પેઈન હો યા પાર્ટી – દિલ સે હો !


માત્ર પીને વાલો કો હી બહાના ચાહિયે એવું નથી પણ આપણી ઓ માન’સિક’તા જ એવી છે કે ગમે તે કરો, પાણીમાંથી પોરા કાઢવાના જ.

આજ-કાલ એફબી સ્ટેટસ, ટ્વિટસ, એસ.એમ.એસ. મિડીયા બધે ૩૧ ડીસેમ્બરની પાર્ટીને વખોડવાની સિઝન ભરપૂર ચાલશે. હું તો ૩૧ ડીસેમ્બર નથી ઉજવતો, એમાં કોઈ પૂર્વગ્રહ પણ નથી અને હરખપદુડો પણ નથી પરંતુ જેઓ ઉજવે છે એમના પ્રત્યે કોઈ ગિલા-શિકવા પણ નથી. જેને જે ગમે તે કરે એટલી આઝાદી આપણે આપી ન શકીએ?

મતલબ કે હું એમાં કશું ખોટું નથી જોતો કે થોડા દિવસ પહેલા ગેંગરેપ કે અન્ય કોઈ સેન્સિટિવ મુદ્દે ભેગા થયા હોય એ આજે પાર્ટી ન મનાવી શકે!

આપણે ખુદ એવા સંજોગોમાંથી પસાર નથી થતાં કે સવારે કોઈની સ્મશાન યાત્રામાં ગયા હોઈએ, બપોરે લગ્નમાં  અને સાંજે  કોઈની બર્થ ડે પાર્ટીમાં ‘પતાવી’ રાત્રે કોઈ દર્દીની ખબર કાઢવા નથી જતા ?!

શેક્સપીયર એ (કે કોઈએ) કહ્યું જ છે ને : “ જગત એક વિશાળ રંગભૂમિ અને આપણે એના પાત્રો છીએ. આપણા ભાગે જ્યારે જે પાત્ર આવે તે જાન રેડીને ભજવવાનું.” કોઈ દિલ-દગડાઈ નહીં કે નહીં કોઈ  ગિલ્ટી ફીલીંગ  રાખવાની –  એ જ પાત્રને સાચો ન્યાય છે.

 ~ અમૃતબિંદુ ~

> આ પહેલાની ૩૧ ડીસેમ્બર/ન્યૂ યર રિલેટેડ પોસ્ટ્સ <

https://rajniagravat.wordpress.com/2011/01/01/1_2/

https://rajniagravat.wordpress.com/2010/01/02/full-checking_fool-checking

https://rajniagravat.wordpress.com/2010/01/01/3members_3years_3idiots/

https://rajniagravat.wordpress.com/2010/12/28/xmas/

https://rajniagravat.wordpress.com/2009/12/31/100th-post/

Advertisements

4 ટિપ્પણીઓ

Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, ગુજરાત_ગુજરાતી, ધર્મ, વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, સંવેદના, સમાજ, media, Nation

4 responses to “પેઈન હો યા પાર્ટી – દિલ સે હો !

 1. parikshitbhatt

  લેખને ઍવરેજ રેટિંગ આપવાનું કારણ-ફક્ત અને ફક્ત મારી માનસિકતા…અન્યના વિચારો સાથે અસહમત હોવાનું જાણતા હોઈયે; પણ આપણા વિચારો બદલી ન શકીયે; ત્યારે આવું જ થાય…’હું આવી પાર્ટીઓનો નથી વિરોધી; કે નથી તરફેણી…’–એમ તમારી જેમ નથી કહી શકતો ભૈ…હું વિરોધી છું તો છું; કારણ??સાવ સ્પષ્ટ– મને એમા આપણાપણું નથી લાગતું…પિતો નથી; તો પિનારા તરફ સૂગેય નથી(નિખાલસ કબૂલાત-હા;છાનો રોષ ખરો)…એમ તો ખાતોય નથી(પણ રોષ–જાહેરમાં છે!!!)હા;ઈંડા સુધી ‘પ્રગતિ’ છે એમ તો…અને હા; ગૅંગ-રેપ-પિડીતા અને એવા કોઈ અન્ય કારણો ના બહાના નથી(હાશ!!!સાચું બોલવાની હાશ!!!);પણ નથી ગમતું તો નથી ગમતું…પિને “છાકટાબાજી” કરનારા સામે સામે ખુલ્લો રોષ…
  જવા દ્યોને!!! આપણે તો રોજિંદી ઘટમાળમાં રહેનારા…પેલું સાંઈ મકરંદનું ગીત મનમાં વાગે છે- ‘આપણા તે દુઃખનું કેટલું જોર…'(શબ્દો પુરા યાદ નથી…માફી હૂઝૂર…)અને એનું જ બીજું ખુબ ગમતું ગીત-“ગમતાનો કરીયે ગુલાલ”…એમ જ રહેવાય/જીવાય…

  • પરિક્ષિતભાઇ,
   તમને પૂરો હક્ક છે યાર પોસ્ટને એવરેજ શું ભંગાર કહેવાનો. આપણે કંઈ થોડાં બુદ્ધિશાળી લેખકો જેવા મહાન(!) છીએ કે આપણી વિચારધારાની વિરોધનો સૂર સાંખી ન શકીએ?

   તમારી વાત સર આંખો પર સરજી!

   • parikshitbhatt

    રેટિંગ સિવાયની મારી વાતો પર તમારા અભિપ્રાય જાણવામાં રસ હતો ભૈ..

    • rajniagravat

     ઓલરેડી બ્લોગ પોસ્ટમાં કહી દીધું છે એટલે ન કીધું, છતાંયે લ્યો ફોડ પાડીને કહું: “હું કંઈ ખાતો નથી પીવું છું બધું.” પરંતુ માત્ર આટલું કહેવાથી ઘણા અર્થ/અનર્થ નીકળી શકે. એટલે મારા પીવા વિશેની પોસ્ટની લિંક અહી મૂકવી પડશે.(પણ બ્રેક કે બાદ)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s