Tag Archives: કોંગેસ

(રાજ)રોગ અને નિદાન(પધ્ધતિ)


રાજકીય વિશ્લેષકો, લેખકો વગેરે જેવા બુધ્ધીશાળી લોકો પોતપોતાની સમજ પ્રમાણે (આમ તો કંઈ પરિણામ નથી આવ્યું એવા) દિલ્હી પરિણામ પર પોતપોતાની મતિ મૂજબ કહેતા/લખતાં હોય છે તો મને થયું કે હું ભલે આમ બુદ્ધિનો બળદિયો હોય અને મતિ નામે અલ્પ પણ ના હોય પરંતુ પાનના ગલ્લા પર ચાલતી હોય છે એવી ટ્રેનમાં ચડીને ખુદાબક્ષ મુસાફરી કરી તો જોઈએ .

હા,  તો,  જો રાજકીય પક્ષોની સરખામણી ચિકિત્સા પદ્ધતિ પ્રમાણે કરીયે તો મને કૈક આવું લાગે છે. ભાઈ, તને કોઈએ દોઢ ડાહ્યો થવાનું કહ્યું? – આવું મને સંભળાય છે લેકિન એક બાર હમ બ્લોગ લિખને કા ઠાન લેતે હૈ, ફિર કિસીકી અપને AAP કી ભી નહિ સૂનતે !

સૌ પ્રથમ AAP થી જ શરૂઆત કરીયે કેમ કે સારો કે ખરાબ જે પણ અલગ અલગ લોકો માને એ ડખ્ખો AAP  એ જ રચ્યો છે ને ? તો AAP ને આયુર્વેદ સાથે કદાચ સરખાવી શકાય, જેના વિશે એવું મનાય છે કે આની આડ અસર નથી હોતી ખરેખર તો આ માન્યતા (પણ) સાચી નથી અને ધરમૂળથી રોગ કાઢે છે એ એનો પ્લસ પોઈન્ટ તો માઈનસ પોઈન્ટ એ પણ છે કે આમાં સમય ઘણો લાગે.

બે નંબર(ની) Congress ની વાત કરીએ તો આને જો હું ચિકિત્સા પધ્ધતિ/ઇલાજમાં ગણતરી કરીશ તો લોકો કદાચ ગણતરીની મીનીટસમાં મારું ઢીમ ઢાળી દયે પણ આને નજર અંદાજ પણ કેમ કરી શકાય? એટલે મને લાગે છે કે Congress  એ દવા નહિ પણ દારુ છે. લોકો સમજે છે કે દારુ સ્વાસ્થ્ય માટે સારો નથી તો પણ ‘મજા’ માટે લોકો પીતાં જ હોય છે ને ? અને ચૂંટણી વખતે તો ખાસ આની ડીમાંડ ઊભી કરવામાં આવે છે તેમજ એક કારણ એ પણ કદાચ હોય શકે કે દારુ જલ્દી છૂટતો નથી ને ? ભલે દેશ રૂપી શરીરની, લિવરની પથારી ફેરવી નાંખે છે એ જાણતા હોવા છતાં અમુકને આનું બંધાણ/કુટેવ/મજબુરી છે !

ત્રીજા ક્રમે BJPને મૂકીએ જે મારું ફેવરીટ છે અને એને હું એલોપથી ટ્રીટમેન્ટ તરીકે લઉં છું. માન્યું કે આની આડઅસર ઘણી છે, પ્રમાણમાં  મોંઘી પણ છે પરંતુ આનાથી ક્વિક રીલીફ પણ તો મળે છે અને એમ પાછું સાવ કાંય નાંખી દીધા જેવું તો નથી નથી અને  નથી જ ! Congress રૂપી દારુ અગર મજબુરી છે તો એની ટ્રીટમેન્ટની અપેક્ષા આ બંને પાસે રાખી શકાય એવું અત્યારે લાગે છે આગે આગે ગોરખ જાગે !

હજી અન્ય પક્ષો રહી ગયા એવું કોઈ કહે તો મારી હવે લિમિટ આવી ગઈ, આગે ‘આપ’ ભી તો કુછ કહે સકતે હૈ !

~ અમૃતબિંદુ ~

આજ-કલ લોગ દિલ્હી વિધાનસભા કે આસપાસ જાને સે ડરતે હૈ, કહી કોઈ પકડ કર યે ના બોલે –

.

.

.

.

.

.

ચલ સરકાર બના!

