સરકાર અને સરકારી [(કર્મ?)ચારી]


દર પાંચ વરસે સરકાર બદલવાના ચાન્સ મળે પણ કંઈ ફેર પડતો નથી, હા, જે ‘ઓફીસ ઓફિસ’ની જેમ સરકારી ઓફીસના ચક્કર કાપતા રહે એને ફેર જરૂર ચડી જાય કેમ કે સરકારી (અ)વ્યવસ્થાતંત્ર તો યથાવત જ હોય છે ને?

બેંક વગેરે જગ્યાએ તો ય હવે તો ઘણો (બધો નહી) ફેરફાર થઇ ગયો છે, લોકો કામ કરતા થઇ ગયા છે અને યા તો કામ કરવું પડતું હોય છે પણ હજુયે સરકારી માનસિકતા બદલાઈ નથી.

એ લોકોને મોંઘવારી સાથે પગાર વધારા જોઈએ છે પણ એના બદલામાં કામ વધુ તો નથી કરવું કે નથી કામ કરવાની કોઈ પદ્ધતિમાં ફેરફાર કરવો પરંતુ તેઓ તો કામ ઓછું કરવાની યુક્તિ-પ્રયુક્તિઓમાં વધુ પ્રવૃત રહેવાની માનસિકતા કેળવતા(!) રહેતા હોય છે.

સરકારી ઓફિસરમાં ઓફિસર્સ કરતા ‘નીચ’લા વર્ગના કર્મચારીઓ વધુ કામ’ચોરી’ કરતા હોય એવું જોવા મળશે. આવા (લુખ્ખા)તત્ત્વોને એમના ઉપરી અધિકારી પણ કંઈ કહી નથી શકતા હોતા.

આવા લોકો સમય બાબતે બહું પંક્ચ્યુલ હોય છે! મતલબ કે સમય પહેલા આવી ણ જવાય અને સમય પછી ઓફિસમાં રહી ન જવાય એની ખાસ તકેદારી રાખતા હોય છે.

સરકારી કર્મચારીઓ વ્યકિગત અને ઘરમાં અપડેટ થઇ ગયા હોય પણ પોતાનાં કામ કાજ માટે અપડેટ થવું હોતું નથી. હા પાછા તેઓ પોતાના સિવાયની અન્ય ઓફિસીસમાં જરૂર ઝડપ અને કાર્યદક્ષતાની અપેક્ષા રાખે!

~  અમૃતબિંદુ ~

સરકારને ચૂંટવા માટે તો ઓપ્શન છે અને આપણે માનીયે કે નહી પણ એનો થોડો ઘણો ડર એમના પર રહે છે એટલે (ના છુટકે ય) કામ તો કરવા પડતા હોય છે. એવી રીતે જ્યાં શક્ય હોય ત્યાં સરકારી ઓફિસમાં પણ જેમ સજેશન બોક્સ હોય છે કે સાઈટ પર સ્ટારના ઓપ્શન હોય છે એમ કંઈક હોવું જોઈએ જેથી એ લોકો આપણું કરે છે એમ આપણે પણ એમનું બ્લેકમેઇલિંગ કરી શકીએ [જોયું? આવી ગયા ને (હિન્દુસ્તાની)જાત પર?!]

Advertisements

9 ટિપ્પણીઓ

Filed under વૃતિ - પ્રવૃતિ, સમાજ, politics

9 responses to “સરકાર અને સરકારી [(કર્મ?)ચારી]

 1. મારી જાણ પ્રમાણે આ વખતે આવા કર્મચારી (કર્મ ન કરીને ચરી ખાતાં લોકો) લોકોએ મોદીની વિરોધમાં હતાં? કેમ? મોદીએ તનતોડ કામ કરાવ્યું એટલે 😀

