Tag Archives: ગુજરાત સમાચાર

ગુજરાત સમાચારનું નેટવર્ક


પોસ્ટની શરૂઆત એક સ્કેન ઇમેજથી  –

ગુ.છો.શાહનું જબરદસ્ત નેટવર્ક

હવે ૧૩ જૂન ૨૦૧૧નાં ગુજરાત સમાચારની વેબ આવૃતિમાં નેટવર્ક વાંચો…

હવે ?

કંઇ નહી  મને મુંઝવતા બે-ચાર સવાલ પણ વાંચી લ્યો ને –

* પ્રિન્ટેડ અને વેબ આવૃતિમાં અલગ અલગ  લેખ કેમ ?

* જૂનનાં પહેલા સપ્તાહમાં ઇલિયાસ કાશ્મીરી ઠાર મરાયો એ અને ‘પ્રિન્ટેડ-નેટવર્ક’માં ઉલ્લેખ કરાયો એ બન્ને અલગ અલગ હશે?

* અગર અલગ અલગ હોય તો પછી વેબ આવૃતિ પર લેખ કેમ બદલી નાંખવામાં આવ્યો હશે?

* આ લેખ આપવામાં ભાંગરો વટાયો કે છાપવામાં ? કે બન્ને રીતે?

* લેખ આપવામાં  કે છાપવામાં કોઇપણ પક્ષે આ ભૂલ થઈ હોય તો આ વિશે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી હોય અને કોઇએ વાંચી હોય તો મને નથી દેખાયું જેથી પ્લીઝ મારું ધ્યાન દોરશો.

~ અમૃતબિંદુ ~

આ સમગ્ર પ્રકરણ અંગે એક મિત્રએ ધ્યાન દોર્યુ હતું જે જાણ ખાતર. 

Leave a comment

Filed under media

ભલે હો ગુજરાતી પણ લખો અંગ્રેજીમાં ! !


કેમ બાકી પોસ્ટના ટાઈટલ પથી હું કોઇક (હિન્દી ગુજરાતી બન્ને અર્થમાં) મોટો  સાધુ ‘માયત્મા’ લાગ્યોને? કે જેઓ એવી સલાહ આપે જે ખુદ પાળે  પણ નહી અને પાળી શકે એમ પણ ન હોય. હા, તો આ બ્લોગ પોસ્ટ માટે વિષય અમર નામના નેટ ફ્રેન્ડ તરફથી મળ્યો.  તેમણે મને મેઈલ કર્યો કે

Mr. Sudarshan Upadhyay (in his column Talking Point about Gujarati Blog World) , urges Gujarati’s to start writing English Blog otherwise they will be unnoticed.. Besides also saying that some gujaratis are passionate about writing in gujarati writing

Specifically in his word

ગુજરાતીઓને ખાસ વિનંતી કે ઇન્ટરનેટ પર કંઇ પામવુ હોય કે વિશ્વમાં તમારી ઓળખ વધારવી હોય તો મહેરબાની કરીને ગુજરાતી વાપરવાની પ્રેકટીસ ના પાડતા, પરંતુ રોજીંદા પ્રયાસો દ્વારા અંગ્રેજીમાં લખતા થાવ.

નવરાત્રી કે દશેરા વિશે તમે ગુજરાતીમાં લખશો તો તેને કોઇ નહી વાંચે પણ અંગ્રેજીમાં લખશો તો વિશ્વભરમાંથી દસ વાંચકોતો જરુર મળશે.

દરેક ગુજરાતીએ બ્લોગ લખવાને એક હોબી બનાવાની જરુર છે.ઘણાને ગુજરાતી ભાષામાં વળગણ હોય છે પરંતુ વૈશ્વિક સ્ટેજ પર જાવું હોય તો બાંધછોડ અનિવાર્ય છે..

 

સુદર્શન ઉપાધ્યાયનાં આ (નોન સેન્સ કહી શકાય એવા ) ટૉકિંગ પોઇન્ટ પર અમર ની આ વાત પણ વ્યાજબી લાગી કે

How ridiculous is this???

