Tag Archives: ગુજરાતી છાપા

ગુજરાતી ભાષા : લેખકો, પત્રકારો, વાચકો અને વિવેચકોની એક ?


આ પોસ્ટમાં વિચારો કે વાતની સળંગતા જોવા ન મળે અથવા પહેલા ફકરાને બીજાના બદલે કોઇપણ અન્ય ફકરા સાથે સંબંધ હોય એવું પણ લાગે પણ “ભાવના”ને સમજવી !

થોડા દિવસો પહેલા ક્રિશ્નકુમાર ગોહિલ એ fb પર એક પોસ્ટ મૂકી હતી – ‘સૌરાષ્ટ્રના અખબાર/સમાચારપત્રો માં સૌથી વધુ જોવાં મળતા શબ્દપ્રયોગો’ એના પરથી જેમ ‘…. ઉલ્ટા ચશ્માં’ વાળા ભીડેને હમારા જમાનાનો હુમલો/જુમલો આવે એમ મને ય ઓરકૂટ વખતે GMCC કોમ્યુનીટી પર આવો એક થ્રેડ હતો એ યાદ આવ્યો. ત્યારબાદ KGની એ પોસ્ટ WA msgમાં રૂપાંતર થઈને (નામ સાથે અને નામ વગર) ફરવા/ફેલાવા લાગી. ઓરકુટ-fbને વચ્ચે  રાખીએ તો હસમુખ ગાંધીએ ‘સમકાલીન’માં આ શબ્દો વિશે લખ્યું હતું અને  એમના જ સંદર્ભ સાથે ૨૨ જૂન ૨૦૧૬ના કાના બાંટવાનો  દિવ્યભાસ્કરની કળશ પૂર્તિમાં લેખ છે.

એ જ દિવસે એ જ પૂર્તિમાં પ્રણવ ગોળવેલકરનો લેખ છે જે પત્રકારો/સાહિત્યકારો/વાર્તાકારો પર છે. મેં પણ એ જ દિવસે fb પોસ્ટમાં લખેલું એમ આ બંને લેખમાં મુદ્દા-વિષય-ભાવ એક જેવો હોવા છતાં એક નથી પણ કદાચ વાતારણમાં જ કંઇક એવી વાસ હોવી જોઈએ કે અનાયાસ (આ જ નહિ પણ આ)  બાબતે WA અને fb ઈનબોક્સમાં વાતું નીકળી હતી. સ્વાભાવિક છે કે ત્યાં વાત થતી હોય એ આડીઅવળી (‘રેન્ડમલી’ કહેવાય?) વાતચીત થઇ હોય જેને ચર્ચા ના કહી શકાય પણ લોકો કહેતા હોય છે.

આ જ શબ્દને પકડું કે જે ન કહેવાય છતાં પણ કહેતા હોઈએમાં એક-બે શબ્દ યાદ આવે ‘વાચક’ અને ‘લેખ’.  બ્લોગમાં નવો નવો હતો  અને નિયમીતપણે આવતો  ત્યારે જે નવાઈ લાગતી એ આજે પણ એમની એમ જ સચવાઈને પડી છે કે બ્લોગ પોસ્ટને લોકો ‘લેખ’ કેમ કહી દેતા હશે? અજાણતા અને અજ્ઞાનતા કે બેદરકારીમાં કે પછી જાણી જોઇને? કે ‘લેખ’ કહો એટલે એ લખનારની ‘લેખક’માં ગણતરી થઇ જાય એવી ગણતરી હશે? અને ચાલો દલા તરવાડીની પરંપરા નિભાવવા એ ભલે ને ‘લેખક’ નું બિરુદ ‘પહેરી’ લ્યે, પણ એમને (ભૂલભુલથી) વાંચવા વાળાને (એમના) ‘વાચક’ની ટોપી કેમ પહેરાવતા હશે? આ વાત પર મને એમ મનમાં થયું કે કોઈને ‘બેટા’ કહેવાથી એના ‘બાપ’ થોડા બની ગયા કહેવાય?!

