બાળ સાહિત્ય


ફેસબૂક પર મિત્ર રણમલ સિંધવએ એક સરસ મજાની ચર્ચા થઈ શકે એવી વાત મૂકી જે માત્ર કૉપી-પેસ્ટ કરું છું.

ગુજરાતમાં કોઈ સારું બાળ – મેગેઝીન શરુ કરવું જોઈએ એવા આશય થી ખાધે પીધે સુખી એવી એક સંસ્થાએ સ્થાનિક બાળ સાહિત્યકારોની મીટીંગ બોલાવી હતી. સૌ સાથે મળીને વિચારે અને મેગેઝીનમાં કોણ શું યોગદાન આપી શકે એ માટે સંસ્થાએ બાળ સાહિત્યકારોને આમંત્ર્યા હતા. આયોજનમાં સહભાગી મિત્રએ ખાસ દબાણ કરીને કહ્યું કે મારે ત્યાં હાજરી આપવી, ( બાળ સાહિત્યકાર ન હોવા છતાં – ( કદાચ ! ડીઝાઇન માટે કહ્યું હતું ) ચારેક કલાક * ગોષ્ટી ચાલી , પાકટ વયના તજજ્ઞો વળી વળીને તભા ભટ્ટ – મિયા ફૂસકી પર આવીને અટકતા હતા, મેં કહ્યું મને તો આપણા જૂના બાળસાહિત્ય પર માન છે પરંતુ મારો છોકરો – સ્પાઈડર મેન – પોકીમન- પાવર રેન્જર ને એવું બધું -ખાવા -પીવાનું ભાન ભૂલીને જુએ છે..એ છૂટે અને એ ગુજરાતી બાળ સાહિત્ય વાંચે એવો કોઈક રસ્તો બતાવો..” આવું સાંભળીને બાળ સાહિત્યકારોએ મુ. મોહનભાઈ પટેલ, રતિલાલ નાયક , શ્રદ્ધા ત્રિવેદી – વગરેના વિવેચનના – ગોખેલા જવાબો આપ્યા..આદત મુજબ હેરી પોટરને વખોડી…..જેનાં કોઈએ વખાણ પણ નહોતા કર્યાં તે છતાં !!! આખી ગોષ્ટીમાં બધું શાંત ચિતે સાંભળ્યા પછી માત્ર આ – માત્ર એક જ – નાનકડો સવાલ પૂછ્યો હતો , એમાં અપેક્ષા એવી હતી કે તજજ્ઞો કોઈ ઉપાય બતાવશે. પણ વડીલો તો નવા વિષયો વગેરે સુચાવાવને બદલે – પ્રેક્ટીકલી શું થઇ શકે એ કહેવાને બદલે વિવેચને ચડી ગયા હતા એટલે ફરી પાછું મારાથી ભૂલથી બોલી જવાયું કે :’ પ્રાથમિક શિક્ષણ વખતે આવતી કેટલીક બાળ કવિતા આજે પણ યાદ છે . એ બાલગીતમાં તાકાત હતી માટે આજદિન સુધી યાદ રહ્યું ” ને વડીલો એકસાથે ઘૂરક્યા ને કહે ” એટલે , તમે એમ કહેવા માંગો છો કે અમારી કવિતા – અમારા બાળ સાહિત્યમાં દમ નથી ? ” મેં કહ્યું ” ના’ સાહેબો , મારો કહેવાનો આશય એવો નહોતો ” મને મનમાં થયું કે આ આપણો વિષય નથી એટલે ચુપ રહેવું..પછી ડીશો ખાલી કરીને , અમારી બાળસભા પૂરી થઇ…ટ્રસ્ટીએ પણ કદાચ માંડી વળ્યું હોય એમ ફરી બાળ સાહિત્યકારોને ભેગા કરવાની હિંમત આજ દિન સુધી કરી નથી…..ને….પછી… બાળકોએ … ખાધું પીધુને રાજ કર્યું…? અને છેલ્લે ..છેલ્લે …ભાસ્કર- ગુજરાત સમાચાર અને સંદેશ બાળ પૂર્તિઓ આપે છે એ મોટી વાત છે..બાકી હાલનાં ટબૂડીયાંઓને ટી વી પર કાર્ટુન જોવા દેવાં બહેતર છે..એમાયે ઘણું શીખવાનું હોય છે. અને એમની આ નવી દુનિયામાં બાળકો એવી રીતે મસ્ત હોય છે જેમ આપણે નાના હતા ને એ વખતની આપણી દુનિયામાં આપણે મસ્ત હતા… ચાર દીવાલોમાં પુરાયેલા આજના બાળારજાઓનો કુદરત સાથેનો સંપર્ક – નાતો છૂટી રહ્યો છે એ એક દુખની વાત છે પરંતુ આપણી પણ એ જ મજબૂરી છે ?