What are your saying about the statements he made through his article???

અમરના આક્રોશ જેવી  અવઢવ મને કટારના નામકરણ અંગે થઈ હતી અને કટાર ગુજરાતી: નામ ઇંગ્લીશ નામે પોસ્ટ બનાવી હતી. એટલે વધુ તો શું લખું પણ હા પૂરવણીમાં અમુક વાતો છે કે –

 

* એમના લેખમાં એમને બ્લોગ અંગેની અને એમાંયે ગુજરાતી બ્લોગ અંગેની બહું ઓછી (સમજ કે ) જાણકારી હોય એવું ઊડીને આંખે વળગે છે.

* કેમ કે એમની દશેરા પર લખો તો કોઇ નહીં વાંચે એ હળાહળ ખોટી વાત છે એ ગુજરાતી બ્લોગ વાચનારા હર કોઇ જાણે છે.

* નિતશકુમાર બે ભાષામાં લખે છે એ કહ્યું છે પણ ન.મો. કેટલી ભાષામાં લખે છે એ નથી કહી શક્યા અને અડવાણી પણ બે ભાષામાં લખે છે એ કદાચ એમને ખ્યાલ નથી!

* અગાઉ ની પોસ્ટમાં પણ ચોખવટ કરી ચૂક્યો હતો કે આનો મતલબ બિલ્કુલ એ નથી કે અંગ્રેજીનો વિરોધ છે પણ જેમ મારા જેવાને ગુજરાતી ભાષાનો માત્ર એટલા માટે જ આગ્રહ રાખે કે અંગ્રેજી નથી  આવડતું તો એ ખોટું છે એ મુજબ જ ગુજરાતી ટાઈપીંગ ન આવડવાના કે ઓછું આવડવાના લીધે જ ગુજરાતીમાં ટાઈપીંગ કરવા વાળાની ઠેકડી ઉડાડવાની આપણે ત્યાં પ્રથા છે અને એ આગૂ સે ચલી આતી હૈ.

* ગુજરાતી સાહિત્ય અને પત્રાકારત્વમાં ભમતા જે જે ભ્રમરોને નેટ માટે ટાઈમ કે આવડત નથી એ બધાને દ્રાક્ષ ખાટી લાગે છે, અને નવાઈની વાત એ છે કે આ બધા (કહેવાતા?)મોટા માથાઓ છે!

* કદાચ અતિશ્યોક્તિ લાગે પણ મને તો એમ લાગે છે કે નેટ પર આવવા ગુજરાતી વાચક વર્ગમાંનો ૯૦ ટકાથી યે વધુ વર્ગ અંગ્રેજીની સાથો સાથ ગુજરાતી વાંચન વાંચે છે.

~ અમૃત બિંદુ ~

હું ગંભીરપણે માનું છું કે ગુજરાતી કવિતા આજના જેટલી અગાઉ ક્યારેય નહિ વંચાઈ હોય. ‘મરીઝ’  કે ‘બેફામ’ આજે હોત તો ઇન્ટરનેટ ઉપર તેમના હજારો નહિ લાખો  ‘ફ્રેન્ડ’ અને ‘ફોલોઅર’ હોત! ઈન્ટરનેટનું  માધ્યમ સ્થાપિત અને નવોદિત બંને પ્રકારના સર્જનશીલો માટે આશીર્વાદ સમાન છે.

– સલીલભાઈ દલાલ (e_વાચક-૨૦૧૦ની વિમોચન પ્રસ્તાવનામાંથી)


16 ટિપ્પણીઓ

Filed under ગુજરાત_ગુજરાતી, વૃતિ - પ્રવૃતિ, સમાજ

ઇમાનદારી


સંદેશ અને દેશ-ગુજરાત માં અનુક્રમે સમાચાર છે કે

ધનતેરસે ધનવર્ષા થઈ છતાં ઇમાનદાર ખાતેદારે બેંકને 59.30 કરોડ પાછા આપ્યા !

