એક ધા: “પ્લીલીલીઝ, ન કરો ઘા!”


હું સ્વભાવે રમૂજી હોવાથી સામાન્ય રીતે કોઈપણ પરિસ્થિતિ કે લખાણને હળવાશથી લઉં યા તો વ્યંગ/કટાક્ષમાં જ લઉં અને એ જ અંદાજમાં જવાબ, કોમેન્ટ આપવાની આદત રહી  છે.

જો કે આમ તો કહેવાય છે ને કે કરૂણતાની ચરમસીમાનો હાસ્ય નિષ્પન્ન થતું હોય છે. પરંતુ આખરે માનવ સ્વભાવે દરેક વખતે આવું થઈ શકતું નથી, અને હૃદય દ્રવે . આવું જ છેલ્લા ચાર દિવસથી અનુભવાય રહ્યું છે. યેસ્સ ગોધરાકાંડ ના લીધે. દુઃખ, દર્દ, પીડાની કદી  સરખામણી ન હોય છતાંપણ એવું અનુભવાય રહ્યું છે કે ૨૦૦૨માં જ્યારે આ બિના ઘટી ત્યારે જે અનુભવાયું એની તિવ્રતા ૨૦૧૨માં વધી ગઈ. એનું કારણ ઉર્વિશ કોઠારી જેવા લોકો.

આવા લોકો શું સાબિત કરવા માંગે છે એ જ સમજાતું નથી. પોતાને જે કહેવું હોય એ કહી દેવું અને એના સામે કોઈ સવાલ કે કોમેન્ટ કરે તો એમને બેવકૂફ કહીને કે વાંચતા/વિચારતા શીખો પ્રકારના મ્હેણાં મારીને ઊતારી પાડવા   અથવા એમની કોમેન્ટ્સ (એફબી હોય તો નામ) ડિલીટ કરવું એમની એ (કુ) વૃતિ તો જગજાહેર છે એટલે એ વિશે કંઈ કહેવાનો અર્થ સરતો નથી.

ઘણા લોકો માને છે કે આ પ્રકારના લોકો પેઈડ આર્ટીકલ લખે છે પણ મને એમાં શંકા છે કે શાયદ એવું ન હોય અને જો હોય તો આવા આર્ટીકલનું પેમેન્ટ કરવા વાળા દુનિયાના સૌથી મોટા બેવકૂફ છે. કેમ કે આવા લોકોના આર્ટીકલની કોઈ વેલ્યૂ હોય એવું માની નથી શકતો.

હા એક વાત છે કે આવા લોકો આપણી સંવેદનાને ક્રૂરતાપૂર્વક મચોડવામાં થોડા સમય માટે સફળ રહે છે.

હકીકતમાં તો શું સ્વપ્ને ય એ લોકો એ માનવાના નથી  કે તેઓ માનવતાને કેટલું નુકસાન પહોચાડી રહ્યા છે. છતાંપણ મારા સ્વભાવથી વિરુદ્ધ જઈને આવા તત્વોને આજીજી : અરે ભાઈ તમને લોકોને મોદી વિશે મનફાવે એટલું નેગેટીવ લખો, કંઈ વાંધો નહિ. એનાથી  મોદી કે અમારા જેવા એમને માનનારાને કશો ફરક નથી પડવાનો પણ પ્લીલીલીઝ આ હિન્દુ-મુસલમાન ખેલ ખેલવાનો બંધ કરો.

-x-x-x-x-x-

અમુક  લિન્ક્સ, જેને વિશે આમ તો બધા અવગત હશે જ.

કિન્નર આચાર્ય = ૮૦ વર્ષ જૂનો હુલ્લડોનો ઇતિહાસ

ઉર્વિશ કોઠારી = વી ધ પિપલ

કાર્તિક મિસ્ત્રી = ઘા 

જ્યોતિ ઉનડકટ વાયા જય વસાવડા =  ગોધરાનો એ ગોઝારો દિવસ 

ઉર્વિશ કોઠારી   = મન્ટોને વ્યંગ-અંજલિ

કંચન ગુપ્તા = Here, Ther, Nowhere..

~ અમૃત  વિષ બિંદુ ~

અમુક લોકોના ઉરમાં જ વિષ હોય છે!

