Tag Archives: ખાંખાખોળા

ગાળોનો ‘દિવ્ય’ ખજાનો!


એવું કહેવાય છે ને કે અક્ષરજ્ઞાન માટે કલાસ લેવા/ભરવા પડે પણ અપશબ્દો તો પોતાની મેળે જ શીખી જવાય છે.

ઓરકુટની GMCC કોમ્યુ પર હર્ષ પડ્યાગાળ બોલો ભાઈ ગાળ ટૉપિક બનાવેલ છે અને  સંદેશની સંસ્કાર (છે ને કમાલ?) પૂર્તિમાં પણ  ગાળ વિશે  લેખ વાંચ્યો હતો.  ચંદ્રકાન્ત બક્ષીનું પણ કહેવું છે ને “ગાળ એ પુરુષનું મે ન્સીસ છે!” આવું અન્ય પણ ઘણી જગ્યાએ લખાયું હશે પણ જો કે તો  તો યે આ બધામાં main  ingredient (એટલેકે ગાળ) ની તો ઊણપ જ લાગે!

પણ થોભો (અને રાહ જોવાની જરૂર નથી) સીધા  દિવ્યભાસ્કરની સાઇટપર અને ત્યાં ગુજરાત-મોદી-કોંગ્રેસ-ભાજ- હિન્દુ-શક્તિસિંહ જેવા કોઇપણ ન્યૂઝ પર પહોંચી જાવ. ના , અહીં ન્યૂઝ વાંચવાની મથામણ નથી કરવાની પણ એ ન્યૂઝ/લેખની નીચે કોમેન્ટમાં નજર નાંખો.. એક સે બઢકર એક ગાલી (વાંચવા) મળશે!

આવી કોઇ છૂટકપુટક  એકાદ આઈટેમ નહી પણ જથ્થાબંધ ગાળો ભરેલી કોમેન્ટસથી સજાવેલ લેખ-ન્યૂઝ મળશે. અહીં એ બધી આઈટેમોમાંથી એક પણની નુમાઇશ કરવાનું મને કોઇ કારણ જણાતું નથી એટલે  સાબિતી માટેના રસધરાવતી પાર્ટીઓએ  જાતે જ તસ્દી લેવી પડશે!  (એનું મનેય દુ:ખ છે! 😉 )

ન કરે નારયણ અને કરે જો સત્યનારયણની જેમ જો કદાચ (હા, કદાચ) દિ.ભા. આણી મંડળી જો આવા તાજા (કે પછી **) પ્રતિભાવો જો હટાવી લે તો  મિત્ર નિરવ પંચાલે મોકલેલ સ્ક્રિન શોટસ હાજર છે એ માટે મને મેઇલ કરીને મેળવી શકે છે.

આને માટે કોઇ દલીલ કરે કે એમાં દિ.ભા.નો શું વાંક? એ તો વાચકોએ લખ્યું છે તો એ માટે માત્ર શબ્દથી જ નહી પણ ફોટાથી પણ એ સાઇટથી આવા (અ?)જ્ઞાન પીરસવાના ક્લાસીસ ચાલે છે અને એ પણ કંઇ આજ-કાલના નથી, કેટલાયે સમય પહેલા ઓરકુટની ઉપરોક્ત કોમ્યુ પર મીનલ ઠક્કરે ધ્યાન દોર્યુ હતું અને ઘણી બધી કોમેન્ટસ-પોસ્ટથી લોકોએ પ્રતિસાદ પણ આપ્યો હતો.

~ અમૃત બિંદુ ~

અમુક ટીખળી મિત્રો મજાકમાં મને ગાળો આપશે કે યાર જો આવું બધુ બંધ થયું તો લોકોઅવનવી જડબેસલાક ગાળો ક્યાંથી વાંચશે/શીખશે ?

9 ટિપ્પણીઓ

Filed under વૃતિ - પ્રવૃતિ, સમાજ, media

કટાર ગુજરાતી : નામ ઇંગ્લીશ !


