‘અકૂપાર’ : ધ્રુવ ભટ્ટ


ઓગસ્ટ, ૨૦૧૦માં ઓરકુટની GMCC Commu પર (દિ.ભા.માં ‘સ્મોલ સત્ય’ કૉલમ  લખતાં) મુકેશ મોદીએ દિ.ભા.માં રઘુવીર ચૌધરીના “અકૂપાર” પર ના  (વિવેચન)લેખ  સંદર્ભે એક  ટોપિક બનાવ્યો  હતો ત્યારે ધ્રુવ ભાઈના સર્જનથી ખાસ બલ્કે બિલકુલ અજાણ હતો. પછી તો જેમ જેમ તત્વમસિઅગ્નીકન્યાકર્ણ લોકઅતરાપી –  સમુદ્રાન્તિકે કૃતિઓ વંચાતી ગઈ તેમ તેમ એમના એક અલગ જ ભાવ વિશ્વમાં ખૂંપતો ગયો. પણ  ‘અકૂપાર’ વાંચવાનો અવસર મળતો ન હતો એ હવે મળ્યો.

Akoopar : Dhruv Bhatt

‘અકૂપાર’ : ધ્રુવ ભટ્ટ

જેમ જેમ ‘અકૂપાર’ વાંચતો ગયો, થોડી નિરાશા અને વધુ કંટાળો આવતો ગયો પરંતુ  પહેલા હું  કોઈ પુસ્તકના થોડા પ્રકરણો અમુકમાં તો પાના વાંચતો અને ન જામે તો એ ‘મૂકી’ દેવામાં વાર ન લગાડતો પણ હવે જે બુક હાથમાં લઉં  તે  બને ત્યાં સુધી મૂકતો નથી અને પૂરી કર્યા બાદ એ વિશે કંઈ બોલવું/લખવું/વિચારવું એવું થાય છે.

આપણે ત્યાં સામાન્ય રીતે કોઈના  લેખન વિશે એક નિયમ બંધાય જાય પછી ભાગ્યે જ એમાં ફેરફાર કરીયે છીએ. જ્યારે કે હમેશાં કોઈ તમને કંટાળો  આપવા અશક્તિમાન હોય એવી જ રીતે દરેક સર્જન સાથે સહમત થઈએ કે એ આનંદ આપનાર હોય એવું બનતું નથી .

‘અકૂપાર’ વિશે એટલું તો ચોક્કસ લાગે છે કે જેણે ધ્રુવભાઈનું એક પણ પુસ્તક  વાંચ્યું ના હોય તેઓને માટે ‘અકૂપાર’  એક કંટાળાજનક પ્રવાસ બની શકે. આ પુસ્તકનું સબળ પાસું છે એ જ એનું નબળું પાસું છે. એટલેકે અમે કાઠીયાવાડી લોકો ઘણા શબ્દોમાં ‘સ’ ની જગ્યાએ ‘હ’ ઉચ્ચારતા હોઈએ છીએ, ધ્રુવભાઈના દરેક સર્જનમાં  આપણને પ્રતિત થાય કે તેઓ મૂળ સુધી પહોચીને તત્વ પામવાનો હંમેશાં (સફળ) પ્રયાસ કરતા હોય છે, અહી પણ એમણે ‘‘ અને ‘‘  ના સંયોજનથી નવો શબ્દ બલ્કે અક્ષર બનાવ્યો “સ્હ“, જે સરાહનીય છે પણ એમનો એવો આગ્રહ (જે વાંચન દરમ્યાન દુરાગ્રહ  સ્વરૂપે અનુભવાય છે )  કે જે તે પ્રાન્ત -પ્રદેશ ની બોલીમાં જ એ વાત રજુ કરવી. ગીર પ્રદેશની તેમજ ખારવા અને મેર  કૉમની બોલી માટે તેઓએ અને મુદ્રણ વાળાઓ એ ઘણી માથાકૂટ કરી હશે એમાં મીનમેખ નથી. પણ આ એમણે  જેટલી મહેનત અક્ષરો અને શબ્દો અને બોલી બનાવવામાંકરી હશે એથીય વધુ તકલીફ એ ઉકેલવામાં  વાચકોને પડશે એ એમણે વિચારવાની જરૂર હતી કેમકે એ  બોલી ઉકેલવામાં વાચક કથા તત્વથી વિખુટો પડી જાય છે એવો મારો તો અંગત અનુભવ છે જ. અને તો પણ તેઓ બધા શબ્દો  ઉતારી શક્યા નથી એવું હું કાઠીયાવાડી હોવાથી કહી શકું . જેમ કે આજની તારીખે ય  અમે લોકો કદી આવ્યો કે ગયો નથી બોલતા પણ અનુક્રમે  આયવો અને ગ્યો ઉચ્ચારીયે છીએ .

એ પણ વિચાર આવે કે આ બોલી નો ત્યારે છેદ ઉડી ન જાય જો ગુજરાતી સિવાય અન્ય ભાષામાં ભાષાંતર થાય ?

પણ પણ પણ . . . . જો હિંમત રાખીને આ બોલીને ઉકેલવાનો પ્રયાસ કરીયે તો ધ્રુવભાઈના  સર્જનમાં જે તત્વના આશિક (સોરી, અન્ય કોઈ યોગ્ય શબ્દ સૂઝતો  નથી) હોય એ પામીયે જ છીએ.

