…..


મારી જેમ કેટલાય કાલનાં કોમ્પ્યુટરનું માઉસ કે પછી ટેબ/સેલ પર આંગળી આમથી તેમ ફેરવતા હશે અને જ્યાં જ્યાં નજર ફરે ત્યાં પેશાવર રીલેટેડ જ પોસ્ટ/ન્યૂઝ નજરે આવતા હશે…

એ બધામાં કોઈ પાકિસ્તાનને, કોઈ મુસલમાનને, કોઈ ભારતને કે કોઈ અમેરિકાને કે કોઈ માનવજાતને ગાળો આપીને અફસોસ/ખરખરો વ્યક્ત કરતા હશે ….

જેઓ આવી પોસ્ટિંગ કરી રહ્યા છે તેઓ એમ માનતા હશે કે તેઓ માનવતાની સેવા કે આંતકવાદ સાથે યુદ્ધ કરી લીધું કે પછી રામાયણની ખિસકોલીની માફક પોતાની રીતે પ્રદાન કરી દીધું….

તો કોઈ સંવેદનાથી એટલા બેવળ વળી ગયા હશે કે આવું કંઈ લખવા/શેર કરવા શક્તિ એકઠી નહિ કરી શકતા હોય અને મનમાં ને મનમાં રડતા હશે ….

તો કોઈ વળી એવા ‘શાણા’ કે બુદ્ધિવાન વ્યક્તિ પણ હોય શકે કે એમને આ બધી વાતો હમ્મ્બ્ગ લાગે અને માત્ર દેખાડો કરવા ખાતર કે પછી ‘રોદણાં રોવાનો ચેપ’ લાગ્યો એમ માની લેતા હશે …..

જો કે આમાં તેઓ ૧૦૦% સાચા નથી તેમ ખોટા ય નથી

ચોક્કસપણે આવી રીતે ક્યાંય કંઈ પણ લખવા/પોસ્ટ મૂકવાથી કોઈ આંતકવાદી સુધરી નથી જવાનો , અરે એના ખુદમાં ય તસુભાર/રત્તિભાર ફરક નથી પડવાનો અને સ્મશાન વૈરાગની માફક આ વિરહ પણ અલ્પજીવી જ હોય છે, આજ નહિ તો કાલ નહિ તો પરમદિવસથી બધું રૂટીન(!)માં ગોઠવાય જશે, બીજા તો શું હું પોતે પણ સૌથી પહેલા “હા હા_હી હી” વાળી પોસ્ટ મૂકતો થઇ જઈશ અને થઇ જવું જ જોઈએ !

તો શું આ બધું બંધ કરી દેવાનું?

મારું અંગત માનવું છે કે ના… હરગિજ નહિ… કમ સે કમ આ રીતે પણ જો આપણામાં સંવેદના સજાગ ના થાય પરંતુ સળવળે તો ય ખોટનો સોદો નથી.

 

~ અમૃત અશ્રુ બિંદુઓ ~

જોરાવરના જુલમનો, કોણ કરે દરિયાફ;વાઘે માર્યું માનવી, એનો શો ઇન્સાફ .

જુલમી જુલમ કરે ઘણો, સૂજે ન કાંઈ ઉપાય;કરીએ કાગારોળ તો, ક્વચિત ફાયદો થાય

– કવિ દલપતરામ  ડાહ્યાભાઈ (સેક્યુલર મુરબ્બો – ગુણવંત શાહ)

#પેશાવર#

https://www.facebook.com/rajni.agravat/posts/10152584515270975

 

ઠેસ રૂપે જોયો, જોયો ઈશ્વરની જેમ;પથ્થર કોણે જોયો છે પથ્થરની જેમ ?

થાય અહીં એ દુર્ઘટના – કે માણસને;બીજો માણસ ગળી જતો અજગરની જેમ

^ ર.પા. માફ કરજો,

તમે કદી વિચાર્યું પણ નહિ હોય કે આવી રીતે પણ કોઈ તમારા શબ્દોને વાપરશે પણ  પેશાવરમાં આચરાયેલ પાશવી અપકૃત્ય વિશે કોઈ શબ્દ નથી !

https://www.facebook.com/rajni.agravat/posts/10152583161945975

Advertisements

4 ટિપ્પણીઓ

Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, ધર્મ, સંવેદના, સમાજ, Nation, social networking sites

4 responses to “…..

  1. એક નિવૃત્ત સહૃદય પાકિસ્તાની લશ્કરી અધિકારીએ કહ્યું છે કે “I AM not sure if Pakistan was created in the name of religion, but it is surely being destroyed in the name of religion.” (સ્રોતઃ http://www.economist.com/news/asia/21636700-pakistani-taliban-massacre-least-131-people-mostly-schoolchildren-countrys-deadliest).

    • rajniagravat

      હા, એ ધર્મ/જાતિ/કોમ કરતા ઈગોનાં બેઝ પર બન્યું હતું પણ મને લાગે છે કે જિન્નાહ વોઝ નોટ સો બેડ અને માર્ગદર્શન પ્રમાણે જો આ દેશ શરૂઆતથી ચાલ્યો હોત તો પણ કદાચ આવું તો ન જ હોત ..
      ખૈર, આ બધી તો જો અને તોની કલ્પના માત્ર છે !

  2. જયારે સૌ પ્રથમ સાંભળ્યું કે બાળકોની સ્કુલ પર આતંકવાદી હુમલો થયો છે ત્યારે લાગ્યું હતું કે બાળકો હેમખેમ’થી જરૂર છૂટી જશે ! પણ 😦

    જો આ હુમલા’નો યોગ્ય જવાબ નહિ અપાય તો તો આવનાર વર્ષો’ની કલ્પના કરતા પણ ડર લાગે છે ! [ અપકૃત્ય અને મરનાર’ની સંખ્યાથી હુમલો ભયાવહ નથી બનતો જેટલો આ હુમલામાં થયેલ પાશવીપણા’થી ભયાવહ બન્યો છે ! ]

    • rajniagravat

      એકઝેટલી, નિરવ! આનો જવાબ માત્ર એ જ દેશ જવાબ આપે એ પુરતું નથી, દુનિયાના દરેક એ દેશ એ સતર્કતા અને સખ્તાઈ દાખવવી રહી પરંતુ આવું ધારવું એ પણ હકીકતમાં તો કલ્પના જ માનવી રહી.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s