ચોપડી અને ચોપડા


  • સમય ૨૦૦૮નો . શ્રી ચંદ્રકાન્ત બક્ષી સાહિત્ય મંડળ  નામક એક ગૃપ એ બક્ષી બાબુના દેહાંતને બે વરસ થયા, એ નિમિત્તે એ મંડળે એક ડીવીડી બનાવી અને એ ડીવીડી વિમોચન કાર્યક્રમની તડામાર તૈયારીના ભાગ રૂપે  પ્રતિષ્ઠીતો ને નિમંત્રી રહ્યા હતા. ભાઈ હરનેશ સોલંકીએ એક ‘પ્રતિષ્ઠિત’ ને નિમંત્રણ માટે વાત કરી તો એ ‘મહાનુભાવે’ જે કહ્યું એ સાંભળીને હરનેશભાઈને જે કળ ચડી હશે એ હજુ યે ઊતરી નહિ હોય. મહાનુભાવ ઉવાચ : “અચ્છા, બક્ષી સાહેબ પણ આવશે ને ?”
  • સમય જૂલાઈ ૨૦૧૧નો . હું ગાંધીધામથી ભુજ (ટ્રાવેલ્સમાં) જઈ  રહ્યો હતો. જય વસાવડા એ પ્રેમથી એમના બે પુસ્તક ગિફ્ટ કરેલ  ‘સાહિત્ય અને સિનેમા’  તેમજ ‘પ્રિત કિયે સુખ હોઈ માંથી   ‘સાહિત્ય અને સિનેમા’ વાંચી રહ્યો હતો. બાજુમાં બેઠેલી કન્યાનો સવાલ : “જય વસાવડા? સરસ. મારા પણ પ્રિય લેખક છે.” મારું ખુશ થવું સ્વાભાવિક છે. પણ ખુશી હંમેશા અલ્પ આયુ હોય છે. એણે ફરી ટમકું મૂક્યું : “જય વસાવડા કોઈ છાપામાં લખે છે કે નહિ?”
  • સમય ખબર  નથી પણ કદાચ નવેમ્બર જ હશે ધૈવત ત્રિવેદીને કોઈએ પૂછ્યું : “આ ર.પા. છે કોણ?”  (સવાલ બીજે પૂછાયો હતો પણ એના જવાબરૂપે DT એ FB પર દસ નોટસ સ્વરૂપે રમેશાયણ મૂકી એ દરેક ગુજરાતીએ (ચાહે પછી તે સાહિત્ય/કવિતામાં રસ ધરાવતા હોય કે નહિ ) વાંચવી એવો મારો આગ્રહ છે.
  • સમય ૦૭ ડીસેમ્બર ૨૦૧૧ નો. એક કંપનીમાં ગયો, મારા હાથમાં સફારીનો લેટેસ્ટ અંક  હતો. પછી જે થયું અને આ બ્લોગ પોસ્ટનું નિમિત્ત પ્રસંગ FB પર મૂક્યો હતો એ (કોમેન્ટ્સ સાથે)-
‎’ગુજરાતીઓને ચોપડીમાં નહીં પણ ચોપડામાં રસ (ઝરે) છે’ – એવું કહેવાય છે પણ મને તો આજે એનો (વધુ એક વખત) સાક્ષાત્કાર થયો =>

“વાહ! રજનીભાઈ તમને પણ વાંચનમાં રસ છે?, બતાવો તો કયું મેગેઝિન છે?”

હું હજુ ખુશી (વાંચો હરખ) થી મારા હાથમાંનું લેટેસ્ટ ‘સફારી’ આપવા જતો હતો ત્યાં ભાઈસાહેબ બોલ્યા “સફારી? આ પેલા RSS વાળાનું તો નથી ને? નહીતર નથી વાંચવું !”

લંબાયેલો હાથ પાછો લેતા મેં કહ્યું = “હા, RSS વાળાનું જ છે, તમે રહેવા દો” (તો કૃપા થશે)

^આ ભાઈસાહેબ ACCOUNTSના માણસ(?!?!?!?!?!?!?!) છે જે જાણ ખાતર .

    • Heena Parekh Hahaha.

      16 hours ago · Like
    • Harshad Italiya Safari last 5 yr thi bandh 6. 4 partner malta nathi lavajam bharva mate. :-/

      16 hours ago · Like ·  1
    • Kartik Mistry ‎@Harshad What’s big deal? It is investment. Go ahead.

      16 hours ago · Like ·  1
    • Envy Em Tamare yaar etlu ashwasan levu joie ke emne ‘RSS’ ni khabar che baki ava loko ghani vakhat patni ne puche ke aa chokra kona che ??? bahar kadh

      16 hours ago · Like ·  3
    • Harshad Italiya Yes kartikbhai next month thi avanu 6.