https://www.facebook.com/ranmal.sindhav/posts/4128791063308

આ  સ્ટેટસ પર અને મારી વોલ પર પણ શે’ર કર્યું હતું એમાંથી (અમુક) કોમેન્ટ્સનું સંકલન –

 • Jayendra Ashara ‎———
  એ વખતે TV હોત તો તમે બળ સાહિત્ય વાંચતા હોત?
  શું બીજા માધ્યમ માં બનતા બાળકો માટે ના પ્રોગ્રામ ને બાળ-સાહિત્ય ના કહી શકાય?…
  છપાય તો જ તેને સાહિત્ય કહેવાય?…
  તમારી વાત સાચી છે… કે આજે બાળકો TV પર નાં કાર્ટૂન પસંદ કરે છે… અને… એટલેજ હવે બાળ-હનુમાન, શ્રી ક્રિશ્ના અને છોટા-ભીમ જેવી સીરીયલ્સ પણ ધૂમ ચાલે છે…

 • Ranmal Sindhav ‎Jayendra Ashara sir, તો પણ રીડીંગ એ રીડીંગ છે..એ ભલે પછી કાગળ પર છપાયું હોય કે કમ્પ્યુટરમાં સીધું વંચાતું હોય,

 • Dinesh Tilva આપણે જેટલું બાળપણમા કરેલ તે….. પોત પોતાના બાળકોને કરવા દ્યો. (આ બધી વાતોનો સીધોને સહેલો જવાબ)

 • Jayendra Ashara ‎———–
  My question is – શું બીજા માધ્યમ માં બનતા બાળકો માટે ના પ્રોગ્રામ ને બાળ-સાહિત્ય ના કહી શકાય?…
  છપાય તો જ તેને સાહિત્ય કહેવાય?…
  I agree that reading is needed… but my Son likes to read about Animals, Astronomy and other scientific or social subjects than stories… he is satisfied and enjoys cartoon stories. As cartoon stories do connect them to social and scientific subjects with fun.