^Fwd Msg^

^ એફ્બી પર આજે મૂકેલ સ્ટેટ્સ

Leave a comment

Filed under સમાજ, media, Nation, politics, social networking sites

SMS = શિંદેને ‘મારો’ સંદેશ !


આપણે ત્યાં અક્કલ વેંચીને કે નાગાઈમાં Phd કરીને રાજકારણમાં આવનારની સંખ્યા કેટલી? એ નોંધવા જઈએ તો જિંદગી પૂરી થઇ જાય! છતાંપણ અમુક નામ રટીએ તો – લાલુપ્રસાદ, મુલાયમસિંહ, રાહુલ ગાંધી, કેશુ બાપ્પા, શરદ યાદવ, સુશીલ શિંદે, બેની પ્રસાદ & મેની મોર…… 😉

આપણે ત્યાં આમ પણ ગ્રાહક કે આમ આદમીની મરજી કે હક્ક  જેવી કોઈ ચીજ છે નહિ. મન પડે ત્યારે, મન પડે એ અને મન પડે એવા એવા ફતવા બહાર પડતા રહેતા હોય છે, એમાં અત્યારે તો માત્ર ‘મેસેજ’નું મુદ્દો જ પકડીએ અને એકસાથે મનમાં આવતા ઘણા બધા વિચારોનું વ્યવસ્થિત સંકલન તો નહિ પણ એમ જ રેન્ડમ તુક્કાઓ વેરું તો-

SMS , customer care & Mobile મારો પ્રિય સબ્જેક્ટ હોય એમ એ કેમ હું વારંવાર એને ઊઠાવું છું? આ પહેલા પણ આ વિશેની પોસ્ટ્સ –

https://rajniagravat.wordpress.com/tag/sms/

https://rajniagravat.wordpress.com/tag/mobile/

https://rajniagravat.wordpress.com/tag/customer/

પહેલા TRAI  ૫૦૦ અન લિમીટેડમાંથી ૧૦૦ લિમીટેડ મેસેજ કરાવે, સેલ્યુલર કંપનીઓ મેસેજ સંખ્યા કાપવામાં એનો અમલ કરે પણ એના માટે જે ચાર્જ વસૂલવામાં આવે છે એમાં કોઈ ફેરફાર નહિ! …… એમ તો ૧૦૦ના ૨૦૦ થયા એવું સાંભળ્યું હતું પરંતુ શાયદ આ મોબાઈલ કું. વાળા આવી વાતોથી બેખબર હોય શકે!

આ ડીંડવાણું ચાલ્યું અને કોઈ ઉહાપોહ ન થયો ત્યાં ભાદરવાના ભીંડાની જેમ શિંદે ‘સાયબ’ ખુરશી પર ચડી ગયા અને સાથે સાથે જે અફડાતફડી થઇ એમાં ‘અફવા’ માટે SMSને બકરી ઈદ ન હોવા છતાં પણ બલિનો બકરો બનાવી દેવામાં સફળ (!) થયા, અને દે દામોદર દાળમાં પાણીના અન્વયે લિમીટેડ SMSમાંથી હજુ લિમીટેડ (!!!!!) નું એલાન જારી કરી દેવામાં આવ્યું અને મોબાઈલ વાળા બિચારા ચિઠ્ઠીના ચાકર, એમણે ફટાફટ અમલ પણ કરવો પડેને?

જોવાનું એ છે કે આવી બધી પાબંધી કે ટેકનોલોજી પરની નશબંધી ઉપ્સ નશાબંધીનો વિરોધ કેમ ન થયો? ઘણાબધા કારણોમાં આ પણ હોય/છે-

૧ – આપણે વિરોધ કરતા શીખ્યા નથી, યા તો એને અપનાવી લઈએ જેમ પેટ્રોલ વગેરેનો ભાવ વધારો, યા તો પાછલા દરવાજેથી સોલ્યુશન !

૨ – એટલો ઉપયોગ લોકો નહિ કરતા હોય, જેટલો  સરકાર અને સમાજ સમજે છે.

આવા હાસ્યાસ્પદ અને ઘેલાસફ્ફા ફતવારૂપી નિયમોથી સમસ્યાનો ઉકેલ આવે એવું અકક્લમઠા સિવાય કોઈ કદાચ વિચારી પણ નહિ શકતું હોય.

અમેરીકામાં  9/11 વખતે જો આપણા સુશીલકુમાર જેવા અડબુથ્લ હોત તો એક ફ્લાઈટમાં નો મોર ધેન ફાઈવનો આદેશ આપી દેત ને?