અને

Honest carpenter returns Rs 59.30 crore in Gujarat

આના જેવા જ એક  કિસ્સામાં  પહેલા ઓરકુટ પર 03 સપ્ટેમ્બરે એક પોસ્ટ મૂકેલી કે
છબરડો ( પણ ) છાપાનો નહીં દલા તરવાડીની વાર્તા યાદ આવે એવો એક કિસ્સો ……

એક્સીસ બેંક-રાજકોટમાં (બેંકની ભૂલથી) એક ભાઇના ખાતામાં 3.25 કરોડ ટ્રાન્સફર થયા અને એ ભલા-ભોળા ભાઈને પૈસા ઉપાડવા(!)માં બેંકે ગ્રાહક ભગવાન છે ની રૂએ મદદ પણ કરી!
આ “ગુજરાત સમાચાર” ની હાર્ડ (કે પ્રિન્ટ) કોપિમાં વાંચ્યા, મને લિન્ક ખબર નથી
(ઉપસંહાર – ખાતું ખોલાવવું હોય તો બસ એક્સીસ બેંકમાં જ. કબ ખુદા છપ્પર ફાડકે દે દે!)
હા, તો એ સમયે દલા તરવાડીની યાદ આવી હતી અને આ વખતે પણ પેલો જુનો ટૂચકો યાદ આવી ગયો જેમાં એક કાકા પાણીમાં પડેલા બાળકને બચાવે છે અને એના સમારંભમાં એ “સ્પીચ” આપે છે કે મને ધક્કો કોણે માર્યો?! આ કિસ્સામાં પણ   કંઇક એવું થયું હોય એવું ન બને ? કેમ કે જુવો સંદેશમાં  આમ લખેલ છે કે
આટલી મોટી રકમ ખાતામાં જમા થઇ હોવાનું જોઇને આંતરરાષ્ટ્રીય હવાલાના નાણાંની આશંકા થતાં જુગલકિશોરે તેમના એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મિત્રને આ વાતની જાણ કરી હતી.

4 ટિપ્પણીઓ

Filed under ગુજરાત_ગુજરાતી, રમૂજ

વાહ!


‘ભાઇ, ગીતા વાંચ અને ડાહ્યો થા’ વરુણને પ્રિયંકા ગાંધીની શિખામણ

 http://www.gujaratsamachar.com/beta/National-News/nat230309-4.html

Leave a comment

Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, વૃતિ - પ્રવૃતિ

આદાન-પ્રદાન-1


કાર્તિક મિસ્ત્રીએ  પોલીઓ રસી અંગે એક પોસ્ટ કરી હતી એના પરથી મને ગુ.સ. પરનો સુપાર્શ્વ મહેતાનો એક લેખ યાદ આવ્યો એ વાત કરી , મારી જેમ એ લેખ એમને પણ ન મળ્યો પરંતુ શ્રી વિનય ખત્રીએ એની લિન્ક આપી અને સાથે સાથે એમણે સર્ચની વાત કરી તો મને થયુ કે આવી બધી સુવિધાએ અંગે મારી જેમ અન્યને પણ દુવિધા પડતી હોવી જોઇએ તો કોઇ પેજ પર આ પ્રકારની ચર્ચા કરવી જોઇએ પરંતુ શાયદ પેજમાં આ શક્ય નથી યા તો મને ખબર નથી એટલે આદાન-પ્રદાન કેટેગરી  શરુ કરી એમાં જ પોસ્ટ કરી નાંખુ છું જેમાં કાર્તિક મિસ્ત્રી, વિનય  ખત્રી અલ્પેશ ભાલાળા કે અન્ય મિત્રોની મદદથી અલગ અલગ મુંઝવણ કે માહિતીની ચર્ચા કરી શકાય 

હવે વિનય ભાઈ આ વિશે કંઇક કહો કે 

સર્ચ સાઇટ તો ખબર છે પણ એમાં સર્ચ કેવી રીતે કરવુ? મેં ગુ.સ.ની બન્ને સાઇટ પર ટ્રાય કરી હતી, હું આવી બબતોમાં અણઘડ છું એટલે પુછું છું.