 • Praful Kamdar
 • સારું લખનારા હોય અને એવું લખી શકે કે બાળકો જ્યારે વાંચતા હોય ત્યારે આંખ સામે દ્રશ્ય ચિત્ર ઊભું થાય તો બાળકોને વાર્તા સાથે તાદાત્મ્ય સધાય . બાળકોને તેથીજ દ્રશ્ય કથા ( ફિલ્મ ) અથવા ચિત્ર કથા વધુ ગમે છે અને યાદ રહે છે . આજે ગુજરાતી અથવા અંગ્રેજી વાંચતા બાળકો માટે આવું લખી શકનારા કેટલા ?
 • Gaurang Amin ‎Ranmal Sindhav Good point Mate 🙂 !
  એ મેગેઝીન વાળા
  કોઈ વાડા નો સહારો લઇ લે તો કામ સારું ચાલશે ;)!
  પણ, લોચો એ છે કે બાળકો મતદાર કે માલદાર નથી હોતા.
  સ્ટાર-ટ્રેક સિરીઝે અમેરિકાની પેઢી ઘડી છે.
  (જે પેઢીથી અમેરિકા આગળ આવ્યું તે.)
  હેરી-પોટર. લોર્ડ-ઓફ-ધ-રિંગ્સ કે વેમ્પાયરની વાતો
  વિદેશમાં ધૂમ(=ધૂમ) મચાવે છે. આ બધું ના “વાંચી” શકે તેવા
  બાળકો માટે પ્રાયવેટ રીસર્ચ વગેરે પણ ખૂબ થાય છે.
  અને ટીપીકલ કીડ્ઝ-રીસોર્સીઝ ડેવલપ કરવામાં આવે છે.
  ‘ત્યાં’નાં ટીવી કે રીયલ કાર્યક્રમો અવનવી ગુણવત્તાથી
  મહેંકતા હોય છે. અહીંયા તો ભાઈ કોઈ કંઈ પણ કરે તેને
  અમુક મીટરમાં પહેલા માપવામાં આવે છે.
  હિંદુ/ભારતીય બેકડ્રોપ હોય તે તો ચલાવી જ ના લેવાય 😛 !!!
  અલગ અલગ મેનો ભલે જોઈ ભારતનો બાળક દાંત કાઢ્યા કરે 😦 !
  ચીન, જાપાન થી લઇ ન્યુઝીલેન્ડ જેવા દેશોમાં
  પોતાની “દેશી” રીતે પોતાની ભાષામાં આ બાળ-“સાહિત્ય” ક્ષેત્ર જોરમાં છે.
  અહીંયા તો વાતો કવિતા અને લેખોમાં લાગણી અને બુદ્ધિની
  અને કામ બીજાને “સમારવાનું” !
  કોઈપણ પ્રકારની નિષ્ફળતાથી “બંને” પક્ષ ખુશ છે !
  ગાળો અને તાળીઓની મેચ ફિક્ષ થઇ ગઈ છે.
  થૂંકવું કંઈ રીતે અને થૂંકેલું ચાટવું કંઈ રીતે એજ એપ્લાઈ ડ મીડિયા-ટ્રીક્સ છે.
  અલબત્ત ! વાચકો કે પબ્લીશરો કરતા વધુ અને સ્પષ્ટ વાંક
  સ્થાપિત લેખકો-સાહિત્યકારો-કવિઓ-પત્રકારો નો છે.
  Jayendra Ashara Well said.
  Thanx 🙂 !

 • Gaurang Amin એક આડવાત – એવું જાણવામાં / ધ્યાનમાં આવ્યું હતું કે અમેરિકન શિક્ષણવાળા એ એવો કોઈ પ્રોગ્રામ બનાવ્યો છે -જેમાં ત્યાનાં -ક્લાસમાં – કોઈ બાળક માં જીનીયસ ના કોઈ લક્ષણ દેખાય તો એવા બાળકો માટે બીજો અલગ ક્લાસ – અલગ શિક્ષણ પણ આપવું.., એ પ્રોગ્રામ ( થીઅરી – મેથડ ) નું નામ યાદ આવશે ત્યારે લખીશ. તેમની જીનીયસ ની શું વ્યાખ્યા છે એ ઝાઝી ખબર નથી પણ આવી વ્યવસ્થા તો કરી જ છે..

 • Gaurang Amin ‎Ranmal Sindhav 🙂 !
  “જીનીયસ” એ શબ્દ તો બુદ્ધિજીવી, પત્રકાર કે કવિ જેવો છે 😛
  ખેર, ‘ત્યાં’ પ્રાયવેટલી પણ આ અંગે કામ થાય છે.
  અહીં ગુજરાતમાં પણ અમુક મિત્રોને મેં વાત કરેલી કે
  આપણે આવું કંઈક કરીએ દરેક સ્કૂલના હોશિયાર છોકરા માટે કંઈક ખાસ થાય તેવું.
  આના માટે પ્રવેશ પરીક્ષા(વિવિધ પ્રકારની) તેમજ સ્કૂલ રીઝલ્ટને ધ્યાનમાં લેવાય.
  બાકી આપણે ત્યાં તો “શિક્ષક” છે કેટલા ?!
  ભાઈ, થાય છે એવું કે ક્લાસમાં છેલ્લો અને પહેલો બંને નમ્બરીઓને એક જ લાકડીએ
  હાંકવામાં આવે છે…સ્વાભાવિક રીતે મારો પહેલા નંબરવાળાનો વધારે થાય છે.
  ઇન્ટરનેટ ની વધતી લોકપ્રિયતાથી જોકે ઓલ્તાર્નેતીવ્ઝ ડેવલપ થશે.
  Thanx 🙂 !