વાચકો જેટલા સહિષ્ણુ અને સમજદાર હોય એટલા લેખકો-પત્રકારો હોય છે? આપણને એક લેખકની શૈલી પસંદ હોય તો બીજાની વિચારધારા તો અન્યની વિષય પસંદ કરવાની રીત. અને આજે જે ગમ્યું હોય એનું  પછીનું કે પહેલાનું લખાણ ગમે અને ના ય ગમે પણ ગાંઠ બાંધીને રહેતા નથી, અને એ ગાંઠ નથી બાંધતા એને એ લોકો ‘વફાદાર’ છે કે નહિના ત્રાજવે તોળી લેતા હોય એવું પણ બને. સામાન્ય રીતે સમય જતા વાચક બદલાતો એટલે કે ‘અપગ્રેડ’ થતો હોય છે પણ લેખક પોતાની વિચારધારાને પકડી રાખે છે કે  છોડી શકતો નથી?  લેખક ઘણીવાર સમજવામાં થાપ ખાઈ શકે કે વાચક સમજી જાય છે કે તમે પહેલા પાક્કું કરી લીધું છે કે શું લખવું છે પછી એમાં (વિચાર નહિ) શબ્દો ગોઠવી દેવાનું કામ કર્યું છે – એને જ કદાચ બક્ષી ‘ફિટર’કહેતા કે નહીં?

અને વાચક? વાચક બબુચક હોય એવું લેખકો માને કે સમજી શકે પણ (મારા જેવો) એ વાચક WA-FB-ગૂગલ અને બે ચાર છાપાં વાંચીને વિવેચકની અદામાં આવી જતો હોય છે. ઉત્સાહ અને ઉતાવળમાં માહિતી અને જ્ઞાન કે સમજ  વચ્ચેનો ભેદ પામતા ભૂલી જાય છે. અને જો ન ભૂલે તો પણ એને ભૂલભુલૈયામાં ભમરડાંની જેમ ફેરવીને મૂકી દેવા વાળા ‘હોંશિયાર’ પણ પડ્યા છે.

આમ કરતા ખો નીકળી જાય ભાષાનો. ધીમે ધીમે પણ નહિ પરંતુ ક્યારે ફટાક દઈને વાચક એની ભાષામાં કોઈ સફળની નકલ કરતા પોતીકી શૈલી અને ભાષા ગુમાવી બેસે એ પણ એને ખ્યાલ નથી રહેતો. આપણે સાવ ખોટી રીતે સ્વીકારી અને સમજી જ લીધું છે કે શુદ્ધ અને સરળ ગુજરાતીમાં પાંચ વાક્યો લખવા પણ મુશ્કેલ છે. અને એવું પણ બને કે ‘સેલ્ફી’ ને જબરજસ્તીથી ‘સ્વયં-છબી -પ્રતિબિંબ-ગ્રહણ’ જેવું અટપટું અને ન સમજાય એવું નામ આપીને પૂછે  કે આને શું કહેવાય એ ખબર છે? fb –WA-બ્લોગ-લાઈક-પોસ્ટ-બેટરી-મોબાઈલ-ચાર્જર-ટેલીફોન-ટીવી-મેગેઝિન-કૉલમ  આવા અસંખ્ય શબ્દો છે જે વ્યવહારિક ભાષામાં વાપરીએ છીએ અને એને બદલવાની કોઈ જરૂર પણ નથી. પરંતુ થોડા સજાગ તો થઇ શકીએ ને? આપણી (કે કોઈપણ) ભાષા એટલી અઘરી કે અધુરી તો નથી જ કે એની હાંસી ઉડાવીને આપણી અણઆવડતને છુપાવીએ. પચાસ-સો વરસ પહેલાના લોકો જે ભાષા-શૈલી-શબ્દોનો ઉપયોગ કરતા એમાં બદલાવ તો આવે જ , અને આવવો પણ જોઈએ પરંતુ એ ન ભૂલવું જોઈએ કે ગુજરાતીમાં પણ સરળ શબ્દો છે જ. હું પણ થોડા સમયથી જ સચેત થયો છું કે સમજ્યા વગર હિન્દી-અંગ્રેજી-ઉર્દુ  અને ઘણીવાર તો ખબર ય ન હોય કે કઈ ભાષાના શબ્દો છે એને વાપરતા પહેલા થોડી ક્ષણો (સેકન્ડો !) તો વિચારીએ કે આપણા મનમાં જે વિચાર આવ્યો એને અનુરૂપ સામાન્ય ગુજરાતી ભાષામાં કોઈ શબ્દ છે ખરા? એક અઠવાડિયા સુધી પ્રયોગ કરો અને પછી અનુભવ કે માનસિક સ્થિતિ વિશે લખજો કે વિચારજો.

