“e_વાચક(૨૦૧૧)” = તૃતિય e_magazine


ઓરકુટ પરની (અને હવે ફેસબુક પરની પણ) ગુજરાતી=મેગેઝિન, છાપા અને કોલમ નામની કોમ્યુનિટી/ગૃપ સતત ત્રીજા વરસે પણ e_મેગેઝિન નામે “e_વાચક(૨૦૧૧)” બનાવ્યુ અને દર વરસની જેમ ૨ જૂન ની ડેડલાઈન પણ સાચવી.

સૌ  પ્રથમ ડેડલાઈન વિશે વાત કરીયે તો

પ્રથમ THE READERS-2009માં બનાવ્યું એનું વિમોચન શ્રી સૌરભ શાહ દ્વારા

દ્વિતિય  e_વાચક-૨૦૧૦માં બનાવ્યું એનું વિમોચન શ્રી સલીલ દલાલ  દ્વારા

અને

તૃતિય e_વાચક-૨૦૧૧માંબનાવ્યું એનું વિમોચન શ્રી જય વસાવડા દ્વારા

^ ત્રણેય મહાનુભાવો  બીઝી શેડ્યુલની વચ્ચે અને રાતી જગો કરીને પણ ડેડ-લાઈન સાચવવા પુરતો સહયોગ આપ્યો એ કંઇ નાનીસુની વાત નથી.

હવે વાત માંડુ આ વખતની યાને ૨૦૧૧ની. પહેલા અંકના અનુભવ અને ત્રુટીઓ ધ્યાનમાં રાખીને બીજો અંક એનાથી ચડિયાતો  બનાવ્યો અને આ ત્રીજી વખતે આગલા બન્ને અંકના અનુભવથી વિશિષ્ટ બનાવવું  એવું નક્કી થાય એ સ્વાભાવિક છે.  એ માટે  કુણાલ ધામીએ ઉજાગરો કરીને  4 GB (!)નું સોફ્ટવેર ડાઉનલોડ કર્યું, પરંતુ મેગેઝિનમાં આવતી મેટર ગુજરાતી ફોન્ટસમાં હોવાથી મેળ ન પડ્યો અને એની મહેનત પાણીમાં ગઈ. એમાંથી પાર પડીને પણ કંઇ આસાન તો ન જ હતું કેમ કે એક તો કુણાલનો આગ્રહ હતો કે બને ત્યાં સુધી ડિઝાઈન ખુદ બનાવવી અને  શક્ય હોય ત્યાં સુધી ‘કૉપિ રાઇટ’ મેટરથી દુરી બનાવવી.  ત્યારબાદ નિરવ પંચાલ અને કુણાલ ધામી જામી પડ્યા કામમાં અને હું જાણું છું કે એ બન્ને છોકરા કેટલા બીઝી હતા છતાંપણ કંટાળ્યા વગર જેટલી વાર  ફેરફારનું સૂચન થયું એનું પાલન કરીને પ્રોફેશનલ ટચ આપ્યો એ બદલ કંઇ ચૂકવણી તો થવાની ન હતી પણ નાના-મોટા ખર્ચા એ વધારાના! (હોપ કે આ વાંચીને એ બન્ને  ‘ઉઘરાણી’ નહી કરે! 😉 )

એક અન્ય પણ વાત ખાસ નોંધવાની કે નિરવ પંચાલે તો મેગેઝિન માટે લેખ પણ લખ્યો હતો પણ છેલ્લી ઘડીયે એને મઠારવાનો ટાઈમ ન મળ્યો એટલે એણે ખુદ ‘બલિદાન’ આપ્યું. મારા મતે તો ‘મઠારવા’ ની જરૂર જ ન હતી પણ એ કહે કે આને તો ‘ડ્રાફ્ટ’ જ કહેવાય બાકી લેખનું બંધારણ (આદિ-મધ્ય-અંત)તો જળવાય એની તકેદારી રાખવી ખપે.

e_મેગેઝિન પ્રત્યે ઉત્કંઠા જાગે એ માટે મેગેઝિન લોન્ચ થવાને થોડા દિવસો બાકી રહે ત્યારે દર વરસે  “ટ્રેલર” જેવું પણ કરીયે જેની આ વખતેની ઝલક –