 • Pranavkumar Upendraray Adhyaru

  કેટલાક લક્ષણો અને રસ-રૂચી જન્મજાત હોય છે. વાંચવામાં રસ ધરાવતું બાળક ઉત્તમથી કનિષ્ઠ બધા જ પ્રકારનું વાંચી કાઢે છે. અને જેમાં રસ પડે એ લેખક-મેગેઝીન કે પૂર્તિ પહેલા હાથમાં લે છે. જે બાળકોને વાંચવામાં રસ નથી પડતો તેમને ઉત્તમ કહી શકાય એવું વાંચવા આપવાથી પણ ખાસ કશો ફરક પડતો નથી. એવું બને કે તેને રસ પડતો હોય એવા વિષય અંગે કશુક જોવા મળે તો તે જરૂર વાંચે છે – એવું કહેવાય કે નજર તળે કાઢી લે છે. મારી દીકરીને વાંચવું ગમે છે એટલે પુસ્તક કે પૂર્તિ સાથે ગડમથલ કરતી જોઈ શકાય છે, પણ મારા દીકરામાં એ લક્ષણો જોવામાં આવ્યા નથી. એ માત્ર આઈપીએલ ની મેચોના કાર્યક્રમ કે સ્કોર જોવા પુરતું જ છાપું ખોલતો હતો. બંને લગભગ સરખી જ ઉંમરના છે અને તેમના ઉછેરમાં પણ ખાસ કોઈ ફરક નથી. ઘરમાં કોઈ મધ્યમ કદની રીડીંગ લાયબ્રેરી જેટલા બાળ સાહિત્ય કહી શકાય એવા પુસ્તકો-મેગેઝીન છે. પણ દીકરીને પડે છે એટલો રસ મારા દીકરાને નથી. મારું માનવું છે કે બાળકોને રસ પડે તેવું સાહિત્ય સર્જન શક્ય છે, પરંતુ બધા જ બાળકોને રસ પડે તેવું લખવું અશક્ય છે. કારણકે બધા બાળકોમાં વાંચવાની રૂચી હોતી નથી. વાંચનની ટેવ સારી છે, તેનાથી દુનિયા વિકસે છે. પણ વાંચવાની આદત ના હોય એવા બાળકોની દુનિયા સંકોચાઈ જતી નથી. હા, એટલા પ્રમાણમાં પ્રકાશકોનું બેંક-બેલેન્સ જરૂર સંકોચાય છે.
 • Divyesh Modi
 • રણમલભાઈ, તે વડીલોને પાછા બોલાવો અને તેમને ડીઝનીનું છેલ્લું સર્જન કુંગ ફૂ પાન્ડાના બંને ભાગ બતાવો. શું અફલાતુન સર્જન છે. અત્યાર સુધીમાં બંને ભાગ ૧૦-૧૨ વખત જોય કાઢયા. ગયકાલે પણ પાછું જોયું. એક વાર્તામાં મનોરંજન સાથે કેટલા બધા સંદેશ આપી શકાય તે શીખવા મળે તેમ છે.
 • Badha ni comments vanchi ne etlu kahi shaku ke Samay pramane madhyam badlatu rahe chhe. Uttam local Baal sahitya ni khot tv ane cartoons puri kare chhe nahi to Harry potter jevi series.
  But agreed totally with Pranavkumar Adhyaru.