અમુક વખતે આપણે લોકોને ટપારીએ નહિ તો કાંય નહિ પણ ધ્યાન દોરવું એ આપણી ફરજ છે એ પણ (જાણી જોઇને) ભૂલી જતા હોઈએ છીએ. શરૂઆતમાં ઉપર કહ્યું એમ વાતચીતનો ‘ધોળકિયા’ અટકનો દાખલો લઈએ તો હિન્દીભાષી સ્વાભાવિકપણે અજાણતા  DHOL  નો ‘ધોળ’ ની બદલે ‘ઢોલ’ ઉચ્ચાર કરે. આપણે એમની મજાક કર્યા વગર એમનું ધ્યાન દોરવું જોઈએ કે ‘ઢોલકિયા’ નહીં પણ ‘ધોળકિયા’. પરંતુ એવું થતું હોય છે કે એમની  મજાક કરવામાં આપણે પણ ‘ઢોલકિયા’ કહેવા માંડીએ.

વધુ એક શબ્દ કે ચલણ યાદ આવે છે RIP ! એના બદલે ૐ શાંતિ ન વાપરી શકાય? શા માટે RIP જ? જડતાથી નહિ કહેતો કે ન જ વાપરવું . આદતવશ કે અમુક દેશ-પ્રદેશ-વાતાવરણમાં રહેતા હો અને RIP કહેતા/લખતા/વાપરતા હોય તો એમાં આપણા કે એમના આત્માને ખોટું ય નથી લાગતું પણ બક્ષી આવું કંઈક કહેતાને કે નિયમ તોડતા પહેલા નિયમ વિશે જાણકારી હોવી જોઈએ. આમ પણ RIP દેખાય એટલે જય વસાવડાના એક કાર્યક્રમમાં RIP વિશે ગીતાના સંદર્ભે સાંભળ્યું હતું એ યાદ આવે.

અમુક લોકો સતત ઈન્ટરનેટ વાપરીને એવા વહેમ અને પ્રેમમાં પડી જાય કે ગૂગલ, વીકીપીડીયા એટલે જાણે મહાભારત અને  એ કહે એ પ્રમાણિત કે અંતિમ સત્ય અને ત્યાં નથી એ બીજે ક્યાંય નથી ! આ માનસિકતામાંથી બહાર આવી શકીએ તો સારું કહેવાય.

~ અમૃતબિંદુ ~

 

એક મિત્ર એ કહ્યું કે આજ (૨૩-૦૬-૨૦૧૬)ના દી.ભા.માં અન્નૂકપૂરને ફેન્સે (ડિસ્કાઉન્ટ નહિ) ડિસ્કાઉંટ અપાવ્યું વાંચીને થયું કે ઉંટ અપાવ્યું હશે !

– x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x- x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x- x-x-x-x-x-

“પ્રેક્ષકો અમારા પાસે જે કંઈ માંગે છે એ અમે આપીએ છીએ.”

“ હા, પ્રેક્ષક? આ પ્રેક્ષકનો જ બધો વાંક છે. બધું જ જોયા જાણ્યા છતાં પ્રેક્ષક કાંય બોલતો નથી પણ એનો અર્થ એમ નહિ કે એ જે કંઈ પણ જુવે છે એ બધું જ ગમે છે. પ્રેક્ષક લાચાર હોય છે. વિવશ હોય છે. મજબુર હોય છે.”

– ગુજરાતી નાટક  ‘માણસ હોવાનો મને ડંખ’ .

 

 

Advertisements

6 ટિપ્પણીઓ

Filed under ગુજરાત_ગુજરાતી, સમાજ, સાહિત્ય, media, Reading, social networking sites

પટેલ,પોલીસ, પોલીટીક્સ અને પત્રકારત્વ


આ  અનામત આંદોલનની આતશબાજીનો આરંભ થયો ત્યારથી હેમલેટ ટાઇપ મન:સ્થિતિમાંથી પસાર થતો આઈ મીન  ‘લખવું’ – ‘ન લખવું’ ! એમાંય જેમ જેમ આ અનામત પ્રકરણ આગળ  વધતું ગયું તેમ તેમ મોટાભાગે થતું હોય એમ અનામત  તો સાઈડમાં રહી ગયું પણ એમાં પાટીદારની સાથે સાથે  પોલીસ-પોલીટીક્સ અને પત્રકાર જમાતનું પણ ઉમેરણ થતું ગયું એટલે ઉલઝનોમાં પણ વધારો થતો ગયો કે કોના વિશે લખવું ? અને fb-WA જેવા અભિવ્યક્તિનાં પ્લેટફોર્મ પર પણ કરફ્યુ લદાયેલ જેવી પરસ્થિતિમાંથી હજુયે પસાર થઇ જઈએ પણ ઈલે. અને પ્રિન્ટ મીડિયાની  દે ધનાધન અને બેફામ બકવાસને ય સહન કરતા કરતા ગુંગળામણ થવા માંડે ને ?

fb, wa, sms, twtr વગેરે જેવા માધ્યમોનાં ચલણ થકી  આપણે હવે લાબું વાંચવા ટેવાયેલા નથી એટલે આ બધા પ્રકરણો પર એક સાથે ન લખતા ટૂકડે ટૂકડે માથે મારવા ઠીક  રહેશે એમાં શરૂઆત મીડિયાથી.

