગઈ હતી. આજનો પ્રશ્ન વધારે સરળ છે. હિંદુ અને મુસ્લિમ ભારતવર્ષમાં વહેતા રક્તના લાલ કણ અને શ્વેત કણ છે? કે યુગોસ્લાવીઆના સર્બ  અને મુસિલમની જેમ તેલ અને પાણી બની ગયા છે? ઉત્તર કદાચ “આવતીકાલ”નો ઇતિહાસ આપશે..

(પુસ્તક -યાદ ઇતિહાસ. લેખ – ગુજરાત સમાચાર : એપ્રિલ ૨૫, ૧૯૯૩)

આગામી દશકો સુધી સુધી ભારતવર્ષનો ઇતિહાસ એક પ્રશ્ન પૂછતો રહેશે: બાબરી મસ્જિદ ધ્વંસની ઘટના ક્ષણના આવેગનો અકસ્માત હતો કે પૂર્વયોજિત હતી? …. ઇતિહાસપરિપ્રેક્ષ્યમાં આ પ્રશ્ન મુકાય છે,અને માત્ર જનક્રાન્તિ નામનો એક શબ્દ શેષ રહી જાય છે.

વિશ્વ ઇતિહાસમાં આવી દિશાપરિવર્તક ત્રણ ઘટનાઓ મારી દ્રષ્ટિએ છે:

(૧) જુલાઈ ૧૪,૧૭૮૯ : પેરિસના બાસ્તિલની કિલ્લાજેલ પર જનતાનો હુમલો અને બાસ્તિલનો ધ્વંસ અને ફ્રેંચ ક્રાંતિનો પ્રારંભ,

(૨)ઑકટોબર ૨૪/૨૫, ૧૯૧૭: લેનિનગ્રાદ કે સેંટ પિટસબર્ગ કે પેત્રોગાદના ઝારના મહેલ પર બોલ્શેવિકોનું આક્રમણ અને ઝારશાહીનુંપતન અને રશિયન ક્રાંતિનો પ્રારંભ

(૩)ડિસેમ્બર ૬, ૧૯૯૨: અયોધ્યાની બાબરી મસ્જિદ પર હિંદુ કારસેવકોનું આક્રમણ અને બાબરી ખંડન અને હિંદુસ્તાનના ઇતિહાસનો પૂરો યુ-ટર્ન.

…… એક દિવસ કદાચ જ્યાં બાબરી ઢાંચાની ઘુમ્મટો હતા ત્યાં રામમંદિરના ઝળહળતા કળશો ઊગતા સૂર્યના પ્રકાશમાં ચમકતા હશે…

(પુસ્તક -યાદ ઇતિહાસ. લેખ – ગુજરાત સમાચાર : માર્ચ ૧૪, ૧૯૯૩)

હિન્દુસ્તાનને અને ખાસ કરીને ગુજરાતને ધાર્મિક એખલાસ રાખવાની સલાહો આપવામાં પશ્ચિમના દેશો સતત સક્રિય રહે છે. સારૂં છે. વેરઝેર ન હોવાં જોઇએ, હળીમળીને ચાલવું જોઇએ, ભાઈચારો રહેવો જોઇએ. એ વિષે કોઇ મતાંતર હોવાનું કારણ પણ શા માટે હોવું જોઇએ? ……. પશ્ચિમી દેશો ગુજરાતને સલાહો આપતા રહે છે, કારણકે દ્રોહી સેક્યુલારીસ્ટો અપપ્રચાર કરવામાં એક્કા છે. અંગ્રેજીમાં ટી.વી.પ્રવક્તાઓ અને પત્રાકારો માટે સ્વછંદતા અને દેશદ્રોહની ભેદરેખા ભૂંસાઈ ચૂકીછે.

(પુસ્તક- ૬૪ લેખો, લેખ – સંદેશ : ફેબ્રુઆરી  ૨૩, ૨૦૦૩)

~ અમૃતબિંદુ ~

બદમાશને ફાંસીને માંચડેથી ઉતારી લો, અને એ તમને ફાંસીના માંચડે ચડાવી દેશે. – અંગ્રેજી કહેવત

(પુસ્તક- ૬૪ લેખો, લેખ – અભિયાન:એપ્રિલ ૧૨, ૨૦૦૩નું ક્લોઝ અપ)

10 ટિપ્પણીઓ

Filed under સમાજ, સાહિત્ય, Baxi Babu - Chandrakant Baxi

DVD=’ગોલ્ડન ગુજરાત’ અને બક્ષીબાબુનો ‘સંવાદ’


ઘણા સમયથી સમય છટકી જતો હતો એટલે રવિવાર તારીખ 14 જૂન 2010નાં રોજ DVD જોવા માટે અલાયદો રાખ્યો.