આપણે છાપા-મેગેઝિનની પૂર્તિઓ ખોલીએ એમાં આવતી કટાર (કૉલમ) વાંચીએ છીએ તો મોટાભાગની કૉલમ અને છેલ્લે આવતું ટેઈલ પીસ (આને પુંછડીયુ કહીયે તો કેવું લાગે?) ઇંગ્લીશ અથવા ગુજલીશમાં હોય છે અને આપણે પણ એ સ્વીકારી પણ લીધું છે  એટલે જ કદાચ ઇંગ્લીશ નામ વાળી કૉલમ પ્રમાણમાં વધુ  વંચાય છે કે નહી ?

આવી યાદી પછી બનાવું પણ પહેલા અમુક ચોખવટ કેમ કે ધસમસતા પાણીનાં પૂર આવે એ પહેલા નાવડી લંગારી લેવી સારી નહી તો તરણું પકડીને તરવાનો પ્રયાસ કરવો પડે !

~ હું કોઇ ગુજરાતી બચાવો આંદોલનકારી નથી.

~ અહીં કોઇપણ લેખકની નીંદા  કરવાનો (બદ) ઇરાદો નથી – કમ  સે કમ આ પોસ્ટમાં તો નહી જ 😉

~ જેમ ઇંગ્લીશ ડિકશનરીમાં અન્ય ભાષાનાં અમુક શબ્દો દર વરસે ઉમેરાતા/અપનાવતા હોય એમ આ પણ આપણી લાઈફ સ્ટાઈલમાં કેવું વણાઈ ગયુ છે એ જોવાનો એક પ્રયાસ છે.

~ મારી બ્લોગ પોસ્ટ કે ઇવન સામાન્ય વાતચીતમાં પણ હિન્દી અને (ન આવડતું હોવ છતાં) ઈંગ્લીશ શબ્દો આવે જ છે. એનો ગર્વ નથી એમ અફસોસ પણ નથી. પણ હા એક વાતનો ભારોભાર “અપશોચ” છે કે મને એક પણ ભાષા ઢંગથી નથી આવડતી!

~ જેમ અમુક શબ્દો =  મેગેઝિન – ટાઈમ – કી બોર્ડ – પેન – એ.સી. – લાઇટ – આવા ઘણા બધા નામો આપણા જીવનમાં બાંગ્લાદેશીઓની જેમ ઘુસ્યા નથી પણ પારસી કોમની જેમ ભળી ગયા છે એમ જ અમુક પ્રકારનાં નામ જે તે વિષય માટે કોલમ્સ/કટારનાં નામનું અંગ્રેજી હોવું પણ જરૂરી કે ઇચ્છનીય હોય છે એ સ્વીકારું છું

હવે અમુક કોલમ્સ  તેમજ ટેઈલપીસની યાદી… લેખક કે છાપા/મેગેઝિનનું નામ આપવાની જરૂર નથી જણાતી કેમકે બધા જાણે-વાંચે છે.

એન્કાઉન્ટર – મલ્ટીપ્લેક્સ – બેટલ ગ્રાઉન્ડ

વેવલેન્થ – નેટ નોલેજ – સ્પીડબ્રેકર

સીલ્વર સ્ક્રિન – યંગિસ્તાન – સ્પેક્ટ્રો મીટર

સસ્પે ન્સ – સાયબર સફર – એક્સ્ટ્રા કોમેન્ટ

રેડ રોઝ – વાઇડ એંગલ – બ્રેકીંગ વ્યુઝ

અંડર કરન્ટ – થર્ડ ડાયમેન્શન – કેલિડો સ્કોપ

પેવેલિયન –  ક્લોઝ અપ – હોરાઇઝન – હોટલાઈન

ટૉકિંગ પોઇન્ટ- ઝીંગ થીંગ – નેટૉલોજી – ઇ ગુરૂ

સ્પાર્ક – નેટવર્ક – ક્રાઇમવૉચ – ઑફબીટ

હોબીકોર્નર – ડિસ્કવરી – પ્રાઇમ ટાઈમ

ઇનસાઇડ સ્ટૉરી – કાર્ડિયો ગ્રામ –

એરિયલ વ્યૂ – બાયોસ્કોપ – ક્લાસિક

સીક્સ્થ સેન્સ – સ્પોટ લાઇટ – પોઇન્ટ ઑફ ઓર્ડર

જસ્ટ અ મિનિટ – કૉફી હાઉસ – ટાઈમ એન્ડ ટાઈડ

ફેશન ફન્ડા –  હેલ્થ ફન્ડા – કિચન ફન્ડા

આટલું  બસ,  બાકી આપ સૌ  કોમેન્ટમાં વધુ યાદીલંબાવી શકો છો .