અને જે લોકોએ ઉંબાડીયા કરવા જ છે એ શું માત્ર SMS પર જ ડીપેન્ડ રહે?

આ રીતે SMS  અને આપણને ‘બાન’માં ૧૫ દિવસ રાખ્યા બાદ બધું જ સમુસુતરું પાર ઉતરી જશે?

એમ તો હંમેશની જેમ પાકિસ્તાનનો હાથ (પંજો) છે એવી વાતો વહે છે તો શું આપણા shoeશીલ(!)  હવે આપણા એ ‘નાનાભાઈ; ને સમજાવી શકશે કે બેટા, અચ્છે બચ્ચે ઐસા નહિ કરતે!

~ અમૃતબિંદુ ~

મોબાઈલ ધારક એમ કહી શકે:

SMS(send-rcv કરવા)(મોબાઈલના) જન્મથી જ, જન્મસિધ્ધ અધિકાર છે!

2 ટિપ્પણીઓ

Filed under વૃતિ - પ્રવૃતિ, Nation, politics, social networking sites

ચૂંટણીની ચટણી


હમણાં હમણાંથી મારી બ્લોગ પોસ્ટ્સ કંઈક ભારેખમ બની જતી હોય એવું લાગતું હતું, પણ આ (ઈલેકશનની) હોળી આવી એટલે હવે કંઈક ઓરીજીનલ રંગ ‘આયવો’

આમ તો કંઈ નવું નથી, કાલે એફ.બી.માં જે સ્ટેટ્સ મૂક્યા, જોયા/વાંચ્યા એ અને એના પર આવેલી અમુક કોમેન્ટ્સ અહીં શે’ર કરું છું.

-x-x-x-x-x-x-x-x-x-x-x-

મુકુલ જાનીનું સ્ટેટ્સ

…..’માયા’ ભલે ગઈ,
પણ
એની જગ્યાએ
’મુલ્લા’ ’યમ’ આવેલ છે,
એ ના ભૂલાય!

-x-x-x-x-x-x-x-x-x-x-x-

પ્રણવકુમાર અધ્યારુનું  સ્ટેટસ

अखिलेश यादव…life begins before 40

-x-x-x-x-x-x-x-x-x-x-x-

R.A. = કહેવાય છે ને કે life begins @ 40
તો
40+ બાબાને પોલિટિકલ લાઈફ શરૂ કરવા અને ભાજપનું કમળ ખીલવવા ૪૦ સીટ્સ (પણ) મળશે ?

^

Rajni Agravat અત્યાર સુધીના અપડેટ હિસાબે ભાજપ તો કદાચ ૪૦ પાર કરે પણ બાબાજી કો તો મમ્મા કી ગોદમેં હી જાના પડેગા ઐસા લગ રહા હૈ !

Chetan Bhatt અને બાબલા ના એક દાઢિવાળા એક ગુજરતી કાકા કહેતાતા આજે કે બીજેપી ના તો સુપ્ડા સાફ થઈ ગ્યા……આવી તે મજાક હોય પાર્થ કાકા? કે પછી બાબલા ના ઘા પર મીઠું ??

-x-x-x-x-x-x-x-x-x-x-x-

R.A. = ચાળીશ+ વર્ષિય બાબા, મણીપુર સિવાય ક્યાંય ચાલીશ(૪૦ સીટ) નહિ ! !

^
કહેવાય છે ને કે ચાળીશ પછી ચાલીશ નહિ તો ચાલીશ નહિ

(આમ તો મણીપુર છતાંપણ સીટની ગણતરી મુજબ છતાંપણ મોટું મન રાખીને પંજાબ પણ ગણી લઈએ લ્યો ને ) =

Chetan Bhatt બાપુ આજ બહુ રંગ મા છો ને કાંઈ?

Rajni Agravat ‎Chetan Bhatt = આપણે રંગ અને મેડમને ત્યાં હોળી !

-x-x-x-x-x-x-x-x-x-x-x-

પારસ શાહનું સ્ટેટસ

We at state level are responsible for the poor showing, Rahul was only a campaigner – Rita Bahuguna Joshi #UP ……:P =

^Paras Shah Rahul Gandhi is a magician. He campaigns in Uttar Pradesh and his party wins in Manipur. WoW !! – Manik Mahajan on twitter

Paras Shah UP Voters to BABA : Bura Na Mano Kal Holi Hai 😀

-x-x-x-x-x-x-x-x-x-x-x-

R.A. =

જે કંઈ ગુણ છે એ રાહુલમાં એટલે કે બત્રીસલક્ષણા યુવરાજ છે, કાર્યકરો તો નગુણા છે.

