લ્યો PKનું (વધુ એક) postmortem !


૨૧મી સદીમાં નળિયા ના હોવા છતાં ય અખા ભગત જે ૧૭મી સદીમાં કહી ગયા હતા કે

વા વાયો ને  નળિયું ખસ્યું, તે દેખીને કુતરું ભસ્યું,

કોઈ કહે મેં દીઠો ચોર, બહુ થયો ત્યાં શોરબકોર!

આપણે સહું PK વિશે ભસી-ભસીને એને સાર્થક કરવાનાં પ્રમાણિક(!) પ્રયત્નો કરતા હોઈએ એવું લાગે! આજે પણ ‘ખાનો’માં મને આમિર ખાન જ ગમે અને છેલ્લા બે-ચાર વરસોથી  અનાયાસ જ એવું શેડ્યુલ ગોઠવાય જાય છે કે ૩૧મી ડીસેમ્બરની રાતે જ્યારે લોકો ખાઈ-“પી”ને પાર્ટી માનવતા હોય ત્યારે અમે લોકો આમિરનું ‘તારે ઝમી પર’, ‘ગજની’ કે  ઈડિયટ્સ’ જોવા ગયા હોઈએ, ( ref post )આ વખતે એ જ રીતે થતા થતા રહી ગયું, પણ અત્યારે એ મુદ્દો નથી.

મુદ્દો છે PK માં ખરેખર કંઈ વિવાદાસ્પદ છે?

મારો સ્પષ્ટ ઉત્તર છે = ના !

બસ, આ “ના” કે “હા” જેવો એકાક્ષરી ઉત્તર કદી હોય નહિ અને અગર કહેવાય ગયું તો લોકો એવા એવા બુદ્ધિવાળા પડ્યા છે કે એને ગમે એમ કરીને સાચું સાબિત કરે અને એવી જ રીતે સામે પક્ષે એવા એવા પણ બુદ્ધિનાં બારદાન હોવાના જ કે પોતાની બુદ્ધિ કે પસંદગી કે તર્ક શક્તિને ખરોંચ ના પડે એટલે “ના” કે “હા” પર જામી પડવાનું !

જે લોકો PK ની વકીલાત કરે છે એ લોકો માત્ર એટલું જ જુવે છે કે બસ કે કોઈ સેના કે દળ વાળા હિંદુજાતિ કે હિંદુ ધર્મની તરફેણ કરે એટલે એ ખોટું જ હોય અને આ લોકોને જાણે બહાનું જ જોઈએ છે <- કમનસીબે આ વાતને સાચી પાડવા માટે બીજા કોઈ નહિ પણ આવા દળ-સેના-પરિષદ વાળાઓ જ કારણો અને તારણો  પુરા પાડી દેતા હોય છે. પણ એનાથી શું બધા હિંદુઓ લઠ્ઠ જ છે? અને માત્ર મુસ્લિમ વિરોધી જ છે?

બહુ દૂર જવાની જરૂર નથી ‘રામલીલા’નો વિરોધ બે વાતનાં લીધે થતો હતો ત્યારે બે માંથી કોઈપણ એક વાત મુદ્દે આપણા કોઈનાં ધ્યાનમાં ઓસમાણ મીરનો વિરોધ કે એના પ્રોગ્રામ રદ કરવાનું  કે તોડફોડ થયાનું આવ્યું છે?

આજની તારીખે ત્રણ ત્રણ પેઢીથી શાહબુદ્દીન રાઠોડને આદર મળે છે  કે નહિ ?  આવા કેટલાય દાખલા હશે પણ આ બે પરથી જ વિચારો કે કેમ આ લોકોનો કોઈ વિરોધ નથી કરતુ? અરે હિંદુઓના ધાર્મિક તહેવારોમાં આ બંને (અને અન્ય મુસ્લિમો) ને કેટલા આદર સાથે એ ધર્મના ભજન ગાવા કે ઇવન એ ધર્મ પર પ્રવચન આપવા એમને આપણે ઓથેન્ટિક માનીએ છીએ! શું કામ?

આ દલીલ એની સામે હતી જેઓ એવું ઠસાવવા માંગે છે કે આમિર મુસ્લિમ છે (માત્ર) એટલા માટે જ વિરોધ કરી રહ્યાં છે, પણ મને તો એવી પણ શંકા થાય છે કે મુસ્લિમ છે એટલે વિરોધ નહિ પણ વિરોધ થાય એટલા માટે મુસ્લિમ એકટર રાખવામાં આવ્યો એવું કેમ ના વિચારી શકાય?
આ લોકોએ ખાલી ફિલ્મ બનાવવી એટલું જ નથી હોતું એને સુપર-ડુપર હીટ પણ કરાવવી હોય અને એના માટે ફિલ્મમાં એવો તો દમ છે જ નહિ અને આમ પણ થ્રી ઈડિયટ્સ વખતે પણ ચેતન ભગત સાથે છેડછાડ કરીને વિવાદ સર્જ્યો અને આ વખતે ભગત મૂકીને ભગવાન સાથે !

અને કદાચ (નાદાન) લોકો એટલાથી ના ઉશ્કેરાય તો? તો કથામાં ઉમેરી દો એક મુસ્લિમ પાત્ર અને એને પણ પાકિસ્તાની તરીકે રજુ કરો એટલે થઇ જાય કામ જડબેસલાક બસ!

આની દાનત તો ત્યારથી જ ઓળખી લેવાની જરૂર હતી જ્યારે PK નું પહેલું પોસ્ટર ‘અનાવરણ’ કરવામાં આવ્યું!

આપણા હિંદુઓને જડ તરીકે આલેખવામાં અને ઓળખાવા માટે આટલું પર્યાપ્ત છે, બાકી હકીકત એ છે કે સામે પક્ષે જાલીમો હોય છે પણ આપણે જડ કરતા નાદાન અને મૂરખા વધુ છીએ અને એ હંમેશા સાબિત પણ કરતા રહીએ, બાકી હોય તો બાવા-સાધુ-અને આવા દળ-સેના-પરિષદ વાળા નવરા બેઠા નખ્ખોદ તો વાળે જ !

~ અમૃત બિંદુ ~

 રેફ્યુજી, LOC, PK,  અને ઘણી બધી ફિલ્મોમાં પાકિસ્તાનીઓને નિર્દોષ બતાવવાનાં જે ધખારા કરીએ છીએ એવા ત્યાં પણ હશે ?

^

પહેલા કબૂલી લઉં કે મેં એક પણ પાકિસ્તાની ફિલ્મ જોઈ નથી પણ તો ય પ્રશ્ન થાય તો પૂછવો તો ખરો ને ? :p

Advertisements

1 ટીકા

Filed under ધર્મ, ફિલ્લમ ફિલ્લમ, શ્રધ્ધા-અંધશ્રધ્ધા, સમાજ

One response to “લ્યો PKનું (વધુ એક) postmortem !

  1. Kunjal Pradip Chhaya

    સાચી વાત, આપણે મન પર લઈ બેઠાં અને એલોકો કમાઈ બેઠાં.. અપણાં જ પૈસે આપણાં પર તાગડધિંન્ના !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s