‘નો નેગેટીવ’ના દંભી  દાવાઓ  વાળું અખબાર એ જ  ‘નો નેગેટીવ’ના (ખોટા સિક્કાની) નીચે ‘પાટીદારોને ઓળખો’ … ‘ગુજરાતના અનામત આંદોલનની અંદરની વાત’ . . . ‘આ રીતે  ભડકે બળ્યું ગુજરાત’ની હેડલાઈન બનાવીને લેખ નહિ  પણ લેખ જેવું લખાણ લખે! જે લખાણ  પાછું ‘કાંતિ ભટ્ટ ટાઇપ’ હોય  કે  જેમાં ટાઇટલ અને લખાણનો મન મેળ તો નથી જ પરંતુ  બધા ફકરા અલગ અલગ વખતે લખાયા હોય અને  જેમ વેરાયેલા કચરાને  ભેગો કરીને સળગાવીએ એવું લાગે !

આવી જ  રીતે ગુજરાતી ન્યૂઝ ચેનલોએ પણ જાણે  દાટ વાળવાની હરીફાઈમાં HURRY થઇ દોડતા હોય એવું ભાસે!

મીડિયા એ જાણે ગુજરાત રાજ્ય ખાસ  કરીને (ગુજરાત સરકાર અને  ગુજરાત પોલીસ)ને ગમે એમ કરીને કઠેડામાં ઊભી કરવા બીડું કમર કસી  હોય. એ હકીકતથી ય  ઇનકાર  કરી ન શકીએ કે પોલીસ ક્યાંક વધુ પડતી  કઠોર બની હોય પણ આવી હો હા માં તોફાની અને અસામાજિક તત્વોની એકબીજામાં ભેળસેળ ન થઇ જાય એ માટે દંડાવાળી કરવી ય પડે  અને સૌરભ શાહના એક લેખમાં હતું એમ તમારો કોઈ ટેકેદાર રસ્તા પર બસ સળગાવીને નજીકની કોઈ સોસાયટી કે ફ્લૅટમાં ઘૂસી જાય તો પોલીસે એની પાછળ પડીને ઉંદરને એના દરમાંથી બહાર કાઢે એમ ફટકારીને કાઢવો જ પડે. જો કોઈ માથાભારે મહિલા બસના કાચ પર પથ્થર મારીને જતી હોય તો એને પણ ફટકારવી પડે. એમાં સ્ત્રીદાક્ષિણ્યની વાત ન આવે. વધુ પડતું દમન પણ થયું હોય પરંતુ અહી એક વાત એ પણ યાદ રાખવી જોઈએ કે આપણી સોસાયટીમાં કોઈ બહારનું યા તો સોસાયટીનું જ આવું કોઈ તત્વ હોય તો આપણે પોલીસને એ સોંપતા નથી પણ પોલીસ કામગીરીમાં યા તો દખલ કરીએ યા તો એને વખોડીએ જરૂર.

લેખક મિત્ર સિદ્ધાર્થ છાયા સાથે આ મુદ્દા વાતચીત થતી હતી એમાં એમણે કહ્યું – મીડિયાનું કામ તો ખરેખર  ન્યૂઝ આપવાનું હોય છે પણ આપણું (ઉત્સાહી) મીડિયા એનું વિશ્લેષણ પણ કરીને આપે. ૨૦૦૨માં જેવું કામ નેશનલ મીડીયાએ કર્યું એમાંથી પ્રેરણા લઈને આ વખતે ગુજરાતી મીડીયાએ કામ કર્યું

~ અમૃત બિંદુ ~

“પત્રકાર એવી વ્યક્તિ છે, જે ઘણી વાર  પોતાનો અવાજ સાંભળવામાં અસમર્થ થઇ જાય છે.” – બિસ્માર્ક.

