દુર્યોધન પર (સંજય) દ્રષ્ટિ !


જેમ પીને વાલે કો બહાના ચાહીયે એમ જ (ભાંગ યા ચંદન?) ઘીસને વાલે કો ‘પાણા’ ચાહીયે ! એવી જ રીતે આપણે તો ભૈ બ્લોગ પોસ્ટ ઘસી મારવાના મૌકા જ ગોતતા હોઈએ ને?

આવો મૌકો મને  ૨૦ જૂન ૨૦૧૧ના મારા એફ.બી. સ્ટેટસ પરથી સાંપડ્યો. આ રહી એ વિગત –

 • Rajni Agravat

  અસંતોષ: શ્રિયોમૂલં તસ્માત્તં કામયામ્યહમ.

  અસંતોષ એ જ શ્રીનું મૂળ છે; એટલે હું અસંતોષની કામના કરું છું – દુર્યોધન.

  (કૃષ્ણ અને માનવસંબંધો – હરીન્દ્ર દવે)

^ સૌ પ્રથમ તો બધા લેખકો કહી ગયાએ જ વાત દોહરાવુ તો શા માટે આપણે કોઇપણ વ્યકતિત્વને બ્લેક & વ્હાઈટમાં જ જોવાનો દુરાગ્રહ રાખીયે છીએ? ગ્રે (નોટ ગે ;))ને સાવ   કાઢી નાંખવાનો? ખરેખર તો (ગ્રે કલર) એ જ સાચી ઓળખ છે.  રતાંધળાની જેમ ગ્રે-આંધળાપણાને કારણે થાય પણ એવું કે  જ્યારે સર્વસ્વિકૃતીથી  વ્હાઈટ ખપાવી દીધી હોય એની નબળી બાજુ ઉજાગર કરો કે પછી બ્લેકના સબળા પાસાનું સમર્થન કરો  ત્યારે લોકો તમને શંકાની સોય ઘોંચાવી હેરાન કરવાનો મૌકો જતો કરવા માંગતા નથી!

એની વે, વાત દુર્યોધનની કરીયે તો આપણે કબુલવુ જ રહ્યું કે એ  બહાદુર યોધ્ધો હતો કોઇ કૂટીલ રાજકારણી/જુગારી નહીં. જ્યારે કુટુંબના જ સભ્યોએ જ એને સપોર્ટ ન કર્યો અને હંમેશા એ ખોટો છે એવા આક્ષેપો.આરોપોથી એને અકળાવી મૂકે ત્યારે આખરે શકુનીના શરણે ન જાય તો શું કરે? ધૃતરાષ્ટ્ર પણ એનો “યુઝ” કરીને જે એને મળ્યુ ન હતું એ વર્ચ્યુલી/પરોક્ષ રીતે પામવા માટે જ એને ટેકો દઈને ચડાવતો હતો.

દુશ્મન પક્ષની છાવણીમાં કુંતી રહે છે એ જ એની પ્રમાણીકતા (!)નું મોટુ સર્ટીફીકેટ નથી? જસ્ટ થીંક કે એની નિયત પર શક હોત તો કુંતી ત્યં રહેત કે એને કોઇ ત્યાં રહેવા દેત?

યુધ્ધમાં પણ એના પક્ષે બધા અપ્રમાણીક(?) જ આવ્યા! પોતાની મજબુરી અને એ પણ સમાજ/ઇતિહાસ/રોટી/વચન જેવા અંગત કારણોને લીધે  એ લોકો દુર્યોધનના પક્ષેથી યુધ્ધ કરતા. એ લોકોમાં ના તો એ હિંમત હતી કે દુર્યોધનનો પક્ષ છોડીને સામે પક્ષે  જાય કે ન તો  પુરી નિષ્ઠાથી યુધ્ધ કરે! અર્જુન પક્ષે ભલે ઓછા સૈનિકો પણ તેઓ પાંડવોને/અર્જુનને સમર્પિત હતા, જ્યારે દુર્યોધન પાસે ઢગલાબંધ  સૈનિકો હોવા છતાં નિષ્ઠાવાન બહું જ ઓછા હતા.