‎”ત્રીજા e_મેગેઝિન ‘e_વાચક-2011’ની અંદર-I”
દર વખતની જેમ આ વખતે પણ e_મેગેઝિન ‘e_વાચક-2011’ની અંદર શું છે એ ઝલક…ઓશો એ કહ્યું છે ને કે ધ્યાન અને સંગીત એક ઘટનાની બે બાજુ છે, અને સંગીત વિના ધ્યાનમાં કંઇક ઓછપ રહી જાય છે; સંગીત વિના ધ્યાનમાં કંઇકઢીલું અને નિષ્પ્રાણ જેવું થઈ જાય છે. અને ધ્યાન વિનાનું સંગીત કેવળ એક શોરબકોર હોય છે – લયબધ્ધ તેમ છતાં એક કોલાહલ……..^ એક મિનિટ, આ બધું શું છે? આ બધું નહી પણ આવી જ એક વાત છે આપણા ‘e_વાચક-2011’ની અંદર. પણ એ ધ્યાન વિશે છે કે સંગીત વિશે કે ઓશો વિશે કે પછી સમથીંગ એલ્સ? એ માટે તો બૉસ (અને બોસાણીઓ) 2જૂનનો ઇન્તઝાર કરવો પડે!

May 17 at 8:31pm · Like ·  2 people

“ત્રીજા e_મેગેઝિન ‘e_વાચક -૨૦૧૧’ની અંદર- ૦૨ “
ચાર્લ્સ ડિકન્સના ‘પિકવિક પેપર્સ’માં શ્રીમાન પિકવિકે પોતાના દોસ્ત સ્નોડ ગ્રાસને એક સલાહ આપી હતી: ‘વ્હેન ઇન ડાઉટ, ફોલો ધ ક્રાઉડ.’
પરંતુ આટલી સલાહથી સ્નોડ ગ્રાસને સંતોષ થયો નહીં. તેણે સામો સવાલ કર્યો, ‘પરંતુ નજર સામે બે ટોળાં હોય ત્યારે? બેમાંથી ક્યા ટોળાને મારે અનુસરવું?‘
‘ફોલો ધ લારજેસ્ટ’ પોતાના મિત્ર માટે પિકવિકનો જવાબ હાજર હતો^
આ ‘લારજેસ્ટ ક્રાઉડ’ને અનુસરનારાને રાજનીતિશાસ્ત્રમાં ‘ ડેમોગોગી’ તરીકે ઓળખાવાય છે એમ દિગંત ઓઝાએ કહ્યું છે..
હવે વિચારીયે કે આ હિસાબે આપણું મીડિયા કઈ તરફ હૈસો હૈસો કરે છે? તો એ વિશે આપણા ‘e_વાચક -૨૦૧૧’માં એક મિત્રએ વાત માંડી છે તો રેડી ફોર ધેટ ?
May 19 at 6:43pm · Like ·  2 people

“ત્રીજા e_મેગેઝિન ‘e_વાચક -૨૦૧૧’ની અંદર- ૦૩ & ૦૪ “
ચુનીલાલ મડિયાનું કહેવું છે “….ટૂંકી વાર્તા જ્યારે ‘ટ્રેજેડી’નું આલેખન કરે ત્યારે એ કોઇ પાત્રનું માથું ધડથી જુદું નથી કરી નાંખતી, પણ મોતથીયે અદકી વિષમ એવી જીવનની વાસ્તવિકતા આલેખે છે, જે વિષમતા સામાન્ય વાચકો સંવેદી શકતા નથી. તેથી જ, આજની વાર્તાઓ દુર્બોધ બનતી જાય છે, ‘એમાં કશું સમજાતું નથી’, ‘વાર્તા અરધેથી જ કપાઈ ગઈ’, એવી ફરિયાદો સાંભળવા મળે છે.
સાચી વાત તો એ છે કે ચોપડીનાં પાનાં ઉપર છપાયેલી વાર્તા પૂરી થયા પછી વાચકના ચિત્તમાં બાકીની અણલખી વાર્તા લખાવા માંડવી જોઇએ. અને એમ થાય તો જ વાર્તાનો પૂરેપૂરો રસાનુભ્વ થઈ શકે છે, એના વાચનનો પરિશ્રમ લેખે લાગે છે અને કલાકૃતિનો સંપૂર્ણ પરિતોષ શક્ય બને છે. સર્જકના જેવું જ સંવેદનતંત્ર ન ધરાવનાર વાચકો માટે ટૂંકી વાર્તાનો આસ્વાદ બેકાર છે. એવા વાચકોએ નવલકથાઓ વાંચીને જ સંતોષ માનવો રહ્યો.”^
એ હિસાબે ટૂંકી વાર્તા એ વાચક અને લેખક બંનેની પરીક્ષા લ્યે છે એવું થયું ને? આપણા e_વાચક -૨૦૧૧ માં પણ બે ટૂંકી વાર્તા છે, જોઇએ એ બન્ને વાર્તા લેખક-વાચકની કેવી’ક પરિક્ષા લ્યે છે અને શું પરિણામ આવે છે?
May 20 at 6:29pm · Like ·  5 people

