એલાર્મની આત્મકથા


જય એલાર્મ !

હા બરાબર જ (મેં લખ્યું અને) તમે વાંચ્યું છે, જય જલારામ કરતાં આપણા જીવનમાં જય એલાર્મનું ઘણું મહત્વ છે – આવું હું માનું છું.(બીજા સાથે આપણે શું લેવા-દેવા?)

એલાર્મને અગરબત્તી સાથે શ્રધ્ધાંજલિ

ટાઈટલ લખ્યું (અને ફોટો પાડ્યો) ત્યારે વિચાર એવો  હતો કે પહેલો પુરુષ એક વચનમાં માત્ર આ એલાર્મની જ આત્મકથાની પોસ્ટ લખવી પણ પછી ચૂંટણીમાં આચારસંહિતા લાગુ પડે એવી રીતે આપણે ખુદે જ ‘આ- ચાર’ (કે પાંચ-છ) સંહિતા લાગુ પાડીને પાટલી બદલી નાંખી!

એટલે આ બીજો કલોઝઅપ પણ લીધો –

ક્યુટ (એલાર્મનો) કલોઝઅપ અને કહાની

(એલાર્મ પીસ) જીવંત હતો ત્યારે અને અત્યારે નિર્જીવ-કંગાલ થઇ ગયો છે ત્યારનું એમ બન્ને રીતેનું  પી.એમ.(દરેક વખતે વડાપ્રધાન જ થોડાં હોય?) કરીયે તો –

આ એલાર્મ  અમારી બરબાદી શાદી વખતે જયશ્રીની ફેન્ડ દ્વારા ગિફ્ટ કરવામાં આવ્યો હતો. (હમારે જમાનેમે) જ્યારે ઘરે લેન્ડલાઇન અને મોબાઈલ ન હતા ત્યારે અને બહારગામ જવાનું હોય ત્યારે એનો ભરપુર ઉપયોગ થયો છે. ત્યારબાદ લેન્ડલાઇન આવી અને સાથે (ઓટોમેટિક) એલાર્મની સુવિધા આવી એટલે એને ‘વાપરતા’ થઇ ગયા. ત્યારબાદ તો કસકભાઈનું આગમન, અને પ્લે હાઉસ-સ્કૂલના હિસાબે રોજ એલાર્મની જરૂર પડતી પણ હવે તો મોબાઈલ આવી ગયા હતા એટલે એલાર્મ ક્યાંક ‘અવળા હાથે’ મૂકાઈ ગયો હતો. પણ દિવાળીની સાફ-સફાઈ દરમ્યાન શ્રીમતીજીનો હુકમ છૂટ્યો: “દર દિવાળીએ આ આડો આવે છે તો આને જવા દયો ને!”

મે કીધું: “મેઇડ ને આપી દઈએ તો?”

તો (સણસણતો?) જવાબ મળ્યો: “શું મંડાય પડ્યા છો? હવે મોબાઈલમાં એલાર્મ હોય તો આની શું ઉપયોગીતા? અને હા, આપણા કરતાં તો એના પાસે સારા મોબાઈલ હોય છે.”

સરવાળે એલાર્મનું શું કરવું એ પછી નક્કી કરવાનું નક્કી કરીને એના (બે) ફોટા પાડ્યા.

હા, તો

જેમ જીવનરથમાં બે પૈડા હોય છે એમ (ધડીયાળ અને) એલાર્મમાં પણ (મૂખ્ય)બે કાંટા હોય છે. [અમે બે ,અમારા એકનું સૂત્ર કદાચ આના પરથી જ આવ્યું હશે!] આ એલાર્મની જ વાત કરીયે છીએ એ મુજબ =

–         કંપનીનું નામ છે ‘જયકો’ અને મોડેલનું નામ ‘ક્યુટ’!

–         એમાં નાનો કાંટો તથા એલાર્મ ટાઈમની વાત કરીયે તો ‘૯’ પર છે, મતલબ કે ‘પત્ની’ના નવડા તો મળી ગયા છે.

–         પણ મોટો/ઢાંઢો કાંટો બિચારો ઉખડી ગયો છે પણ છે તો નાના કાંટાની ‘નજરમાં’ જ. એટલે છટકી શક્યો નથી, એમ તો કદાચ એકાદ વાર કાચ તોડવાનો  ‘નિષ્ફળ’ પ્રયાસ કર્યો હોય એવું પણ પ્રતિત થાય છે.

-*-*-*-*-*-*-

જનરલ એલાર્મની વાત કરું  તો – પહેલા હું  ખિસ્સામાં કામની યાદીની ચિઠ્ઠી રાખતો પણ મોબાઈલ આવ્યા ત્યારથી એલાર્મ/રીમાઈન્ડરનો આદિ (માનવ) થઇ ગયો છું. દરેકેદરેક વાતનું રીમાઈન્ડર મારા સેલમાં મળે.  ઓળખીતાઓ તો ત્યાં સુધી મજાક કરી લ્યે છે – તમે તો ‘પી પી’ માટે ય એલાર્મ રાખતા હશો નઈ? !