જો કે સારા કામ માટે બત્રીસલક્ષણા નો ભોગ ચડાવવો પડે ને !

Amar Dave સુધારો …. કાર્યકરો ‘ રીઢા બહુગુણા ફોસી ‘ છે

-x-x-x-x-x-x-x-x-x-x-x-

દ્વિરેફની વાતો – U.P. Election.

“પ્રદેશ ઉત્તરમાં કોંગ્રેસની દક્ષિણે થઇ પથારી”

ગુજજુ ભાઈ બાબા ભાઈ નું બાળોતીયું બગડી ગયું..

-x-x-x-x-x-x-x-x-x-x-x-

R.A. = બાટલા વખતે (મગરનાં) આંસુ પડ્યા હોય કે નહિ પણ સ.પા. એ એવી બાટલી સુંઘાડી છે કે મેડમ -ને એનો (સ્ટાર) પરિવાર હવે પીલુડા પાડતા હશે એ નક્કી =

Praful Kamdar હજી હીબકાં લે છે……!

Chetan Bhatt બીજું તો ઠીક પણ બાબલા ને બાટલા નડી ગ્યુ ભૈ…

-x-x-x-x-x-x-x-x-x-x-x-

R.A. = ખુરશી(દ) સ્ટાઈલ = ભલે મને ઇલેકશન પંચ ફાંસીએ ચડાવી ડે પણ હું તો કહેવાનો જ કે ઉ.પ્ર., ગોવા, પંજાબના EVMમાં ચેડા કરેલ હતા !

Mukul Jani ઈલેક્શન કમીશન તો માઈ-બાપની સામે કંઇ ના કરી શકે, પણ જનતાને થોડી શેહશરમ નડે છે! ખુરશી (દ) તો ગઈ પણ ડિપોઝીટ લઈને!

-x-x-x-x-x-x-x-x-x-x-x-

મમ્મી મમ્મી,પેલા યુ.પી વાળા મુલ્લા પહેલવાને થપ્પડ મારી.
મનીયો મસ્તીખોર નું સ્ટેટસ

R.A. = બેટા, કેટલીવાર સમજાવ્યું કે “મ” હોય ત્યાં ન જવું (મુલાયમ-માયા-ઉમા) !

હવે ગુજરાત વખતે આ વાત ભૂલતો નહિ

Prasham H Trivedi આવવા દયો ને, આપણને છુટ્ટા મોઢે મનોરંજન મળી રહેશે .

Devanng Dhotijotawala એક વાર ભૂલો પડ ગુજરાત માં…રાજનીતિ હું છે એ હમજાવી દિયે..

-x-x-x-x-x-x-x-x-x-x-x-

ઉજ્જવલ અધ્યારુનું સ્ટેટસ

આજે હું ખુબજ દુ:ખી છું મારુ વાહ્લુ કોંગ્રેસ હારીગયુ ,મારો પ્રીય નેતા રાહુલ ની મહેનત માથેપડી ,અને પડી તો એવી કે સાલુ ભાજપા પેલા ઉમાબેન મ.પ્ર માંથી આવી આગળ નીકળીગયા.આજે ભલે થોડીઘણી સીટો વઘી અને ભાજપા ની ઘટી પણ સાલુ આજે મને ખાવાનુ નહી ભાવે.બીના એતો શ્રીખંડ બનાવ્યો છે પણ મને તો રાહુલ બાબા ની એ રાતો યાદ આવે છે જે એમણે ઝુપડામાં વીતાવેલ બોલો હવે મારા ગળેથી ખાવાનુ ઉતરે ?

Envy Em તો નજીક માં કોઈ ગરીબ ની ઝુંપડી માં પહોચી જાવ અને તેના ભાગનું ખાઈ જાવ

Vinod Surve ગરીબ ના ભાગ નું નહિ બધાના ભાગનું ખાઈ જાવ… નિરાતે ઊંઘ આવી જશે…

-x-x-x-x-x-x-x-x-x-x-x-

R.A. = ઉત્તરાખંડમાં ભાજપને એક (માત્ર) “મર્દ” (N.D.TiVari)જ ભારી પડે એમ છે !

કોઈની ‘તાકાત’ છે કે એને ‘ટક્કર’ આપી શકે ?

