Tag Archives: ગુજરાત_ગુજરાતી

ગાંધીધામમાં પુસ્તક મેળો


“આપણી ઈંગ્લીશ ઘેલી માનસિકતાને લીધે ગુજરાતી ભાષા મરવા પડી છે.”

“અત્યારની પેઢી મોબાઈલમાં જ ગૂંચવાયેલી અને ઓતપ્રોત રહે છે.”

“ગાંધીધામમાં બસ લોકોને રૂપિયામાં કમાવામાં જ રસ છે.”

“બાળકોને બસ મોબાઈલ ગેમ્સ અને ટીવીમાં જ રસ છે.”

“વાંચવું છે એ લોકો પાસે પણ ટાઈમ જ ક્યાં?”

“લોકોને વાંચવામાં રસ જ નથી.”

“ચાળીસ-પચાસ ઉંમરની આસપાસ કે ઉપર વાળા મુનશી-મેઘાણી-બક્ષી-અશ્વિની ભટ્ટ-હરકિસન મેહતા-ગુણવંત આચાર્ય-નગીનદાસ સંઘવી-ગુણવંત શાહ-કાંતિ ભટ્ટ-તારક મેહતા-વિનોદ ભટ્ટને જ ઓળખે છે અને સાચવી બેઠા છે.”

“ચાળીસ-પચાસ ઉંમરની નીચે વાળો વર્ગ ધ્રુવ ભટ્ટ,  કાજલ ઓઝા, જય વસાવડા, ડૉ. શરદ ઠાકર, ધૈવત ત્રિવેદી, ઉર્વિશ કોઠારી, શિશિર રામાવત, કિન્નર આચાર્ય, અશોક દવે, સાંઈ રામ જેવાને જ ઓળખે છે.”

^ ઘણા લોકોની સાથે અમારી પણ આ અને આવી બીજી કેટલીયે માન્યતાઓ  હતી.

પણ રવિવાર,  તારીખ ૨૩ ડીસેમ્બર ૨૦૧૮ના રોજ અમુક  સ્થાનિક લેખકો અને કવિયત્રીનાં હસ્તે જ્યોત પ્રગટાવી ‘પુસ્તક મેળો’ ખુલ્લો મુકાયો ત્યારે અમને એવો અંદાજ હતો કે રવિવાર હોવાથી લોકો આરામથી ૧૧ – ૧૨ પછી  આવવાનું શરુ કરશે. પરંતુ અમારી એ કે એ સિવાય ઉપર દર્શાવેલી બધી ધારણાઓનો ભુક્કો બોલાવતી ભીડ થઇ અને સાડા નવ આસપાસ દીપ પ્રાગટ્ય વખતે જ લોકો આવી ગયાહતા. અને ત્રણ-ચાર કલાકમાં તો ચપાચપ ૭૦% આસપાસ પુસ્તકો ઉપડી ગયા! ઉત્સાહ અને ખુશીથી અમે સૌ અભિભૂત થઇ ગયા અને ‘અનબિલીવેબલ’ , ‘અનએકસપેકટેડ’ જેવા અંગ્રેજી શબ્દોએ દિમાગમાં પક્કડ જમાવી. એમ લાગ્યું કે છ વાગ્યા સુધીનો સમય રાખ્યો એ પહેલા જ વાવટા વિટાઈ જશે. તેમજ ત્રણ-ચાર પછી જેઓ આવશે એમને શું જવાબ આપીશું અને એમને એમ લાગશે કે પુસ્તકો જ નહોતા! એટલે અમુક મિત્રો કે જેઓ ૧૫-૨૫-૫૦ થી વધુ પુસ્તકોની ખરીદી કરી હતી, એમને વિનંતી કરીકે  એક કામ કરો, તમે લીધેલ આ પુસ્તકોનો ફોટો પાડી WA કરી દો. તમને આ પુસ્તકો અત્યારે નહિ પણ બે-પાંચ દિવસમાં ફરી સહજાનંદમાં જઈને લઈને આપીશું. અને એ મિત્રો ખુશી ખુશી સહકાર આપ્યો. તો બીજા લોકો પણ ‘બુકિંગ’ કરાવવા લાગ્યા!

આમ પુસ્તક મેળાનું સરવૈયું કાઢીએ તો અમે સાડા ત્રણ લાખ ઉપરાંતની વેચાણકિંમતના જે ડિસ્કાઉન્ટ બાદ લગભગ પોણા બે લાખની કિંમતના  બે હજારથી વધુ પુસ્તકો લઇ આવ્યા હતા એમાંથી એક સો આસપાસ જ વધ્યા અને જે બુકિંગ થયું એની એન્ટ્રી હજુ ચાલુ છે પણ ત્રણસોની ઉપરનો આંકડો તો અત્યારે જ થઇ ગયો છે.

                                           -x-x-x-x-x-

ભારત વિકાસ પરિષદ દ્વારા એવો નિર્ણય લેવાયો કે જે કાંય આર્થિક રોકાણ અને ખર્ચ થાય એ કરીને ગાંધીધામમાં એક પુસ્તક મેળાનું આયોજન કરીએ. અને એમાં મેનેજમેન્ટ તેમજ પ્રચાર-પ્રસાર વગેરે માટે આ પ્રકારનો અનુભવ અને ઉત્સાહ ધરાવનાર ‘પુસ્તક પરબ’ નો સાથ મળ્યો. તો સાથે સાથે ભુજ ખાતે સુપ્રસિદ્ધ સહજાનંદ રૂરલ ડેવલોપમેન્ટ તરફથી પણ ઉત્સાહ વર્ધક વાત આવી કે જેટલા પુસ્તક જોઈએ એટલા લઇ જાઓ. બધાનું પેમેન્ટ કરવું પણ જરૂરી નથી અને સામાન્યતઃ રવિવારે રજા હોવા છતાં માત્ર આ કાર્ય માટે રવિવારે પણ ખોલીશું. તો સાથે સાથે હોટેલ કંડલા ઇન્ટરનેશનલ જેવી કોમર્શીયલ પેઢી હોવા છતાં એમણે પુસ્તક મેળાના દિવસે હોલ તેમજ એ અગાઉ મીટીંગ તેમજ પુસ્તકો રાખવા માટે સ્ટોરેજની વ્યવસ્થા અને ચાય-પાણીની વ્યવસ્થા માટે પણ એક પણ પૈસો ન લીધો!

