શયતાનનો સંકલ્પ


નવું વરસ પછી તે ચાલે કેલેન્ડર હોય, ફાયનાન્સ હોય કે પછી આપણું દેશી યા ને વિક્રમ સંવત હોય પણ સામાન્ય રીતે કોઈને કોઈ રીઝોલ્યુશન લેવાતા હોય છે અને એ મોટાભાગે પાળી શકાતા નથી એટલે  એને નેક્સ્ટ યર પર ફોર્વડ કરીને આશ્વાસનનો આનંદ લેવામાં આવતો હોય છે.

આવા નિતી-નિયમ-વચન-પ્રણ હંમેશા મને એનાથી દૂ….ર રાખે છે એટલું સારું છે પણ આ ‘ચાલુ’ વરસમાં અને એમાંય છેલ્લા બે-ત્રણ મહિનામાં મારાથી ઉતાવળમાં, પૂરી માહિતી વગર તેમજ બેદરકારીમાં એવા છબરડાં થઇ ગયા કે થયું ચાલો એટલો સંકલ્પ લઇ લઉં કે કાંય પણ બોલતા/લખતા/ફોરવર્ડ કરતાં પહેલા એના પર પુરતું ધ્યાન આપવું.

આ બધી ફિલસૂફી પાછળ ત્રણ બનાવ (બે)જવાબદાર છે. એ ત્રણેય વાત ક્રમશઃ ગંભીર બનતી ગઈ એટલે   અહીં શક્ય એટલું ટૂંકાણમાં લખવાની ઈચ્છા રોકી શક્ય નહિ, જો કે  એ બનાવો સાથે સંકળાયેલ એક પણ મિત્રનું નામ નહિ લખું પણ તેઓ આ વાંચશે એટલે સમજી શકે કે તેમની વાત થાય છે.

૧ – એફ્બી પરનાં એક મિત્ર છે જેનું નામ અને અટક બંને સાથે લખેલ હતું છતાંપણ જલ્દબાજીમાં મેં મોબાઈલને લગતી એક કોમેન્ટ કરી, જેમાં એમની અટક(પંડ્યા)ને લઈને મારા મોબાઈલ વિશે મજાક કરી, એમણે કહ્યું ત્યારે ધ્યાન ગયું કે ઉડી બાબા આ ભાઈ પોતે પણ પંડ્યા છે, જો કે એમણે પણ આ વાત ને ગંભીરતાથી લઈને મનમાં કાંય રાખ્યું ના હતું એવું હું માનું છુ.

૨ – એફ્બી પરના અન્ય એક મિત્ર જેઓ એકદમ સાલસ સ્વભાવના ક્ષત્રિય છે એ જાણતો હતો, અમે વોટ્સ એપ પર અવાર-નવાર મેસેજીસ ફોરવર્ડ કરતા પરંતુ મારા તરફથી મોટા ભાગના મેસેજીસ કોંગ્રેસની ઠેકડી ઉડાડતા જ મોકલવામાં આવતા, છતાંપણ એમણે કદી વાંધો ઉઠાવ્યો નહિ પરંતુ સારું થયું કે થોડા દિવસ પહેલા એમણે જયારે જાણ કરી કે તેઓ તો કોંગ્રેસ સાથે સંકળાયેલ છે ! ! અને આ વાત પણ એમણે કોઈ પણ રોષ કે વિરોધ રૂપે ના કહી એટલે આપણને ડબલ ગિલ્ટી ફિલ થાય એ સ્વાભાવિક જ છે.

૩ – ત્રીજી વાત ગંભીરથી પણ ગંભીર ગણાય એવી એ થઇ કે એ મિત્રએ મારા ફોટા પર કોમ્પ્લીમેન્ટ ટાઈપની એક જ શબ્દમાં કોમેન્ટ કરી અને હું વળી એના જવાબમાં (દોઢ)ડાહ્યો થઈને એવી કાઉન્ટર કોમેન્ટ કરી કે જે મારી દ્રષ્ટીએ અને સમજ મુજબ નિર્દોષ હતી! પરંતુ મને એટલો બઢો અફસોસ અને ખુદ પર દાઝ ત્યારે ચડી જ્યારે જાણ થઇ કે એ કોમેન્ટમાં જે શબ્દ મેં લખ્યો હતો એ એમના પત્નીનું નામ થતું હતું અને એના કારને આખી કોમેન્ટ ભદ્દી બની જતી હતી! એ મિત્રને પૂરો હક્ક હતો કે તેઓ ત્યાં જાહેરમાં બબાલ કરે, પરંતુ એમણે એવું ના કર્યું અને એફ્બી મેસેજ દ્વારા સયંમિત ભાષામાં જાણ કરી…. જો કે હું તો ત્યારે પણ સમજ્યો ના હતો એ કેમ તેઓએ આવી વાત કરી? પણ પછી એમની પ્રોફાઈલ જોઈ એટલે ખબર પડી કે એમના પત્નીનું નામ તેઓ કેટલીયે વાર કહી ચુક્યા છે એટલે કોઈ પણને એમ જ લાગે કે આવું જાણી જોઇને કર્યું છે! મેં એમને એફ્બી મેસેજમાં મારો નંબર પણ આપ્યો અને પૂછ્યું પણ ખરું કે તેઓ જ્યારે ફ્રી હોય ત્યારે કોલ કરું અને વાત સમજાવું.

ખેર! ઉપર જે થઇ ગયું છે એ આમ તો બદલી શકવાનું નથી પરંતુ એ ત્રણેય બાબતે મારો પક્ષ, કે જેને બહાના નહીં  પણ ખુલાસા તરીકે ગણી  શકાય,  એ આમ છે =

૧ નંબરના બનાવમાં મેં માત્ર નામ જોઇને કોમેન્ટ કરી અને અટકનો ખ્યાલ જ ના રહ્યો.

૨ નંબરના બનાવમાં એવું છે કે એ ભાઈની એફ્બી પ્રોફાઈલ પર ક્યાંય એમણે કોંગ્રેસ વિશે લખ્યું નથી કે  તેઓએ કદી કોંગ્રેસ સબબ કોઈ પોસ્ટ મૂકી હોય એવું મારા ધ્યાનમાં આવ્યું ના હતું.

૩ નંબરનાં બનાવમાં એવું છે કે ઇનામ અને અટક ધરાવતા ૩-૪ મિત્રો છે અને મેં મોબાઈલથી કોમેન્ટ વાંચી અને જવાબ આપ્યો એટલે ખ્યાલ જ ના રહ્યો કે આ એ જ મિત્ર છે, જો કે કદાચ લેપટોપથી કોમેન્ટ કરી હોત તો પણ ભૂલ થવાના ચાન્સ તો હતાં જ કેમ કે એક તો એ મિત્ર સાથે ખાસ કોમ્યુનીકેશન થતું નથી એટલે એમની અંગત વાતો યાદ નથી.

~ અમૃતબિંદુ ~

ઉતાવળે આંબા ના પાકે . . . . ઉતાવળે અનર્થ જરૂર થાય !

ખાસ નોંધ = આ પોસ્ટમાં કોંગ્રેસની વાત છે, એ મિત્રતાને ધ્યાનમાં રાખીને છે એટલે એ બાબત કોઈ મજાક કરવી નહિ પ્લીઝ .

Advertisements

Leave a comment

Filed under social networking sites

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s