‘20-20’ & ચોક્કે પે ચોક્કે પે ચોક્કા


ટાઈટલ પરથી લાગે કે ‘20-20’ રમાઈ હશે અને આ દેશી રજનીકાન્ત એ ચોક્કા ઠબકારી દીધા લાગે છે!પણ મને ઓળખાતા (રીયલી?) લોકો કદાચ ટીવી પર જુવે તો ય માને નહિં!

એ બધી રામાયણ પછી, પહેલા ગુજરાતી સાહિત્યના બે હીરો સાથે વિલન તો શું કોમેડિયન પણ ન ગણી શકાય એવાં RA1ના  ફોટા વાળો ફોટો જુવો!

મલ્ટી સ્ટાર (સ્ટીલ) મૂવી

આ બ્લોગનાં ઇન્ટ્રોડક્શન પેજમાં જ અગાઉ કહી ગયો છું એમ આપણે ય કો’ક દી કૉપી-માસ્ટરની ભૂમિકા નિભાવી નાંખીયે અને કોપિ કરવી જ હોય તો શરૂઆત લલ્લુ પંજુની બદલે ગુજરાતી સાહિત્યના શિરોમણી એવા બક્ષીબાબુના જ ક્વોટથી કરૂ તો તેઓ પોતાની કૃતિ/સર્જકતા વિશે કહેતાને કે કલાકાર પોતે જ પોતાની સર્જનપ્રક્રિયા સમજાવવા બેસે એ બીજાઓને ફાવતું હશે, મને બહુ ફાવતું નથી. પોતાના હાથે જ પોતાનું સ્તન દબાવ્યા કરતી સ્ત્રીને કયો આનંદ મળતો હશે? એ અનૈસર્ગિક છે, અવૈજ્ઞાનિક છે.

હવે મેં નકલ કરવામાં થોડી પ્રગતિ કરી, ટેક્સ્ટ થી તસ્વીર સુધી પહોંચ્યો અને એકની બદલે બબ્બે લોકો સાથે (અનાયાસ) નકલ થઇ ગઈ એ ધ્યાનમાં આવ્યું.

પહેલા ફોટામાં જેમણે શબ્દથી સરસંધાન કર્યું છે એવાં બક્ષી બાબુ અસલી ગન સાથે છે તો અમે ખખડી ગયેલી તોપ સાથે

અને

બીજામાં ગીરની નજીક પડતા ગોંડલના વસાવડાનો (જય) અસલી વાઘને ધક્કો દેતા હોય એવો ફોટો હોય તો અમે ય કચ્છના રુદ્રાણી ડેમ પર જઈને નકલી સિંહ સાથે (ડરતા ડરતા) ભાઈબંધી કરીને એનો કોલર તો નહીં પણ કેશવાળી જાલી હોય એવો ફોટો પડાવ્યો’તો !

-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-

અવાર-નવાર ઘણા બધા લોકો કહી/લખી ગયા છે એમ મેં પણ કહ્યું/લખ્યું છે કે જેઓ નેટ/સોશ્યલ નેટવર્કિંગને ક્ષુલ્લક માને છે તેઓને કાં તો ભાન નથી પડતી અથવા તો તેઓ (આમ તો આ દૂનીયા માટે જ) મીસ-ફિટ છે. એ નેગેટીવ વાત વધુ ન કરતાં મારા સાથે જે પોઝીટીવ બનાવો બન્યા છે એનું લિસ્ટ અને વાતો તો ખૂટી ન ખૂટે એમ છે. એમાં મેં શું લીધું , સમાજને શું આપ્યું? એના કરતાં દુનિયા એ મને શું શું આપ્યું એની તો શું વાતો કરું? કેટકેટલા લોકો, ક્યાં  ક્યાંથી શું શું આપે છે! (ગોંડલ, રાજકોટ, અમદાવાદ, અમેરિકા, સૂરત, વડોદરા, દુબઈ, આણંદ-વલ્લભ વિદ્યાનગરથી) કોઈ બૂક, કોઈ વિચાર, કોઈ દોસ્તી, કોઈ મીઠાઈ, કોઈ સીડી/ડીવીડી, કોઈ અમુક સ્થળો વિશે માહિતી…. થોડાં વરસો અગાઉ અમુક મિત્રો (શિવાની, લજ્જા, દીપુ અને ધૈવત ત્રિવેદી) એ તો ઓરકુટ પર મારા નામની કોમ્યુનિટી પણ બનાવી હતી! આમ આ લિસ્ટ લંબાતું જ જાય એમ છે, અમુક લોકોએ ઓ તાકીદ પણ કરી છે કે અમને મન પડ્યું અને તમને આપ્યું એટલે ખબરદાર જો અમારા  નામનો ઉલ્લેખ સુધ્ધાં કર્યો છે તો !

