બક્ષીનામા : આપવડાઈથી છલકતો અંગત દસ્તાવેજ


શિર્ષક પરથી કદાચ એમ લાગે કે આજે બક્ષી સાહેબના જન્મદિવસે આ વાયડો રજની અગ્રાવત શું કરવા/લખવા બેઠો છે? !

પણ ના, આ શિર્ષક  મારા દિમાગની ઉપજ નથી પરંતુ મોરારીબાપુ દર વરસે ‘અસ્મિતા પર્વ’ નું આયોજન કરે છે અને સૌ સાહિત્યકાર/પત્રકાર/કલાકાર એ પ્રસંગે જે વકત્વ કે કલા રજુ કરે છે એનું પ્રિન્ટવર્ઝન એટલે “અસ્મિતાપર્વ : વાક્ધારા” અને એના કુલ્લ દસ ભાગ મેં જોયા/વાંચ્યા છે, ત્યાર પછી પ્રકાશિત થયા હોય તો ખ્યાલ નથી! એમાનાં  દસમા ભાગમાં ભરત મહેતા  (કોણ?!) ના વકત્વ્યનું ટાઈટલ છે. એ વકત્વ્યમાંથી અમુક અંશો મૂકું છું બાકીની ટીકા-ટિપ્પણી જે કોઇ વાંચે એના પર છોડું છું.

