‘વિશ્વ યોગ દિવસ’


ઘણા વર્ષો પહેલા મોરારિબાપુની કથામાં એક વાત સાંભળી’તી , જે મારા શબ્દોમાં  –

એક વ્યક્તિ રેલ્વેની ટીકીટબારી પર : “એક મુંબઈ જવાની ટીકીટ આપો.”

રેલ્વે કર્મચારી ટિકિટ ફાડવા જાય ત્યાં પેલો પેસેન્જર: “અચ્છા, એ કહો તમે કદી મુંબઈ ગયા છો?”

રેલ્વે કર્મચારી: “ના.”

પેસેન્જર: “તો પછી કેમ કહી શકો કે  આ ટ્રેન મુંબઈ જ જશે?”

રેલ્વે કર્મચારી: “કેમ કે હું વર્ષોથી આ કામ કરું છું અને કેટલાય લોકો આ ટિકિટ લઈને મુંબઈ ગયા છે!”

.

.

.

બુદ્ધિશાળી/(કુ)તર્કવાદી આ સંવાદ/‘ધડ’ને હજુ આગળ વધારે છે એ લંબાવ્યા વગર મૂળ વાત કરીએ તો પહેલી નજરે પેલા બુ.કુ.ની વાત ખોટી ન લાગે કે તમે ગયા નથી તો પછી કેમ કોઈ આટલા વિશ્વાસ સાથે કહી શકે કે એ ટ્રેન મુંબઈ જશે જ, વગેરે વગેરે

પણ મોરારિબાપુ આ દાખલા થકી કહે છે એમ જો આપણે કંઈક સારું પ્રાપ્ત કરવું હોય તો આવા કુતર્ક સાથે આપણો સંઘ કાશીએ  (કે મુંબઈ) ન પહોંચી શકે અને એમાં જે મેળવવું છે એ ન મળી શકવાનું નુકસાન જ છે ને?

આવી વાત યાદ આવવાનું કારણ ‘વિશ્વ યોગ દિવસ’ !

માત્ર મોદી કહે છે એટલે આવી ઇવેન્ટમાં જવું એની (જે અમારા જેવા પંખાઓની) સંખ્યા છે એના કરતા કેટલી ય ગણી  વધુ  એવી સંખ્યા છે કે એ લોકોને માત્ર એટલે જ વિરોધ કરવો પડે છે કે મોદી દ્વારા આનો પ્રચાર-પ્રસાર થયો!

અને એટલા ખાતર કેટલા ય સાચા-ખોટા તર્ક/દલીલ/જોક્સ બનાવીને વિરોધ કરવામાં આવ્યો, અને એમાં અમુક નિર્દોષ કે ભોળિયા લોકો ય ભેળવાય ગયા અને લોલમલોલ/ઠોકમઠોક કરવા માંડ્યા!
એ સાચું કે એક દિવસ યોગ  કરવાથી કંઈ બદલાવ આવી જવાનો નથી કે દેશનું નામ રોશન થઇ જવાનું નથી પણ હું આવી વાતોને અલગ રીતે લઉં છું. જેમ કે કેટલાય મિત્રો જેઓ ગુટખા/સિગરેટ/દારુ અને આવા કેટલાય વ્યસનનાં બંધાણીઓ કોઈના સમ/માનતા વગેરેના લીધે થોડા સમય માટે છોડવાનો પ્રયાસ કરતા હોય છે. મેં હંમેશા આવા લોકોને એપ્રીસીયેટ જ કર્યા છે, જ્યારે ઘણા એવું કહીને ઉતારી પાડે કે આ છૂટે જ નહિ વગેરે વગેરે, અને એવું થતું પણ હોય છે કે પેલો ભાઈ પાછો એ રવાડે ચડી જાય અને ત્યારે પેલા નિર્વ્યસની મેણા-ટોણા મારવા તૈયાર જ હોય છે! જે લોકો આવી કોઈ બદીમાં નથી સપડાયા એ સારું જ છે પણ એનો મતલબ એ હરગીઝ નથી કે ગમે તેને ગમે તેવું સંભળાવાનો પરવાનો મળી જાય!

હું પોતે સ્મોકિંગ કરું છું પણ એ કોઈ ગર્વ લેવા જેવી વાત નથી તો એવી જ રીતે આ કોઈ એવો કોઈ મોટો દેશ-દ્રોહ પણ નથી એ પણ જક્કીપણે માનું છું. મારો એક નિયમ છે કે મેં કદી કોઈને આવી કોઈ વસ્તુ છોડવા કે એમાં જોડાવા માટે પ્રેર્યા નથી. મને જ્યારે કોઈ કહે કે મેં છોડી તો હું  એને સારું જ  કહું પણ અમુક દિવસ પછી જ્યારે એ પાછો એમ કહે કે યાર ફરી ચાલુ થઇ ગયું ત્યારે મારો જવાબ હોય છે કે ભલે ને એક દિવસ/વીક/મહિનો જે પણ સમય ગાળા માટે છૂટ્યું, સારું જ થયું ને? એમાં કોઈ ગલત કામ તો થયું જ નથી ….

આ વાત અહીં મૂકીને ફરી યોગની વાત આગળ વધારીએ તો જે લોકોએ એક દિવસ કર્યો એ સારું જ કર્યું છે ને? કોઈ ખરાબ/ખોટી વસ્તુ માટે તો એકઠા થયા ન હતા ને? અને આમાંથી  આ “ચેપ” જો ૧% લોકોને ય લાગે તો પ્રસંશાને પાત્ર નથી?

મેં પોતે કેટલીયે વાર યોગ કર્યા છે પણ પછી એ કન્ટીન્યૂ રાખી શક્યો નથી એનો અફસોસ છે, આશા છે કે હવે તો નહિ છોડું. યોગમાં સૌથી વધુ ગમતી મને વાત હોય તો એ કે શરૂઆત અને અંતમાં આંખ બંધ કરીને “ૐ” નું  ઉચ્ચારણ કરું ત્યારે જે અનુભૂતિ થાય છે એ અવર્ણનિય હોય છે! પેલી બ્લડ ડોનેશન એડમાં આવે  છે એમ યોગ માટે પણ કહી શકાય –

કરકે દેખિયે ! અચ્છા લગતા હૈ!

~ અમૃતબિંદુ ~

WA પર આવેલ અને (એડિટ કરીને) એફ્બી પર મૂકેલ

फाधर्स डे के दिन १७७ देशों में योग करवा के
भारतने सिद्ध कर दिया के
हम पूरी दुनिया के बाप है।

^fwd msg^

लेकिन कुछ नाजायज औलादे ये नहीं समजेगी

 

Advertisements

Leave a comment

Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, સમાજ, Nation, politics

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s