-*-*-*-*-*-*-

હવે થોડાં (નહિ  પણ ઘણા લાંબા) ફ્લેશબેકમાં જોઈએ તો અમે નાના હતા ત્યારે અમારા અભણ નાનીમાંને ઘડિયાળમાં જોતાં ન આવડતું પણ તેઓ  દિવસે પડછાયાથી અને રાત્રે ‘તારોળીયા’ અને નક્ષત્રથી ટાઈમ કહી દેતા જે પરફેક્ટ જ હોતો એ અમે કેટલીયે વાર ક્રોસ ચેક કર્યું છે.

ત્યારપછી જામનગર ભણવા (?!) ગયો, એલાર્મ લેવાની ત્રેવડ તો હતી નહિ ત્યારે મામાના દીકરા વિનુ રામાવત  પાસેથી એક ટ્રિક/સુટકો શીખ્યો કે સૂતાં પહેલા ઓશીકે ધીમેથી ત્રણ વાર માથું પછાડીને મનમાં ટાઈમ બોલવાનો એટલે એ ટાઈમે નિંદર ખુલી જ જાય, આ ભલે અત્યારે હસી કાઢીએ પણ આ (ત્યારે તો) કામ કરતુ જ, કદાચ ત્યારે બુદ્ધિમા અળવીતરાપણું ન હતું એટલે !

એ સંદર્ભમાં અત્યારનો પણ દાખલો લઈએ તો-

જેમ મોબાઈલ ન હતા ત્યારે બધાના ફોન નં. યાદ રહેતા, [દોસ્તો લોકો મને ગમે ત્યારે (ફોન કરીને !!) ફોન નં. પૂછતાં અને મોટાભાગે તેઓએ નિરાશ ન થવું પડતું. અને હવે નં તો જવા દયો, સીરીઝ પણ યાદ નથી હોતી! 😦 ] એવીરીતે આટલો બધો મોબાઈલ/રીમાઈન્ડરનો (મીસ/ઓવર) યુઝ કરવાની (કુ)ટેવ પડી છે તો પણ આજની તારીખે ય રોજ બપોરે ૧૫-૨૦ મિનિટ વામકુક્ષી બાદ ઓટોમેટીક ૪ કે વધુમાં વધુ ૪ ને પાંચે તો આંખ ખૂલી જ ગઈ હોય. અને એ પણ જોવા જેવું કે રવિવારે ન ખૂલે!!

-*-*-*-*-*-*-

જયશ્રીને રોજ સવારે સાડા પાંચે ઊઠવાનું હોઈ, રોજ રાત્રે પૂછે (મોબાઈલમાં) એલાર્મ બરાબર જ છે ને ? પણ આજ દી’ સુધીનો રેકોર્ડ છે કે એલાર્મ મેં કદી (બેડરૂમમાં)સાંભળ્યો નથી કેમ કે એ પાંચ-દસ મિનિટ પહેલા જ ઊઠી ગઈ હોય અને ‘બહાર’ જ એ બંધ કરી દે!

~ અમૃતબિંદુ ~

આપણે સૌ એ નોટીસ કર્યું હશે કે આપણે ત્યાં મહેમાન આવવાના હોય કે આપણે મહેમાન થવાના હોય (બહારગામ જવાના હોય) ત્યારે ગૃહિણીઓના દિમાગમાં એલાર્મ ‘સેટ’ થયેલો જ હોય. આ પર થી સ્ત્રીની બુદ્ધિ ક્યાં હોય છે એ ‘પુરુષો’એ (જો બુદ્ધિ હોય તો) વિચારવું રહ્યું !!

Advertisements

7 ટિપ્પણીઓ

Filed under રમૂજ, વૃતિ - પ્રવૃતિ

7 responses to “એલાર્મની આત્મકથા

  1. અલાર્મ વગર ઉઠી જવા વાળી વાત મે પણ અજમાવી જોઇ છે, અને ‘ઘણી’ વાર કામ પણ કરે છે.. બાય ધ વે તમે જે અલાર્મ દેખાડ્યો છે એ અમારો જુના એલાર્મ જેવોજ છે, ઘણી યાદો તાજી થઈ, એની જુની જાતના, તીણો અવાજ. 😀

  2. જૂની મસ્ત યાદો તાજી કરાવી , very well written & yes એક અગરબત્તી મારા તરફ થી પણ મુકજો please 🙂

  3. Envy

    તમે તો યાર જોરદાર લખો છો ને !!
    ન્યૂસ પેપર ફેફર માં લખતા હો તો ! ત્યાં તો કોઈ વાંચતું નથી પણ પછી આપડા બ્લોગ પર ઠઠાડી દેવાનું 😉

  4. તકીયાવાળી વાત હું પણ રોજ અનુભવું છું. રાત્રે નક્કી કર્યું હોય કે સવારે આટલા વાગે ઉઠવું જ છે, તો સવારે એટલા વાગે ઊઠી જ જવાય છે. મજાની વાત એ છે કે, એલાર્મ ૨ મિનિટ પછી વાગે છે.

  5. તકિયાવાળી ટ્રીક તો હજી પણ એવી જ કામ કરે છે. મને રોજ સવારે વહેલી જગાડી દે છે. 🙂

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s