હજુ થોડું વધુ (શુક્રવાર,  ૨૮ મે ૨૦૧૦)

સૌ પ્રથમ તો મિત્રોનો આભાર કે આટલો પ્રતિસાદ આપ્યો , સાથે સાથે મોટાભાગની કોમેન્ટસ પરથી એ પણ એક સાબિતીમળે છે કે આપણને  તો  આપણી ભાષા પર પ્રેમ અને દરકાર છે જ. ફરી એકવાર કહું કે આપણે ચિબાવલી ગુજરાતીમાં મેજ – ચલચિત્ર – નટ – નાયક – સ્તંભ જેવા શબ્દો વાપરવાનો દુરાગ્રહ રાખનારા નથી. નગેન્દ્ર વિજય, વિનોદ ભટ્ટ, નગીનદાસ સંઘવી, ગુણવંત શાહ, ઉર્વિશ કોઠારી, અશ્વિની ભટ્ટ, ધૈવત ત્રિવેદી અને બીજા પણ ઘણા બધા લેખકો જેઓના લેખ સરળ-સમજાય એવું ગુજરાતીમાં હોય છે પણ જો કે આપણે તો અત્યારે “નામ” પાછળ પડ્યા છીએ તો એ વિશે વધુ લખતા પહેલા એક કિસ્સો લખું (જે દૈનંદિન પર્યાવરણમાંથી ઊતારૂં છું)

ફ્રાંસનાનિશાળિયાઓએ વર્ષો પૂર્વે એક પ્રયોગ કર્યો હતો.

કાચના પાત્રમાં ઉકાળેલા પાણીમાં એક દેડકો નાંખ્યો તો પડતાંની સાથે જ દાઝ્યો એટલે એણે બહાર છલાંગ લગાવી દીધી.

પછી કાચના પાત્રમાં ઠંડુ પાણી લઈ દેડકો છોડ્યો તો આનંદથી તરવા લાગ્યો, ધીમે ધીમે એ પાત્રનું તાપમાન વધારતા ગયા, દેડકાને  સમજાતું નહી અને અનુકૂલન સાધી લેતો, આમ કરતા કરતા  ૭૦-૮૦ ડીગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યુ તો પણ દેડકો તરતો રહ્યો… આખરે  ૧૦૦ ડીગ્રી સેલ્સિયસ તાપમાન પહોંચ્યું અને દેડકો બફાઈ ગયો પણ છલાંગ ન લગાવી!

કહેવાનો આશય છે કે ધીમે ધીમે થતું પરિવર્તન(!) આપણે સ્વીકારીને ક્યારે એના અનુકૂળ થઈને બફાઈ ને મરી જઈએ છીએ એ આપણને પણ ખબર પડતી નથી. આવું જ આપણી સાથે થઈ રહ્યું છે. અને એના પરિણામ સ્વરૂપ આપણને એ ધ્યાન બહાર જ રહી ગયું છે કે પૂર્તિનું એવું પાનું મળવું મુશ્કેલ છે જેમાં કોઇ કટાર/કૉલમનું નામ અંગ્રેજીમાં ન હોય! દરેક કૉલમ ને લાગું નથી પડતું પણ શું એ બધી જ કૉલમનાં નામ ઇંગ્લીશમાં હોવા એ વિષયની (કે જનતાની) માંગ છે?

ધીમે ધીમે એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યુ છે કે જો હું (આ પોસ્ટમાં પણ) કૉલમની બદલે કટાર શબ્દ વાપરૂં તો  વેવલા-વેદિયાનું બિરૂદ આપવા માટે ટૉળકી તૈયાર જ હોય.

જો આવી જ અડિયલ જીદ્દ રહેશે તો શૈલેષભાઈએ કહ્યુ એવા દિવસો માટે રાહ જોવાની પણ જરૂર નહી રહે .