બસ, પછી તો આમ એકાદ મહિનો અને છેલ્લા દસ-બાર દિવસથી તો બધા લોકો પોતપોતાની રીતે યોગદાન આપતા રહ્યા અને એકબીજાના ઉત્સાહથી ઉત્સાહ બેવડાતો રહ્યો.

Book Fair in Gandhidham

‘પુસ્તક પૂરબ’ બાબતે વાત કરીએ તો ગાંધીધામમાં ડીસેમ્બર 2014ની સાલથી દર મહિનાના પહેલા રવિવારે ગોપાલપુરીનાં મેઈન ગેટ પાસે સવારે સાત થી નવ વચ્ચે ‘પુસ્તક પરબ’ યોજાય છે. ત્યાં રહેલ પુસ્તકોમાંથી કોઇપણ વ્યક્તિ પુસ્તકો લઇ જઈ શકે છે. વાંચીને આપી જાય એવો પણ કોઈ આગ્રહ નહિ. અને એ પણ નિ:શુલ્ક!  આ ચાર વર્ષ દરમ્યાન પુસ્તક પરબના પચાસ મણકા  યોજાઈ ગયા છે. એમાં ૨૧૦૦૦ જેટલા પુસ્તકોનું આદાનપ્રદાન થયું છે. આ ‘પુસ્તક પરબ’માં પુસ્તકો ક્યાંથી આવે? તો લોકો અલગ અલગ પ્રસંગ જેમ કે  જન્મ દિવસ, પૂણ્યતિથી, એનીવર્સરી કે અન્ય કોઈ ઇવેન્ટ નિમિત્તે પુસ્તક પરબને પુસ્તકો આપે છે એનાથી આ આયોજન થાય છે. લોકોને આગ્રહ છે કે આપણે કે આપણા સર્કલમાં આવી કોઈ ઇવેન્ટ હોય તો શક્ય હોય તો પુસ્તક પરબમાં પુસ્તકો આપીએ, જેથી વધુમાં વધુ લોકો સુધી એ પહોંચી શકે. એના માટે 99984 67291 પર સંપર્ક કરી શકો છો.

~ અમૃતબિંદુ ~

આ બ્લોગમાં એક વસ્તુની નોંધ કરજો કે અહીં કોઈનો  નામજોગ ઉલ્લેખ કર્યો નથી. પછી ભલે તે પ્રમુખ હોય, સેક્રેટરી હોય, લેખક હોય કે પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય કે અન્ય કોઈ હોય. કેમ કે આવા આયોજનો આવા  બધા ભારને નીચે મુકીને સહિયારી રીતે જ થતા હોય છે.

4 ટિપ્પણીઓ

Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, ગુજરાત_ગુજરાતી, વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, વૃતિ - પ્રવૃતિ, સમાજ, સાહિત્ય, Baxi Babu - Chandrakant Baxi

મારું (જ) સત્ય


૧૯૮૮ની સાલમાં એન્ટેક (ટીવીની કંપની)માં નોકરી કરતો હતો. એકવાર બધા નવરા બેઠા હતાં, અમે બધા કાઠિયાવાડી આમ પાછા ફાન્કોડી ખરાને? એટલે સહુ ઝીંક્યે રાખતા હતાં કે આમ કરી શકીએ ને તેમ કરી શકીએ, કોઈને ટીખળ સુઝ્યું, તો ચેલેન્જ મૂકી કે  EHT  ઊંધી ફિટ કરી શકો? એનો ડાયાગ્રામ જુવો કે આ ઊંધી ફિટ ન થાય,

TV EHT

TV EHT

પણ મેં કીધું ને આપણે ગુજરાતી અને એમાંયે કાઠીયાવાડી, એમ કંઈ મૂકી દઈએ? એક ભાઈએ ફિટ કરી દીધી! તમને થશે કે આ  થાય જ નહીં, કેવી રીતે કરી ?

તો એ ભાઈ સાહેબે PCBમાં ઊલટી ફીટ કરી દીધી. એ અલગ વાત છે કે પ્રેક્ટિકલી આ પોસિબલ નથી પણ વાત ઊલટી ફીટ કરવાની હતી, એ થઇ ગઈ એટલે આમ જુવો તો એ હાર્યો તો ન જ કહેવાય!!

આ બધું યાદ આવવાનું કારણ હમણાં કાત્જુ, માજીદ મેમણ વગેરે સંજુ બાબાની સજા માફીને લઈને જે રીતે દરેક ચેનલ પર પોતાનો કક્કો ખરો કરી રહ્યા છે એના પરથી યાદ આવ્યું.પણ અત્યારે ‘સંજુ સજા’ ઈશ્યુ વિશે કોઈના કે મારા વ્યૂ રાખીને વધુ માથું પકવવાનો નથી પણ આ પ્રકારના વલણ અંગે વિચાર આવે છે કે લોકો કેવા હોય છે? એકવાર બોલાય જવાય કે સ્ટેન્ડ લેવાય જવાય એટલે ગમે તેમ કરીને પોતાની વાત પકડી રાખવાની અને પ્રેક્ટિકલ કે સૈધાંતિક (થિયરી વાળી નહી) રીતે શક્ય કે યોગ્ય હોય કે ન હોય પણ હવે તો સિદ્ધ કરી જ બતાવવું કે મેં કીધું એ સાચુ એમ નહી મેં કીધું એ જ સાચું એ સાબિત કરી ને જ જંપવું.

