જ-જંતર . . . મ-મંતર !


જન લોકપાલ બીલ મુદ્દાનો મુખ્ય મુદ્દો યાને એનું મૂળ તો ભ્રષ્ટાચાર-લાંચ રિશ્વત ને? સલાહથી વિપરીત ભ્રષ્ટાચાર-લાંચ રિશ્વતનું છે. લેવી હર કોઇને છે, દેવા માટે કઠે છે! કરવો હર કોઇને છે પણ કરવા દેવો નથી.

અપૂરતા(ઘણા કેસમાં તો ખોટા) ડોક્યુમેન્ટસ કે ‘સ્પીડ’ માટે લોન પાસ કરાવવા ઓફિસરની માંગવાની હિમ્મત ન હોય તો પણ આપણે જ એને ચા-પાણી રૂપે પધરાવી “વ્યવહાર”માં ખપાવવાની ખંધી હોશિયારી/ચાલાકી કરતા અચકાતા નથી.

ટ્રાફીકનું અને ડોક્યુમેન્ટસ સંબંધિત અજ્ઞાનના કારણે જ આપણે સામેથી ચાલીને ‘ફાઈન’ના બદલે વર્સ્ટ કદમ ઉઠાવીને ટ્રાફીક પોલીસ પાસે ‘કડદો’ કરાવીએ છીએ.

જન્મ-મરણના દાખલા માટે ય ‘ચૂકવવા’ માટે આપણે બેકરાર હોઇએ છીએ.

ચા-સિગરેટ-ગુટકા માંડી જીવન જરૂરીયાતની ચીજ-વસ્તુમાં ય આપણે જે રકમ ચૂકવીયે છીએ એ વ્યાજબી કે ‘કાયદેસર’ હોવાની દરકાર કરીયે છીએ? અને ગુજરાતમાં દારૂનો ‘મેળ’ કરવામાં આપણને કંઇ વાંધો છે?

નહીં!

કેમ ? શું આપણે ડરપોક છીએ? શું આપણે એટલા બધા સજ્જન અને શાંતિ પ્રિય છીએ કે ઝગડા-મગજમારી ફાવતા નથી?!

મને યાદ છે કે ૨૦૦૧ના ભૂકંપમાં જેઓના ઘર/ફ્લેટ G-5 કેટેગરીમાં આવતા હતા (અમુકના જાણી જોઇને પણ G-5 કરાવતા હતા) અને એના સામે ૧૦૦ ચો.મી. ના “મફત” પ્લોટ એલોટ કરાતા હતા ત્યારે પ્રજા દ્વારા અંધાધૂંધી અને ગેરવ્યવસ્થા અને હોશિયારી થતી હતી, મામલતદાર (કે કલેકટર) દ્વારા કહેવું પડ્યુ હતુ કે સરકાર પાસે  વળતર મેળવવા હક્કદાર નથી, આ તો સરકાર તરફથી સહાય છે!

અને લોકોને કંઇક ૮૦૦-૯૦૦ જેટલા ‘મફત’ પ્લોટ ફાળવાયા છે. ‘મફત’ના માલની આજે બખ્ખા થઈ જાય એવી કિંમત મળે છે પણ કાલ સવારે સરકાર જાહેર કરે કે દરેક વ્યક્તિએ (માત્ર) એક એક લાખ આપવાના છે તો સૌ કોઇ “અનશન” શસ્ત્ર ઉઠાવવામાં પળનો ય વિલંબ કે વિચાર નહી કરે!

આવા તો કંઇ કેટલાયે દાખલા છે ને?

-x-x-x-x-x-x-

અણ્ણા હઝારે એ કદાચ દેશ માટે સુંદર સપના જોયા હશે પણ અનશનને જે પ્રતિસાદ મળ્યો એ એમણે સપનેય વિચાર્યું નહી હોય…

ચોવીસ કલાકની ચેનલ્સને તો આવી કોઇ પણ ન્યૂઝ આયટેમ ખપતી હોય છે અને સોશ્યલ સાઇટસની હાજરીથી એ મુદ્દો વધુ ચગ્યો! ગામ  શહેર- ગલી – મહોલ્લો કે પાનનો ગલ્લો આ ચર્ચાથી તરબતર અને કેન્ડલ લાઈટ કે સહી (?) અભિયાનથી લોકોને મજા આવવા માંડી.

કેન્ડલ લાઈટ કે સહી અભિયાનના ટેકામાં આવતા હરકોઇ તો શું ૫-૧૦ ટકા પણ આ મુદ્દા પ્રત્યે ગંભીર અને સાચા ન હતા. કોઇ તમાશા જોવા આવ્યુ હતું તો કોઇએ મજબુરીમાં હાજરી પુરાવવી પડી હતી. ઈવન સૂત્રોચ્ચાર દરમ્યાન પણ કસ્ટમ-જમીન-બેંક વગેરેના કોકડા સુલઝાવવાની કસરત ચાલુ હતી!

લોકપાલ બીલ આવે અને રાજકારણીઓની બજાવે ત્યારની વાત ત્યારે પણ એ આવે ત્યાં સુધીમાં “જીત”ને પચાવતા નહી આવડે કે દાનતમાં કે સતર્ક્તામાં ચૂક થઈ તો બાપ્પા આણી કંપનીની ઇજ્જત-આબરૂનું રામ બોલો ભાઈ રામ થઈ જતા વાર નહી લાગે!

અણ્ણા હઝારે કે આવી કોઇ પણ સંસ્થામાં કેટલાયે કાર્યકરોની (અ)નિતી એમને કનડતી હોય તો યે બે બિલાડીઓમાં વાંદરો ‘લાભ’ન ખાટી જાય માટે મજબુરીમાં ચુપ રહેવું પડે છે એ પણ એક સ્ખલન જ છે !

~ અમૃત બિ‍દુ ~

“પ્લાસ્ટિકના ઝભલા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો,
મારો પ્રશ્ન તો એટલો જ છે કે તો પછી ગાય ખાશે શું ?”

( દ્વિરેફ વોરાનું ફેસબુક સ્ટેટસ)

Leave a comment

Filed under વૃતિ - પ્રવૃતિ, સમાજ, media

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s