ના, ના કોઇ નવી-જૂની ફિલ્મો કે કોઇ પ્રસંગની નહી પરંતુ એવી  DVD કે જે દોસ્તો તરફથી અમૂલ્ય ભેટ રૂપે મળી છે.

શ્રી કિન્નર આચાર્ય તરફથી ગોલ્ડન ગુજરાત

અને

શ્રી વિજય ટાંક તરફથી ‘સંવાદ’

હવે એ DVDs  વિશે –

1 આમ તો ‘ગોલ્ડન ગુજરાત’ વિશે મોટાભાગના મિત્રોને જાણ જ હશે છતાંપણ કોઇને ખ્યાલ ન હોય તો –

* રાજકોટના ‘રાધે ગૃપ ઑફ એનર્જી’ તેમજ ‘અકિલા’ દૈનિકે સ્વર્ણિમ ગુજરાત જયંતિ નિમિત્તે એક અવિસ્મરણીય અને અનમોલ ભેટ આપી છે.

* દેશ-વિદેશમાં ફરતા  ગુજરાતીઓને ગુજરાતથી અવગત કરાવવાની જહેમત. એમનું કહેવું છે કે 85% જેટલું શુંટીંગ અત્યારે જ કરેલ છે બાકી અમુક કલીપ્સ જ રેકોર્ડમાંથી લીધેલ છે (જેમ કે માતાના મઢની પદયાત્રાના દ્ર્શ્યો તો અત્યારે ન જ હોય એટલે રેકોર્ડમાંથી લીધા હોય એવું બની શકે )

* લગભગ 3 કલાકની આ ફિલ્મ ચાર ભાગમાં વહેંચેલ છે

1- દક્ષિણ ગુજરાત   2 -મધ્ય અને ઉત્તર ગુજરાત  3-સૌરાષ્ટ્ર    4- કચ્છ અને સૌરાષ્ટ્ર

* મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વિમોચન થયું છે.

* આ દસ્તાવેજી ફિલ્મની સ્ક્રિપ્ટ, પરિકલ્પના અને ડાયરેકશન કિન્નર આચાર્યનું છે. પ્રાર્થિત શાહે રિસર્ચ કર્યુ છે… (એક આડ વાત કે 2-3 વરસથી ઓરકુટ પર આ પ્રાર્થિત શાહ સાથે ક્યારેક વાતચીત થતી પણ એમનું નામ લખતા મને હંમેશા તકલીફ અને ભૂલ થઈ છે 😉 )

*  જયવસાવડા અને અન્ય મિત્રો ફિલ્મની શરૂઆત કરે છે.

* આ બન્ને જૂથે સાચા અર્થમાં ગુજરાતને અમૂલ્ય ભેટ જ આપી છે કેમ કે ના તો તેઓએ આના કૉપિ રાઇટ પોતાના પાસે રાખ્યા છે અને ના તો આની કોઇ કિંમત!! અને શિક્ષણ સંસ્થા કે કોઇ પણ લોકો આની કૉપિ કરે તો એની છૂટ રાખી છે સાથે સાથે તેઓ એમ પણ કહે છે કે કિન્નરભાઈને 98253 04041 પર કૉલ કરીને  આની માસ્ટર કૉપિની માંગણી પણ કરી શકે છે.

* યુ ટ્યુબ પર પણ Golden Gujarat શોધી શકશો.

2 દુબઈસે ભાઈને સાહિત્યના ડૉન ગણાતા બક્ષી બાબુ સાથેના ‘સંવાદ’ ની DVDs મોકલાવી.. ફોડ પાડીને કહું તો અત્યારે દુબઈ રહેતા મિત્ર વિજય ટાંકે (કદાચ) 2005માં ‘ઇ ટીવી-ગુજરાતી’ પર શ્રી જય વસાવડા દ્વારા શ્રી ચંદ્રકાન્ત બક્ષી સાથે થયેલ “સંવાદ” નાં બન્ને એપિસોડ તેમજ મિર્ઝા ગાલીબનું રેકોર્ડીંગ મોકલાવ્યુ.