અમૃતબિંદુ ~

અમુક લોકોમાં ‘સાચું હોય એ કહેવું’ એમ નહીં પણ ‘કહેવાય ગયું પછી એ સાચું છે’ એમ સાબિત કરવાની વૃતિ ઘર કરી ગઈ હોય છે.

update –

જૈન ધર્મની નયવિચારધારાથી હું પ્રભાવિત થયો છું. એક જ વસ્તુ જુદી જુદી અપેક્ષાથી કે દ્રષ્ટિથી જુદી જુદી દેખાય. નય શબ્દ ન્યાયની કરીબ છે. બધા નયોનું સંકલન એ પૂર્ણજ્ઞાન છે. જે નય એક જ દ્રષ્ટિને ખરી અને બીજી બધી દ્રષ્ટિઓને ખોટી સમજે, હું જ સાચો છું એમ સમજે, એ નય નથી એ નયાભાસ છે. છ આંધળાઓ અને એક હાથીની વાર્તા જૈન ધર્મનું પ્રસિદ્ધ ઉદાહરણ છે. દરેક આંધળો હાથીને પોતાની ‘દ્રષ્ટિ’થી જુએ છે! કાન કપડનારને હાથી સૂપડા જેવો, સૂંઢ પકડનારને ધોકા જેવો, દંતશૂળ સ્પર્શનારને ભૂંગળા જેવો, પગ પકડનારને સ્તંભ સમાન, પેટને અડનારને પખાલ જેવો, પૂંછડી ખેંચનારને હાથી લાકડી જેવો લાગે છે. અનુભવસિદ્ધ સત્ય જરૂર છે, પણ પૂર્ણ સત્ય નથી, માત્ર સત્યાંશ છે. આ કદાગ્રહી જ્ઞાન છે, હું જ સાચો છું એવો નયાભાસ છે. 

બીજા છ સરળ દેખાતા માણસો હાથીને જુએ છે. સૂંઢ અને મુખ એમ બે મોઢેથી એ પાણી પીએ છે માટે એ એને ‘દ્વિપ’ કહે છે, બીજો એના દાંત જોઈને ‘દંતી’ કહે છે, ત્રીજો એને હાથી કહે છે, એ સૂંઢ જેવા ‘હાથ’થી બધું કામ કરે છે, ચોથા માટે મદઝરતો હાથી ‘મતંગજ’ છે, પાંચમો દાંતને કારણે એને ‘દ્વિરદ’ કહે છે, છઠ્ઠાએ એની હડપચીને લીધે એને ‘કુંજર’ કહ્યો. આ બહુધર્મી પ્રાણી એકધર્મી બને છે ત્યારે હસ્તી કે હાથી બને છે. આ હાથીત્વ એ નય છે. કયું સાચું? હાથીનું ખંડદર્શન કે હાથનું અખંડદર્શન? અનુભવથી સમજાતું સત્ય પણ કેટલું અપૂર્ણ સત્ય હોય છે? 

(ધર્મ અને દર્શન, ચંદ્રકાંત બક્ષી, પૃ. 135)

^ Courtesy : Nehal Mehta

21 ટિપ્પણીઓ

Filed under ગુજરાત_ગુજરાતી, વૃતિ - પ્રવૃતિ, સમાજ, સાહિત્ય, Baxi Babu - Chandrakant Baxi, media, Nation, politics

પેઈન હો યા પાર્ટી – દિલ સે હો !


માત્ર પીને વાલો કો હી બહાના ચાહિયે એવું નથી પણ આપણી ઓ માન’સિક’તા જ એવી છે કે ગમે તે કરો, પાણીમાંથી પોરા કાઢવાના જ.

આજ-કાલ એફબી સ્ટેટસ, ટ્વિટસ, એસ.એમ.એસ. મિડીયા બધે ૩૧ ડીસેમ્બરની પાર્ટીને વખોડવાની સિઝન ભરપૂર ચાલશે. હું તો ૩૧ ડીસેમ્બર નથી ઉજવતો, એમાં કોઈ પૂર્વગ્રહ પણ નથી અને હરખપદુડો પણ નથી પરંતુ જેઓ ઉજવે છે એમના પ્રત્યે કોઈ ગિલા-શિકવા પણ નથી. જેને જે ગમે તે કરે એટલી આઝાદી આપણે આપી ન શકીએ?

મતલબ કે હું એમાં કશું ખોટું નથી જોતો કે થોડા દિવસ પહેલા ગેંગરેપ કે અન્ય કોઈ સેન્સિટિવ મુદ્દે ભેગા થયા હોય એ આજે પાર્ટી ન મનાવી શકે!

આપણે ખુદ એવા સંજોગોમાંથી પસાર નથી થતાં કે સવારે કોઈની સ્મશાન યાત્રામાં ગયા હોઈએ, બપોરે લગ્નમાં  અને સાંજે  કોઈની બર્થ ડે પાર્ટીમાં ‘પતાવી’ રાત્રે કોઈ દર્દીની ખબર કાઢવા નથી જતા ?!

શેક્સપીયર એ (કે કોઈએ) કહ્યું જ છે ને : “ જગત એક વિશાળ રંગભૂમિ અને આપણે એના પાત્રો છીએ. આપણા ભાગે જ્યારે જે પાત્ર આવે તે જાન રેડીને ભજવવાનું.” કોઈ દિલ-દગડાઈ નહીં કે નહીં કોઈ  ગિલ્ટી ફીલીંગ  રાખવાની –  એ જ પાત્રને સાચો ન્યાય છે.

 ~ અમૃતબિંદુ ~

> આ પહેલાની ૩૧ ડીસેમ્બર/ન્યૂ યર રિલેટેડ પોસ્ટ્સ <

https://rajniagravat.wordpress.com/2011/01/01/1_2/

https://rajniagravat.wordpress.com/2010/01/02/full-checking_fool-checking

https://rajniagravat.wordpress.com/2010/01/01/3members_3years_3idiots/

https://rajniagravat.wordpress.com/2010/12/28/xmas/

https://rajniagravat.wordpress.com/2009/12/31/100th-post/

4 ટિપ્પણીઓ

Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, ગુજરાત_ગુજરાતી, ધર્મ, વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, સંવેદના, સમાજ, media, Nation

વેજ_નોનવેજ=ફરાળી


બક્ષી સાહેબે કંઈક આ પ્રકારનું લખ્યું છે ને કે દરેક ઉંમરની એક મજા હોય છે, ૧૬ વર્ષની ઉંમરે ઉઘાડી છોકરીયોના ફોટા (અત્યારે તો એવો સવાલ થાય કે માત્ર ફોટા જ ?!;) ) જોયા હશે તો  ૬૧ વર્ષની ઉંમરે અન્ય કશું જોવામાં બાધા નહિ રહે.

