સ્ત્રી, પુરુષ, સમાજ અને સવાલો


ઘણા વખતથી ઘણા સવાલો મનમાં સળવળતા હોય અને અમુક વખતે ક્યાંકને કયાંક ઠાલવી પણ દીધા હોય, બધા તો નહીં પણ અત્યારના માહોલને અનુલક્ષીને અમુક સવાલોનું શક્ય એટલું સંકલન કરીને મુકવાનું મન થયું.

  1. હજુ પણ ઘણી જગ્યાએ પત્ની/પ્રેમિકાને ‘તું’ કહેવાય, અનુક્રમે પતિ/પ્રેમીને નહીં?
  2. મમ્મી ને ‘તું’ કહેવાનું, પપ્પાને કેમ નહીં?
  3. ઝાંસીની રાણીને ‘તું’ સંબોધન થાય, શિવાજી, ભગતસિંહ, વગેરે વગેરેને ‘તમે’ ?
  4. દ્રૌપદી, સીતાને ‘મદદ’ માટે પુરુષ જ આગળ આવે છે, સ્ત્રી નહીં (એને હેરાન કરનાર પણ પુરુષ જાત છે એ ખ્યાલ છે)
  5. સ્ત્રી માટે અબળા શબ્દ છે જ્યારે પુરુષ માટે મર્દ ? (અને અમુક તો સ્ત્રીને પણ ‘મર્દાના’ કહે!)
  6. ‘હેડ ઓફ ધ ફેમિલી’ પુરુષ જ કેમ હોય છે ?
  7. બધે સમકક્ષ ને સમોવડીની અપેક્ષા રાખનાર, બસ કે અન્ય જગ્યાએ ‘મદદ’ માટે  કેમ પુરુષ પર આધાર કે અપેક્ષા રખાય છે?
  8. રામાયણમાં રાવણને વિલન ચિતરતા પહેલા એ કેમ યાદ નથી આવતું કે શરૂઆત સુપર્ણખાથી અને પછી સીતાની સુવર્ણમૃગની અપેક્ષાને લીધે જ થઇ હતી?
  9. મહાભારતમાં પણ દુર્યોધન-પાંડવોને દોષ આપતા પહેલા કેમ વિચારાતું નથી કે દ્રૌપદીએ વિના વાંકે ‘અંધે કા પુત્ર’ અંધા’ કહીને વેરના બીજ વાવ્યા હતા?
  10. અત્યારના જમાનામાં પણ પ્રાયવેટમાં પુરુષ કર્મચારીને સ્ત્રી કર્મચારીના પ્રમાણમાં પગાર વધુ અને સમય ઓછો આપવામાં આવે છે અને એ હસતે મોઢાએ સ્ત્રી દ્વારા કેમ સ્વીકારવામાં આવે છે?

^ દસ પે અબ મૈ બસ કરતા હું બાકી કોમેન્ટમે યે સિલસિલા આગે બઢા સકતે હો….