એનું પરિણામ તો abc એ લખ્યું એમ દિ.ભા.ની  Sunday પૂર્તિ સામે જ છે.

eNVy અને હર્ષ કહે છે એમ જો આ વિષય-વસ્તુની જરૂરીયાત કે માંગ અનુરૂપ હોય તો હવે પછી જે પણ લેખ વાંચો એના લખાણ સાથે સાથે એ કટારનું નામ મેળવી જોજો . સાથો સાથ એ પણ જરા જોઇ લેજો કે કેટલી કટાર એવી છે જે વરસોથી સતત એન નામને જ સાર્થક કરતા જ લેખો પીરસતી આવી હોય?

રાજની ટાંકની વાત સાચી છે એવા શબ્દોના હજુયે કેટલાયે કોથળા ભરાય એમ છે.. પણ એના ઉપયોગ સામે વાંધો નથી એના દુરોપયોગ કે અતિરેક સામે વાંધો છે, બની શકે કાલ સવારે કોઇ (માત્ર) મને ખોટો પાડવા ખાતર ન સમજાય એવા ગુજરાતીમાં લેખ લખી કાઢે.

પંચમભાઈ તમે કહો એવી યાદી જ બનાવી હતી પરંતુ મને લાગ્યુ કે બ્લોગ પોસ્ટ તો જય વસાવડા કહે છે એમ (જે સાચી વાત પણ છે કેબ્લોગ તો સાતમા ધોરણની ટૂંકનોંધ જેવો હોય તો ઠીક બાકી લાં..બા નિબંધ જેવો વાંચવાનો કોની પાસે ટાઈમ (કહેતા સમય) છે? પણ એ યાદી અને બીજા વધુ નામો ઉમેરીને આપને મેઈલ કરીશ.

દોસ્ત ચેતન તેં તો  (વ્યંગ/કટાક્ષ ) અંગ્રેજીમાં લખીને સાચી વાત કરી કે એવા શબ્દો શોધવા કોણ માથ ફોડે? પણ જેમ બાવા બયના હૈ તો હીન્દી બોલના પડતા હૈ કે કૂવામાં હોય તો હવાડામાં આવેની જેમ સામાન્યજન જેવું વાંચશે એવું વિચારશે, અને લેખકોની એ ફરજ તો ધર્મ સમકક્ષ ગણીયે છીયે ને?

10 ટિપ્પણીઓ

Filed under ગુજરાત_ગુજરાતી, વૃતિ - પ્રવૃતિ, સમાજ, સાહિત્ય

ચલતે ચલતે – III


કાલે એક ફ્રેન્ડ નો એસ.એમ.એસ. આવ્યો  –

જિંદગી તો અપને હી કદમો પે ચલતી હૈ “ફરાઝ” ,

ઔરો કે સહારે તો જનાઝે ઊઠા કરતે હૈ .

આ જ શે’ર ૨૩ માર્ચ અને એના સિવાય પણ ઘણીવાર મેસેજ/ફેસબુક.ઓરકુટ વગેરે સોશ્યલ નેટવર્કીંગ સાઇટસ પર પણ જોવા મળતો પરંતુ એ આવી રીતે –

जिंदगी तो अपने दम पर जी जाती है,

दुसरो के कंधो पे सिर्फ जनाज़े ही उठा करते है !!

કુણાલ ધામીને [કે જે મારા માટે હંમેશા ડિકશનરી/પુછપરછ કેન્દ્ર સમાન છે! 😉 ]  પુછ્યુ  તો એ શ્યોર ન હતો એટલે થયું કે ચાલો બ્લોગ પર મૂકીયે, કોઇક પાસે માહિતી હશે તો જાણવા મળશે. હા, તો કોઇ કહી શકશે કે

આ ફરાઝનો શે’ર છે ?!

કે

આ શે’ર ભગતસિંહના મુખે રમતો ?

કે

પછી એનીથીંગ એલ્સ?