‎”ત્રીજા e_મેગેઝિન ‘e_વાચક-2011’ની અંદર- ૦૫ “
અખબારો બંને રીતે ખરા અર્થમાં શિક્ષણનાં માધ્યમ છે. રોજ છાપું હોય જ, છાપાં રોજ હોવા જ જોઇએ. એના વગર ચાલે નહીં. એને સત્કારે પણ છે. લોકો હોંશથી વાંચે છે. રૂપિયા ખર્ચીને વાંચે છે.ખરચવાના ન હોય તો માંગીને વાંચે છે. માગીને ન મળતું હોય તો બીજું કોઇ વાંચતું હોય એમાં ડોકિયાં કરીને પણ વાંચે છે – એટલો સત્કાર છે !
^ નગીનદાસ સંઘવીઆ તો છાપાં વાંચવાની વાત થઈ અને એ પણ જનરલ….પણ વિદ્યાર્થીનાં વાંચન વિશે? પરિક્ષાલક્ષી કે ‘ભણવાની ચોપડી’ ની વાત નથી , વાત છે ઇત્તર વાંચનની અને એ પણ એક વિદ્યાર્થી દ્વારા લખાયેલી. => આપણા ‘e_વાચક-2011’ની અંદર. બસ જાગતે રહેના, અભી નહીં, 2જૂનના રોજ ! !
May 23 at 1:08pm · Like ·  1 person

‎”ત્રીજા e_મેગેઝિન ‘e_વાચક-2011’ની અંદર- ૦૬ “
ગઈકાલે ‘સંદેશ’માં ‘રાજ ગોસ્વામી’નો “દબંગ દેવીયાં” વિશે લેખ હતો જેમાં એમણે અલગ અલગ % દ્વારા “૧૩મી સદીમાં દિલ્હી સલ્તનતની ગાદીપરસ્ત રઝિયા સુલતાન પછી પહેલી વખત મહિલા શક્તિ ઉફાન પર છે” જેવી વાત કહી છે …..૦૨જૂન ૨૦૧૧ના રોજ આપણી કોમ્યુનાં ઈ-મેગેઝિન ‘e_વાચક-2011’ આવી રહ્યું છે ત્યારે આ ટકાવારીની વાત ત્યાં પણ લાગૂ પડે છે. કુલ્લ કૃતિમાં માનુનીઓનો ફાળો ૪૦% છે, કોઇએ વાર્તા આપી છે, કોઇએ કવિતા, કોઇએ લેખ. તો કોઇએ ઇન્ટર્વ્યૂ ….. આમ આ દેવીઓની હાજરી કોઇ સાહિત્ય પ્રકારમાં બાકી નથી, બધે પોતાનો (ઊંચી હિલ્સ વાળો) પગ જમાવીને ‘માતૃત્વ’થી લઈને ‘સોશિઅલ નેટવર્કીંગ સાઇટસ’ના ‘સાક્ષાત્કાર’ વચ્ચે ‘બગાવત’ કરતા કરતા ‘મરણ’ની પરવા વગર ‘ઉડાન’ ભરી છે !લેખનાં અંતે એમના અમુક પ્રશ્નો –

ભારતમાં એક પણ મુસ્લિમ મહિલા રાજનેતા કેમ નથી? એ પણ જોવા જેવું છે કે પાંચેય શક્તિશાળી મહિલાઓ સત્તાનો ઈસ્તેમાલ સમજદારીથી કેમ નથી કરતી? એમનામાં અનેક ખામી છે. એમની શક્તિ મહિલા ઉદયનો સંકેત નથી, છતાં એક મહિલાવિરોધી સમાજમાં એમની દબંગાઈ આશ્ચર્યજનક!

^
આપણા ‘e_વાચક-2011’ ને વાંચીને વાચકો કેવા સવાલ કરે છે એ જોવું રહ્યું.