 • ગુજરાતી ‘હું’ અંગ્રેજી ‘I’ની સરખામણીમાં દેખાવડો હોવા છતાં, વાંકોચૂકો વળી ગયેલો, નમ્રતાથી પુષ્પો વડે સ્વાગત કરતી કન્યા જેવો શરણાગતિનો ભાવ જગવતો દેખાય છે. જ્યારે ‘I’ માટે તો એમ કહેવાયું છે કે ‘I’ is always capital. આલોકપ્રીતિ, સ્વપ્રીતિની માનસિકતાનો આ સબળ પુરાવો છે. સવાલનો સવાલ એ રહે છે કે આત્મકથાને કળા સ્વરૂપ બનાવનારું તત્વ કયું વ્યક્તિનો ઇતિહાસ એ તો આત્મકથાની સામગ્રી છે. એ સામગ્રીને ભૂતકાળનાં ધૂળ ચઢેલાં પ્રસંગોને, સારી લખાવટ તાજગી આપે એવી થોડીક તાજગી ‘બક્ષીનામા’માં હાજર છે. એ આત્મકથામાં જરૂરી છે પણ એટલા માત્રથી આત્મકથા કળા બનતી નથી. અન્ય સ્વરૂપોની માફક અહીં સામગ્રીનું કેવળ પ્રયુક્તિઓ થકી થતું રૂપાંતરણ આસ્વાદ્યતત્વ નથી. એની આસ્વાદ્યતા પડી છે તુમલ આંતરદ્વંદ્વમાં.
 • ‘બક્ષીનામા’માંથી પસાર થતાં, એનાં બાવન પ્રકરણો પૂરાં કરતાંબાવન બહારો અનુભવ થાય છે? તિલક કરતાં ત્રેપન થયાંની વ્યર્થતા અનુભવાય છે.
 • કોઇ વ્યક્તિએ આત્મકથા લખવા કે નહીં લખવાનાં સચોટ કારણો હોય છે. બક્ષીએ આત્મકથા લખવાનું કારણ આપ્યું છે તે સાવ છીછરું છે. સરેરાશ હિન્દુસ્તાની ૫૬ વર્ષ જીવે છે. પોતે ૫૬ના થયા એટલે હવે આત્મકથા લખી નાખવી જોઇએ તેમ માને છે.
 • આરંભમાં જ બક્ષી લખે છે –  ‘ગુજરાતી ભાષાના આત્મકથા સાહિત્યમાં કલાપી. ગાંધીજી, મુનશીની યશસ્વી પરંપરામાં એક સૈનિક તરીકે હું જોડાઈ શક્યો છું એનો આનંદ છે, ગર્વ છે.’ (પૃ. ૧૧) પ્રચુર માહિતીના ખાં બક્ષીસાહેબની અહીં સરતચૂક છે કારણ કે કલાપીએ આત્મકથા લખી નથી!
 • યાજ્ઞીકના કારણે હિંદુસમાજને ફટકારે છે એમાં અતિશયોક્તિ છે. વિભીષણના પાત્રને અન્યાય કરી બેસે છે. ‘વફા’ શબ્દ હિંદુ નથી, હિંદુઓ વફાદાર નથી. ૮૭% હિંદુઓ હોવા છતાં સતત હારતા રહ્યા એવાં તારણો લગી પહોંચી જાય છે.
 • કલકત્તાની દુકાને બેઠેલા બક્ષીને ગુજરાતી વેપારી હોવાના કારણે બે બંગાળી છોકરાઓ ધમકાવી જાય છે ત્યારે અનુભવે છે કે પોતે જાણે જર્મનીમાં યહૂદી હોય, કલકત્તા પરનો પ્રેમ ઓસરી જાય છે.બે બંગાળી છોકરાની હેરાનગતિથી કંટાળેલા બક્ષીએ ભારતીય મુસ્લિમો સંદ્રભે વિચાર્યુ હોત તો બાબરીકાંડ કે ગોધરાકાંડ વખતે પ્રગટ થયેલી એમની પ્રતિક્રિયાશીલ વિચારણા હોત ખરી? આપવડાઈમાંય અતિશયોક્તિ વંચાય છે.
 • સાહિત્યમાં માનપાન વિશે બેફિકર છું એવી ડંફાશનો (‘પેરેલિસિસ’ઇનામ સંદ્રભના) આવા વિધાનો છેદ ઉડાડે છે. વળી, બક્ષીના સમગ્ર સાહિત્યપ્રદાનને લક્ષમાં લેતાં પણ એમનો આ દાવો સ્વીકારી શકાય એવો નથી.
 • ‘બક્ષીનામા’માં ગૌણ ચિત્રોમાં વડીલોનાં અહોભાવપૂર્વકનાં આલેખનો છે. સુદીર્ઘ દામ્પત્ય ભોગવનાર બક્ષી આત્મકથામાં એમનાં પત્ની બકુલાબહેનને હાંસિયામાં ધકેલી દે છે. એકાદ બે દ્રશ્યો સિવાય ક્યાંય કરતાં ક્યાંય નજરે પડતા નથી.
 • એવી જ રીતે સોળ વર્ષ પછીના નાનકડા નિવેદનમાં એમને દીકરી રીવા યાદ આવે છે.
 • જે નથી મળ્યું એનો વસવસો બક્ષીને કાયમ રહે છે.
 • ‘બક્ષીનામા’નો અસહ્ય ખંડ છે ગુજરાત, ગુજરાતી અને ગુજરાતી સાહિત્યકારોની એમણે કરેલી ટિપ્પણીઓ વાળો. આપણે ત્યાં જો કોઇ બિનગુજરાતીએ આવું લખ્યું હોય તો મોટો વિવાદ થઈ જાય. (આ વિશે ભરત મહેતા એ પૃ-૫૬, ૩૪, ૮૪, ૨૩૫, ૪૩૦, ૩૭૪, ૩૭૫ વગેરેમાંથી સવિસ્તાર અવતરણો ટાંક્યા છે જે અહિં ટાઈપ કરતો નથી)
 • પોતે ડીઘાનો દરિયો, દક્ષિણ ભારતના T-Estate કે ઇંગ્લેન્ડ જોયા વિના આલેખેલા એની ગૌરવભેર વાત કરે છે. પણ ગુજરાતી વછેરાલેખકો ‘લોકેશન’ પર જઈને જોયા વિના લખી શકતા નથી એમ નોંધીને લખે છે કે – ‘લખે તો એની ગુણવત્તા સેનેટરી ટોવેલ’થી વધુ નથી. (પૃ ૩૪૧)
 • થોડાંક સ્થાનો બાદ કરતાં ‘બક્ષીનામા’માં સપાટી પરનાં છબછબિયાં વધારે છે. દુર્ભાગ્યે આપણે ત્યાં એનોય એક મોટો વાચકવર્ગ છે. બહુશ્રુતતાનો ધસારો, અંટસંટ તત્વજ્ઞાન, ‘સાહિત્યકારોને અપ્રિય છું, લોકોને પ્રિય છું’ નો લવારો આત્મકથાને આંતરે છે. પોતાની શક્તિઓ વિશેના આત્યંતિક ખ્યાલ એમને બકવાસ સુધી ઘસડી જાય છે. એકાદ બે સારી નવલકથાઓ, થોડીક વાર્તાઓ અને માહિતીપ્રચુર પત્રકારીલેખો એમનું સરવૈયું છે. આ દસ્તાવેજનું સ્તર ઓળંગી શકતી, વળી દસ્તાવેજ પણ પાચો અંગત જ વધારે છે. તેથી ‘બક્ષીનામા’નું સમાજશાસ્ત્રી મૂલ્ય પણ નથી રહેતું. સુંદરમે બક્ષીને એક પત્રના જવાબમાં લખેલું – “તમારો બકવાસ મળ્યો, લાક્ષણિક છે.” ‘બક્ષીનામા’માંથી પસાર થયા બાદ મારે પણ સુંદરમના વિધાન નીચે કેવળ સહમતિની સહી જ કરવાની રહે છે.   
~ અમૃત બિંદુ
‘બક્ષીનામા’ મારી અંતિમ કૃતિ છે કે નહીં, મને ખબર નથી. મારે મારી આત્મકથામાં શું લખવું અને એ કેમ લખવી એ વિષે પણ અમુક વાચકોએ મને ધમકાવીને સલાહો આપી છે. વાચક માલિક છે, કોઇ શિકાયત નથી. પણ આ જિંદગીની વાર્તા તો પૂરી થવા આવી છે. આવતા ભવ ખ્યાલ રાખીશ….
મને તો એક જ વાતની ખબર છે. મારા પ્રિય કબીરની ભાષામાં કહું તો … સાંચી બાત કહૌ મૈ અપની, ભયા દિવાના ઔર કી સપની ( હું તો મારી પોતાની સાચી વાત કહું છું. તમારે મને દીવાનો કે સ્વપ્લદર્શી જે સમજવું હોય એ સમજજો.)
^ (ધારાવાહિક રૂપે પ્રકાશિત થઈ રહેલ ‘બક્ષીનામા’નો  ૪૦માં  પ્રકરણે પ્રવાહ અટકાવ્યો’તો ત્યારે બક્ષી સાહેબે વાચકોને પત્ર લખ્યો’તો એમાંથી….. )