Advertisements

12 ટિપ્પણીઓ

Filed under ગુજરાત_ગુજરાતી, ધર્મ, વૃતિ - પ્રવૃતિ, સંવેદના, સમાજ, media

12 responses to “એક ધા: “પ્લીલીલીઝ, ન કરો ઘા!”

 1. રજનીકાન્ત……માઇન્ડ ઇટ! આવા ઘા તો હજુ થતા જ રહેવાના છે અને ઝીલવાના છે, સંભવામિ યુગે યુગે નુ વચન ગીતાના કથનારે પાળ્યું હોય કે ના પાળ્યું હોય પણ જયચંદો અને શકુનિઓએ પાળ્યું જ છે….

 2. Full agree !
  ગોધરા કાંડ ની તો યાર બધા એ જાણે ૧૦ મી વર્ષ ગાંઠ ઉજવી!
  જેમ તેમ રૂઝાવા આવેલા ઝખ્મો ને ખોતરી ને એમાં સીઝન નો ફ્રેશ મસાલો જાણે ઠુંન્સી દીધો!

  મને એક જ વાત નથી સમઝાતી કે – શું આપને આપના ફેમીલી ની કોઈ દુરઘટના ની એનીવ્ર્સરી ઉજવીએ છે ?
  કોઈની કર ટીન્ચાય , કોઈ તમને લાખો નો ચૂનો લગાવી જાય, ઘર માં આગ લાગે , દીકરી કે દીકરો ફેલ થાય કે પછી પિયર[રીસામણે] ગયેલી પત્ની પાછી આવી જાય – એની ૧૦ મી કે ૧૧ મી વર્ષગાંઠો ઉજવો છો યાર?

  હમણાં કઈ બોલાઈ જશે પાછુ સુરતી માં …
  નથી ભૂલતા ને નથી ભૂલવા દેતા, આ મચ્છર જેવા આતંકવાદીઓ કાન પાસે રેગ્યુલર ઇન્ત્ર્વલ પર આવી જ પહોંચે યાદ કરાવવા ને નામક મિર્ચી લગાવવા –

  રખે ને ઘા મટી જાય .

 3. કંચન ગુપ્તા નો લેખ એક દમ જોરદાર, ઉર્વીશ ભાઉ નો લેખ જો બેલેન્સ્ડ વ્યુ હોય તો કંચન ગુપ્તા ના લેખ માટે નવો શબ્દ શોધવાની કવાયત શરુ કરવી પડશે.

  આ છેલ્લા દિવસો માં માત્ર અને માત્ર ફેસબુક અને બ્લોગીંગ પર જ ધ્યાન હતું, એટલે ભગવાન નો ઉપકાર માનું છું કે મીડિયા ઉપર ધ્યાન જ નથી ગયું…. છતાય કેટલાક પ્રખ્યાત પાપીઓ ના નામ લેવાની ખજવાળ ઉપડે છે, તો લાવો જરાક ખણી લઉં.

  એક તો આપડા આઇબિએન નેટવર્ક ના સર્વેસર્વા શ્રી રાજદીપ સરદેસાઈ, પાર્ટી ગોધરા કાંડ વિષે ટ્વિટ કરે છે, મોદી ના વિકાસ ના વખાણ પણ કરે છે(થોડો વિરોધ ઓછો કરવા) પણ હરામ બરોબર કારસેવકો નું નામ લીધું હોય તો.(બાકી અન્ના અંદોલન વખત થી રાજદીપ સરદેસાઈ અને એની પત્ની સાગરિકા ઘોષ (Both are leading faces of CNN IBN) આવા બેવકૂફી ભર્યા ટ્વિટ્સ કરવા માટે વર્ષો થી લોકો ની ગાળો ખાય છે)

  અને બરખા દત્ત…. જો હું ખોટો ન હોઉં તો એના ટોક શો- ધ બક સ્ટોપ્સ હિઅર- માં ગોધરા સ્પેશીયલ કર્યું હતું, પણ એમાં ક્યાય કારસેવકો વિષે ન હતું. [હોય તો કહેજો, મને મારી ભૂલો સુધારવામાં કોઈ વાંધો નથી, અને હા કોઈ ને અન ફ્રેન્ડ કે બ્લોક નહિ કરું, તમતમારે (સારી ભાષા માં) બિન્દાસ ભૂલો પોઈન્ટ આઉટ કરતા રહો]