^
યે સ્ટેટસ કે પ્રાયોજક હૈ – Kunal Dhami

-x-x-x-x-x-x-x-x-x-x-x-

હિરેન જોશીનું સ્ટેટસ = માયાવતી એ બનાવેલા પૂતળા જ અત્યારે તેની સામે હસે છે.:-)

Rajni Agravat હાસ્ય કે અટ્ટહાસ્ય ?

Itz Darshit પુતળા જોવાની આદત પાડી લો, માયાવતી હવે નજરે નહી જડે..

Rajni Agravat ‎^ જડ ગઈ ને જગા થઈ ?

R.A. =’બહેનજી’,
તે બનાવેલા તુજને ખિજાવે છે !

-x-x-x-x-x-x-x-x-x-x-x-

R.A. = કહાં કે હમ હૈ યુવરાજ ? <-રા’હુલ’

-x-x-x-x-x-x-x-x-x-x-x-

R.A. = જૂની વાત – ઘરના ભૂવાને ઘરના ડાકલા

નવી વાત – જે ચેનલના એન્કર એ જ ચેનલના એક્સપર્ટ/ગેસ્ટ/એનેલાઈઝર !

-x-x-x-x-x-x-x-x-x-x-x-

R.A. = Star News:-

पेट्रोल पांच रुपये महंगा हो सकता है

^ (ઉત્તર) પરદેશ કી જનતા જવાબદાર હૈ , રોટી (ખાઈ, ઉસકી !) કિંમત ચૂકાઈ નહિ ના !

^ Vivek Doshi પેટ્રોલ મોંઘું થવાનું છે,એટલે ઉત્તર પ્રદેશની જનતાએ “સાયકલ” ઉપર વિશ્વાસ મુક્યો..

Rajni Agravat ‎Star News = चुनाव 2012: पांच में से चार राज्यों में नकारी गई कांग्रेस के लिए बड़ा सबक

^ સબક જીસકો વફાકા યાદ હોગા, મહોબ્બતમેં વોહી બરબાદ હોગા !

અમૃત બિંદુ ~

આવા જ ગતકડાંવાળી પોસ્ટ  ૨૦૧૧ની મકરસંક્રાતિ પર પણ મૂકી હતી.

3 ટિપ્પણીઓ

Filed under રમૂજ, સમાજ, media

Breaking News


ગઈકાલ તારિખ  ૦૮ જાન્યુઆરી ૨૦૧૨ના રાત્રે eTV_ગુજરાતી પર સમાચાર દરમ્યાન સફારી( ડિસેમ્બર)નો તંત્રી લેખ વધુ એક વખત યાદ આવી જવો  સ્વાભાવિક હતું.

૩-૩૦/૪ થી  ૬-૩૦/૭ દરમ્યાન ડૉ. સુબ્રમણ્યમ સ્વામી આશરે બે કલાક સુધી જે કંઈ બોલ્યા એમાંથી eTV_ગુજરાતીના રાકેશ કોતવાલ સુધી બીજું કંઈ ન પહોચ્યું સિવાય “ડૉ. સુબ્રમણ્યમ સ્વામી એ ટીમ અન્ના પર લગાવ્યો નકસલવાદ વિચારધારાનો આરોપ !”

.

.

.

હું ભલે પ્રેસ રિપોર્ટર નથી (છતાં)પણ મારો રીપોર્ટ આ મુજબ છે  –

સ્વામી વિવેકાનંદ વ્યાખ્યાન માળા

ગયા વખતે જય વસાવડાના વ્યાખ્યાનથી ખ્યાલ આવ્યો કે નેશનલ મેડિકોઝ અને ભારતીય વિકાસ પરિષદ ગાંધીધામમાં દર વરસે વિવેકાનંદ વ્યાખ્યાન માળાનું આયોજન કરે છે એ  આ વખતે ડૉ.સુબ્રમણ્યમ સ્વામીના વ્યાખ્યાનનું આયોજન કર્યું હતું.

* વ્યાખ્યાન ભારી ભરખમ ન હતું એ નોંધનીય છે અને ડૉ સ્વામીએ 2G-સ્પેક્ટ્રમ વિશે એકદમ સાદી સમજણ આપી કે  જેનાથી સામાન્ય નાગરિકને પણ ખ્યાલ આવે.

* SmSમાં જે જોક્સ માણીયે છીએ એ 2G સંદર્ભમાં મનમોહનસિંહ જે બે Gને જાણે છે એ અને જેલ-કૂક કહે છે કે બધા મદ્રાસીઓને ન મોકલો તો સ્વામીએ કહ્યું કે હજુ તો ઇટાલિયન) પિત્ઝા પણ બનાવવાનો વારો આવશે વગેરેથી વાતાવરણ હળવું રહ્યું.

