ચેતન ભગત


ચેતન ભગતની નોવેલ્સમાં : વન નાઈટ @ કોલ સેન્ટર, પછી થ્રી મિસ્ટેક્સ અને હમણા રીવોલ્યુશન : ૨૦૨૦ વાંચી.

રીવોલ્યુશન : ૨૦૨૦ નોવેલ હાથમાં લીધી હતી એ પૂર્વે અને સાથે ત્રણેક રિવ્યૂ મળી ગયા કે ખાસ દમ નથી. પૂરી થવાને આરે હતો અને એક ક્વોટ ફેસબૂક પર શેર કર્યું તો પ્રશમ ત્રિવેદી એ પ્રેમાગ્રહ કર્યો કે વાંચીને રિવ્યૂ આપજો. આમ તો આપણને ભાવતું’તું અને વૈદ્યે બતાવ્યું જેવું હતું પણ થોડો ભાવ પણ ખાધો અને એ ભાવનગર વાસીએ ખવડાવ્યો પણ ખરો!

હા, તો રીવોલ્યુશન : ૨૦૨૦ની વાત આગળ વધારૂં તો જેમ જેમ વાંચતો ગયો મને મળેલ રિવ્યૂ પર શંકા જવા લાગી કે યાર આ તો બરાબર જ છે પણ છેલ્લા પ્રકરણમાં પહોંચ્યો તો આ શું? ઓટો ગોટો પરમેશ્વર મોટો? અને એમાંય પાછો આઈડિયા તો આપણી બોલીવુડ ફિલ્મમાંથી સીધો ઊઠાવ્યો હોય એવો END ? બસ પછી મને એ રિવ્યૂ આપનાર માટે મને  હંમેશા માન છે એ બરકરાર રહ્યું.

પછી વિચારતો થયો કે આવું કરવા પાછળ કયા કારણો જવાબદાર હશે કે ભગતભાઈ એ આવી બેજવાબદારી દાખવી?

જવાબ તો ના મળ્યા પણ જે સવાલો ઊઠ્યા એમાંના બે આ રહ્યાં –

* હીરો એટલે કે મુખ્ય પાત્રને સારૂં  યાને પોઝીટીવ જ દર્શાવવું  જરૂરી લાગ્યું હશે ?

* આગળ વધવાની કે END માટે ક્રિયેટિવિટીએ સાથ આપવા ઇનકાર કર્યો હશે ?

એ સિવાય અમુક મુદ્દા કે ત્રુટીઓ પણ કહી શકાય એવું =

# સુનીલ નામનું પાત્ર માત્ર ગોપાલને શુકલા-જી સાથે ઇન્ટ્રો કરાવવા જ ગેસ્ટ એપિયરન્સની જેમ  ઘાલ્યું પછી ક્યાંય એ ભાઈ દેખાયા જ નહિ ?

# શુકલા-જી જેવા નખશિખ પોલીટીશ્યનના પૈસા થકી એમ્પાયર ખડું થાય છે પણ તેઓ એના  ‘ભાગ”  માટે ઉદાસીન હોય?

મારા જેવા માટે ચેતન ભગતનું  સૌથી જમા પાસું એ કે એમનું ઇંગ્લિશ ઘણું સરળ હોય. હવે થોડા ક્વોટ –

 • Regret – this feeling has to be one of the biggest manufacturing defect in humans. We keep regretting, even though there is no point to it.
 • Girls are the best topic switchers in the world.
 • When you fail an entrance exam, even a tobacco-chewing watchman can make you feel small.
 • Once you get low marks, you learn to lower your eyes rather quickly.
 • When girls are hiding something,they start speaking like boys and use expressions like ‘cool’.
 • “What is love?” Love is what your parents give if you clear IIT exam.
 • Girls get extremely upset if you give them evidence contrary to their belief.
 • Stupid people go to college . Smart people own them.
 • ‘Fine’ means somewhere between ‘whatever’ and ‘go to hell” in Girlese.
 • ‘Money isn’t everything’ – easy to say that when you are eating cakes in a five-star hotel.
 • Girls can some up with simplest of messages that have the most complex meanings.
 • I think at some point a switch flicks in the heads of Indian parents. From “study,study,study” they go “marry, marry, marry”.
 • Men are born on earth to listen to girls.
 • All you boys are the same. First you chase, but when you get the girl, you want to be kings.
 • Girls don’t like to discuss intimate moments, especially if you probe them. However, they also get upset if you don’t refer to the moments at all.

^ ચેતન ભગતની આ બૂકમાં મજા નહિ આવે પણ એઝ યુઝવલ  વન લાઇનર્સ મળી રહેવાના એવો દિલાસો કુણાલ ધામી એ આપ્યો હતો.