હું મહાભારતનો કોઇ અભ્યાસી નથી બાકી જેમ કહેવાય છે ને કે દ્રૌપદીએ “અંધે કા પુત્ર અંધા” કહીને જ  ‘મહાભારત’ નો પાયો નાંખ્યો છે તો પણ એઝ યુઝવલ દોષનો ટોપલો દુર્યોધન પર!

જુગાર રમવા યુધિષ્ઠીરને બળજબરી કરવામાં આવી ન હતી કે ન તો “જે જે” હોડમાં મૂક્યુ એ મૂકવા માટે કોઇ બલ પ્રયોગ કરવામાં આવ્યો’તો.

છળ-કપટ માટે પણ હંમેશા સાઝીશપૂર્વક આ પક્ષને જ બદનામ કરવામાં આવ્યા છે પણ છળ-કપટ પાંડવો પક્ષે કેટલા થયા હતા? અરે! એક પણ યોધ્ધાને આ લોકો “ટ્રીક” વગર હરાવી કે હણી શકે એમ ન હતા.

દુર્યોધન સાચો મર્દ હતો એણે  અપહરણ-બળાત્કાર જેવા “નંપુસકતા વાળા”  કાર્યો કર્યા હોય એવું જાણવામાં આવ્યું નથી.

અંતમાં ફરી કહું તો મને એની બે વાત તો સૌથી વધુ સ્પર્શે કે એણે કર્ણ સાથે મૈત્રી કરી એ પણ નિ:સ્વાર્થ ભાવે અને બન્નેએ મરણપર્યંત નિભાવી બીજુ કે એણે અગર યુધ્ધ કર્યુ તો કોઇના ખભે રાખીને બંદુક ફોડી નથી! (અહીં ધનુષ્ય-બાણ વાંચવું). આ એવો  વીર હતો જેને નિયતિએ અને આપ્તજનોએ ભટકાવ્યો નહિંતર એને જો યોગ્ય સારથી મળ્યો હોત તો કુછ ઓર બાત હોતી!

~ અમૃત બિંદુ ~

જાનામિ ધર્મમ ન ચ મે પ્રવૃત,
જાનામ્ય-ધર્મમ ન ચ મે નિવૃત .

^ હું તો આને પ્રામાણીક કબૂલાત ગણું છું.

Update –

* દુર્યોધને યક્ષરાજની પુત્રી પર અપહરણ અને બળાત્કારની કોશિશ કરી હતી જેને પાંડવોએ છોડાવેલી => નિરવ પંચાલનો SMS

* દ્રૌપદીના સ્વયંવર વખતે ધ્રુષ્ટદ્યુમન  દ્વારા પરિચય વિધિમાં સૌ પ્રથમ દુર્યોધનનું નામ લેવાયુ હતું, કૃષ્ણનું વચ્ચે લેવાયુ હતું.

=> કૃષ્ણ અને માનવસંબંધો – હરીન્દ્ર દવે

Advertisements

6 ટિપ્પણીઓ

Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, ધર્મ, વૃતિ - પ્રવૃતિ, શ્રધ્ધા-અંધશ્રધ્ધા, સમાજ, social networking sites

6 responses to “દુર્યોધન પર (સંજય) દ્રષ્ટિ !

 1. વેલ,વિલન વગર હીરો ‘હીરો’ નથી બનતો…

  ક્રીસ નોલાનની બહુચર્ચિત ફિલ્મ ડાર્ક નાઈટનો સંવાદ છે-“બેટમેન,આપણે બંને એકબીજાની જરૂરત છીએ.મારા વગર તું કઈ જ નથી.”

