અવતરણો : ‘અકૂપાર’ માંથી


ગઈકાલની પોસ્ટમાં કહ્યું હતું એ મુજબ આજે માત્ર અવતરણો …

* યાદ રાખ, તું ચીતરે છે, તું સરજે છે. અને સર્જનના મારગે તો કશું જ આખરી નથી હોતું.

* (હરણાંના ટોળાંને) ખબર છે કે સચેત રહીશું ત્યાં સુધી જ જીવન છે. પ્રકૃતિનો આ જ તો નિયમ છે. પ્રકૃતિ માટે ઊર્જાના રૂપાન્તરણથી વિશેષ તો શું છે ?

* જાનવર આપડી હાયરે રે’તા સીખી ગ્યા. આપડે ઈનીં હાયરે રે’તા નો સીખ્યા.

* હું અહીં પ્રવેશ્યો તે સમયે મને લાગતું હતું કે આ જંગલ ન કહેવાય, આજે મને ખાતરી છે કે આ જંગલ નથી. હું આને અરણ્ય પણ નથી કહી શકતો. ન તો આ અટવી છે ન તો   વન. અરે વિપિન,ગહન, ગુહિન,કાનન, ભિરુક, વિકત, પ્રાન્તર   . . . ભાષા પાસે વનના જેટલા પણ પર્યાય-વાચક હશે તેમાંનાં એક પણ શબ્દ પાસે આ પ્રદેશના પૂર્ણ સ્વરૂપને વર્ણવવાનું સામર્થ્ય નથી.      હા, આ ગીર છે. માત્ર ગીર.

* લાજો ચાંદનીના અજવાળે જરા જોઇને (લાકડી જેવું) લેવા નીચે નમી. તેના નીચે નમવામાં એવું કંઈક હતું કે મને આસપાસનો આખો વગડો ઝૂકતો લાગ્યો. ચંદ્ર જો આકાશમાંથી પૃથ્વી પર બધું જોઈ શકતો હોય તો તેને આખી ગીર ઝૂકતી દેખાઈ હશે.

* સિંહ અને મનુષ્યના જેટલા કિસ્સા-કવિત છે તેમાં માનવ નાયક કે નાયિકાની બિરદાવલી જ મુખ્ય રહી છે. આજે લાગે છે કે એ કથાનકોમાં કંઈક અધૂરું છે.

* મારા દિકરાઉં , સ્હૌં સ્હમજી લ્યો કે આયાં પાકા ઘયરમાં  રંઈ ઈ વાત્યે કોય અમર નથ્ય થેં જાવાનો. આ રોડ  માથે મોટરુ,ખટારા ‘ને ફટફટીયાં જેટલાંને મારે સે એટલાને ન્યાં સ્હાવજ-દીપડે કે નાગ- વીંસીયે માર્યા કોય દી સ્હાંભળ્યું નથ્ય .

વનરાજનો રુતબો

સૃષ્ટિ સંતુલન અને સમાજ

* ગીર કેડી વાંકી, મારે માલ જાવો હાંકી,

સિપાઈ દે છે ડારા તમે નીકળો ગીર બારા.

શિયાળાની ટાઢયું હું ખડ કેમ વાઢુ‍,

સિપાઈ દે છે ડારા તમે નીકળો ગીર બારા.

ઉનાળાના તડકા મારા પેટમાં બળે ભડકા,

સિપાઈ દે છે ડારા તમે નીકળો ગીર બારા.

સોમાસાના ગારા મારે માથે ખડના ભારા.

સિપાઈ દે છે ડારા તમે નીકળો ગીર બારા.

~ અમૃત બિંદુ ~

રહેવા દેજે, ગીર એ ગીર છે, જાગીર નથી.

–  “અકૂપાર” ના નિવેદનમાંથી

9 ટિપ્પણીઓ

Filed under Art, સંવેદના, સમાજ, સાહિત્ય

9 responses to “અવતરણો : ‘અકૂપાર’ માંથી

 1. ભાઈ શ્રી. રજનીભાઈ.
  મારાથી હેવ રેવાતું નેથ ! આ સોપડી ઘાં મળસ્‍હે એનો કાંક ફોળ પાળો તો સ્‍હારું.

  આગળના લેખમાંથી આ આપણે થતો ’સ’ નો સ્‌ અને હ્‌ વચ્ચેનો અક્ષર ’સ્‍હ’ કર્યો તે આજે આપના માધ્યમે જાણવા મળ્યું, લેખકશ્રીની ઓળખ કરાવી આપી અને નવું વાંચવા પ્રેરણા આપી એ બદલ આભાર.

 2. આદરણીય શ્રી

  આપને તેમજ આપના પરિવારજનોને દીપાવલીના પર્વની શુભ કામના અને નુતન વર્ષાભિનંદન.

