RA.one in ALL


Narcissist કહો કે એવું માનો કે પછી વરને કોણ વખાણે? વરની માં ય હવે કેટકેટલુંક (ખોટું) વખાણે? એટલે (સુ)વર ખુદ સ્વાશ્રયી બને છે અને પોતાનાં વિશે વાત કરવાનો મોકો જ શોધતો હોય છે.

આમ ભલે હું (તન થી) અશક્ત લાગતો હોઉં પણ જરુંર પડ્યે રજનીકાન્ત કે RA1 (રાવણ) નામ ‘વાપરી’ ગુણ-દુર્ગુણ, લક્ષણ-અપલક્ષણનો (ગેર)લાભ ઊઠાવવાનું ચૂકતો નથી એ સૌને ખ્યાલ હશે જ (એવું હું માની જ લઉં છું)

આજના પર્વે મારો માંહ્યલો રામ તો ન જાગ્યો પણ રાવણ (એ કુંભકર્ણ ન હોવાથી) જરુંર જાગી ગયો ! અને આ કોલાજ બનાવી નાંખ્યો.

RA1 એક (કુ) રૂપ અનેક

આનું વિશ્લેષણ મારા કરતા તો સૌ દોસ્તો સારું (?) કરવાના છે એ ખ્યાલ છે પણ જેમ ઉપર કહ્યું કે સ્વાશ્રયી છું એ તો પૂરવાર તો કરવું પડે ને ?

 આ કોલાજમાં જે  ‘મુદ્રાઓ’ (લોલ) છે કે જો છાપાની ભાષામાં કહિયે તો લાક્ષણિક તસવીરો વિશે (લેફ્ટ ટુ રાઈટ કરતો) મારો ‘દ્રષ્ટિકોણ’ –

૧ – તુજે દેખા તો યે જાના સનમ ….. મેરી બાંહોમે મર જાઓ તુમ

૨ – ધુર ઘુર કે ક્યા દેખા રહે હો?

૩ – ‘શિવ શંકર’ બોર્ડ પહેલા આપી દીધું પણ અન્ય જગ્યાએ ‘પ્યાલા’ તેરે નામ કા ‘પ્રિયા’  પણ જોઈ શકો છો!

૪ – ‘શિવ શંકર’નાં ગલ્લાનો સીન જોઈ કોઈ ઇલ્જામ લગાવે આ ભાઈ સાહેબને દલ્લો હાથ લાગી ગયો હશે એટલે ‘અગ્નિપથ’ કે ‘હાથ કી સફાઈ’ દેખાડવામાં આવી રહી છે.

૫ – રાવણ હોય તો શું થઇ ગયું? રાવણની જેમ આપણનેય ‘પૂજા’ (& બાકી બધા નામો સૌને ખબર જ છે) વગેરેમાં ‘રસ’ ખરો.

૬ – રામસેતુ માટે ‘કપિ’નો કોન્ટેક્ટ તો રામ કરે, હમ તો અપના જહાજ લે કે કહી ભી, કભી ભી… 😉

૭ – અને એવું નથી કે માત્ર ‘દરિયાદિલી’ જ છે, રજનીકાન્ત તો ‘ફાઈટર પ્લેન’ પર પણ એક હથ્થુ શાસન કરી શકે!

૮ – અને ગમે ત્યારે સૌને ‘બાય બાય’ કરી શકે.

૯ – સમુદ્ર & હવાઈની જેમ જમીની મુસાફરી માટે આ ગધેડા પાસે ઘોડો પણ છે.

૧૦ – ઘરમાં સોફા પર બેસીને જેન્ટલમેન (!), તો માથે ફેંટો નાખીને ગામડીયો અને બાપનો બગીચો તો ઠીક પિતાજીનો પેલેસ હોય પણ બેસે પાછો ‘કઠેડા’ પર.

૧૧ – જીવનમાં કંઈક ‘સંકલ્પ’ કરતો હોય એમ દેખાય પણ જો ભૂલ ‘પકડાય’ જાય તો સમય વર્તે બે હાથ જોડીને માફી પણ માંગી લઈએ અને જેવું બધું સમુસુતરું પાર થઇ જાય એટલે રાઉડી રાઠોડની જેમ મૂછે તાવ આપતો ફોન પર બિઝનેસ મેનના ખેલ કરવા માંડે.

૧૨ – જાણે ધોનીની જેમ વિકેટકીપર હોય એવી ઈસ્ટાઈલ તો પાછો થોડીવારમાં ‘હસમુખ લાલ’ પણ બની જાય અને છેલ્લે……. રજનીકાન્ત હોય કે રાવણ પણ સમાજ સામે તો ‘ગાય’ છે !

બોલ સિયાવર રામચંદ્ર કી …..જે !

~ અમૃતબિંદુ ~

કણ કણમાં ભગવાન મળે કે ન મળે પણ એફ્બીમાં તો RA1જેવા રાવણ મળે જ !

Advertisements

3 ટિપ્પણીઓ

Filed under રમૂજ, વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, વૃતિ - પ્રવૃતિ

3 responses to “RA.one in ALL

  1. ૨જા ફોટા માટે , ઘૂર ઘૂર કે ના દેખ ઘૂર ઘૂર કે 😉

    ૪થા ફોટા માટે , છેલ્લે તો હાથનો મેલ હાથમાં જ સમાઈ જવાનો ને 🙂

    ૮મા ફોટા માટે , એ બાઇ બાઇ . . એ બાઇ બાઇ . . ભલા તારી રામા એ ભલા મોરી રામા . . . 🙂

    ૯મા ફોટા માટે , Why this ઘોડાવાળી , ઘોડાવાળી ઘોડાવાળી ડી ? 😀

    ૧૨મા ફોટા માટે , { કળીયુગમાં } ગાય , બાઈ અને ભાઈ જ્યાં દોરે ત્યાં જાય [ અને ન પણ જાય ] 😀

    અને છેલ્લે બે ઘડી મોજ કરાવવા બદલ , આટલી બધી કમેન્ટ્સ 🙂

  2. લાયા બાપુ! જબરું કલેક્શન છે!

  3. રાવણ ના તો દસ જ માથા , પણ પ્રભુ , આપના તો રૂપ અનેક 🙂

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s