લગે હાથ એક વધુ સવાલ પણ કરી લઉ કે સંદેશની સાઇટ પર એક ફેસીલીટી એકટીવ કરી છે જેમાં ડેઈલી હેડલાઇન્સ આપણને રેગ્યુલર (રોજ) મેઈલમાં મળી જાય, આવી સુવીધા ગુ.સ. અને દિ.ભા. માં છે? હોય તો કેવી રીતે સબસ્ક્રાયબ કરાવી એ માહીતી આપશો?

અને

અન્ય કોઇ મિત્રને પણ હેડલાઇન્સ વાળી વાત કે પછી પોલિઓ રસીની આ પ્રકારની ખામી કે અન્ય કોઇ વિષય  વિશે માહિતી હોય તો શે’ર કરશો.

4 ટિપ્પણીઓ

Filed under વૃતિ - પ્રવૃતિ

આજ કી બાત = સંતોકબાની જર્ની -જંગલથી જર્મની


* ગઈકાલે સંતોકબા વિશેના ન્યુઝની પોસ્ટ માટે આજે પણ ગુજરાત સમાચારની વેબ આવૃતિ માં ખાંખાખોળા કર્યા પણ કંઇ મળ્યુ નહી એટલે રાજકોટ આવૃતિમાં પાના નં 5 પરની મેટર અહી મારી રીતે એડીટ કરીને મુકું  છું .

 

## વીસમી સદીની શરૂઆતના સમયમાં એટલે કે 1903માં , આંકોલવાડી (ગીર) માં ટપાલી લખમણભાઈ ડોબરીયાને ત્યાં જન્મેલા સંતોકબા 106 વર્ષ સાચા અર્થમાં જીવી જાણ્યા. એમના પતિ પ્રેમજીભાઈ દૂધાતનું અવસાન થતાં પોતે અભણ હોવા છતાં બાળકોનું ભવિષ્ય સુધરે તેવી દ્રષ્ટિ સાથે ત્રણ પુત્રો અને એક પુત્રીને જામનગર ખાતે અનાથ આશ્રમમાં ભણવા મોકલ્યા.

 >> 1978માં , 75વર્ષની ઉંમરે વલ્લભવિદ્યાનગરમાં ચિત્રકાર પ્રોફેસર તરીકેની સેવા આપતા વચેટ પુત્ર સાથે રહી ચિત્રકલા સર્જી હતી. અને 1998 એટલે કે 95 વર્ષની વય સુધી ચિત્રકારી કરી હતી.

 >> 1993માં તેમના પુત્રવધુ સાથે રહે મહાભારત નું 1200 મીટર લાંબુ ચિત્ર સર્જ્યું

 

>> એ પછી સ્વ.ઇંદીરા ગાંધીના જીવન ઉપર 230મીટર, શીરડી સાંઈબાબાના જીવન પર 210મીટર લાંબા ચિત્રો સહીત અનેક ચિત્રોની રચના કરી. તેમના ચિત્રો જર્મની, ઓસ્ટ્રેલિયાન ચિત્ર પ્રદર્શનમાં રજુ થયા હતા.

 

>> 1994માં સોનિયા ગાંધીના હસ્તે તથા 1995માં  ગુજરાત રાજ્ય લલીતકળા અકાદમી દ્વારા તેમને પારિતોષિક મળ્યુ હતું.

 >> સંતોકબાના જીવન ઉપર આધારીત 1985માં શ્રીધર ક્ષીર સાગર નિર્મિત સ્ત્રી ડીડી-2 પર 11 એપિસોડ પ્રસારીત થયા હતા અને બીજી સીરીયલ સ્ત્રી શક્તિ ની સ્ટોરી માધવ રામાનુજે લખી હતી.  

 છેલ્લે તેમણે વતનની ભૂમિ , આંકોલવાડી ગીર ખાતે  રહેવાની ઇચ્છા વ્યક્ત કરી અને મોટા પુત્ર સાથે રહેતા હતા જ્યાં 11 ફેબ્રુઆરી 2009નાં રોજ અવસાન થયું. 

