સોનુ સિન્હા


* ત્રેવીસ વરસની એક છોકરી રાત્રે ટ્રેનમાં મુસાફરી કરી રહી હોય ત્યારે એને લૂંટવાનો પ્રયાસ

શેઈમ !

* ફિલ્મી ઢબે  બદમાશ લુચ્ચા લફંગાઓ એ છોકરીને  ટ્રેનમાંથી નીચે ફેંકી દે

શેઈમ !

* પાસેની ટ્રેકમાં ફંગોળાઈ જતા એ છોકરીનો પગ ટ્રેનમાં કચડાઈ જાય

શેઈમ !

* નેશનલ લેવલની રમતવીરાંગના સાથે ઘટેલ આ કમનસીબ ઘટનાની મિડીયામાં મોડી  નોંધ

શેઈમ !

* સ્પોર્ટસ મીનીસ્ટર જાણે ખેરાત કરતા હોય એમ પચ્ચીસ હજાર રૂપરડીની સહાય જાહેર કરે

શેઈમ !

આ દર્દનાક કિસ્સાની એક એક વાત કેટકેટલી શરમજનક છે ! !

આ અગાઉ પણ એક પોસ્ટમાં કહી ચૂક્યો છું કે આપણે માત્ર લશ્કરી સૈનીકોની સેવા ને  જ દેશ સેવા ગણી છીએ જ્યારે ખરેખર તો કોઇપણ ક્ષેત્રમાં રહી તમે દેશ સેવા જ કરી શકો છો, કરતા હો છો.

નેશનલ લેવલની ફૂટબૉલ અને વૉલીબૉલ પ્લેયર એવી એક આશાસ્પદ છોકરીને જ્યારે ખબર પડી હશે કે મારો પગ નથી રહ્યો    ત્યારે એને શું થયું હશે એ વિચારીને જ કમકમાટી ઉપજે છે.

આ છોકરી જ્યારે ગુંડાગીરી-દાદાગીરી-લુખ્ખાગીરીના લીધે એનો ડાબો પગ ગુમાવી બેઠી છે ત્યારે એની માનસીક-આર્થીક-શારીરિક પિડાને રીતસરની અવગણીને ભીખના ટૂકડા જેવું આપીશું તો કયા ખેલાડીને દેશ માટે રમવું ગમશે? આવા બધા કારણો સર અગર  ખેલાડી મેચ-ફિક્સ ન કરે તો શું કરે?!

વરસો પહેલા કપિલ દેવે આપકી અદાલતમાં ખેલાડીઓ પૈસા કમાય બચાવ કર્યો’તો એ આવા પ્રસંગોથી જસ્ટીફાય થાય છે.

અત્યારે એની હાલત વિશે વિચારી  દિમાગ એટલુ સુન્ન થઈ ગયુ છે કે વધુ કંઇ લખવાનું પણ સુઝતું નથી માત્ર એટલી પ્રાર્થના કરીયે કે એને આ દુ:ખ સહન કરવાની શક્તિ અને રાજકારણીયો તેમજ આપણને સદબુધ્ધિ મળે કે જેથી કમ સે કમ આપણે વૉટ દેવા જઈએ અને ઓછા નાલાયક માણસને ચૂંટીયે….

~ અમૃત બિંદુ ~

જેઓ વર્લ્ડ કપ વખતે ગુજરાત તરફથી કિકટર્સ ને આપવાના એકલાખ  ઓછા સમજતા હતા તેઓ  અત્યારે  સોનુ સિન્હા માટે માત્ર ૨૫૦૦૦ રૂપરડીની વાતે કેમ ચુપ હશે ? !

Advertisements

10 ટિપ્પણીઓ

Filed under સંવેદના, સમાજ, media, Sports

10 responses to “સોનુ સિન્હા

 1. પહેલા તો આ હેવાનિયત આચરનારને પકડીને એમના પણ પગ કાપી નાખવા જોઇએ. ખાલી એક બે વખત આવા દાખલા બેસાડવાની જરૂર છે. પણ આપણા દેશમાં આ શક્ય જ નથી. જે દેશ અને દેશનું ન્યાયતંત્ર છડે ચોક ગોળીઓ વરસાવી લોકોને મોતને ઘાટ ઉતારનારને જો સજા ના કરી શકતુ હોય તો એવા ન્યાયતંત્ર પાસે આમ આદમી ક્યાંથી ન્યાયની આશા રાખી શકે?
  બીજુ કે હવે રેલ્વેએ નોકરી આપવાની જાહેરાત કરી છે. હવે આનાથી ઉપરવટ જઇને જો વળતર આપે તો પણ સમસ્યા છે કારણ કે ભારત દેશમાં લોકશાહી જરા વધારે પડતી ફૂલી ફાલી છે.
  મારા ખ્યાલથી જીત્યા બાદ ક્રિકેટરોને જ્યારે અધધ રકમ અપાઇ એમાથી દરેક ક્રિકેટરે અમુક રકમ સમાજ ઉપયોગી કાર્યો માટે વાપરવાની જાહેરાત કરવા જેવી હતી. આમ કરવાથી એક દાખલો બેસી શક્યો હોત.

  • Dipti Vyas

   ohh .. Vasdho pahela aavo banav mubaini lacal trainma banyo hato.ek samanya pan bahadur kanya lutaruni same zazumi tene bahr fenki didhi ketali var lagi te padi rahi koi madade na aavyu..jemtem jeev to bachyo pan apang thayee gayee kadach aaje te pan railwayma job kare chhe..pan aavu kya sudhi chalashe?? haju pan aapdi bahen dikario ni koi salamati nathi…..