‘ઇ ટીવી-ગુજરાતી’ પર સંવાદ કાર્યક્રમના સુત્રધાર સૌરભ શાહ (રિસર્ચ – શિશિર રામાવત) અને જય વસાવડાના (રિસર્ચ – કિન્નર આચાર્ય) હતા એ ઘણા બધા એપિસોડ જોયા છે (બીજા એન્કર પણ અમુક એપિસોડમાં હતા પણ ઓળખતો નથી અને નામ પણ યાદ નથી) પણ એ વખતે બક્ષી બાબુ વાળો એપિસોડ જોવાનું ચૂકી ગયો હતો. એમના અવસાન પછી રિપીટ ટેલીકાસ્ટ વખતે ખટકો રાખીને બન્ને એપિસોડ જોઇ લીધા હતા…. ત્યારબાદ ઓરકુટ પર ઘણા યારબાદશાહો પાસે ‘સંવાદ’ની ડિમાન્ડ સાંભળી પણ કોઇ પાસે ઉપલબ્ધ નથી એવું સાંભળવા મળતું, ઇવન શ્રી ચંદ્રકાન્ત બક્ષી સાહિત્ય વર્તુળનાં કન્વીનર મિત્ર હરનેશ સોલંકી પણ કહેતા હતા કે એની શોધ ચાલે છે. પણ જીસસ કહેતાને તારા બધા સવાલ ખરી જશે ત્યારે જવાબ મળશે. તેમજ જે શોધ કરીને થાકી જાય ત્યારે અચાનક તમને “તત્વ” મળે છે એવી રીતે  અચાનક , આકસ્મીકપણે વિજય ટાંકે સામેથી મને કહ્યું કે ‘સંવાદ’ની કૉપિ ખપે?

નામ લખવા શક્ય નથી પણ નેટ પર બક્ષીબાબુના ઘણા દિવાના ને મળવાનું થયું છે અને દરેક પાસે કંઇક ને આપવાનું જ હોય છે અને મને આપ્યુ જ છે એમાં આ વિજય ટાંક એક ઓર યારબાદશાહ મળ્યા. એમને તો હું થેંકયુ પણ ન કહી શકુ એવી અમૂલ્ય ભેટ આપી છે.

ઉમેરો (૧૩-૦૯-૨૦૧૦)

ઓરકુટની ‘ચંદ્રકાન્ત બક્ષી’ કોમ્યુ પર અંકુર સૂચકે શે’ર કરેલી યુ ટ્યૂબ લિન્ક –

~  અમૃત બિંદુ ~

સલામ ‘ગોલ્ડન ગુજરાત’ ની સમગ્ર ટીમને

7 ટિપ્પણીઓ

Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, ગુજરાત_ગુજરાતી, વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, વૃતિ - પ્રવૃતિ, સંવેદના, સમાજ, સાહિત્ય, Baxi Babu - Chandrakant Baxi

ચોથી પૂણ્ય તિથિ : બક્ષી સાહેબ ને સાદર શ્રધ્ધાંજલી


ચચ્ચાર વરસથી બક્ષીસાહેબ આપણી વચ્ચે સદેહે ભલે નથી પણ અક્ષરદેહે હંમેશા છે અને રહેશે એ વિશે કોઇ મતમતાંતર ન હોય શકે .  એમના ગદ્યથી તો સૌ કોઇ પરિચિત છે જ અને એવો ગુજરાતી ગોતવો મુશ્કેલ છે જેને બક્ષીબાબુનું ગદ્ય ગમતું ન હોય ! પણ આજે આપણે બક્ષી સાહેબની કવિતાનો આસ્વાદ માણીયે…. (આ રચનાઓ  “એકવચન” માંથી લીધેલ છે. બે શિર્ષક અને પ્રાસ સાથે છે )

“તડકો”