  એ જ રીતે,ઉરુભંગમ નામનું વિખ્યાત નાટક મહાકવિ ભાસે લખીને એને કલ્પનાતીત ઊંચાઈ આપી છે…

 2. bhadrayu vachhrajani

  હમણાં પૂજ્ય મોરારીબાપુ એ થઈલેન્દ માં આખી કથા કરીને રાવણના સદગુણો ગણાવ્યા અને સ્પષ્ટ કરી દીધું કે દરેક માથાવાળો માનસ સારા અને નરસા બંને ગુનો ધરાવે જ છે..પરિસ્થિતિ મુજબ એ ગુણો અભિવ્યક્ત થાય છે…તેમાં કોઈ નો દોષ નથી,..આ પણ નિયતિની એક રમત છે…!!!! રજની જી એ વર્ણવ્યા તેવા ગુણો તો લગભગ બધાના હોય જ છે… જરા, વધુ લાગે તેવું કહું ?..લાદેને માર્યા પછી તેના છોકરાઓ ને લખ્યું છે કે હું બાપ તરીકે નિષ્ફળ ગયો છું અને તમે ક્યારેય ત્રાસવાદી પ્રવૃત્તિ માં ના જોડાશો !!!!!!.

 3. આ બધા માં એક ફેક્ટર છે, (મારા ફેવરીટ) શ્રી કૃષ્ણ!
  એમનું સામેના પક્ષ માં હોવું દુર્યોધન ને વાયડું પડી ગયું!

 4. nirlep bhatt

  છળ-કપટ માટે પણ હંમેશા સાઝીશપૂર્વક આ પક્ષને જ બદનામ કરવામાં આવ્યા છે પણ છળ-કપટ પાંડવો પક્ષે કેટલા થયા હતા? અરે! એક પણ યોધ્ધાને આ લોકો “ટ્રીક” વગર હરાવી કે હણી શકે એમ ન હતા….ok, agree. but it began from abhimanyu vadh…afterwards, all rules were breached by both parties….dhrushtdhumn (chief senapati of pandavas) confirmed with bhishma in pre-war meeting that pandavas would not brake any rule at first, but if kaurava did, there is no guarantee of following the rules… .& that happened exactly, subsequently.

  I, personally consider both arjuna & duryodhan same..both were like child, both never acted independently …but arjuna had great faith in krishna, while duryodhan did nt have faith even in shakuni, he was highly insecure at many places…arjuna was modest, while duryodhan was egoistic…so, faith & modesty were key factors….Apart from that, duryodhan was mahaveer, as quoted by krishna himself, a number of times.

  But i like that, grey colour part of your post… recently, I read that bhishma himself was such an egoistic about his “pratigna” (that whoever will rule hastinapur, will be equal to my father), that he did not intervene & allowed so many unwanted happenings & kuruxetra war. remember, krishna told arjuna when he took an oath to kill jayadrath b4 sunset – “tum bharatvanshio ko pratigna lene ka itna shokh kyu hai???” 🙂 😀

  I consider, dhrutarashtra only as real culprit, for whom, I don’t think, “grey colour”, view as mentioned above applies, similarly, it does not apply to mahatma vidur, totally self-less character..!!…..Our present PM, is comparable to dhrutrashtra…:( sadly there is no likes of vidur around him…:(

  • rajniagravat

   નિર્લેપબાબુ ,
   ક્યા ખૂબ કહી, અત્યારના ધ્રુતરાષ્ટ્ર વિદુર કે વિદૂષી નહિ પણ વિદેશીથી ઘેરાયેલ છે. . .હા હા .
   બાકી તમે એક એક પાત્રનું સચોટ નિરૂપણ કર્યું છે એટલે એગ્રી બોસ !

 5. રજનીભાઈ……વાત સાચી કે એ હતો બહાદુર યોદ્ધો…….પણ મારા મત મુજબ એનું અભિમાન એના પરાજય માટે વધારે જવાબદાર પરિબળ છે…..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s