* અફજલ ગુરુને શા માટે ફાંસી નથી અપાતી એ અને 2G લાયસન્સ વખતે કેવી કેવી ટ્રિક અપનાવી એ વિશે તો  માહિતી મળી જ પણ પબ્લિકને સૌથી વધુ ત્યારે ચોંકી ગઈ જયારે કહેવામાં આવ્યું કે જે બે કંપની ડ્રાફ્ટ લઈને આવી હતી એમાં એકનો ડાયરેક્ટર રોબર્ટ વાઢેરા છે ! !

* ભારતીય સંસ્કૃતિ અને જીવન પદ્ધતિ વિશે પણ બોલ્યા અને સાથે સાથે અનામત વિશે એમણે બહું સરસ મંતવ્ય આપ્યું કે જેઓ રૂલ/શાસન કરી ગયા છે એમને કોઈ કાળે આ “લાભ” મળવો જ ન જોઈએ એ સાથે સાથે બધા શાસકો ની ગણતરી કરાવી છેલ્લે કહ્યું કે એ હિસાબે SC-ST બે ને જ લાભ મળવો જોઈએ અને એમને પણ પરિવારમાં એક જ વખત લાભ મળવો જોઈએ એવી હિમાયત કરી હતી.

* કોમ્યુનલ વાયોલન્સ બિલવિશે તો ત્યાં સુધી કહ્યું કે આ માટે જો જરૂર પડે તો સડક પર પણ આવી જવું જોઈએ.  આ પ્રકારનું ‘ઝેરી’ બિલ અંગ્રેજો કે અન્ય કોઈ પણ શાસકો લાવ્યા નથી

ડૉ.સુબ્રમણ્યમ સ્વામી

~ અમૃતબિંદુ ~

બાબા રામદેવને ઇન્ટર્વ્યૂ દરમ્યાન સવાલ કર્યો : ‘ભ્રષ્ટાચાર સામે વિરોધ કરી રહેલી ટીમ અણ્ણા દેશના કાળા નાણાં વિશે કોઇ મુદ્દો ઉઠાવી નથી રહી. આ બાબતે તમારો શો અભિપ્રાય છે ?’
બાબા રામદેવ : ‘એ તેમનો વ્યક્તિગત મામલો છે. કાળા નાણાંના મુદ્દાને તેઓ ટેકો આપે કે ન આપે તેનાથી મને કશો ફરક પડતો નથી. ટીમ અણ્ણાએ ભ્રષ્ટાચારના વિરોધમાં આંદોલન શરુ કર્યું એ પહેલાંથી હું કાળા નાણાં સામે ઝૂંબેશ ચલાવી રહ્યો છું. આ ઝૂંબેશ મારી રાષ્ટ્રીય ફરજ છે. અણ્ણા હજારે તે ઝૂંબેશને ટેકો આપે તો ઠીક અને ન આપે તો પણ ઠીક.’
આટલો વાર્તાલાપ પૂરો થયો ત્યાં બીજી જ મિનિટે ન્યૂઝચેનલે તેના લાઇવ સમાચારનું મથાળું બાંધ્યું : Breaking News: Baba Ramdev attack on Team Anna!

2 ટિપ્પણીઓ

Filed under ધર્મ, સમાજ, media

કહાની સિધ્ધાંતવાદી કોંગીજનની


હંમેશા ભા.જ.પ.-ન.મો.-હિન્દુત્વ તરફી વાતો/પોસ્ટ કરતો હું અચાનક આમ પાટલી બદલું કેમ થઈ ગયો? કેમ કે  જડ અને એક પક્ષિય માન્યતા વાળો નથી. કોઇપણ રાજકિય કે બિન રાજકિય પક્ષને ૧૦૦ % સારો કે એવી જ રીતે ૧૦૦ % ખરાબ માની ન શકાય. હા,પ્રમાણ જરૂર જોવું જોઇએ.