પુરુષની ખડતલ છાતીને પાણી પાણી કરતો તડકો

તળાવના  પાણીની  ઉપર  ટૂકડે ટૂકડે તરતો તડકો

પૂરબ-પશ્ચિમ  ગોળાકારે  સંતકૂકડી  રમતો  તડકો

વેકેશનમાં બેંચો ઉપર થાકીને સુસ્તાતો તડકો

ઝીણી ઝીણી બંધ આંખોની અંદર સંતાતો તડકો

વિધવાની આંખોની નીચે ઉંમર બાળી નાંખતો તડકો

મજદૂરોના પરસેવા પર કાળો કાળો સરતો તડકો

સવારની ભીની મિટ્ટી પર પહેલું ઝાકળ પીતો તડકો

આગ વરસતી ગ્રિષ્મ ઋતુની લૂ માંથરથરતો તડકો

પત્તે પત્તે લીલાશ ઘૂટતો જાદુગર જુનો તડકો

બુટની નીચે તરફડતા પતંગિયાની પાંખોનો તડકો

મનની ભીની આબોહવામાં ધીરે ધીરે હાલતો તડકો

~*  ~ * ~*  ~ *~*  ~ * ~*  ~ *~

“ત્યારે”

ઘુંઘરૂંમાંની રણઝણ સૌદાગરની આંખોમાં ઊભરી જ્યારે

વાતાયનમાં દૂરદૂરની ઔરતબાજી લપકી ત્યારે

જૂઠી જૂઠી દુનિયાદારી પત્થરદિલમાં ઝડતી ત્યારે

આંખોમાં પરસેવો છૂટ્યો હકદારી ડૂબી ગઈ જ્યારે

મહેફિલ-મહેફિલ શોર શરાબી, ખૂની આંખો છલકી ત્યારે,

આંસુ આગની ચકમક થઈ ગઈ, ભૂલની સીમા તુટી જ્યારે

તારી ચુસ્તી તોડી ત્યારે , મારી અસ્થિ ઊડી ત્યારે ….

~*  ~ * ~*  ~ *~*  ~ * ~*  ~ *~

જિંદગી એક સુરમઈ શબનમી (મચ્છરદાની)

પૂર્વની દિશા હતી જીવનમાં

અને વરસાદના દેશોમાં

મારી વાસનાઓ  પુખ્ત થઈ હતી

ચામડી સૂંઘતા સૂંઘતા હું  પડઘા સાંભળતો રહ્યો

સ્તનની નીચેના ઉફનતા દૂધના

માણસની ભૂખના,

પૃથ્વીના,

ખરતા પાંદડાનાં,  જેની પાછળ વર્ષોનો પ્રવાસ હતો

રાત્રે છાતીમાં દુ:ખ ભરીને ભીડાવાનું

ચાંદનીમાં, છાના પડી ગયા

વર્તમાનકાળની વાસ

અને સાથળો પર  ઊગતો સૂર્યોદય

ઓ શરાબી

નાનપણમાં મીણ ઘસતા હતા અને ચિત્ર ઊભરતું હતું એમ જ

આત્મા નગ્ન થઈ રહ્યો હતો

ફરીથી , સૂર્યના ટીપાં દરિયાની છાતી પર, થર થર

અને તડકાનું ફીણ,દરિયાની છાતી પર, થર થર….

~*  ~ * ~*  ~ *~*  ~ * ~*  ~ *~

રાતના પ્રેગનન્ટ અંધારામાં

ઇશ્વરે ચાંદની હોલવી નાંખી

અને સંહારલીલા શરૂ થઈ ગઈ,  આદિમ ભૂખની

ઇશ્વર તારી અપરંપાર લીલા

ગરોળીએ ફૂદાં પર ઝપટ મારી

વંદાની પાંખ લઈ જતી કિડિઓ પર

રંગ બદલતા કાચંડાએ જીભ લપકાવી

સાપણના દાંતમાં દેડકાના બચ્ચાનું પેટ તુટી ગયું

લાલ આંખો વાળા સસલાની રૂંઆદાર ચામડી ફાડીને

જંગલી કુત્તઓએ માંસમાં દાંત દબાવી દીધાં

ચકલીએ ઝાપટ મારી જાળુ  બાંધતા કરોળિયા પર

અને મેં માઇક્રોસ્કોપના કાચની આરપાર

કરોડો કવિતાઓને  સળવળતી જોઇ લીધી …

~*  ~ * ~*  ~ *~*  ~ * ~*  ~ *~

ઇતિહાસ પર ઘાસ ઉગી ગયું છે

તુટેલાં ચબૂતરા ચરાગ જલાવવા માટે

પાસ વહેતી નદીમાં બળદ ધોતો છોકરો

લૂણો ખાધેલી જર્જર ઇંટોનો રોમાંચ

અહીં ઔરંગઝેબ જનમ્યો હતો…..

