“અસૂર્યલોક” ભગવતીકુમાર શર્મા


* જે કહેવાતું હોય તેને આપણે સાંભળતા નથી. આપણે આપણા જ ઘોંઘાટને સાંભળીયે છીએ. આપણાં શિક્ષણ, પૂર્વગ્રહો, વલણ, પ્રત્યાઘાતોને બાજુએ મૂકવાં એ અતિશય મુશ્કેલ છે. શબ્દોથી પર જઈ તત્ક્ષણ સમજ મેળવી શકીએ એ રીતે સમજવું ઘણું જ કઠિન…. – કૃષ્ણમૂર્તિના આ શબ્દો શા માટે તેની આસપાસ હંસોના શુભ્ર વૃન્દની જેમ ચકરાયા કરતા હતા?

* નિગમશંકરે કહ્યું : “રથી, આ નવી વિદ્યા તો સાત દરિયા પારથી આવી છે આપણી ભૂમિ પર. અવિદ્યાનું જાડ્ય ઘણું વધી પડ્યું છે આપણે ત્યાં. આ નવી વિદ્યા નવું અજવાળું લાવી છે. હું થોડો વહેલો જનમ્યો, નહિં તો આ વિદ્યા પણ શીખત. વીજળીના દીવા, થાળી વાજું અને તેની તાવડી, મોટર,એ બધું ગોરઓ લાવ્યા છે, એ તો ભૌતિક સાધન-સંપત્તિ છે, પણ જ્ઞાનની નવી સીમાઓ તેઓએ ઉઘાડી છે… ભણવા માટે હું કાશી ગયો; તિલક વિલાયત કેમ નહિં જાય?”

“પણ તિલકના બાપુ, લોકો કહે છે કે અંગ્રેજી ભણેલાઓ બગડી જાય છે, સાચી વાત?” ભાગીરથીએ પૂછ્યું.

“મારા બાપ ક્યાં અંગ્રેજી ભણેલા હતા? છતાં બગડવામાં એમણે કશી મણા રાખી નહોતી! એમનો દિકરો હોવાનું મને ગૌરવ નથી. એમનામાં વિવેકબુધ્ધિ હોત તો ઘડપણમાં ધોડે ચડી નવી માનો ભવ….”

* તેને વિચાર આવ્યો : વાડામાં પારિજાતના ઝાડની બાજુમાં ચોપડીઓનું એક ઝાડ ન ઉગાડી શકાય? હું એને પાણી પાઈશ. બાપુજી ખાતર આપશે. બા ચકલાંથી તેને છેટું રાખશે, ઝાડના થડની બખોલમાં હું મારા ચશ્માં મૂકી રાખીશ. ઝાડને છાંયડે બેસીશ. ટપ્પ દઈને ખોળામાં ચોપડી પડશે. બખોલમાંથી ચશ્માં કાઢી હું તે વાંચવા બેસી જઈશ.

* લડી લે, ટક્કર ઝીલી લે, સામી છાતીએ ઘા કર અને ઘા ખમી લે.

~ અમૃતબિંદુ ~

જન્મભૂમિ-પ્રવાસી, મુંબઈમાં ધારાવહિક સ્વરૂપે….

પ્રથમ આવૃતિ – નવેમ્બર 1987માં…

ભારતીય સાહિત્ય અકાદમીનું પારીતોષિક….

Advertisements

3 ટિપ્પણીઓ

Filed under સાહિત્ય

3 responses to ““અસૂર્યલોક” ભગવતીકુમાર શર્મા

  1. મારી પ્રિય નવલકથા અને પ્રિય લેખક. તમે પણ મને ગમતું વાક્ય ક્વોટ કર્યું……..લડી લે, ટક્કર ઝીલી લે, સામી છાતીએ ઘા કર અને ઘા ખમી લે….

  2. રજનીભાઈ અસૂર્યલોકમાં પાત્રોના નામ પણ યાદ રહી જાય તેવા છે . જેમ કે અંબા ડોસી , નિગમ શંકર , ભદ્ર શંકર , તિલક , ગોરધન શેઠ , સત્યા …..
    અસૂર્યલોક નવલકથામાં લગભગ ૪૦૦ પન્ના હશે પણ દરેક પાનું વાચકને જકડી રાખે તેવી આગવી શૈલીથી ભગવતીકુમાર શર્માની કલમનો જાદુ છે .
    અસૂર્યલોક નવલકથાનું હિન્દીમાં પણ ભાષાંતર કરવામાં આવ્યું છે .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s