22 ટિપ્પણીઓ

Filed under ગુજરાત_ગુજરાતી, વૃતિ - પ્રવૃતિ, સમાજ, સાહિત્ય, Baxi Babu - Chandrakant Baxi

22 responses to “બક્ષીનામા : આપવડાઈથી છલકતો અંગત દસ્તાવેજ

 1. આ મોરારી બાપુ કોણ છે?

 2. Dear ભરત મહેતા ,
  “તમારો બકવાસ મળ્યો, લાક્ષણિક નથી.”

  Thanks and regards,

  Kunal

 3. Envy

  People who look back, people who wait and care for other’s opinion about self – have never progressed.
  When alive, Baxi never cared for any xyz, why should we now!!???

 4. આપણા દેશમાં રામસીતાની અતિશય ચાવાઈ ગયેલી વાર્તાઓ કહીને કરોડો ભેગા કરી લેનારા બાપુઓ ખૂબ છે.બક્ષી મોરારીબાપુને કદી મોરારિબાપુ કહેતા નહિ.મોરારીદાસ હરીયાણી કહેતા.એ વાત મોરારીબાપુના અચેતનમાં ખટકતી હશે તેનું નિરાકરણ અસ્મિતાપર્વમાં આવી રીતે કરતા હશે.Bakshi was lion.

 5. “વાચક માલિક છે, કોઇ શિકાયત નથી !!” ભરત મેહતાએ વાંચ્યુ એને એમને જે કાંઈ લાગ્યુ ઈ વ્યકત કર્યુ. મોરારીબાપુ માટે માન છે, આ ભરત મેહતાનો અંગત મંતવ્ય હોય શકે પણ બક્ષીને કોઈ આલ્યા, માલ્યા જમાલ્યાની સર્ટીફીકેટની જરુર નથી !!!