કડિયાના ગધેડાની સૂકી હગાર પડી છે

તૂટેલા ભાલા દફન થયાં છે અહીં

અને ઘોડાના જડબાનું હાડકું

પત્થરની પાર્વતીનું છેદાયેલું… નાક

મરેલી ગરોળીઓની વાસ

અહીં ઔરંગઝેબ જનમ્યો હતો….

~ અમૃતબિંદુ ~

આમ તો બિંદુના બદલે આખો બક્ષી-સાગર (સાઇટ ) વહાવી દેવો હતો  . . . જેમાં અમે   નિલેશ વ્યાસ, રિવાબક્ષી, લજ્જા દવે, કેયુર કોટક, કાર્તિક મિસ્ત્રી , હિમાંશું કિકાણી અને હું .. બધા મળીને આ કામ પાર પાડવાનાં હતા પરંતુ આજ દિન સુધી કાર્તિક મિસ્ત્રી અને હિમાંશું કિકાણી તરફથી કોઇ સંદેશ જ નથી ! !

11 ટિપ્પણીઓ

Filed under સંવેદના, સાહિત્ય, Baxi Babu - Chandrakant Baxi

વિવાદનો મધપૂડો ….. સફળતાનું શહદ


કહેવાય છે કે સફળતા મેળવવા કરતા એને ટકાવવી અઘરી હોય છે. વિવાદાસ્પદ બનવાથી આ બન્નેમાં ઘણી મદદ મળી રહે છે . હંમેશા સફળતા માટે વિવાદની પ્રસુતિ જાણી જોઇને કરાતી નથી પણ હા, અમુકવાર સફળતા ટકાવવા લોકપ્રિયતાનો પારો ઊંચે કે વધુ ઊંચે લઈ જવા માણસને આવો કુવિચાર આવે ખરો અને નોર્મલ ડિલીવરીના બદલે ટેસ્ટ ટ્યુબ બેબી પદ્ધતિનો તો ઠીક સરોગેટનો પણ સહારો લઈ લેવાય છે.

ઘણા દાખલા છે કે જેઓની કોઇ ભૂલે વિવાદ પેદા કર્યો હોય  અને એ વિવાદે પહેલા જેટલું દુ:ખ/કષ્ટ આપ્યું હોય એ બધું એને ચક્રવૃધ્ધિ વ્યાજ સાથે સફળતાના રૂપમાં મળે છે યા તો એને એ રીતે રોકડી યાને એનકેશ કરતા આવડે છે. આવો રોકડીયો પાક લણવામાં  ઓશો… બક્ષી…મોદી… વગેરેને સારું ફાવે. ક્રમવાર એક એક દાખલો  લઈએ તો “સંભોગ સે સમાધી”,  “કુત્તી” અને “ગોધરા-અનુગોધરા કાંડ” .  પણ આ લોકોએ જાણી જોઇને કર્યુ હોય એમ નથી લાગતું પણ એના લીધે પડેલી તકલીફનો એ લોકોને “ફાયદો” ઊઠાવતા આવડયું.

એક કૉલમીસ્ટે જેમના (વર્ષો) પહેલાના લેખમાં વિવાદ ન આવે એવું (યાને તટસ્થ કહી શકાય)  સ્ટાન્ડર્ડ/પૉલીસી રાખી હોય એવું “પ્રતિત” થતું  પણ પછી કહાનીમેં ટ્વીસ્ટ મંગતા હૈ ના? ? આ વાતને અહીં અટકાવીને મૂળ વાત કરીયે તો – હમણાનો ‘હોટ ટૉપિક’ છે “હુસૈનને હિન્દુસ્તાન ક્યોં છોડા ?!”  આ વિષયને લગતી પ્રસ્તાવના કહી શકાય એવી  પોસ્ટ જોવા માટે અહિં કલીંક કરી શકો છો.

