પટેલ, પોલીસ, પોલીટીક્સ અને પત્રકારત્વ સિરીઝમાં પટેલ પર પોસ્ટ


હું પોતે OBCમાં આવું એટલે એવો ઇલ્જામ આસાનીથી લાગી શકે કે તમે તો તમારી ‘સીટ નીચે’ સીટ દબાવીને બેઠા છો એટલે શું વાંધો હોય ? પણ હકીકત એ છે કે મને આવા કોઈ (ગેર)લાભ ઉઠાવવાની ખાસ કોઈ જરૂરીયાત ઊભી જ નથી થઈ.

બાકી ખરેખર કહું તો અનામત હોય કે કોઈપણ જાતની સહાય હોય એ માણસને ક્યારેય ઊંચો લાવવામાં મદદરૂપ થવાની બદલે માણસ નીચો અને નિચ બનાવવામાં અને સાચો લાભ લેવાના બદલે ગેરલાભ ઉઠાવવામાં જ પોતાનું મગજ બીઝી રાખવામાં કારણભૂત થતું હોય છે. આવી કોઈ સહાય કે સ્કીમ જો કોઈ સમુદાયને ઊંચો લાવવામાં મદદરૂપ થતું હોત તો એ સમુદાય થોડો તો ઊંચો ઊંચકાયો હોત. એક શેખચલ્લી જેવો વિચાર પણ આવે કે જેઓને અનામત મળે છે તેઓ ખુદે  ખરેખર તો અનામત હટાવો અભિયાન ચલાવીને જેઓને નથી મળતું તેઓના આંદોલનનાં રથની હવા કાઢી નાંખવાની જરૂર છે કેમ કે બની બેઠેલા અને હજુ રાષ્ટ્રીય ફલક પર ઉભરવાની લાલસા પૂરી કરવા માટે જે મળવાની શક્યતા બહું ઓછી છે એ ખબર હોવા છતાં પણ લોકોને ઉક્સાવિને પોતા માટે રાજકીય ‘સીટ’ અનામતની ફિરાકમાં છે એવા લોકો તો ‘બહાર’ પડી જાય !

આમ પણ આવા કોઈપણ સાચા-ખોટા તૂત માટે ક્રાઉડ ભેગું કરવું બહું જ જરૂરી છે અને એટલે તો સામાન્ય રીતે પટેલ તરીકે પ્રખ્યાત જ્ઞાતિને ‘પાટીદાર’ની ઓળખ આપવામાં આવી હશે? કેમ કે મેં વરસો પહેલા ક્યાંક વાંચેલું કે સાંભળેલું એ આમ તો હકારાત્મક સોચ વિશે હતું પણ એને પોતાના સ્વાર્થ નહિ પણ હિત(!) ખાતર કેવી રીતે લઇ શકાય એ મારા શબ્દોમાં રજુ કરું તો અગર હું ‘અગ્રાવત’ ‘અગ્રાવત’ નું રટણ રાખું તો માત્ર અગ્રાવત હોય એમાંથી(ને ય અમુક) ટેકો આપે પણ જો હું ‘રામાનંદી’ કહું તો નિમાવત-રામાવત-કુબાવત-ટીલાવત અને બીજા કેટલાંય ‘વત’નો વટથી સાથ માંગી શકું પણ એમાંય જો સાધુ કહું ત્યારે માત્ર રામાનંદી જ નહિ પણ અતિત/ગોસ્વામી-માર્ગી અને કાપડીસાધુઓ પણ હઈસા, હઈસા કરીને સાથે આવી જાય. હજુ આમાં અન્ય લોકોને જોડતા જોડતા આ ‘કુંડાળા’નો વ્યાસ વધારી શકાય. એવી જ રીતે અમે તો નાના હતા ત્યારે ગામમાં જે જ્ઞાતિને ‘લોહાણા’ કે ‘કણબી’ તરીકે ઓળખતા અને તેઓ અટકમાં ‘કણબી’ ન લખતા અને ગામડામાં ‘પોલીસ પટેલ’ તરીકે મુખ્ય રહેતા જેઓ ફરજીયાત કણબી જ હોય એવું ન હતું પણ આગળ જતા ‘પટેલ’ અને ‘ઠક્કર’ અટક પણ આવવા માંડી! આ આંદોલન શરુ થયું એના પહેલા જેઓને ‘પટેલ’ તરીકે ઓળખતા અને એ લોકો પણ ઓળખાવતા એ હવે ‘પાટીદાર’ ઓળખાવા માંડ્યા. આમાં આપણને વાંધો હોય પણ નહિ અને કાઢી શકાય પણ નહિ પરંતુ પટેલોએ જ એની પાછળનો આશય શોધવાની કસરત કરવી જોઈએ.

બીજી વાત કે અમારા જેવા લોકોને અનામતની ‘ફેસીલીટી’ મળતી રહી છે એમના વિશે પણ એકવાર વિચારી જોજો કે તેઓએ કાંય લોચો નથી લઇ લીધો, હા તેઓ બીજાને નડ્યા હશે એમાં ના નહિ અને એમાંથી જ આવા આંદોલન પેદા થતા હોય છે. એટલે કે કોઈપણ આંદોલનનો મુદ્દો કદી ખોટો હોતો નથી (દા.ત. – લોકપાલ) પણ એ આંદોલનમાં ભળી જઈને નેતા બની જતા લોકો ખોટા હોવાના ચાન્સ વધી જાય છે.

