ચપ્પલ ચેપ્ટર


પ્રિ-સ્કૂલ યાને બાળમંદિરના ટેણીયાને પણ જો સવાલ પૂછીયે કે જ્યોર્જ બુશ- ચિદમ્બરમ – જીંદાલ – યેદુરપ્પા – બિહાર સ્પીકર – અડવાણી – (સુપ્રિમ કોર્ટ તેમજ રાજકોટના ) બે જસ્ટીસ વચ્ચે શું સામ્ય છે? તો તેઓ કદાચ જવાબને બદલે આપણા પર ચપ્પલનો ઘા કરે!

આ બધા કિસ્સાઓ પાછળ કંઇ સસ્તી પબ્લીસીટી સ્ટંટ નથી લાગતુ. બીજુ, આ બધા કિસ્સામાં ભોગ બનનાર(!) મોટુ માથું છે અને પ્રહાર કરનાર મધ્યમવર્ગીય માનવી છે. આ પહેલાના બનાવોને ઝીણવટથી વાંચ્યા નથી એટલે આ ઘટનાઓમાં કઈ માનસિકતા છે કે આ કિસ્સાઓમાં શું “કૉમન” છે એ અંગે કંઇ છપાયુ હોય તો ધ્યાન બહાર છે પણ આજે વિચારૂં છું કે આમ કેમ બને છે?

મધ્યમ માનવીના ખ્વાબ એટલા ઊંચા હોય અને તકલીફ કઠણાઈઓ  ખાઈ જેટલી ઊંડી હોય છે કે તેઓને એમ લાગે છે મારી દરેક મુશ્કેલીઓના હલની આડશમાં કોઇને કોઇ ઊભુ છે. અને આ કોઇને કોઇ એટલે સ્વાભાવિક છે કે રાજકારણીઓ જ દેખાય. મહદાંશે આક્ષેપ કે અનુમાન સાચુ જ છે ને?આમ કોઇ ને જોડાથી જૂડીને પોતાનું કામ કે ધ્યેય સિધ્ધ નથી થવાનો એટલું તો એમને જ્ઞાન હોય જ છે પણ જીવનની ઘણી એવી ઉત્તેજનાત્મક પળો હોય છે કે ત્યાં આપણું દિમાગ (ઇવન દિલ પણ) સાથ આપતું નથી, બસ થઈ જાય છે. મને લાગે છે કે એમનાથી એ ઘડીએ માત્ર  પોતાના ગુસ્સા-આક્રોશને વ્યક્ત કરવા સિવાય કશું દેખાતુ કે વિચારાતુ નહી હોય.

આનાથી નેતા લોકોએ પણ વિચારવા જેવું છે કે તેઓ પોતાના માટે ગમે તેટલી જડબેસલાક સીક્યોરીટીની વ્યવસ્થા કરે ઇવન કાલ સવારે અગર તેઓ જાહેર સભાઓ કે પ્રેસ મીટમાં ઉઘાડા પગે બોલાવે તો પણ જ્યારે ભૂખ્યાજનોનો જઠરાગ્ની જાગશે કે તક્ષકને જો દંશ દેવો હશે તો ક્યાંયથી પણ એ પોતાની વ્યવસ્થા કરી લેશે.

આમ આદમી આ પ્રકારના રસ્તા અજમાવે તો એવો વર્ગ પણ છે કે જે દરેક ઘટનામાં પોતાના ધંધા/કાર્યને વિસ્તાર કરી શકે (આપણા સ્વજનના અવસાનની નોંધ છાપામાં વાંચીને ન ઓળખતા હોય એવી સંસ્થાના લોકોના ‘દાન-પૂણ્ય’ કરાવવાના ફોન-પત્ર આવે જ છે ને?! ) એવો એક દાખલો આ લિન્ક પર મળી શકશે કે આ ન્યૂઝની સાથે સાથે શુઝની જાહેરાત છે!

તો એવો વર્ગ પણ છે કે જે  “જૂતા મારો” ટાઈપની ગેમ બનાવી આપણને વર્ચ્યુલી જોડા જૂડોના મૌકા આપે છે, જેથી આપણે ત્યાં સુધી લાં..બા પણ ન થવું પડે અને આપણી મનોકામના પણ પૂર્ણ થઈ જાય 😉

~ અમૃત બિંદુ ~

2010માં ચિદમ્બરમ પર જનરૈલ સિંઘ દ્વારા જૂતા ફેંક થઈ’તી ત્યારે મેં  ઓરકુટ પર પૂછ્યુ’તું –

ગાંધીજીને ગોળીમારનાર ગૉડસે, ચિદમ્બરમ પર જુતાબાજી કરનાર જનરૈલ સિંઘ, બુશ પર જૂતા ફેંકનાર અને આવા બધામાં એ સામાન્ય છે કે તેઓ સીધી યા આડકતરી રીતે પત્રકારત્વ સાથે સંકળાયેલ છે.. યા તો પત્રકારત્વની ઓથ લીધી છે.. આના પાછળના કારણો શું હોય શકે? અખબારી આલમનો આક્રોશ, અપરાધ કે અન્ય કંઇ? 

કુણાલ ધામીનો જવાબ (ગમ્યો’તો) –

May be they are more aware towards the issue compared to layman so, they may be having more anger towards the culprit and hence the outburst.

Advertisements

1 ટીકા

Filed under રમૂજ, વૃતિ - પ્રવૃતિ, સંવેદના, સમાજ, media

One response to “ચપ્પલ ચેપ્ટર

  1. ગુસ્સો કાઢવાની બૌ બધી રીતો છે!

    આમ જૂતા ફેંકવા કરતા ઈલેક્શન માં જ એમને ફેંકવું વધારે અસરકાર રહે મારી દ્રષ્ટીએ!
    પણ આ બીજા અસરકાર રસ્તો અજમાવવા તો મત-દાન કરવા જવું પડે ને એવો સમય ક્યાં છે ?
    🙂

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s