મારી પત્નીએ અમારા ઘેર કામ કરવા આવતા બહેનની  કથા/વ્યથા આજે મને જણાવી કે ભીલ પરિવારનાં એ બહેન ગાંધીનગરનાં વતની છે, એના પિતા કોંગ્રેસના નેતા હતા.  તેઓએ ગ્રામીણજનો માટે ઇંદીરા આવાસ યોજનાનો સકારાત્મક ઉપયોગ કર્યો હતો, અને ઠાકરડાઓની લુખ્ખાગીરી સામે અવાજ પણ ઉઠાવ્યો હતો.  એમના આવા સામાજિક કાર્યોને લીધે વરસો સુધી સરપંચ પણ રહ્યા. દારૂથી તો એમને સખત નફરત હતી પણ એમના જ ભાઈઓ અને દિકરાઓ આ બધુ કરતા. દારૂને લીધે  એકવાર એમના પરિવારમાં ઝગડો થયો, તેઓ સમાધાન-સમજાવવા ગયા તો એમના જ પરિવાર દ્વારા જોરદાર ધક્કો લાગ્યો અને પછડાટના લીધે એમની કમર તુટી ગઈ, ઘણી દવાઓ બાદ પણ સાજા ન થયા અને અવસાન થયું.

ત્યારબાદ ગ્રામજનો એના દિકરાને (એટલે કે આ બેનના ભાઈને) સરપંચ બનાવવા ઇચ્છે છે પણ આ બેનનાં માં વરસોથી “ના” કહે છે!

કેમ?

માત્ર એટલા માટે કે તેમનું દ્રઢપણે માનવું છે કે એમના પતિ જે માર્ગે ચાલ્યા એ માર્ગ પર દિકરો ચાલવાનો નથી! આ બેનનું કહેવું એ પણ છે કે એમના પિતાના અવસાન બાદ (દસેક વરસથી) એ ગામમાં કોઇ સરપંચ જ નથી! ->આ વાત વિશે મને બહું ખબર નથી – જે જાણ ખાતર

નેહરૂ-ગાંધી પરિવાર જ્યારે કોંગ્રેસને બાપીકી મિલ્કત માનીને બેઠા હોય ત્યારે અભણ અને ગરીબ પરિવારનો આ ત્યાગ અને સમજ વિશે માન થવું સ્વાભાવિક છે.

-*-*-*-*-*-

જાણે તકલીફ દુ:ખ દર્દ હંમેશા ફેવીકોલ લઈને જ આવતા હોય એમ, ૪૦-૫૦ વિઘાનું ખેતર ધરાવતા આ બે’ન અને એમના પતિએ એમના ઘરેણા વેચીને ખેતી કરી પણ ઉપરા ઉપર ત્રણ વરસ પાક નિષ્ફળ ગયો, હવે તેઓ ખેતી કરતા ડરે છે એટલે કોઇને ખેડવા આપી દીધી એમાંથી ૧/૩ ભાગ મળે અને તેઓ ગાંધીધામમાં ઝુંપડીમાં રહી, કન્સટ્રકશન થતું હોય ત્યાં ચોકી કરે અને લોકોના ઘરનાં કામ કરે.

એમના પતિ અવાર-નવાર દુ:ખ સાથે  બળાપો કાઢે છે: “મેં તારા ઘરેણા વેચીને બહું ખોટું કર્યુ” સામે એમના પત્નિ પણ કહે છે: “એમાં શું થયુ? તમે દારૂ વગેરેમાં વેડફ્યા નથી એ  જ મારા માટે મોટું આસ્વાસન છે. “

~ અમૃત બિંદુ ~

એ વાત મહત્વની નથી કે તમે પૈસાદાર છો કે ગરીબ, કારણકે દરેક માણસનો અંત તો એક સરખો જ છે – મૃત્યુ.

મહત્વની વાત એ છે કે મર્યા બાદ કોણ શું અને કેટલું સાથે લઈ જઈ શક્યા.

– “ગુજરાતી સદવિચાર ક્વોટ” માંથી

 

4 ટિપ્પણીઓ

Filed under સંવેદના, સમાજ

મગજમારી મુદ્રા રાક્ષસની


 

બીજાની ભૂલ ગોતવામાં મજા આવે. (પણ આ મજા આપણા પુરતી જ મર્યાદિત રહેવી જોઇએ, એટલે કે બીજા આપણા માંથી મજા લ્યે, તો પછી આપણને મજા ન આવે!)

હમણાં હમણાં આપણા પ્રધાનમંત્રી શ્રી મનમોહનસિંઘની પાછળ બધા લસણ ખાઈને લાગી પડ્યા છે, કોઇ કહે કે નબળા વડા પ્રધાન તો કોઇ ગુજરાતના વેવાઈનું બિરુદ આપે. ચૂંટણી દરમ્યાન આવા તો કંઇ કેટલા યે લેબલ  લાગ્યા રાખે પણ શ્રી શાહબુદ્દિન રાઠોડ પેલો જૉક કહે છે ને કે બસ, છાપામાં પણ આવી ગયુ?! અને સિંહ ઢીલો પડી ગયો. એવું જ આજે જયહિન્દ માં આવેલ છે અને એમાં આ સિંહ (સિંઘ)ને અસામાજિક કહ્યાં છે! ચોંકી ગયાને? કે રાજકારણમાં અસામાજિક તત્વો હોવા એ તો સ્વાભાવિક(!) છે પણ મનમોહનસિંઘ? ન હોય!