~ અમૃતબિંદુ ~

‘ચિત્રલેખા’ વાર્ષિક અંક (નવેમ્બર-ડિસેમ્બર-૨૦૧૧)માં ચેતન ભગતે એક લેખ લખ્યો હતો અને એ લેખ રીડગુજરાતી પર પણ મૂકવામાં આવ્યો એની લિંક

Advertisements

8 ટિપ્પણીઓ

Filed under Art, એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, સમાજ, સાહિત્ય

8 responses to “ચેતન ભગત

 1. પહેલી વાર એવું જોવા મળ્યું હશે કે કોઈ ભામણ ભાઈ એ કાઈ ખવરાવ્યું હશે, 😀 મને પણ બહુ નેગેટીવ રીવ્યુ મળેલા, એટલે દિવાળી પર કેટલાક ફ્રેન્ડસ ની રીક્વેસ્ટ હોવા છતાય રીવોલ્યુશન ને ઇગ્નોર કરેલી, અને એ વખતે લોસ્ટ સિમ્બોલ વાચવા લીધી હતી જેનો રીવ્યુ મેં અહિયાં( https://www.facebook.com/phtrivedi/posts/2623862193891) લખેલો છે. બાકી ક્વોટસ કલેક્શન સરસ છે, એક સજેશન, તમે વાચેલી બુક્સ ના આવા ક્વોટસ ભેગા કરો છો તો એનું બુક્વાઈઝ કલેક્શન કરતુ ડોક કે પોસ્ટ બનાવીએ તો કેવું રહે?

 2. sneha

  મને પણ આવો જ રીવ્યુ મળ્યો છે આ વખતે એટલે હું પણ આ જ વિચારમાં હતી રજનીભાઈ…

 3. કદાચ મારું વાંચન ઓચ્ચું હશે અથવા તો મેન વાંચન ની ક્વોલીટી માં બૌ ખબર નહિ પડતી હોય, પણ મને રીવોલ્યુશન ૨૦૨૦ ખુબ જ ગમી.
  કદાચ એનું કારણ એનું એજ્યુકેશન બેકગ્રાઉન્ડ હશે.. ખબર નહિ ..
  છતાં સ્ટોરી જે ફ્લો માં જય એમાં , મને તો એન્ડ ભલે ફિલ્મી અને પ્રેડીકટેબ્લ જ હતો, તો પણ વ્યાજબી લાગ્યો.. કદાચ સંબંધો ના ઉતાર-ચઢાવ પણ ફિલ્મી જ હોય છે અથવા ફિલ્મો એ ઉતાર-ચઢાવ સુપેરે બતાવે છે,…
  હીરો એટલે કે મુખ્ય પાત્ર ક્યાંય પોઝીટીવ નથી , એ તો બસ છે , જેમ પરિસ્થિતિ આવે તેમ “બની” જય છે એવું મને લાગ્યું , કદાચ એન્ડ પણ એટલે જ આં હશે કેમેકે આપણા ઇન્ડિયન સંસ્કારો બહુ ટીપીકલ છે .. પાપ-પુણ્ય , આવતો જન્મ ને એવું બધું આપણ ને કઈ ખોટું કરતા હચમચાવે છે , ભલે નાનું મોટું કરી નાખીએ.. પણ અંતે, કે જ્યાં “પોતાની” કે “સ્વ-જન” ની વાત હોય , આપણે દરિયે છે .. અને કદાચ એટલેજ ગોપાલ એન્ડ માં એ જ કરે છે જે ફિલ્મી છે ..

  મેં બી , મારી રીડીંગ ની ક્વોલીટી કે લેવલ બહુ સારું નહિ હોય, પણ હું તો લગભગ એક વીક એ કેરેક્ટર્સ અને પરિસ્થિતિઓ માં ઘૂમતી રહી ..

  🙂
  બાકી રીવ્યુ તો મને પણ આજ મળ્યા હતા…
  🙂
  કદાચ આં બુક – સેન્ટી “મેન્ટલ ” લોકો માટે ખાસ છે 🙂 મારા જેવા..

 4. પ્રિય રજનીભાઈ,
  ચેતન ભગતની બુક્સ હવે મૂવી બનાવવા માટે લખાય છે માટે તેનો અંત ફિલ્મી હોય તો નવાઈ ન પામવી. અને તેમના વન લાઈનર્સ હંમેશા આકર્ષક જ હોય છે. એ પુસ્તક તો મળે ત્યારે વંચાશે પણ તમારી પોસ્ટ વાંચવાની પણ મજા આવી.
  સસ્નેહ,
  ચિરાગ ઠક્કર ‘જય’

 5. મને તો પહેલેથી જ બકવાસ લાગ્યો છે ચેતન ભગત. એને એટલી ખબર છે કે બુક હિત કઈ રીતે કરાવાય, કેવા કન્ટેન્ટ અંદર જોઈએ, એની લગભગ બુક ગર્લ્સ આજુબાજુ જ રમતી હોય છે, જે આજના યુવાનિયાઓને સરળ ઈંગ્લીશમાં બહુ ઓછુ વાંચવા મળે.

 6. I really appreciate Chetan Bhagat for “Five Point Someone”, “One Night At Call Center” & “2 States” while his book “3 Mistakes of My Life” was not up to the mark. Humor and witty one liners have always been the USP of Chetan Bhagat and that’s why I like him as author. You know I ordered that book online from Singapore and got it delivered in Singapore by paying 13 $ (while it’s cost in India is just 2 $) within 2 days of it’s release. I had high expectation from this book and finished reading it in just 1.5 day but ultimately I got disappointed after reading the book. As a book it fails miserably with the plot of the story but it is ok to read once thanks to few witty one linears. Hope CB can do better next time. If you haven’t read “2 States” then read it ASAP. I’m sure you will like it.

 7. ‘થ્રી મિસ્ટેક્સ’ પણ એવી જ બેકાર છે… નામ મોટાં એના દર્શન ખોટાં…
  લતા હિરાણી

 8. મને આ નવલકથા ઠીક ઠીક લાગી. પહેલેથી સવિસ્તર વર્ણન કર્યા બાદ અંતમાં ફટાફટ પતાવી દીધું એ કઠ્યું.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s