  નવું વર્ષ આપની આશા ઉમંગોને પરિપૂર્ણ કરી અનેરી સિધ્ધિઓ અર્પી સફળતાના શિખરો સર કરાવી

  દ્રઢ મનોબળ સુખ સંપતિ અને તંદુરસ્ત આરોગ્ય બક્ષે એવી અપેક્ષા

 3. પુસ્તકો તો વાંચવા ગમે જ છે પણ પુસ્તકો વિશે લખાયેલું પણ વાંચવું ગમે છે, માટે તમારી ‘અકૂપાર’ વિશેની બંને પોસ્ટ ગમી. (જોકે આ પુસ્તક હજી વાંચવા નથી મળ્યું.)

 4. હમણાં હમણાં બે વાર મારે અશોકભાઈને જુનાગઢમાં મળવાનું થયું. પહેલી વાર એમણે મને કર્ણલોક અને અગ્નિકન્યા પ્રેમથી ભેટરુપે આપેલી. ને બીજી વાર અકૂપાર.

  કર્ણલોક વાંચીને ખુબ વીગતે મેં નોંધો કરેલી ને લખવા માટે શરુઆત પણ કરી દીધેલી. આ જ અરસામાં મારું બ્લૉગ પર લખવાનું મેં અટકાવ્યું ને એમ એ લગભગ તૈયાર એવું લખાણ ‘સેવ’ કરેલું પડ્યું રહ્યું….

  પણ એમણે મને અકૂપાર આપીને તો મારા ઉપર ઉપકાર જ કરી મુક્યો. એને હાથમાં લીધાં પછી હું સતત પ્રકૃતીના કોઈ એવા પ્રદેશમાં જઈ વસ્યો જ્યાં માનવનો આદીકાળ હજી આજેય જાણે કે પડઘાતો અનુભવાય છે.

  ગીરના વીસ્તારમાં મારા જીવનનાં સાતેક વરસ હાઈસ્કુલના વખતનાં ગયાં છે. ત્યાંની બોલીમાં રહેલો મીઠો લહેકો કાન કરતાંય જાણે ચામડીને વધુ સમજાતો હોય તેવું લાગે. એમાંય ગીરની આ વાતો તો પંચેન્દ્રીયથી પામવાની જ વસ્તુ છે. ધ્રુવભાઈએ ભાષાની યોજના એક ચીત્રકારની આવડતથી કરીને વાપરી જાણી છે. ક્યારેક તો લાગે કે લેખક પીંછીથી અક્ષરો લખે છે કે પેનથી કેન્વાસ પર ચીતરે છે ?

  હજી તો માંડ અરધે અકૂપાર પુગ્યો છું ત્યાં, અશોકભાઈએ મોકલેલી લીંક્સ ખોલીને રજનીભાઈના બ્લૉગ પરથી રેફરન્સ માટે વાંચવા શરુ કર્યું એટલે લયખા વના નૉ રૅવાણું તી આમ આંયાં લયખી નાયખું.

  અદભુત કથાની વાત માંડીને કરવી છે. ધ્રુવભાઈની આ રચનાનું રસદર્શન ન કરીએ તો જાણે કે બધું અધુરું ગણાય…વહેલીતકે અશોકભાઈના બ્લૉગ પર એમની મંજુરી મળતાં આ વાતો બેત્રણ હપતે મુકવા ધારું છું. રઘુવીરભાઈથી લઈને સૌ કોમેન્ટ લેખકોના અભીપ્રાયો પણ વાંચી લીધા છે…કદાચ કોઈ કામમાં આવે.

  આ સુંદર કથા પીરસનારનો અને એને અંગે લખનારસૌનો આભાર.

 5. એક પાસાથી જોતાં તમારી વાત સાથે સો એ સો ટકા એગ્રી…પણ ગીરના લોકો, જંગલો એ બધાની વાતો અદભુત છે. બહુ નાના નાના પોઈંટ્સથી ભરપૂર એવી આ બુક રોજના પાંચ – વીસ પેજ વાંચીને મેં દિલમાં ઉતારી છે. જોકે ધ્રુવભટ્ટ લખવામાં જેટલી મહેનત કરી છે એના કરતાં આપણી પાસે વાંચવામાં મહેનત બહુ કરાવે છે એની ના નહીં પણ મહેનતની મજા આવી સાચ્ચે.ફરીથી વાંચો આ બુક તમે એટલું જ કહીશ.

 6. * ગીર કેડી વાંકી, મારે માલ જાવો હાંકી,

  સિપાઈ દે છે ડારા તમે નીકળો ગીર બારા.

  શિયાળાની ટાઢયું હું ખડ કેમ વાઢુ‍,

  સિપાઈ દે છે ડારા તમે નીકળો ગીર બારા.

  ઉનાળાના તડકા મારા પેટમાં બળે ભડકા,

  સિપાઈ દે છે ડારા તમે નીકળો ગીર બારા.

  સોમાસાના ગારા મારે માથે ખડના ભારા.

  સિપાઈ દે છે ડારા તમે નીકળો ગીર બારા.

  aa to mane pan bahu gamelu. mb. ma aano photo lidho chhe..ghani vaar em j vachu chhu.:-)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s