જેમ તમને ન ગમે કે ન સમજણ પડતી હોય તો અન્ય લોકો પાસે એવો દુરાગ્રહ ન રાખી શકો કે તમે પણ સમજણની આંખ બંધ કરી દો એ તમારી સ્વતંત્રતા છે. એ રીતે જ જો તમને કોઇ કૃતિ ગમતી હોય તો અન્ય પર બ્રેઈન-વૉશ કરીને કેમ (માનસિક) દબાણ કરી શકો કે તમે પણ તમારી (ન સમજી શકવાની) સ્વતંત્રતા ગુમાવી મારા એંગલથી સમજો …. વાંચો..વાંચો… અને વાંચો જ ! !

અને આમાં પણ ડબલ સ્ટાન્ડર્ડ હોય છે…. રાજકારણ જ નહી પરંતુ આખી દુનિયા વાંચી લીધાનો અહમ પાળી પોષીને લુચ્ચાઈનું લેવલ પાર કરી જવાની ધૃષ્ટતા. તમે રેગ્યુલર ઓરકુટ યુઝર છો… એની તરફદારી કરતા લેખો પણ ઘસડો છો પણ એ જ ઓરકુટના ઓટલેથી તમારી સામે કોઇ થાય એટલે એ ચિરકુટ બને જાય? પાનનો ગલ્લો બની જાય છે ?!

તમારી કોમ્યુનીટીમાં એક મેમ્બર આટલી હલકી રીતે લખે – વફાદારીની વાતો કરતો બક્ષી થોડાક વધારે પૈસા માટે સંદેશમાંથી ગુજરાત સમાચારમાં અને ગુજરાત સમાચારમાંથી દિવ્ય ભાસ્કરમાં લંગુરની જેમ કુદકા મારતો હતો જ્યારે જય સર ગુજરાત સમાચારને વફાદાર રહેલ છે… તો પણ તમે એને કંઇ ટોકતા નથી! કારણ ? રાજકારણ ? પણ આ જ વાતનું અલગ રીતે પુનરાવર્તન “સચ કા સામના” ટૉપિકમાં  થાય અને એ મોડરેટર (એટલે કે હું) એકપણ  પક્ષને કહેતો નથી…. વાત વધુ પડતી આગળ ચાલે છે અને બન્ને પાર્ટીને અટકવાનું માત્ર સૂચન કરૂં છું  તો એક પાર્ટી સહમત થાય છે. પણ પેલા લેખક જીવને એક સામાન્ય છોકરી છોલી નાંખે એટલે લુચ્ચાઈ..રાજકારણ યાદ આવી જાય ?!

અહીં ઓરકુટની વાત કરીને મુદ્દો આડે પાટે ચડાવતો નથી પણ બક્ષી જેવા લેખક (કે જેઓની આંગળી પકડીને જ તો પુસ્તક રસ્તે હાલતા શીખ્યા હતા એટલા માટે નહી) એના વિશે પાનના ગલ્લા જેવા ઓરકુટના ઓટલા પર સીંગલ પોસ્ટ લખી ને પેલા મેમ્બરને અટકાવી શકતા નથી અને હુસૈન ચાચાના (વિ)ચિત્રો માટે એ જ પાનના ગલ્લા પર કોણી ટેકવીને  છોકરાવની ટોળકી ભેગી કરી તાળીઓ વગાડાવવી એ સામે પણ વાંધો લેવાનો આપણને હક્ક નથી… એ એમનું સ્વાતંત્ર્ય છે.

ફરીથી વાતનો દોર સાંધીયે તો એક કલાકાર માટે બીજો કલાકાર કે જાગૃત, પ્રબુદ્ધ્ નાગરીક, લેખક તરીકે તમે અમારી આંખ નહી ખોલો તો કોણ ખોલશે? (અને એના પૈસા પણ મળે જ છે ને?) કાના બાંટવા ….કેયુર કોટક અને અન્ય લોકો અનુક્રમે છાપા-બ્લોગમાં લખે એ સમજણ વિનાનું કહીયે એ તો ઠીક, પણ સાહેબ તમે એના પગમાં ચપ્પલ શું કામ નથી?- એ સમજાવવા બેસી જાવ? એમ. એફ. ની  રજનીશની સાથે સરખામણી કરવી એનાથી વધુ રજનીશનું અપમાન થઈ જ ન શકે… અને રજનીશને હિન્દુસ્તાને તગેડી મૂક્યા હતા? ઓકે.. તો પછી અમેરીકામાંથી કયા દેશમાં પુનરાગમન થયું હતું? એણે છોકરાવોને “મફત”માં પેઇન્ટીંગ્સ આપી દીધા એ બધુ કદાચ પ્રસ્તાવના સમજીયે અને આશા છે કે આગામી લેખમાં હુસૈને કયા એંગલથી એ ચિત્રો ચિતર્યા એ સમજાવશે તો કદાચ હું એકાદ “મહાન” કલાકારને સમજી શકવાનું પૂણ્ય કમાઈ શકીશ..