      16 hours ago · Like
    • Kartik Mistry I even don’t subscribe and directly get it from newspaper vendor. Safari’s postal department is mess and I don’t like to read it late 😀 (loyal Safari reader since issue #9).

      16 hours ago · Like ·  2
    • Rajni Agravat ‎Envy Em
      (માત્ર)મનમાં તો એવી ગાળો આપી કે કિન્નરભાઈની દેવ સા’બ આર્ટીકલ યાદ આવી જાયHarshad Italiya
      દોસ્ત Kartik Mistryની વાત (અને સલાહ) સાચી છે . હું ય સ્ટોલ પરથી જ ખરીદુ છું.

      16 hours ago · Like ·  3
    • Envy Em harshad, mari pase line lagti lavajam bharva vala ni..skim ma

      16 hours ago · Like ·  1
    • Ujval Adhvaryu HA HA HA RSS.

      16 hours ago · Like
    • Chetan Bhatt It is sign of intellect (as they believe) to criticise RSS and Hinduism. Baaki sab bakwas….

      16 hours ago · Unlike ·  2
    • Ujval Adhvaryu આજના સમયમા પણ એવા મુર્ખાઓ છે જે આરએસએસના હજીય ખાખી ચડ્ડિ અને કાળી ટોપી ધારી કુશ્તિબાજ જ સમજે છે .

      16 hours ago · Like ·  1
    • Varma Sanket હા હા હા. હું પણ બધાં મેગેઝીન સ્ટોલ ઉપરથી જ ખરીદું છું. ઘણીવાર હું મેગેઝીન લઈને બાઈક પર આવતો હોઉં ત્યારે એ બાઈકના હેન્ડલ આગળ મેં ખોસેલા હોય. પછી મારે રસ્તામાં ક્યાંક ઉભા રહેવાનું થાય-કૈક કામ હોય તો ય હું એને ત્યાં જ રહેવા દઉં છું. કારણકે મને ખબર છે કે એણે કોઈ ચોરી જવાનું નથી. હા હા હા

      16 hours ago · Unlike ·  4
    • Jayram Mehta વાંચવા માટે પૈસા ના હોય અને….વાંચનભૂખ સંતોષવા માટે મેગેઝીન્સ-બુક્સની ” ચોરીઓ ” થવા માંડે….એવો દિવસ ક્યારે આવશે ? સંકેત….તમે સાચા છો, બાઈકના હેન્ડલ પરથી મેગેઝીન્સ ‘સાથે લઈને’ જયારે તમે જવા માંડશો એ દિવસથી ” વાંચે ગુજરાત ” ખરા અર્થમાં સાર્થક થયું ગણાશે….

      15 hours ago · Unlike ·  4
    • Harshad Italiya Envybhai have lavajam bharo to jaan karjo.

      15 hours ago · Like
    • Vivek Rabara ચાલુ ટ્રેને ચડી જવાની આ બધાની હે’બિટ'(બીટ પણ બૌ વધારે) હોય છે.

      14 hours ago · Like
    • Praful Kamdar માનું છું કે એ ભાઈ ફેસબૂક પર ન હોય……ને ફેસબૂક પર જેટલાં આપણાં મિત્રો છે તેમાંના કેટલાં ‘ સફારી ‘ વાંચે છે ? ઠીક છે, આ કારણે ઘણાંને ખબર પડશે કે ‘સફારી ‘ જેવું કોઈ મેગેઝીન છે અને રજની ભાઇ પણ વાંચે છે…બે ચાર પાંચ મેગેઝીનનો ઉપાડ થઈ જાય તો કંઈ કે’વાય નહીં……આભાર.

      13 hours ago · Like ·  1
    • Raj Prajapati તે બિચારા ભાઇ હતા ને એટલે હાથ પાછો ખેચી લીધો છે. જો…… હોત તો ચાલુ ટ્રેનમાં ચડીને મેગેઝીનના અંદરના પાને મોબાઇલ નંબર લખીને સામેથી આપવા ગયા હોત….

      13 hours ago · Unlike ·  1
    • Parth Joshi

      Ha ha safari ne rss ne su leva deva ?
      safari hun dar vakhate rokade j kharidu chu su che ke 3ji 4thi ae aavi jay ne .
      baki me aekad var amuk magazine chorelu che doctor na waiting room ma request kari vanchava lai java do anhi time nathi hu…See More
      11 hours ago · Unlike ·  1
    • Parth Joshi jyan jaiye tyan scn kari leva nu

      11 hours ago · Like
    • Envy Em Praful Kamdar, Safari gujarat mate 24 carat no diamond che. Ketla loko vanche che e to 2 divas pachi stall par koi leva jay to y khabar padi jay..madvu muskel hoy che.
      Baki, Rajnibhai e je kisso lakhyo e to sanatan satya che Gujarat mate. Paisa sivay kasha ma ras nathi samany loko ne.