આ પુસ્તકમાંથી અમુક અંશો ન મૂકીએ ત્યાં સુધી આ પોસ્ટ અધૂરી જ નહિ પણ પાંગળી ગણાય પરંતુ એ બધું  મૂકીશ તો આ પોસ્ટ  લાંબીલચક થઈ જશે એટલે એ માટે બીજી પોસ્ટ જ વધુ યોગ્ય રહેશે.

~ અમૃતબિંદુ ~

ધ્રુવ ભટ્ટ : નામ તેવા ગુણ 

ધ્રુવ ભટ્ટનાં સર્જનમાંથી….

Advertisements

6 ટિપ્પણીઓ

Filed under સમાજ, સાહિત્ય

6 responses to “‘અકૂપાર’ : ધ્રુવ ભટ્ટ

 1. Kamaal karte ho pandeyji aap bhi!

  લોસ્ટ સિમ્બોલ પૂરી થઇ નથી, ગર્લ વિથ ડ્રેગન ટાટુ વાચવી છે [બંને એટલા માટે કેમકે બંને ના ફિલ્મ એડેપ્ટેશન આવી રહ્યા છે-ગર્લ વિથ ડ્રેગન ટાટુ ફિલ્મ તૈયાર છે એટલે એની તો ખાસ ઉતાવળ છે ]. હજી ફ્રેન્ડસ બધા ચેતન ભગત ની નવી નોવેલ વાંચવાનું કે છે ત્યાં તમે અકુપાર લઇ ને આવ્યા….. ધ્રુવ ભટ્ટ સાહેબ ની અતારાપી અને સમુદ્રાન્તિકે હજી હમણાં જ પૂરી કરી એટલે અકુપાર ની રાહ જ હતી પણ એ સેજ્જેય અંદાજો નોતો કે રાત થોડી ને વેશ જાજા ની પરિસ્થિતિ થશે

  ધાર્મિક વિધિ માં થાય છે એમ, તમે વાચી એટલે અમે તમને અડી લઈએ, હાલશે?

 2. પિંગબેક: અવતરણો : ‘અકૂપાર’ માંથી | એક ઘા -ને બે કટકા

 3. મેં ધ્રુવ ભટ્ટનું કંઈ વાંચ્યું નથી. પણ તમારા બ્લોગ પર અને ઈ-વાંચકમાં અને કોમ્યુનિટીમાં થોડું વાંચેલું છે એમના વિષે. બધાં બહુ વખાણ કરે છે. પણ ધૈવત બાબુની કમેન્ટ તમારા બ્લોગ પર મને બહુ તટસ્થ અને ઉપયોગી લાગી. રઘુવીર ચૌધરીનો “અકૂપાર” પરનો રીવ્યુ વાંચેલો અને મૂકેશભાઈ કહે છે એમ મને એ ડિસ્કરેજિંગ નહોતો લાગ્યો. પણ તોય મેં અકૂપાર વાંચી નથી. પણ સમુદ્રાન્તિકેથી શરૂઆત કરાય..શું કયો છો રજનીભાઈ?

  • rajniagravat

   સંકેત સાથે ફેસબૂક પર થયેલ વાતચીત –

   Rajni Agravat :

   અકૂપાર સિવાય કોઇપણ બુકથી કંકુના કરી શકો, છતાંપણ નીચે યાદી આપું છુ એ અનુક્રમમાં વાંચો તો વધુ સારું.

   ૧ – તત્વમસિ
   ૨ – સમુદ્રાન્તિકે
   ૩ – અતરાપી
   ૪ – કર્ણ લોક

   આ વાંચીને તમે જે જે પણ લેખકના “ફેન” હો એ બધામાં શિરમોર ધ્રુવ ભાઈનું મૂકવાનું મન ન થાય તો મને કહેજો .

   એક વધુ વાત,
   આ બધી બુક્સ વાંચ્યા પછી “અકૂપાર” પણ ચોક્કસ વાંચજો.
   ભાષા/બોલી બાદ કરતા એમનું “ધ્રુવ તત્વ” તો મૌજુદ છે જ છે .

   Varma Sanket : હા. અને આ બધી હું માનું છું ત્યાં સુધી લઘુનવલ જ છે ને. અશ્વિનીની લજ્જા સન્યાલ જેટલી લંબાઈની ?

   Rajni Agravat : ધ્રુવભાઈના કોઈ પણ પુસ્તકને તમે કોઈ સાહિત્યિક બંધારણથી બાંધી ન શકો અને એ વાત તેઓ પણ દરેક બુકમાં લખે જ છે.
   હવે સાઈઝની વાત કરીયે તો ૨૦૦-૨૫૦-૩૦૦ પેજ હોય છે.

 4. Envy

  Akuopaar e mane to akarshyo. Tatvamasi pan sari lagi have Smudrantike chale che.
  Haji atle aavi ne abhipray apvo utavdo kahevase etle rakau chu…:)

 5. Anand Vyas

  Samudrantike pahela puri thai. Pachhi Tatvamasi. Em thayu ke aamne haju sudhi kem vanchya nathi? “આ વાંચીને તમે જે જે પણ લેખકના “ફેન” હો એ બધામાં શિરમોર ધ્રુવ ભાઈનું મૂકવાનું મન ન થાય તો મને કહેજો .” aa vaat sathe sahmat.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s