May 23 at 4:58pm · Like ·  1 person

‎”ત્રીજા e_મેગેઝિન ‘e_વાચક-૨૦૧૧’ની અંદર- ૦૭ “
નરેશ શાહનું અલગ અલગ ક્ષેત્રની વ્યક્તિ એટલે કે ‘મહારથી’ઓની મુલાકાતનું પુસ્તક છે એમાં –>“ ૧૯૮૯ ની વાત છે.
અમદાવાદના પાલડી રેલફાટકની લગોલગ આવેલાં બેઠા ઘાટના બંગલાના મજલા ઉપર એક ટેલિવિઝિન કંપનીની ઑફિસ હતી. એ ટેલિવિઝનવાળા રાબેતા મુજબ ઉત્તમોત્તમ ટીવી બનાવવાનો દાવો કરતા. પરંતુ વર્ષો સુધી તેના ભોંયતળિયે રહેલા મકાનમાલિકે એક પણ જાહેરખબરિયો દાવો કર્યા વગર સબિત કર્યું છે કે એ ઉત્તમ કક્ષાની શબ્દગૂંથણી કરીને બેફામ વેચાય છે અને વંચાય એવી લાજવાબ નવલકથાઓ લખે છે. એમનું નામ અશ્વિની ભટ્ટ.”આવા આ લાજવાબ લેખકની એક ‘મહાનવલ’ વિશે એક વાચકે લાજવાબ લખ્યું છે જે ૨જી જૂન ૨૦૧૧ના રોજ લોન્ચ થઈ રહેલાં આપણા ‘e_વાચક’ માં વાંચી શકશો

May 26 at 6:50pm · Like ·  3 people

‎”ત્રીજા e_મેગેઝિન ‘e_વાચક-૨૦૧૧’ની અંદર- ૦૮ “
વરસો પહેલાં ગાંધીધામમાં એક રિક્ષા પાછળ વાંચ્યુ’તુ = “તું તો’જી કર !”આટલુ ચોટડુક વિધાન કેટલું બધું સમજાવે છે કે ભાઈ, આખા ગામની ફિકર નોટ , તું તારા ભાણાની માખી (ઉડાડી શકે તો) ઉડાડ, તો ય કાફી છે, વર્ના કાજી દુબલે ક્યો? તો કહે સારે ગાંવકી ફીકર જેવું થાય….ટ્રેનને ગરીબ રથ કહેવાય પણ રિક્ષાને નહીં , કેમ કે એ તો અમીર-ગરીબ જેવા ભેદભાવથી ‘સ્થિતપ્રજ્ઞ’ છે…

ટીવીમાં કોમેડી જોઇ જોઇને એવા ત્રાસી ગયા છીએ કે હવે કોઇ કોમેડીનું નામ લ્યે તો આપણને ‘રોવું’ આવે! પણ હ્યુમર ઇઝ ડિફરન્ટ થીંગ ના? અને એના વગર તો જીવન (ઉજ્જડ) વન સમાન ભાસે એટલે આપણા ૨ જૂન ૨૦૧૧ના રોજ આવી રહેલા ‘e_વાચક-૨૦૧૧’માં પણ હ્યુમર આર્ટીકલ છે જે વાંચીને હળવાફૂલ થઈ જશો એની ગેરંટી લઉ ? !

May 31 at 12:29pm · Like ·  2 people

 ‎”ત્રીજા e_મેગેઝિન ‘e_વાચક-૨૦૧૧’ની અંદર- ૦૯”
(બધે આવતી હોય એમ) આપણે ત્યાં આપત્તિ તો આવતી રહે છે પણ એ અંગે પ્રજા અને (પ્રજાના રખેવાળ માનતી) સરકાર જાગ્રત હોવાના બદલે હંમેશા ઉંઘતી જ રહે છે. કુદરતી આપત્તિની સામે આપણે કેવા સજાગ છીએ કે રહેવું જોઇએ એ અંગેનો લેખ, આપણાં ‘e_વાચક’ માં…..

May 31 at 7:07pm · Like ·  2 people

 ‎”ત્રીજા e_મેગેઝિન ‘e_વાચક-૨૦૧૧’ની અંદર- ૧૦ “
અત્યારે તો મામાનો મહિનો એટલે કે વેકેશન ચાલે છે પણ માં-બાપ ઉપ્સ સોરી સોરી પેરેન્ટસની લેફ્ટ રાઈટ તો ક્યારની ચાલુ થઈ ગઈ હશે અને રડ્યા ખડ્યા કોઇ હશે તો એની હવે થશે. શેના માટે એડમીશન માટે, પણ રામગઢકે વાસીઓ અગર ચૈનકી નિંદ લેના ચાહતે હો તો આપણા ‘e_વાચક-૨૦૧૧’માં એક એવો આર્ટીકલ છે જે વાંચીને કહી ઉઠશો કે વૉટ એન આઈડિયા સરજી!