આવી જ રીતે નેહલ મહેતાએ અત્યાર સુધીમાં અડધો ડઝન જેટલી બૂક્સ આપી હતી અને ગઈ કાલે જન્મદિવસની ભેંટ તરીકે  ફરી પોણો ડઝન બૂક્સ મોકલી એટલે એના તરફથી કુલ્લ ૧૪ બૂક્સ થઇ. એનો આ કોલાજ જુવો

મહેતા મારેય નહીં, ભણાવે ય નહીં
પણ
વંચાવે જરૂર 🙂

જેમાં એક ફોટો છે ગઈકાલની બૂક્સ તો બીજો ફોટો (બે બાદ કરતાં) બધી બૂક્સનો અને ત્રીજો છે એ મેં બનાવેલ લિસ્ટનો .

[ અને મારી લાયબ્રેરીમાં બધા પુસ્તકો મળીને અર્ધી સદી પૂરી કરી 🙂 ]

~ અમૃતબિંદુ ~

આટલું બધું લાં….બુ લચક (પણ લવચીક નહિ એવું) વાંચનારને સવાલ થવો જોઈએ:  “સાલ્લું કાન્તિ ભટ્ટનો લેખ છે કે શું? શિર્ષકને અનુરૂપ કંઈ નહિ?”

ઓકે તો  શિર્ષાસન  જવાબ:

 • નેહલ મહેતા એ જે નવ બૂક્સ મોકલાવી એ અમૂલ્ય જ છે છતાંપણ એનો સરવાળો કરીયે તો થાય છે ૨૦૨૦ (અંકે રૂપિયા બે હજાર અને વીસ પૂરા)
 • જિંદગીના બે ચોક્કા (૪૪) પૂરા કરીને ૪૫માં વરસની ગૂફામાં પ્રવેશ !

<  હજુ ન ધરાણા એટલે કે ન કંટાળ્યા હોય તો બેંતાલીસમાં બથર ડે ની આ પોસ્ટ પણ છે!  >

27 ટિપ્પણીઓ

Filed under વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, વૃતિ - પ્રવૃતિ, સાહિત્ય, Baxi Babu - Chandrakant Baxi, social networking sites

27 responses to “‘20-20’ & ચોક્કે પે ચોક્કે પે ચોક્કા

 1. તમેય કોકને કોઈ દી બુક ભેંટમાં આય્પી છે કે નહિ ? { હવે તમારો દાવ શરુ 🙂 }

  • rajniagravat

   નિરવ,
   આમ તો સંદીપે જવાબ આપી દીધો પણ એ તો (ખાલી) વાંચવા આપું છું અને એની સામે (જે જે લોકોને આપું) એની નોંધ પણ કરી લઉં છું જેથી એ ગપ’ચાવી’ જાય નહીં !

   બાકી તમારો સવાલ તો પાંચ-પચીસ કરોડનો છે પણ જવાબ નહિ આપું કેમ કે જેને જે જે આપ્યું છે એ આમ જાહેર ન કરાય (નહિ તો ક્યાંક તમે ય માંગો તો?)