  • કાર્તિકભાઈ , મોદી તેમને કામ કરાવતા એ વાત સાચી પણ ઘણી બધી વાર તેઓ તેમને એવા સામાન્ય અને ચમન જેવા કામ પણ કરાવતા કે તેઓ ધૂંધવાઈ જતા . . . જેમ કે કેટલીક વાર કોઈ જીલ્લામાં તેઓની સભાનું આયોજન થતું , તો ત્યાં કલેકટરને પણ કેટલીક વખત બધી જ એસ ટી બસોમાં ગામડાની પ્રજાને ઠાંસી ઠાંસી ને ભરી ને સભા સ્થળે લઇ આવવાનું ફરમાન છૂટતું . . અને કલેકટર ઓફીસ તરફથી તે કામ નીચે ટ્રાન્સફર થઇ જતું . . . કે જ્યાં એન્જીનીયર કક્ષાના અધિકારીઓ કે જેમનું કામ ટેકનીકલ ફિલ્ડનું હોય છે તેઓ પણ બસને ભરી ભરી ને મોકલવાના કામમાં જોતરાઈ જતા . . આવા તો છુટપુટ અનેક કિસ્સા છે . . કે જેમાં તેઓનો રસ નિચોવાઈ ગયો હોય છે . . . માટે એટલો તો આક્રોશ રહેવાનો જ . . પણ છતાં આ વખતે પણ તેઓએ જ મહતમ મતદાન મોદીની જ તરફેણમાં કર્યું છે , તે સારી વાત કહેવાયને 🙂

   છતાં પણ , સરકારી ખાતું કોણ જાણે કયા દિવસે અપ-ટુ-ડેટ કાર્ય બજાવતું થશે , એ તો રામ જાણે . . . કારણકે સરકારો બદલાઈ જાય છે , પણ મહતમ ચમનિયા સરકારી અધિકારીઓ ખુરશી પર ચોંટેલા જ રહે છે 😦

   • હા. મને કોઇએ કહ્યું હતું કે સરકારી મફત સાયકલ યોજનાઓમાં લોકોને કેસરી રંગે રંગેલી સાયકલો આપવામાં આવી હતી. બોલો! 🙂 (આ રંગવાનું કામ કોણે કર્યું એ ખબર નથી). હાશ. મેં GPSCના પરીક્ષા આપી પણ છેવટે main માં પાસ ન થયો. જિંદગીની મોટામાં મોટી સિધ્ધી કહી શકાય 😀

   • rajniagravat

    મોદીગીરીનો બચાવ નથી કરતો પણ લાગે છે કે આમાં ઘણી વખત ચા કરતા કીટલી ગરમ હોય એમ કદાચ ‘ઉપર’થી મોદીએ ન કહ્યું હોય પણ ‘નિચ’લા અધિકારીઓ વ્હાલા બનવા માટે આવું કંઈક કરાવતા હોય એવું પણ બને.

 2. Envy

  Agree 🙂 100 %.
  Tame bank vala na vakhaan na karo yaar. e loko ma haji juno fal padyo che je sudhrva nathi mangto.

 3. gunjan

  સરકારી કર્મચારી વર્ગ ૧ કરતાં આજના એમ.એલ.એ. ને મહિને પગાર સારો મલે છે એ વિશે વિચારો. અભણ એમ.એલ.એ. પાંચ વર્ષ પછી પેંશન લાભ મલે અને સરકારી કર્મચારીને ૩૦ વર્ષની નોકરી પછી પેંશન નથી મલતું. આજનો તાલુકા પ્રમુખને પણ પોતાની જાતને પ્રાઈમ મીનીસ્ટર જ સમજે છે,

 4. Dolly

  સાવ સાચું ! આ જોઈને એમ થાય કે આ અરાજકતાનો અંત કોણ આણશે ! એકદમ બગડી ગયેલા કોહવાઈ ગયેલી માનસિકતાવાળા લોકો દેશનું નિકંદન કાઢીને જ રહેશે ! 😦

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s