જય વસાવડાએ પણ લખ્યું છે કે તેઓ બિન્દાસ પોતાના ઘરમાં પોતાના મધરની હાજરીમાં “પ્લે બોય” નાં પન્ના ઉથલાવતા.

આવી આવી વાતો એટલે યાદ આવી રહી છે કે અમુક મિત્રો જે પહેલા નોન વેજ sms મોકલતા તેઓ હવે સુવિચારોના ઓવરડોઝ મોકલી રહ્યા છે. આ પાછળ શું કારણ હશે?

* હવે આ ઉંમરે આવું આવું મોકલીશું તો લોગ ક્યા સોચેંગે ? એવો દંભ/ડર  હશે ? !

* બાળકો મોટા થઈ ગયા હોવાથી એમના હાથમાં મોબાઈલ આવી જાય અને જુવે તો બચ્ચે લોગ ક્યા સોચેંગે ? એવો દંભ/ડર  હશે ? !

* પૂરતી મજા માણી લીધી એટલે હવે એ બધું નિરર્થક લાગતું હશે?

* દિમાગમાં (બેકગ્રાઉન્ડમાં) ‘ઉમરીયા કટતી જાયે’ સંભળાતું હશે?

બીજી એક વાત કે નોન વેજમાંથી વેજ અને ખાસ તો શુદ્ધ(!) સાત્ત્વિક/ફરાળી sms શરૂ કરનાર males જ છે જ્યારે females તરફથી એ પ્રવાહ અવિતરત ચાલુ છે એટલે મને તો લાગે છે પુરુષોમાં દંભ અને ડર નો ભાવ સ્ત્રીઓ કરતા વધુ હાવી હશે .

અમૃત બિંદુ ~

અમિતાભને કોઈએ Non veg SmS અને અભિષેક વિશે કંઈક સવાલ કર્યો ‘તો એનો જવાબ:  “કભી કભી હમ એક-દુસરે કો  ફોરવર્ડ ભી કરતે હૈ !”

^  ક્યાંક વાંચ્યું/સાંભળ્યું  હતું, શબ્દશઃ યાદ નથી  

4 ટિપ્પણીઓ

Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, ગુજરાત_ગુજરાતી, ધર્મ, રમૂજ, વૃતિ - પ્રવૃતિ, સમાજ

ચોપડી અને ચોપડા


 • સમય ૨૦૦૮નો . શ્રી ચંદ્રકાન્ત બક્ષી સાહિત્ય મંડળ  નામક એક ગૃપ એ બક્ષી બાબુના દેહાંતને બે વરસ થયા, એ નિમિત્તે એ મંડળે એક ડીવીડી બનાવી અને એ ડીવીડી વિમોચન કાર્યક્રમની તડામાર તૈયારીના ભાગ રૂપે  પ્રતિષ્ઠીતો ને નિમંત્રી રહ્યા હતા. ભાઈ હરનેશ સોલંકીએ એક ‘પ્રતિષ્ઠિત’ ને નિમંત્રણ માટે વાત કરી તો એ ‘મહાનુભાવે’ જે કહ્યું એ સાંભળીને હરનેશભાઈને જે કળ ચડી હશે એ હજુ યે ઊતરી નહિ હોય. મહાનુભાવ ઉવાચ : “અચ્છા, બક્ષી સાહેબ પણ આવશે ને ?”
 • સમય જૂલાઈ ૨૦૧૧નો . હું ગાંધીધામથી ભુજ (ટ્રાવેલ્સમાં) જઈ  રહ્યો હતો. જય વસાવડા એ પ્રેમથી એમના બે પુસ્તક ગિફ્ટ કરેલ  ‘સાહિત્ય અને સિનેમા’  તેમજ ‘પ્રિત કિયે સુખ હોઈ માંથી   ‘સાહિત્ય અને સિનેમા’ વાંચી રહ્યો હતો. બાજુમાં બેઠેલી કન્યાનો સવાલ : “જય વસાવડા? સરસ. મારા પણ પ્રિય લેખક છે.” મારું ખુશ થવું સ્વાભાવિક છે. પણ ખુશી હંમેશા અલ્પ આયુ હોય છે. એણે ફરી ટમકું મૂક્યું : “જય વસાવડા કોઈ છાપામાં લખે છે કે નહિ?”
 • સમય ખબર  નથી પણ કદાચ નવેમ્બર જ હશે ધૈવત ત્રિવેદીને કોઈએ પૂછ્યું : “આ ર.પા. છે કોણ?”  (સવાલ બીજે પૂછાયો હતો પણ એના જવાબરૂપે DT એ FB પર દસ નોટસ સ્વરૂપે રમેશાયણ મૂકી એ દરેક ગુજરાતીએ (ચાહે પછી તે સાહિત્ય/કવિતામાં રસ ધરાવતા હોય કે નહિ ) વાંચવી એવો મારો આગ્રહ છે.
 • સમય ૦૭ ડીસેમ્બર ૨૦૧૧ નો. એક કંપનીમાં ગયો, મારા હાથમાં સફારીનો લેટેસ્ટ અંક  હતો. પછી જે થયું અને આ બ્લોગ પોસ્ટનું નિમિત્ત પ્રસંગ FB પર મૂક્યો હતો એ (કોમેન્ટ્સ સાથે)-
‎’ગુજરાતીઓને ચોપડીમાં નહીં પણ ચોપડામાં રસ (ઝરે) છે’ – એવું કહેવાય છે પણ મને તો આજે એનો (વધુ એક વખત) સાક્ષાત્કાર થયો =>

“વાહ! રજનીભાઈ તમને પણ વાંચનમાં રસ છે?, બતાવો તો કયું મેગેઝિન છે?”

હું હજુ ખુશી (વાંચો હરખ) થી મારા હાથમાંનું લેટેસ્ટ ‘સફારી’ આપવા જતો હતો ત્યાં ભાઈસાહેબ બોલ્યા “સફારી? આ પેલા RSS વાળાનું તો નથી ને? નહીતર નથી વાંચવું !”