^ દિ.ભા. પાનાં નં-૨, તારીખ ૩૦ ઓગસ્ટ ૨૦૧૫

Leave a comment

Filed under ગુજરાત_ગુજરાતી, સમાજ, media, Nation, politics

હસમુખ ગાંધીના તંત્રીલેખો


‘..ઉલ્ટા ચશ્માં માં’ જેમ ભીડે માસ્તર કહે છે ને: “હમારે જમાનેમેં” એવી રીતે કહું તો (હમારે) ઓરકુટ  કે જમાનેમે   હમને એક ટોપિક બનાયા થાતંત્રી અને તંત્રીલેખો‘ , પણ અત્યારે એ ટોપિક વિશે કંઈ વાત ન કરતા ટાઈટલ મુજબની વાત કરીયે તો જેમ પડોશમાં (અને હવે તો એફબી માં પણ) વાટકી વહેવાર હોય એવી રીતે મિત્ર  સંદીપ દવે સાથે પુસ્તકીઓ વહેવાર મુજબ એમણે આ  બૂક (વાંચવા) આપી. 🙂

દિવ્યાંગ શુક્લ સંપાદિત હસમુખ ગાંધીના તંત્રીલેખો

ઈમેજ પબ્લિકેશન દ્વારા (ગુજરાતમિત્ર-ગુજરાત સમાચાર-જન્મભૂમિ-સમકાલીન અને દિવ્યભાસ્કર) પાંચ અખબારોના તંત્રીલેખોના સંચયની શ્રેણી ‘મારા મનગમતા તંત્રીલેખો’ પબ્લિશ થઇ જેમાં સુ.દ. લખે છે – “…. અખબાર હવે ધીરે ધીરે ફોટોજર્નાલિઝમ તરફ વળતું ગયું છે અને અખબાર માત્ર અખબાર ન રહેતા મેગેઝિનની દિશામાં પણ વળતું રહ્યું છે. ….. કોઈકે કહ્યું હતું કે અખબાર એ  છેવટે તો એના તંત્રીનો ચહેરો છે.”

-*-

સંપાદક દિવ્યાંગ શુક્લ કહે છે – “….ભવિષ્યમાં પણ ગુજરાતી પત્રકારત્વના બે તબક્કા જ ગણાશે. એક, ગાંધીભાઈના આગમન પહેલાનું ગુજરાતી પત્રકારત્વ. બીજું, ગાંધીભાઈના તંત્રીપદ હેઠળના ‘સમકાલીન’ના પ્રકાશન પછીનું આધુનિક ગુજરાતી પત્રકારત્વ. ગાંધીભાઈએ બહું મોટું કામ કર્યું છે અને તેની મૂલવણીનો અધિકાર તેમના સિવાય કોઈને હોવો જોઈએ નહીં….

હસમુખ ગાંધી_એક આદમી એક યુગ

હિંદી, મરાઠી, ઉર્દૂ, બંગાળી, તેલુગુ, તમિળ, મલાયમ, કન્નડ અને અંગ્રેજી ભાષાના વાચકોએ તેમની ભાષાના પ્રકાશનોના તેજસ્વી તંત્રીઓને સોનાની છાબમાં માથે બેસાડીને લાડ લડાવ્યા છે, પણ આપણે ગુજરાતીઓએ સાદી વાંસની છાબડી ખરીદી સુધ્ધાં નથી. અલબત્ત, હજી મોડું થયું નથી.”

હંમેશની જેમ અવતરણ ટાઈપ કરતા પહેલા એક નજર અનુક્રમણિકા પર

ક્રમ

હવે આપણા ગાંધીભાઈના અખા જેવા ચાબખા –

આપણે દલાલો અને વચેટીયાઓની સંસ્કૃતિ પેદા કરી છે. પારકાનો પૈસો લઇ લેવો, હરામનું ખાવું, બોફસિયું કમિશન કાઢી લેવું. પગાર ઉપરાંત ટેબલ તળે કશુંક પ્રાપ્ત કરવું એને ચતુરાઈની નિશાની ગણવામાં આવે છે.

કમિટેડ ન હોય એવો તંત્રી શોધવા માટે પેલા ગ્રીક ફિલસૂફની જેમ ભરબપોરે મીણબત્તી લઈને ખોજ કરવી પડશે. શું તંત્રીઓને સરકારે રક્ષણ આપવું જોઈએ? શી રીતે? અને શા માટે, ભલા?  સરકાર શું કેશકર્તનાલયના મેનેજરને કે દાક્તરને કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને રક્ષણ આપે છે ? દરેક ક્ષેત્રને પોતાનું આગવું પ્રોફેશનલ હેઝર્ડ હોય છે.

