FDI


બ્લોગપોસ્ટના શિર્ષક પરથી સમજી ગયા હશો કે  ટીવી-છાપા-મેગેઝિન-કોલમ્સ પાસેથી બીજું કંઈ શીખીએ કે નહિ પણ શિર્ષક તો બાંધતા શીખી જ જવાય . શિર્ષકને બાદ કરતા ‘અંદર’ ભલે ને ગમે તે વાતો ઠોકી મારવાની , એ બહાને અનુભવી લેખકોની હરોળમાં તો  ગણાય જવાય !

જો કે સાવ એમ નિરાશ તો નહિ કરું પણ હા  FDIને લઈને પણ ન્યૂઝ ચેનલ્સ દ્વારા હર કોઈ પ્રદૂષણ વધારવામાં યથાશક્તિ ફાળો આપે છે તો હંમેશની જેમ મનેય થયું  કે  એ બહાને પોતાનું (અ)જ્ઞાન પ્રદર્શિત કરવાનો મોકો ઝડપીને હું (પણ)કેમ પાછળ રહી જાવ ?

FDI અને ખાસ કરીને (કદાચ  અન્ય કોઈ સ્ટોર વિશે બહુમતી બેખબર છે એટલે )વોલમાર્ટને લઈને એટલું બધું કહેવાય ચૂક્યું છે અને એ હજુ ચાલુ જ છે કે વોલમાર્ટ વાળાને  ખુદને ય પોતાના આ ફરજંદ વિશે આટલી  માહિતી નહિ હોય ! હજુ તો રવિવારની પૂર્તિઓમાં પણ (‘ડર્ટી’ રીવ્યુ સાથે સાથે;)) અંગે (ઈચ્છા ન હોય તો ય) વાંચવા  ‘રેડ્ડી’ રહેજો.

FDI કે એવી કોઈપણ પોલિસીની આંટીઘૂંટીઓ વિશે તો કંઈ જ્ઞાન નથી પણ એટલી ખબર પડે છે કે આ વિશે આપણે કૂવાના દેડકા રહ્યા હોત તો હજુ બજાજ પ્રિયા કે રાજદુત કે એમ્બેસેડર જ ફેરવતા હોત, અને પેપ્સી કે કોક પીતા લોકોને આજે ય આપણે અમીર જ સમજતા હોત. અને મારા જેવો EPABX-iPBX-Mobile વેચવાનું તો દૂર પણ કદાચ હજુ યે ફોનના ડબલા ઉપાડીને ૩-૪ આંકડાના નંબર બોલીને ટ્રંક કોલ બૂક કરાવતા હોત.  એવી જ રીતે સાણંદ કે ધોરડો વગેરે જગ્યાએ લોકોને  બે છક અઢાર  છે એ બાર પણ ન હોત.

સામે પક્ષે એ પણ છે કે એનો મતલબ એ નથી કે આ બધાં આપણા માઈ-બાપ છે અને એ લોકો આપણા પર ઉપકાર કરવા આવ્યા છે.

અમારું તો આખુ ગાંધીધામ (Indian) FDI પર જ ઊભેલુ છે કેમ કે પાકિસ્તાનથી આવેલ સિંધીઓ માટે વસાવવામાં આવેલ ગાંધીધામમાં  રાજસ્થાન-પંજાબ-બિહાર અને સાઉથમાંથી જો અહી (બેશક કમાવા) ન આવ્યા હોત તો આજે ગાંધીધામ જેવું છે એવું ન જ હોત અને મારા જેવાએ જેણે કદી કચ્છ જોયું ન હોય એવા લોકોને કોણ સંઘરત ?

અમૃત બિંદુ ~

ઇનશોર્ટ આંધળુકીય કરીને આવકાર ન આપો એવી જ આંખ બંધ કરીને આવા રોકાણકારોને આઘા પણ ન  રાખવા જોઈએ.

Advertisements

6 ટિપ્પણીઓ

Filed under વૃતિ - પ્રવૃતિ, સમાજ, media

6 responses to “FDI

 1. “અમૃત બિંદુ”માં કંઈ ’ગોટો’ છે ?! લેખનો ધ્વની સાંભળતા મને થયું કે એક “ન” ઘટે છે !
  આભાર.

 2. લખવા ધારેલા લેખમાં કે પછી ’બસ એમ જ’ લખવા માંડેલા લેખોમાં પણ વીષયને સહજતાથી, બિંદાસ્ત રીતે ચગાવવાથી પણ ખૂબ સારું લખાતું હોય છે. અલબત્ત એમાંય તે ધીમે ધીમે પાવરધા તો થવાનું જ હોય છે.

  તમે જે સહજતાથી ને સરળતાથી વીષયને ઝુલાવ્યો છે તે મને ઉપર મુજબનું લખવા પ્રેરી ગયો. શૈલી પકડાઈ જાય પછી ઘણું થઈ શકે છે. ધન્યવાદ.

 3. વૉલ માર્ટ જે રીતે તેમના સ્ટોર ચલાવે છે તેનો અભ્યાસ કરવા આપણાં રીટેલરોને લઈને એસોસિએશન એ દેખાડવાની પહેલ કરે.તેમાંનું અહીં આપણે અપનાવી શકીએ કે નહી તે
  માટે પ્રયત્ન કરીએ.ચેઈન સપ્લાય , ક્વોલિટીનું ધોરણ , ખરીદ ભાવ આપણે જાળવી શકીએ તેમ હોઈએ તો એકાદ વર્ષ આપણા સ્ટોર ખોલી અખતરો કરવો જોઈએ અને સફળ ન થઈએ તો વૉલ માર્ટને અહીં આવવા નિમંત્રણ આપવું જોઈએ.
  ટૂંકમાં , તમે નૉ-હાઉ માટે કન્સલટન્ટ લાવો પણ સ્વ -પ્રયત્ન વિના બારણાં ફટાક દઈને ખોલી ન આપો. સાભાર….

 4. ASHOK M VAISHNAV

  મૌલિક વિચારોની આગવી લાક્ષણિકતાથી અનેરી રજૂઆત બદલ અભિનંદન.

  ગાંધીધામનો કંડલા પછીનો વિકાસ ભારતના અન્ય રાજ્યોમાંથી આવીને વસેલા સવાઇ-ગાંધીધામ-નિવાસીઓને ફાળે જવો જોઇએ.

 5. એફ.ડી.આઇ.થી નાના દુકાન દારોની બુરી દશાથશે એમ કહેવામાં આવે છે, પણ આપણા નાના દુકાનદારો એ આપણને છેતરવામાં, લુંટવામાં પાછુ વાળી ને જોયુ છે કે..?એફડીઆઇ થી કાંઈ ઇસ્ટ ઇન્ડિયા કંપની પાછી આવી જવાની નથી, નાના દુકાનદારો ને પણ થોડી સ્પર્ધા કરવાની જરુર છે, હવે તો એફડીઆઇ મોકુફજ રહ્યુ છે એટલે ચર્ચાનો અર્થ નથી.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s