 6. મને તો બક્ષીની લખાણ શૈલી સદા નિરસ લાગી છે. તેમની બેસ્ટ સેલર કહેવાતી બે નવલકથાઓ વાંચવાનો (કઠીન) પ્રયત્ન કર્યો. અંતે દુનિયામાં વાંચવા માટે સારા ઘણા પુસ્તકો છે એમ માનીને છોડી દીધો. હવે બક્ષીનામાનુ સાહસ કરવું કે કેમ તે વિશે વિચારું છું.

 7. Randheer Chauhan

  આ વાંચ્યા પછી હું ખુબ જ દ્રઢ થયો છું કે શા માટે આપને ૫૦૦ અને બીજા ૧૫૦ વર્ષ ગુલામ રહ્યા છીએ. ભાગી ને બખોલ માં સંતાઈ જનારાઓ, લોહી રેડ્યા પછી લોહી રેડનાર ની સામે આવો. બક્ષીજી ને ગોધરાકાંડ , બાબરીકાંડ પર સલાહ આપનાર એ વિષયો માટે એક વાક્ય કે લેખ જાહેર માં બોલવા ,લખવા ની મર્દાનગી બતાવી શકશે?

 8. yuvraj sinh rathod

  આ BOSE D K ભરત મહેતા કોણ છે?

 9. બક્ષીજી પ્રત્યે અને તેમના લેખન પ્રત્યે મને ઘણું માન છે અને આ ભરતભાઇ મહેતાની દરેક ટીકા-ટીપ્પણી સાથે હું સહમત નથી.

 10. ashraf ali

  બક્ષીની કેટલીક કટારો અને તેમના કેટલાક પુસ્તકો વાંચ્યા છે, પણ ખોટું નથી કહેતો પણ મને તેમના
  એક પણ પુસ્તકમાં ખાસ દમ ના લાગ્યો, દરઅસલ બક્ષીને ગુજરાતી વાંચકોએજ ચડાવી માર્યા હતા તેમના
  કરતા પણ સારા ગુજરાતી લેખકો હતા અને છે તેમાં કોઈ ખોટું નથી.
  મેં તેમની કટારોમાં સેક્ષ, સુંદરી અને વાઈન ની જ વાતો વધારે વાંચી છે.
  હું તમારી સાથે સંપૂર્ણ સંમત થાઉં છું, મારા ખ્યાલે બક્ષી એ પોતાનીજ વડાઈ કરવા સિવાય અને સેક્ષ, સુંદરી અને વાઈનની
  જ વાતો ગુજરાતી સાહિત્યને કઈ ખાસ પ્રદાન નથી કર્યું.

  • rajniagravat

   મી. અશરફા અલી ,

   તમે કદાચ પોસ્ટનો મર્મ સમજ્યા નથી. એમાં તમે એવું ક્યાંથી શોધી લાવ્યા કે તમે આવું લખ્યું “હું તમારી સાથે સંપૂર્ણ સંમત થાઉં છું, મારા ખ્યાલે બક્ષી એ પોતાનીજ વડાઈ કરવા સિવાય અને સેક્ષ, સુંદરી અને વાઈનની
   જ વાતો ગુજરાતી સાહિત્યને કઈ ખાસ પ્રદાન નથી કર્યું.
   ” તમારી જાણ ખાતર કે બક્ષીજી મારા માટે હમેશા આદર પાત્ર રહ્યા છે અને રહેશે. તમને જે “દેખાયું” એ કદાચ તમારી દ્રષ્ટિ પર ડીપેન્ડ છે. બાકી આ બ્લોગની શરૂઆત એટલે કે આદિ,મધ્ય અને અંતમા સૌથી વધુ મારા પ્રિય બક્ષી સાહેબા વિશે જ મળશે.
   તમે કયા કયા પુસ્તક વાંચ્યા હશે એ મને ખ્યાલ નથી પણ એમનું “ગોધરાકાંડ” પુસ્તક વાંચવાની ભલામણ ચોક્કસ કરીશ.