લંબાયેલો હાથ પાછો લેતા મેં કહ્યું = “હા, RSS વાળાનું જ છે, તમે રહેવા દો” (તો કૃપા થશે)

^આ ભાઈસાહેબ ACCOUNTSના માણસ(?!?!?!?!?!?!?!) છે જે જાણ ખાતર .

  • Heena Parekh Hahaha.

   16 hours ago · Like
  • Harshad Italiya Safari last 5 yr thi bandh 6. 4 partner malta nathi lavajam bharva mate. :-/

   16 hours ago · Like ·  1
  • Kartik Mistry ‎@Harshad What’s big deal? It is investment. Go ahead.

   16 hours ago · Like ·  1
  • Envy Em Tamare yaar etlu ashwasan levu joie ke emne ‘RSS’ ni khabar che baki ava loko ghani vakhat patni ne puche ke aa chokra kona che ??? bahar kadh

   16 hours ago · Like ·  3
  • Harshad Italiya Yes kartikbhai next month thi avanu 6.

   16 hours ago · Like
  • Kartik Mistry I even don’t subscribe and directly get it from newspaper vendor. Safari’s postal department is mess and I don’t like to read it late 😀 (loyal Safari reader since issue #9).

   16 hours ago · Like ·  2
  • Rajni Agravat ‎Envy Em
   (માત્ર)મનમાં તો એવી ગાળો આપી કે કિન્નરભાઈની દેવ સા’બ આર્ટીકલ યાદ આવી જાયHarshad Italiya
   દોસ્ત Kartik Mistryની વાત (અને સલાહ) સાચી છે . હું ય સ્ટોલ પરથી જ ખરીદુ છું.

   16 hours ago · Like ·  3
  • Envy Em harshad, mari pase line lagti lavajam bharva vala ni..skim ma

   16 hours ago · Like ·  1
  • Ujval Adhvaryu HA HA HA RSS.

   16 hours ago · Like
  • Chetan Bhatt It is sign of intellect (as they believe) to criticise RSS and Hinduism. Baaki sab bakwas….

   16 hours ago · Unlike ·  2
  • Ujval Adhvaryu આજના સમયમા પણ એવા મુર્ખાઓ છે જે આરએસએસના હજીય ખાખી ચડ્ડિ અને કાળી ટોપી ધારી કુશ્તિબાજ જ સમજે છે .

   16 hours ago · Like ·  1
  • Varma Sanket હા હા હા. હું પણ બધાં મેગેઝીન સ્ટોલ ઉપરથી જ ખરીદું છું. ઘણીવાર હું મેગેઝીન લઈને બાઈક પર આવતો હોઉં ત્યારે એ બાઈકના હેન્ડલ આગળ મેં ખોસેલા હોય. પછી મારે રસ્તામાં ક્યાંક ઉભા રહેવાનું થાય-કૈક કામ હોય તો ય હું એને ત્યાં જ રહેવા દઉં છું. કારણકે મને ખબર છે કે એણે કોઈ ચોરી જવાનું નથી. હા હા હા

   16 hours ago · Unlike ·  4
  • Jayram Mehta વાંચવા માટે પૈસા ના હોય અને….વાંચનભૂખ સંતોષવા માટે મેગેઝીન્સ-બુક્સની ” ચોરીઓ ” થવા માંડે….એવો દિવસ ક્યારે આવશે ? સંકેત….તમે સાચા છો, બાઈકના હેન્ડલ પરથી મેગેઝીન્સ ‘સાથે લઈને’ જયારે તમે જવા માંડશો એ દિવસથી ” વાંચે ગુજરાત ” ખરા અર્થમાં સાર્થક થયું ગણાશે….

   15 hours ago · Unlike ·  4
  • Harshad Italiya Envybhai have lavajam bharo to jaan karjo.

   15 hours ago · Like
  • Vivek Rabara ચાલુ ટ્રેને ચડી જવાની આ બધાની હે’બિટ'(બીટ પણ બૌ વધારે) હોય છે.

   14 hours ago · Like
  • Praful Kamdar માનું છું કે એ ભાઈ ફેસબૂક પર ન હોય……ને ફેસબૂક પર જેટલાં આપણાં મિત્રો છે તેમાંના કેટલાં ‘ સફારી ‘ વાંચે છે ? ઠીક છે, આ કારણે ઘણાંને ખબર પડશે કે ‘સફારી ‘ જેવું કોઈ મેગેઝીન છે અને રજની ભાઇ પણ વાંચે છે…બે ચાર પાંચ મેગેઝીનનો ઉપાડ થઈ જાય તો કંઈ કે’વાય નહીં……આભાર.

   13 hours ago · Like ·  1
  • Raj Prajapati તે બિચારા ભાઇ હતા ને એટલે હાથ પાછો ખેચી લીધો છે. જો…… હોત તો ચાલુ ટ્રેનમાં ચડીને મેગેઝીનના અંદરના પાને મોબાઇલ નંબર લખીને સામેથી આપવા ગયા હોત….

   13 hours ago · Unlike ·  1
  • Parth Joshi

   Ha ha safari ne rss ne su leva deva ?
   safari hun dar vakhate rokade j kharidu chu su che ke 3ji 4thi ae aavi jay ne .
   baki me aekad var amuk magazine chorelu che doctor na waiting room ma request kari vanchava lai java do anhi time nathi hu…See More
   11 hours ago · Unlike ·  1
  • Parth Joshi jyan jaiye tyan scn kari leva nu

   11 hours ago · Like
  • Envy Em Praful Kamdar, Safari gujarat mate 24 carat no diamond che. Ketla loko vanche che e to 2 divas pachi stall par koi leva jay to y khabar padi jay..madvu muskel hoy che.
   Baki, Rajnibhai e je kisso lakhyo e to sanatan satya che Gujarat mate. Paisa sivay kasha ma ras nathi samany loko ne.

   7 hours ago · Unlike ·  1
   • Harnesh Solanki હવે તો ચોપડા ( પ્રેમ), રાવલ ( પરેશ ), કુમાર ( અક્ષય) વિ.ને ગુજરાત અને ગુજરાતીમાં વધારે રસ જાગ્‍યો હોય તેવું લાગે છે……..