ત્રીજી વાત કે આ ટાઈપનાં ‘દાન’થી કદી કોઈ ઊંચા નથી આવતા પણ લુચ્ચા જરૂર બની જતા હોય છે આઈ મીન આવા લોકો હરામના હાડકાનાં થઇ જતા હોય છે એ માર્ક કરી જોજો. હું અમારી જ્ઞાતિને હંમેશાં કહેતો હોઉં છું કે ‘રામ રોટી’ અને ‘મંદિરની પૂજા’માંથી જે દિવસે મુક્ત થાશું એટલે (એ પેઢીમાં તો નહિ જ પણ) એની બીજી પેઢીથી ઊંચા આવવાના ચાન્સ વધશે. આનો મતલબ એ નથી કે મંદિરની પૂજા કે રામરોટીનો પાછળનો આશય કે ભાવના ગલત હતી/છે  પણ એક વસ્તુ ખાસ નોંધજો અપાત્ર હોવા છતાં દાન દઈ શકાય એમાં કાંય ખોટું નથી થતું પણ દાન સ્વીકારવા માટે પાત્રતા કેળવવી પડે અને કુપાત્ર હોવા છતાં જો દાન લ્યો છો તો એનું ભરણું ભરવું જ પડે!

આપણી તતુડી સાંભળવાનાં બહું ઓછા ચાન્સ છે પણ પટેલની વાત કરીએ તો આ કોમ એટલે  ખેડૂત, અને ખેડુંમાં તો  પત્થરમાંથી પાણી કાઢવાની ત્રેવડ એમના લોહીમાં હોય  એટલે જે ફિલ્ડમાં તેઓ હાથ નાંખે એમાં સફળ જ હોય છે પણ જો આ અનામતનાં રવાડે ચડી જશે તો સમય જતા મેં ઉપર કહ્યું એમ અમારી જેમ એમના પણ હરામના હાડકા થઇ જશે એ પાક્કું જ છે. આમાં કોઈ હરગીઝ એવું ન માને કે અમારો ગરાસ લૂંટાય જવાનો છે એટલે હું આમ કહું છું પરંતુ હું તો એમ કહું છું એવું આંદોલન ચલાવો કે કોઈને અનામત જ નહિ પરંતુ એ પણ ખબર છે જેમ દારૂબંધી હટાવવાની કોઈ પણ પક્ષની સરકાર હોય એની ત્રેવડ નથી એમ જ આ અનામત હટાવવાનું પૂણ્ય લેવાનું કોઈ વિચારી પણ શકશે નહિ !

અમૃત બિંદુ ~

 

એક ઉનાળામાં સ્ટીવ સાથે જોબ્સ પરિવાર તેના વતન વિસ્કોન્સિન ડેરી ફાર્મ પર ગયો હતો. તે વખતે જ એક ગાયે બછડાને જન્મ આપ્યો હતો. જન્મ પછી તરત જ વાછરડું ઊભું થઇ ગયું તે જોઇને સ્ટીવને બહું નવાઈ લાગી કે મનુષ્ય બાળ આવું કરી શકતું નથી, પણ વાછરડું જન્મતાં જ ઊભા થતાં શીખી ગયું તે વાત સ્ટીવનાં મનમાં બરાબર બેસી ગઈ હતી, વર્ષો પછી apple પ્રોડક્ટ બનાવતી વખતે સોફ્ટવેર અને હાર્ડવેરને એકબીજા સાથે જોડવાની તેની જીદને તેણે આ વાછરડાનાં જન્મના ઉદાહરણથી સમજાવી હતી. સ્ટીવ કહે છે –

“વાછરડું જન્મ્યું તે સમજણ લઈને જ પેદા થયું હતું. તેને શીખવવાની જરૂર નહોતી . . . .”

^

‘સ્ટીવ જોબ્સ’માં આ વાંચતી વખતે મનમાં થયું કે સરકાર અનામતનું અનિષ્ટ અમલમાં મૂકતા પહેલા એકાદી ગાય ‘વિયાંય’ એ જોયું હોત તો?! – મારી FB Post

Advertisements

2 ટિપ્પણીઓ

Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, ગુજરાત_ગુજરાતી, સમાજ, Nation, politics

2 responses to “પટેલ, પોલીસ, પોલીટીક્સ અને પત્રકારત્વ સિરીઝમાં પટેલ પર પોસ્ટ

  1. સચોટ વાત લખી

    અનામત હોય કે કોઈપણ જાતની સહાય હોય એ માણસને ક્યારેય ઊંચો લાવવામાં મદદરૂપ થવાની બદલે માણસ નીચો અને નિચ બનાવવામાં અને સાચો લાભ લેવાના બદલે ગેરલાભ ઉઠાવવામાં જ પોતાનું મગજ બીઝી રાખવામાં કારણભૂત થતું હોય છે. આવી કોઈ સહાય કે સ્કીમ જો કોઈ સમુદાયને ઊંચો લાવવામાં મદદરૂપ થતું હોત તો એ સમુદાય થોડો તો ઊંચો ઊંચકાયો હોત.

    જે લોકો સદ્ધર અને સક્ષમ હોય તેઓએ પોતાની જાતિનો સમાવેશ અનામતમાં ગણાતો હોય તો પણ તે છોડવો જોઈએ

    સહાય અને સ્કીમના લાભ લઈને કોઈ વ્યક્તિ સમુદાય કે દેશ કયારેય ઉંચો આવે જ નહિ, સ્વાવલંબી બનવવાને બદલે પરાવલંબી અને સ્વાર્થી બનાવે।
    થોડા સમય માટેનું આરક્ષણ લાંબો સમય ચલાવવાને કારણે જ આજે દેશ ખોખલો બની ગયો છે.

    યુરોપના અમુક દેશો આવી આર્થિક સહાયો અને સ્કીમોમાં જ ખતમ થઇ ગયા અને આજે તેઓ પાસે યુવાનોને રોજગારી આપી શકે તે માટે ફંડ જ નથી

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s