1 ટીકા

Filed under ગુજરાત_ગુજરાતી, વૃતિ - પ્રવૃતિ, સંવેદના

આજ કી બાત


 

* મારી જન્મભૂમી કાઠીયાડ અને કર્મભૂમી કચ્છનું ગાંધીધામ છે. જે  શહેરે વીસેક વરસથી મને સાચવ્યો છે એ અમારા ગાંધીધામનો બર્થ ડે છે, સૌ ગાંધીધામ વાસીઓ 62મો જન્મદિવસ ઉજવી રહ્યુ છે ત્યારે સૌ ને હાર્દિક શુભેચ્છા અને અમારા પ્રિય ગાંધીધામ ને હેપ્પી બર્થ ડે . દેશના ભાગલા બાદ પાકિસ્તાનથી આવેલા સિન્ધી ભાઈઓ માટે શ્રી ભાઇપ્રતાપ દિનદયાલ દ્વારા આ શહેર વસાવવામાં આવેલ, માત્ર છ દાયકામાં આ શહેરને સાયકલોન, ધરતી-કંપ જેવી કારમી થપાટો લાગી છે પરંતુ તેમ છંતા અહિનાં માનવીનો મીજાજ કદાચ અલગ છે આજે  કોઇ જુવે તો માની ન શકે કે આ જગ્યાએ આવું બધુ બની ગયુ હશે. અહિં નો સૌથી મોટો  પ્લસ પોઇન્ટ હોય તો રોજગારી અને કોમી એકતા, કુદરત તરફથી ભલે હેરાન થયા હોય પરંતુ માનવ સમુદાયમાં કોમી હુલ્લડ પ્રકારના તોફાનો નહિવત બલ્કે થયા જ નથી એમ પણ કહી શકાય.  બે વર્ષ પહેલાં રાજય સરકારે ગુજરાત અર્બન પ્રોજેક્ટમાં ગાંધીધામનો સમાવેશ કરી શહેરને મોડેલ સિટી બનાવવાની જાહેરાત કરી હતી. ગાંધીધામ ને જનરલી કંડલાકોમ્પ્લેકસથી ઓળખવામાં આવે છે અને કંડલા-ગાંધીધામ-આદિપુર તેમજ અંજાર આ ચારેય સ્થંભથી કંડલાકોમ્પ્લેકસ પ્રખ્યાત છે.

 

* ગીરના સંતોકબાની કાબિલે તારીફ સિધ્ધિ વાંચીને એ નિરક્ષર ગ્રામીણ મહિલા પર માન થયુ કે અને નેપોલિયન બોનાપાર્ટની વાતને સાબિત કરી બતાવી કે જેને કંઇ કરવુ જ છે એમને કોઇ અડચણ નથી આવતી અને અશક્ય જેવો કોઇ શબ્દ કોઇના શબ્દકોષમાં નથી હોતો! (ગુજરાત સમાચારની પ્રિન્ટેડ કોપિમાં આ સમાચાર વાંચ્યા પરંતુ એની લિન્ક ન મળી! કાલે ફરીથી શોધવાની કોશીશ કરીશ અને મળશે તો આ પોસ્ટ અપડેટ કરીશ નહિ તો સંતોક બા વિશેની માહીતી ટાઇપ કરીશ.)

 

* મારા બ્લોગમાં 108નો ફોટો ઠોકી દીધો છે પણ અમુક વાતો આપણે (મારા જેવા) નોંધતા નથી હોતા એ ગુજરાત સમાચારમાં નેટવર્ક  દ્વારા જાણવા મળ્યુ કે સત્યમ વાળા રાજુએ કમ સે કમ એક (ઇમરજન્સી 108નું)કામ તો જેન્ટલ મેન જેવું કરેલ છે. 

1 ટીકા

Filed under ગુજરાત_ગુજરાતી, વૃતિ - પ્રવૃતિ