  અને હા એ લોકો ના મતે ગોધરા એટલે રમખાણો, એક્ચ્યુઅલી ગોધરા માં શું થયું હતું એ કૈક બીજી જ ઘટના હતી

  ડરના મન હૈ વિષે જય ભાઈ એ લખ્યું હતું કે એડગર એલન પો [જે આવી હોરર કથાઓ લખતો] આવી ફિલ્મો જોઈ ને કબર માં થી બેઠો થઇ ને તાળી ઓ પડતો હશે.
  તો તો મંટો આજકાલ કબર માં બેઠો બેઠો માથા ફૂટતો હશે ને?

  અને હા, ગુપ્તા સાહેબ ની પોસ્ટ નો બીજો ભાગ આવવાનો છે, એની રાહ રહેશે……

 4. Envy

  તમને કોણે કહ્યું કે તમે સ્વભાવે રમૂજી છો !?

  લોકોની પત્તર ફાડી ને સ્વભાવે રમૂજી બતાવો છો 😀

 5. પેલા દંભી લોકો માટે જ નવી વ્યાખ્યાઓ બનાવવી પડી છે અથવા બની ગઇ છે એમ પણ કહી શકાય.. જુના-ભુલાયેલા દાગને ખોતરવા જાણે આ લોકોનો શોખનો વિષય હોય એવું દેખાતું છે અને તેમાં પણ પક્ષપાતની હદ તો હદની બહાર જતી રહે તેનુ ધ્યાન રાખવાનું ભુલી જતા હોય છે.

  જેમણે નવી વ્યાખ્યાઓ ન જોઇ હોય તેમની માટે –
  http://itzhp.wordpress.com/2012/02/28/new-trend/

  બાકી તો, પેલા ઉ.કો. ને સુધારવા શક્ય નથી… ઘણાં સમય પહેલા તેમને વાંચતો પણ હવે તેમના વિચિત્ર વિચારોથી કયાંક હું અભડાઇ ન જાઉ એટલે કાયમી દુરી બનાવી દીધી છે… તેમના વાચકોને ભગવાન બચાવે.

 6. સટ્ટાક…સટ્ટાક…. એ પણ સખત રીતે..
  છેલ્લે અમૃત સોરી વિષ બિંદુતો વ્યંગની પરાકાષ્ઠા !

 7. Dilip Dholakia

  ઉર-વિષ, હા હા હા, મજા પડી ગયી !
  ક્યારેક થોડી નવાઈ લાગે કે આવા માણસને પણ એક-બે ચાટણ-ખોરો છે (દા.ત. કોઈ બિનીત મોદી જે હંમેશા ઉર-વિષ નાં લેખ કરતાં પણ વાહિયાત કોમેન્ટ કરતા હોય છે). પણ પેલી કહેવત યાદ આવે – કાગડો ઘૂ પર જઈને ચરક્યો …!
  દિલીપ ધોળકિયા

 8. Harsh Brahmbhatt

  શાબાશ રજનીભાઈ અને કાર્તિકભાઈ,
  બીજા આવા બે બદામડીનાં વાંદરાઓ જે દિગ્વિજયસિંહની અવેજીમાં કોમી વિભાજન ભડકાવવાનું કામ કરે છે એવા એકતો પ્રકાશ એન. શાહ છે અને બીજા એવાજ થર્ડ ક્લાસ લેખક રાજ ગોસ્વામી છે. આ ત્રણેય ગાંડા જેવું લખ્યા-બોલ્યા કરે અને એમના આકાઓ પાસેથી લાભો લુંટ્યા કરે! આપણેતો જયારે દરેક વખતે નરેન્દ્ર મોદી ચૂંટણીઓમાં સપાટો બોલાવે છે એ વખતે આમના મોઢા જોઇને જ મત યોગ્ય માણસને આપ્યાનો સંતોષ થઇ જાય છે…
  -હર્ષ બ્રહ્મભટ્ટ

 9. Chirag Panchal

  રજનીભાઈ, આપની સાથે સંપૂર્ણ રીતે સહમત છું..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s