~  અમૃત બિંદુ ~

નાગાઈ અને નગ્નતાનો ભેદ ન સમજી શકીએ આપણે  એટલા નાદાન છીએ?

6 ટિપ્પણીઓ

Filed under Art, ગુજરાત_ગુજરાતી, વૃતિ - પ્રવૃતિ, સાહિત્ય, Baxi Babu - Chandrakant Baxi

ગુજરાતને ખપે છે એક ભડવીર લેખક


ચંદ્રકાન્ત બક્ષી સાહેબની પૂણ્ય તિથિ નજદિક આવે છે પણ અત્યારે ફરી વધુ એકવાર જાણી સમજીને ગેરસમજણો  ઊભી કરાવામાં (બક્ષી સાહેબના શબ્દોમાં કહું તો) ગોબેલ્સની અનૌરસ ઔલાદના કિડાઓ ફરી ખદબદી રહ્યા છે ત્યારે આ પુસ્તકની ઝલક આપીને બક્ષી સાહેબને એડવાન્સમાં શ્રધ્દ્ધાંજલી.

(એક મિત્ર પાસેથી જાણવા મળ્યુ કે તેઓ ચોક્ક્સ નથી પણ કદાચ ચિત્રલેખામાં પણ આવું કંઇક વાંચવા મળ્યુ હતું કે ગોધરાકાંડ બાબત ચંદ્રકાન્ત બક્ષી, સૌરભ શાહ, નવભારત સાહિત્ય મંદિર વગેરે પૂર્વગ્રહ પિડિત છે. )

ગોધરાકાંડ : ગુજરાત વિરુધ્ધ સેક્યુલર તાલિબાન

નવભારત સાહિત્ય મંદિર દ્વારા ઑગસ્ટ 2002માં પ્રકાશિત થયેલ આ પુસ્તિકામાં બક્ષી સાહેબના ગોધરાકાંડ દરમિયાન અને પછી પ્રકટ થયેલ 21 લેખોનો સમાવેશ કરવામાં આવેલ છે.  જેની કિંમત રૂપિયા 65-00 છે. ઑનલાઇન માટે ખરીદી માટે અહિં કલીક કરી શકો છો.

આ બુકમાં ના અવતરણો ફેસબુક પર સ્ટેટસ સ્વરૂપે મૂક્યા છે પણ અમુક મિત્રોએ માંગણી મૂકીકે એ બધા અને એ સિવાયના પણ થોડા અંશોની એક બ્લોગ પોસ્ટ બનાવીને જે લોકોને ખબર ન હોય એને આ બુકથી અવગત કરાવી શકાય.

* ગુજરાતના મુખ્યમંત્રી માટે જેટલાં ગંદા વિશેષણો વપરાયાં છે, અને જેટલાં ગંદા નામો અપાયાં છે એટલા સ્વતંત્ર ભારતના આટલા વર્ષોમાં કોઇ રાજ્યના મુખ્ય્મંત્રી માટે વપરાયા કે અપાયાં નથી. હવે પ્રશ્ન નરેન્દ્ર મોદી નામની એક વ્યક્તિનો રહ્યો નથી, હવે પ્રશ્ન છે ગુજરાતના ગૌરવ, ગરિમા,ગર્વિતાનો, ગુજરાતની અસ્મિતાનો, ગુજરાતના અસ્તિત્વબોધનો !

* અંગ્રેજી છાપાંઓના પત્રકરો  હજી બાલકાંડમાં છે, અંગ્રેજી ટીવીની સુંવાળી ઉદઘોષિકાઓને, જેમ નાના બાળકને પોતાના પેશાબમાં છબછબિયાં કરવાની મજા પડી જાય એમ,ગુજરાત વિષે, આપણી પિતૃભૂમિ ગુજરાત વિષે, અનાપશનાપ બકવાસ કરતા રહેવાની મઝા પડી ગઈ છે.