    ~ અમૃતબિંદુ ~

    હે પ્રભુ! મને ગમે તેવા દુઃખ/વિપત્તિ આપજે પણ કદી કોઈ અરસિકને કવિતા સંભળાવવી પડે એવો અવસર ન આપજે

    ^આવું કંઈક સંસ્કૃત સુભાષિત છે (કોઈ સાચુ અને પૂરું યાદ અપાવજો  એટલે અહીં સુધારી શકું )

7 ટિપ્પણીઓ

Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, ગુજરાત_ગુજરાતી, વૃતિ - પ્રવૃતિ, સંવેદના, સમાજ, સાહિત્ય, Baxi Babu - Chandrakant Baxi

બક્ષીનામા : આપવડાઈથી છલકતો અંગત દસ્તાવેજ


શિર્ષક પરથી કદાચ એમ લાગે કે આજે બક્ષી સાહેબના જન્મદિવસે આ વાયડો રજની અગ્રાવત શું કરવા/લખવા બેઠો છે? !

પણ ના, આ શિર્ષક  મારા દિમાગની ઉપજ નથી પરંતુ મોરારીબાપુ દર વરસે ‘અસ્મિતા પર્વ’ નું આયોજન કરે છે અને સૌ સાહિત્યકાર/પત્રકાર/કલાકાર એ પ્રસંગે જે વકત્વ કે કલા રજુ કરે છે એનું પ્રિન્ટવર્ઝન એટલે “અસ્મિતાપર્વ : વાક્ધારા” અને એના કુલ્લ દસ ભાગ મેં જોયા/વાંચ્યા છે, ત્યાર પછી પ્રકાશિત થયા હોય તો ખ્યાલ નથી! એમાનાં  દસમા ભાગમાં ભરત મહેતા  (કોણ?!) ના વકત્વ્યનું ટાઈટલ છે. એ વકત્વ્યમાંથી અમુક અંશો મૂકું છું બાકીની ટીકા-ટિપ્પણી જે કોઇ વાંચે એના પર છોડું છું.

