કાર્તિક મિસ્ત્રી કો કરારા જવાબ


એક સાંજે ટિપીકલ ભારતિય પરિવારની જેમ જ મારા શ્રીમતીજી જયશ્રી રસોઈ કરી રહ્યાં હતાં અને પાંચ-છ વર્ષનો કસક, હું અને મારા બા ભાવપૂર્વક ટીવી દર્શન  કરી રહ્યાં હતાં. ટીવીમાં સૂર અને અસૂર બંને જેને  સમભાવે  ચાહે છે એ સૂરાનું દ્રશ્ય આવ્યું અને જે ટૂંકો  સંવાદ થયો એ આમ હતો –

કસક – પપ્પા, આ કોલ્ડ્રીંક છે ને?

રજની – (ટૂંકાક્ષરી જવાબ)  – હા.

બાપુ ઓર્ડર આપે છે @આબુ

કસક – ના. પપ્પા એ તો શરાબ છે. . . (રજત શર્મા સ્ટાઈલથી ) શરાબ છે ને? 

રજની – હા.

કસક (ઓહ! અગેઇન રજત શર્મા ?) – શરાબ પિવાય ?

રજની – (ઇન્ટર્વ્યૂ લેતા હોય ત્યારે લોચા લાગે તો ય  સ્માર્ટ હોવાની સ્ટાઈલ જારી રાખતા પ્રભુ ચાવલાની જેમ) – ના. ન જ પીવાય બેટા.

કસક – બૂરી બાત છે ને?

રજની – (હવે ‘નિયત’ સમજાઈ જતા, આલહ-વિલહ થતાં, ફરી ટૂંકાક્ષરી જવાબ)  – હા. 

કસક (ઉજ્જવલ નિકમ બનીને) – તો,  તમે શું કામ પીવો છો ? 

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં માં જેઠાલાલને બચાવવા દયા આવે છે એમ મારી ‘દયા’ ખાતા મારા બચાવ પક્ષે જયશ્રીની એન્ટ્રી – કસક,પપ્પા ક્યાં પિવે છે ? એ તો એ દિવસે લીમડાનો રસ હતો ! ! 

આખા આ ફિલ્મી ચક્કરમાં ચુપચાપ બધું સાંભળતા જજ સાહિબા યા ને મારા માતુશ્રી કંઈક ચૂકાદો આપે એ પહેલા પડોશી આવી ગયા . હું બચી ગયો. હંમેશા આવીને ૪૦-૪૫ મીનીટસ બગાડતા પડોશીને એ દીવસે (જીસસ કહે છે એમ) પ્રેમ કરવાનું મન થયું. 😉

~ અમૃતબિંદુ ~

પોસ્ટના તળિયા સુધી આવી ગયા પણ ટાઈટલને લગતી કંઈક સનસનાટી ન મળી?

એમાં એવું છે કે થોડા સમય પહેલા કિન્નર આચાર્યએ ધૈવત ત્રિવેદીને મારો ‘સણસણતો’ જવાબ નામની પોસ્ટ લખી હતી એમાંથી અને કાર્તિક મિસ્ત્રીની આ બ્લોગ પોસ્ટ પરથી ટીખળ કરવાનું મન થયું. 😉

Advertisements

8 ટિપ્પણીઓ

Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, વૃતિ - પ્રવૃતિ, સમાજ, Kasak

8 responses to “કાર્તિક મિસ્ત્રી કો કરારા જવાબ

  1. મારા મતે ’બાપુને કરારા જવાબ’તો આ છે :
    “”લીમડાનો રસ”” 🙂 🙂 થૂ…થૂ..થૂ…(’કડવા’ કદાચ અધ્યાહારમાં રાખ્યું હશે તેમ ધાર્યું છે !)

  2. લીમડાની જગ્યાએ મહુડાનો રસ કહેવા જેવું હતું 😀

  3. જેને કોઈ નૉ પૂગે ઈને પેટ પૂગે ! ઘણી ખમ્મા.

  4. બાપુને તો રસમાં રસ છે…. લીમડાનો કે’વાય ને મહુડાનો લે’વાય…. ! કહુંબાપાણી ક્યો તો લગાર ઘરનું લાગે… અમારા એક દોસ્ત ઘરમાં છાંટોપાણી લેતા પકડાઈ ગયેલા તો છોકરાને કહે શરદીની દવા લઉં છું, છોકરો કહે, મને ઢાંકણામાં આપો છો ને તમે ગ્લાસમા લ્યો છો !

    ઘણીખમ્મા છોકરાંવને

  5. કિન્નર આચાર્યથી શરૂ થયેલો અને રજની અગ્રાવત સુધી વિસ્તરેલો (via. ધૈવત ત્રિવેદી અને કાર્તિક મિસ્ત્રી) બ્લોગોસ્ફીઅરનો આ માહોલ માણવા જેવો છે. 🙂

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s