-x-x-x-x-x-x-x-x-x-x-

આજે કસકની સ્કૂલમાં એન્યુઅલ એક્ઝીબીશન હતું એમાં મજા આવવી સ્વાભાવિક છે, બાળકોએ ઘણા બધા અલગ પ્રોજેક્ટ બનાવ્યા હતા, આમ તો સીલેક્શન મુશ્કેલ હોય પણ  કંઇ વધુ બોલ્યા વગર એમાંથી મેં ખેચેલી ત્રણ તસ્વીર મૂકુ છું, એ માણો –

ખમણ ઢોકળા - ગાંઠીયા (વણેલા અને ફાફડા) જલેબી

ઉપરની તસ્વીર જોઇને  મોઢામાં પાણી આવી ગયુ? અસલી લાગે છે ને? કહો કઈ વાનગી શેમાંથી બનાવેલી છે ?

ઘણા ગુજરાતીઓ ને ગુજરાતી તો ખાસ ન ભાવે/ફાવે.. પણ કોઇ બાત નહી બચ્ચા પાર્ટીએ આ બીજી ડિશ (સાઉથ ઇન્ડિયન)બનાવી એ જરા (ચાખી) જુવો .  સવાલ તો એ જ જે ઉપરની તસ્વીરમાં પુછ્યો…

ઇડલી - મેંદુવડા

ઊનાળીની મૌસમમાં ખાવા – ખાવાની વાતો જ ન કરાય ને? ચાલો ન્હાવાની વાતો નહી પણ કમ સે કમ ગરમી ન લાગે એવો ફોટો જોઇએ –

હિમાલય અને નદીઓ

કેમ? બરાબર છે? એ.સી. ની જરૂર નથીને? ચાલો ત્યારે તમે આરામથી ટાઢક કરો હું અહીં વિરામ કરું.

2 ટિપ્પણીઓ

Filed under Art, એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, વૃતિ - પ્રવૃતિ, સાહિત્ય, Kasak

દેશપ્રેમ કે દેશ (અને) પ્રેમ


આપણી એક અવળચંડાઈ કહો કે દકિયાનુસીપણુ કહો કે લોલમ લોલ કે જે કંઇ “મોસ્ટ બૉગસ” વર્ડસ આવડતા હોય એ બધા કહો…. તો એ છે કે જુવાનીયા એટલે જાણે બસ લવેરીયા…એને તો દેશ પ્રેમ જેવી કોઇ ચીજની ખબર જ નથી અને દેશ પ્રેમનો ઠેકો તો અમે 40+ લોકોએ લઈ રાખેલો છે એવું બધું. અને આ સાબિત કરવા તો વાર/તહેવાર/પ્રસંગ વગેરે એટલા આવે કે આપણે મોકો ગોતવા પણ ન જવું પડે… આવો એક “સુંદર” મોકો એટલે વેલેન્ટાઇન  ડે….

આ દિવસે કોઇ સ્વભાવથી તો કોઇ ‘અભાવ’થી ખીજમાં બેઠેલા હોય છે.. ઉંમરીયા કટતી જાયે વાળી વાત હોય છે અને સામે છોકરા-છોકરીઓ નિર્દોષતાથી જલ્સા (એ લોકો પાછા “જલ્સા” આ રીતે અવતરણ ચિન્હ માં સમજે) કરતા હોય એ જોયુ  જાય નહી એટલે દાખલા આપવા માંડે પણ ખાટલે મોટી ખોટી હોય કે જેમ પુજા કરવાના અતિ ઉત્સાહમાં બાથરૂમમાંથી ધોતિયુ પહેરવાનું ભૂલી જાય એમ જ જ ઘણીવાર હકીકતની ખરાઈ ચકાસ્યા વગર દે દામોદર દાળમાંપાણી કરતા હોય છે.

-x-x-x-x-x-

13 ફેબ્રુઆરીએ રાત્રે એક એસ.એમ.એસ. આવ્યો જેમાં એ ભાઈ હરખ કરતા હતા કે દેશદાઝ (જાણે માત્ર ) એમનામાં જ છે.  એ મેસેજમાં એવું હતુ કે આજના જુવાનિયાઓ આવતી કાલે વેલેન્ટાઇન ડે  ઉજવવામાં એટલા  બિઝી છે  કે તેઓને એ પણ યાદ નથી કે 14-02-1931 નાં રોજ ભગતસિંહ.. રાજગુરૂ અને સુખદેવ આ ત્રણ  દેશપ્રેમીઓને ફાંસીના માંચડે ચડાવવામાં આવ્યા હતા! ! હું આ તમને એક દિવસ અગાઉ યાદ દેવડાવું છું જયહિન્દ વગેરે વગેરે (જો કે આમાં પણ સૌ જાણે છે કે 14તારીખે ચાર્જેબલ મેસેજ હોય છે)