-*-

જગતની સૌથી આધુનિક ટેકનોલોજી પણ માનવીના મનનો તાગ લઇ શકે નહીં. માણસની મોટામાં મોટી ખૂબી જ એ છે કે એવી સિફતથી જૂઠ બોલે કે પોતે પણ એનાથી છેતરાઈ જાય.

…..દરેકેદરેક જ્વલનશીલ વસ્તુ અગ્નિમાં સળગી જાય છે. જૂઠાણું અકબંધ રહે છે. … અગ્નિ  એક દિવસ માણસને સ્પર્શવાની ના પાડી દેશે: ના, બાબા, આ કાતિલ માનવઝેરથી તો હું પાવલ અગ્નિ પણ ઝેરીલો બની જઈશ.

જીવન એટલું બધું દંભી થઇ ગયું છે અને માણસને જૂઠું બોલવાની એવી તો બૂરી આદત પડી ગઈ છે કે માણસ ક્યારેક તો અકારણ જૂઠું બોલે જ છે.

-*-

ગુજરાતી સાહિત્યમાં ઘણા બધા ઉપેક્ષિત લેખકો છે. નર્મદ આમાંનો એક છે. રમણલાલ વસંતલાલ દેસાઈ બીજા છે. .. એ માણસ પોતાનાં જમાના કરતાં ખૂબ ખૂબ આગળ હતો.

સાહિત્યમાં પણ અર્જુનસિંહો અને શરદ પવારો છે અને હતા….આજના ગદ્યપદ્યસંગ્રહોએ નર્મદનો બાપડાનો પ્રેકટીકલી એકડો જ કાઢી નાંખ્યો છે.

ગોવિંદ સરૈયા (ઓફ સરસ્વતીચંદ્ર ફેમ) એ નર્મદ વિશે એક ફિલ્મ ઉતારવાની ઓફર કરી હતી પણ કોઈ ગુજરાતી એનઆરઆઈએ એમાં રસ ન લીધો. લીધો તેણે લિક્વિફાઇડ કૂકિંગ ગેસની રીફાઈનરીમાં લીધો. સી ?

-*-

દેશી ફિલ્મવાળાઓ જેને હાથ અડકાડે છે તેને તેને તેઓ વલ્ગર બનાવી મૂકે છે ….

-*-

આજે (બાળ અને પછી રાજ) ઠાકરેને અ-મરાઠી લોકો વિશે એલફેલ બોલવા સામે મીડિયામાં ચર્ચા ચાલતી હોય છે અને કોર્ટમાં કેસની તૈયારી પણ શરદ પવારની આવી જ વાતના સમર્થન માટે ૧૯૯૪માં ગાંધીભાઈનો લેખ વાંચવા જેવો છે.

શાસ્ત્રીય સંગીતના રસિકડાંઓને અને જાણકારોને (અને મારા જેવા કે જેઓને ભાન નથી પડતું તેઓને પણ) ધ્રુપદ વિશેનો લેખ ગમશે. એ લેખમાંવિચિત્ર વાત તો એ છે કે ધ્રુપદ અને ખયાલ પ્રથમ પશ્ચિમમાં પુનર્જીવન પામ્યા અને એ પછી ભારતમાં એનો ચેપ લાગ્યો…. તાનસેન બેઝિકલી એક ધ્રુપદિયો હતો. શાહજહાંએ અને ઔરંગઝેબ એ (રિપીટ ઔરંગઝેબ એ) ધ્રુપદ ગાયકી માટે કાવ્યો રચેલાં છે. …સામાન્ય માનવી ઝટ ધ્રુપદની ખૂબીઓ (ન્યૂઅન્સીસ) સમજી શકતો નથી. એ માટે એક્સપોઝર અને પ્રયાસ જોઈએ. આપણે આપણું કલ્ચર ગુમાવી દીધું છે અને પશ્ચિમે એને ઝીલી લીધું છે.[અમુક મહિના પહેલા ધૈવત ત્રિવેદીનો (કદાચ ‘વિવર્તન’માં) પણ આવો કોઈ લેખ વાંચ્યાનું યાદ આવે છે.]