      7 hours ago · Unlike ·  1
      • Harnesh Solanki હવે તો ચોપડા ( પ્રેમ), રાવલ ( પરેશ ), કુમાર ( અક્ષય) વિ.ને ગુજરાત અને ગુજરાતીમાં વધારે રસ જાગ્‍યો હોય તેવું લાગે છે……..

        ~ અમૃતબિંદુ ~

        હે પ્રભુ! મને ગમે તેવા દુઃખ/વિપત્તિ આપજે પણ કદી કોઈ અરસિકને કવિતા સંભળાવવી પડે એવો અવસર ન આપજે

        ^આવું કંઈક સંસ્કૃત સુભાષિત છે (કોઈ સાચુ અને પૂરું યાદ અપાવજો  એટલે અહીં સુધારી શકું )

Advertisements

7 ટિપ્પણીઓ

Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, ગુજરાત_ગુજરાતી, વૃતિ - પ્રવૃતિ, સંવેદના, સમાજ, સાહિત્ય, Baxi Babu - Chandrakant Baxi

7 responses to “ચોપડી અને ચોપડા

  1. readsetu

    આ લેખ તો બહુ રસપ્રદ (!!!) છે જ..
    વધુમાં લખવાનું મન એટલે થયું કે મારી લખવાની શરૂઆત ‘સફારી’થી થઇ… ‘ધરતીના ગોળાને ધ્રુજાવનાર ધડાકો’ અને એ પછી ધીમે ધીમે લવિંગીયા ને ક્યારેક ફૂલઝર પણ…. લતા જ. હિરાણી

  2. readsetu

    એટલે કે પહેલો લેખ ‘ધરતીના ગોળાને ધ્રુજાવનાર ધડાકો’ સફારીમાં
    Lata J. Hirani

  3. Dhaivat Trivedi

    થેંક્સ. “ર.પા.કોણ છે?” એવો સવાલ ફેસબુક પર મારી વોલ પર મેં મૂકેલી રમેશ પારેખની એક પંક્તિના અનુસંધાને જ પૂછાયો હતો. પ્રારંભમાં મને થયું કે એ મિત્ર મજાક કરે છે. કારણકે તેઓ એક અગ્રણી અખબારના જવાબદાર પત્રકાર હોઈ હું તેમનાંથી (તેમનાંથી, તેમના જ્ઞાનથી નહિ) પરિચિત હતો એટલે મેં તરત તો કોઈ પ્રતિક્રિયા ન આપી. બીજા એક મિત્રે કહ્યું કે, “ભાઈ, રમેશ પારેખ એટલે જાણીતા કવિ.” તો એ મિત્રે ફરીથી પૂછ્યું કે, “હા એ તો હું સમજ્યો. અહીં કવિતાની નીચે ધૈવતે એમનું નામ લખ્યું છે એટલે એ કવિ જ હશે. પણ એ ક્યા છાપામાં લખે છે?”
    એ મારા માટે સહ્ય ન હતું. રોજિંદા રોટી-રમખાણમાં વ્યસ્ત રહેતો એક સાધારણ માણસ કદાચ આવો સવાલ કરે તો હું એને પ્યારથી સમજાવું પણ એક જવાબદાર પત્રકાર આવું પૂછે તો શું કહેવું?
    “રમેશાયણ” એ એક પત્રકાર તરીકે મેં કરેલું પ્રાયશ્ચિત છે.

  4. માર્મિક અને વ્યંગાત્મક સુંદર રજૂઆત … ! હકીકતમાં આવા અનેક અનુભવો આપણા જીવનમાં ઘટતા જ હોઈ છે, આપણી પ્રકૃતિ છે કે આપણે બધામાં માસ્તર છીએ, દુનિયાદારી થી અજાણ નથી તે સાબિત કરવા આવા છોગાળા રચી નાખતા હોઈએ છીએ…

    ધન્યવાદ !

  5. કેટલાંક માણસો સમજ્યા વિના સંવાદ કરતાં હોય ત્યારે એ ભચડે કે ભરડતાં હોય એ સમજાય નહીં. સાદી- સીધી વાત છે કે જેમાં સમજણ ન પડે તેમાં ગ્નાની હોવાનો ડોળ ન કરવો…..

  6. Haresh Pandya

    ” Arasikeshu kavit nivedanam. Siraysh Maa likh… Maa likh… Maa likh…”

    Aavu kaik ‘Bhartuhari’ e lakhyanu thodu thodu yad 6.

  7. એ ભાઈને જાડી એવી સફારી પહેરાવીને રણ ની સફારી એ મોકલી દેવા જોઈએ ! , { સફારી તો ગુજરાતનું માથું છે . }

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s