 તો એમાં એવું છે  કે મનમોહનસિંઘ અને એમના શ્રીમતી મતદાન કરવા ગયા હતા એનો ફોટો આપીને જે લખેલ છે (એની અહિં લિન્ક અથવા સ્ક્રીન શોટ આપવા માટે તપાસ કરી પરંતુ સફળતા ન મળી, એટલે વાંચો) કે અસામાજિક વ્યક્તિ જ્યારે સામાન્ય વ્યક્તિની જેમ વર્તે છે. ત્યારે સમાજ તેની અસામાન્ય નોંધ લ્યે છે ! ! ! !

 

કદાચ કોઇ કહેશે કે આ તો મુદ્રા રાક્ષસનો છબરડો છે,

પણ

.

.

.

.

.

.

 મેં ક્યાં કહ્યું કે છબરડો નથી?! 

એક મુંઝવણ => જયહિન્દ માં અસામાજીક લખેલ છે જ્યારે  સ્પેલચેકરમાં અસામાજિક છે! આમાં ખોટું કયુ? 

1 ટીકા

Filed under રમૂજ, વૃતિ - પ્રવૃતિ

“આડી”- “અવળી” વાતો


  • આજે 14મી એપ્રિલ, ડૉ. ભીમરાવ રામજી આંબેડકર જયંતિ”, ઘેરથી નીકળી ઑફિસ આવતા એક સર્કલ પર બાબા આંબેડકરને એમના તથા કથિતઅનુયાયીઓ હેરાન કરી રહ્યા હોય એવું લાગ્યું. એ જોતા એક વિચાર આવ્યો કે આ દેશમાં તમે મહાન બનો એટલે સમજો તમારી પથારી ફરી ગઈ! ડૉ.આંબેડકરની વિચારસરણીને , વિદ્વતા કે ધર્મ સુધ્ધાં ખબર નહી હોય એવા લોકો એ એમની લાયકાત એક જ ગણી રહ્યા છે = દલિત! આથી મોટું અપમાન શાયદ બીજું હોય ન શકે.
  • આપણે ત્યાં રજાનું દૂષણ પણ એટલું બધૂ છે કે લાગે છે કે આપણા જેટલા બેવકૂફ અન્ય કોઇ દેશ સાચવી ન શકે! સરકારી માણસો અને એમાં યે ખાસ કરીને શિક્ષકો તોકેલેન્ડર આવે  ત્યારથી મેનેજમેન્ટ કરવા માંડે કે આ રજાઓમાં  શું કરશું? સરકારી માણસો એક યા બીજા કારણો ધરીને પગાર વધારો કરાવવામાં માહર હોય પરંતુ કામ કરવાની વાત આવે એટલે ટાંટિયા દુ:ખે! પોતાનો ધંધો કરનાર નાનામાં નાનો માણસ પણ ખાસ કારણ વગર રજા નથી રાખતો કે રાખવા દેતો.


  • એક દુ:ખદ સમાચાર =>છપરામાં ચૂંટણી મંચ તૂટી પડ્યો  લાલુ નો બચાવ!   


  • અન્ય સમાચાર- 10માં (સંભવિત)11 થવાની શક્યતા. એટલે કે 2010માં મોબાઇલનં દસ આંકડાના બદલે 11આંકડાના થઈ શકે છે.

 

એક ગરીબ માણસ પાસેના તળાવમાંથી માછલી પકડી લાવ્યો.

એની પત્ની એ માછલી પકવી ન શકી . . . . .

કેમ કે એની પાસે

ગેસ ન હતો,

લાઇટ ન હતી,

તેલ ન હતું

આખરે એ માણસ માછલીને ફરીથી તળાવમાં મૂકી દીધી…..

પાણીમાંથી ડોકું બહાર કાઢી માછલી એ આભારવશ નારો લગાવ્યો 

 કોંગ્રેસ જિંદાબાદ ! 

=> (SMS)  <=

7 ટિપ્પણીઓ

Filed under રમૂજ, વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, વૃતિ - પ્રવૃતિ