* વી.પી.સિંહ મુસ્લિમોના જૂના વહાલા છે અને એમણે કહ્યું કે હિંદુરાષ્ટ્ર વાળાઓએ દેશની આઝાદી માટે ક્યારેય કંઇ કર્યુ નથી. આવું ચાલશે તો હિન્દુતાન બોસ્નિયા બની જશે. પાકિસ્તાનમાં જનરલ મુશર્રફને જુઓ, એ કોમવાદ દબાવવા માટે કેવાં પગલાં લઈ રહ્યાં છે ?

* આખું કચ્છ 2001ના ભૂકંપમાં તબાહ થઈ ગયું. દુનિયાભરની પ્રેસ ફોટા લઈ ગઈ, પરંતુ કોઇએ એક પણ ગુજરાતીનો ફોટો ભીખ માંગતો જોયો છે? હું એ વાત જરાય સ્વીકારતો નથી કે તાજેતરનાં હુલ્લ્ડો બાદ ગુજરાતની આર્થિક અધોગતિ થઈ જશે. ગુજરાતી પ્રજાએ વાવાઝોડાં, દુકાળ,ધરતીકંપ અને હુલ્લ્ડો જોયા છે. આ પ્રજા પાસે એક જબરદસ્ત જિજીવિષા છે. આપણે ફિનિશીઅન અને આર્મેનિયન પ્રજા જેવા છીએ.

* મુસ્લિમ પાસે આગ લગાડીને ‘કાળું” કરવાનો અધિકાર હોય તો હિંદુ પાસે પણ છરો મારીને ‘લાલ’ કરવાનો અધિકાર આપોઆપ આવી જ જાય છે એ સત્ય હકીકત સ્વીકારવી જ પડશે.

* આયોધ્યામાં રામજન્મભૂમિ પર રામમંદિર હિંદુઓ બનાવે તો હિંદુસ્તાનના બૌધ્ધ, ખ્રિસ્તી, જૈન, પારસી લોકોને એટલે કે લઘુમતિઓને કોઇ વિરોધ નથી. પણ એક લઘુમતિ એટલે કે મુસ્લિમ લઘુમતિ અને આ પૂરી લઘુમતિ નહીં પણ એના અત્યંત ટૂંકી દ્ર્ષ્ટિવાળા, કટ્ટર, પછાત નેતાઓ દરેક કદમ પર વિરોધ કરી રહ્યાં છે.

-x-x-x-x-x-x-x-x-x-

અંગ્રેજીમાં પણ કોઇને આ જ પ્રકારની માહિતી સભર પુસ્તક વાંચવુ હોય તો   –

Godhra: The Missing Rage: S K Modi

Godhara missing rage - S.K.Modi

અંગ્રેજીમા લખતા આ લેખક અમદાવાદમાં રહે છે…અને ગોધરાકાંડ પરનું આ (કદાચ) એકમાત્ર અંગ્રેજી પુસ્તક છે જેમાં હિન્દી-અંગ્રેજી મિડીયાના બદદાનતી અને એકતરફી રિપૉર્ટિંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. (આવું ઓરકુટ પર મિત્ર નેહલ મહેતાનું સ્ટેટમેન્ટ છે. )

{ બન્ને ઇમેજનું સ્કેનીંગ મદદ કરવા બદલ નેહલ મહેતાનો આભાર. }

~ અમૃત બિંદુ ~

જો ૨૩ કરોડ હિન્દુઓ  ૭ કરોડ મુસલમાનો ની સામે પોતાનો બચાવ કરવાની તાકાત ન ધરવતા હોય તો કાંતો હિન્દુ  ધર્મ ખોટો છે કાંતો એમા માનનારા નામર્દ અને અધર્મી હોવા જોઇએ.હિન્દુ મુસલમાનો વચ્ચે કૃત્રિમ સુલેહ પોતાની તલવાર વતી અંગ્રેજ સરકાર જાળવે તેના કરતા હિન્દુ મુસલમાન તલવારથી મુકાબલો કરી હિસાબ ચોખ્ખો કરી લે એ હુ વધારે પસંદ કરુ.

 

ગાંધીજી
‘નવજીવન’
૨૯ ઓગસ્ટ ૧૯૨૦

16 ટિપ્પણીઓ

Filed under ગુજરાત_ગુજરાતી, સંવેદના, સાહિત્ય, Baxi Babu - Chandrakant Baxi