-*-

….પ્રથમ અંધશ્રદ્ધાળુ બેવકૂફ પબ્લિકને ખુશ કરવા માટે બાવાઓ, બાબાઓ, સાધુઓ,મહારાજો,આચાર્યો અને ભગવાનોને પ્રસિદ્ધિ આપવી. એ પછી પબ્લિક જ્યારે આવા ઢોંગીઓ સામે વીફરે ત્યારે પવન પ્રમાણે પૂંઠ ફેરવીને અવળાં વાજાં વગાડવા. ગુજરાતી અને ખાસ કરીને કાઠિયાવાડી પ્રજાનું માનસ રોગિષ્ઠ છે. ..અંગ્રેજોએ આપણને પ્રગતિશીલ અને લિબરલ શિક્ષણ આપ્યું.પરંતુ આપણું લોહી જ અંધશ્રદ્ધાળુ છે…ભારતભરમાં જેટલા બાવાસાધુ છે એના ત્રીજા ભાગના ગુજરાતમાં અને ખસ કરીને સૌરાષ્ટ્રમાં છે….

..જવાહરલાલ નહેરુએ લોકોને સાયન્ટિફિક ટેમ્પર શીખવવાનો પ્રયાસ કર્યો પણ તેમની વિખ્યાત દીકરીએ અખાની જાણીતી પંક્તિની જેમ (એક મૂરખને…)અંધશ્રધ્ધામાં ઝુકાવ્યું અલબત્ત, વોટ કાજે. …

-*-

નરકની દેવીનો ભાંડો ફૂટે છે” – મધર ટેરેસા પરના લેખમાંથી  શું શું  (કેટલુંક) લખવું એની દ્વિધા નિવારવા અને મેહુલ તેવરની ફરમાઈશ પર આખો લેખ તો નહીં પણ આ બે પેજ

FB ફેન્ડ મેહુલ તેવર એ એકવાર યાદ કરાવ્યું હતું એટલે આ (પેગજેવા) બે પેજ મૂકું છું.

~ અમૃતબિંદુ ~

શ્રી દિવ્યાંગ શુક્લએ ગાંધીભાઈના તંત્રીલેખોનું સંકલન કરીને મોટી સેવા (અને આપણા પર દયા) કરી એમ ચોક્કસપણે કહી શકાય. પરંતુ એક વાતની મને નવાઈ લાગી કે એમણે ગાંધીભાઈની જન્મતારીખ આપી છે પરંતુ અવસાનની તારીખ નથી છાપી, જો કે ગાંધીભાઈ આપણા સૌ માટે આદરણીય અને અમર જ રહેશે.

.

.

.

.

આ બધું ટાઈપ કરતો હતો ત્યારનું મનમાં થતું હતું કે ગાંધીભાઈની બન્ને તારીખ (૧૯ ફેબ્રુઆરી, ૧૯૩૨ – ૨૬ જાન્યુઆરી ૧૯૯૮ )ક્યાંક વાંચી તો છે, અને છેલ્લે બે નામ ઝબકી ગયા – સૌરભ શાહ , જય વસાવડા (અહીં ગયો તો યોગાનુંયોગ પણ કેવો કે જેવી એ ઓલરેડી એ ઈમેજ મૂકી છે જે મેં પણ ઉપર સ્કેન કરીને મૂકી છે) અને અને એમની સાઇટ્સ પર જઈ આવ્યો એ બંનેની બ્લોગ પોસ્ટ લિંક આ રહી –

જય વસાવડાની બ્લોગ પોસ્ટ  અને સૌરભ શાહની બ્લોગ પોસ્ટ

5 ટિપ્પણીઓ

Filed under સમાજ, સાહિત્ય, media

ગુજરાત સમાચારનું નેટવર્ક


પોસ્ટની શરૂઆત એક સ્કેન ઇમેજથી  –

ગુ.છો.શાહનું જબરદસ્ત નેટવર્ક

હવે ૧૩ જૂન ૨૦૧૧નાં ગુજરાત સમાચારની વેબ આવૃતિમાં નેટવર્ક વાંચો…

હવે ?

કંઇ નહી  મને મુંઝવતા બે-ચાર સવાલ પણ વાંચી લ્યો ને –

* પ્રિન્ટેડ અને વેબ આવૃતિમાં અલગ અલગ  લેખ કેમ ?

* જૂનનાં પહેલા સપ્તાહમાં ઇલિયાસ કાશ્મીરી ઠાર મરાયો એ અને ‘પ્રિન્ટેડ-નેટવર્ક’માં ઉલ્લેખ કરાયો એ બન્ને અલગ અલગ હશે?

* અગર અલગ અલગ હોય તો પછી વેબ આવૃતિ પર લેખ કેમ બદલી નાંખવામાં આવ્યો હશે?