 2. Narendra

  શરમ અને રાજકારણી!!!!!? રજનીભાઈ, તમે કૈંક વધુ આશા નથી રાખતા!!?
  ગરીબ વ્યક્તિઓ ને, જથ્થાબંધ શાકભાજી બજાર માં, સડેલા (જેની સામે જોઇને સામાન્ય વ્યક્તિ નાક બંધ કરી દે) માંથી શોધી-શોધી ને સારું!! શાક વીણે તેવી આપડી હાલત છે.આપડે પણ સડેલા રાજકારણીઓ માંથી વીણવું પડે તેવી સચ્ચાઈ માં જીવી રહ્યા છીએ.
  પ્રભુ, જો હજી જોતો જોય તો, આ દીકરી ને શક્તિ આપી ને મદદ કરે.

 3. સાચું કહું રજનીભાઈ આવી ઘટનાઓ બહુ સામાન્ય છે ઉત્તર ભારતમાં!
  સોનું નો કિસ્સો મિડીયામાં આવી ગ્યો બાકીના આવતા નથી.
  ગુજરાત અને મુંબઈ ને બાદ કરતા સ્ત્રીઓ આપણા દેશ માં જરા પણ સલામત નથી.
  ઈવન જુઓ ને એક ગુજરાતી તરીકે તમારી ભાષા પણ આ બનાવ વિષે કેટલી બધી સંયમિત છે! તે લોકો તેને લુટવા નોતા માંગતા, તેમનો ઈરાદો બીજો જ હતો, આ તો બહાદુર છોકરીએ પ્રતિકાર કર્યો તો તેને ધક્કો મારી દીધો!
  પણ બાકીના લોકો શું કરતા હતા ટ્રેઈનમાં? ગુજરાતમાં કદાચ લોકોએ આવું ના થવા દીધું હોત!

 4. ક્રિકેટર્સ ને કરોડોના ઇનામ જાહેર કરાતા હતા.જાણે એમના બાપના રૂપિયા ના હોય?બીજા તમામ ખેલાડીઓની અવગણના થાય છે.આ બનાવ તો શરમજનક છે જ.

 5. readsetu

  આ પોસ્ટ તમારી પાસે જેટલા ઇમેઇલ એડ્રેસ હોય એટલાને પોસ્ટ કરો. મને તમારી આગલી એક પોસ્ટ યાદ આવે છે.
  ડોકટરેટ સુધીનું શિક્ષણ મેળવેલી બે બહેનો એટલું ડિપ્રેશનમાં સરી જાય અને જિંદગીથી નાસીપાસ થઇ જાય કે પોતાની જાતને બંધ કરી મોત તરફ ધકેલી દે !!
  આ કેવું શિક્ષણ છે જે માણસને જીવતાંયે ન શીખવે ?
  લતા જ. હિરાણી

 6. readsetu

  મનીષભાઇની વાત સાચી છે. આ ખેલાડી હતી એટલે સમાચાર બન્યા બાકી ગુજરાત સિવાય ખાસ કરીને ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહાર… આવા બનાવો બનતા જ રહે છે અને લોકો પણ ડરીને ચુપ રહે છે.
  હમણાં અમદાવાદમાં હોસ્પિટલમાં એક્ને પતાવી દીધો… બીજા બધા બહાર નીકળી ગયા કારણ.. “બહાર નીકળી જાવ નહિતર પતી જશો’ જીવ તો સૌને વહાલો હોય પણ આપણી લાખ રુપિયાની લોકશાહી એટલે આવું બધું ચાલે !! બાકી ખરેખર ‘પગ સાટે પગ’ નો ન્યાય થાય તો જ લોકો ડરે !!
  ભુપેન્દ્રભાઇ સાથે પણ સહમત છું. ક્રિકેટરોને કરોડોની ખેરાત કરે છે પણ બીજી રમતોના ખેલાડીઓને પણ એટલું જ પ્રોત્સાહ્ન આપવું જોઇએ
  લતા જ. હિરાણી

  • લોકશાહી નો શું અર્થ છે?
   લોકશાહી અને સરમુખત્યારશાહી વચ્ચે શું ફરક છે?
   સરમુખત્યારશાહી માં લોકો મુક પ્રેક્ષક બની ને જોતા રહે, લોકશાહી માં… …
   આવું બધું થયું છતાં આપણે ચુપ છીએ.

   “હમણાં અમદાવાદમાં હોસ્પિટલમાં એક્ને પતાવી દીધો… … … જીવ તો સૌને વહાલો હોય પણ આપણી લાખ રુપિયાની લોકશાહી ….”

   તમને શું વધારે વહાલું છે, જીવ કે સ્વતંત્રતા?
   પ્રશ્ન: ઈજીપ્ત માં ક્રાંતિ પહેલા અને ક્રાંતિ વખતે શું ફરક હતો?
   જવાબ: પહેલા લોકો ને લાગતું સરકાર કરશે, પછી લાગ્યું આપણે જ કૈક કરવું પડશે! એક વાર એમને લાગ્યું આપને કઈક કરવું પડશે, પછી જુઓ શું થયું?

   તકલીફ એ છે કે આપણે રોતા સિવાય કઈ નથી આવડતું. આ પ્રોબ્લેમ આખી જનરેશનનો છે, જેને આઝાદી પણ ફ્રી માં મળી!

   આપની

 7. બધા પાછળ એક જ કારણ છે .. કાયદો .. લો એન્ફોર્સમેન્ટ નથી .. એટલે નાલાયક લોકો ગમે તે કરે છે …ખબર છે કે પોલીસ કઈ બગાડી નથી લેવાની … પૈસા નાખીશું એટલે છૂટી જઈસુ ..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s