ધર્મ-અધર્મ


જ્યારે જ્યારે હિન્દુ બાવા/બાપુ/સાધુનાં સ્ખલન છાપે ચડે ત્યારે ત્યારે અન્ય ધર્મનાં વડાઓની વાતો વિશે પણ વડાંના ગરમાગરમ ઘાણવા ઊતરતા હોય છે.

કોઇ કહે કે માત્ર આ (હિન્દુ)ધર્મ જ કેમ અડફેટ આવે છે? તો સામે પક્ષે એવી દલિલ પણ થાય છે કે તો પછી જેને આ (હિન્દુ) પ્રત્યે સોફ્ટ કોર્નર હોય તેઓ અન્ય ધર્મોના વડાંઓના ચરિતર ઉજાગર  કેમ કરતા નથી?

હમણા ફેસબૂક પર એક મુસ્લિમે તો ત્યાં સુધી કહ્યું/લખ્યું કે અમને તો અમારા મુસ્લીમોમાં આવા કોઇ સ્ખલન ધ્યાનમાં આવ્યા નથી નહિતર જરુર એ વિશે લખીએ/કહિયે!

આ વિશે મને જે છૂટક-ફૂટક બે-ચાર વિચારો આવ્યા તે લખું છું પણ સાથે એ પણ કહી દવ કે આનો મતલબ એ હરગિઝ નથી થતો કે હું આસારામ-નિત્યાનંદ અને કેશવાનંદ જેવા ચપડગંજુના પક્ષમાં છું, અને એ પણ ન ઇચ્છુ કે આવા કિસ્સાઓ બહાર ન આવે.

* જેમ અમુક દેશોમાં ડિવોર્સનાં કેસીસ વધુ સાંભળતા હોય તો એનો મતલબ એ નથી કે અન્ય (ભારત જેવા) દેશોમાં બધુ સમુસુતરુ જ ચાલી રહ્યું છે એવી જ રીતે આ વાત અહીં પણ લાગૂ ન પડી શકે?

* અમૂક ધર્મોમાં આવા સ્ખલન બહાર ન પડતા હોય તો એક કારણ એ પણ હોય કે એ ધર્મ/કૌમમાં સ્ત્રીઓ એટલી દમિત હોય કે એ આવી વાત કોઇને કહી શકે એવી સ્થિતિમાં ન પણ હોય.

* અમૂક ધર્મમાં સ્ત્રીઓ ખુદ એટલી શિક્ષિત હોય કે એ યા તો આવા પાખંડીઓના સકંજામાં ન આવે અને યા તો સહમતિથી બધુ પાર ઊતરી જતું હોય.

* આમ પણ આવા કિસ્સ્સાઓ મધ્યમ વર્ગમાં વધુ બનતા હોય અને હિન્દુઓમાં (આર્થિક & માનસિક બન્ને રીતે) મધ્યમ વર્ગનું પ્રમાણ વધુ હોય છે.

~ અમૃત બિંદુ ~

ના હિન્દુ નિકળ્યા, ના મુસલમાન નિકળ્યા;

કબર કબરો ઉઘાડી જોયું, તો ઇન્સાન નિકળ્યા !

^ કબરમાં હિન્દુ હોય? ^

^ ઘણા સમય પહેલા સૌરભ શાહની કોલમમાં આ પ્રકારનું કંઇક વાંચેલુ.

Advertisements

Leave a comment

Filed under ધર્મ, શ્રધ્ધા-અંધશ્રધ્ધા, સમાજ, social networking sites

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s