 • ગુજરાતી ‘હું’ અંગ્રેજી ‘I’ની સરખામણીમાં દેખાવડો હોવા છતાં, વાંકોચૂકો વળી ગયેલો, નમ્રતાથી પુષ્પો વડે સ્વાગત કરતી કન્યા જેવો શરણાગતિનો ભાવ જગવતો દેખાય છે. જ્યારે ‘I’ માટે તો એમ કહેવાયું છે કે ‘I’ is always capital. આલોકપ્રીતિ, સ્વપ્રીતિની માનસિકતાનો આ સબળ પુરાવો છે. સવાલનો સવાલ એ રહે છે કે આત્મકથાને કળા સ્વરૂપ બનાવનારું તત્વ કયું વ્યક્તિનો ઇતિહાસ એ તો આત્મકથાની સામગ્રી છે. એ સામગ્રીને ભૂતકાળનાં ધૂળ ચઢેલાં પ્રસંગોને, સારી લખાવટ તાજગી આપે એવી થોડીક તાજગી ‘બક્ષીનામા’માં હાજર છે. એ આત્મકથામાં જરૂરી છે પણ એટલા માત્રથી આત્મકથા કળા બનતી નથી. અન્ય સ્વરૂપોની માફક અહીં સામગ્રીનું કેવળ પ્રયુક્તિઓ થકી થતું રૂપાંતરણ આસ્વાદ્યતત્વ નથી. એની આસ્વાદ્યતા પડી છે તુમલ આંતરદ્વંદ્વમાં.
 • ‘બક્ષીનામા’માંથી પસાર થતાં, એનાં બાવન પ્રકરણો પૂરાં કરતાંબાવન બહારો અનુભવ થાય છે? તિલક કરતાં ત્રેપન થયાંની વ્યર્થતા અનુભવાય છે.
 • કોઇ વ્યક્તિએ આત્મકથા લખવા કે નહીં લખવાનાં સચોટ કારણો હોય છે. બક્ષીએ આત્મકથા લખવાનું કારણ આપ્યું છે તે સાવ છીછરું છે. સરેરાશ હિન્દુસ્તાની ૫૬ વર્ષ જીવે છે. પોતે ૫૬ના થયા એટલે હવે આત્મકથા લખી નાખવી જોઇએ તેમ માને છે.
 • આરંભમાં જ બક્ષી લખે છે –  ‘ગુજરાતી ભાષાના આત્મકથા સાહિત્યમાં કલાપી. ગાંધીજી, મુનશીની યશસ્વી પરંપરામાં એક સૈનિક તરીકે હું જોડાઈ શક્યો છું એનો આનંદ છે, ગર્વ છે.’ (પૃ. ૧૧) પ્રચુર માહિતીના ખાં બક્ષીસાહેબની અહીં સરતચૂક છે કારણ કે કલાપીએ આત્મકથા લખી નથી!
 • યાજ્ઞીકના કારણે હિંદુસમાજને ફટકારે છે એમાં અતિશયોક્તિ છે. વિભીષણના પાત્રને અન્યાય કરી બેસે છે. ‘વફા’ શબ્દ હિંદુ નથી, હિંદુઓ વફાદાર નથી. ૮૭% હિંદુઓ હોવા છતાં સતત હારતા રહ્યા એવાં તારણો લગી પહોંચી જાય છે.
 • કલકત્તાની દુકાને બેઠેલા બક્ષીને ગુજરાતી વેપારી હોવાના કારણે બે બંગાળી છોકરાઓ ધમકાવી જાય છે ત્યારે અનુભવે છે કે પોતે જાણે જર્મનીમાં યહૂદી હોય, કલકત્તા પરનો પ્રેમ ઓસરી જાય છે.બે બંગાળી છોકરાની હેરાનગતિથી કંટાળેલા બક્ષીએ ભારતીય મુસ્લિમો સંદ્રભે વિચાર્યુ હોત તો બાબરીકાંડ કે ગોધરાકાંડ વખતે પ્રગટ થયેલી એમની પ્રતિક્રિયાશીલ વિચારણા હોત ખરી? આપવડાઈમાંય અતિશયોક્તિ વંચાય છે.
 • સાહિત્યમાં માનપાન વિશે બેફિકર છું એવી ડંફાશનો (‘પેરેલિસિસ’ઇનામ સંદ્રભના) આવા વિધાનો છેદ ઉડાડે છે. વળી, બક્ષીના સમગ્ર સાહિત્યપ્રદાનને લક્ષમાં લેતાં પણ એમનો આ દાવો સ્વીકારી શકાય એવો નથી.
 • ‘બક્ષીનામા’માં ગૌણ ચિત્રોમાં વડીલોનાં અહોભાવપૂર્વકનાં આલેખનો છે. સુદીર્ઘ દામ્પત્ય ભોગવનાર બક્ષી આત્મકથામાં એમનાં પત્ની બકુલાબહેનને હાંસિયામાં ધકેલી દે છે. એકાદ બે દ્રશ્યો સિવાય ક્યાંય કરતાં ક્યાંય નજરે પડતા નથી.
 • એવી જ રીતે સોળ વર્ષ પછીના નાનકડા નિવેદનમાં એમને દીકરી રીવા યાદ આવે છે.
 • જે નથી મળ્યું એનો વસવસો બક્ષીને કાયમ રહે છે.
 • ‘બક્ષીનામા’નો અસહ્ય ખંડ છે ગુજરાત, ગુજરાતી અને ગુજરાતી સાહિત્યકારોની એમણે કરેલી ટિપ્પણીઓ વાળો. આપણે ત્યાં જો કોઇ બિનગુજરાતીએ આવું લખ્યું હોય તો મોટો વિવાદ થઈ જાય. (આ વિશે ભરત મહેતા એ પૃ-૫૬, ૩૪, ૮૪, ૨૩૫, ૪૩૦, ૩૭૪, ૩૭૫ વગેરેમાંથી સવિસ્તાર અવતરણો ટાંક્યા છે જે અહિં ટાઈપ કરતો નથી)
 • પોતે ડીઘાનો દરિયો, દક્ષિણ ભારતના T-Estate કે ઇંગ્લેન્ડ જોયા વિના આલેખેલા એની ગૌરવભેર વાત કરે છે. પણ ગુજરાતી વછેરાલેખકો ‘લોકેશન’ પર જઈને જોયા વિના લખી શકતા નથી એમ નોંધીને લખે છે કે – ‘લખે તો એની ગુણવત્તા સેનેટરી ટોવેલ’થી વધુ નથી. (પૃ ૩૪૧)
 • થોડાંક સ્થાનો બાદ કરતાં ‘બક્ષીનામા’માં સપાટી પરનાં છબછબિયાં વધારે છે. દુર્ભાગ્યે આપણે ત્યાં એનોય એક મોટો વાચકવર્ગ છે. બહુશ્રુતતાનો ધસારો, અંટસંટ તત્વજ્ઞાન, ‘સાહિત્યકારોને અપ્રિય છું, લોકોને પ્રિય છું’ નો લવારો આત્મકથાને આંતરે છે. પોતાની શક્તિઓ વિશેના આત્યંતિક ખ્યાલ એમને બકવાસ સુધી ઘસડી જાય છે. એકાદ બે સારી નવલકથાઓ, થોડીક વાર્તાઓ અને માહિતીપ્રચુર પત્રકારીલેખો એમનું સરવૈયું છે. આ દસ્તાવેજનું સ્તર ઓળંગી શકતી, વળી દસ્તાવેજ પણ પાચો અંગત જ વધારે છે. તેથી ‘બક્ષીનામા’નું સમાજશાસ્ત્રી મૂલ્ય પણ નથી રહેતું. સુંદરમે બક્ષીને એક પત્રના જવાબમાં લખેલું – “તમારો બકવાસ મળ્યો, લાક્ષણિક છે.” ‘બક્ષીનામા’માંથી પસાર થયા બાદ મારે પણ સુંદરમના વિધાન નીચે કેવળ સહમતિની સહી જ કરવાની રહે છે.   
~ અમૃત બિંદુ
‘બક્ષીનામા’ મારી અંતિમ કૃતિ છે કે નહીં, મને ખબર નથી. મારે મારી આત્મકથામાં શું લખવું અને એ કેમ લખવી એ વિષે પણ અમુક વાચકોએ મને ધમકાવીને સલાહો આપી છે. વાચક માલિક છે, કોઇ શિકાયત નથી. પણ આ જિંદગીની વાર્તા તો પૂરી થવા આવી છે. આવતા ભવ ખ્યાલ રાખીશ….
મને તો એક જ વાતની ખબર છે. મારા પ્રિય કબીરની ભાષામાં કહું તો … સાંચી બાત કહૌ મૈ અપની, ભયા દિવાના ઔર કી સપની ( હું તો મારી પોતાની સાચી વાત કહું છું. તમારે મને દીવાનો કે સ્વપ્લદર્શી જે સમજવું હોય એ સમજજો.)
^ (ધારાવાહિક રૂપે પ્રકાશિત થઈ રહેલ ‘બક્ષીનામા’નો  ૪૦માં  પ્રકરણે પ્રવાહ અટકાવ્યો’તો ત્યારે બક્ષી સાહેબે વાચકોને પત્ર લખ્યો’તો એમાંથી….. )


22 ટિપ્પણીઓ

Filed under ગુજરાત_ગુજરાતી, વૃતિ - પ્રવૃતિ, સમાજ, સાહિત્ય, Baxi Babu - Chandrakant Baxi

તારીખ=૧, વાત=૨


સૌ પરથમ તો (અંગ્રેજી) વન પ્રવેશની  સૌને શુભકામનાઓ. 😉

સાથે સાથે એ વાત પણ નોંધી લઈએ કે જેમ દરેક (હા “દરેક”) બાબતમાં મેરા ભારત મહાન છે એમાં આ પણ છે કે ભારતવર્ષમાં જેટલા વર્ષ અને વર્ષગાંઠ છે એટલી કદાચ (અરે ! કદાચ શું પાક્કુ માનો તો ય વાંધો નથી) ક્યાંય નહી હોય!

જેટલા પ્રદેશ-ભાષા-જાતિ-ધર્મ એટલા વર્ષ તો ખરા જ એ સિવાય શૈક્ષણીક -ટેક્સ/ફાયનાન્સીયલ વગેરે લટકામાં. કોઇ મહીનો ખાલી ન જવો જોઇએ. છતાંય જો કોઇ મહીનો છટકવા માંગતો હોય તો અંગત રીતે પકડી રાખીયે જેમ કે જન્મદિવસ-સગાઈ-લગ્ન વગેરેની વર્ષ ગાંઠ!