  ‎@Ranmal Sindhav …. While reading the comments, have read ur comment abt. different school or class in US. Wanted to share my point in that, yes…. They have set different level as per child’s capability and grasping level. In normal usual class with in 20 students ( max. Capacity set by State education board is not more than 22 or the highest 25) They divide students in 3 groups below average, average and above average and teacher provide class work, reading materials, home work according to that. And that would be decided on base of previous class’s score or diff. test results still they take sm test in beginning of the year. Once child improve or fall in performance or have difficulty according to the group then they place in suitable group. Above average students got lengthy work than aveg. level as they have more ability to do it so child wudn’t get bored by average work.
 • Now children who are above than above average students they wud placed in high achievers group and also as a gifted in Gifted class who has special diff. Teacher with same curriculum but more lengthy work with critical and detailed aspects. Like more projects and more detailed work as in this class student has High grasping level and ability to do more lengthy work. Whether any student or child is gifted decided by teacher through observation in daily routine work and by certain tests that includes psychological stress test and leadership test whether child wud work alone or not. They take test of every student frm KG to 2nd grade and in later grade on recommendation of teacher or many times parents want to test their kids then school take their test and if student qualify. In KG if student is in usual class they have full potential to be in gifted class up to 5 th grade as their ability develops. Now govt. has started Chartered school concept…. More
 • and more states open this type of school it’s not for genius but for every kid but the structure, curriculum and way of teaching is different then usual public school. Class size does matter in this type of school 15 or max. 17 and admission is based on drawing system. Once any kid get an admission his/her sibling automatically have admission. Fund is provided by state govt. and fund raised by school with diff. activities. Parent’s involvement/ volunteering is must in this school more than normal school. More info frm this link….
  http://en.m.wikipedia.org/wiki/Charter_school

  Charter schools are primary or secondary schools that receive public money (and …See More

   • Mehul Soni હા આ વાત બધુ જ નથી હોતુ દરેક માટે અલગ અલગ અને પોતાનુ હોય છે! મારા પિરવારમાં વાંચનનો શોખ ખાસ કોઈને નથી અને મને વાંચન એટલે જીવન ખુબ જ શોખ બચપણથી……
   • Envy Em These so called children stories writers are all dumb also, those so called humor writers who do not know the meaning of humor too.

   • ખુબ અસરકારક અને ભરપૂર લાભદાયક ચર્ચા થઇ શકે. આ લેખ પહેલા જય વસાવડા પણ ઘણી વાર આ બાબતે એમના આંસુ પાડી ચુક્યા છે. આપણા બચ્ચાં લોગને મિયાં ફૂસકી અને તભા ભટ્ટ પાસે લઇ જવા માટે….હેરી પોટરની પ્લેટ અને સ્પાઈડરમેન, હલ્ક જેવા પ્લેટફોર્મ બંનેની જરૂર છે….