મારું મોબાઇલનું કેલેન્ડર માર્ચ 23, 1931 બતાવતું  હતું પણ મને હંમેશા પોતાના પર પહેલી શંકા થાય એટલે મેં કન્ફર્મ કરવા કુણાલ ધામીને મેસેજ કરીને ચકાસવા કહ્યું તો એનો જવાબ મારા મોબાઇલ કેલેન્ડરને સાચો ઠેરવતો હતો !

મને ગુસ્સો આવ્યો કે સાલ્લા, પહેલા ક્રોસ ચેક તો કર … પણ આ ગુસ્સાનો પારો ચડવાને હજુ કદાચ વાર હતી.. 14 તારીખે આવા ચાર જણાએ મેસેજ  ફોર્વર્ડેડ કર્યા.. અને આજે ઑફિસે આવીને નેટ દ્વારા ખબર પડી કે  આ લોલમ લોલમાં બીગ બી પણ બાકાત નથી! હવે ગુસ્સાએ ઉદાસીનતાનું સ્વરૂપ પકડ્યુ કે આ લોકોને એટલી પણ કેમ ખબર નહી હોય કે કેટલા લોકો એમને વાંચે છે અને ફૉલો પણ કરતા હશે ? જો કે બીગબીનું કોઇએ ધ્યાન દોર્યુ એટલે એમણે માફી તો માંગી લીધી પણ હવે સો મણનો સવાલ એ કે ભૂતકાળમાં આવી અન્ય કોઇ ભૂલ નહી થઈ હોય એની ખાત્રી શું? અને ભવિષ્યમાં એમના શબ્દમાં વિશ્વાસ કેમ મૂકી શકાશે જો કે સાથે સાથે એક લેશન પણ મળ્યુ કે ગમે તેવા મોટા માણસોની વાતોમાં આવી જવાની બદલે ક્રોસ ચેક કરી લેવું.

~ અમૃત બિંદુ ~

23 એપ્રિલની મારી આ બ્લોગ પોસ્ટમાં પણ આવો એક છબરડો છે.

14 ટિપ્પણીઓ

Filed under વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, વૃતિ - પ્રવૃતિ

ઇમાનદારી


સંદેશ અને દેશ-ગુજરાત માં અનુક્રમે સમાચાર છે કે

ધનતેરસે ધનવર્ષા થઈ છતાં ઇમાનદાર ખાતેદારે બેંકને 59.30 કરોડ પાછા આપ્યા !

અને

Honest carpenter returns Rs 59.30 crore in Gujarat

આના જેવા જ એક  કિસ્સામાં  પહેલા ઓરકુટ પર 03 સપ્ટેમ્બરે એક પોસ્ટ મૂકેલી કે
છબરડો ( પણ ) છાપાનો નહીં દલા તરવાડીની વાર્તા યાદ આવે એવો એક કિસ્સો ……

એક્સીસ બેંક-રાજકોટમાં (બેંકની ભૂલથી) એક ભાઇના ખાતામાં 3.25 કરોડ ટ્રાન્સફર થયા અને એ ભલા-ભોળા ભાઈને પૈસા ઉપાડવા(!)માં બેંકે ગ્રાહક ભગવાન છે ની રૂએ મદદ પણ કરી!
આ “ગુજરાત સમાચાર” ની હાર્ડ (કે પ્રિન્ટ) કોપિમાં વાંચ્યા, મને લિન્ક ખબર નથી
(ઉપસંહાર – ખાતું ખોલાવવું હોય તો બસ એક્સીસ બેંકમાં જ. કબ ખુદા છપ્પર ફાડકે દે દે!)
હા, તો એ સમયે દલા તરવાડીની યાદ આવી હતી અને આ વખતે પણ પેલો જુનો ટૂચકો યાદ આવી ગયો જેમાં એક કાકા પાણીમાં પડેલા બાળકને બચાવે છે અને એના સમારંભમાં એ “સ્પીચ” આપે છે કે મને ધક્કો કોણે માર્યો?! આ કિસ્સામાં પણ   કંઇક એવું થયું હોય એવું ન બને ? કેમ કે જુવો સંદેશમાં  આમ લખેલ છે કે
આટલી મોટી રકમ ખાતામાં જમા થઇ હોવાનું જોઇને આંતરરાષ્ટ્રીય હવાલાના નાણાંની આશંકા થતાં જુગલકિશોરે તેમના એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મિત્રને આ વાતની જાણ કરી હતી.