જો કે આને હું  નકારાત્મક રીતે નથી જોતો, ઉત્સવો ઉજવતા રહેવાનો-આનંદ-ખુશી (અનેક્યારેક છાકટા થવાનો) આપણો એટીટ્યુડ છે.

બાય ધ વે આ વર્ષગાંઠ શબ્દમાં ગાંઠ પણ કંઇ એમને એમ નહી હોય એના પાછળ પણ કોઇને કોઇ તર્ક, કારણ કે  આશય હોવો ખપે….

-x-x-x-x-

આપણે એવા નાગરીક છીએ કે જે ધરાર નાગરીક ધર્મ પાળવા વિશે ઉદાસીન જ નહી પરંતુ બેદરકાર રહીએ છીએ અને પાછું એમાં આપણી બહાદુરી માનીયે. હા, પણ જો સરકારની વાત આવે તો બધો દારો-મદાર એના પર રાખીયે. સામે પક્ષે સરકાર પણ એવી શાણી (?!) છે કે ચલતા હૈ ની પોલીસીમાંથી ઊંચા આવવાનું નામ લ્યે! <-આખરે એ પણ બની તો છે આપણા થકી અને આપણા માંથી જ ને? !

નશાબંધી -લાયસન્સ-હેલ્મેટ-દબાણ-ટેક્સ (ચોરી) વગેરે બાબતોના સરકારી નિયમો (કાગળ પર) છે જ પરંતુ એમને અમલ કરવાની વાત આવે ત્યારે આપણે કાયદા કરતા એની છટકબારીનો જ અભ્યાસ કરીયે છીએ, અને જો કોઇ કાયદા મુજબ વર્તવાની ગુસ્તાખી કરે તો આપણે એને વેવલો કહીને હાંસીપત્ર બનાવીએ અને સરકારીયા માણસો (?!) પણ એને કાયદાની એવી માયાઝાળ/આંટીઘુટીમાં ‘સલવાવી’ દયે કે એ વ્યક્તિ કાનૂનનું પાલન ન કરવાનું પાણી મૂકી દે.

આપણે આપણી અનુકુળતા મુજબ કાયદો બનાવીયે-તોડીયે અને મરોડીયે એમાંની એક વાત.

જે વર્ગ દારૂ , ના ના મદ્ય પાન કરે છે એ ઇચ્છે કે દારૂબંધી ન હોવી જોઇએ અને જે નથી પીતા , વેચે છે અને નશાબંધી ખાતામાં કામ (?) કરે છે તેઓ વિનમ્રતાથી માને છે કે આ કાયદો હોવો જ જોઇએ, બલ્કે હજુ વધુ કડક હોવો જોઇએ ! !

ખાસ કરીને સ્મોકીંગ બાબતે લોકો નિર્દોષતાથી માને છે કે આ કાયદો હજુ વધુ કડક બનાવવાથી એટલે કે એના પર ટેક્સ ૫૦૦ ગણો કે એનાથી યે વધુ કરવાથી  સ્મોકર્સ સુધરી જશે અને આ મહાન દેશ વધુ મહાન થઈ જશે!

આવા ભોળા બાલુડાંને એ ખબર નથી કે ધુમ્રપાન-ગુટખા અને આવા તો કેટલાયે વ્યસનો કરનારની બહુમતી પુખ્ત(!)વયનાની છે અને એમાંથી એકપણ વ્યકતિ એવી મળવી મુશ્કેલ છે જે આના ઘાતકી પરિણામોથી વાકેફ ન હોય. મતલબ કે અગર મારે કૂવામાં પડવું જ છે તો મને કોણ બચાવે?! અને ઘણાતો એમાંથી પસાર પણ થઈ રહ્યા હોય છે.

એક વાત વધુ એકવાર સ્પષ્ટ કરી દવ કે હું પોતે પણ આવા વ્યસનીઓમાંનો એક છું છતાંપણ બિલ્કુલ એની તરફેણમાં નથી.આ બધામાં ન પડીયે તો સારૂં જ છે, એ કોઇ બહાદુરીનું કામ નથી પણ સાથે સાથે એ પણ ખરૂં કે આવા ખાડામાં પડેલ ‘દુષ્ટ’ નથી. અને જેઓ નથી ખાતા-પીતાએ કંઇ દેવના દીધેલ નથી. ગુટખા નહી ખાતા હોય તો લાંચ ખાતા હશે, સીગરેટ નહી પીતા હોય તો  પોતાના પરિવાર અને સ્ટાફનું લોહી પીતા હશે. અને તેઓએ ખુદને એક સવાલ પુછવાનો કે તેઓ કેટલા કાયદા પાળે છે? આવી  બધી દુષ્પ્રવૃતિઓ કાયદાથી ડામી શકાતી નથી ખુદને સમજાય તો જ કામ સરે.

^ આ વાંચતા જો એવું લાગે કે આ મુદ્દો તો ચોરીનો છે, તો (અર્ધ) સત્ય છે. 😉 બે દિવસ પહેલા સલીલભાઈ  એ (કદાચ,  એમજ ) એમની ફેસબૂક વૉલ પર ત્યાં કેનેડાના આરોગ્ય મંત્રી  સિગરેટ પેક પર ૭૫% જગ્યામાં ધુમ્રપાનથી થતા કેન્સરના ફોટા સહિતની ચેતવણી ફરજિયાત છાપવી એવું ટીવી પર કહી રહ્યા છે એમ લખ્યું હતું .

~ અમૃત બિંદુ ~

* બાય ટેન, ગેટ ઇલેવન !

ગુજરાત સમાચારની (૩૧-૧૨-૨૦૧૦)ની હેડલાઈન

 

* આપણે એવ ઋષી-પુત્રો છીએ જેઓ રાત પડતાં શીશી-પુત્રો થઈ જઈએ છીએ !

બાબા રામદેવ

 

6 ટિપ્પણીઓ

Filed under વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, વૃતિ - પ્રવૃતિ, સમાજ