 2. હા હા હા.. લેખ પુરો કરતા-કરતા હુ વીચારતો હતો એ તમે લખી નાખ્યુ.. “સાલ્લું કાન્તિ ભટ્ટનો લેખ છે કે શું? શિર્ષકને અનુરૂપ કંઈ નહિ?” ખુબ સુંદર.. અને ૫ વર્ષ બાકી રહ્યા વાનપ્રસ્થઆશ્રમ ને.. ! એટ્લે કંઈ તમને ડરાવતો નથી જસ્ટ યાદ કરાવુ છુ.. ખી ખી.. એની વે.. જન્મ દીવસના ખુબ અભિનંદન અને નીરવભાઈનો પણ આભાર તમે સુંદર પુસ્તકો આપ્યા છે અમારા રજનીભાઈને અને તમે જે પ્રશ્ન રજનીભાઈને કર્યો છે એનો જવાબ હુ આપી દઉ છુ, રજનીભાઈ મને પુસ્તકો આપે છે, એટ્લે આપના પુસ્તકો મને પણ લાભ પહોંચાડશે.. 😀

  • આ…મા..ણ…સ…..વાનપ્રસ્થાશ્રમ ને આરે આવીને વાનખેડે સ્ટેડિયમમાં પહોણ્ચે એવા છે. ;D , happy Birthday… 🙂

   • rajniagravat

    અરે યાર સગા વ્હાલાઓ (અને વ્હાલીઓ) તો વનમાં મોકલી દે એમ છે પણ તમારા જેવા મિત્રો હોય તો આપણે જંગલમાં ય મંગળ ગ્રહ કરતાં વધુ મંગલ કરીયે એમ છીએ.

    આભાર આભાર યાર બાદશાહ

  • rajniagravat

   સંદીપ,
   ખૂબ ખૂબ આભાર – ડરાવવા બદલ, તમે તો જંગલી લોકો છોડીને ય મને વનનો અનુભવ કરાવી શકવા સક્ષમ છો બાપુ.
   અને પુસ્તક મને નેહલ મહેતા એ આપ્યા છે નિરવ એ નહિ, પણ તમારું માન અને મારું મન રાખવા હવે મોકલાવે તો હું એને નારાજ નહિ કરું એવું ‘વચન’ આપું છું!

 3. Picture with lion is real funny when I compare it with Jay bhai’s picture. Rajni bhai your sense of humour is top class.

  • rajniagravat

   નવનીત રાફ્લીયા ,

   થેન્ક્સ અ લોટ.
   અને આ યાર ટોપ (&તોપ) ક્લાસની હ્યુમર છે એવી રૂમર તમે ન ઉડાવો, પોલીસ (આપણા બે માંથી એક ને તો) પકડી જ જશે!

 4. Nehal Mehta

  થોડુંક ડિસ્કાઉન્ટ મળ્યું છે. ચિંતા ના કરશો… લાલો લાભ વગર ના લોટે… ha ha ha…

  કોલાજ સરસ બનાવ્યું છે. અભિનંદન !…. જન્મ દિનની શુભેચ્છાઓ ! 🙂

 5. જન્મદિન નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
  OMG તમને સો વરહના કરે.

  • કાલે જ OMG માં ગયા ત્યારે ‘કરશનભાઈ’ કહ્યું કે યશવંતભાઈની શુભેચ્છાને લક્ષમાં લઈને આજથી સો વરસ તમારા જાવ એશ કરો!

   એટલે જો કોઈને હું નડતો હોવ (હોવ શું? છો) અને આ વરસો ઉપરાંત બીજા સો વરસ માટે નડું તો મને દોષી ન સમજવો. એ માટે યશવંતભાઈ અને કરશનભાઈભાઈ પર એક્ટ ઓફ ગોડ (અને એ સાજિશ માટે ઉક્સાવવા બદલ) કેસ કરવો

 6. તમારી પાસેથી એ શીખવા મળે છે કે દરેક વ્યક્તિએ પોતાની ઉંમર કરતા મીનીમમ પાંચ પુસ્તકો તો વધારે રાખવા. 🙂 હેપ્પી બર્થડે.

 7. હેપી બર્થડે રજનીભાઈ 🙂 કીપ ડુઈંગ ટુ પાર્ટસ ઇન વન ફાયર!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s