 11. જે ભરત મહેતા (અહીં પહેલા “ભરત શાહ” લખી નાખ્યું હતું મેં, પછી ઉપર જઈને ચેક કર્યું કે સાચું નામ શું છે) ને કોઈ ઓળખાતું નથી અને એ બક્ષીને શીખવાડશે કે આત્મકથા કેમ લખાય? પોતાની પત્નીનો ઉલ્લેખ ક્યારે કરાય? દીકરીનો ઉલ્લેખ ક્યારે કરાય? બક્ષીનામા છે કે ભરતનામા? ઉપર એક ભાઈ કહે છે કે બક્ષીને વાંચકોએ ચડાવી માર્યા હતાં. એટલે વળી શું? શું વાંચકો એમને એમના પુસ્તકોના ડબલ પૈસા ચૂકવતા હતાં? કે “ના ભાઈ તમે લખો. આ પૈસા રાખો દાનમાં” એમ ? વાંચક ડોબા લેખકને ફેંકી દે છે. એની દયા નથી ખાતો. સાચું કહું તો હું ક્યારેય કોઈ બક્ષી ફેનના સંપર્કમાં નહોતો જયારે મેં બક્ષીને વાંચવા શરુ કર્યાં ત્યારે. એટલે એમનાથી પહેલેથી અંજાઈ જવું એ મારા માટે શક્ય નહોતું. પણ મેં એમને વાંચવાના શરુ કર્યાં પછી એમના પ્રત્યે માન થઈ ગયેલું અને હું એમના ચાર-પાંચ પુસ્તકો ખરીદી આવેલો તરત. સુન્દરમને બક્ષીએ એમની લેખન-આળસ માટે એક લેખમાં તતડાવેલા. ઉપર લખેલું સુન્દરમનું વિધાન કદાચ એનું પરિણામ હશે. બાકી ઉપર જે ભાઈ કહે છે કે એમણે સેક્સ, સુંદરી અને વાઈન વિષે જ લખ્યું છે, એ ભાઈએ એમના લેખોમાં માત્ર એટલું જ વાંચ્યું છે. કણીયા વિવેચન સિવાય એ કશું નથી. હા બક્ષીની ય માનવસહજ ભૂલો, પૂર્વગ્રહો હશે. ક્યાં લેખકના નથી હોતા…અરે ક્યાં માણસના નથી હોતા? પણ બક્ષીની કટારો દમ વગરની હતી એ નર્યો બકવાસ છે. ભરતભાઈ મહેતા, આપવડાઈ કરવા માટે પણ કંઇક સ્ટફ જોઈએ જીન્દગીમાં. સત્ય એ છે કે ગુજરાતને ગૌરવ લેવા જેવા અમુક લેખકોમાં બક્ષી છે. રહેશે. કોઈ અવગણી ન શકે. ભરતભાઈ મહેતા પણ નહિ. (આ અસ્મિતાપર્વનું એનું વક્તવ્ય એનો પુરાવો છે) તમે ભૂલો કાઢ્યા કરશો અને બક્ષીનામા વંચાતી જશે. બક્ષી વંચાતા જશે.

 12. હાલમાં બક્શીનામાંનું વાંચન ચાલુ જ છે અને હું પ્રકરણ ૩૧ પર પહોંચ્યો છું..બક્ષીએ આત્મકથાની સાથે અલકમલકની એવી એવી મસ્ત વાતો કરી છે કે ના પૂછો વાત! ગાંધીજી અને સરદાર પટેલને એમણે જોયેલા એ પ્રસંગો વર્ણવ્યા છે.ઉમરની સાથે થતા બદલાવો લખ્યા છે અને એમની વાતો એક ગુરુર છે..સ્પષ્ટતા છે..પ્રમાણીકતા છે..બક્ષીને કોઈ ન પહોંચે..બક્ષી એટલે બક્ષી

