ફેક આઈ.ડી.ની ફેંકમફેંક


આમ તો આ રોગ જૂનો પુરાણો છે, અને યુગોથી ચાલ્યો જ આવે છે એટલે અત્યારે (જ) આ પ્રવર્તી રહ્યો છે એમ ન કહી શકાય !

મને બહું તો ખ્યાલ નથી પણ આપણા શાસ્ત્રોમાં પણ આવે છે ને કે કોઈ દેવતા(!) કે ઋષિ (!!)ને કોઈ સ્ત્રી ‘માલ’ લાગે એટલે વેશપલટો યાને ફેક આઈડીથી પહોંચી જતાં.

યાદ આવે છે કે નાના હતા ત્યારે કોઈ છોકરા (છોકરી)ને બદનામ કરવા ગમે તેના નામની ‘ચિઠીઓ’ ફેંકતા અને એમાં પણ ફેક આઈડી જ રહેતી.

આવા તો કંઈક પ્રસંગો હશે એટલે એ બધા વિશે સવિસ્તાર તો નથી કહેતો પણ ત્યારબાદ સીધા જ નેટ પર લેન્ડીંગ કરીયે તો યાહુ-ચેટમાં આવું બહું સાંભળવા (ઇવન) અનુભવવા મળ્યું છે, અને એ પણ અગાઉ હતા એ બધા કિસ્સાની જેમ મેલ-ફીમેલ કે ફીમેલ-મેલ બનીને ‘બનાવતા’..

પછી આવ્યું ઓરકુટ, તો હવે થોડો ટ્રેન્ડ ચેન્જ થયો, હવે દ્વેષ ભાવના, છળકપટ આ બધું જેન્ડર આધારિત ન રહેતા ચર્ચામાં આવવા માંડ્યું.

કોઈ ગૃપ કે વ્યક્તિ સામે સામી છાતીએ ઘા ન કરી શકે એ ફેક આઈડીથી ચર્ચા ચૂંથતા પરંતુ જ્યાં વિચાર, અભિવ્યક્તિની વાત હોય ત્યાં તો પોલ ખુલી પડવાની જ છે!

હવે એનાથી આગળ પગલું મુકાયું એફબી પર. ખુદના અનુભવ પરથી કહું છું આપણામાંથી મોટાભાગના લોકોના ફ્રેન્ડ(?) લિસ્ટમાં આવા બે-પાંચ નમુના/નમુની હોય જ, એ અલગ છે કે કાં તો આપણને સાવ ખબર ન હોય, કાં તો આપણને માત્ર શક હોય કે આ હશે કે પેલો/પેલી?

જો કે કૉલમ લખતા અમુક લોકો પણ એક યા બીજા કારણ થી અલગ અલગ નામથી લખતા હોય છે જેને ‘પેન નેમ’ કહેવામાં આવે છે એ પણ અમુક વખતે/અમુક કારણસર ફેક આઇડીનો પ્રકાર ગણાય કે નહીં એ મને નથી ખબર.

જે આવા (અવળા) ધંધા કરતા હોય એમને ખબર, કે આવું કરીને એ લોકો શું કાંદા કાઢી લે? પણ મને એક દોસ્ત એ મજાકમાં જ કીધું: “યાર ફેક આઈડી બનાવવી પડશે 😉 ”  ત્યારે મેં ‘લેક્ચર’ આપી દીધું. જે એણે સહન કર્યું અને તમારા ય કરમ તો ફૂટેલા હશે જ, એટલે વાંચવા આવી ગયા –

ફેક આઈડી બનાવવા પાછળનો ઉદ્દેશ્ય જ નેગેટીવ હોવાનો એટલે આપણું મન એ વિશે વિચાર કરતા કુવિચાર વધુ કરવાનું છે. અને જ્યારે બનાવ્યું હોય ત્યારે ભલે ‘અમુક’ જ ટાર્ગેટ હોય પણ પછી,  પહેલા  મજાકમાં એનો પછી વિકૃતિમાં એનો વ્યાપ/વિસ્તાર વધતો ચાલે. આમ પણ કહેવાય છે ને કે જો જૈસા સોચતા હૈ ઓર કરતા હૈ, વો વૈસા હી બના જાતા હૈ! એટલે મારી તો વણમાગી સલાહ છે કે આવી ફેક આઈડી થી બધી રીતે બચી ને રહેવું.

~ અમૃતબિંદુ ~

મેં કદી ફેંક આઇડીનો ઉપયોગ કર્યો નથી કે કરીશ નથી..સીધા જ એક ઘા –ને બે કટકા ! 

Advertisements

5 ટિપ્પણીઓ

Filed under વૃતિ - પ્રવૃતિ, સમાજ, સાહિત્ય, media, social networking sites

5 responses to “ફેક આઈ.ડી.ની ફેંકમફેંક

  1. 1) આ તેના જેવી વાત થઇ કે ભગવાન તમને અંગત સ્તરે વરદાન માંગવા કહે તો , તમે શું માંગો ? મોટાભાગના લોકોનો જવાબ હશે કે : અદ્રશ્ય થવું . . . . અને લોકો જાણતા જ હશે કે અદ્રશ્ય થઈને તેઓ શું કરવા માંગતા હશે !!!

    2) Fake ID મારા Syllabus માં નથી અને મારા કરમ ફૂટેલા છે 😉

  2. અમે પણ ફેસબુકમાં કદાચ ‘ફેક’ તરીકે જ વગોવાઇએ છીએ… જો તમારે બચીને જ રહેવું હોય તો બિન્દાસ્તપણે કાઢી મુકજો બાપજી…અમને જરાયે ખોટુ નહી લાગે. 🙂

  3. રજનીભાઈ, સાવ એવું ન પણ હોય ! શક્ય છે ઘણાંનાં મનમાં પેલા ’ગુપ્તદાન’નો પાવન કન્સેપ્ટ પણ રમતો હોય !! પોતાના નામની તકતી ન લગાડવાની નમ્રતા પણ હોઈ શકે !!
    પણ, એક ઘા ને બે કટકા કરવા વાળાને કશું ’ફેકમ ફેક’ કરવું ન જ પોસાય. એણે તો કાંડાબળે જ કચકચાવીને પ્રહાર કરવો પડે. આપની સલાહ શિરોધાર્ય. ધન્યવાદ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s