4 ટિપ્પણીઓ

Filed under ગુજરાત_ગુજરાતી, રમૂજ

મહાનુભાવોનો (શંભુ) મેળો


મિત્ર  પરેશ ભેદાના ફોર્વર્ડેડ મેઈલ માં આવેલ નીચેની તસ્વીર અહિં મૂકવાની લાલચ રોકી નથી  શકતો સાથે સાથે મારા તરફાથી એક સ્કીમ [કે સ્કેમ ? 😉 ] પણ છે કે નીચે આપેલ તસ્વીરમાંથી બધાજ લોકોને ઓળખી શકશો તો એક કાર* મળશે! હા તો હવે મેગ્નીફાઇંગ ગ્લાસ હાથમાં લઈ લો.


અહિં કલીક કરી એન્લાર્જ સાઇઝમાં જુવો

.

.

.

.

* કંડીશન એપ્લાય હો 😉

1 ટીકા

Filed under રમૂજ, વૃતિ - પ્રવૃતિ

(Once Again) Copy_Paste


જુન 18, 2009ના રોજની મારી એક  Short_Sweet-II પોસ્ટ પર બે બુઝર્ગો નામે સુરેશ જાની અને  રાજેન્દ્ર ત્રિવેદી એ કોમેન્ટ કરીને મને “આંગળી” કરવાની કુચેષ્ટા કરી  છે.  એ બાબતે થોડા મુદ્દા.

1  – આજ દિવસ સુધી કોઇપણ વ્યક્તિની કોઇ પણ કૃતિની (ચાલાકી પૂર્વક) ઉઠાંતરી કરી નથી.

2 – આજ દિવસ સુધી મેં કદી પણ કોઇને  મારો બ્લોગ જોવાની કે એમાં કોમેન્ટ લખાવાની હિમાયત કરી નથી.

3 – આજ દિવસ સુધી મેં લોકોની ઉંમર અને પ્રતિષ્ઠાને ધ્યાનમાં રાખીને એલફેલ બોલ્યો નથી, કારણકે એવું ન કરવાના મને સંસ્કાર મળ્યા છે.

4 – ઉપરોક્ત  બન્ને મહાનુભાવને કહેવાનું કે  હું નિવૃત કે સરકારી કર્મચારી નથી. બિઝનેસ કરૂ છું સમયની મારામારી હોય એ સમજી શકતા હશો છતાંપણ  કહું છું કે જો દલીલ કે ચર્ચા કરવી હોય તો ખુલ્લમ ખુલ્લા કરીયે, ઇ-મેઈલ પર પણ નહી. એકવાર ચર્ચા શરૂ કરીએ પછી  ઉંમર વગેરેના કોઇ કારણો ન આવવા જોઇએ.

5 – તમારા લોકોની કોમેન્ટનો સુર  એવો નીકળે છે કે જાણે મેં  કોપિ  કરી હોય! પરંતુ “મોટાભાઈ”  બન્ને પોસ્ટની તારીખ ચકાસો.

6 – ધુમ્રપાન સ્વાસ્થયને હાનીકારક છે એવી ખૂણે ખાંચકે કે તળિયે દેખાય એ રીતે નહી પરંતુ મેં પોસ્ટની શરૂઆતમાં લખેલ છે કે  મિત્ર જયેશ ભેદાના (ફોર્વડેડ) ઇ-મે ઈલમાંથી સાભાર.

11 ટિપ્પણીઓ

Filed under વૃતિ - પ્રવૃતિ