7 ટિપ્પણીઓ

Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, સમાજ

7 responses to “સ્ત્રી, પુરુષ, સમાજ અને સવાલો

  1. જવાબો—
    ૧) ઘણી જગ્યાએ આમાં અપવાદો જોવા મળે છે; સંખ્યામાં પણ વધારો થતો જાય છે; બાકી આ બાબત-અંગત ગમા/અણગમા(લાઈકીંગ્સ-યુ સી) પર આધારિત છે…
    ૨) ‘નાળ નો નાતો’ હોવાથી…આમાં પણ માં ને તમે કહેવાવાળા છે-મારા જ ઘરમાં- હું અને મારી નાની બહેન છીએ,બહેન અમારી માં ને ‘તમે’ કહે છે ઘણા સમયથી;મેં પણ પ્રયત્ન કરેલો…માં ને (અને મને પણ)એ ન રુચ્યું-માટે પડતુ મુકાયું…
    ૩) અગેઇન- એ જ મુદ્દો(મીન્સ-માતા ના ભાવસહ સંબોધનનો) હોવાથી-એ આત્મિયતાનો અનુભવ કરાવે છે; બાકી માન/આદર/ભાવ તો લક્ષ્મીબાઈ/શિવાજીને સરખો જ અપાય છે…(કમસે કમ મારા મનનો ભાવ/આદર/માન સરખો જ છે)
    ૪) એ સમય મુજબ-મદદકર્તા હંમેશા પુરુષો જ રહેતા…સામાજિક જવાબદારીઓની/કાર્યોની વહેંચણી…(કદાચ એ સમયે શારિરીક-બળ સાથે આ બાબતો સંકળાયેલી હતી…
    ૫) બેઉ શબ્દો જુદી જુદી ભાષાના છે-અબળા એ કદાચ ગુજરાતી/હિંદી-બેઉ ભાષામાં છે; જ્યારે મર્દ એ હિંદી/ઉર્દુ માંથી ગુજરાતીમાં આવેલો છે…હવે કારણ(મારી દ્રષ્ટીએ)- જે તે સમયે આ શબ્દો આવ્યા; એ કદાચ ત્યારની સ્થિતી/સમયકાળ મુજબ હોઈ શકે- પણ અત્યારે વ્યક્તિ વ્યક્તિ એ જરુર અને યોગ્યતા અનુસાર વાપરવા…(આ તો સાલી સલાહ થઈ ગઈ!!!…લોલ…)
    ૬) અત્યારના સમયમાં કદાચ હવે આ પ્રથા ક્રમશઃ ઘણી જ ઓછી છે…
    ૭) જો આવી મદદની અપેક્ષા સ્ત્રિઓ તરફથી રખાતી હોય; તો એ કેઇસ ટુ કેઇસ ગણાય/વિચારાય..અથવા એ સ્ત્રિઓનો પ્રશ્ન/ઈચ્છા પર આધારિત છે…અન્યથા; જો કોઈ પુરુષ આવી અપેક્ષા(સ્ત્રિઓને મદદ કરવાની જ) કે વિચારસરણી કાયમ ધરાવતો હોય; તો એ ખોટું જ છે(એવી વિચારસરણી અને તેવી ‘માનસિકતા-બેઉ)…
    ૮) રાવણની મનોદશા કહેતાં વૃત્તિ તો પહેલીથી જ આવી હતી;શુર્પણખા પણ રાવણ દ્વારા જ મોકલાઈ હતી(રાવણમાં ઘણા જ સદ્ ગુણો હતા;એક જ અવગુણ-અહંકાર સિવાય-આ મારો અંગત મત છે)હા; સિતાના સુવર્ણ્-મૃગ વાળી વાતમાંથી એટલો જ સાર-કે સ્ત્રિઓના મન આવા;પહેલેથી જ હતા;પણ કંઈ રામ-રાવણના યુધ્ધ માટે/રામાયણ માટે આ બાબત જવાબદાર ન ગણાય…
    ૯) દ્રૌપદીનો કોઈ બચાવ નથી;પણ કૌરવો-પાંડવો વચ્ચે પહેલેથી જ તંગ સંબંધો હતા; દ્રૌપદીનો પ્રસંગ તો ઘણા પ્રસંગો/કારણોમાંનો એક નિમિત્ત/ઉદ્દીપક માત્ર હતો…
    ૧૦) હું તો એવી સમાનતામાં માનું છુ-કે કોઈપણ સ્પર્ધા(રમતગમત;નૉલેજ કે અન્ય કોઈ પણ)માં બધું જ સમાન હોવું જ જોઈએ…ઉ.ત.(ઉદાહરણ તરીકે-લોલ) ટેનિસમાં સરખા જ સૅટ-અને અન્ય તમામ…કોઈ અલગ-અલગ જગ્યાઓ માં અલગ-અલગ લાઈનો(કતાર-યુ સી) ન હોય; ટૂંકમાં તમામ ક્ષમતાઓની પરિક્ષાઓમાં માટે સમાન માપદંડ હોય…પણ બૉસ…મારું(કે તમારું/સહુ ‘પુરુષોનું) ક્યાં ઘરનાય સાંભળે/માને છે…લોલ…તો આટલેથી જ અટકું…

  2. શ્રી રજનીભાઈ, આભાર. સરસ સવાલો મુક્યા છે.

    શ્રમિકોમાં પણ સ્ત્રીની મજૂરીનું પ્રમાણ ઓછું હોય છે. પુરુષોનું કામ પણ ક્યાંક ઓછું હોય કારણ કે સ્ત્રીઓનાં કામો સ્કીલ્ડ ગણાતાં નથી.

    ગામડામાં સ્ત્રી્ાો વહેલી જાગીને ઢોરને નીણ નાખે, પાણીદળણાં કરે, શિરામણ માટે ચુલો પેટાવીને રોટલા ઘડે, પુરુષો ખેતરે જાય પછી છોકરાંને માટે, ઘરડાંઓને માટે કામ કરે, કપડાંવાસણસફાઈ કરે, રસોઈ કરે, ભાતું લઈને ખેતરે જાય, ત્યાં પુરુષ જમે ત્યારે પણ કેટલુંક ખેતરનું કામ કરે, વળતાં ભારો માથે નાખીને ઢોર માટે નીણ લાવે, સાંજનું રાંધે, ઢોર ચરીને આવે પછી ખાણદાણ આપે, ઢોરને દોવે, વાળુ રાંધે, જમાડે, પથારી કરે, છોકરાંને ઢબુરે….ને છેવટ સુવે ત્યારે સાજામાંદાનોય વીચાર કરે !!!!!

    આ બધાંમાં બધાંનાં છણકા વગેરે તો બોનસમાં ગણાય ! ને નારીને પાછી નારાયણી પણ કહેવાય. રજનીભાઈ ! એક ઘાના કેટલા કટકા કરશો ?!

  3. મારી આવનારી એક નવલકથામાં પુત્ર એના બાપને તું કહીને બોલાવે છે !

  4. ૧ અને ૧૦ હવે સાચા નથી રહ્યા, પણ ૧૦ માટે હજી ૯૯ ટકા લોકો એવી માનસિકતા ધરાવે છે માટે આપણને ૧૦ નંબરીનો સામનો કરવો પડે છે.

  5. ૧૦ને તમે ફર્સ્ટ વર્લ્ડનાં પરિપ્રેક્ષ્યમાં મૂકો તો મુદ્દો ઊંધો છે. એક્ઝેક્યુટીવ હોદ્દાઓ પર સમાન પોસ્ટ પર સમાન કામ કરી રહેલી સ્ત્રીનો પગાર તે જ હોદ્દા પર પુરુષ કરતાં ઓછો હોય છે. વળી, તે પાછું કાયદાકીય રીતે પણ માન્ય છે.

Leave a comment