   • Sejal Patel Chevli

    મારું એવું હતું કે કાંઇ પણ વાંચી નાંખતી. પણ મારી દીકરી એકદમ ચૂઝી છે…જે તે સમયે જે રસ હોય તે જ પ્રકારનું વાંચવાનું ગમે, બીજા ને હાથ પણ નહીં અડાડવાનો. ટીવી નથી ઘરમાં પણ કોમ્પ્યુટર પર જોવામાં પણ એક ખાસ ચોઇસ છે. મિયાં ફુસકી કે જે પ્રકારની પરીકથાઓ મને જકડી રાખતી હતી તે તેને ક્યારેય ગમી જ નથી અને ગમશે પણ નહીં. આજનાં બચ્ચાં પાસે અનેક ઓપ્શન છે અને એ પોતાની ચોઇસ ને જાણે છે. અરે કોઇ અનુવાદિત પુસ્તક વાંચવાનું હોય તો અનુવાદક કોણ છે તે પહેલાં જોવાનું. હેરી પોટરનાં જાદુની તો વાત જ અલગ છે, સાત વર્ષે કદાચ આ કદની બુક પકડવાનીય ખબર નહોતી પડતી. છાપાં અને તેની બાલપૂર્તિ પણ સાવ બોરીંગ લાગે છે, હા…મેગેઝીનો એટ્રેક્ટીવ અને ક્વાલીટી મટીરિયલ હોય તો રસ સિવાય પણ ક્યારેક વંચાય જાય છે. બુક વાંચવી અને તેના પરથી બનેલું મૂવી જોવું તેનો ફરક હેરી પોટરે સરસ રીતે સમજાવ્યો. બાળકો માટે મેગેઝીન બહાર પાડવા ઇચ્છા હોય તેમણે એકલવ્યનું ‘ચકમક’ જરૂર જોઇ લેવું. કુદરત કે પુસ્તક સાથેની દોસ્તી કરાવી આપવાની જવાબદારી પેરેન્ટ્સની ખરી. સારું રસ પડે એવું લખાશે તો જરૂર વંચાશે…..બાકી આજની જનરેશન સ્માર્ટ છે, જરાપણ નહીં ફાવે કે ભાવે તો ફેંકી દેશે.
    ~ અમૃતબિંદુ ~
    બાળકો માટેનું  સાહિત્ય સર્જન  એ બચ્ચાના ખેલ નથી !
    ^ વાંચેલું
Advertisements

6 ટિપ્પણીઓ

Filed under Art, એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, સમાજ, સાહિત્ય

6 responses to “બાળ સાહિત્ય

 1. *ટી.વી. અને ઇન્ટરનેટ તેમની જગ્યાએ આ પેઢી માટે બરાબર છે, તેમ છતાં વાંચનનો પર્યાય તે ન બની શકે કારણ કે કલ્પનાશકિત ખીલવવા માટે વાંચન જ એક માત્ર માધ્યમ છે. (ટીવીમાં કશું જ કલ્પવાનું નથી હોતું. બધું નજર સામે જ હોય છે.)
  *જૂની બાળવાર્તાઓમાં (ભૂલ ન કરતો હોઉ તો ગિજુભાઈ બધેકાની અમુક વાર્તામાં) રાંડ અને ભંગી જેવી ગાળોનો ઊપયોગ થયેલ છે. માટે બદલાતા સમયની સાથે બાળકોને પણ નવા સાહિત્યની જરૂર છે એવું હું ચોક્કસ માનું છું.
  *યુ.કે.માં બાળકોને કેવી રીતે વાંચતા કરવાનો પ્રયત્ન થાય છે, તેની વાત મારે માંડીને કરવી છે. લાંબી વાત છે માટે ટૂંક સમયમાં પ્રયત્ન કરીશ.

 2. Amit Anadharia

  bahu agharu che, ane sakhat mehnat mangi le avu kaam che, albat avu j kahi shakay k baal-sahaj mansikta pachi lavavi pade sarjak a avu maulik, sahjik ane pachu gammat sathe jaroori gyan ape tevu pan hovu joiye… 😛 aavu j ek kaam amara dhambha (Dharmesh Vyas) ek page chalavi ne kare che ‘Gyan sathe Gammat’ pan pachu a balako ne layak banavava mate ghanu matharvu pade tem che ane te mate khasso samay ane balako ne game teva topics tena manas ne anuroop design kari ne ek pustak k magazine na roop ma mukva pade m che! Lets see, shu kari shakay m te che! 🙂 thanks for brining this topic, Rajnibhai…
  and each and every comments are appreciated, just superb! thanks everyone!