 13. આત્મકથા લખવા માટે લેખક થવાની પણ જરૂર નથી.કોઈ પણ સામાન્ય માણસ લખી શકે છે.એમાં મ્યુનિસિપાલિટીની ઓફિસમાં જઈને લાઈસન્સ લેવું પડતું નથી.ચાર્લી ચેપ્લિન કહેતો હતો: મને એક બગીચો આપી દો,એક ખૂબસૂરત છોકરી અને એક પુલીસનો માણસ…અને હું ફિલ્મ બનાવી આપું!આત્મકથા લખવા માટે લેખક પાસે ગેંડાની ચામડી જોઇએ(ગુજરાતીમાં ખાસ) અને અંદર પતંગિયાનો આત્મા ફફડતો રહેવો જોઇએ.અને આત્મકથા ને ગાળો બોલનાર પાસે પતંગિયાનું ચામડું અને ગેંડાનો આત્મા જોઇએ.જોકે બિચારા ગુજરાતી નુક્તચીની માટે ગેંડો બહુ મોટું પ્રાણી ગણાય.ભુંડ ચાલી શકે…….ચંદ્રકાંત બક્ષી.(બક્ષીનામા,પ્રકરણ ૩૨)

 14. ASHOK M VAISHNAV

  શ્રી ચન્દ્રકાંત બક્ષી પરપરાભંજક [iconoclast] અને આખાબોલા [would call a spade a bloody spade] હતા, એટ્લે તેમના પ્રશંસકો કરતાં નાપસંદ કરનારાઓની સંખ્યા સ્વાભાવિકપણે વધારે જ હશે. જો કે તેમને પસંદ કરતી લાગણીઓનો સરવાળો તેમને નાપસંદ કરતી લાગણીઓના સર્વાળા કરતં જરૂર ઘણો વધારે હશે.

 15. Jignesh Rathod

  બક્ક્ષીજી એ સેક્સ વિષે લખ્યું છે અને દિલ ફાડી ને લખ્યું છે. બક્ષીજી ની સેક્સ ની વાતો માં ક્યાય પણ વ્યભિચાર કે મુક્ત સેક્સ ને સીધું કે આડકતરું પ્રોત્સાહન નથી. જે દરેક માણસની Basic instinct છે એની વાતો કરી છે એમણે. કુતરાના અને પુરુષના સેક્સ માં તફાવત હોવો જોઈએ નહિ ક જ્યાં જે મળ્યું એ દ્ફાડી ખાધું . “શિષ્ટ માં શિષ્ટ પુરુષ માં શિકારી નો આત્મા રહેલો હોય છે”, આં બક્ષી સાબ જ લખી શકે. સેક્સ અને વ્યભિચાર નો તફાવત સમજો, ના સમજતો હોય તો બક્ષી સાબ ને વાંચો (સ્ત્રી વિષે ).

 16. Urvish Kothari

  Rajnibhai,
  Though I like some of Chandrakant Baxi’s work, I agree with Mr Bharat Mehta on many of Baxi’s work. Baxi was fundamentalist as apparent from many chapters of Baxinama, as mentioned by Mr Bharat Mehta. He also almost worshiped Narendra Modi after Godhara-kand. Not only Narendra Modi but he had a habit to worship any chief minister of Gujarat in power.
  Urvish Kothari

 17. raj

  સારી બાબતોનું પણ વિવેચન કરવું હતું ને ,તેમનાં પાલનપુરના બાળપણની વાતો ,20 થી 40 નાં દશાકની બ્લેક અનેડ વાઈટ જેવું રંગીન જીવન, તેમના કલકત્તાનું જીવન અને તેમના રૂહાની અનુભવોની તો વાત જ નથી કરી તમે !! .ફક્ત આવી નેગેટિવ બાબતો જ દેખાઈ? માટે જ બક્ષીએ સર્વથા સાચું જ કહ્યું છે ‘બક્ષીનામા’માં લખ્યું છે કે ”ગુજરાતી સાહિત્યમાં દુકાળ પ્રવર્તી રહ્યો છે તેથી મેં કદી મારો કોઈ પ્રતિસ્પર્ધી જ નથી માન્યો.”

 18. Sanjay joshi

  Call please

  Sanjay joshi
  Additional collector
  Gandhinagar

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s