આસાન અંગ્રેજી


દિમાગમાં અમૂક ડેટા એવો ફીટ થઇ ગયો છે કે જે અમુક પુસ્તક વાંચ્યા બાદ એ ડેટા અનફિટ લાગે! એક જય હો અને બીજું આસાન અંગ્રેજી , આમ આ બે પુસ્તકોથી એ અહેસાસ થયો  કે અમુક ‘પ્રકાર’ ના પુસ્તકો  આપણા કામના નથી – એવું લેબલ મારી (મચોડી) બેસાડવું નહીં.

ઉપરોક્ત પુસ્તકોમાંથી અત્યારે તો માત્ર આસાન અંગ્રેજીની જ વાત કરવી છે.

આસાન અંગ્રેજી

આમેય નગેન્દ્ર વિજયની કલમ હોય, હર્ષલ પુષ્કર્ણાનું સંપાદન હોય એટલે એ યુનિક હોય એ તો સ્વાભાવિક જ છે.

કોઈ એમ સમજતું હોય કે મને તો અંગ્રેજી આવડે છે, મારે ક્યાં જરૂર છે? તેઓએ પણ વાંચવા જેવું. ભણવામાં  (!) આપણે  બોર થઇ જઈએ જ્યારે આ પુસ્તકમાં તો વચ્ચે વચ્ચે વર્ડ પ્રોસેસર, અવળચંડુ અંગ્રેજી, જેવા વિભાગો અને અમુક ગ્રાફ/ચાર્ટ થી ખરેખર જ્ઞાન એકદમ આસાન રીતે પીરસવામાં આવ્યું છે.

અંગ્રેજી મૂળાક્ષરોના અલગ અલગ ઉચ્ચાર, કઈ ભાષાનો કેટલો વપરાશ અને લૂપ્ત થઇ, અંગ્રેજીમાં કઈ ભાષામાંથી કયા કયા શબ્દો ‘બઠાવવા’માં  આવ્યા છે, કયા આલ્ફાબેટનો કેટલો વપરાશ છે, એબ્રીવીએશન્સ અને એક્રોનિમ્સ તેમજ વર્ડ પ્લેમાં પણ મજા આવી જાય છે.

હું તો ત્યાં સુધી કહીશ કે ગુજરાતી માધ્યમ વાળા અંગ્રેજી શીખવાડનારા દરેક ટીચર્સને આ પુસ્તક વાંચવું ફરજીયાત કરી દેવું જોઈએ.

~ અમૃતબિંદુ ~

કુણાલ ધામી મને ઘણીવાર કહે છે :

“……………………………….. જો ‘સફારી’ માત્ર કોરા પાનાં આપશે તો પણ હું એ ખરીદવાનું બંધ ન કરું!

Advertisements

8 ટિપ્પણીઓ

Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ

8 responses to “આસાન અંગ્રેજી

  1. સાચી વાત છે ; ” સફારી “ને ” ધુનતાના ના ના ના ” એવોર્ડ આપવો જોઈએ 🙂 They just deserve this .

  2. હું તો જ્યારે ’સફારી’માં હપ્તાવાર આ શ્રેણી આવતી ત્યારે વાંચતો. પણ અંગ્રેજીની ભડક આણે ભાંગી ! જો કે આપણ જેવાને કિશોરાવસ્થાએથી જ નગેન્દ્ર વિજયજીએ, સ્કોપ અને સફારીનાં માધ્યમે, કેટલાંયે એવા અઘરા વિષયોને સહેલાં કરી એવા સમજાવી દીધાં છે કે હવે ભાગ્યે જ કોઈ વિષય અઘરો પડે એવું માનવામાં આવે.

    હું તો, આજે ૪૫માંએ પણ, જાહેરમાં ’સફારી’ વાંચતા શરમાતો નથી ! (કેટલાંક મિત્રો એને મારી બાલચેષ્ટા કહે છે !!) આપે તો આજે વાંચનયાત્રા પરની નેક્સ્ટ ’પોસ્ટ’ નો સબજેક્ટ આપ્યો ! ધન્યવાદ. (આપનો અને સફારીનો)

  3. બિલકુલ સાચી વાત , આ પુસ્તક ખરેખર એટલું સજ્જ છે કે તેને ગુજરાતી માધ્યમોના અંગ્રેજી વિષયના શિક્ષકો માટે ફરજીયાત કરી જ દેવું જોઈએ

  4. પિંગબેક: જ્ઞાન-વિજ્ઞાનની સફર | વાંચનયાત્રા

  5. *અંગ્રેજી ભાષાના મારા જ્ઞાનને સુધારવામાં આ પુસ્તકનું નક્કર પ્રદાન છે. આ પુસ્તક સાથે જોડાયેલો એક નાનકડો પ્રસંગ કહીશ. (ચિંતા ના કરશો, કંટાળો નહિ આવે, ખરેખર નાનકડો જ છે.) હું લંડન ગયો તેના દસ મહિના બાદ ધર્મપત્નિની પધરામણી ત્યાં થઈ હતી. એમને અંગ્રેજી સાથે બાપે માર્યા વેર અને ત્યાં અંગ્રેજી વિના તો ચાલે જ નહિ! એટલે મે ઘરે ફોન કરીને આ પુસ્તક મોકલી આપવા કહ્યું. મારી લાઇબ્રેરીને તો હું પેક કરીને આવ્યો હતો અને તેને ખોલવાની કોઈને અનુમતિ નહિ. એટલે મારા પપ્પા ગયા સીધા હર્ષલ પબ્લિકેશન્સમાં. એ લોકો કહે તેમની પાસે માત્ર ત્રણ નકલ જ છે અને એ તેમના પોતાના માટે રાખેલી છે. પછી પપ્પાએ વિગતવાર વાત કરી એટલે તેમણે વચ્ચેનો રસ્તો કાઢ્યો. આખા પુસ્તકની ફોટોકોપી કરીને તેનું સ્પાઇરલ બાઇન્ડિંગ કરવામાં આવ્યું (એ વખતે આ પુસ્તક હજી મેગેઝિન ફોરમેટમાં જ હતું) અને અમને મોકલવામાં આવ્યું. (૨૦૦૭માં.) પછી તેનો સારો ઉપયોગ થયો, અસર પણ થઈ. અમે પાછા આવતા હતા ત્યારે એજ ફોટોકોપી વાળું પુસ્તક યોગ્ય વ્યક્તિના હાથમાં મૂકીને આવ્યા છીએ.
    *’અમુક ‘પ્રકાર’ ના પુસ્તકો આપણા કામના નથી’ એવું ખરેખર ન જ માનતા હોવ તો એમનું જ ‘આઇનસ્ટાઇન અને સાપેક્ષવાદ’ પણ વસાવજો અને વાંચજો. એ વાંચ્યા પછી તમને શું લાગ્યું એ અનુભવ વિશે પોસ્ટ પણ કરજો.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s