 3. બાળકોને ભૂલી જાઓ. આજ-કાલ વયસ્કોને વિચારતા કરે તેવું પણ ગુજરાતીમાં કેટલું લખાય છે?અંગત રીતે આજે ગુજરાતીમાં લાખાતાં એક પણ પુસ્તક મને કક્ષાની દ્રષ્ટીએ ઉત્તમ લાગ્યા નથી. અને તેમાંય ઈન્ટરનેટ પર વાંચવું અને સાહિત્ય શોધવું આટલું સરળ થયા પછી તો સાવ નહીં. જ્યારે આપણાં – આપણી ભાષામાં લખાતાં ૧૯૯૫ પછીનાં સાહિત્યને હાથ પણ લગાડું છું ત્યારે પહેલાં બે પાના માંડ વંચાય છે અને થઇ આવે છે “વોટ અ વેસ્ટ!”

  જો વયસ્કોમાં આ હાલત હોય તો બાળકોનું તો થઇ રહ્યું. ઉપરથી આ અંગ્રેજી જ સરખું આવડતું હોવાનો ગર્વ લેવાનો નવો ટ્રેન્ડ. દુનિયા જે દિશામાં આગળ વધી રહી છે, તેમાં ભાષાઓ અને સાંસ્કૃતિક વૈવિધ્ય ધીમે ધીમે લુપ્ત થતાં જાય છે, અને આ તકલીફ ફક્ત એક ગુજરાતી ભાષાની નથી. ઓછાં-વધતાં પ્રમાણમાં બધે જ જોવા મળે છે. એક કરતા વધુ ભાષાઓ વ્યવસ્થિત રીતે લખી, વાંચી, બોલી અને સમજી શકતા લોકોએ ગર્વ લેવા જેવું વાતાવરણ છે. ગ્લોબલાઈઝેશનની આ સૌથી મોટી અને ભયંકર આડ-અસર છે.

 4. હા એક વસ્તુ લખવાની રહી ગઈ!

  ‘સફારી’ મારી આ બધી જ ફરિયાદોમાં એક ખૂબ સારો અપવાદ છે. ‘અહા જિંદગી!’ પણ સરસ કામ કરી રહ્યું હતું. પણ, હમણાં પપ્પાએ કહ્યું કે એ બંધ થઇ ગયું. 😦

 5. મારી ટેવ મુજબ હું સારી પોસ્ટને સાચવીને રાખી મુકતો હોઉં છું અને સમય મળે પલોઠી વાળીને બેસી જાઉં છું . . અને એમાં આય્વી તમારી ” બાળ સાહિત્ય “ની આ પોસ્ટ . . . તો તેમાં રવીન્દ્ર્દાદાનો પણ થોડોક ફાળો સ્વીકારજો . . મારી પોસ્ટ ” ચાલો રવીન્દ્ર સફરે . . ! – દ્રિતીય પગલું ” માંથી . . .

  બાળસાહિત્ય :

  આજકાલ સાહિત્યરૂપી અમૃત , પાણી જોડે મેળવીને જે પદાર્થ બાળકોને આપવામાં આવે છે તે બાળકોના બાળકત્વનો હિસાબ – ગણતરી નજરમાં રાખે છે ખરું ; પણ બાળક એટલે વિકાસ પામતો મનુષ્ય . એ વાત ધ્યાનમાં રાખવામાં આવતી નથી . બાળકોના પુસ્તકો એવા થવા જોઈએ કે જે તેમને થોડા થોડા સમજાય અને થોડા થોડા ન સમજાય .મારી બાલ્યાવસ્થામાં જે મળે તે ચોપડી હું વાંચતો અને તેમાં પણ જે અમે સમજી શકતા અને નહિ સમજી શકતા તે બધું અમારા અંતરમાં કાર્ય કરતુ . બાહ્યસૃષ્ટિ બાળકની ચિતશક્તિપર પણ ઉપર કહ્યા પ્રમાણે કાર્ય કરે છે . બાળકને જે સમજણ પડે છે તે , તે પોતાનું કરી લે છે અને જે નથી સમજાતું તે બાળકને આગળ પગલું ભરાવે છે .

  અને પાછું તેમણે આ વાત તે સમયે કરી હતી !!!

 6. Was searching BalPurti and landed to this post.
  Thanks for sharing your exp and thoughts. You may like to visit.

  https://www.youtube.com/user/EVidyalay

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s