* આ લેખ આપવામાં ભાંગરો વટાયો કે છાપવામાં ? કે બન્ને રીતે?

* લેખ આપવામાં  કે છાપવામાં કોઇપણ પક્ષે આ ભૂલ થઈ હોય તો આ વિશે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી હોય અને કોઇએ વાંચી હોય તો મને નથી દેખાયું જેથી પ્લીઝ મારું ધ્યાન દોરશો.

~ અમૃતબિંદુ ~

આ સમગ્ર પ્રકરણ અંગે એક મિત્રએ ધ્યાન દોર્યુ હતું જે જાણ ખાતર. 

Leave a comment

Filed under media

ગાળોનો ‘દિવ્ય’ ખજાનો!


એવું કહેવાય છે ને કે અક્ષરજ્ઞાન માટે કલાસ લેવા/ભરવા પડે પણ અપશબ્દો તો પોતાની મેળે જ શીખી જવાય છે.

ઓરકુટની GMCC કોમ્યુ પર હર્ષ પડ્યાગાળ બોલો ભાઈ ગાળ ટૉપિક બનાવેલ છે અને  સંદેશની સંસ્કાર (છે ને કમાલ?) પૂર્તિમાં પણ  ગાળ વિશે  લેખ વાંચ્યો હતો.  ચંદ્રકાન્ત બક્ષીનું પણ કહેવું છે ને “ગાળ એ પુરુષનું મે ન્સીસ છે!” આવું અન્ય પણ ઘણી જગ્યાએ લખાયું હશે પણ જો કે તો  તો યે આ બધામાં main  ingredient (એટલેકે ગાળ) ની તો ઊણપ જ લાગે!

પણ થોભો (અને રાહ જોવાની જરૂર નથી) સીધા  દિવ્યભાસ્કરની સાઇટપર અને ત્યાં ગુજરાત-મોદી-કોંગ્રેસ-ભાજ- હિન્દુ-શક્તિસિંહ જેવા કોઇપણ ન્યૂઝ પર પહોંચી જાવ. ના , અહીં ન્યૂઝ વાંચવાની મથામણ નથી કરવાની પણ એ ન્યૂઝ/લેખની નીચે કોમેન્ટમાં નજર નાંખો.. એક સે બઢકર એક ગાલી (વાંચવા) મળશે!

આવી કોઇ છૂટકપુટક  એકાદ આઈટેમ નહી પણ જથ્થાબંધ ગાળો ભરેલી કોમેન્ટસથી સજાવેલ લેખ-ન્યૂઝ મળશે. અહીં એ બધી આઈટેમોમાંથી એક પણની નુમાઇશ કરવાનું મને કોઇ કારણ જણાતું નથી એટલે  સાબિતી માટેના રસધરાવતી પાર્ટીઓએ  જાતે જ તસ્દી લેવી પડશે!  (એનું મનેય દુ:ખ છે! 😉 )

ન કરે નારયણ અને કરે જો સત્યનારયણની જેમ જો કદાચ (હા, કદાચ) દિ.ભા. આણી મંડળી જો આવા તાજા (કે પછી **) પ્રતિભાવો જો હટાવી લે તો  મિત્ર નિરવ પંચાલે મોકલેલ સ્ક્રિન શોટસ હાજર છે એ માટે મને મેઇલ કરીને મેળવી શકે છે.

આને માટે કોઇ દલીલ કરે કે એમાં દિ.ભા.નો શું વાંક? એ તો વાચકોએ લખ્યું છે તો એ માટે માત્ર શબ્દથી જ નહી પણ ફોટાથી પણ એ સાઇટથી આવા (અ?)જ્ઞાન પીરસવાના ક્લાસીસ ચાલે છે અને એ પણ કંઇ આજ-કાલના નથી, કેટલાયે સમય પહેલા ઓરકુટની ઉપરોક્ત કોમ્યુ પર મીનલ ઠક્કરે ધ્યાન દોર્યુ હતું અને ઘણી બધી કોમેન્ટસ-પોસ્ટથી લોકોએ પ્રતિસાદ પણ આપ્યો હતો.

~ અમૃત બિંદુ ~

અમુક ટીખળી મિત્રો મજાકમાં મને ગાળો આપશે કે યાર જો આવું બધુ બંધ થયું તો લોકોઅવનવી જડબેસલાક ગાળો ક્યાંથી વાંચશે/શીખશે ?

9 ટિપ્પણીઓ

Filed under વૃતિ - પ્રવૃતિ, સમાજ, media