June 1 at 11:53am · Like ·  1 person

“ત્રીજા e_મેગેઝિન ‘e_વાચક-૨૦૧૧’ની અંદર- ૧૧ “
કિ-પેડ, કિ-બોર્ડના જમાનામાં લેટર લખાતા નથીનો રાગ તો આપણે સાંભળી-સાંભળીને ‘બોડા’ થઈ ગયા છીએ કેમકે એ લોકોને એ ખબર નથી કે પત્ર લખવો એ પ્રેમ કરવા જેવી જ કદી ન સુકાય એવી લાગણી છે.ઘણીવાર પત્ર ખોટા એડ્રેસે પણ જતો રહે છે તો ઘણીવાર તો એમાં એડ્રેસ લખાય એ પહેલા જ એ વ્યક્તિ સ-દેહે એ પત્ર વાંચવા હાજર નથી હોતી.જરૂરી નથી કે પત્ર માત્ર પ્રેમી/પ્રેમીકાને કે પતિ/પત્નિ (હાય !…. હાય !) ને જ લખાય. કોને કોને લખાય એ લીસ્ટ અહીં લખીને લાં..બી લચક વાત ન કરતા ટૂંકમાં એટલું જ કે વરસો પહેલા એક પત્ર લખાયો, પરંતુ એ સંજોગોવશાત આજે એ પત્ર માત્ર પત્ર ન રહેતા શ્રધ્ધાંજલીનું પણ સ્વરૂપ ધારણ કર્યું છે જેના માટે બસ હવે વધુ વાટ જોવી નહી પડે, ગણતરીના કલાકોમાં આવી રહ્યું છે આપણું ‘e_વાચક-૨૦૧૧’

June 1 at 6:03pm · Like
~ અમૃતબિંદુ ~

જે મારી પ્રશંસા કરે છે, એ મારા શુભેચ્છકો છે અને જે મારા દોષ બતાવી મને ટપારે છે એ મારા શિક્ષકો છે. (ચીન)

આ છેલ્લી કહેવત વાચકોને સમર્પિત છે !<= જય વસાવડા

^ જય વસાવડાનાં પુસ્તક “સિનેમા અને સાહિત્ય”માં સમાવેલ  ‘સ્પેક્ટ્રોમીટર’ના ૧૦૦મા શતકીય લેખની લાસ્ટ લાઇન્સ.

Advertisements

9 ટિપ્પણીઓ

Filed under ગુજરાત_ગુજરાતી, વૃતિ - પ્રવૃતિ, સમાજ, સાહિત્ય, social networking sites

9 responses to ““e_વાચક(૨૦૧૧)” = તૃતિય e_magazine

  1. Narendra

    Congratulations to whole team and all writers too. Wish them best in future and would like to see more improved writing too.

  2. પિંગબેક: ઈ-વાચકમાં “રીક્ષા અને રીક્ષાવાળાઓ” « હું સાક્ષર..

  3. રજનીભાઈ, મેગેઝીન બનાવવાની આખી પ્રક્રિયા દરમિયાન તમારી લોં પ્રોફાઈલ રહેવાની આદત તમને ખરા અર્થમાં હાઈ પ્રોફાઈલ બનાવે છે.

  4. આ તો એવું થાય કે બધા અમ્પાયર,પ્લેયર,કોમેન્ટેટર વગેરેને જુએ,પણ મેચ રેફરી પાસે આખુસ અર્વૈયું હોય…હા હા…સમગ્ર ટીમને અભિનંદન,ખરેખર સરસ કામ કર્યું છે….

  5. પિંગબેક: ઈ-વાચકમાં “રીક્ષા અને રીક્ષાવાળાઓ” | | GujaratiLinks.comGujaratiLinks.com

  6. રજનીભાઈ , e વાચક – ૨૦૦૯ અને e વાચક – ૨૦૧૦ ની લીંક કદાચ ડીલીટ થઇ ગઈ છે , જો ફરી આપી શકો તો મજા પડે !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s